Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 8 રાશિઓની તુલના Ex 8.2 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 8 રાશિઓની તુલના Ex 8.2
પ્રશ્ન 1.
આપેલા અપૂર્ણાકોને ટકામાં ફેરવો?
(a) \frac {1}{8}
(b) \frac {5}{4}
(c) \frac {3}{40}
(d) \frac {2}{7}
જવાબ:
2. આપેલા દશાંશ-અપૂર્ણાકોને ટકામાં ફેરવોઃ
પ્રશ્ન (a)
0.65
જવાબ:
0.65 = (0.65 × 100)
= (\frac {65}{100} × 100) %
= 65 %
પ્રશ્ન (b)
2.1
જવાબ:
2.1 = (2.1 × 100) %
= (\frac {21}{10} × 100) %
= 210 %
પ્રશ્ન (c)
0.02
જવાબ:
= (0.02 × 100) %
= (\frac {2}{100} × 100) %
= 2 %
પ્રશ્ન (d)
12.35
જવાબ:
12.35 = (12.35 × 100) %
= (\frac {1235}{100} × 100) %
= 1235 %
પ્રશ્ન 3.
આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો:
જવાબ:
(i) આકૃતિનો \frac {1}{4} ભાગ રંગીન છે.
\frac {1}{4} = (\frac {1}{4} × 100) % = (\frac {100}{4}) % = 25 %
આકૃતિનો 25 % ભાગ રંગીન છે.
(ii) આકૃતિના 5 ભાગમાંથી 3 ભાગ રંગીન છે.
∴ \frac {3}{5} ભાગ રંગીન છે.
∴ \frac {3}{5} = (\frac {3}{5} × 100) % = (3 × 20) % = 60 %
આકૃતિનો 60 % ભાગ રંગીન છે.
(iii) આકૃતિના 8 ભાગમાંથી 3 ભાગ રંગીન છે.
∴ \frac {3}{8} ભાગ રંગીન છે.
∴ \frac {3}{8} = (\frac {3}{8} × 100) % = \frac {75}{2} % = 37.5 %
આકૃતિનો 37.5 % ભાગ રંગીન છે.
4. શોધો:
પ્રશ્ન (a)
250ના 15 %
જવાબ:
250ના 15 % = 250 × \frac {15}{100}
= \frac {75}{2} = 37.5
પ્રશ્ન (b)
1 કલાકનો 1%
જવાબ:
1 કલાકનો 1% = (1 × \frac {1}{100})કલાક
= (60 × \frac {1}{100}) મિનિટ
= \frac {3}{5} મિનિટ
= \frac {3}{5} × 60મિનિટ
= 36 સેકન્ડ
પ્રશ્ન (c)
₹ 2500ના 20 %
જવાબ:
₹ 2500ના 20 % = 2500 × \frac {20}{100}
= 25 × 20 = ₹ 500
પ્રશ્ન (d)
1 કિગ્રાના 75 %
જવાબ:
1 કિગ્રાના 75 % = (1 × \frac {75}{100}) કિગ્રા
= (1000 × \frac {75}{100}) ગ્રામ
= 750 ગ્રામ
= 0.75 કિગ્રા
5. કુલ રાશિ શોધો કે જેના
પ્રશ્ન (a)
5 % = 600 થાય
જવાબ:
ધારો કે ના 5% એ 600 છે.
∴ x × \frac {5}{100} = 600
∴ x = \frac{600 \times 100}{5}
∴ x = 12,000
તે રાશિ 12,000 હોય.
પ્રશ્ન (b)
12 % = ₹ 1080 થાય
જવાબ:
ધારો કે ના 12 % એ જ 1080 છે.
∴ x × \frac {12}{100} = 1080
∴ x = \frac{1080 \times 100}{12}
∴ x = 9000
તે રાશિ ₹ 9000 હોય.
પ્રશ્ન (c)
40 % = 500 કિમી થાય
જવાબ:
ધારો કે ના 40 % એ 500 કિમી છે.
∴ x × \frac {40}{100} = 500
∴ x = \frac{500 \times 100}{40}
∴ x = 1250
તે રાશિ 1250 કિમી હોય.
પ્રશ્ન (d)
70 % = 14 મિનિટ થાય
જવાબ:
ધારો કે ના 70 % એ 14 મિનિટ છે.
∴ x × \frac {70}{100} = 14
∴ x = \frac{14 \times 100}{70}
∴ x = 20
તે રાશિ 20 મિનિટ હોય.
પ્રશ્ન (e)
8% = 40 લિટર થાય
જવાબ:
ધારો કે ના 8 % એ 40 લિટર છે.
∴ x × \frac {8}{100} = 40
∴ x = \frac{40 \times 100}{8}
∴ x = 500
તે રાશિ 500 લિટર હોય.
પ્રશ્ન 6.
ટકાને દશાંશ-અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો:
(a) 25%
(b) 150 %
(c) 20 %
(d) 5%
જવાબ:
(a) દશાંશમાં 25 % = 0.25 અપૂર્ણાંકમાં : 25 % = \frac {25}{100} = \frac {1}{4}
(b) દશાંશમાં 150 % = 1.50 અપૂર્ણાંકમાં 150 % = \frac {150}{100} = \frac {3}{2}
(c) દશાંશમાં 20 % = 0.20 અપૂર્ણાંકમાં 20 % = \frac {20}{100} = \frac {1}{5}
(d) દશાંશમાં 5 % = 0.05 અપૂર્ણાકમાં 5 % = \frac {5}{100} = \frac {1}{20}
પ્રશ્ન 7.
એક શહેરમાં 30 % સ્ત્રી, 40% પુરુષ અને બાકીનાં બાળકો છે, તો બાળકો કેટલા ટકા છે?
જવાબ:
શહેરમાં 30 % સ્ત્રીઓ, 40 % પુરુષો છે અને બાકીનાં બાળકો છે.
∴ બાળકોની સંખ્યા = 100 % – (30 % + 40 %)
= 100 % – 70 % = 30 %
શહેરમાં બાળકો 30 % હોય.
પ્રશ્ન 8.
એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે. જેમાં 60 % એ મતદાન કર્યું, તો મતદાન ન કરનારની ટકાવારી શોધો. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું?
જવાબ:
કુલ મતદાર = 15,000
મત આપનાર મતદારોની ટકાવારી = 60 %
∴ મતદાન ન કરનાર મતદારો = 100 % – 60 % = 40 %
હવે, મતદાન ન કરનાર મતદારોની સંખ્યા = 15,000 × \frac {40}{100} = 6000
આમ, 6000 મતદારોએ મતદાન નથી કર્યું.
પ્રશ્ન 9.
મિતા તેના પગારમાંથી ₹ 4000 બચાવે છે, જો તે તેના પગારના 10 % હોય, તો તેનો પગાર કેટલો હશે?
જવાબ:
મિતા તેના પગારમાંથી 10 % બચાવે છે.
ધારો કે મિતાની આવક ₹x છે.
∴ મિતાની બચત = ₹x × \frac {10}{100}
પણ, આ રકમ ₹4000 છે.
∴ x × \frac {10}{100} = 4000
∴ x = 4000 × \frac {10}{100}
∴ x = 40,000
આમ, મિતાનો પગાર ₹40,000 હશે.
પ્રશ્ન 10.
એક લોકલ ક્રિકેટ ટીમ એક સીઝનમાં 20 મૅચ રમે છે. તેમાંથી 25 % મૅચ જીતે છે, તો તેઓ કેટલી મૅચ જીત્યા હશે?
જવાબ:
કુલ રમવામાં આવેલી મૅચની સંખ્યા = 20
તેમાંથી જીતેલી મૅચની ટકાવારી = 25 %
∴ જીતેલી મૅચની સંખ્યા = 20 × \frac {25}{100} = 5
આમ, આ ક્રિકેટ ટીમે કુલ 5 મૅચ જીતી છે.