Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.1 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.1
પ્રશ્ન 1.
છાયાંકિત કરેલ ભાગનો અપૂર્ણાંક લખો:
જવાબ:
(i) સરખા ભાગની સંખ્યા = 4
છાયાંકિત ભાગ = 2
∴ અપૂર્ણાંક = \(\frac{2}{4}\)
(ii ) સરખા ભાગની સંખ્યા = 9
છાયાંકિત ભાગ = 8
∴ અપૂર્ણાંક = \(\frac{8}{9}\)
(iii) ચિત્રોની કુલ સંખ્યા = 8
છાયાંકિત ચિત્રો = 4
∴ અપૂર્ણાંક = \(\frac{4}{8}\)
(iv ) સરખા ભાગની સંખ્યા = 4
છાયાંકિત ભાગ = 1
∴ અપૂર્ણાંક = \(\frac{1}{4}\)
(v) સરખા ભાગની સંખ્યા = 7
છાયાંકિત ભાગ = 3
∴ અપૂર્ણાંક = \(\frac{3}{7}\)
(vi) ચિત્રોની કુલ સંખ્યા = 10
છાયાંકિત ચિત્રો = 10
∴ અપૂર્ણાંક = \(\frac{3}{12}\)
(vii) ચિત્રોની કુલ સંખ્યા = 12
છાયાંકિત ચિત્રો = 3
∴ અપૂર્ણાંક = \(\frac{10}{10}\)
(viii) સરખા ભાગની સંખ્યા = 9
છાયાંકિત ભાગ = 4
∴ અપૂર્ણાંક = \(\frac{4}{9}\)
(ix) સરખા ભાગની સંખ્યા = 8
છાયાંકિત ભાગ = 4
∴ અપૂર્ણાંક = \(\frac{4}{8}\)
(x) સરખા ભાગની સંખ્યા = 2.
છાયાંકિત ભાગ = 1
∴ અપૂર્ણાંક = \(\frac{1}{2}\)
પ્રશ્ન 2.
આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરોઃ
જવાબ:
(i) અહીં, આપેલ ચિત્રમાં 4 સરખા ભાગ કરેલા છે. \(\frac{1}{6}\) અપૂર્ણાક દર્શાવવા 1 ભાગમાં રંગ પૂરીશું.
(ii) અહીં, આપેલ ચિત્રમાં 4 સરખા ભાગ કરેલા છે. \(\frac{1}{4}\) અપૂર્ણાક દર્શાવવા 1 ભાગમાં રંગ પૂરીશું.
(iii) અહીં, આપેલ ચિત્રમાં 3 સરખા ભાગ કરેલા છે. \(\frac{1}{3}\) અપૂર્ણાક દર્શાવવા 1 ભાગમાં રંગ પૂરીશું.
(iv) અહીં, આપેલ ચિત્રમાં 4 સરખા ભાગ કરેલા છે. \(\frac{3}{4}\) અપૂર્ણાંક દર્શાવવા ૩ ભાગમાં રંગ પૂરીશું.
(v) અહીં, આપેલ ચિત્રમાં 9 સરખા ભાગ કરેલા છે. \(\frac{4}{9}\) અપૂર્ણાક દર્શાવવા 4 ભાગમાં રંગ પૂરીશું.
પ્રશ્ન 3.
જો કોઈ ભૂલ હોય તો ઓળખોઃ
જવાબ:
(i) આપેલ ચિત્રમાં કરવામાં આવેલા ભાગ સરખા નથી.
∴ છાયાંકિત ભાગ એ આખા ચિત્રનો \(\frac{1}{2}\) ભાગ નથી.
(ii) આપેલ ચિત્રમાં કરવામાં આવેલા ભાગ સરખા નથી.
∴ છાયાંકિત ભાગ એ આખા ચિત્રનો \(\frac{1}{4}\) ભાગ નથી.
(iii) આપેલ ચિત્રમાં કરવામાં આવેલા ભાગ સરખા નથી.
∴ છાયાંકિત ભાગ એ આખા ચિત્રનો \(\frac{1}{4}\) ભાગ નથી.
પ્રશ્ન 4.
આઠ કલાક દિવસનો કેટલામો ભાગ છે?
જવાબ:
આપણે જાણીએ છીએ કે 1 દિવસ = 24 કલાક
આમ, આઠ કલાક એ દિવસનો \(\frac{8}{24}\) મો ભાગ એટલે કે \(\frac{1}{3}\)મો ભાગ છે.
પ્રશ્ન 5.
40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે?
જવાબ:
આપણે જાણીએ છીએ કે 1 કલાક = 60 મિનિટ
∴ આમ, 40 મિનિટ એ કલાકનો \(\frac{40}{60}\) મો ભાગ એટલે કે \(\frac{2}{3}\)મો ભાગ છે.
પ્રશ્ન 6.
આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા બે સૅન્ડવિચ લઈ આવે છે. એક શાકભાજીની અને બીજી જામની બનેલી. બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયાં. તે રીતે આર્યા તેની સૅન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક છોકરાઓને સમાન સૅન્ડવિચનો ભાગ આવે.
(a) આર્યા તેની સૅન્ડવિચ કેવી રીતે વહેંચશે જેથી બધાને એકસમાન ભાગ મળે?
(b) દરેક છોકરાને સૅન્ડવિચનો કેટલામો ભાગ મળશે?
જવાબ:
સૅન્ડવિચની કુલ સંખ્યા = 2, તથા છોકરાઓની કુલ સંખ્યા = 3
(a) આર્યાએ 2 સૅન્ડવિચ 3 છોકરાઓ વચ્ચે વહેંચવી છે, તેથી તે બે સૅન્ડવિચના ત્રણ ભાગ કરી દરેકને બે-બે ભાગ આપશે. આમ, દરેક છોકરાને \(\frac{2}{3}\) સૅન્ડવિચ મળે.
(b) દરેક છોકરાને સૅન્ડવિચનો \(\frac{1}{3}\) ભાગ મળે.
પ્રશ્ન 7.
કંચન કપડાંને ડાઈ કરે છે. તે 30 કપડાંને ડાઈ કરે છે. તેણે 20 કપડાંને ડાઈ કરી લીધી હતી, તો તેણે કેટલામા ભાગનાં કપડાંને ડાઈ કરી?
જવાબ:
ડાઈ કરવાનાં કુલ કપડાંની સંખ્યા = 30
તેણે ડાઈ કરી દીધેલાં કપડાંની સંખ્યા = 20
પ્રશ્ન 8.
2થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે?
જવાબ:
2થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ :
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12
અહીં, કુલ પ્રાકૃતિક સંખ્યાઓ : 2થી 12 એટલે કે 11
2થી 12 સુધીમાં આવતી અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ :
2, 3, 5, 7, 11
અહીં, કુલ અવિભાજ્ય સંખ્યાઓ 5
પ્રશ્ન 9.
102થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે?
જવાબ:
102થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ :
102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112 અને 113
આ કુલ પ્રાકૃતિક સંખ્યાઓ : 12
102થી 113 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ :
103, 107, 109, 113
આ કુલ અવિભાજ્ય સંખ્યાઓ : 4
પ્રશ્ન 10.
આપેલ વર્તુળ જેમાં ૪ (ચોકડી) છે, એનો અપૂર્ણાંક શું છે?
જવાબ:
વર્તુળોની કુલ સંખ્યા = 8
ચોકડી કરેલાં વર્તુળોની સંખ્યા = 4.
પ્રશ્ન 11.
ક્રિસ્તિનને તેના જન્મદિન પર સીડી પ્લેયર મળ્યું. તેણીએ 3 CDs ખરીદી હતી અને 5 બીજી ભેટમાં મળી. એના દ્વારા ખરીદી કરેલ CDsની સંખ્યા અને ભેટમાં મળેલ CDsની સંખ્યા કુલ CDsની સંખ્યાનો કયો અપૂર્ણાંક ભાગ છે?
જવાબ:
ક્રિસ્તિને ખરીદેલી CDs = 3
ક્રિસ્તિનને ભેટ મળેલ CDs = 5 .
∴ ક્રિસ્તિન પાસે કુલ CDs = 3 + 5 = 8