Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ Ex 13.3 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ Ex 13.3
પ્રશ્ન 1.
નીચેના દરેક આકાર માટે સંમિતિની રેખાઓ શોધો. તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો?
જવાબ :
(a) અહીં આપેલા આકારને કુલ 4 સંમિતિની રેખાઓ છે. આકારમાં તે l1, l2, l3 અને l4 વડે દર્શાવેલ છે.
(b) અહીં આપેલા આકારને માત્ર 1 સંમિતિની રેખા છે. આકારમાં તે l વડે દર્શાવેલ છે.
(c) અહીં આપેલા આકારને કુલ 2 સંમિતિની રેખાઓ છે. આકારમાં તે l1, અને l2 વડે દર્શાવેલ છે.
(d) અહીં આપેલા આકારને કુલ 2 સંમિતિની રેખાઓ છે. આકારમાં તે l1, અને l2 વડે દર્શાવેલ છે.
(e) અહીં આપેલા આકારને માત્ર 1 સંમિતિની રેખા છે. આકારમાં તે l1, અને l2 વડે દર્શાવેલ છે.
(f) અહીં આપેલા આકારને કુલ 2 સંમિતિની રેખાઓ છે. આકારમાં તે l1 અને l2 વડે દર્શાવેલ છે.
જવાબની કસોટી: સંમિતિની રેખાથી ચિત્રને બરાબર વાળીને બીજા ભાગ પર મૂકતાં તે અર્ધચિત્ર બરાબર બંધબેસતું આવે, તો સંમિતિની રેખા સાચી છે તેમ કહી શકાય. જો અર્ધચિત્ર બરાબર બંધબેસતું ન આવે, તો સંમિતિની રેખા સાચી નથી તથા ચિત્ર સંમિત નથી.
પ્રશ્ન 2.
નીચેનાં ચિત્રોની ચોરસ ખાનાંવાળા કાગળ પર નકલ કરો. દર્શાવેલી બંને તૂટક રેખાઓ, સંમિતિની રેખા બને તે રીતે તેને પૂર્ણ કરોઃ
તમે ચિત્ર કેવી રીતે પૂર્ણ કરશો?
જવાબ:
સંમિતિની બે રેખાઓ દર્શાવતી સંપૂર્ણ આકૃતિઓ નીચે દર્શાવી છે. આ બે સંમિતિની રેખાઓ ટપકાંવાળી રેખાથી દર્શાવેલ છે.
સંમિતિ સંમિતિની રેખાનો ઉપયોગ કરતાં અધૂરા ચિત્ર પરથી સંપૂર્ણ ચિત્ર તૈયાર કરી શકાય.
પ્રશ્ન 3.
બાજુની દરેક આકૃતિમાં એક અંગ્રેજી મૂળાક્ષર, એક ઊભી તૂટક રેખા સાથે દોરેલો છે. આ રેખાને સંમિત થનું પ્રતિબિંબ મેળવો. કયા અક્ષરનું પ્રતિબિંબ, મૂળ અક્ષર જેવું જ રહે છે અને કયાનું નથી રહેતું? શા માટે?
તે જ રીતે O E M N P H L T S V X માટે પ્રયત્ન કરો.
જવાબઃ
અક્ષર A અને અક્ષર Bનું અરીસામાં પ્રતિબિંબ જોતાં તે નીચે પ્રમાણે દેખાય છે :
અક્ષર A જેવો છે તેવો જ અરીસાના પ્રતિબિંબમાં દેખાય છે. કારણ કે A સંમિત અક્ષર છે.
અક્ષર B જેવો છે તેવો અરીસાના પ્રતિબિંબમાં દેખાતો નથી. અક્ષર B ઊલટો હોય તેવો દેખાય છે. કારણ કે B સંમિત અક્ષર નથી.
હવે, આપેલા બીજા અક્ષરોનાં અરીસામાં પ્રતિબિંબ જોતાં તે નીચે પ્રમાણે દેખાય છે:
અહીં પ્રતિબિંબો જોતાં જણાય છે કે અક્ષર A, O, M, H, T, V અને Xનાં પ્રતિબિંબ મૂળ અક્ષરના જેવાં જ જોવા મળે છે. આ બધા અક્ષરો સંમિત અક્ષરો છે.
જ્યારે B, E, N, P, L અને S અક્ષરો એવા છે કે તેમનાં પ્રતિબિંબ મૂળ અક્ષરના જેવાં નથી. આ બધા અક્ષરો સંમિત અક્ષરો નથી.