Processing math: 100%

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.5

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.5 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.5

1. કઈ સંખ્યા મોટી છે તે જણાવો?
(i) 0.5 કે 0.05
(ii) 0.7 કે 0.5
(iii) 7 કે 0.7
(iv) 1.37 કે 1.49
(v) 2.03 કે 2.30
(vi) 0.8 કે 0.88
ઉત્તરઃ
(i) બંને સંખ્યાનાં દશાંશનાં સ્થાન સરખાવતાં 5 > 0 ∴ 0.5 > 0.05
(ii) બંને સંખ્યાનાં દશાંશનાં સ્થાન સરખાવતાં 7 > 5 ∴ 0.7 > 0.5
(iii) બંને સંખ્યાનાં એકમનાં સ્થાન સરખાવતાં 7 > 0 ∴ 7 > 0.7
(iv) બંને સંખ્યાનાં એકમનાં સ્થાન સરખાં છે.
∴ બંને સંખ્યાનાં દશાંશનાં સ્થાન સરખાવતાં 4 > 3 ∴ 1.49 > 1.37
(v) બંને સંખ્યાનાં એકમનાં સ્થાન સરખાં છે.
∴ બંને સંખ્યાનાં દશાંશનાં સ્થાન સરખાવતાં 3 > 0 ∴ 2.30 > 2.03
(vi) 0.8ને 0.80 પણ લખી શકાય. આમ, 0.80 અને 0.88 બને.
બંને સંખ્યાનાં દશાંશનાં સ્થાન સરખાં છે.
∴ બંને સંખ્યાનાં શતાંશનાં સ્થાન સરખાવતાં 8 > 0 ∴ 0.88 > 0.8

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.5

2. દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો:
(i) 7 પૈસા
(ii) 7 રૂપિયા 7 પૈસા
(ii) 77 રૂપિયા 77 પૈસા
(iv) 50 પૈસા
(v) 235 પૈસા
ઉત્તરઃ
આપણે જાણીએ છીએ કે 1 રૂપિયો = 100 પૈસા
∴ 1 પૈસો = \frac {1}{100} રૂપિયા
(i) 7 પૈસા
= રૂ. 7 × \frac {1}{100}
= રૂ. \frac {7}{100} = રૂ. 0.07

(ii) 7 રૂપિયા 7 પૈસા
= રૂ. 7 + રૂ. 0.07
= રૂ. 7.07

(iii) 77 રૂપિયા 77 પૈસા
= રૂ. 77 + 77 પૈસા
= રૂ. 77 + રૂ. 77 × \frac {1}{100}
= રૂ. 77 + રૂ. 0.77
= રૂ. 77.77

(iv) 50 પૈસા
= રૂ. 50 × \frac {1}{100}
= રૂ. \frac {50}{100}
= રૂ. 0.50

(v) 235 પૈસા
= 200 પૈસા + 35 પૈસા
= રૂ. 200 × \frac {1}{100} + રૂ. 35 × \frac {1}{100}
= રૂ. 2 + રૂ. 0.35
= રૂ. 2.35

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.5

3. (i) 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો.
(ii) 35 મીમીને સેમી, મીટર અને કિલોમીટરમાં ફેરવો.
ઉત્તરઃ
આપણે જાણીએ છીએ કે 1 સેમી = 10 મીમી, 100 સેમી = 1 મી અને
1000 મી = 1 કિમી
(i) 5 સેમી
= \frac {5}{100}મી
= 0.05મી

5 સેમી
= \frac {5}{100000} કિમી
= 0.00005 કિમી

(ii) 35 મીમી
= \frac {35}{10}સેમી
= 3.5 સેમી

35 મીમી
= \frac {35}{1000}મી
= 0.035 મી

35 મીમી
= \frac {35}{1000000}કિમી
= 0.000035 કિમી

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.5

4. કિલોગ્રામમાં દર્શાવોઃ
(i) 200 ગ્રામ (ii) 3470 ગ્રામ (iii) 4 કિલોગ્રામ 8 ગ્રામ
ઉત્તરઃ
આપણે જાણીએ છીએ કે 1000 ગ્રામ = 1 કિગ્રા
(i) 200 ગ્રામ
= \frac {200}{1000} કિગ્રા
= \frac {2}{10} કિગ્રા
= 0.2 કિગ્રા

(ii) 3470 ગ્રામ
= \frac {3470}{1000} કિગ્રા
= 3.470 કિગ્રા

(iii) 4 કિલોગ્રામ 8 ગ્રામ
= 4 કિગ્રા + \frac {8}{1000} કિગ્રા
= 4 કિગ્રા + 0.008 કિગ્રા
= 4.008 કિગ્રા

5. નીચે આપેલ દશાંશ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખો:
(i) 20.03 (ii) 2.03 (iii) 200.03 (iv) 2.034
ઉત્તરઃ
(i) 20.03 = 2 × 10 + 0 × 1 + 0 × \frac {1}{10} + 3 × \frac {1}{100}
(ii) 2.03 = 2 × 1+ 0 × \frac {1}{10} + 3 × \frac {1}{100}
(iii) 200.03 = 2 × 100 + 0 × 10 + 0 × 1 + 0 × \frac {1}{10} + 3 × \frac {1}{100}
(iv) 2.034 = 2 × 1 + 0 × \frac {1}{10} + 3 × \frac {1}{100} + 4 × \frac {1}{1000}

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.5

6. નીચે આપેલ દશાંશ સંખ્યાઓમાં 2ની સ્થાનકિંમત લખો :

પ્રશ્ન (i).
2.56
ઉત્તરઃ
2.56માં 2 એ એકમના સ્થાને છે.
∴ 2ની સ્થાનકિંમત = 2 × 1 = 2

પ્રશ્ન (ii).
21.37
ઉત્તરઃ
21.37માં 2 એ દશકના સ્થાને છે.
∴ 2ની સ્થાનકિંમત = 2 × 10 = 20

પ્રશ્ન (iii).
10.25
ઉત્તરઃ
10.25માં 2 એ દશાંશના સ્થાને છે.
∴ 2ની સ્થાનકિંમત = 2 × \frac {1}{10}
= \frac {2}{10}

પ્રશ્ન (iv).
9.42
ઉત્તરઃ
9.42માં 2 એ શતાંશના સ્થાને છે.
∴ 2ની સ્થાનકિંમત = 2 × \frac {1}{100}
= \frac {2}{100}

પ્રશ્ન (v).
63.352
ઉત્તરઃ
63.352માં 2 એ સહસ્ત્રાંશના સ્થાને છે.
∴ 2ની સ્થાનકિંમત = 2 × \frac {1}{1000}
= \frac {2}{1000}

7. દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. Aનું અંતર Bથી 7.5 કિમી છે. Bથી Cનું અંતર 12.7 કિમી છે. આયુબ સ્થળ A પરથી સ્થળ D તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. Dનું Aથી અંતર 9.3 કિમી છે અને Cનું Dથી અંતર 11.8 કિમી છે, તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી?
GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.5 1
ઉત્તરઃ
દિનેશ માટે:
GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.5 2
Aથી B સુધીનું અંતર = 7.5 કિમી
Bથી C સુધીનું અંતર = 12.7 કિમી
હવે, Aથી B થઈને C સુધીનું કુલ અંતર = (7.5 + 12.7) કિમી
= 20.2 કિમી
આમ, દિનેશે કુલ 20.2 કિમી મુસાફરી કરી.

આયુબ માટે:
Aથી D સુધીનું અંતર = 9.3 કિમી
Dથી C સુધીનું અંતર = 11.8 કિમી
હવે, Aથી D થઈને C સુધીનું કુલ અંતર = (9.3 + 11.8) કિમી
= 21.1 કિમી
આમ, આયુબે કુલ 21.1 કિમી મુસાફરી કરી.
જુઓ : 21.1 કિમી > 20.2 કિમી
∴ આયુબે વધુ મુસાફરી કરી છે.
આયુબે કરેલી વધુ મુસાફરી = (21.1 – 20.2) કિમી = 0.9 કિમી
0.9 કિમી = 0.9 × 1000 મી = 900 મીટર
આયુબે 0.9 કિમી અથવા 900 મીટર વધુ મુસાફરી કરી.

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.5

8. શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરાં અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળાં ખરીદે છે. કોણે વધુ ફળ ખરીદ્યાં?
ઉત્તરઃ
શ્યામે ખરીદેલાં કુલ ફળ = 5 કિગ્રા 300 ગ્રામ સફરજન + 3 કિગ્રા 250 ગ્રામ કેરી
= 8 કિગ્રા 550 ગ્રામ
= 8 કિગ્રા + \frac {550}{1000} કિગ્રા
= 8 કિગ્રા + 0.550 કિગ્રા
= 8.550 કિગ્રા

સરલાએ ખરીદેલાં કુલ ફળ = 4 કિગ્રા 800 ગ્રામ સંતરાં + 4 કિગ્રા 150 ગ્રામ કેળાં
= 8 કિગ્રા 950 ગ્રામ
= 8 કિગ્રા + \frac {950}{1000} કિગ્રા
= 8 કિગ્રા + 0.950 કિગ્રા
= 8.950 કિગ્રા
હવે, 8.950 કિગ્રા > 8.550 કિગ્રા
∴ સરલાએ શ્યામ કરતાં વધુ ફળ ખરીદ્યાં.

9. 42.6 કિમી કરતાં 28 કિમી કેટલું ઓછું છે?
ઉત્તરઃ
42.6 કિમી -28 કિમી = 14.6 કિમી
એટલે કે 42.6 કિમી કરતાં 28 કિમી એ 14.6 કિમી ઓછા છે.
\begin{array}{r} 42.6 \\ -28.0 \\ \hline 14.6 \end{array}

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *