GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે?

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે? Textbook Questions and Answers, Textbook Activities Pdf.

ખોરાકઃ ક્યાંથી મળે છે? Class 6 GSEB Solutions Science Chapter 1

GSEB Class 6 Science ખોરાકઃ ક્યાંથી મળે છે? Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
તમને એવું લાગે છે કે, દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોય છે?
ઉત્તરઃ
ના, દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોતી નથી. તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓનો ખોરાક સ્વાભાવિક રીતે અલગ અલગ હોય છે.

પ્રશ્ન 2.
ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગોનાં નામ આપો.
ઉત્તરઃ
ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગોનાં નામ નીચે મુજબ છેઃ
GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાક ક્યાંથી મળે છે 1

પ્રશ્ન ૩.
માં આપેલી બાબતોને કૉલમ “Bની સાથે જોડોઃ

કૉલમ “A’

કૉલમ “B’

(1) દૂધ, દહીં, પનીર, ધી a) બીજાં પ્રાણીઓને ખાય છે.
(2) પાલક, ફલેવર, ગાજર b) વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે.
(3) સિંહ અને વાઘ (c) શાકભાજી છે.
(4) તૃણાહારીઓ (d) બધી જ પ્રાણિજ પેદાશો છે.

ઉત્તરઃ
(1) → (d), (2) → (c), (૩) → (a), (4) → (b).

GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે?

પ્રશ્ન 4.
આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરોઃ
તૃણાહારી, વનસ્પતિ, દૂધ, શેરડી, માંસાહારી)

પ્રશ્ન 1.
વાઘ માત્ર માંસ ખાય છે, માટે તે ………. છે.
ઉત્તરઃ
માંસાહારી

પ્રશ્ન 2.
હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, માટે તે …….. છે.
ઉત્તરઃ
તૃણાહારી

પ્રશ્ન 3.
પોપટ ફક્ત …….. ની પેદાશ ખાય છે.
ઉત્તરઃ
વનસ્પતિ

પ્રશ્ન 4.
આપણે ………. પીએ છીએ, જે ગાય-ભેંસ અને બકરીમાંથી મળે છે, તે પ્રાણિજ પેદાશ છે.
ઉત્તરઃ
દૂધ

પ્રશ્ન 5.
ખાંડ આપણને ………. એમાંથી મળે છે.
ઉત્તરઃ
શેરડી

વિચારવાલાયક બાબતો –વિભાગના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
તમારી આજુબાજુ દરેકને પૂરતો ખોરાક મળે છે? શા માટે?
ઉત્તરઃ
ના, દરેક વ્યક્તિને પૂરતો ખોરાક મળતો નથી. તેનાં કારણો નીચે મુજબ છે:

  1. શહેરી વિસ્તૃત થવાને કારણે ખેતીલાયક જમીન ઘટતી જાય છે. આથી બધાની જરૂરિયાત જેટલું અનાજ ઉગાડી શકાતું નથી.
  2. ગરીબાઈને કારણે તેઓ જરૂરી અનાજ ખરીદી શકતા નથી.
  3. અનાજ સંઘરવાનાં યોગ્ય સાધનોના અભાવને લીધે અમુક જથ્થાનું અનાજ સડી (બગડી જાય છે.
  4. એક સ્થળેથી બીજે સ્થળે ખાદ્ય પદાર્થો પહોંચાડવા ઝડપી પરિવહનની વ્યવસ્થા હોતી નથી.

GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે?

પ્રશ્ન 2.
ખોરાકનો બગાડ અટકાવવાનાં કયાં કયાં પગલાં હોઈ શકે?
ઉત્તરઃ
ખોરાકનો બગાડ અટકાવવા નીચેનાં પગલાં લઈ શકાય:

  1. આપણી જરૂરિયાત જેટલો જ ખોરાક રાંધવો જોઈએ તેમજ ઉપયોગમાં લેવો જોઈએ. જમતી વખતે ખોરાકનો બગાડ અટકાવવો જોઈએ.
  2. ફળો અને શાકભાજી ખરીદ્યા પછી સમયસર તેનો ઉપયોગ કરી લેવો જોઈએ, જેથી તે બગડે નહિ તેમજ સડી ન જાય.
  3. ઘરમાં સંઘરેલું અનાજ બગડે નહિ તેની યોગ્ય કાળજી લેવી જોઈએ.

GSEB Class 6 Science ખોરાકઃ ક્યાંથી મળે છે? Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
તમારા જુદાં જુદાં રાજ્યના મિત્રો દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેની યાદી તૈયાર કરવી.
પદ્ધતિ: તમારા મિત્રોને તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો. ભારતનાં અન્ય રાજ્યોમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવો. તમારી આ બધી જ બાબતોની નોંધ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ કરો:
કોષ્ટક 1.1: આપણે શું ખાઈએ છીએ?
GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાક ક્યાંથી મળે છે 2
તારણઃ

  1. દરેકના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે.
  2. જુદાં જુદાં રાજ્યના લોકોના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે.

પ્રવૃત્તિ 2:
વાનગીમાં રહેલ ખાદ્યસામગ્રી જાણવી.
પદ્ધતિ: કોષ્ટક 1.1માં યાદી કરેલી વાનગીઓમાંથી કેટલીક પસંદ કરો. તેને બનાવવા માટે કઈ ખાદ્યસામગ્રીની જરૂર પડી તેની તમારા મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો.
તેની યાદી કોષ્ટક 1.2માં કરો. કેટલાંક ઉદાહરણો આપેલાં છે. થોડી વધારે વાનગી અને તેની સામગ્રી આ યાદીમાં ઉમેરો.

કોષ્ટક 1.2: વાનગીઓ અને તેની ખાદ્યસામગ્રીઓ
GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાક ક્યાંથી મળે છે 3
તારણઃ

  1. કોઈ એક વાનગી બનાવવા બે કે તેથી વધારે ખાદ્યસામગ્રીની જરૂર પડે છે.
  2. કેટલીક વાનગીમાં અમુક ખાદ્યસામગ્રી સમાન હોય છે.

GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે?

પ્રવૃત્તિ ૩:
વાનગીમાં રહેલી ખાદ્યસામગ્રી અને તે ખાદ્યસામગ્રીના સ્ત્રોત જાણવા.
પદ્ધતિઃ અગાઉ નોંધેલી વાનગીઓમાંથી અમુક પસંદ કરી તેની ખાદ્યસામગ્રી અને તેના સ્રોત વિશે માહિતી મેળવો.
કોષ્ટક 1.3માં કેટલાંક ઉદાહરણો દર્શાવેલાં છે. તેની ખાલી જગ્યા પૂરો અને બીજાં કેટલાંક ઉદાહરણો યાદીમાં ઉમેરો.
કોષ્ટક 1.૩: વાનગીમાં વપરાતી ખાદ્યસામગ્રી અને તેના સ્ત્રોત
GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાક ક્યાંથી મળે છે 4

કોષ્ટક 1.4: ખોરાક તરીકે વનસ્પતિના ભાગ
GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાક ક્યાંથી મળે છે 5
તારણઃ વનસ્પતિનાં બીજ, ફળ, પર્ણ કે મૂળ ખોરાક તરીકે વપરાય છે.

પ્રવૃત્તિ 5.
ફણગાવેલા મગ (અથવા ચણા) તૈયાર કરવા.
સાધન-સામગ્રીઃ મગ (અથવા ચણા), પાણી, બાઉલ, કાપડનો ટુકડો.
આકૃતિઃ
GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાક ક્યાંથી મળે છે 6
પદ્ધતિઃ

  1. મગ(અથવા ચણા)નાં સૂકા બીજ લો.
  2. તેને પાણી ભરેલા બાઉલમાં ડૂબાડો.
  3. તેને એક દિવસ માટે રહેવા દો.
  4. બીજા દિવસે પાણીને સંપૂર્ણ નિતારી લો.
  5. મગને ભીના કાપડના ટુકડામાં વીંટાળી એક દિવસ રહેવા દો.
  6. પછીના દિવસે બીજનું નિરીક્ષણ કરો.

અવલોકન : બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રચના વિકાસ પામેલી જોવા મળે છે. આ રચના મગના બીજમાંથી ફૂટેલા ફણગા છે.
નિર્ણયઃ ફણગા ફૂટેલા મગને ફણગાવેલા મગ કહે છે.

પ્રવૃત્તિ 6:
આપેલ પ્રાણીઓના ખોરાક વિશેની માહિતી મેળવવી.
પદ્ધતિ: કોષ્ટક 1.5માં પ્રાણીઓની યાદી આપેલી છે. તેમાંથી કેટલાંક પ્રાણીઓના ખોરાકની વિગતો આપી છે. બાકીનાં પ્રાણીઓના ખોરાક
વિશે માહિતી મેળવી કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો.
બીજાં કેટલાંક ઉદાહરણો યાદીમાં ઉમેરો.
કોષ્ટક 1.5: પ્રાણીઓ અને તેનો ખોરાક
GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાક ક્યાંથી મળે છે 7
GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાક ક્યાંથી મળે છે 8
નિર્ણયઃ જુદાં જુદાં પ્રાણીઓ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાય છે. આમ, પ્રાણીઓના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે.

GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે?

પ્રવૃત્તિ 7:
આપેલ પ્રાણીઓને તેમનો ખોરાક ધ્યાનમાં રાખીને તેમનું તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીમાં વર્ગીકરણ કરો:
પદ્ધતિ: કોષ્ટક 1.5માં આપેલ પ્રાણીઓ અને તેમનો ખોરાક જુઓ.

જે પ્રાણીઓ માત્ર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતાં હોય તેમને તૃણાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. જે પ્રાણીઓ અન્ય પ્રાણીઓને ખાતાં હોય કે પ્રાણીઓનું માંસ ખાતાં હોય તેમને માંસાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. જે પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓની પેદાશ ખાતાં હોય તેમને મિશ્રાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. આ રીતે કોષ્ટક 1.6 તૈયાર કરો.
કોષ્ટક 1.6: પ્રાણીઓનું વર્ગીકરણ
GSEB Solutions Class 6 Science Chapter 1 ખોરાક ક્યાંથી મળે છે 9
તારણઃ ખોરાક લેવાના પ્રકાર મુજબ પ્રાણીઓને તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીમાં વર્ગીકરણ કરી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *