Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન
GSEB Class 11 Biology પ્રાણીઓમાં રચનાકીય આયોજન Text Book Questions and Answers
પ્રશ્ન 1.
એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો.
(1) પેરિપ્લેનેટા અમેરિકાનાનું સામાન્ય નામ જણાવો.
ઉત્તર:
વંદો.
(2) અળસિયામાં કેટલી શુક્રસંગ્રહાશય કોથળીઓ આવેલી હોય છે ?
ઉત્તર:
4 જોડ.
(3) વંદામાં અંડપિંડનું સ્થાન શું છે ?
ઉત્તર:
વંદામાં બે મોટા અંડપિંડો ઉદરના 2 થી 6 ખંડની પાર્શ્વ બાજુએ આવેલા હોય છે.
(4) વંદાના ઉદરમાં કેટલા ખંડ હોય છે ?
ઉત્તર:
નર અને માદા બંને વંદામાં ઉદર 10 ખંડોનું બનેલ હોય છે.
(5) માલ્પિધિયન નલિકાઓ ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
વંદાના મધ્યાંત્ર અને પક્ષાંત્રના જોડાણસ્થાને લગભગ 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળી તાંતણા જેવી માલ્પિધિયન નલિકાઓ આવેલી હોય છે.
પ્રશ્ન 2.
નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો.
(1) ઉત્સર્ગિકાનું કાર્ય શું છે ?
ઉત્તર:
ઉત્સર્ગિકા દેહજળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. (ઉત્સર્શિકા ઉત્સર્ગિકાનિવાપથી શરૂ થાય છે કે જે કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે છે. ઉત્સર્ગિકાનિવાપ ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે જોડાયેલો રહે છે કે જે ઉત્સર્ગ પદાર્થોને શરીરદીવાલની બહાર અને પાચનનળીમાં ઠાલવે છે.
(2) સ્થાનના આધારે અળસિયામાં કેટલા પ્રકારની ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે ?
ઉત્તર:
ત્રણ પ્રકારની ઉત્સર્ગિકાઓ અળસિયામાં આવેલી હોય છે :
(a) વિટપીય ઉત્સર્ગિકાઓ
(b) ત્વચીય ઉત્સર્ગિકાઓ
(c) કંઠનાલીય ઉત્સર્શિકાઓ
પ્રશ્ન 3.
અળસિયાનાં પ્રજનનઅંગોની નામ-નિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
ઉત્તર:
પ્રશ્ન 4.
વંદાના પાચનમાર્ગની નામ-નિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
ઉત્તર:
પ્રશ્ન 5.
નીચે આપેલાના તફાવત આપો :
(a) મુખાઝ અને પરિતુંડ :
ઉત્તર:
મુખાઝ | પરિતુંડ |
(1) અળસિયાના અગ્ર છેડે મુખ-દ્વારની ફરતે છાજલી જેવો ભાગ આવેલ કે જેને મુખાગ્ર કહે છે. | (1) અળસિયાનાં પ્રથમ ખંડને પરિતુંડ (મુખખંડ) કહે છે. |
(2) મુનાગ્રની મદદથી તે માટીને જોરથી છીણીને પાતળી તિરાડ પાડી અતિમંદ ગતિએ આગળ ખસે છે. | (2) તેમાં મુખ આવેલું હોય છે. |
(b) વિટપીય ઉત્સર્ગિકા અને કંઠનાલીય ઉત્સર્ગિકા :
ઉત્તર:
વિટપીય ઉત્સર્ગિકા | કંઠનાલીય ઉત્સર્શિકા |
(1) તે 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી આવેલી હોય છે. દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી હોય છે. | (1) તે ત્રણ જોડ ગુચ્છમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. |
પ્રશ્ન 6.
રૂધિરના કોષીય ઘટકો કયા છે?
ઉત્તર:
રૂધિરના કોષીય ઘટકો :
(a) રક્તકણ (RBC)
(b) શ્વેતકણ (WBC)
(c) રૂધિરકણિકાઓ (ત્રાકકણો)
પ્રશ્ન 7.
નીચે આપેલ શું છે તથા પ્રાણીઓના શરીરમાં તે ક્યાં જોવા મળે છે?
(a) કોન્ફોસાઇટ્સ :
ઉત્તર:
- પણ કાસ્થિકોષોને કોન્ડોસાઇટ્સ તરીકે ઓળખાય છે.
- તે સ્વયં ગ્નવિત આધારકમાં નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય છે.
(b) ચેતાક્ષ :
ઉત્તર:
- અક્ષતંતુને ચેતાક્ષ તરીકે ઓળખાય છે.
- તે ચેતાપેશીમાં જોવા મળે છે.
(c) પદ્મલ અધિચ્છદ :
ઉત્તર:
- જો ઘનાકાર અથવા ખંભાકાર કોષોની મુક્ત સપાટી પલ્મો ધરાવતી હોય તો તેને પસ્મલ અધિચ્છદ કહે છે.
- તે મુખ્યતઃ શ્વાસવાહિકાઓ તથા અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃસપાટી પર જોવા મળે છે.
પ્રશ્ન 8.
નામ-નિર્દેશિત આકૃતિ દ્વારા વિવિધ અધિચ્છદ પેશીઓનું વર્ણન કરો.
ઉત્તર:
(1) અધિચ્છદ :
- આપણે સામાન્ય રીતે અધિચ્છદીય પેશીને અધિચ્છદ કહીએ છીએ.
- આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે, જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે.
- ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી દર્શાવે છે.
(2) અધિચ્છદીય પેશીના પ્રકાર :
અધિચ્છદીય પેશી બે પ્રકારની હોય છે :
(a) સરળ અધિચ્છદ
(b) સંયુક્ત અધિચ્છદ
* સરળ અધિચ્છદ પેશી :
- આ પેશીના કોષો એકસ્તરીય ગોઠવણી ધરાવે છે અને દેહગુહાઓ, વાહિનીઓ અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે.
- કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે સરળ અધિચ્છદ પેશીને ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. જેમ કે
(i) લાદીસમ,
(ii) ઘનાકાર,
(iii) તંબાકાર.
(i) લાદીસમ અધિચ્છદ પેશી :
- અનિયમિત કિનારી ધરાવતા ચપટાં કોષોના એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી બનેલી છે.
- સ્થાન : આ પેશી રૂધિરવાહિનીઓની દીવાલ, ફેફસાંનાં. વાયુકોષ્ઠોમાં જોવા મળે છે.
- કાર્ય : પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે.
(ii) ઘનાકાર અધિચ્છદ પેશી :
- આ પશી એકસ્તરીય ઘનાકાર કોષોની બનેલ હોય છે.
- સ્થાન : આ સામાન્યતઃ ગ્રંથિઓની નલિકાઓ, મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકા (Nephron) ના નલિકાકાર ભાગોમાં જોવા મળે છે.
- કાર્ય : તેનું મુખ્ય કાર્ય આવ અને શૌષણનું છે.
- સૂક્ષ્યાંકુરો : મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામય નલિકા (PCT)ની અધિચ્છદ સપાટી પર સૂક્રમાંકુરો હોય છે,
(iii) સ્તંભાકાર અધિચ્છદ પેશી :
- આ પેશી લાંબા અને પાતળા કોષોના એ કસ્તરથી બનેલ હોય છે. તેમના કોષકેન્દ્રો તલસ્થ ભાગે હોય છે. તેની મુક્ત સપાટી સૂક્રમાંકુરો ધરાવી શકે છે.
- સ્થાન : આ પેશી જઠર અને આંતરડાની સપાટી પર જોવા મળે છે.
- કાર્ય : આ પેશી સ્રાવ અને શૌષણમાં મદદ કરે છે.
(iv) પફમલ અધિચ્છદ :
- જો ઘનાકાર અથવા ખંભાકાર કોષોની મુક્ત સપાટી પલ્મો ધરાવતી હોય તો તેને પદ્મલ અધિચ્છદ કહે છે.
- કાર્ય : આ પેશીનું કાર્ય સૂર્મકણો અથવા પ્લેખને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે.
- સ્થાન : આ પેશી મુખ્યત્વે શ્વાસવાહિકાઓ તથા અંડવાહિની જેવા પૌલા અંગોની અંતઃસપાટી પર એવા મળે છે,
(v) ગ્રંથિલ અધિચ્છદ :
- કેટલાક સ્તંભોકાર અથવા ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે છે. તેઓને ગ્રંથિલ અધિચ્છદ કહે છે.
- તેઓ મુખ્યત્વે બે પ્રકારના હોય છે.
(I) એકકોષીય ગ્રંથિ : એકકોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલ હોય છે. (અન્ન માર્ગના ગૌ બ્લેટ કોષો),
(II) બહુકોષીય ગ્રંથિ : બહુકોષીય કે જે કોષોનાં સમૂહથી બને છે, (લાળગ્રંથિ).
* આવના નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓના પ્રકાર :
- માવના નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે.
(I) બાહ્યસાવી ગ્રંથિ : - આ ગ્રંથિ શ્લેષ્મ, લાળ, કર્ણમીત્ત, તેલ, દૂધ, પાચક ઉન્સેચકો અને અન્ય કોષીય નીપજનો આવ કરે છે.
- આ બધી નીપજો વાહિનીઓ તથા નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે,
(II) અંતઃસ્ત્રાવી ગ્રંથિ :
- આ ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી.
- તેની નીપજને અંતઃસ્ત્રાવો કહે છે, જે ગ્રંથિમાંથી સીધા તરલમાં અવિત થાય છે.
* સંયુક્ત અધિચ્છદ પેશી :
(1) સંયુક્ત અધિચ્છદ એક કરતાં વધારે (બહુસ્તરીય) અનેક કોષીય સ્તરોની બનેલ હોય છે અને આથી સ્રાવ અને શોષણમાં તેની ભૂમિકા સીમિત હોય છે.
(2) કાર્ય તેનું મુખ્ય કાર્ય રાસાયક્લિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું હોય છે.
(3) સ્થાન ; તે ત્વચાની શુક સપાટી, મુખગુદાની ભીની સપાટી, કંઠનળી, લાળગ્રંથિનો અને સ્વાદુપિંડ નલિકાઓની અંતઃસપાટીને આવરિત કરે છે.
(4) કોષીય જોડાણ :
- આ અધિચ્છદના બધા જ કોષો એકબીજાથી અલ્પ આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા રહે છે.
- લગભગ બધી પ્રાણી પેશીઓમાં કોષોના વિશિષ્ટ જોડાક્ષ વ્યક્તિગત કૌષોને રચનાત્મક અને ક્રિયાત્મક જોડાક્ષ પ્રદાન કરે છે.
- અધિચ્છદ અને અન્ય પેશીઓમાં ત્રણ પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે. જેમ કે દૃઢ, અભિલગ્ન અને અવકાશી જોડાણ.
- દઢ છેડાન્ન ; આ જોડાણ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે.
- અભિલગ્ન જોડાણ : આ જોડાક્ષ પાસપાસેના કોષોને એકબીજાથી જોડવાનું કામ કરે છે.
- અવકાશી જોડાણ ; આ જોડાણ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીકવાર બૃહદ્ અણુઓને ત્વરિત સ્થળાંતરણ માટે અનુકૂળતા પૂરી પાડે છે.
પ્રશ્ન 9.
વિભેદન કરો :
ઉત્તર:
(a) સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ :
(b) હૃદસ્નાયુ અને રેખિતસ્નાયુ પેશી :
ઉત્તર:
હૃદસ્નાયુ પેશી | રેખિતસ્નાયુ પેશી |
(1) તે સંકોચનશીલ સ્નાયુપેશી છે. | (1) તે કંકાલ (ઐચ્છિક) સ્નાયુ પેશી છે. |
(2) તે માત્ર હૃદયમાં જ જોવા મળે છે. | (2) આ સ્નાયુઓ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં સ્નાયુબંધથી હાડકાં સાથે જોડાયેલા હોય છે. |
(3) તેમાં ઘેરા અને ઝાંખા બિબ સ્પષ્ટ જોઈ શકાય છે. | (3) તેમાં અધિબિંબ જોવા મળે છે. |
(4) તે શ્રમિત થતા નથી. | (4) તે ઝડપથી શ્રમિત થઈ જાય છે. |
(5) સ્નાયુતંતુકો જાળાકાર ગોઠવણી ધરાવે છે. | (5) સ્નાયુતંતુઓ સમૂહમાં એકસાથે સમાંતર ગોઠવણી ધરાવે છે. |
(c) સઘન નિયમિત અને સઘન અનિયમિત સંયોજક પેશી :
ઉત્તર:
(d) મેદપૂર્ણ પેશી અને રૂધિર પેશી :
ઉત્તર:
(e) સરળ ગ્રંથિ અને સંયુક્ત ગ્રંથિ :
ઉત્તર:
સરળ ગ્રંથિ | સંયુક્ત ગ્રંથિ |
(1) તે એકકોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલ હોય છે. | (1) તે બહુકોષીય કે જે કોષોના સમૂહથી બને છે. |
(2) ઉદા. અન્નમાર્ગના ગોબ્લેટ કોષો. | (2) ઉદા. લાળગ્રંથિ. |
પ્રશ્ન 10.
આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.
ઉત્તર:
(a) તંતુઘટક પેશી : રૂધિર : ચેતાકોષ : અસ્થિબંધ
(b) RBC : WBC : ત્રાકકણ : કાસ્થિ
(c) બહિસ્રાવી : અંતઃસ્ત્રાવી : લાળગ્રંથિ : સ્નાયુબંધ
(d) જન્મમૃશ : અધોજન્મ : અધિજન્મ : સ્પર્શક
(e) પ્રોટોનેમા (પૂર્વ ઉરસ) : મધ્ય ઉરસ : પશ્વ ઉરસ : કક્ષ
પ્રશ્ન 11.
યોગ્ય જોડકાં જોડો :
કૉલમ – I | કૉલમ – II |
(a) સંયુક્ત અધિચ્છદ | (i) અન્નમાર્ગ |
(b) સંયુક્ત આંખ | (ii) વંદો |
(c) વિટપીય ઉત્સર્ગિકા | (iii) ત્વચા |
(d) ખુલ્લું પરિવહનતંત્ર | (iv) મોઝેઇક દૃષ્ટિ |
(e) ભિત્તિભંજ | (v) અળસિયું |
(f) અસ્થિકોષો | (vi) શિશ્નખંડ |
(g) જનનેન્દ્રિય | (vii) અસ્થિ |
ઉત્તર:
કૉલમ – I | કૉલમ – II |
(a) સંયુક્ત અધિચ્છદ | (iii) ત્વચા |
(b) સંયુક્ત આંખ | (iv) મોઝેઇક દૃષ્ટિ |
(c) વિટપીય ઉત્સર્ગિકા | (v) અળસિયું |
(d) ખુલ્લું પરિવહનતંત્ર | (ii) વંદો |
(e) ભિત્તિભંજ | (i) અન્નમાર્ગ |
(f) અસ્થિકોષો | (vii) અસ્થિ |
(g) જનનેન્દ્રિય | (vi) શિશ્નખંડ |
પ્રશ્ન 12.
અળસિયાનાં પરિવહનતંત્રનું સંક્ષિપ્તમાં વર્ણન કરો.
ઉત્તર:
* રૂધિરાભિસરણતંત્ર :
- ફેરેટિમાં (અળસિયા)માં બંધ પ્રકારનું રૂધિરાભિસરણતંત્ર જોવા મળે છે.
- રૂધિરાભિસરણતંત્રમાં રૂધિરવાહિનીઓ, કેશિકાઓ અને હૃદયનો સમાવેશ થાય છે.
- બંધ રૂધિરાભિસરણતંત્રને લીધે રૂધિર હૃદય અને રૂધિરવાહિનીઓમાં જોવા મળે છે.
- સંકોચનને લીધે રૂધિરવહન ફક્ત એક જ માર્ગીય બનાવે છે.
- નાની રૂધિરવાહિનીઓ રૂધિરને અન્નમાર્ગ, ચેતારજજુ અને શરીરદીવાલ સુધી પહોંચાડે છે.
- રુધિરગ્રંથિઓ :
- રૂધિરગ્રંથિઓ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે.
- તે રૂધિરકોષો અને હિમોગ્લોબિનનું ઉત્પાદન કરે છે કે જે રૂધિરરસમાં દ્રાવ્ય થાય છે.
- રૂધિરકોષોની પ્રકૃતિ ભક્ષક પ્રકારની હોય છે.
નોંધ : અળસિયામાં વિશિષ્ટ પ્રકારના શ્વસનાંગોનો અભાવ હોય છે. માસનમાં વાયુ વિનિમય, ભીનાશવાળી શરીર સપાટીથી તેના રૂધિરવાહિનીમાં થાય છે.
પ્રશ્ન 13.
દેડકાના પાચનતંત્રની નામ-નિર્દેશનવાળી આકૃતિ દોરો.
ઉત્તર:
* પાચનતંત્ર :
- દેડકાનું પાચનતંત્ર પાચનમાર્ગ અને પાચકગ્રંથિઓનું બનેલ હોય છે.
- અન્નમાર્ગ ટૂંકો હોય છે, કારણ કે દેડકો માંસાહારી છે અને આથી આંતરડાની લંબાઈ ઓછી હોય છે.
- મુખ : તેનું મુખ મુખગુહામાં ખૂલે છે.
- અન્નનળી :
- કંઠનળીને અનુસરીને અન્નનળી આવેલી હોય છે.
- અન્નનળી એક ટૂંકી નળી છે, જે જઠરમાં ખૂલે છે.
- જઠર : જઠર આગળ વધીને આંતરડા, મળાશય અને અંતમાં અવસાણી દ્વારા બહાર ખૂલે છે,
- યકૃત ; યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જેનો પિત્તાશયમાં સંગ્રહ થાય છે.
- સ્વાદુપિંડ : સ્વાદુપિંડ એક પાચક ગ્રંથિ છે, જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જે પાચક ઉન્સેચકો ધરાવે છે.
* પાચનક્રિયા :
- દેડકો તેની દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને પકડે છે.
- જઠરની દીવાલો દ્વારા શ્રવિત હાઇડ્રોક્લોરિક ઍસિડ અને જઠરરસ દ્વારા ખોરાકનું પાચન થાય છે. અર્ધપાચિત ખોરાકને આમપાક કહે છે,
- જઠરમાંથી પસાર થઈને આંતરડાના પ્રથમ ભાગ પક્વાશયમાં પહોંચે છે.
- પક્વાશય પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુર્પિડનો સ્વાદુરસ સામાન્ય પિત્તનળી દ્વારા પ્રાપ્ત કરે છે.
- પિન્ન થરબીનું તૈલોદી ક૨ણ કરે છે અને સ્વાદુરસ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે.
- પાચનની અંતિમ પ્રક્રિયા આંતરડામાં થાય છે. પાચિત ખોરાક આંતરડાની અંદરની દીવાલમાં
આાવેલા ઘણા બધા આંગળીઓની ગડીઓ જેવી રચના દ્વારા શોષાય છે, જેને રસાં કુરો અથવા સૂક્ષ્મ રસાં કુરો કહે છે, - અપાચિત ધન ખોરાક મળાશયમાં પહોંચે છે અને અવસારબ્રીમાંથી બહાર ત્યજાય છે.
પ્રશ્ન 14.
નીચે આપેલાનાં કાર્યો જણાવો.
(a) દેડકાની મૂત્રવાહિની :
ઉત્તર:
- નર દેડકામાં મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રજનનવાહિની સ્વરૂપે બહાર નીકળે છે. શુક્રકોષો મૂત્રજનનવાહિની દ્વારા અવસારણી માંથી બહાર ત્યજાય છે.
- નર દેડકામાં મૂત્ર ઉપરાંત શુક્રકોષોનું વહન મૂત્રવાહિની દ્વારા થતું હોવાથી મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની કહે છે.
- માદા દેડકામાં મૂત્રવાહિની અને અંડવાહિની અવસારણીમાં અલગ-અલગ ખૂલે છે.
(b) માલ્પિધિયન નલિકાઓ :
ઉત્તર:
- વંદામાં ઉત્સર્જન માલ્પિધિયન નલિકાઓ દ્વારા થાય છે. પ્રત્યેક નલિકા ગ્રંથિમય તેમજ પદ્મલ કોષોથી આવૃત્ત હોય છે.
- તે નાઈટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોનું શોષણ કરી તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે, જેનો નિકાલ પક્ષાંત્ર દ્વારા થાય છે.
(c) અળસિયાની શરીરદીવાલ :
ઉત્તર:
અળસિયામાં ચોક્કસ પ્રકારના શ્વસનાંગોનો અભાવ છે. વાયુવિનિમય ભીનાશવાળી શરીરદીવાલ દ્વારા થાય છે, ત્યાંથી રૂધિર પ્રવાહમાં O2 મળે છે.
GSEB Class 11 Biology પ્રાણીઓમાં રચનાકીય આયોજન NCERT Exemplar Questions and Answers
વૈકલ્પિક પ્રશ્નો (MCQ)
પ્રશ્ન 1.
નીચેનામાંથી કયા પ્રકારના કોષો મોટી રૂધિરવાહિનીની અંદરની દીવાલ બનાવવા સાથે સંકળાયેલ છે ?
(A) ઘનાકાર અધિચ્છદ
(B) ખંભાકાર અધિચ્છદ
(C) લાદીસમ અધિચ્છદ
(D) સ્તૃત અધિચ્છદ
ઉત્તર:
(C) લાદીસમ અધિચ્છદ
પ્રશ્ન 2.
મેદપૂર્ણ પેશીનો નીચેનામાંથી કયા પ્રકારમાં સમાવેશ થાય છે ?
(A) અધિચ્છદ
(B) સંયોજક
(C) સ્નાયુ
(D) ચેતા
ઉત્તર:
(B) સંયોજક
પ્રશ્ન 3.
નીચેનામાંથી કઈ સંયોજક પેશી નથી ?
(A) અસ્થિ
(B) કાચવત્ કાસ્થિ
(C) રૂધિર
(D) સ્નાયુ
ઉત્તર:
(D) સ્નાયુ
પ્રશ્ન 4.
અળસિયામાં જોવા મળતો વિશિષ્ટ ભાગ વલયિકા ક્યાં જોવા મળે છે?
(A) 13-14-15મો ખંડ
(B) 14-15-16મો ખંડ
(C) 12-13-14મો ખંડ
(D) 15-16-17મો ખંડ
ઉત્તર:
(B) 14-15-16મો ખંડ
પ્રશ્ન 5.
વજhશો એ અળસિયાને પ્રચલનમાં મદદ કરે છે, પરંતુ તે બધા જ ખંડોમાં સરખી રીતે જોવા મળતા નથી. તેઓ ……………………….. ખંડોમાં હાજર હોય છે.
(A) પ્રથમ ખંડ
(B) છેલ્લો ખંડ
(C) વલયિકા પ્રદેશ
(D) 20 થી 22માં
ઉત્તર:
(D) 20 થી 22માં
પ્રશ્ન 6.
નીચેનામાંથી કયું વિધાન વંદા માટે સાચું છે ?
(A) દરેક અંડપિંડમાં દસ અંડપુટિકાઓ હોય છે.
(B) ડિમ્ભાવસ્થાને ઈયળ કહે છે.
(C) માદામાં પુચ્છકંટિકાનો અભાવ હોય છે.
(D) તેઓ યુરોટલીક છે.
ઉત્તર:
(C) માદામાં પુચ્છકંટિકાનો અભાવ હોય છે.
પ્રશ્ન 7.
નીચેનાને જોડો.
કૉલમ – I | કૉલમ – II |
(a) મેદપૂર્ણ પેશી | (1) નાક |
(b) તૃત અધિચ્છદ | (2) રૂધિર |
(c) દ્વિત પ્રસાધન | (3) ચામડી |
(d) પ્રવાહી સંયોજક પેશી | (4) મેદ સંગ્રહ |
(A) (a – 1), (b – 2), (c – 3), (d – 4)
(B) (a – 4), (b – 3), (c – 1), (d – 2)
(C) (a – 3), (b – 1), (c – 4), (d – 2)
(D) (a – 2), (b – 1), (c – 4), (d – 3)
ઉત્તર:
(B)
કૉલમ – I | કૉલમ – II |
(a) મેદપૂર્ણ પેશી | (4) મેદ સંગ્રહ |
(b) તૃત અધિચ્છદ | (3) ચામડી |
(c) દ્વિત પ્રસાધન | (1) નાક |
(d) પ્રવાહી સંયોજક પેશી | (2) રૂધિર |
પ્રશ્ન 8.
નીચેનાને જોડો.
કૉલમ – I | કૉલમ – II |
(a) ઉભયજીવી | (1) રૂધિરકોષો અને હિમોગ્લોબિનનું ઉત્પાદન |
(b) સીધો વિકાસ | (2) શુક્રપિંડ અને અંડપિંડ એક જ પ્રાણીમાં |
(c) રસાયણ સંવેદકો | (3) ડિમ્ભાવસ્થાનો અભાવ |
(d) અળસિયામાં રૂધિરગ્રંથિ | (4) રાસાયણિક પદાર્થોની સંવેદના |
(A) (a – 2), (b – 3), (c – 4), (d – 1)
(B) (a – 3), (b – 2), (c – 4), (d – 1)
(C) (a – 1), (b – 3), (c – 2), (d – 4)
(D) (a – 2), (b – 4), (c – 3), (d – 1)
ઉત્તર:
(A)
કૉલમ – I | કૉલમ – II |
(a) ઉભયજીવી | (2) શુક્રપિંડ અને અંડપિંડ એક જ પ્રાણીમાં |
(b) સીધો વિકાસ | (3) ડિમ્ભાવસ્થાનો અભાવ |
(c) રસાયણ સંવેદકો | (4) રાસાયણિક પદાર્થોની સંવેદના |
(d) અળસિયામાં રૂધિરગ્રંથિ | (1) રૂધિરકોષો અને હિમોગ્લોબિનનું ઉત્પાદન |
પ્રશ્ન 9.
વંદાને અનુલક્ષીને નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ – I | કોલમ – II |
(a) કૂટ શિશ્ન | (1) શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ અ૦િ૮ |
(b) નર જનનછિદ્ર | (2) શુક્રકોષનો સમૂહ |
(c) શુક્રકોથળી | (3) સ્મલનનલિકાનું છિદ્ર |
(d) અંડપુટિકાઓ | (4) બાહ્ય જનનછિદ્ર |
(A) (a – 3), (b – 4), (c – 2), (d – 1)
(B) (a – 4), (b – 3), (c – 2), (d – 1)
(C) (a – 4), (b – 2), (c – 3), (d – 1)
(D) (a – 2), (b – 4), (c – 3), (d – 1)
ઉત્તર:
(B)
કોલમ – I | કોલમ – II |
(a) કૂટ શિશ્ન | (4) બાહ્ય જનનછિદ્ર |
(b) નર જનનછિદ્ર | (3) સ્મલનનલિકાનું છિદ્ર |
(c) શુક્રકોથળી | (2) શુક્રકોષનો સમૂહ |
(d) અંડપુટિકાઓ | (1) શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ અ૦િ૮ |
પ્રશ્ન 10.
નીચેનાને જોડો. આ કૉલમ
કૉલમ – I | કૉલમ – II |
(a) સ્પર્શ | (1) નાસિકા અધિચ્છદ |
(b) ગંધ | (2) મહાછિદ્ર |
(c) મસ્તિષ્ક ચેતાઓ | (3) સેન્સરી પેપીલી |
(d) લંબમજ્જા | (4) પરિઘવર્તી ચેતાતંત્ર |
(A) (a – 3), (b – 1), (c – 2), (d – 4)
(B) (a – 2), (b – 1), (c – 4), (d – 3)
(C) (a – 3), (b – 4), (c – 2), (d – 1)
(D) (a – 3), (b – 1), (c – 4), (d – 2)
ઉત્તર:
(D)
કૉલમ – I | કૉલમ – II |
(a) સ્પર્શ | (3) સેન્સરી પેપીલી |
(b) ગંધ | (1) નાસિકા અધિચ્છદ |
(c) મસ્તિષ્ક ચેતાઓ | (4) પરિઘવર્તી ચેતાતંત્ર |
(d) લંબમજ્જા | (2) મહાછિદ્ર |
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
અળસિયામાં જોવા મળતો ઘેરો પટ્ટો કે વલયિકાથી આવરિત ખંડો કયા?
ઉત્તર:
પુખ અળસિયામાં 14 થી 16 ખંડો ગ્રંથિમય પેશીના ઘેરા પટ્ટાથી આવરિત થયેલ છે, જેને વલયિકા કહે છે.
પ્રશ્ન 2.
વંદામાં કઇકો ક્યાં આવેલા છે ?
ઉત્તર:
વંદામાં દરેક ખંડમાં કઠકો આવેલા છે. તે બે પ્રકારના હોય છે :
- પૃષ્ઠ બાજુએ ઉપરી કવચ
- વક્ષ બાજુએ અધો કવચ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 3.
કીટશિશુ કેટલી વખત નિર્મોચન કરી પુખ્ત વંદામાં રૂપાંતર પામે છે?
ઉત્તર:
કીટશિશુ લગભગ 13 વખત નિર્મોચન કરી પુખ્ત વંદામાં રૂપાંતર પામે છે. અંતિમ કીટશિશુ અવસ્થા પહેલાંની અવસ્થામાં પક્ષતલ્ય (Wing Pads) હોય છે, પણ માત્ર પુખ્ત વંદામાં પાંખો હોય છે.
પ્રશ્ન 4.
અવાજ ઉત્પન્ન કરતી સ્વરકોથળીની હાજરીને આધારે દેડકામાં જાતિ નક્કી કરો.
ઉત્તર:
ઉભયજીવીમાં, દેડકામાં અવાજ ઉત્પન્ન કરતી સ્વરકોથળીને આધારે જાતિ નક્કી થાય છે. આ અંગ (સ્વરકોથળી) નર દેડકામાં જોવા મળે છે કે જે અવાજનું વિસ્તરણ કરી માદા દેડકાને મૈથુનક્રિયા માટે આકર્ષે છે.
પ્રશ્ન 5.
ટેડપોલમાંથી વિકાસ પામી પુખ દેડકો બનવાની ક્રિયાનું નામ આપો.’
ઉત્તર:
ટેડપોલ રૂપાંતરણની વિવિધ અવસ્થાઓ પસાર કરી પુખ્ત દેડકામાં ફેરવાય છે.
પ્રશ્ન 6.
અળસિયામાં જોવા મળતા ખંડો માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ કયો?
ઉત્તર:
અળસિયામાં જોવા મળતા ખંડો માટે વપરાતો શબ્દ સમખંડતા છે.
પ્રશ્ન 7.
બંને છેડે અણીદાર અને સંકોચન જોવા ન મળતા સ્નાયુતંતુનું નામ આપો.
ઉત્તર:
અરેખિત સ્નાયુતંતુ બંને છેડે અણીદાર અને સંકોચન જોવા ન મળતા સ્નાયુતંતુ છે. તેને અનૈચ્છિક સ્નાયુઓ પણ કહે છે.
પ્રશ્ન 8.
પેશીમાં જોવા મળતા વિવિધ કોષીય જોડાણોના નામ આપો.
ઉત્તર:
વિવિધ પ્રકારના કોષીય જોડાણો પેશીમાં જોવા મળે છે.
- દઢ જોડાણ તે પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે.
- અભિલગ્ન જોડાણ : પાસપાસેના કોષોને એકબીજાથી જોડવાનું – કાર્ય કરે છે.
- અવકાશી જોડાણ : કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીક વાર બૃહદ્ અણુઓને ત્વરિત સ્થળાંતરણ માટે અનુકૂળતા પૂરી પાડે છે.
પ્રશ્ન 9.
પુખ્ત નર દેડકામાં જોવા મળતા સ્પષ્ટ બે લક્ષણો આપો.
ઉત્તર:
પુખ્ત દેડકામાં જોવા મળતા સ્પષ્ટ બે લક્ષણો નીચે મુજબ છે :
(a) સ્વરકોથળી : તે નર દેડકામાં જડબાના ભાગે ઢીલી ચામડી જેવી રચના જોવા મળે છે. તે અવાજનું વિસ્તરણ કરવામાં ઉપયોગી છે.
(b) મૈથુનગાદી : નર દેડકામાં અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે જોવા મળે છે, જે માદા દેડકાને મૈથુનક્રિયા દરમિયાન જકડી રાખવામાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 10.
આપણી જીભ સાથે સરખામણી થઈ શકે તેવો વંદાના મુખાંગનો કયો ભાગ છે ?
ઉત્તર:
અધોજીહા વંદામાં જીભ તરીકે વર્તે છે. તે મુખાંગો દ્વારા ઘેરાયેલા ગુહામાં આવેલી હોય છે.
પ્રશ્ન 11.
દેડકાનું પાચનતંત્ર નીચેના ભાગોનું બનેલું છે. મુખથી શરૂ કરી તેને ક્રમમાં ગોઠવો.
(મુખ, અન્નનળી, મુખગુહા, જઠર, આંતરડું, અવસારણી, મળદ્વાર, અવસારણી દ્વાર.)
ઉત્તર:
દેડકાના પાચનતંત્રમાં જોવા મળતા અંગોની ગોઠવણી ક્રમશઃ નીચે પ્રમાણે છે :
મુખ → મુખગુહા → અન્નનળી → જઠર → આંતરડું → મળદ્વાર → અવસારણી → અવસારણી દ્વાર.
પ્રશ્ન 12.
ત્વચીય શ્વસન અને ફેફસીય શ્વસન વચ્ચેનો તફાવત શું છે ?
ઉત્તર:
દેડકામાં બે પ્રકારે શ્વસન થાય છે એટલે કે ત્વચીય અને ફુડુસીય.
- ત્વચીય શ્વસન : આ પ્રકારનું શ્વસન પુષ્કળ રૂધિરકેશિકાયુક્ત ભીની ત્વચા દ્વારા થાય છે. તે પાણી ઉપરાંત જમીન પર થાય છે.
- કુસ્કુસીય શ્વસન : તે ફેફસાં દ્વારા થાય છે. તે પાણીની બહાર થાય છે.
પ્રશ્ન 13.
દેડકામાં યકૃત અને આંતરડા વચ્ચે તથા મૂત્રપિંડ અને આંતરડા વચ્ચે જોવા મળતા વિશિષ્ટ શિરાઓના જોડાણને શું કહે છે ?
ઉત્તર:
દેડકામાં યકૃત અને આંતરડા વચ્ચે જોવા મળતા વિશિષ્ટ શિરાઓના જોડાણને યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ અને આંતરડા વચ્ચે જોવા મળતા વિશિષ્ટ શિરાઓના જોડાણને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહે છે.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
વંદામાં જોવા મળતા યકૃત અંધાંત્રોનું સ્થાન જણાવો. તેઓનું કાર્ય શું છે ?
ઉત્તર:
વંદામાં અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આંગળીઓ જેવી સરખી 6 થી 8 અંધનલિકાઓ આવેલી હોય છે, જેને યકૃતીય અથવા જઠરીય અંધાત્રો કહે છે. તે પાચકરસનો સ્ત્રાવ કરે છે.
પ્રશ્ન 2.
‘દેડકો મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે.’ – વાક્યની યથાર્થતા ચકાસો.
ઉત્તર:
દેડકો મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે. કારણ કે તે કીટકોને ખાય છે અને પાકનું રક્ષણ કરે છે. દેડકો પર્યાવરણીય સંતુલન જાળવી રાખે છે. કારણ કે તે નિવસનતંત્રની આહારશૃંખલા અને આહારજાળ માટેની મહત્ત્વની કડી છે. કેટલાક દેશોમાં દેડકાના માંસલ પગ મનુષ્ય દ્વારા ખોરાક તરીકે ખવાય છે.
પ્રશ્ન 3.
વાદળીનો દેહ પેશી કક્ષાનું દૈહિક આયોજન ધરાવતું નથી છતાં તે હજારોની સંખ્યામાં કોષો ધરાવે છે. – સમજાવો.
ઉત્તર:
વાદળીમાં કોષીય કક્ષાનું દૈહિક આયોજન ધરાવે છે. વાદળીના કોષો પેશીય કક્ષાનું આયોજન ધરાવતા નથી. તેમાં એકબીજા સાથે જોડાયેલા હજારો સ્વતંત્ર કોષો હોય છે.
- કોષો સ્વતંત્ર કે સમૂહમાં જોવા મળે છે. જેઓ વધતે ઘટતે અંશે સ્વતંત્ર હોય છે.
- કોષો ચોક્કસ કાર્ય કરવા માટે કાર્યની વહેંચણી ધરાવતો નથી.
પ્રશ્ન 4.
પ્રાણીઓમાં દૈહિક આયોજન જુદા જુદા તબક્કે જોવા મળે છે. જેમ કે કોષ → અંગ → અંગતંત્રો. આ શૃંખલામાં શું ખૂટે છે ? તે ચોક્કસ આયોજનને વર્ણવો.
ઉત્તર:
પેશી આ શૃંખલામાં ખૂટે છે. દૈહિક આયોજનને કોષ → પેશી → અંગ → અંગતંત્રો શૃંખલામાં દર્શાવી શકાય.
- ઘણા કોષો ભેગા મળી પેશી બનાવે, પેશીઓ ભેગી મળીને અંગ બનાવે અને અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે છે.
- વાદળી જેવા પ્રાણીમાં હજારો કોષો મળીને દેહરચના બનાવે છે, પરંતુ બધા કોષો સ્વતંત્ર કાર્ય કરે છે. જ્યારે મનુષ્યમાં લાખો કોષો એકબીજા સાથે જોડાઈને પેશી બનાવે છે, જે જુદા જુદા કાર્યો દર્શાવે છે.
પ્રશ્ન 5.
સ્મૃત અધિચ્છદ પેશીનો સ્રાવની ક્રિયામાં મર્યાદિત ફાળો છે. આપણી ચામડીમાં તેનો ફાળો યોગ્ય રીતે જણાવો.
ઉત્તર:
સ્મૃત અધિચ્છદ પેશીમાં ઘનાકાર કે સ્તંભાકાર અધિચ્છદ કોષોથી બનેલું સૌથી અંદ૨નું સ્તર છે. તે સંયુક્ત અધિચ્છદનો પ્રકાર છે અને બહાર તરફના કેટલાક સ્તર પાણી માટે અપ્રવેશશીલ પ્રોટીન-કેરાટીન ધરાવે છે.
આ સ્તર મૃત કોષોથી બનેલ છે, જેને શૃંગીય અધિચ્છદ કહે છે. ઘસારાના કારણે તે ચોક્કસ સમયાંતરે નીકળી જાય છે. તેનો શોષણ અને સ્રાવમાં મર્યાદિત ફાળો છે. સ્તૃત અધિચ્છદ પેશીનું મુખ્ય કાર્ય યાંત્રિક અને રાસાયણિક ઘસારા સામે શરીરને રક્ષણ આપવાનું છે.
પ્રશ્ન 6.
અવકાશી જોડાણ આંતરકોષીય જોડાણ કેવી રીતે દર્શાવે છે ?
ઉત્તર:
અવકાશી જોડાણ આંતરકોષીય જોડાણ કોષોના કોષીય દ્રવ્યોને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીક વાર બૃહદ્ અણુઓને ત્વરિત સ્થળાંતરણ માટે અનુકૂળતા પૂરી પાડે છે.
- પ્રોટીનના બનેલા બે નળાકાર (કનેક્સસ – connexus)ની મદદથી સૂક્ષ્મ હાઇડ્રોફિલિક સૂક્ષ્મ માર્ગ બે નજીકના પ્રાણીકોષો વચ્ચે જોવા મળે છે.
- દરેક કનેક્સસ એ છ પ્રોટીનના બનેલા ઉપએકમોથી બનેલા છે, જે હાઇડ્રોફિલિક સૂક્ષ્મ માર્ગની ફરતે જોવા મળે છે. pH અને Ca++ આયનોનું સંકેન્દ્રણ આ માર્ગના બંધ અને ખૂલવાનું નિયંત્રણ કરે છે.
પ્રશ્ન 7.
રૂધિર, અસ્થિ અને કાસ્થિને સંયોજક પેશી કેમ કહે છે ?
ઉત્તર:
સંયોજક પેશી વિવિધ અંગોના નિર્માણ માટે બંધારણીય ઘટકો તરીકે અને આધાર પૂરો પાડે છે.
- રૂધિર એ પ્રવાહી સંયોજક પેશી છે, જે વિવિધ અંગોને જોડવાનું અને ઘટકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવાનું કાર્ય કરે છે.
- અસ્થિ એ નક્કર, અસ્થિતિસ્થાપક અને મજબૂત કંકાલ સંયોજક પેશી છે, જે શરીરને આધાર અને પ્રચલનમાં મદદ કરે છે.
- કાસ્થિ એ કંકાલ સંયોજક પેશી છે. અસ્થિ જેટલી સઘન નહિ, પરંતુ સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી હોય છે. તે રક્ષણ અને આધાર આપવાનું કાર્ય કરે છે, જે નાક, બાહ્યકર્ણ અને સાંધાઓમાં જોવા મળે છે.
પ્રશ્ન 8.
ચેતાકોષને ઉત્તેજનાશીલ કોષ કેમ કહે છે? ચેતાકોષના કોષરસપટલના વિશિષ્ટ લક્ષણો જણાવો.
ઉત્તર:
ચેતાકોષને ઉત્તેજનાશીલ કોષ કહે છે. કારણ કે તેનું પટલ ધ્રુવીય સ્થિતિમાં હોય છે. વિવિધ પ્રકારના આયન માર્ગો ચેતાકોષના પટલમાં જોવા મળે છે. એટલે કે તેઓ વિવિધ આયનો માટે પસંદગીમાન પ્રવેશશીલ છે.
- જયારે ચેતાકોષ ઉત્તેજિત થાય ત્યારે આયનિક અસંતુલન પેદા થાય છે, જે તેના કોષરસપટલમાં ઝડપથી વહન પામે છે.
- જ્યારે ચેતાકોષના છેડે અથવા નિર્ગમન છેડે આ અસંતુલિત પહોંચે ત્યારે તેઓ આ ઉત્તેજનાને તેની બાજુના ચેતાકોષમાં દાખલ કરે છે. આયનોના સાંદ્રતાના તફાવત (ખાસ કરી K+ ની લાક્ષણિકતા)ના કારણે ઉત્તેજિત કોષમાં આ થાય છે.
- ચેતાકોષના કોષરસપટલની લાક્ષણિકતાઓ :
- ઉત્તેજનાઃ તે ઉત્તેજનાને ઓળખી શકે છે અને વીજસ્થિતિમાનના ફેરફારને પટલની આરપાર બદલી શકે છે.
- વહનઃ વીજસ્થિતિમાનમાં ફેરફાર કરી સમગ્ર ચેતાકોષમાં ફેલાવી શકે છે.
- જોડાણ : ચેતાકોષો બીજા ઘણા કોષો સાથે જોડાઈને ઊર્મિવેગને ગ્રહણ કરી શકે અને વહન કરી શકે છે.
- પ્રતિક્રિયા : તે ઉત્તેજના સ્વરૂપે સંવેદનાને બહાર કાઢે છે.
પ્રશ્ન 9.
અળસિયાને ખેડૂતમિત્ર તરીકે કેમ ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
અળસિયાને ખેડૂતમિત્ર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે માટીનાં દર બનાવે છે અને તેને છિદ્રાળું બનાવે છે કે જે વિકાસ પામતાં મૂળને શ્વસનમાં અને માટીમાં દાખલ થવામાં મદદરૂપ થાય છે. અળસિયા દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવાની પ્રક્રિયાને વર્મીકમ્પોસ્ટિંગ કહે છે.
પ્રશ્ન 10.
અળસિયાના શરીરની પૃષ્ઠ અને વક્ષ સપાટી તમે કેવી રીતે અલગ પાડી શકો?
ઉત્તર:
અળસિયાના શરીરની પૃષ્ઠ અને વૃક્ષ બાજુઓ તેમાં જોવા મળતા કેટલાંક ચોક્કસ લક્ષણોને આધારે અલગ પાડી શકાય છે. જેમ કે,
- તેની પૃઇ સપાટી એ વક્ષ સપાટી કરતાં ઘેરી હોય છે, કારણ કે તેની પૃષ્ઠ સપાટીએ લંબ અક્ષે એક ગાઢ પૃષ્ઠ મધ્ય રેખા આવેલી હોય છે. તેનું કારણ પૃષ્ઠ રૂધિરવાહિની ત્વચાની નીચે જોવા મળે છે.
- વક્ષ બાજુએ નર અને માદા બંનેના જનનછિદ્રો જોવા મળે છે.
- જનનાંકરો વક્ષ સપાટી પર આવેલા હોય છે, જે મૈથુનક્રિયામાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 11.
નીચેનામાંના ખોટાં વાક્યો સાચાં બનાવો.
(a) અળસિયામાં એક નર જનનછિદ્ર જોવા મળે છે.
(b) વજલેશો અળસિયામાં પ્રજનનમાં મદદરૂપ થાય છે.
(c) અળસિયાની શરીરદિવાલમાં સ્નાયુસ્તર ફક્ત વર્તુળી સ્નાયુઓનું બનેલું છે.
(d) ભિત્તિભંજ એ અળસિયાના આંતરડાનો ભાગ છે.
ઉત્તર:
ઉપરનાં વાક્યોમાં (b) અને (d) સાચાં છે.
(a) અળસિયામાં એક જોડ નર જનનછિદ્ર 18મા ખંડની વક્ષ-પાર્થ બાજુએ આવેલા હોય છે. નરમાં આ છિદ્ર દ્વારા શુક્રકોષ ધરાવતા પ્રજનન પ્રવાહીનો સ્ત્રાવ થાય છે, જ્યારે એક માદા જનનછિદ્ર 14મા ખંડની વક્ષ મધ્ય રેખા પર જોવા મળે છે.
(c) અળસિયાની શરીરદિવાલના સ્નાયુસ્તરમાં બહારની તરફ વળી સ્નાયુતર અને અંદર તરફ આયામ સ્નાયુસ્તર જોવા મળે છે.
પ્રશ્ન 12.
અળસિયામાં જોવા મળતી ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સમાન હોવા છતાં તેમને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. દરેકના નામ આપો.
ઉત્તર:
ઉત્સર્ગિકા એ અળસિયાનું મુખ્ય ઉત્સર્જન અંગ છે. તે ઉત્સર્જન અને જળનિયમનના કાર્ય સાથે સંકળાયેલા છે. અળસિયામાં પ્રથમ બે ખંડો સિવાય દરેક ખંડમાં ઉત્સર્ગિકા જોવા મળે છે. સ્થાનને આધારે અળસિયામાં ત્રણ પ્રકારની ઉત્સર્ગિકા જોવા મળે છે.
- તેઓ આંત્રોત્સર્ગી ઉત્સર્જન (નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યોને અંદર ઠાલવે) અને બાહ્યોત્સર્ગી ઉત્સર્જન (નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યોને સીધા બહાર નિકાલ કરે) દ્વારા જુદા પાડે છે.
- વિટપીય ઉત્સર્ગિકા : તે 15મા ખંડ પછી છેલ્લા ખંડ સુધી, દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે. તેઓ આંત્રોત્સર્ગી છે.
- ત્વચીય ઉત્સર્ગિકા : તે ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોની શરીરદિવાલની સપાટી સાથે ચોટેલી હોય છે. આ બધી ઉત્સર્ગિકાઓ શરીરની બહારની સપાટી પર ખૂલે છે. તેઓ બાહ્યોત્સર્ગી છે.
- કંઠનાલીય ઉત્સર્ગિકા : તેઓ ત્રણ જોડ ગુચ્છામાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી છે. તેઓ આંત્રોત્સર્ગી છે.
પ્રશ્ન 13.
કૉલમ – I માં કેટલાક પ્રાણીઓના સામાન્ય નામ આપેલ છે. કૉલમ – II માં તેના વૈજ્ઞાનિક નામ આપો.
કૉલમ – I | કૉલમ – II |
(A) વાઘ | ………………….. |
(B) મોર | …………………. |
(C) ઘરમાખી | ………………. |
ઉત્તર:
કૉલમ – I | કૉલમ – II |
(A) વાઘ | પેન્થરા ટાઇગ્રીસ |
(B) મોર | પાવો ક્રીસ્ટેટસ |
(C) ઘરમાખી | મસ્કા ડોમેસ્ટીકા |
પ્રશ્ન 14.
નીચેના વાક્યો પૂર્ણ કરો.
(a) મોરમાં ખોરાકના કણોને દળવા માટે…
(b) માલ્પિજીયન નલિકાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે..
(c) વંદાનું પશ્ચાત્ર ભિનન પામેલું છે…
(d) વંદામાં રૂધિરવાહિનીઓ ખૂલે છે તે અવકાશને કહે છે…
ઉત્તર:
(a) પેષણીઃ તેનું બાહ્યપટલ જાડું, વર્તુળાકાર સ્નાયુનું બનેલું, અંદરનું પટલ જાડું ક્યુટિકલયુક્ત હોય છે, જે છ (6) કાઇટિનની તક્તીઓ (દાંત) બનાવે છે. પેષણીમાંના દાંત ખોરાકના કણોનો બારીક ભૂકો કરવામાં મદદ કરે છે.
(b) માલ્પિજીયન નલિકાઓ : હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગપદાર્થોનાં નિકાલમાં સહાય કરે છે.
(e) વંદાનું પશ્ચાત્રઃ વંદાનું પક્ષાંત્ર એ શેષાંત્ર, કોલોન અને મળાશયમાં ભિન્નન પામેલું છે. મળાશય મળદ્વાર વડે બહારની તરફ ખૂલે છે.
(d) રૂધિરગુહા : વંદાની શરીરગુહા મહાકોટરોમાં વિભાજિત છે. તેમાં રૂધિરગુહામાં અંતઃસ્થ અંગો તરતા હોય છે.
પ્રશ્ન 15.
વંદાની આંખની રચનાની વિશિષ્ટતા જણાવો. સંધિપાદમાં જોવા મળતી સંયુક્ત આંખ વિશે ચર્ચા કરો અને તેમની રચનાકીય લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
વંદાની આંખો મોટી, સ્થિર, જોડમાં, વાલાકારની અને શીર્ષની બંને બાજુએ આવેલી છે. તેઓ સંયુક્ત આંખો સ્વરૂપે હોય છે. દરેક સંયુક્ત આંખો મોટી સંખ્યામાં જોવા મળતા એકમોને રેત્રિકા કહે છે.
- દરેક રેત્રિકા એ ડાયોપ્ટેરિક ભાગ અને રેટિક્યુલર (સંવેદનાગ્રાહી) ભાગથી બનેલો છે.
- તે વસ્તુના ભાગની છબી સ્વતંત્ર રીતે ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે.
- આથી વસ્તુની છબી ઘણા બધા ભાગોમાં જોવા મળે છે. આથી તેને મોઝેઈક પ્રતિબિંબ કહે છે. નેત્રિકાની અંદર તરફ સૂક્ષ્મ ચેતાતંતુ ઉત્પન્ન થાય છે, જે તંતુઓ ભેગા મળીને એક દૃષ્ટિએતાની રચના બનાવે છે, જે મગજ સાથે જોડાયેલ હોય છે.
પ્રશ્ન 16.
દેડકો અસમતાપી છે, તે નિષ્ક્રિય અવસ્થા દર્શાવે છે અને શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રામાં જાય છે, આ બધું તેને કેવી રીતે મદદરૂપ થાયછે ?
ઉત્તર:
દેડકો અસમતાપી (શીત રૂધિરવાળા) પ્રાણી છે. એટલે કે વાતાવરણના તાપમાન પ્રમાણે શરીરનું તાપમાન જાળવે છે.
- બહુ નીચા તાપમાને ટકી રહેવા માટે તે શીતનિંદ્રા (શીત સમાધિ) અને ઊંચા તાપમાને ગ્રીષ્મનિંદ્રા (ગ્રીષ્મ સમાધિ) માણે છે. આ સમયગાળામાં તે ખૂબ ઓછી શારીરિક ક્રિયાઓ કરી નિષ્ક્રિય જીવન ગુજરે છે.
- દેડકો પોતાની આસપાસની સ્થિતિ અને હવામાનની સ્થિતિને આધારે તેના શરીરનો રંગપરિવર્તન કરે છે અને શિકારીથી છટકી જવા માટે અને જીવન ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 17.
કૉલમ – I માં આપેલી રચનાને આધારે કૉલમ-II માં કાર્યો જણાવો.
કૉલમ – I | કૉલમ – II |
(A) પારદર્શક પોપચું | ………………… |
(B) કર્ણપલ્લવ | …………………. |
(C) મૈથુનગાદી | ………………….. |
ઉત્તર:
પ્રશ્ન 18.
કૉલમ – I માં જણાવેલ કાર્યોના આધારે કૉલમ – II માં પેશીનું નામ જણાવો.
કૉલમ – I | કૉલમ – II |
(A) સ્ત્રાવ અને શોષણ | ……………….. |
(B) રક્ષણાત્મક આવરણ | ………………. |
(C) આધાર અને જોડાણ કરવાનું | ……………….. |
ઉત્તર:
પ્રશ્ન 19.
શરીરની ખોટી અને સાચી સમખંડતા યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
સમખંડતા : પ્રાણી શરીરની સમગ્ર લંબાઈને અનુલક્ષીને શરીરના ભાગોનું ક્રમશઃ પુનરાવર્તન જોવા મળે છે. પ્રાણીનું શરીર સાચાં કે આભાસી ખંડોમાં વિભાજિત હોય છે.
- સાચું વિભાજન (વિભાજિત) : તે નૂપુરક, સંધિપાદ અને કેટલાક પૃષ્ઠવંશીમાં જોવા મળે છે. આમાં ક્રમશઃ શરીરના દરેક અંગો પુનરાવર્તન થાય છે. દરેક પુનરાવર્તન એકમને ખંડન કહે છે.
- અળસિયામાં દરેક ખંડ સમાન જોવા મળે છે, પરંતુ ક્રે-ફિશ કે કીટકમાં તેઓ જુદા જુદા શરીરના ભાગોમાં જુદા જુદા અંગ હોયછે.
- સમખંડતા એ વલયકૃતિમાં બાહ્ય અને આંતરિક રીતે જોવા મળે છે.
- આભાસી વિભાજન : આ ત્યારે જોવા મળે છે જ્યારે શરીર ઘણા આભાસી ખંડોમાં વિભાજિત થઈ એકબીજાથી અલગ જોવા મળે છે. દરેક ખંડ સ્વતંત્ર રીતે જીવંત ક્રિયાઓ કરે છે. અગ્ર બાજુએ નવા ખંડો ઉમેરાતા જાય છે. દા.ત., પટ્ટીકૃમિ.
પ્રશ્ન 20.
હૃદયમાં જોવા મળતી પેશીની વિશિષ્ટતા શું છે ?
ઉત્તર:
હૃદયમાં જોવા મળતી વિશિષ્ટ પેશી હૃદપેશી છે, જે નીચેની લાક્ષણિકતા ધરાવે છે.
- હૃદસ્નાયુ પેશી કેન્દ્રસ્થ ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત કે તે પ્રાણીની ક્રિયાશક્તિ મુજબ નિયંત્રિત નથી.
- તેઓ કદાપિ થાકી જતા નથી અને તાલબદ્ધતા દર્શાવે છે.
- તેઓ પુષ્કળ રૂધિરપુરવઠો ધરાવે છે.
- તે શરીરથી સંપૂર્ણ અલગ કર્યા બાદ પણ સંકોચન યોગ્ય રીતે દર્શાવે છે. તેઓ માયોજેનિક છે.
દીર્ઘજવાબી પ્રશ્નો (LQ)
પ્રશ્ન 1.
કોષની વિવિધતાને આધારે અધિચ્છદ પેશીને વર્ગીકૃત કરો અને વર્ણવો.
ઉત્તર:
નીચે દર્શાવેલ ચાર્ટમાં અધિચ્છદ પેશીની રચના, સ્થાન અને કાર્ય ટૂંકમાં દર્શાવે છે.
પ્રશ્ન 2.
સંયોજક પેશીના સામાન્ય લક્ષણો લખો. બંધારણ અને કાર્યને આધારે અસ્થિ અને કાસ્થિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
સંયોજક પેશીના સામાન્ય લક્ષણો : નીચે મુજબ છે.
- સંયોજક પેશી મોટેભાગે આધાર તરીકે અને વિસ્તૃત રીતે શરીરમાં ફેલાયેલ જોવા મળે છે. પ્રાણીમાં તે પેશી અને અંગોને એકબીજા સાથે જોડવા અને શરીરના વિવિધ ભાગોને આધાર આપે છે.
- સંયોજક પેશી ગર્ભના મધ્યગર્ભસ્તરમાંથી વિકાસ પામે છે.
- સંયોજક પેશીના મુખ્ય ત્રણ ઘટકો જોવા મળે છે. આધારક, કોષો અને તંતુઓ.
- કોષબાહ્યક આધારક : ગ્લાયકોપ્રોટીનની સાથે જોડાયેલ મોનોપોલિસેકેરાઇડના બનેલ સમરસ ઘટકથી બનેલ કોષ બાહ્ય આધારક છે. આ આધારક પ્રવાહી, જેલી જેવું કે ઘન હોય છે.
- પેશી પુનઃનિર્માણની શક્તિ ધરાવે છે.
- સંયોજક પેશી શક્તિનો સંગ્રહ, અંગોનું રક્ષણ અને શરીરનું માળખું જાળવી રાખવાનું કાર્ય કરે છે.
પ્રશ્ન 3.
અળસિયામાં મૈથુનક્રિયા દરમ્યાન જનનકોષોના આપ-લેની ક્રિયા વિશે સમજૂતી આપો. અળસિયામાં પ્રજનનની દેહધાર્મિક ક્રિયા વર્ણવો.
ઉત્તર:
અળસિયામાં મૈથુનક્રિયા એ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. અળસિયું ઉભયલિંગી પ્રાણી છે. અળસિયામાં ચોમાસાની ઋતુમાં અને શુક્રકોષોના પરિપક્વની સાથે મૈથુનક્રિયા દ્વારા પ્રજનન થાય છે.
જનનકોષોની આપ-લે અને મૈથુનક્રિયા દરમ્યાન થતી પ્રજનનની દેહધાર્મિક ક્રિયા નીચે મુજબ વર્ણવી શકાય.
- અળસિયું પ્રોટેન્ડર પ્રાણી છે. (એટલે કે શુક્રકોષનું પરિપક્વન અંડકોષ કરતાં વહેલું થાય છે.)
- પરફલનની ક્રિયા અળસિયામાં મૈથુનક્રિયા દ્વારા થાય છે.
- મૈથુનક્રિયા દરમ્યાન બે અળસિયા વચ્ચે શુક્રકોષોની આપ-લે થાય છે.
- તેમના જનનછિદ્રો એકબીજાના સંપર્કમાં આવીને પોતાના શુક્રકોષોના સમૂહની આપ-લે થાય છે.
- પ્રક્રિયા દરમ્યાન એકબીજાના નરજનનછિદ્રો ઉપસીને પિટીકા નામના ટૂંકા પ્રવધે બનાવે છે, જે જનનછિદ્રને ખુલ્લા રાખે છે.
- ત્યારબાદ આ જોડાયેલા અળસિયાઓ ધીમે ધીમે એકબીજાની વિરુદ્ધ એટલે કે પોતપોતાની પશ્વ બાજુએ સરકવા માંડે છે, જેને પરિણામે બાકીનાં શુક્રસંગ્રહાશયોમાં શુક્રકોષોનો ત્યાગ થતો રહે છે.
- આ પ્રમાણે શુક્રસંગ્રહાશયોમાં શુક્રકોષો અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ સંગ્રહિત થાય છે, જે શુક્રકોષો પોષણ આપતું દ્રવ્ય છે.
- શુક્રકોષ અને અંડકોષ મુકુન (અંડઘર)માં દાખલ થાય છે, કે જેનો સ્ત્રાવ વલયિકાના ગ્રંથિકોષો દ્વારા થાય છે.
- આથી ફલન એ બાહ્ય ફલન અને પરફલન થાય છે.
પ્રશ્ન 4.
વંદાનું પાચનતંત્ર આકૃતિસહ વર્ણવો.
ઉત્તર:
* વંદાનું પાચનતંત્ર :
- અન્નમાર્ગ : દેહગુહામાં અન્નમાર્ગ ત્રણ ભાગો અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પક્ષાંત્રમાં વહેંચાયેલો હોય છે.
- કંઠનળી : મુખ એક નાની નલિકાકાર કંઠનળીમાં ખૂલે છે.
- અન્નનળી : અન્નનળી કંઠનળીને અનુસરીને આવેલ સાંકડી નલિકામય રચના છે.
- અન્નસંગ્રહાલય :
- અન્નનળી એક કોથળી જેવી રચનામાં ખૂલે છે, જેને અન્નસંગ્રહાશય કહે છે.
- તે ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે.
- પેષણી :
- અન્નસંગ્રહાશય આગળ પૈષણીમાં ખૂલે છે.
- તેમાં બાહ્યપટલ જાડું, વર્તુળાકાર સ્નાયુનું બનેલ હોય છે.
- તેમાં અંદરનું પટલ જાડું ક્યુટિકલયુક્ત હોય છે, જે 6 કાઇટિનની તક્તીઓ બનાવે છે, જેને દાંત કહે છે.
- એષણીમાંના દાંત ખોરાકના કણોનો બારીક ભૂકો કરવામાં મદદ કરે છે.
- સંપૂર્ણ અગ્રાંત્ર અંદરની બાજુએ ક્યુટિકલથી આવૃત્ત હોય છે.
- અંધાત્રો :
- અઝાંત્ર અને મધ્યાંત્રના જોડાણના સ્થાને આંગળીઓ જેવી સરખી 6 થી 8 અંધનલિકાઓ આવેલી હોય છે, જેને યકૃતીય અથવા જઠરીય અંધાત્રો કહે છે.
- તે પાચકરસનો સ્ત્રાવ કરે છે.
- માલ્પિધિયન નલિકાઓ :
- મધ્યાંત્ર અને પક્ષાંત્રના જોડાણ સ્થાને લગભગ 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળી તાંતણા જેવી માલ્પિધિયન નલિકાઓ આવેલી હોય છે.
- તે હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થોના નિકાલમાં સહાય કરે છે.
- પશ્ચાત્ર :
- પશ્ચાત્ર મધ્યાંત્રથી સહેજ પહોળું હોય છે.
- તે શેષાંત્ર, કોલોન અને મળાશયમાં ભિન્નન પામેલું હોય છે.
- મળાશય મળદ્વાર વડે બહારની તરફ ખૂલે છે.
પ્રશ્ન 5.
સ્વચ્છ નામનિર્દેશિત આકૃતિ દોરો : નર દેડકાનું પ્રજનનતંત્ર.
ઉત્તર:
* નર પ્રજનનતંત્ર :
- દેડકામાં નર અને માદા પ્રજનનતંત્ર પૂર્ણ વિકસિત હોય છે.
- શુક્રપિંડ : નર પ્રજનનતંત્રમાં એક જોડ પીળાશ પડતા અંડાકાર શુક્રપિંડ હોય છે.
- શુક્રપિંડ બંધ : શુક્રપિંડ એ મૂત્રપિંડના ઉપરના ભાગમાં અધિવૃકકીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે, જેને શુક્રપિંડ બંધ કહે છે.
- શુક્રવાહિકા :
- શુક્રવાહિકાઓની સંખ્યા 10-12 હોય છે, જે શુક્રપિંડમાંથી નીકળીને પોતાની બાજુના મૂત્રપિંડમાં પ્રવેશે છે.
- તે બીડરની નલિકામાં ખૂલે છે.
- જે અંતમાં મૂત્રવાહિનીમાં ખૂલે છે.
- મૂત્રવાહિની : હવે મૂત્રવાહિનીને મૂત્રજનનવાહિની કહે છે. મૂત્રપિંડમાંથી બહાર નીકળીને અવસારણીમાં ખૂલે છે.
- અવસારણી : અવસારણી એક નાનું મધ્ય કોટર છે, જે ઉત્સર્ગ પદાર્થો, મૂત્ર તથા શુક્રકોષોને બહાર મોકલવાનું કાર્ય કરે છે.
* માદા પ્રજનનતંત્ર :
- માદા પ્રજનનઅંગોમાં એક જોડ અંડપિંડ મૂત્રપિંડની નજીક ગોઠવાયેલા હોય છે, પરંતુ તેનો ક્રિયાત્મક રીતે મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ હોતો નથી.
- અંડપડોમાંથી નીકળતી એક બ્રેડ એડવાહિની અવસારીમાં અલગ-અલગ ખૂલે છે.
- એક પરિપક્વ માદા એક સમયમાં 2,500 થી 3,000 અંડકોષો મૂકે છે.
- ફલન બાહ્ય ફેલન પ્રકારનું અને પાણીમાં થાય છે.
- ભૂલવિકાસ ડિમ્ન સ્વરૂપે થાય છે, જેને ટેડપોલ કહે છે.
- કૈડપોલ રૂપાંતરણની વિવિધ અવસ્થાઓમાંથી પસાર થઈને પુખ્ત દેડકામાં ફેરવાય છે.