GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

GSEB Class 12 Biology બાયૉટેક્નોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ Text Book Questions and Answers

પ્રશ્ન 1.
કેટલાક બેક્ટરિયા Bt વિષના સ્ફટિકો પેદા કરે છે પરંતુ બેક્ટરિયા સ્વયંને મારતા નથી. કારણકે-
(a) બૅક્ટરિયા વિષ પ્રત્યે પ્રતિરોધી છે.
(b) વિષ અપરિપક્વ હોય છે.
(c) વિષ નિષ્ક્રિય હોય છે.
(d) વિષ બેક્ટરિયામાં વિશિષ્ટ કોઇનમાં આવરિત હોય છે.
ઉત્તર:
(c) વિષનિષ્ક્રિય હોય છે.

પ્રશ્ન 2.
પારજનીનિક બેક્ટરિયા શું છે? કોઈ એક ઉદાહરણ દ્વારા વર્ણન કરો.
ઉત્તર:

  • જ્યારે કોઈ વિદેશી જનીનને બેક્ટરિયાના જીનોમમાં સફળ રીતે સ્થળાંતરિત કરવામાં આવે છે, તો તેને પારજનીનિક બૅક્ટરિયા કહે છે.
  • ઉદાહરણ તરીકે જ્યારે માનવ ઇસ્યુલિનની બે DNA શૃંખલાઓ શૃંખલા A અને શૃંખલા Bને ઈ-કોલાઈના પ્લાસ્મિડમાં દાખલ કરવામાં આવે છે ત્યારે આ પારજનીનિક બેક્ટરિયા ઇસ્યુલિનની શૃંખલાઓનું ઉત્પાદન કરે છે.

પ્રશ્ન 3.
જનીનિક રૂપાંતરિત પાકોના ઉત્પાદનના ફાયદા તથા ગેરફાયદાની તુલનાત્મક સરખામણી કરો.
ઉત્તર:

  • GM પાકોના ફાયદા:
    1. અજૈવિક પ્રતિબળો સામે સહિષ્ણુતાનો ગુણધર્મ
    2. તે જંતુ પ્રતિરોધક હોય છે.
    3. લણણી પછી થતા નુકસાનને ઘટાડી શકાય છે.
    4. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધુ હોય છે.
  • GM પાકોના ગેરફાયદાઃ
    1. આવા પાકોથી અમુક વખત તેમની આસપાસના પાકોને નુકસાન થાય છે.
    2. તે પ્રાકૃતિક વાતાવરણને નુકસાન પહોંચાડે છે.
    3. પારાજનીનિક નીપજ અમુક વખતે ઍલર્જી થવા માટે પણ જવાબદાર હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 4.
Cry પ્રોટીન શું છે? તે પેદા કરતાં સજીવનું નામ જણાવો. મનુષ્ય આ પ્રોટીનને પોતાના ફાયદા માટે કેવી રીતે ઉપયોગમાં લે છે?
ઉત્તર:

  • Cry પ્રોટીન એ ક્રિસ્ટલ ધરાવતું ઝેરી વિષ છે. જે બેસિલસ યુરેન્જિએન્સીસ દ્વારા ઉત્પન્ન થાય છે.
  • B માંથી આ જનીનનું અલગીકરણ કરી સારી ઉત્પાદકતા દર્શાવતા પાકોમાં દાખલ કરવામાં આવે છે. તેથી કીટનાશકોની જરૂર ન રહે. ઉદાહરણ: Bકોટન, Btમકાઈ

પ્રશ્ન 5.
જનીન થેરાપી શું છે? એડિનોસાઇન ડિએમિનેઝ (ADA)ની ઊણપ ઉદાહરણ આપી તેને વર્ણવો.
ઉત્તર:

  • જનીન થેરાપી એ આનુવંશિક રોગની સારવાર માટે ઉપયોગી છે. જેમાં કોઈ બાળક કે ભૂણમાં નિદાન કરવામાં આવેલ જનીનક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે.
  • રોગની સારવાર માટેજનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે.
  • જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ 1990માં એક ચાર વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડિએમિનેઝ (ADA)ની ઊણપ (ક્ષતિ)ને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો.
  • આ ઉભેચક રોગપ્રતિકારકતામાં અતિઆવશ્યક હોય છે. આ સમસ્યા એડિનોસાઇન ડિએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ (Deletion) થવાથી થાય છે.
  • કેટલાક બાળકોમાં ADAનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે, જ્યારે કેટલાકમાં ઉત્સુચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે. જેમાં સીરિંજ દ્વારા રોગીને સક્રિયADAઆપવામાં આવે છે.
  • ઉપર્યુક્ત બંને ક્રિયાઓની મર્યાદા એ છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી.
  • જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢીને સંવર્ધન કરાવવામાં આવે છે.
  • સક્રિય ADA – c DNA (રિટ્રોવાઇરસ વાહક વાપરીને) નો લસિકાકોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે કે જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. આમ છતાં આ કોષો અમર હોતા નથી.
  • માટે જિનેટિકલી એન્જિનિયર્ડલસિકાકોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે.
  • આમ છતાં મજાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ ADA ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે, તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે.

વિશેષ જાણકારી (More Information):

  • જનીન થેરાપીનો ઉપયોગ કેન્સર, પાર્કિન્સન જેવા રોગોની સારવાર માટે કરવામાં આવે છે.
  • જનીન થેરાપી એટલે નુક્સાન પામેલા કેવિકૃત થયેલા જનીનોને બદલવા સામાન્ય કાર્યો કરતા જનીનોનો પ્રવેશ.
  • જનીન થેરાપીને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે:
    • (i) જર્મલાઇન જનીન થેરાપી
    • (ii) દૈહિકકોષજનીન થેરાપી
  •  (i) જર્મલાઇન જનીન થેરાપી તેમાં જર્મકોષો જેમ કે શુક્રકોષો અથવા અંડકોષોનું સક્રિય જનીન દાખલ કરી રૂપાંતર કરવામાં આવે છે. જે સામાન્ય રીતે તેઓનાજીનોમમાં સંકલિત થાય છે. આથી થેરાપીના લીધે ફેરફારો આનુવંશિક બને છે.
    (ii) દૈહિકકોષ જનીન થેરાપી તેમાં જનીનોને દૈહિક કોષોમાં દાખલ કરવામાં આવે છે. ખાસ કરીને એવી પેશીઓમાં કે જેમાં
    સંબંધિત જનીનની અભિવ્યક્તિ સ્વાથ્ય માટે હાનિકારક છે. દાખલ કરેલા જનીનની અભિવ્યક્તિથી રોગોના ચિહ્નો દૂર થાય છે.
  • જનીન થેરાપીની સારવાર બે પથમાં અમલમાં મૂકવામાં આવે છેઃ
    (1) Ex-vivo એટલે કે શરીરની બહારની બાજુએ જેમાં દર્દીના રુધિરમાંથી અથવા અસ્થિમજ્જામાં કોષો દૂર કરી તેને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે.
  • તેને ઇચ્છિત જનીન ધરાવતા વાઇરસમાં દાખલ કરવામાં આવે છે અને વાઇરસ કોષોમાં દાખલ થાય છે ત્યારે ઇચ્છિત જનીના કોષોના DNAનો એક ભાગ બને છે. આ કોષોને ઇજેક્શન દ્વારા દર્દીની શિરામાં આપવામાં આવે તે પહેલા તેમને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે.

(2) In-vivo એટલે કે શરીરની અંદરની બાજુએ દર્દીના શરીરમાંથી કોઈ પણ કોષને દૂર કરવામાં આવતા નથી. તેને બદલે વાહકોનો ઉપયોગ કરીને, ઇચ્છિત જનીનોને દર્દીના દેહના કોષોમાં દાખલ કરવામાં આવે છે.

પ્રશ્ન 6.
E-coli જેવા બેક્ટરિયામાં માનવજનીન (વૃદ્ધિ અંતઃસ્ત્રાવ માટેનું જનીન)ની ક્લોનિંગ તેમજ અભિવ્યક્તિનાં પ્રાયોગિક ચરણોનું ચિત્રાત્મક નિરૂપણ કરો.
GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો 1

પ્રશ્ન 7.
r-DNA તકનિકી તથા તેલના રસાયણશાસ્ત્ર વિશે તમારી પાસે જેટલી સમજૂતી છે, તેના આધારે બીજમાંથી તેલ(હાઇડ્રોકાર્બન) દૂર કરવાની કોઈ એકપદ્ધતિ સમજાવો.
ઉત્તર:
તેલ એ લિપિડ છે જેના બંધારણમાં એક અણગ્લિસરોલ અને ત્રણ અણુ ફેટિઍસિડના હોય છે. આમ બીજમાંથી તેલ દૂર કરવા લાઇપેઝ ઉન્સેચકનો ઉપયોગ કરી શકાય છે. લાઈમેઝ ઉત્પન્ન કરવા જનીનને દાખલ કરતા તેલને દૂર કરી શકાય છે.

પ્રશ્ન 8.
ઇન્ટરનેટ દ્વારા તપાસકરોકે ગોલ્ડન રાઇસ શું છે?
ઉત્તર:
ગોલ્ડન રાઇસ એ જનીન પરિવર્તિત પાક છે જે કેરોટીન ધરાવે છે. જે વિટામિન Aનો સારો સ્રોત છે.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 9.
શું આપણા રુધિરમાં પ્રોટીએઝ અને ન્યુક્લિએઝ છે?
ઉત્તર:
ના. આપણા રુધિરમાં પ્રોટીએઝ અને ન્યુક્લિએઝ નથી.

પ્રશ્ન 10.
ઇન્ટરનેટ દ્વારા તપાસ કરો કે મુખેથી લઈ શકાય તેવા ઔષધીય સક્રિય પ્રોટીન (orally active protein pharmaceutical) કેવી રીતે બનાવીશું? આ કાર્યમાં આવનારી મુખ્ય સમસ્યાઓનું વર્ણન કરો.
ઉત્તર:
મુખેથી લઈ શકાય તેવા પોષકદ્રવ્યો બનાવતી વખતે પાચક ઉન્સેચકોને ધ્યાનમાં લેવામાં આવે છે. મોટાભાગની ઍન્ટિબાયોટિક અને વિટામિનને કેસૂલ દ્વારા આવરિત કરવામાં આવે છે. જ્યારે પ્રોટીન માટે મગફળીના કવચનો ઉપયોગ કરાય છે. જેનાથી પાચનતંત્ર દ્વારા તેનું અભિશોષણ થઈ શકે.

GSEB Class 12 Biology બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
Bt કપાસ શું નથી?
(A) એક GMવનસ્પતિ
(B) કીટ પ્રતિરોધક
(C) એક બૅક્ટરિયલ જનીન અભિવ્યક્તતંત્ર
(D) બધા જંતુનાશકોથી પ્રતિરોધિત
જવાબ
(D) બધા જંતુનાશકોથીપ્રતિરોધિત

  • Bt કપાસ એ જનીન પરિવર્તિત પાક છે, જે વિદેશી જનીન ધરાવે છે જે બેસિલસથુરિન્જિએન્સિસમાંથી તારવવામાં આવ્યું છે.
  • જે ઝેરી કીટનાશક ક્રિસ્ટલ પ્રોટીનનું ઉત્પાદન કરે છે, જે ઇયળોનો નાશ કરે છે.

પ્રશ્ન 2.
માનવ ઇસ્યુલિનનોઈ-પેપ્ટાઇડ શું છે?
(A) પુખ્ત ઈસ્યુલિન અણનો એક ભાગ છે.
(B) ડાયસલ્ફાઈડ-બંધનિર્માણ માટે જવાબદાર હોય છે.
(C) પૂર્વ ઇસ્યુલિનના પરિપક્વનથી ઇસ્યુલિન બનવા દરમિયાન દૂર થતો ભાગ.
(D) તે જૈવિક પ્રવૃત્તિ માટે જવાબદાર છે.
જવાબ
(C) પૂર્વ ઇસ્યુલિનના પરિપક્વનથી ઈસ્યુલિન બનવા દરમિયાન દૂર થતો ભાગ.

  • 1980માં પુનઃસંયોજિત DNA ટેકનોલૉજીનો ઉપયોગ જીવાણુમાં માનવઇસ્યુલિન ઉત્પન્ન કરવામાં આવ્યો હતો.
  • ઇસ્યુલિન પ્રોઇસ્યુલિન સ્વરૂપે સંશ્લેષિત થાય છે. જેના વધુ ખેંચાયેલા ભાગને C-પેપ્ટાઇડ કહે છે.
  • જે ઇસ્યુલિનની પુખ્તતાએ દૂર થાય છે.

પ્રશ્ન 3.
GEACનું પૂર્ણનામ શું છે?
(A) જીનોમ એન્જિનિયરિંગ ઍક્શન કમિટી
(B) ગ્રાઉન્ડઍન્વાયરન્મેન્ટ ઍક્શન કમિટી
(C) જિનેટિક એન્જિનિયરિંગ અમુવલ કમિટી
(D) જિનેટિક ઍન્ડ ઍન્વાયરમૅન્ટ અપ્રુવલ કમિટી
જવાબ
(C) જિનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી
GEAC એ જનીનપરિવર્તિત સજીવોના ઉત્પાદન તેમજ સંશોધનના નિર્ણયો લે છે.

પ્રશ્ન 4.
α-1 એન્ટિટ્રિપ્સિન શું છે?
(A) એક એન્ટઍસિડછે.
(B) એક ઉત્સુચક છે.
(C) સંધિવાની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે.
(D) એમ્ફિસેમાની સારવાર માટે વપરાય છે.
જવાબ
(D) એમ્ફિસેમાની સારવાર માટે વપરાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 5.
DNA કે RNA અણુના મિશ્રણમાં સમજાત ક્રમને ઓળખવા માટે વપરાતો “પ્રોબ’ અણુ શું છે?
(A) ssRNA
(B) ssDNA
(C) RNA અથવા DNA
(D) ssDNAહોઈ શકે, પરંતુ ssRNA નહીં.
જવાબ
(C) RNA અથવા DNA

  • પ્રોબ (હંગામી અણુ) એ એકસૂત્રી DNA કે RNAહોઈ શકે જે રેડિયો ઍક્ટિવ હોયછે.
  • તેની મદદથી શૃંખલામાં ચોક્કસ સ્થાનને ઓળખી શકાય છે.

પ્રશ્ન 6.
રીટ્રોવાઇરસને અનુલક્ષીને સાચો વિકલ્પ પસંદ કરો:
(A) ચેપગ્રસ્તતા દરમિયાન RNA ધરાવતો વાઇરસ DNAનું સંશ્લેષણ કરે છે.
(B) ચેપગ્રસ્તતા દરમિયાન DNA ધરાવતો વાઇરસ RNAનું સંશ્લેષણ કરે છે.
(C) ssDNA વાઇરસ
(D) dsRNA વાઇરસ
જવાબ
(A) ચેપગ્રસ્તતા દરમિયાન RNA ધરાવતો વાઈરસ DNAનું સંશ્લેષણ કરે છે.
રીટ્રોવાઇરસ એ એકસૂત્રી RNA વાઇરસ છે જે m-RNAના સ્વરૂપે ન્યુક્લિક ઍસિડનો સંગ્રહ કરે છે.

પ્રશ્ન 7.
શરીરમાં ADAનું નિર્માણ કરતું સ્થાન કયું છે?
(A) રક્તકણો
(B) લસિકાકણો
(C) રુધિરરસ
(D) અસ્થિકોષો
જવાબ
(B) લસિકાકણો

  • ADA જનીન એ એડીનોસાઇન ડીએમાઇનેઝ ઉત્સચકના ઉત્પાદન માટે જવાબદાર છે.
  • જે રોગપ્રતિકારક તંત્રના વિકાસ માટે ઉપયોગી છે.

પ્રશ્ન 8.
પ્રોટોક્સિન એટલે શું?
(A) પ્રાથમિક વિષ
(B) વિનૈસર્ગીકૃત વિષ
(C) પ્રજીવો દ્વારા નિર્માણ પામતું વિષ છે.
(D) અક્રિયાશીલ વિષ
જવાબ
(D) અક્રિયાશીલ વિષ
પ્રોટોક્સિન એ અક્રિયાશીલ વિષ છે. દા.ત., બેસિલસ યુરિન્જિએન્સિસ એ વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે છે જે અક્રિયાશીલ સ્વરૂપમાં હોય છે, પરંતુ જ્યારે કીટકોના શરીરમાં તે જાય છે ત્યારે તે ક્રિયાશીલ સ્વરૂપમાં વિષારી બને છે તેનું કારણ આલ્કલીય pHછે.

પ્રશ્ન 9.
રોગકારક દેહધાર્મિકવિધા એટલે શું?
(A) રોગકારકની દેહધાર્મિકવિદ્યાનો અભ્યાસ
(B) યજમાનની સામાન્યદેહધાર્મિકવિદ્યાનો અભ્યાસ
(C) યજમાનની બદલાયેલી દેહધાર્મિકવિદ્યાનો અભ્યાસ
(D) ઉપર્યુક્ત એકપણ નહીં
જવાબ
(C) યજમાનની બદલાયેલી દેહધાર્મિકવિદ્યાનો અભ્યાસ
રોગદેહધાર્મિકવિદ્યા એ ઉપયોગમાં લેવાતા યજમાનના દેહધાર્મિક ક્રિયાઓમાં થતા ફેરફારોનો અભ્યાસ છે.

પ્રશ્ન 10.
બેસિલસ કુરિન્જિએન્સિસના ઝેરી દ્રવ્યની સક્રિયતા માટે શું જવાબદાર છે?
(A) જઠરની ઍસિડિકpH
(B) ઊંચું તાપમાન
(C) પાચનમાર્ગની અલ્કલાઇન pH
(D) કીટકના પાચનમાર્ગમાં યાંત્રિકક્રિયા
જવાબ
(C) પાચનમાર્ગની અલ્કલાઈનpH

  • Btએ વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે છે પણ જેનિષ્ક્રિયસ્વરૂપમાં હોય છે.
  • આલ્કલીય pH મળતા જ તે સક્રિયસ્વરૂપમાં ફેરવાઈ જાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 11.
ગોલ્ડન ચોખા એ શું છે?
(A) ચીનમાં પીળી નદીના પાણીમાં વૃદ્ધિ પામતી ચોખાની જાતિ
(B) લાંબા સમયથી સંગૃહીત કરેલાં પીળી રંગછટા ધરાવતાચોખા
(C) β-કેરોટીન માટેનું જનીન ધરાવતાં જનીનિક રૂપાંતરિત ચોખા
(D) પીળા રંગના દાણાઓ ધરાવતી ચોખાની જંગલી જાત
જવાબ
(C) β-કેરોટીન માટેનું જનીન ધરાવતાં જનીનિક રૂપાંતરિત ચોખા

  • ગોલ્ડન ચોખામાં β-કેરોટીનનું પ્રમાણ ઊંચું જોવા મળે છે.
  • જે બાળકોમાં વિટામિન Aની ખામીને દૂર કરે છે.

પ્રશ્ન 12.
RNAમાં જનીનોને શાનાવડે નિષ્ક્રિય(silenced) કરાય છે?
(A) ss DNA
(B) ds DNA
(C) ds RNA
(D) ss RNA
જવાબ
(C) dsRNA

  • RNA પદ્ધતિ જનીનોની અભિવ્યક્તિ રોકવા માટે ઉપયોગી છે.
  • મોટે ભાગે તે જંતુનાશક વનસ્પતિ બનાવવા માટે ઉપયોગી છે.

પ્રશ્ન 13.
કયા રોગની સારવાર માટે પહેલી ક્લીનિકલ (તબીબી) જનીન થેરાપી કરવામાં આવી હતી?
(A) AIDS
(B) કેન્સર
(C) સિસ્ટિક ફાઇબ્રોસિસ
(D) SCID (ADAની ઊણપથી ઉદ્ભવતી સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનોડેફિસિયન્સી)
જવાબ
(D) SCID (ADAની ઊણપથી ઉદ્ભવતી સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનોડેફિસિયન્સી)
SCID એ એડીનોસાઇન ડીએમાઇનેઝની ઊણપથી થતો રોગ વધે છે. સૌપ્રથમ જનીન થેરાપી આ રોગના નિદાન માટે કરવામાં આવી હતી.

પ્રશ્ન 14.
ADA એક ઉભેચક કે જેની ઊણપથી જનીનિક અનિયમિતતા SCID થાય છે. ADAનું પૂર્ણનામ છે?
(A) એડીનોસાઇન ડિઑક્સિએમિનેઝ
(B) એડીનોસાઇન ડિએમિનેઝ
(C) એસ્પાર્ટટડિએમિનેઝ
(D) આર્જિનીન ડિએમિનેઝ
જવાબ
(B) એડીનોસાઇનડિએમિનેઝ

પ્રશ્ન 15.
કોના ઉપયોગ દ્વારા જનીનનું સાઇલેન્સિગ (નિષ્ક્રિયકરણ) કરી શકાય છે?
(A) ફક્ત RNAiદ્વારા
(B) માત્ર એન્ટિસેન્સ RNAધારા
(C) (A) અને (B) બંને
(D) ઉપર્યુક્ત એકપણ નહીં
જવાબ
(C) (A) અને (B) બંને

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
હાલમાં અન્ન-સમસ્યાને અનુલક્ષીને એમ કહેવાય છે કે, બીજી હરિયાળી ક્રાંતિની આવશ્યકતા છે. અગાઉની હરિયાળી ક્રાંતિની મુખ્યમર્યાદાઓ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:

  1. મર્યાદાઓ નીચે મુજબ છેઃ
  2. બિનજરૂરી ખાતરોનો વધુ પડતો ઉપયોગ
  3. અનિચ્છનીય લક્ષણ ધરાવતી જાતનું સંકરણ
  4. વધુ પડતા જંતુનાશકો અને નીંદણનાશકનો ઉપયોગ
  5. આમ ખોરાકની ગુણવત્તા અને પ્રમાણને ધ્યાનમાં રાખીને બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 2.
GM0નું પૂર્ણનામ આપો. તે સંકરથી કેવી રીતે અલગપડે છે?
ઉત્તર:

  • GMO એટલે જનીન પરિવર્તિત સજીવો. તે એવા સજીવો છે કે જેમાં જનીન ઇજનેરીવિદ્યાની પદ્ધતિનો ઉપયોગ કરીને તેના જનીન દ્રવ્યની ફેરબદલી કરેલી હોય છે.
  • જ્યારે સંકરજાતોમાં એક વસતિના તેમજ સરખી જાતોના અલીલ અથવા કારકના ઉપયોગથી પુનઃસંયોજન કરેલું હોય.

પ્રશ્ન 3.
નિદાન અને સારવાર વચ્ચેનો ભેદ આપો. પ્રત્યેક કક્ષા માટે એક ઉદાહરણ આપો.
ઉત્તર:

  1. નિદાન એ એવી તકનીક છે કે રોગ ઓળખવામાં મદદ કરે છે. દા.ત., ELISA એHIVની ઓળખમાં મદદ કરે છે.
  2. સારવાર એ રોગ નિવારક તરીકે ઓળખાય છે. દા.ત., બેક્ટરિયલ ચેપ સામે ઍન્ટિબાયોટિકનો ઉપયોગ.

પ્રશ્ન 4.
ELISAનું પૂર્ણ નામ આપો. તેનો ઉપયોગ કરવાથી કયા રોગનું નિદાન થાય છે? આ કસોટી માટેના સિદ્ધાંતની ચર્ચા કરો.
ઉત્તર:

  1. ELISAનું પૂર્ણ નામ એન્ઝાઇમ લિન્ફડ ઇમ્યુનો સોરબર એસે છે જે HIVની ઓળખમાં મદદ કરે છે.
  2. ELISA ઍન્ટિજન – ઍન્ટિબૉડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
  3. આ તકનીકમાં ઍન્ટિજન (પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન)ની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત ઍન્ટિબૉડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે.

પ્રશ્ન 5.
રોગનાં લક્ષણો જોવા મળે તે પહેલાં, શું રોગનું નિદાન થઈ શકે છે? તેની સાથે સંકળાયેલ સિદ્ધાંતની સમજૂતી આપો.
ઉત્તર:

  1. જ્યારે રોગનાં લક્ષણો જોઈ શકાતા ન હોય ત્યારે રોગકારકોનું પ્રમાણ ઓછું હોય છે. તેથી ચિકિત્સાત્મકતકનીક એ મુશ્કેલ છે.
  2. આ પરિસ્થિતિમાં રોગીના ન્યુક્લિઍસિડની તપાસ કરવામાં આવે છે જેમાં PCRનો ઉપયોગ કરવામાં આવે છે.
  3. સાદું DNAએ પ્રારંભકો તેમજ ઉત્સચકની હાજરીમાં સતત બહુગુણન પામ્યા કરે છે. જ્યારે ઓળખી ન શકાય તેવા રોગોમાં DNA એ અમુક મર્યાદા સુધી જ ગુણન પામે છે.

પ્રશ્ન 6.
વિકસિત દેશો દ્વારા વિકાસશીલ દેશોનું શોષણ થાય છે. તેના વિશે જણાવી, જેવતસ્કરી(બાયોપાયરસી) વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર:

  1. મોટા સંગઠનો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ બીજા રાષ્ટ્રોની જૈવસંપત્તિઓનું જે-તે દેશની સત્તાવાર મંજૂરી વગર તેના પેટન્ટનું શોષણ કરે છે આ શોષણને જૈવતસ્કરી કહે છે.
  2. વિકસિત દેશો યંત્રોદ્યોગ અને આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. જ્યારે વિકાસશીલ દેશો જૈવવિવિધતાના સંબંધમાં રૂઢિગત તળપદું જ્ઞાન ધરાવે છે. વિકસિત દેશો આ જ્ઞાનનો ઉપયોગ કરી પોતાનો આર્થિક લાભ વિચારે છે.

પ્રશ્ન 7.
ઘણા પ્રોટીન તેઓના નિષ્ક્રિય સ્વરૂપમાં પ્રવિત થાય છે. સૂમ જીવો દ્વારા ઘણા વિષકારક પ્રોટીન માટે પણ આ સાચું છે. વિષનું નિર્માણ કરતાં સજીવો માટે આ ક્રિયાવિધિ કેવી રીતે ઉપયોગી છે તે સમજાવો.
ઉત્તર:

  1. ઘણા પ્રોટીન તેમજ વિષકારક દ્રવ્યો તે તેમના નિષ્ક્રિય સ્વરૂપમાં સૂવે છે. તેમને સક્રિય કરવા માટે યોગ્ય તાપમાન અને pH જરૂરી છે.
  2. આ પદ્ધતિ વિષ ઉત્પન્ન કરતા જીવો માટે ફાયદાકારક છે. કારણ કે વિષમાં હાજર પ્રોટીનની ક્રિયા દ્વારા બૅક્ટરિયામૃત પામતા નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 8.
જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવોનું નિર્માણ કરવામાં આવે ત્યારે તેને અનુલક્ષીને જનીનિક અંતરાયને ધ્યાને લેવાતો નથી. લાંબા સમયગાળે આ કેવી રીતે ભયજનક છે, તે સમજાવો.
ઉત્તર:

  1. જનીનિક રૂપાંતરિત સજીવો (GMO) દ્વારા સજીવનું અનિર્ધારિત પરિણામ મળી શકે છે. તેમજ તે નિવસનતંત્રમાં દાખલ થાયછે.
  2. તેમના જનીનના સાચાં લક્ષણો ત્યારે જ જોઈ શકાય જ્યારે તે પર્યાવરણના વિવિધ ઘટકો તેમજ બીજા સજીવો સાથે પ્રતિક્રિયા દર્શાવે.

પ્રશ્ન 9.
શા માટે ભારતીય લોકસભાએ દેશની પેટન્ટ બિલ (ઇજારા)માં બીજો સુધારો સ્પષ્ટ કર્યો?
ઉત્તર:
પેટન્ટ બિલમાં સુધારાથી ભારતના જૈવસ્રોતો અને પરંપરાગત જ્ઞાનનું બીજા કોઈ દેશ અનધિકૃત શોષણ કરી શકશે નહીં. આ પેટન્ટમાં વિવિધ શરતોને ધ્યાનમાં લેવાયેલી છે. તેમજ આ ક્ષેત્રમાં પેટન્ટ માટેના નિયમો અને સંશોધનના વિકાસ માટેનું કાર્ય હાથ લેવામાં આવશે.

પ્રશ્ન 10.
શા માટે બાસમતીની પેટન્ટ અમેરિકન કંપનીને આપવા જેવી નહોતી? તેનાં કોઈપણ બે કારણો આપો.
ઉત્તર:

  1. ભારતમાં પરંપરાગત રીતે બાસમતી ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે.
  2. બાસમતી ચોખાની નવી જાતની પેટન્ટ જે અમેરિકાને મળી છે ખરેખર તો તે જાત ભારતના ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવતી ચોખાની જાત છે.

પ્રશ્ન 11.
rDNA ટેકનોલોજીના ઉપયોગ પહેલા ઇસ્યુલિન કેવી રીતે મેળવાતો હતો? તેને લીધે કઈ સમસ્યાઓ સર્જાતી હતી?
ઉત્તર:

  1. rDNA ટેકનોલૉજી ન હતી ત્યારે ઇસ્યુલિન એ ઢોરોના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતું હતું.
  2. આમ શુદ્ધતા ન જળવાતા વિવિધ પ્રકારના ચેપ અથવા ઍલર્જી દર્દીઓમાં જોવા મળતી હતી.

પ્રશ્ન 12.
રોગોને સમજવા માટે ટ્રાન્સજેનિક પ્રાણીઓનાં મોડલ્સના મહત્ત્વની ચર્ચા કરો.
ઉત્તર:

  1. ટ્રાન્સજેનિક પ્રાણીઓ માનવરોગોને સમજવા માટે તેમજ રોગોની નવી સારવાર શોધવા માટે સાદા મૉડેલ તરીકે વર્તે છે.
  2. ઘણા માનવરોગો જેવા કે કૅન્સર, સિસ્ટિક ફાઇબ્રોસીસ, રુમેટોલી, અલ્ઝાઇમર્સ વગેરે રોગો માટે ટ્રાન્સજેનિક પ્રાણીઓનાં મૉડલ અસ્તિત્વમાં છે.
  3. પ્રોટીન ચિકિત્સા અને ઔષધિ સંબંધી ઉપયોગિતા માટે ખૂબ જ મહત્ત્વના છે.

પ્રશ્ન 13.
પ્રથમ ટ્રાન્સજેનિક ગાયનું નામ આપો. આ ગામમાં કયો જમીન દાખલકરવામાં આવ્યો હતો?
ઉત્તર:

  1. ઈ.સ. 1977માં પ્રથમ ટ્રાન્સજેનિક ગાય “રોઝી’ દ્વારા માનવ પ્રોટીનસભર દૂધ ઉત્પન્ન કરવામાં આવ્યું.
  2. આ દૂધ મનુષ્યનું આલ્ફાલેક્ટાબૂમીન ધરાવે છે.
  3. જે માનવબેબી માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણયુક્ત ગણાય છે.

પ્રશ્ન 14.
ચેપગ્રસ્ત રોગના વહેલા નિદાન માટે PCR પદ્ધતિ ઉપયોગી સાધન છે. સવિસ્તર સમજાવો.
ઉત્તર:

  1. PCBએ ખૂબજ સંવેદીતનીક છે.
  2. જ્યારે બેક્ટરિયા કે વાઇરસની સંખ્યા બહુ ઓછી હોય ત્યારે તેની ઓળખ PCRની મદદથી તેના ન્યુક્લિક ઍસિડના પ્રવર્ધન દ્વારા કરી શકાયછે.
  3. સંભવિત AIDS દર્દીઓમાં HIVની ઓળખ માટે સામાન્ય રીતે PCRનો ઉપયોગ કરવામાં આવે છે.
  4. PCRની મદદથી રોગના પ્રથમ ચરણમાં જ રોગકારક સજીવની જાણકારી મેળવી શકાય છે.

પ્રશ્ન 15.
GEAC એટલે શું અને તેના હેતુઓ કયા છે?
ઉત્તર:

  1. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિનિયમોનામૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે.
  2. આવાનૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્ત્વ રહેલું છે.
  3. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસનતંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોનાં અણધાર્યા પરિણામો મળી શકે છે.
  4. એટલા માટે ભારત સરકાર દ્વારા GEAC (Genetic Engineering Approval Committee) જેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી.
  5. આ સંગઠન પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 16.
કઈ ભારતીય જાતિના ચોખા માટેની પેટર્ન USAની કંપની દ્વારા
ફાઇલકરવામાં આવી?
ઉત્તર:
ભારતીય બાસમતી ચોખા તેમજ બીજી નાનું કદ ધરાવતી જાત વચ્ચે સંકરણ કરાવી તેને નવી જાત બતાવી USA કંપનીએ પેટન્ટ મેળવેલા છે.

પ્રશ્ન 17.
GM0ના ફાયદાઓની ચર્ચા કરો.
ઉત્તર:

  1. તેમનું જીવનચક્ર ટૂંકું હોય છે. તેમજ ઊંચી રોગપ્રતિકારકતા ધરાવે છે.
  2. GMO પ્રાણીઓ એ ખોરાક ઉત્પાદનની બાબતમાં ખૂબ જ પોષણયુક્ત હોય છે.
  3. WHO દ્વારા GMO વનસ્પતિ અને ; પ્રાણીઓને તૈયાર કરવાની પરવાનગી આપેલી છે. જે માનવજાત માટે ખૂબ જ ફાયદાકારક છે.

ટૂંકજવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ RNAની મદદથી થાય છે. પદ્ધતિને ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો 2

  • કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણાં પ્રાણીઓ અને કેટલાક પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે.
  • સૂત્રકૃમિ મિલાડેગાઇન ઇન્ફોગનીશિયા તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે. ઉપર્યુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો. જે RNA અંતઃક્ષેપ (RNA interference (RNAi)) પ્રક્રિયા પર આધારિત હતી.
  • RNA અંત:ક્ષેપ બધા સુકોષકેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે.
  • આ પદ્ધતિમાં વિશિષ્ટ m-RNA પૂરક ds-RNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળ સ્વરૂપે m-RNAના ભાષાંતરણને અટકાવે છે.
  • આ પૂરક ds-RNAનો સ્રોત RNA જનીનસંકુલ (genome) અથવા ચલાયમાન જનીનિક તત્ત્વો પરિવર્તકો (મોબાઇલ જીનેટિક એલિમેન્ટ્સ-ટ્રાન્સપોરોન્સ) ધરાવતા વાઇરસ દ્વારા લાગેલ ચેપમાં હોઈ શકે છે. જે એક RNA મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે.
  • એગ્રોબેક્ટરિયમ વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટજનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી શકાય છે.
  • DNAનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ (sense) અને પ્રતિઅર્થપૂર્ણ (antisense) RNAનું નિર્માણ કરે છે.
  • આ બંને RNA એકબીજાના પૂરક હોય છે. જે બેવડા કુંતલમય ds-RNAનું નિર્માણ કરે છે, જેનાથી RNA અંતઃક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ m-RNA નિષ્ક્રિય થઈ જાય છે.
  • જેના ફળસ્વરૂપે પારજનીનિક (ટ્રાન્સજેનિક) યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. આ પ્રકારે ટ્રાન્સજેનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે.

પ્રશ્ન 2.
જૈવ પેટન્ટના ક્ષેત્રમાં આપણા પરંપરાગત જ્ઞાનને અવગણવું મોંઘું પડી શકે છે. યથાર્થતા ચકાસો.
ઉત્તર:

  • બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવસંપત્તિઓનું જે-તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેના પેટન્ટનું શોષણ કરે તેને જૈવતસ્કરી કહે છે.
  • મોટા ભાગનાં ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. પરંતુ જૈવવિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે.
  • જયારે વિકાસશીલ અને અલ્પ-વિકસિત દેશો જૈવસ્રોત માટે જૈવવિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે.
  • આવા જૈવસ્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે.
  • જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચાનો પણ બચાવ થાય છે.
  • વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારીપામી રહી છે.
  • જેના કારણે કેટલાંક રાષ્ટ્રો પોતાના જૈવસ્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થવા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે.
  • ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલ છે. જે એવા મુદ્દાઓને ધ્યાને લેશે જેના અંતર્ગત પેટન્ટનિયમસંબંધિત, ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસય પ્રયાસ સામેલ હોય.

વિશેષ જાણકારી (More Information):

  • બહુરાષ્ટ્રીય કંપનીઓ અને વિકસિત દેશો વિકાસશીલ દેશોનું ઘણી બધી રીતે શોષણ કરે છે. જેમકે,
    1. આપણા બાસમતી ચોખાના જનનરસનો પેટન્ટ અમેરિકાએ મેળવ્યો.
    2. ઘણી વનસ્પતિના જૈવઅણુનો પેટન્ટ અન્ય દેશોમાં છે.
    3. ઉપયોગી જનીનોનું અલગીકરણ કરી તેના પેટન્ટ લેવા.
    4. રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી તેને નવા સ્વરૂપે પ્રગટ કરવું.
  • પશ્ચિમ આફ્રિકાની એક વનસ્પતિ પેન્ટાડીપ્લાઝા બ્રાઝીઆના; એ પ્રોટીન ઉત્પન્ન કરે છે, જેને બ્રાઝીન કહે છે. આ પ્રોટીન ખાંડ Eા કરતાં અંદાજિત 2,000 ગણું વધારે ગળ્યું છે. ઉપરાંત તે ગળપણની બાબતમાં ઓછી કેલરી ધરાવે છે. તેના આ ગુણધર્મનો ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં થાય છે.
  • અમેરિકાએ બ્રાઝીનના પેટન્ટ મેળવી તેનો મકાઈમાં ઉપયોગ કર્યો. આ રીતે જનીનસંવર્ધિત જાતિ દ્વારા તેમાંથી ખાંડ-ઉત્પાદન શરૂ કર્યું.
  • આથી જૈવતસ્કરી રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક નિયમો હોવા જરૂરી છે.

પ્રશ્ન 3.
જનીનિક પરિવર્તિત વનસ્પતિઓનો ઉપયોગ દર્શાવતાં હોય તેવાં કોઈપણ ચાર ક્ષેત્રો વિશે જણાવો.
ઉત્તર:

  1. જનીનિક પરિવર્તિત વનસ્પતિઓ અન્યની સાપેક્ષે ખૂબ જ ઉપયોગી છે. તેનાં ક્ષેત્રો નીચે પ્રમાણે છેઃ
  2. તેઓ પાણીની અછત, ઠંડી તેમજ ઊંચા તાપમાનને સહન કરી શકે છે.
  3. કીટનાશકોની જરૂરિયાત રહેતી નથી.
  4. ઊંચી તેમજ સારી ગુણવત્તાવાળી ઉત્પાદકતા
  5. જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.

પ્રશ્ન 4.
પુનઃસંયોજિત DNA રસી એટલે શું? કોઈ પણ બે ઉદાહરણો આપો.
ઉત્તર:

  1. આ પ્રકારની રસી એ જનીનિક એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરેલા પ્લાસ્મિડમાંથી બનાવવામાં આવે છે. જે રોગકારકના પ્રોટીન ધરાવે છે.
  2. જયારે રોગકારક આવા પ્રોટીનના સંપર્કમાં આવે છે ત્યારે રોગ થતો નથી.
  3. આવા પ્લાસ્મિડને બૅક્ટરિયા કે યીસ્ટના કોષમાં વાઇરલ પ્રોટીનની અભિવ્યક્તિ દર્શાવવા માટે દાખલ કરવામાં આવે છે.
  4. ત્યારબાદ તે મનુષ્યમાં રસી તરીકે ઉપયોગમાં લેવાય છે.
  5. ઉદાહરણ: હીપેટાઇટીસ-B અને પોલિયો

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 5.
જનીનિક રોગોની સારવાર શા માટે ચેપગ્રસ્ત રોગોની સારવારથી અલગ છે?
ઉત્તર:

  1. જનીનિકરોગની સારવારએ ચેપગ્રસ્ત રોગોની સારવારથી અલગ છે.
  2. જનીનિકરોગ એ દવાઓ દ્વારા દૂર થઈ શકતો નથી ત્યારે જનીનથેરાપી ઉપયોગી છે. જેમાં અશુદ્ધ કે રોગિષ્ઠ જનીનોની જગ્યાએ નવા જનીનો દાખલ કરવામાં આવે છે.
  3. જયારે ચેપી રોગમાં જે-તે રોગકારકની વૃદ્ધિ અટકાવતી દવાની સારવાર લઈ શકાય છે.

પ્રશ્ન 6.
આણ્વીય નિદાનમાં પ્રોબનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની ટૂંકમાં ચર્ચા કરો.
ઉત્તર:

  • ચિહ્નો ન દેખાતા રોગ કે રોગની અગાઉથી જાણકારી મેળવવા માટે વિવિધ ટેકનોલૉજીનો ઉપયોગ થાય છે.
  • જેમાં PCR, પુનઃસંયોજિત DNA ટેકનોલૉજી તેમજ ELISAનો સમાવેશ થાય છે.
  • પુનઃસંયોજિત DNAતકનીકમાં પ્રોબનો ઉપયોગ થાય છે.
  • એકલ શૃંખલામય DNA અથવા RNA સાથે એક રેડિયો ઍક્ટિવ અણુ (પ્રોબ) જોડીને કોષોનાક્લોનમાં તેના પૂરક DNA સાથે સંકરિત કરાય છે. જેને ઓટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે. ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી. કેમ કે પ્રોબ તથા વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી.

પ્રશ્ન 7.
પ્રથમ દર્દી કયો હતો કે જેને જનીન થેરાપી અપાઈ હતી ? શા માટે આપેલ સારવાર કુદરતમાં પુનઃપ્રદર્શિત થાય છે?
ઉત્તર:

  • જનીન થેરાપી લેવા માટેની સૌપ્રથમ દર્દી ચાર વર્ષની છોકરી હતી. જેનામાં ADAની ખામી હતી.
  • આ ખામી એડીનોસાઇન ડીએમાઇનેઝના જનીનો દૂર થવાને લીધે થાય છે. આ ખામીને લંબમજ્જાના પ્રત્યારોપણ દ્વારા દૂર કરી શકાય છે. જયારે કેટલાકમાં ઉત્સુચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા ‘ કરવામાં આવે છે. આ બંને ક્રિયાઓમાં એ મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી તેથી પુનઃપ્રદર્શિત થાય છે.
  • આ સારવાર અમુક સમયાંતરે લેવી જરૂરી છે. કારણ કે લીમ્ફોસાઇટ્સ એ સ્વભાવમાં મૃત છે. માટે નવા લીમ્ફોસાઇટ્સને લેવા માટે સારવાર સમયાંતરે લેવી પડે છે.

પ્રશ્ન 8.
પ્રત્યેક કક્ષાનાં ઉદાહરણ આપીને અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયાઓની ચર્ચાકરી, પ્રત્યેકના ઉદાહરણ આપો.
ઉત્તર:

  • આથવણની પ્રક્રિયા મોટે ભાગે બધા જ ઉદ્યોગોમાં સામાન્ય હોય છે. આથવણ એટલે સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉછેર કરી માનવને ઉપયોગી વસ્તુ બનાવવી. – અપસ્ટ્રીમ પ્રક્રિયામાં માલસામાનની ઓળખ તેમજ પસંદગી કરવામાં આવે છે. તે શરૂઆતની પ્રક્રિયા છે. તેમાં સૂક્ષ્મજીવોના ઉછેર માટે સંવર્ધન માધ્યમ બનાવવું, બધી જ પ્રક્રિયાનું ધ્યાન રાખવું.
  • નીપજોની પૃથક્કરણ અને શુદ્ધીકરણ જેવી પ્રવિધિઓને સામૂહિક રીતે ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા અથવા અનુપ્રવાહિત સંસાધન તરીકે ઉલ્લેખવામાં આવે છે.

પ્રશ્ન 9.
એન્ટિજન અને એન્ટિબોડીની વ્યાખ્યા આપો. તેના ઉપર આધારિત નિદાનનાં ઉપકરણોનાં નામ આપો.
ઉત્તર:

  • ઍન્ટિજન એ વિદેશી પદાર્થ છે. જે વિવિધ પ્રક્રિયાઓને લીધે સજીવશરીરમાં પ્રવેશે છે જ્યારે તેના લીધે જ ઍન્ટિબૉડીનું સર્જન થાય છે.
  • ઍન્ટિબૉડીએ પ્રોટીન છે જે ઍન્ટિજનસામે પ્રતિક્રિયા દર્શાવે છે.
  • બે રોગ ઓળખનાર તકનીકઃ
    1. ELISA
    2. ગર્ભચકાસણીના સાધનો.

પ્રશ્ન 10.
ELISA ટેકનીક એન્ટિજન – એન્ટિબોડી આંતરક્રિયાઓના સિદ્ધાંતો પર આધારિત છે. ટેકનીકનો ઉપયોગ જનીનિક અનિયમિતતા, જેવી કે ફિનાઈલ કીટોન્યુરિયાના આવીય નિદાન માટે પણ ઉપયોગી છે?
ઉત્તર:

  1. હા, તમે કોઈ ઉત્સચકની વિરુદ્ધ ઍન્ટિબૉડીનો ઉપયોગ કરી રોગનું નિદાન કરી શકો છો.
  2. ELISAતફનીકમાં દર્દીમાં ઉલ્લેચક -પ્રોટીન સંકુલ જયારે ગેરહાજર હોય છે ત્યારે તે નકારાત્મક પરિણામ દર્શાવે છે. જે સામાન્ય માણસ સાથે સરખાવતા તેની જાણ થાય છે.

પ્રશ્ન 11.
પુખ્ત કાર્યરત ઇસ્યુલિન અંતઃસ્ત્રાવ તેના અપરિપક્વ સ્વરૂપથી કઈ રીતે જુદું પડે છે?
ઉત્તર:

  1. પુખ્ત કાર્યરત ઇસ્યુલિન અંત:સ્રાવ એ તેના અપરિપક્વ સ્વરૂપે સંશ્લેષિત થાય છે, જેના વધુ ખેંચાયેલા ભાગને C-પેપ્ટાઇડ કહે છે.
  2. ઇસ્યુલિનની બંને શૃંખલા A અને B જોડાય છે. ઇસ્યુલિનની પુખ્તતા દરમિયાનc-પેપ્ટાઇડદૂર થઈ જાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો 3

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 12.
જનીન થેરાપી એવો પ્રયત્ન છે કે જેમાં વ્યક્તિની જનીનિક ખામીને સામાન્ય જનીન દ્વારા સુધારવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા સામાન્ય કાર્ય પુનઃસ્થાપિત થાય છે. તેની એક વૈકલ્પિક પદ્ધતિ જેમાં જનીન નીપજ (પ્રોટીન/ઉન્સેચક)નો પુરવઠો આપવામાં આવે છે. જેને ઉત્સુચક પ્રતિસ્થાપિત થેરાપી કહેવાય છે, તે પણ કાર્યને પુનઃસ્થાપિત કરે છે. તમારા માટે વધુ સારો વિકલ્પ કયો છે? તમારા જવાબમાટે યોગ્ય કારણ આપો.
ઉત્તર:

  1. જનીન થેરાપી એ શ્રેષ્ઠ પદ્ધતિ છે. કારણ કે તે દર્દીને સંપૂર્ણપણે રોગમુક્ત કરી શકે છે.
  2. એક વખત જનીનોને દાખલ કર્યા બાદ તે સતત પ્રોટીન ઉત્પન્ન કરતા રહે છે.
  3. જ્યારે ઉત્સુચક પ્રતિસ્થાપિત થેરાપી એ કાયમી ઇલાજ નથી, તે ખૂબ મોંઘી છે. તેમજ સમયાંતરે તે દર્દીદ્વારા લેવી પડે છે.

પ્રશ્ન 13.
ટ્રાન્સજેનિક પ્રાણીઓ એવાં પ્રાણીઓ છે કે જેમાં વિદેશી જમીન અભિવ્યક્તિ દશવિ છે. આ પ્રાણીઓ અભ્યાસ માટે ઉપયોગી છે કે જેથી પાયારૂપ જેવક ક્રિયાઓનો અભ્યાસ થાય છે, તેમજ માનવકલ્યાણ માટેની નીપજોનું પણ નિર્માણ કરાય છે. પ્રત્યેક પ્રકાર માટે એક ઉદાહરણ આપો.
ઉત્તર:

  1. ટ્રાન્સજેનિક એવાં પ્રાણીઓ છે કે જેમાં બહારના DNAને પ્રાણીઓના જીનોમમાં દાખલ કરવામાં આવે છે.
  2. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ રોઝી નામની પારજનીનિક ગાય છે. તેના દ્વારા માનવ પ્રોટીનસભર દૂધ ઉત્પન્ન કરવામાં આવ્યું.
  3. આ દૂધ મનુષ્યનું આલ્ફાલેક્ટામ્બુમિન ધરાવે છે, જે માનવબેબી માટે ગાય કરતાં વધુ પોષણયુક્ત છે.
  4. તેમજ પારજનીનિક ઉંદરો એ વિવિધ પ્રકારની રસીઓના પરીક્ષણ માટે ઉપયોગી છે.

પ્રશ્ન 14.
જ્યારે વિદેશી DNAને સજીવમાં દાખલ કરવામાં આવે છે, તે કેવી રીતે યજમાનમાં જળવાય છે અને કેવી રીતે તે સજીવની સંતતિમાં વહન પામે છે?
ઉત્તર:

  1. વિદેશી DNAને પ્લાસ્મિડ સાથે જોડી યજમાનામાં દાખલ કરવામાં આવેછે.
  2. જ્યારે પ્લાસ્મિડ પોતાનું સ્વયંજનન કરે છે ત્યારે વિદેશી DNAનું પણ સ્વયંજનન થાય છે તેમજ તેની નકલો ઉત્પન્ન થાય છે.
  3. જ્યારે યજમાન વિભાજન પામે છે. ત્યારે તેની સંતતિમાં પણ વિદેશી DNAજોવા મળે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો 4

પ્રશ્ન 15.
Bt કપાસ લેપિડોપ્ટેરોન, ડિટેરન્સ અને કોલિઓપ્ટરન્સ જેવા કીટકો પ્રત્યે પ્રતિરોધક છે. શું Bt કપાસ અન્ય કીટકો માટે પણ પ્રતિરોધકતા ધરાવે છે?
ઉત્તર:

  1. Bt કપાસ એ અમુક ચોક્કસ વર્ગના કીટકો સામે જ પ્રતિકારકતા દર્શાવે છે. દા.ત., લેપિડોપ્ટેરા, કોલીઓપેરા.
  2. જેમ દરેક રોગમાં કોઈ ચોક્કસ દવા જ અસર કરે છે તેમ Bt કપાસ પણ ; અમુક ચોક્કસ કીટકો સામે પ્રતિકારકતા દર્શાવે છે.

દીર્ઘજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
એક દર્દી ADAની ઊણપથી પીડાય છે. શું તેનો ઇલાજ થશે ? કેવી રીતે?
ઉત્તર:

  • જનીન થેરાપી એ આનુવંશિક રોગની સારવાર માટે ઉપયોગી છે. જેમાં કોઈ બાળક કે ભૂણમાં નિદાન કરવામાં આવેલ જનીનક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે.
  • રોગની સારવાર માટેજનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે.
  • જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ 1990માં એક ચાર વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડિએમિનેઝ (ADA)ની ઊણપ (ક્ષતિ)ને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો.
  • આ ઉભેચક રોગપ્રતિકારકતામાં અતિઆવશ્યક હોય છે. આ સમસ્યા એડિનોસાઇન ડિએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ (Deletion) થવાથી થાય છે.
  • કેટલાક બાળકોમાં ADAનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે, જ્યારે કેટલાકમાં ઉત્સુચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે. જેમાં સીરિંજ દ્વારા રોગીને સક્રિયADAઆપવામાં આવે છે.
  • ઉપર્યુક્ત બંને ક્રિયાઓની મર્યાદા એ છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી.
  • જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢીને સંવર્ધન કરાવવામાં આવે છે.
  • સક્રિય ADA – c DNA (રિટ્રોવાઇરસ વાહક વાપરીને) નો લસિકાકોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે કે જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. આમ છતાં આ કોષો અમર હોતા નથી.
  • માટે જિનેટિકલી એન્જિનિયર્ડલસિકાકોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે.
  • આમ છતાં મજાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ ADA ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે, તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે.

વિશેષ જાણકારી (More Information):

  • જનીન થેરાપીનો ઉપયોગ કેન્સર, પાર્કિન્સન જેવા રોગોની સારવાર માટે કરવામાં આવે છે.
  • જનીન થેરાપી એટલે નુક્સાન પામેલા કેવિકૃત થયેલા જનીનોને બદલવા સામાન્ય કાર્યો કરતા જનીનોનો પ્રવેશ.
  • જનીન થેરાપીને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે:
  • (i) જર્મલાઇન જનીન થેરાપી
  • (ii) દૈહિકકોષજનીન થેરાપી
    • (i) જર્મલાઇન જનીન થેરાપી તેમાં જર્મકોષો જેમ કે શુક્રકોષો અથવા અંડકોષોનું સક્રિય જનીન દાખલ કરી રૂપાંતર કરવામાં આવે છે. જે સામાન્ય રીતે તેઓનાજીનોમમાં સંકલિત થાય છે. આથી થેરાપીના લીધે ફેરફારો આનુવંશિક બને છે.
    • (ii) દૈહિકકોષ જનીન થેરાપી તેમાં જનીનોને દૈહિક કોષોમાં દાખલ કરવામાં આવે છે. ખાસ કરીને એવી પેશીઓમાં કે જેમાં
      સંબંધિત જનીનની અભિવ્યક્તિ સ્વાથ્ય માટે હાનિકારક છે. દાખલ કરેલા જનીનની અભિવ્યક્તિથી રોગોના ચિહ્નો દૂર થાય છે.
  • જનીન થેરાપીની સારવાર બે પથમાં અમલમાં મૂકવામાં આવે છેઃ
    (1) Ex-vivo એટલે કે શરીરની બહારની બાજુએ જેમાં દર્દીના રુધિરમાંથી અથવા અસ્થિમજ્જામાં કોષો દૂર કરી તેને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે.
  • તેને ઇચ્છિત જનીન ધરાવતા વાઇરસમાં દાખલ કરવામાં આવે છે અને વાઇરસ કોષોમાં દાખલ થાય છે ત્યારે ઇચ્છિત જનીના કોષોના DNAનો એક ભાગ બને છે. આ કોષોને ઇજેક્શન દ્વારા દર્દીની શિરામાં આપવામાં આવે તે પહેલા તેમને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે.
    (2) In-vivo એટલે કે શરીરની અંદરની બાજુએ દર્દીના શરીરમાંથી કોઈ પણ કોષને દૂર કરવામાં આવતા નથી. તેને બદલે વાહકોનો ઉપયોગ કરીને, ઇચ્છિત જનીનોને દર્દીના દેહના કોષોમાં દાખલ કરવામાં આવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 2.
ટ્રાન્સજેનિક પ્રાણીઓની વ્યાખ્યા આપો. તેઓનો ઉપયોગદર્શાવતાં
કોઈપણ ચાર ક્ષેત્રો વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપો.
ઉત્તર:

  • પારજનીનિક પ્રાણીઓ એ માનવકલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
  • (i) સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે.
  • ઉદાહરણઃ વૃદ્ધિ માટે જવાબદાર જટિલકારકો જેવાં કે ઇસ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા.
  • બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપર્યુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે.
  • (ii) રોગનો અભ્યાસ : માનવરોગો માટે એક મૉડલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય. તે માટે તેને વિશિષ્ટરૂપે બનાવેલ છે. જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે.
  • વર્તમાન સમયમાં કૅન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણાં માનવરોગો માટે પારજનીનિક મૉડલ ઉપલબ્ધ છે.
  • (iii) જૈવિક નીપજોકેટલાક માનવરોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નીપજોની બનેલી હોઈ શકે છે.
  • આવી નીપજો બનાવવી ખૂબ ખર્ચાળ છે.
  • પારજનીનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નીપજોનું નિર્માણ કરે છે તેમાં DNAના ભાગને પ્રવેશ કરાવાય છે. જે વિશિષ્ટ નીપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ : માનવપ્રોટીન (α-1-એન્ટિટ્રિપ્સિન)નો ઉપયોગ એમ્ફિસેમાની સારવાર માટે થાયછે.
  • તેવી જ રીતે ફિનાઈલકિટોન્યુરિયા (PKU) અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલ છે.
  • 1977માં પ્રથમ પારજનીનિક ગાય “Rosie’ દ્વારા માનવપ્રોટીનસભર દૂધ (એક લિટરમાં 2.4gm) ઉત્પન્ન કરવામાં આવ્યું.
  • આ દૂધ મનુષ્યનું આલ્ફાલેક્ટાબ્યુમિન ધરાવે છે જે માનવ-શિશુ માટે કુદરતી ગાયના દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલન ઉત્પાદન ગણાયછે.
  • (iv) રસી-સુરક્ષાઃ મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનીનિક ઉંદરોનું નિર્માણ
    કરવામાં આવ્યું.
  • શરૂઆતમાં પારજનીનિક ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવતો હતો.
  • જો ઉપર્યુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી-સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનીનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે.
  • (v) રાસાયણિક સુરક્ષા-પરીક્ષણ રાસાયણિક સુરક્ષા પરીક્ષણ એ વિષારિતા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. જેમાં દવાઓની વિષારિતાનું પરીક્ષણ કરવામાં આવે છે.
  • પારજનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિસંવેદનશીલ બનાવાય છે. જ્યારે બિનપારજનીનિક પ્રાણીઓમાં આવું હોતું નથી.
  • પારજનીનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે.
  • આવા પ્રાણીઓમાં વિષારિતાના પરીક્ષણ દ્વારા ટૂંક સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે.

પ્રશ્ન 3.
તમે બેક્ટરિયામાં ઉપયોગી જનીનને ઓળખી કાઢો છો. આ જનીનને વનસ્પતિમાં દાખલ કરવા માટે અનુસરવામાં આવતા તબક્કાઓનો ચાર્ટ દોરો.
ઉત્તર:
રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા તે જનીનનું અલગીકરણ કરતાં → તેને ચોક્કસ વાહકમાં દાખલ કરી પુનઃસંયોજીત DNA અણુ તૈયાર કરવા → લક્ષ્ય ધરાવતા કોષમાં આ અણુને દાખલ કરવા. → રૂપાંતર થયેલા કોષોને અલગ કરવા. → રૂપાંતર થયેલા કોષોની પસંદગી કરવી → આવા કોષમાંથી વનસ્પતિનું પુનઃસર્જન કરી પારજનીનિક વનસ્પતિ મેળવવી.

પ્રશ્ન 4.
આપણા જીવનને સ્પર્શતા બાયોટેકનોલોજીનાં પાંચ ક્ષેત્રો વિશે જણાવો.
ઉત્તર:

  1. તે જનીનપરિવર્તિત પાકો તૈયાર કરવામાં ઉપયોગી છે. આવા પાકો સારી ગુણવત્તાવાળા હોય છે.
  2. માનવ માટે સુરક્ષિત રસીતૈયાર કરી શકાય છે.
  3. માનવ પ્રોટીન ઉત્પાદન કરતા પારજનીનિક પ્રાણીઓનો ઉછેર કરી શકાય છે.
  4. જનીનિક રોગોનું નિદાન કરી શકાય છે.
  5. પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકે તેવા સૂક્ષ્મજીવો તૈયાર કરી શકાય છે.

પ્રશ્ન 5.
જનીનિક પરિવર્તિત વનસ્પતિઓ કે જેઓના ઉપયોગથી પાકઉત્પાદનમાં સર્વાંગિક વધારો કરી શકાય છે. તેના વિવિધ ફાયદાઓ જણાવો.
ઉત્તર:

  1. જનીન પરિવર્તિત પાકો એ ખૂબ જ ઉપયોગી છે.
  2. તેઓ જીવાતોનો પ્રતિકાર કરી શકે તેવા હોય છે. માટે રાસાયણિક જંતુનાશકોની જરૂર રહેતી નથી.
  3. તેઓમાં રોગપ્રતિકારકતા ઊંચી જોવા મળે છે.
  4. શીત, અછત, ક્ષાર અને ગરમી સામે સહિષ્ણુતા દર્શાવે છે.
  5. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે.
  6. નીંદણનાશકોની જરૂર રહેતી નથી. આમ પર્યાવરણને નુકસાન થતું અટકાવે છે.

પ્રશ્ન 6.
જનીનિક રૂપાંતરિત વનસ્પતિઓ કેવી રીતે ઉપયોગી છે? તે એક ઉદાહરણ દ્વારા સમજાવોઃ
(a) રાસાયણિક કીટનાશકોનો ઉપયોગ ઘટાડે છે.
(b) ખાધપાકનું પોષણમૂલ્ય વધારે છે.
ઉત્તર:

  • (a) Bt જનીન એ કીટનાશકોનો ઉપયોગ અટકાવતું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
  • Bt વિષકારક જનીનની બૅક્ટરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આવી વનસ્પતિમાં કીટનાશકોની જરૂરિયાત રહેતી નથી.
  • Bt જનીન ઘણી બધી વનસ્પતિઓ જેવી કે Bt કપાસ, Bt મકાઈ, Bt રીંગણા વગેરે તૈયાર કરવામાં આવી છે.
  • Bt જનીન એ Cry પ્રોટોન ઉત્પન્ન કરે છે જે કીટકો અને જીવાતો માટે વિષકારક હોય છે.
  • (b) જનીનપરિવર્તિત પાકો એ ખાદ્ય પાકનું પોષણમૂલ્ય વધારવામાં ખૂબ જ ઉપયોગી છે.
    દા.ત., ગોલ્ડન રાઇસ એ જનીન પરિવર્તિત પાક છે.જેમાં વિટામિન Aનું પ્રમાણ ખૂબ જ સારું જોવા મળે છે.
  • આ ચોખા એ રંગમાં સોનેરી-પીળાશ પડતાછે.
  • બાળકોમાં વિટામિન Aની ખામી દૂર કરવામાં તે ખૂબ ઉપયોગી છે.

પ્રશ્ન 7.
કતલખાનાની ગાય અને ભૂંડના સ્વાદુપિંડમાંથી ઇસ્યુલિન મેળવવાથી થતા ગેરફાયદાઓની નોંધ લખો.
ઉત્તર:

  1. કતલ કરેલા પશુઓમાંથી મેળવવામાં આવતા ઇસ્યુલિનના ઘણા ગેરફાયદા છે.
  2. ઈસ્યુલિન એ અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. માટે તે માત્રાને સંતોષવા ઘણા પ્રાણીઓની આવશ્યકતા રહે છે.
  3. પ્રાણીઓની આવી કતલ એ યોગ્ય બાબત નથી.
  4. જો કોઈ પશુ રોગિષ્ઠ હોય ત્યારે તેમાંથી મેળવવામાં આવતું ઇસ્યુલિન એ શરીર માટે હાનિકારક છે.

પ્રશ્ન 8.
પુનઃસંયોજિત ઇસ્યુલિનના ફાયદાઓ વિશેનોંધ લખો.
ઉત્તર:

  1. પુનઃસંયોજિત ઈસ્યુલિન એ ખૂબ જ ફાયદાકારક છે.
  2. આવાઇસ્યુલિન માટે પ્રાણીઓની કતલ કરવાની જરૂર હોતી નથી.
  3. પુનઃસંયોજિંત ઇસ્યુલિનની કિંમત ઓછી હોય છે માટે દરેકને તેનો લાભ મળી શકે છે.
  4. આવા ઇસ્યુલિનની કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળતી નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો

પ્રશ્ન 9.
જેવ-કીટનાશકોનો અર્થ શો છે ? પ્રચલિત જેવ-કીટનાશકની કાર્યપદ્ધતિ અને તેનાં નામવિસ્તારપૂર્વક જણાવો.
ઉત્તર:

  • જૈવ કીટનાશકો એવા કીટનાશકો છે કે જેમાં,
    1. રસાયણોનો ઉપયોગ થતો નથી.
    2. વધુ કાર્યક્ષમ હોય છે.
    3. વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે.
  • Bt ટોક્સિન એ પ્રખ્યાત જૈવકીટનાશક છે.
  • Bt ટોક્સિન જનીન એ વનસ્પતિમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ ત્યારે તે નિષ્ક્રિયસ્વરૂપમાં હોય છે.
  • જયારે કોઈ જીવાત તેના સંપર્કમાં આવે છે ત્યારે તે સક્રિય બની તેનો નાશ કરે છે.
  • Bt ટોક્સિન એ જીવાતોના આંતરડામાં છિદ્રો કરી નાખે છે પરિણામે તે મૃત્યુ પામે છે.

પ્રશ્ન 10.
પુનઃસંયોજિતDNAટેકનોલોજીને પૂર્ણ કરવા માટેનાં ચાવીરૂપ પાંચ સાધનોનાં નામ જણાવો અને પ્રત્યેક સાધનનાં કાર્યો પણ નિર્દેશિત કરો.
ઉત્તર:
પુનઃ સંયોજિત DNA ટેકનોલૉજીમાં મુખ્ય પાંચ સાધનો ઉપયોગમાં લેવાય છે:

  1. રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ જે DNAની ચોક્કસ જગ્યાએથી કાપણી કરવામાં ઉપયોગી છે.
  2. જેલ ઇલેક્ટ્રોફૉરેસીસ એ DNAના ટુકડાઓના અલગીકરણ માટે ઉપયોગી છે.
  3. DNA ના અણુઓને જોડવા માટે DNA લાઈગેઝ ઉત્સુચક ઉપયોગી છે.
  4. DNA ને યજમાનામાં દાખલ કરવા માટે વિદ્યુત છિદ્રતા, સૂક્ષ્મ અંતઃક્ષેપણ, કણીય પ્રચંડવર્ષણ જેવી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે.
  5. હરીફ યજમાન જDNAને પોતાની સાથે સ્વયંજનન માટે લઈ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *