Gujarat Board GSEB Solutions Class 6 Sanskrit Chapter 6 भवतु भारतम् Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 6 Sanskrit Chapter 6 भवतु भारतम्
GSEB Solutions Class 6 Sanskrit भवतु भारतम् Textbook Questions and Answers
भवतु भारतम्स्वा ध्यायः
પ્રશ્ન 1.
નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો :
शक्तिसम्भृतम्, युक्तिसम्भृतम्, कर्मनैष्ठिकम्, शस्त्रधारकम्, शास्त्रधारकम्।
उत्तर:
(ઉપરના શબ્દોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરો.)
પ્રશ્ન 2.
નીચેની ખાલી જગ્યા પૂરો :
(१) कर्मनैष्ठिकं ………………………………….. नैष्ठिकम्।
उत्तर:
कर्मनैष्ठिकं धर्मनैष्ठिकम्।
(२) भारतं भारतं ………………………………….. भारतम्।
उत्तर:
भारतं भारतं भवतु भारतम्।
(३) शस्त्रधारकं ………………………………….. धारकम्।
उत्तर:
शस्त्रधारकं शास्त्रधारकम्।
(४) रीतिसंस्कृतं ……………………………… संस्कृतम्।
उत्तर:
रीतिसंस्कृतं नीतिसंस्कृतम्।
(५) भक्तिसाधकं ……………………………… साधकम्।
उत्तर:
भक्तिसाधकं मुक्तिसाधकम्।
પ્રશ્ન 3.
નીચેની કાવ્યપંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો :
(1) शस्त्रधारकं शास्त्रधारकम्। ________________।
शस्त्रशास्त्रधारकं भवतु भारतम्॥ ________________॥
(2) शक्तिसम्भृतं युक्तिसम्भृतम्। ________________।
शक्तियुक्तिसम्भृतं भवतु भारतम्॥ ________________॥
उत्तर:
(આ કાવ્યપંક્તિઓને તમારી નોટબુકમાં લખો.)
પ્રશ્ન 4.
કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડી બનાવો :
ઉદાહરણ :
- शक्ति – युक्ति
- _____________________
- _____________________
- _____________________
- _____________________
उत्तर:
- शक्ति – युक्ति
- शस्त्र – शास्त्र
- रीति – नीति
- कर्म – धर्म
- भक्ति – मुक्ति
भवतु भारतम्પ્ર વૃત્તિ:
1. ટપકાં જોડી ભારતનો નકશો પૂર્ણ કરો.
ज्ञातव्यम्
2. બાલભારતી પુસ્તક શ્રેણીનાં-પુસ્તકો મેળવી વિવિધ જીવનચરિત્રોનો અભ્યાસ કરો.
3. દેશભક્તિના ગીતોનો સંગ્રહ કરી હસ્તલિખિત અંક તૈયાર કરો.
Sanskrit Digest Std 6 GSEB भवतु भारतम् Important Questions and Answers
भवतु भारतम्વિ શેષ પ્રસ્નોત્તર
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો:
પ્રશ્ન 1.
भारतं केन सम्भृतं भवतु?
उत्तर:
भारतं शक्तियुक्तिसम्भृतं भवतु।
પ્રશ્ન 2.
भारतं कस्य धारकं भवतु?
उत्तर:
भारतं शस्त्रशास्त्रधारकं भवतु।
પ્રશ્ન 3.
भारतं केन संस्कृतं (संस्कारितं) भवतु?
उत्तर:
भारतं रीतिनीतिसंस्कृतं भवतु।
પ્રશ્ન 4.
भारतं कस्मिन् विषये नैष्ठिकं भवतु?
उत्तर:
भारतं कर्मधर्मविषये नैष्ठिकं भवतु।
પ્રશ્ન 5.
भारतं कस्य साधकं भवतु?
उत्तर:
भारतं भक्तिमुक्तिसाधकं भवतु।
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:
પ્રશ્ન 1.
ભારત દેશ શેનાથી સદા યુક્ત થવાની કામના કરવામાં આવી છે?
A. ધનથી
B. ધાન્યથી
C. ધનધાન્યથી
D. શક્તિ અને યુક્તિથી
उत्तर:
D. શક્તિ અને યુક્તિથી
પ્રશ્ન 2.
ભારત દેશ શું સિદ્ધ કરનારો અને સાધનારો થાઓ એમ કહેવાયું છે?
A. સર્વ શક્તિઓ સિદ્ધ કરનારો
B. પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરનારો
C. ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો
D. સર્વ પ્રાપ્તિઓથી યુક્ત
उत्तर:
C. ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો
પ્રશ્ન 3.
‘शक्तिसम्भूतमृ’ એટલે શું?
A. શક્તિથી ભરપૂર
B. શક્તિથી શોભતું
C. શક્તિશાળી
D. શક્તિને સાધનારું
उत्तर:
A. શક્તિથી ભરપૂર
પ્રશ્ન 4.
‘शस्त्रशस्त्रधारकम्’ એટલે શું?
A. શસ્ત્રોનું વિજ્ઞાન જાણનારું
B. શસ્ત્ર અને શાસ્ત્ર(વિજ્ઞાન)માં અધિકારવાળું
C. શસ્ત્રો અને અસ્ત્રો ધારણ કરનારું
D. શસ્ત્રાસ્ત્ર વિદ્યાના જ્ઞાનવાળું
उत्तर:
B. શસ્ત્ર અને શાસ્ત્ર(વિજ્ઞાન)માં અધિકારવાળું
પ્રશ્ન 5.
‘रीतिसंस्कृतम्’ એટલે શું?
A. રીતરિવાજોથી સુધરેલું
B. નવા નવા રિવાજો જાણનારું
C. સંસ્કારી જીવનશેલીવાળું
D. સારાં રીતરિવાજો સમજનારું
उत्तर:
C. સંસ્કારી જીવનશેલીવાળું
પ્રશ્ન 6.
ભારતદેશ શેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવી છે?
A. ધન
B. ધાન્ય
C. કર્મ અને ધર્મ
D. ધનધાન્ય
उत्तर:
C. કર્મ અને ધર્મ
પ્રશ્ન 7.
कविः किं युक्तिसम्भृतम् कथयति?
A. भारताख्यः
B. भारतम्
C. भरतम्
D. भारतस्य
उत्तर:
B. भारतम्
પ્રશ્ન 8.
भारतं ………………………….. युक्तिसम्भृतं भवतु।
A. शक्ति
B. मुक्ति
C. भक्ति
D. युक्ति
उत्तर:
A. शक्ति
પ્રશ્ન 9.
कर्मनैष्ठिकं ………………………….. नैष्ठिकम्।
A. नीति
B. भवतु
C. शस्त्र
D. धर्म
उत्तर:
D. धर्म
પ્રશ્ન 10.
भारतं भारतं ………………………….. भारतम्।
A. शस्त्र
B. धारयतु
C. भवतु
D. पठतु
उत्तर:
C. भवतु
પ્રશ્ન 11.
रीतिसंस्कृतं ………………………….. संस्कृतम्।
A. कर्म
B. मुक्ति
C. नीति
D. प्रीति
उत्तर:
C. नीति
પ્રશ્ન 12.
भक्तिसाधकं ………………………….. साधकम्।
A. भुक्ति
B. शस्त्र
C. युक्ति
D. मुक्ति
उत्तर:
D. मुक्ति
પ્રશ્ન 13.
‘कर्मनैष्ठिकम्’ શબ્દનો ગુજરાતી અર્થ શોધીને લખો.
A. શક્તિથી ભરપૂર
B. વિજ્ઞાનને ધારણ કરનારો
C. ધર્મનિષ્ઠ
D. કર્મનિષ્ઠ
उत्तर:
D. કર્મનિષ્ઠ
3. નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનો સામે ✓ ની અને ખોટાં વિધાનો સામે ✗ ની નિશાની કરોઃ
- भरतं भरतं भवतु भरतम्।
- शक्तिसिद्धिसम्भृतं भवतु भारतम्।
- ભારતદેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો છે.
- ભારતવાસીઓ કલ્યાણકારી સત્યરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે.
- કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ વ્યક્તિઓથી જ ભારતની શોભા છે.
- रीतिनीतिसंस्कृतं भवतु भारतम्।
उत्तर:
- भरतं भरतं भवतु भरतम्। [ ✗ ]
- शक्तिसिद्धिसम्भृतं भवतु भारतम्। [ ✗ ]
- ભારતદેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો છે. [ ✓ ]
- ભારતવાસીઓ કલ્યાણકારી સત્યરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે. [ ✗ ]
- કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ વ્યક્તિઓથી જ ભારતની શોભા છે. [ ✓ ]
- रीतिनीतिसंस्कृतं भवतु भारतम्। [ ✓ ]
4 નીચેનાં વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો:
- ભારતદેશ! ભારતદેશ!
ભારતદેશ થાઓ. - ભારતદેશ શસ્ત્રો અને
અસ્ત્રોને ધારણ કરનારો બનો. - ભારતદેશ કર્મ અને ધર્મ
પ્રત્યે નિષ્ઠાવાળો બનો. - ભારતદેશ મુક્તિને સિદ્ધ
કરનારો થાઓ. - ભારતદેશના લોકો નીતિના
વિષયમાં સંસ્કારી બનો.
उत्तर:
- भारतं भारतं भवतु भारतम्।
- भारतं शस्त्रशास्त्रधारकं भवतु।
- भारतं कर्मधर्मनैष्ठिकं भवतु।
- भारतं मुक्तिसाधकं भवतु।
- भारतदेशस्य जनाः नीतिसंस्कृतं भवतु।
5. નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો:
(१) शक्तिसम्भृतम् – _________________
(२) साधकम् – _________________
(३) युक्तिसम्भृतम् – _________________
(४) शरावः – _________________
(५) शास्त्रधारकम् – _________________
(६) रज्जुः – _________________
(७) पेषणी – _________________
उत्तर:
(१) शक्तिसम्भृतम् – શક્તિથી ભરપૂર
(२) साधकम् – સાધના કરનારો, સિદ્ધ કરનારો
(३) युक्तिसम्भृतम् – પ્રયુક્તિથી યુક્ત, યુક્તિવાળો
(४) शरावः – કોડિયું
(५) शास्त्रधारकम् – વિજ્ઞાનને ધારણ કરનારો
(६) रज्जुः – દોરડું
(७) पेषणी – ઘંટી
भवतु भारतम् Summary in Gujarati
પ્રસ્તુત પાઠમાં ભારતમાતાનું અભિવાદન કરતું એક સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ભારતદેશ વધુ ને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવી છે. લયબદ્ધ શબ્દાવલિઓનાં પુનરાવર્તનથી આ ગીત સરળતાથી ગેય બન્યું છે.
અન્વય, શબ્દાર્થ અને અનુવાદ
1. અન્વય : भारतम् ! भारतम् शक्तिसम्भृतम्, भारतम् युक्तिसम्भृतम् भवतु। भारतम् शक्तियुक्तिसम्भृतम् भवतु।
અનુવાદઃ ભારતદેશ! ભારતદેશ શક્તિથી ભરપૂર, ભારતદેશ (સ્વ-વિકાસ સાધવા માટે) યુક્તિવાળો બનો. (આમ) ભારતદેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો.
2. અન્વય: भारतम् शस्त्रधारकम्, शास्त्रधारकम्, शस्त्रशास्त्रधारकम् भवतु।
અનુવાદઃ ભારતદેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાન(ની શક્તિ)ને ધારણ કરનારો બનો. (આમ) ભારત શસ્ત્ર અને શાસ્ત્ર(વિજ્ઞાન)માં અધિકારવાળો બનો.
3. અન્વયઃ भारतम् रीतिसंस्कृतम्, नीतिसंस्कृतम्, रीतिनीतिसंस्कृतम् भवतु।
અનુવાદઃ ભારતદેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિનિયમોવાળો – સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ.
4. અન્વયઃ भारतम् कर्मनैष्ठिकम्, धर्मनैष्ठिकम्, कर्मधर्मनैष्ठिकम् भवतु।
અનુવાદઃ ભારતદેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે (સદા) નિષ્ઠાવાળો થાઓ.
5. અન્વયઃ भारतम् ! भारतम् भक्तिसाधकम्, भारतम् मुक्तिसाधकम्, भारतम् भक्तिमुक्तिसाधकम् भवतु।
અનુવાદઃ ભારતદેશ! ભારતદેશ (પરમાત્માની) ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો. (આમ) ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ.