Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.4 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.4
પ્રશ્ન 1.
∆ABCની કાચી આકૃતિ દોરો. બિંદુ Pને તેના અંદરના ભાગમાં અને બિંદુ , gને તેના બહારના ભાગમાં દર્શાવો. શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે?
જવાબ:
અહીં ∆ ABC દર્શાવ્યો છે.
જુઓ બિંદુ P એ ∆ ABCના અંદરના ભાગમાં છે.
બિંદુ Q એ ∆ ABCના બહારના ભાગમાં છે.
બિંદુ A એ ∆ ABCનું શિરોબિંદુ છે તેથી બિંદુ A એ ∆ABCના અંદરના કે બહારના ભાગમાં નથી. તે ∆ ABCની ઉપરનું બિંદુ છે.
પ્રશ્ન 2.
નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખોઃ
(a) કોઈ પણ ત્રણ ત્રિકોણનાં નામ લખો.
(b) સાત ખૂણાનાં નામ લખો.
(c) છ રેખાખંડોનાં નામ લખો.
(d) કયા બે ત્રિકોણમાં B સામાન્ય છે?
જવાબ:
(a) ઉપર આપેલી આકૃતિમાં ત્રણ ત્રિકોણ આ પ્રમાણે છે:
- ∆ABC
- ∆ABD
- ∆ADC
(b) ઉપરની આપેલી આકૃતિમાં બનતા સાત ખૂણા આ પ્રમાણે છે :
- ∠B
- ∠C
- ∠BAC
- ∠BAD
- ∠CAD
- ∠ADB
- ∠ADC
(c) ઉપરની આપેલી આકૃતિમાંના છ રેખાખંડો આ પ્રમાણે છે:
- \(\overline{\mathrm{AB}}\)
- \(\overline{\mathrm{AC}}\)
- \(\overline{\mathrm{BC}}\)
- \(\overline{\mathrm{AD}}\)
- \(\overline{\mathrm{BD}}\)
- \(\overline{\mathrm{DC}}\)
(d) ઉપરની આકૃતિમાં ∠B એ ∆ ABC અને ∆ ABDનો સામાન્ય ખૂણો છે.