Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ Ex 6.1 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ Ex 6.1
પ્રશ્ન 1.
નીચે આપેલાં પદોનાં વિરુદ્ધ પદો લખો:
(a) વજનમાં વધારો
(b) 30 કિમી ઉત્તરમાં
(c) 326 BC
(d) 700 રૂપિયાનું નુકસાન
(e) દરિયાની સપાટીથી 100 મીટર ઉપર
જવાબઃ
(a) વજનમાં વધારોઃ તેનું વિરુદ્ધ વજનમાં ઘટાડો
(b) 30 કિમી ઉત્તરમાં તેનું વિરુદ્ધ 30 કિમી દક્ષિણમાં
(c) 326 BC: તેનું વિરુદ્ધ 126 AD
(d) 700 રૂપિયાનું નુકસાન: તેનું વિરુદ્ધ 700 રૂપિયાનો નફો
(e) દરિયાની સપાટીથી 100 મીટર ઉપર તેનું વિરુદ્ધ દરિયાની સપાટીથી 100 મીટર નીચે
પ્રશ્ન 2.
નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાકો તરીકે દર્શાવોઃ
(a) એક વિમાન જમીનથી ઉપર બે હજાર મીટરની ઊંચાઈ પર ઊડી રહ્યું છે.
(b) એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની નીચે તરફ જઈ રહી છે.
(c) ખાતામાં 200 જમા
(d) ખાતામાંથી ર700નો ઉપાડ
જવાબ:
(a) + 2000 મીટર
કારણ: જમીનથી ઉપરનું માપ હંમેશાં ધન લખાય છે.
(b) – 800 મીટર
કારણઃ દરિયાની સપાટીથી નીચેનું માપ હંમેશાં ઋણ લખાય છે.
(c) + ₹ 200
કારણઃ જમા મૂકવામાં આવેલી રકમ હંમેશાં ધન લખાય છે.
(d) – ₹ 700
કારણઃ ઉપાડવામાં આવેલી રકમ હંમેશાં ઋણ લખાય છે.
પ્રશ્ન 3.
નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યારેખા પર નિરૂપણ કરો:
(a) + 5
(b) -10
(c) + 8
(d) -1
(e) -6
જવાબ :
(a) સંખ્યારેખા ઉપર + 5નું નિરૂપણ :
આકૃતિમાં બિંદુ A એ + 5ને સંગત બિંદુ છે.
(b) સંખ્યારેખા ઉપર – 10નું નિરૂપણ
આકૃતિમાં બિંદુ B એ – 10ને સંગત બિંદુ છે.
(c) સંખ્યારેખા ઉપર + 8નું નિરૂપણ :
આકૃતિમાં બિંદુ C એ + 8ને સંગત બિંદુ છે.
(d) સંખ્યારેખા ઉપર – 6નું નિરૂપણ :
આકૃતિમાં બિંદુ D એ – 1ને સંગત બિંદુ છે.
(e) સંખ્યારેખા ઉપર – 6નું નિરૂપણ :
આકૃતિમાં બિંદુ E એ – 6ને સંગત બિંદુ છે.
પ્રશ્ન 4.
ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યારેખા છે, જે પૂર્ણાકો દર્શાવે છે, તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધોઃ
(a) જો બિંદુ D પૂર્ણાક + 8 છે, તો પછી – 8વાળું બિંદુ કયું છે?
(b) બિંદુ ઉ ઋણ પૂર્ણાક છે કે ધન પૂર્ણાક?
(c) બિંદુ B અને Eના સંગત પૂર્ણાકો લખો.
(d) આ સંખ્યારેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે?
(e) તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો.
જવાબ:
(a) બિંદુ F એ – 8ને સંગત બિંદુ છે.
(b) બિંદુ Gને સંગત ઋણ પૂર્ણાક છે.
(c) બિંદુ Bને સંગત + 4 અને મને સંગત – 10 છે.
(d) બધાં બિંદુઓમાંથી બિંદુ મુને સંગત સૌથી ઓછી કિંમત છે.
(e) મૂલ્યને અનુલક્ષીને બિંદુઓ ઘટતા ક્રમમાં
D, C, B, A, O, H, G, F E
પ્રશ્ન 5.
વર્ષના એક ખાસ દિવસે ભારતમાં પાંચ સ્થળોનાં તાપમાનની યાદી નીચે પ્રમાણે છે :
જવાબ:
(a) આ સ્થળોનાં તાપમાનને ખાલી સ્તંભમાં પૂર્ણાકોના સ્વરૂપમાં લખો.
(b) °Cમાં તાપમાન દર્શાવતી સંખ્યારેખા નીચે મુજબ છેઃ
તેના તાપમાન સામે શહેરનું નામ લખો.
(c) સૌથી ઠંડું સ્થળ કયું છે?
(d) એવાં સ્થળોનાં નામ લખો, જેનું તાપમાન 10°Cથી ઊંચું છે.
જવાબ :
(b)
(c) સિયાચીન સૌથી વધુ ઠંડું સ્થળ છે.
(d) 10 °Cથી ઊંચું તાપમાન ધરાવતાં સ્થળો અમદાવાદ (+ 30°C) અને દિલ્લી (+ 20 °C) છે.
પ્રશ્ન 6.
નીચેની દરેક જોડીમાં સંખ્યારેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે?
(a) 2, 9
(b) – 3, -8
(c) 0, -1
(d) -11, 10
(e) -6, 6
(f) 1, -100
જવાબ:
આપેલી બે સંખ્યામાં મોટી સંખ્યા એ નાની સંખ્યાની જમણી બાજુએ હોય. દરેક માટે સંખ્યારેખાની કલ્પના કરી શકાય.
(a) 2, 9
9 > 2 છે. ∴ પૂર્ણાક 9 એ પૂર્ણાક 2ની જમણી બાજુએ છે.
(b) – 3, – 8
(-3) > (-8) છે. ∴ પૂર્ણાક -3 એ પૂર્ણાક – 8ની જમણી બાજુએ છે.
(c) 0, – 1
0 > (-1) છે. ∴ પૂર્ણાક છે એ પૂર્ણાક – 1ની જમણી બાજુએ છે.
(d) -11, 10
10 > (-11) છે. ∴ પૂર્ણાક 10 એ પૂર્ણાક – 11ની જમણી બાજુએ છે.
(e) – 6, 6
16 > (- 6) છે. ∴ પૂર્ણાક 6 એ પૂર્ણાક – 6ની જમણી બાજુએ છે.
(f) 1, -100
1 > (-100) છે. ∴ પૂર્ણાક 1 એ પૂર્ણાક – 100ની જમણી બાજુએ છે.
પ્રશ્ન 7.
આપેલી જોડી વચ્ચેના દરેક પૂર્ણાકોને તેમનાં ચઢતા ક્રમમાં લખો
(a) 0 અને -7
(b) -4 અને 4.
(c) -8 અને – 15
(d) -30 અને -23
જવાબ:
(a) 0 અને – 7
0 અને -7 વચ્ચે આવેલા પૂર્ણાકો ચઢતા ક્રમમાં :
– 6, – 5, – 4, -3, -2 અને – 1
(b) – 4 અને 4
-4 અને 4 વચ્ચે આવેલા પૂર્ણાકો ચઢતા ક્રમમાં :
-3, -2, – 1, 0, 1, 2 અને 3
(c) – 8 અને – 15
– 8 અને – 15 વચ્ચે આવેલા પૂર્ણાકો ચઢતા ક્રમમાં :
– 14, – 13, – 12, – 11, – 10 અને – 9
(d) -30 અને –23
-30 અને -23 વચ્ચે આવેલા પૂર્ણાકો ચઢતા ક્રમમાં
-29, – 28, -27, 26, -25 અને -24
પ્રશ્ન 8.
(a) -20થી મોટી ચાર જણ પૂર્ણાંક સંખ્યા લખો.
(b) -10થી નાની ચાર જણ પૂર્ણાંક સંખ્યા લખો.
જવાબ:
(a) –20થી મોટી હોય તેવી ચાર ઋણ પૂર્ણાંક સંખ્યાઓ :
– 19, – 18, – 17 અને – 16 (આવા ઘણા જવાબ મળે.)
(b) – 10થી નાની હોય તેવી ચાર ઋણ પૂર્ણાંક સંખ્યાઓઃ
– 11, – 12, – 13 અને – 14 (આવા ઘણા જવાબ મળે.)
પ્રશ્ન 9.
નીચે આપેલાં વિધાનોમાંથી ખરાં વિધાનોની સામે 1 અને ખોટાં વિધાનોની સામે F નિશાની કરો. જો ખોટું વિધાન હોય, તો ખરું કારણ જણાવો?
(a) – 8 સંખ્યારેખા પર – 10ની જમણી બાજુએ છે.
(b) – 100 સંખ્યારેખા પર – 50ની જમણી બાજુએ છે.
(c) -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાક છે.
(d) -26 કરતાં –25 મોટો ઋણ પૂર્ણાક છે.
જવાબ:
(a) T
(b) P કારણ (– 100) < – 50) તેથી સંખ્યારેખા ઉપર – 50 એ – 100ની જમણી બાજુએ હોય.
(c) F
કારણ: સૌથી મોટો ઋણ પૂર્ણાક – 1 છે.
(d) T
પ્રશ્ન 10.
સંખ્યારેખા દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો?
(a) જો આપણે –2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ, તો આપણને કઈ સંખ્યા મળશે?
(b) જો આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ, તો આપણને કઈ સંખ્યા મળશે?
(c) જો આપણે સંખ્યારેખા પર – 8 પર હોઈએ, તો – 13 પર પહોંચવા માટે કઈ બાજુએ ચાલવું પડશે?
(d) જો આપણે સંખ્યારેખા પર -6 પર હોઈએ, તો -1 પર પહોંચવા માટે કઈ બાજુએ ચાલવું પડશે?
જવાબઃ
(a) -2થી શરૂ કરી જમણી બાજુ 4 પગલાં (દરેક 1 એકમનું પગલું) ચાલતાં આપણે 2 ઉપર પહોંચીએ. જુઓ નીચે આકૃતિ.
(b) 1થી શરૂ કરી ડાબી બાજુ 5 પગલાં (દરેક 1 એકમનું પગલું) ચાલતાં આપણે – 4 ઉપર પહોંચીએ. જુઓ નીચે આકૃતિ.
(c) -8 પરથી – 13 ઉપર પહોંચવા માટે ડાબી બાજુ 5 એકમ ચાલવું પડે. જુઓ નીચે આકૃતિ.
(d) – 6 પરથી – 1 ઉપર પહોંચવા માટે જમણી બાજુ 5 એકમ ચાલવું પડે. જુઓ નીચે આકૃતિ