Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 17 જીવનનિર્વાહ Textbook Exercise, and Answers.
જીવનનિર્વાહ Class 6 GSEB Solutions Social Science Chapter 17
GSEB Class 6 Social Science જીવનનિર્વાહ Textbook Questions and Answers
1. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો:
1. ગામડાંમાં મોટે ભાગે સૌ ………………………………. કામ સાથે જોડાયેલ હોય છે.
ઉત્તર:
ખેતી
2. ઔદ્યોગિક રોજગારી ………………………………….. માં વધુ મળી રહે છે.
ઉત્તર:
શહેર
2. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ગામડાંમાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે?
A. સરકારી નોકરી
B. ખેતી
C. ઉદ્યોગ
D. આપેલ બધું જ સાચું
ઉત્તર:
B. ખેતી
પ્રશ્ન 2.
શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે?
A. પાસેના ગામમાંથી
B. અન્ય રાજ્યમાંથી
C. અન્ય શહેરમાંથી
D. આપેલ બધું જ સાચું
ઉત્તર:
D. આપેલ બધું જ સાચું
3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ગામડાંમાં જોવા મળે છે.
પ્રશ્ન 2.
રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે?
ઉત્તર:
શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાઇકલનાં પંક્યર અને તેની મરમ્મત કરનાર, બૂટપૉલિશ કરનાર, સોડા-શરબત વેચનાર, કરિયાણું વેચનાર, રમકડાં વેચનાર, હેરકટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાઈકલ પર સફાઈનાં સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે.
પ્રશ્ન 3.
કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે?
ઉત્તર:
શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે.
4. ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
ગ્રામીણ જીવનનિર્વાહ ગ્રામીણ જીવન
ઉત્તર:
- ગામડાંની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવનનિર્વાહ કરે છે.
- ઘણા લોકો દરજીકામ, સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, ધોબીકામ, માટલાં અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલાં પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે.
- ગામડાંમાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની, કપડાંની, ચા-નાસ્તાની, ખાતર અને બિયારણોના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે.
- ગામડાંમાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવનનિર્વાહ કરે છે.
- ગામડાંની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ-મજૂર તરીકે તેમજ ટ્રક-ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.
- ગામડાંના કેટલાક લોકો નિયમિત રીતે ગામડાંમાંથી 3 દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવનનિર્વાહ કરે છે.
પ્રશ્ન 2.
શહેરી જીવનનિર્વાહ
ઉત્તર:
- શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર – 3 કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવનનિર્વાહ કરે છે.
- શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમૅનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે.
- શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે.
- શહેરમાં ઘણા લોકો ફૅક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે.
- શહેરમાં ઘણા ૨ શિક્ષિત લોકો શાળા-કૉલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે. તેમજ નાની-મોટી ઑફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો 5 કરીને જીવનનિર્વાહ કરે છે.
પ્રશ્ન 3.
શહેરમાં છૂટક રોજગારી
ઉત્તરઃ
- શહેરમાં હજારો લોકો છૂટક મજૂર તરીકે કામ કરે છે. દા. ત., ‘કડિયાનાકા પર મજૂરો પોતાનાં ઓજારો સાથે બેસે છે. કૉન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે.
- શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફૅક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે.
- શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરીકામ કરીને રોજગારી મેળવે છે. દા. ત., ચૉકલેટ, આઇસક્રીમ, સ્વીટ્સ, ફરસાણ વગેરે બનાવવાં.
- શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને સ્વરોજગારી મેળવે છે. દા. ત., ભાડું લઈને રિક્ષા અને મોટરકાર ચલાવવી, દરજીકામ કરવું, બૂટપૉલિશ કરવી, સાઇકલનાં પંક્યર અને તેની મરમ્મત કરવાં વગેરે.
પ્રશ્ન 4.
પશુપાલન અને ખેતમજૂરી
ઉત્તરઃ
ગામડાંમાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવનનિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવાં દુધાળા પશુઓ પાળે છે. તેઓ એ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે. દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિનખેતીના ચારેક મહિના સુધી જીવનનિર્વાહ કરી શકે છે. આપણા દેશનાં ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40% કુટુંબો ખેતમજૂરો છે. તેઓ જમીનવિહોણા છે. તેથી તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોનાં ખેતરોમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવાં મજૂરીનાં કામો કરે છે. કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે. ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓને બેકાર બેસી રહેવું પડે છે. આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે.
5. બંધબેસતાં જોડકાં જોડોઃ
વિભાગ ‘સ’ | વિભાગ બ’ |
(1) ખેતમજૂરી | (1) કાયમી કામ મળી રહે છે. |
(2) કૌશલ્ય આધારે કામ | (2) એક કરતાં વધુ રીતે કમાઈ |
(3) ઔદ્યોગિક રોજગારી શકાય છે. | (3) બારેમાસ કામ ન પણ મળે. |
ઉત્તર:
વિભાગ ‘સ’ | વિભાગ બ’ |
(1) ખેતમજૂરી | (3) બારેમાસ કામ ન પણ મળે. |
(2) કૌશલ્ય આધારે કામ | (2) એક કરતાં વધુ રીતે કમાઈ |
(3) ઔદ્યોગિક રોજગારી શકાય છે. | (1) કાયમી કામ મળી રહે છે. |