GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions

પ્રયત્ન કરો [પાન નંબર 70]

પ્રશ્ન 1.
પેન્સિલની અણી વડે પેપર પર ચાર ટપકાં દર્શાવી તેમને મૂળાક્ષર A, C, P, H વડે દર્શાવો. આ બિંદુઓનાં નામ જુદી જુદી રીતે દર્શાવો. તેમાંની એક આ રીતે પણ દર્શાવી શકાય.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 1
જવાબ:
ચાર બિંદુઓને આપણે નીચે પ્રમાણે જુદી જુદી રીતે પણ દર્શાવી શકીએ:
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 2

પ્રશ્ન 2.
આકાશના તારાઓ આપણને બિંદુનો ખ્યાલ આપે છે. તમારા રોજિંદા જીવનની આવી ચાર ઘટનાઓ શોધી કાઢો.
જવાબ:
આપણા રોજિંદા જીવનમાં જોવાતી ઘટનાઓ:

  1. બૉલપેનનું પૉઈન્ટ બિંદુનો ખ્યાલ આપે છે.
  2. પેન્સિલની અણી બિંદુનો ખ્યાલ આપે છે.
  3. પરિકરની અણી બિંદુનો ખ્યાલ આપે છે.
  4. ટાંકણીની અણી (માથુ) એ બિંદુનો ખ્યાલ આપે છે.

પ્રયત્ન કરો [પાન નંબર 71]

પ્રશ્ન 1.
આકૃતિમાં રેખાખંડનાં નામ દર્શાવેલ છે. શું A એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે?
જવાબ:
આકૃતિમાં રેખાખંડ AB અને રેખાખંડ AC દર્શાવ્યા છે. AB રેખાખંડનું અને AC રેખાખંડનું એક સામાન્ય અંત્યબિંદુ A છે. હા, બિંદુ A એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 31

આ કરો: [પાન નંબર 72]

પેપરની એક શીટ લો. છેદતી રેખાઓનો ખ્યાલ આપે તે રીતે તેની ગડી વાળી નીચેની ચર્ચા કરો:
(a) શું આ બે રેખાઓ એક કરતાં વધુ બિંદુઓમાં છેદી શકશે?
(b) બેથી વધારે રેખાઓ એક બિંદુમાં છેદી શકશે?
જવાબ:
(a) પેપરની એક શીટ લઈ તેને વાળીને આડી અને ઊભી એમ બે ગડી વાળતાં – આડી અને ઊભી બે રેખાઓનો ખ્યાલ જોવા મળે છે. આ બે રેખાઓ એકબીજીને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. પેપરની શીટ દ્વારા આ પ્રમાણે આકૃતિ બને છે. જુઓ l અને m રેખાઓ પરસ્પર એક જ બિંદુ Oમાં છેદે છે.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 3
(b) પેપરની એક શીટ લઈ તેને વધુ વખત વાળીને ગડી બનાવતાં – ઘણી બધી રેખાઓનો ખ્યાલ જોવા મળે છે. આ ઘણી બધી રેખાઓ એકબીજીને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. પેપર શીટ દ્વારા આ પ્રમાણે આકૃતિ બને છે. જુઓ l, m, p, q રેખાઓ પરસ્પર એક જ બિંદુ Oમાં છેદે છે.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 4

વિચારો, ચર્ચા અને લખો [પાન નંબર 74]

ધારો કે \(\overrightarrow{\mathbf{P Q}}\) એ એક કિરણ છે.
(a) તેનું ઉદ્ભવબિંદુ કયું છે?
(b) બિંદુ 9 કિરણ પર ક્યાં આવેલું છે?
(c) શું આપણે કહી શકીશું કે 9 એ કિરણનું ઉદ્ભવબિંદુ છે?
જવાબ:
(a) \(\overrightarrow{\mathbf{P Q}}\)નું ઉદ્ભવબિંદુ P છે.
(b) બિંદુ છુ એ P સિવાયનું Pથી દૂર કિરણ PQ ઉપર આવેલું છે.
(c) ના, 9 એ કિરણ PQનું ઉદ્ભવબિંદુ નથી. \(\overrightarrow{\mathbf{P Q}}\)નું ઉદ્ભવબિંદુ P છે.

GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions

પ્રયત્ન કરો [પાન નંબર 74]

1. આકૃતિમાં આપેલ કિરણનાં નામ કહો.
2. શું T એ આપેલા દરેક કિરણનું ઉદ્ભવબિંદુ છે?
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 41
જવાબ:
આપણે જાણીએ છીએ કે કિરણ એ રેખાનો ભાગ છે. કિરણ એ ઉભવબિંદુમાંથી નીકળી એક જ દિશામાં અનંત સુધી જાય છે.
1. ઉપર આપેલી આકૃતિમાં ચાર કિરણો છે. આ ચાર કિરણો \(\overrightarrow{\mathrm{TA}}\), \(\overrightarrow{\mathrm{TN}}\), \(\overrightarrow{\mathrm{NB}}\) અને \(\overrightarrow{\mathrm{TB}}\) છે.

2. T એ ઉપરનાં બધાં જ કિરણોનું ઉદ્ભવબિંદુ નથી.
T એ \(\overrightarrow{\mathrm{TA}}\), \(\overrightarrow{\mathrm{TB}}\) અને \(\overrightarrow{\mathrm{TN}}\) કિરણોનું જ ઉદ્ભવબિંદુ છે.
\(\overrightarrow{\mathrm{NB}}\) કિરણનું T એ ઉદ્ભવબિંદુ નથી. \(\overrightarrow{\mathrm{NB}}\) કિરણનું ઉદ્ભવબિંદુ ય છે.

GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions

આ કરો: [પાન નંબર 77]

નીચેનાનો ઉપયોગ કરી બહુકોણ બનાવવાનો પ્રયત્ન કરોઃ

(1) પાંચ દીવાસળીઓથી
(2) ચાર દીવાસળીઓથી
(3) ત્રણ દીવાસળીઓથી
(4) બે દીવાસળીઓથી કઈ અવસ્થામાં શક્ય નથી? શા માટે?
જવાબ:
(1)
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 5

(2)
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 6

(3)
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 7

(4) બહુકોણ એ બંધ આકૃતિ છે જે રેખાખંડોથી ઘેરાયેલી હોય. બે દીવાસળીઓના ઉપયોગથી બંધ આકૃતિ ન બનાવી શકાય.

HOTs પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 8માં લખો :

પ્રશ્ન 1.
…….ની લંબાઈ માપી શકાય. GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 8
A. \(\overrightarrow{\mathrm{PQ}}\).
B. \(\overrightarrow{\mathrm{XY}}\)
C. \(\overrightarrow{\mathrm{RM}}\)
D. \(\overrightarrow{\mathrm{GD}}\)
જવાબ:
C. \(\overrightarrow{\mathrm{RM}}\)

પ્રશ્ન 2.
ત્રિકોણને કુલ ………. અંગ હોય છે. GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 8
A. 3
B. 12
C. 10
D. 6
જવાબ:
D. 6

પ્રશ્ન 3.
વર્તુળ ઉપરનાં બે બિંદુઓને જોડતા રેખાખંડને …….. કહેવાય. GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 8
A. જીવા
B. ત્રિજ્યા
C. વ્યાસ
D. ચાપ
જવાબ:
A. જીવા

GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions

પ્રશ્ન 4.
એક વર્તુળની ત્રિજ્યા 8 સેમી છે, તો તેનો વ્યાસ ……. સેમી હોય. GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 8
A. 4
B. 8
C. 16
D. 64
જવાબ:
C. 16

પ્રશ્ન 5.
ચતુષ્કોણને પાસ પાસેની બાજુઓની …….. જોડ હોય છે. GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો InText Questions 8
A. બે
B. ત્રણ
C. ચાર
D. આઠ
જવાબ:
C. ચાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *