GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત Textbook Questions and Answers, Textbook Activities Pdf.

ચુંબક સાથે ગમ્મત Class 6 GSEB Solutions Science Chapter 13

GSEB Class 6 Science ચુંબક સાથે ગમ્મત Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

1. નીચેની ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
કૃત્રિમ ચુંબક …………………………., …………………… અને ………… જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે.
ઉત્તરઃ
લંબઘન પટ્ટી, ઘોડાની નાળ, નળાકાર

પ્રશ્ન 2.
જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને …………………….. કહે છે.
ઉત્તરઃ
ચુંબકીય પદાર્થો

GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 3.
કાગળ એ …………………… પદાર્થ નથી.
ઉત્તરઃ
ચુંબકીય

પ્રશ્ન 4.
જૂના જમાનામાં, નાવિકો દિશા જાણવા માટે ……………………. ના ટુકડાને લટકાવતા હતા.
ઉત્તરઃ
કુદરતી ચુંબક

પ્રશ્ન 5.
ચુંબકને હંમેશાં …………………. ધ્રુવ હોય છે.
ઉત્તરઃ
બે

2. નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહોઃ

પ્રશ્ન 1.
નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 2.
કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમની રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
ગજિયો ચુંબક હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે.
ઉત્તરઃ
ખરું

GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 6.
કોઈ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ પૂર્વ-પશ્ચિમ દિશા જાણવા માટે થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
રબર એ ચુંબકીય પદાર્થ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
એવું જોવામાં આવ્યું કે, પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો થોડોક ભા બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું નામ આપો.
ઉત્તરઃ
પેન્સિલની અણી કાઢવાના સંચાની બ્લેડ લોખંડની બનેલી હોય છે. તે ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે.

GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 4.
કૉલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે, તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવી છે. કૉલમ 2 આ દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફારને દર્શાવે છે. ખાલી જગ્યા ભરોઃ
GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત 2
ઉત્તરઃ
GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત 3

પ્રશ્ન 5.
ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો લખો:
ઉત્તરઃ
ચુંબકના બે ગુણધર્મો નીચે મુજબ છેઃ

  1. ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે.
  2. ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતાં તે ૧. ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.

પ્રશ્ન 6.
ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે?
ઉત્તરઃ
ગજિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે.

GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 7.
એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો?
ઉત્તરઃ
આપેલ ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો. જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય.

પ્રશ્ન 8.
તમને લોખંડની પટ્ટી આપેલી છે. તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો?
ઉત્તરઃ

  1. આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો.
  2. એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો.
  3. ચુંબકને ઊંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો.
  4. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત
    GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત 1
    કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો.
  5. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો.
  6. આ ક્રિયાનું 30 – 40 વખત પુનરાવર્તન કરો.
  7. લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ.
  8. તે લોખંડના ભૂકાને આકર્ષશે તે પરથી ખાતરી થશે.

GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 9.
દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે?
ઉત્તરઃ
હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે. આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશા જાણી શકાય છે.

પ્રશ્ન 10.
પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે. તેના પર થતી અસરને કૉલમ 1માં દર્શાવેલી છે. આ અસર માટેનાં શક્ય કારણોને કૉલમ 2માં દર્શાવેલાં* છે. કૉલમ 1નાં વિધાનોને કૉલમ 2નાં વિધાનો સાથે યોગ્ય રીતે જોડો :

કૉલમ 1 કૉલમ 2
હોડી ચુંબક તરફ આકર્ષાય છે. હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.
હોડીને ચુંબકની અસર થતી નથી. હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.
જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે, તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે. હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે.
જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે, તો હોડી ચુંબકથી દૂર જાય છે. હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે.
હોડી દિશા બદલ્યા વગર ગતિ કરે છે. હોડી બિનચુંબકીય પદાર્થની બનેલી છે.

ઉત્તર:

કૉલમ 1 કૉલમ 2
હોડી ચુંબક તરફ આકર્ષાય છે. હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે.
હોડીને ચુંબકની અસર થતી નથી. હોડી બિનચુંબકીય પદાર્થની બનેલી છે.
જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે, તો હોડી ચુંબક  તરફ ગતિ કરે છે. હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.
જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે, તો હોડી ચુંબકથી  દૂર જાય છે. હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.
હોડી દિશા બદલ્યા વગર ગતિ કરે છે. હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે.

GSEB Class 6 Science ચુંબક સાથે ગમ્મત Textbook Activities

‘પાચપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’

પ્રવૃત્તિ 1:

લોખંડની બનેલી વસ્તુઓ પર ચુંબકની અસર દર્શાવવી.
સાધન-સામગ્રીઃ પેપર કપ, સ્ટેન્ડ, નાનું ચુંબક, લોખંડની ક્લિપ, દોરો.
GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત 4
પદ્ધતિ:

  1. એક પેપર કપ લો.
  2. તેને લૅમ્પની મદદથી સ્ટેન્ડ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભરાવો.
  3. કપમાં ચુંબક મૂકી તેના પર કાગળ
  4. લોખંડની ક્લિપ લો અને તેને પાતળી દોરીના એક છેડે બાંધો.
  5. દોરીના બીજા છેડાને સ્ટેન્ડના નીચેના પાયા સાથે બાંધો. (આ વખતે દોરીની લંબાઈ એટલી રાખો કે ક્લિપ પેપર કપથી નીચે રહે.)
  6. હવે ક્લિપને પેપર કપના નીચેના ભાગની નજીક લઈ જાઓ. શું થાય છે તેનું અવલોકન કરો.

અવલોકન:
ક્લિપ દોરી સાથે કોઈ પણ આધાર વિના હવામાં અધ્ધર લટકતી રહે છે.

નિર્ણય:
ચુંબક લોખંડની બનેલી વસ્તુઓને આકર્ષે છે.

GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રવૃત્તિ 2:

ચુંબક વડે આકર્ષાતી વસ્તુઓ શાની બનેલી છે તે જાણવું.
સાધન-સામગ્રીઃ ચાલવાની લાકડી, નાનું ચુંબક, ગુંદર, ટેપ, ચકાસવા માટેની વસ્તુઓ.
પદ્ધતિઃ

  1. ચાલવાની લાકડીના છેડે ગુંદર વડે અથવા ટેપ વડે નાનું ચુંબક લગાડો.
  2. હવે શાળાના મેદાનમાં ‘મૅગ્નિસ વૉક’ (લટાર મારવા) માટે જઈએ.
  3. ઍગ્નિસ લાકડી’ મેદાનની નાની વસ્તુઓને અડકાડો.
  4. તમારી આસપાસની રોજબરોજની વસ્તુઓ એકઠી કરો.
  5. તેમને ‘ઍગ્નિસ લાકડી વડે ચકાસો.

તમારા અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો.
કોષ્ટક 18.1: ચુંબક તરફ આકર્ષાતા પદાર્થો શોધવા
GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત 5
નિર્ણયઃ
કેટલાક પદાર્થો ચુંબક વડે આકર્ષાય છે, તો કેટલાક પદાર્થો ચુંબક વડે આકર્ષાતા નથી.

GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રવૃત્તિ 3:

રેતી કે માટીમાં લોખંડના કણો રહેલા છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: જમીનમાંની રેતી અને માટી, ચુંબક.
પદ્ધતિઃ

  1. કોઈ ચુંબકને રેતી કે માટીમાં ફેરવો.
  2. ચુંબકને બહાર ખેંચો.
  3. ચુંબક પર રેતી કે માટીના કણો દૂર કરવા ચુંબકને હળવેથી હલાવો.

શું કેટલાક કણો હજુ ચુંબક પર ચોટેલા દેખાય છે.

અવલોકનઃ
ચુંબક પર લોખંડના કણો ચોટેલા દેખાય છે.

નિર્ણય:
રેતી કે માટીમાં લોખંડના કણો રહેલા છે.

પ્રવૃત્તિ 4:

ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું.
સાધન-સામગ્રી: ગજિયો ચુંબક, લોખંડની રજકણો (ભૂકો), કાગળ.
GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત 6
પદ્ધતિઃ

  1. કાગળ પર થોડી લોખંડની રજકણો ફેલાવો.
  2. હવે તેના પર ગજિયો ચુંબક મૂકો.
  3. ગજિયા ચુંબકને ધીમેથી ઉપર-નીચે ફેરવો.
  4. ગજિયા ચુંબકને ધીમેથી ઉપાડી લો.
  5. ગજિયા ચુંબકના જુદા જુદા ભાગ પર ચોંટેલા લોખંડના રજકણો તપાસો.
  6. ચુંબક પરથી લોખંડની રજકણો દૂર કરી આ પ્રવૃત્તિ ફરીથી કરો તમારાં અવલોકન નોંધો.

અવલોકનઃ
ગજિયા ચુંબકના બંને છેડાની નજીક લોખંડના રજકણો વધુમાં વધુ ચોટેલા જણાય છે. વચ્ચેના ભાગ તરફ જતાં ચોટેલા લોખંડના રજકણોનું પ્રમાણ ઓછું થતું જાય છે.

નિર્ણયઃ
ચુંબકના બંને છેડાની પાસે ચુંબકશક્તિ વધુ હોય છે. આને ચુંબકના ધ્રુવો કહે છે.

GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રવૃત્તિ 5:

ગજિયા ચુંબકને મુક્ત ફરી શકે તેમ લટકાવતાં તે ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ ગજિયો ચુંબક, લાકડાનું સ્ટેન્ડ, દોરી.
GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત 7
પદ્ધતિઃ

  1. એક ગજિયો ચુંબક
  2. ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો.
  3. ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો.
  4. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાન જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો.
  5. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો.
  6. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો. તમારું અવલોકન નોંધો.

અવલોકનઃ
દરેક વખતે ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર-દક્ષિણ હોય છે.

નિર્ણયઃ
ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતાં તે હંમેશાં ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.

GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રવૃત્તિ 6:

તમારી જાતે સાદું હોકાયંત્ર બનાવવું.
સાધન-સામગ્રીઃ ગજિયો ચુંબક, લોખંડની સોય, બૂચ, ટમલર.
GSEB Solutions Class 6 Science Chapter 13 ચુંબક સાથે ગમ્મત 8
પદ્ધતિઃ

  1. ગજિયા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની સોયને ચુંબક બનાવો.
  2. આ ચુંબકીય સોયને બૂચમાંથી પસાર કરો.
  3. એક ટમલરમાં પાણી ભરી બૂચને તરતો મૂકો. સોય પાણીને અડકે નહિ તેનું ધ્યાન રાખો. આ તમારું સાદું હોકાયંત્ર તૈયાર થયું.
  4. પાણીમાં તરતા બૂચની સોય કઈ દિશા દર્શાવે છે તે નોંધો. બૂચને વિવિધ દિશાઓમાં ફેરવી સ્થિર થાય ત્યારે સોયની દિશા નોંધો.

અવલોકનઃ
દરેક વખતે સોય ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.

નિર્ણયઃ
પાણીમાં તરતા બૂચમાં પસાર કરેલી સોય હોકાયંત્રની સોયની જેમ ઉત્તર-દક્ષિણ દિશા દર્શાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *