Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.4 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.4
પ્રશ્ન 1.
કોઈ પણ રેખાખંડ \overline{A B} દોરો. તેના પર કોઈ બિંદુ ખ મૂકો. માંથી \overline{A B} ને લંબની રચના કરો. (માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરો.)
ઉત્તરઃ
- કોઈ રેખાખંડ \overline{A B} રચો. \overline{A B} ઉપર કોઈ બિંદુ M લો.
- પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા લઈ બિંદુ Mને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરો, જે રેખાખંડ ABને C અને Dમાં છે.
- પરિકર વડે CM કરતાં વધુ ત્રિજ્યા લઈ Cને કેન્દ્ર ગણી \overline{A B}ના ઉપરના ભાગમાં એક ચાપ દોરો.
- હવે પરિકર વડે તેટલી જ ત્રિજ્યા રાખી Dને કેન્દ્ર ગણી \overline{A B}ના ઉપરના ભાગમાં બીજો ચાપ દોરો, જે અગાઉના ચાપને છે.
- બંને ચાપના છેદબિંદુને P કહો.
- બિંદુ P અને M જોડો.
આમ, \overleftrightarrow{\mathrm{PM}} એ \overline{A B} ઉપર લંબ છે. અર્થાત્ \overline{P M} ⊥ \overline{A B}
પ્રશ્ન 2.
કોઈ પણ રેખાખંડ \overline{P Q} દોરો. તેના પર ન હોય તેવું બિંદુ R લો. Rમાંથી (પસાર થતી) \overline{P Q}ને લંબરેખા રચો. (માપપટ્ટી અને કાટખૂણિયાનો ઉપયોગ કરો.)
ઉત્તરઃ
- એક રેખાખંડ \overline{P Q} દોરો. \overline{P Q}ની બહાર ઉપરના ભાગમાં બિંદુ R લો.
- \overline{P Q} ઉપર કાટખૂણિયું એવી રીતે ગોઠવો કે જેથી કાટખૂણિયાના કાટખૂણાની એક ધાર બિંદુ Rને બરાબર અડકે.
- હવે માપપટ્ટી કાટખૂણિયાના કાટખૂણાની સામેની ધારને અડકીને રહે તેમ ગોઠવો.
- માપપટ્ટી બરાબર દબાવી રાખો. R બિંદુ કાટખૂણિયાની ધારને બરાબર અડકે તે માટે જરૂર પડે કાટખૂણિયું સરકાવો.
- પેન્સિલ વડે બિંદુ Rથી \overline{P Q} સુધી રેખાખંડ દોરો. જે \overline{P Q}ને M બિંદુમાં છેદે છે.
આમ, \overline{R M} ⊥ \overline{P Q} છે.
પ્રશ્ન 3.
રેખા l દોરો અને તેના પર બિંદુ X લો. Xમાંથી અને લંબ રેખાખંડ \overline{X X} દોરો. હવે \overline{X Y}ને Y આગળ લંબરેખા રચો. (માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરો.)
ઉત્તરઃ
- રેખા દોરો અને તે ઉપર બિંદુ X મૂકો.
- અનુકૂળ ત્રિજ્યા અને X કેન્દ્ર લઈ l પર બે ચાપ દોરો, જે l રેખાને જ્યાં છેદે ત્યાં A અને B નામ આપો.
- પરિકર વડે A કેન્દ્ર અને \overline{A X} કરતાં વધારે ત્રિજ્યા લઈ l રેખાની ઉપરના ભાગમાં ચાપ દોરો.
- પરિકર વડે B કેન્દ્ર અને તેટલી જ ત્રિજ્યા વડે અગાઉના ચાપને છેદતો
ચાપ દોરો. બંને ચાપના છેદબિંદુને M કહો. \overline{X M} દોરો અને લંબાવો.
∴ \overline{X M} ⊥ l થયો. - લંબાવેલ \overline{X M} ઉપર બિંદુ X લો. અહીં \overline{X Y} ⊥ l છે.
- અનુકૂળ ત્રિજ્યા અને Y કેન્દ્ર લઈ \overleftrightarrow{X Y} પર ચાપ દોરો, જે \overleftrightarrow{X Y} ને જ્યાં છેદે ત્યાં C અને D નામ આપો.
- પરિકર વડે C કેન્દ્ર અને \overline{C Y} કરતાં વધારે ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
- પરિકર વડે D કેન્દ્ર અને તેટલી જ ત્રિજ્યા વડે અગાઉના ચાપને છેદતો બીજો ચાપ દોરો. બને ચાપના છેદબિંદુને N કહો. \overleftrightarrow{Y N} દોરો.
આમ, \overleftrightarrow{Y N} ⊥ \overleftrightarrow{X Y}