GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.1

   

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.1 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.1

1. ΔPQRમાં D એ \(\overline{\mathrm{QR}}\)નું મધ્યબિંદુ છે.
GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.1 1
\(\overline{\mathrm{PM}}\) ……… છે.
\(\overline{\mathrm{PD}}\) ……… છે. QM = MR છે?
ઉત્તરઃ
\(\overline{\mathrm{PM}}\)એ ΔPQRનો વેધ છે.
\(\overline{\mathrm{PD}}\) એ ΔPQRની મધ્યગા છે.
ના, QM ≠ MR

2. નીચેના માટે કાચી આકૃતિ દોરોઃ
(a) ΔABCમાં, \(\overline{\mathrm{BE}}\) મધ્યગા છે.
(b) ΔPQRમાં, \(\overline{\mathrm{PQ}}\) અને \(\overline{\mathrm{PR}}\) ત્રિકોણના વેધ છે.
(c) ΔXYZમાં, \(\overline{\mathrm{YL}}\) ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે.
ઉત્તરઃ
(a) અહીં આપેલી આકૃતિમાં \(\overline{\mathrm{BE}}\) એ
ΔABCની મધ્યગા છે.
GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.1 2
(b) કાટકોણ ΔPQRમાં \(\overline{\mathrm{PQ}}\) અને \(\overline{\mathrm{PR}}\) એ ત્રિકોણના વેધ છે.
GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.1 3
(c) ગુરુકોણ ΔXYZમાં વેધ \(\overline{\mathrm{YL}}\) એ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે.
GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.1 4

GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.1

3. આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે.
ઉત્તરઃ
GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.1 5
અહીં આપેલી આકૃતિમાં ΔXYZ સમદ્વિબાજુ ત્રિકોણ છે, જ્યાં XY = XZ છે. \(\overline{\mathrm{YZ}}\)નું મધ્યબિંદુ P શોધી તેની મધ્યગા \(\overline{\mathrm{XP}}\) દોરો.
હવે, કાટખૂણાની મદદથી માપતાં ∠XPYનું માપ 90° જણાય છે.
આમ, \(\overline{\mathrm{XP}}\) એ ΔXYZનો વેધ પણ છે.
∴ \(\overline{\mathrm{XP}}\) એ સમદ્વિબાજુ ΔXYZની મધ્યગા તેમજ વેધ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *