Gujarat Board GSEB Solutions Class 10 Science Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ Textbook Questions and Answers, Intext Questions, Textbook Activities Pdf.
આનુવંશિકતા અને ઉર્વિકાસ Class 10 GSEB Solutions Science Chapter 9
GSEB Class 10 Science આનુવંશિકતા અને ઉર્વિકાસ Textbook Questions and Answers
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
મેન્ડલના એક પ્રયોગમાં ઊંચો વટાણાનો છોડ જેના પુષ્પ જાંબલી રંગના હતા. તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા, તેની સાથે કરાવવામાં આવ્યું. તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા, પરંતુ તેમાંથી અડધોઅડધ છોડ નીચા હતા. આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃછોડની આનુવંશિક રચના નીચેના પૈકી એક હતી.
(a) TTWW
(b) Ttww
(c) TUWW
(d) TIWw
ઉત્તરઃ
(c) TtWW
પ્રશ્ન 2.
સમજાત અંગો કે સમમૂલક અંગોનું ઉદાહરણ છે.
(a) આપણો હાથ અને કૂતરાનું અગ્રઉપાંગ
(b) આપણા દાંત અને હાથીના દાંત
(c) બટાટા અને ઘાસનું પ્રરોહ
(d) આપેલ તમામ
ઉત્તર:
(d) આપેલ તમામ
પ્રશ્ન 3.
ઉદ્રિકાશીય દષ્ટિકોણથી આપણી કોની સાથે વધારે સમાનતા છે?
(a) ચીનનો વિદ્યાર્થી
(b) ચિમ્પાન્ઝી
(c) કરોળિયો
(d) જીવાણુ
ઉત્તર:
(a) ચીનનો વિદ્યાર્થી
પ્રશ્ન 4.
એક અભ્યાસ પરથી જાણી શકાયું કે આછા રંગની આંખોવાળાં ? બાળકોના પિતૃ(માતા-પિતા)ની આંખો પણ આછા રંગની હોય છે. તેના આધારે શું આપણે કહી શકીએ કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે? તમારા જવાબની સમજૂતી આપો.
ઉત્તરઃ
ના. આપેલી માહિતી આધારે કહી શકાય નહીં કે, આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, કારણ કે આંખોના રંગના બે વૈકલ્પિક લક્ષણ આછા રંગ અને કાળા રંગ વચ્ચેના સંકરણના પરિણામ આ બાબત નક્કી કરવા માટે જરૂરી છે. જાણકારી માટે સામાન્ય રીતે વસતિમાં કાળા રંગની આંખોની સાપેક્ષે આંખોના આછા રંગનું લક્ષણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તે દર્શાવે છે કે, આછા રંગનું લક્ષણ પ્રચ્છન્ન છે.
પ્રશ્ન 5.
જૈવ-ઉદ્વિકાસ અને વર્ગીકરણના અભ્યાસક્ષેત્ર કઈ રીતે પરસ્પર સંબંધિત છે?
ઉત્તરઃ
જાતિઓના જૈવ-ઉદ્વિકાસનો ક્રમ તેમનાં લક્ષણોને આધારે સમૂહ બનાવીને નક્કી કરી શકાય છે.
સજીવોને તેમની સમાનતાઓને આધારે સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જો બે જાતિઓ વચ્ચે વધુ લક્ષણો સામાન્ય હોય, તો તેઓ વધુ નજીક સંકળાયેલી છે અને નજીકના ભૂતકાળમાં સામાન્ય પૂર્વજમાંથી તેમનો ઉદ્વિકાસ થયો છે.
આમ, નજીકના સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના નાના સમૂહ, પછી દૂરના પૂર્વજ ધરાવતા મોટા સમૂહ તૈયાર કરવામાં આવે, તો જેવ-ઉદ્વિકાસ અને વર્ગીકરણ અભ્યાસ-ક્ષેત્રને પરસ્પર સાંકળી શકાય છે.
પ્રશ્ન 6.
સમજાત અને સમરૂપ અંગો ઉદાહરણ આપી સમજાવો. અથવા સમજાવો સમમૂલક અંગો અને કાર્યસદશ અંગો અને બંનેના એક-એક ઉદાહરણ આપો. (March 20)
ઉત્તર:
સમજાત અંગો (સમમૂલક અંગો) ઉત્પત્તિ તેમજ સંરચનાની દષ્ટિએ એકસમાન, પરંતુ કાર્યની દષ્ટિએ ભિન્ન હોય તેવાં અંગોને સમજાત અંગો (સમમૂલક અંગો) કહે છે. ઉદાહરણઃ દેડકા, ગરોળી, પક્ષી અને મનુષ્યનાં ઉપાંગો સમરૂપ અંગો (કાર્યસદશ અંગો) સરખો દેખાવ અને સમાન કાર્ય કરતાં, પરંતુ પાયાની સંરચના અને ઉત્પત્તિની દષ્ટિએ તદ્દન જુદાં હોય તેવાં અંગોને સમરૂપ અંગો (કાર્યસદશ અંગો) કહે છે.
ઉદાહરણ: ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ
પ્રશ્ન 7.
કૂતરાની ચામડીના પ્રભાવી રંગને જાણવા માટેના હેતુથી એક પ્રોજેક્ટ તૈયાર કરો.
ઉત્તરઃ
આથી કૂતરામાં કાળો રંગ ધરાવતી રુવાંટી પ્રભાવી લક્ષણ છે.
જો F1 પેઢીમાં બધી સંતતિમાં સફેદ રંગની રુવાંટી જોવા મળે, તો કૂતરામાં સફેદ રંગ ધરાવતી રુવાંટી પ્રભાવી લક્ષણ ગણાય.].
પ્રશ્ન 8.
ઉદ્રિકાશીય સંબંધ સ્થાપિત કરવા માટે જીવાશ્મ કે અશ્મીનું શું મહત્ત્વ છે?
ઉત્તરઃ
ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતાં વનસ્પતિ અને પ્રાણીઓનાં મૃતશરીરનાં અંગો કે તેમની છાપ અશ્મી છે.
અશ્મીઓ ઉદ્વિકાસના સીધા પુરાવા છે. પૃથ્વીની સપાટીની નજીક મળી આવતા અશ્મીઓ ઊંડા સ્તરમાં મળી આવેલા અશ્મીઓની તુલનામાં તાજેતરના છે. અશ્મીઓના અભ્યાસ પરથી પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચે ઉદ્વિકાશીય સંબંધ શોધી શકાય છે.
અશ્મીઓ પ્રાચીન સજીવોની તેમજ તે સમયગાળાની પણ માહિતી આપે છે.
પ્રશ્ન 9.
કયા પુરાવાને આધારે આપણે કહી શકીએ છીએ કે જીવની , ઉત્પત્તિ અજૈવિક પદાર્થોમાંથી થઈ છે?
ઉત્તર:
સ્ટેનલી એલ. મિલર અને હેરાલ્ડ સી. ઉરે : 1953માં તેમણે એક પ્રયોગમાં આદિ પૃથ્વીના વાતાવરણ જેવું સમાન વાતાવરણ કૃત્રિમ રીતે નિર્માણ કર્યું.
તેમાં તેમણે એમોનિયા, મિથેન, હાઇડ્રોજન અને પાણીની વરાળ વગેરે અણુઓ | સંયોજનો લીધા, પરંતુ ઑક્સિજનની ગેરહાજરી રાખી. આ મિશ્રણને 100 °Cથી થોડા ઓછા તાપમાને રાખ્યું અને આ વાયુ મિશ્રણમાં વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા. એક અઠવાડિયા પછી, 15 % કાર્બન સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત થયા. તેમાં પ્રોટીન અણુઓનું નિર્માણ કરતા એમિનો ઍસિડ પણ હતા.
(નોંધઃ પાઠ્યપુસ્તકમાં આ પ્રયોગની સમજૂતીમાં હાઇડ્રોજન સલ્ફાઇડના અણુનો ઉલ્લેખ છે. જે યોગ્ય નથી.)
પ્રશ્ન 10.
“અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે.” સમજાવો. આ લિંગી પ્રજનન કરનારા સજીવોના ઉદ્રિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે?
ઉત્તરઃ
- અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વઅસ્તિત્વ ધરાવતા બે પિતૃના DNAની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે.
- જનનકોષોના નિર્માણમાં અર્ધસૂત્રીભાજન દરમિયાન જનીનોનાં નવાં સંયોજનો રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે.
જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે. આથી લિંગી.
પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે અને ઉદ્વિકાસને પ્રેરે છે.
પ્રશ્ન 11.
સંતતિ કે બાળપેઢીમાં નર અને માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનમાં સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે?
ઉત્તરઃ
નર અને માદા પિતૃઓ અનુક્રમે નર જનનકોષો (શુક્રકોષો) અને માદા જનનકોષો (અંડકોષો) ઉત્પન્ન કરે છે. તેમાં બિનપ્રજનનકોષો વાનસ્પતિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અને DNAની માત્રા અડધી હોય છે.
બંને પિતૃ નર અને માદાના આ શુક્રકોષ અને અંડકોષ સંમિલન પામી યુગ્મનજ (ફલિતાંડ) બનાવે છે. ફલિતાંડ નવી સંતતિનો પ્રથમ કોષ છે. આ બાબત સુનિશ્ચિત કરે છે કે ફલિતાંડમાંથી વિકાસ પામતી સંતતિમાં નર અને મારા પિતૃની આનુવંશિક (જનીનિક) ભાગીદારી સરખી છે.
પ્રશ્ન 12.
માત્ર તે ભિન્નતાઓ જે કોઈ એકલ સજીવના માટે ઉપયોગી હોય છે, વસતિમાં પોતાના અસ્તિત્વને જાળવી રાખે છે. શું તમે આ વિધાન સાથે સંમત છો? શા માટે અથવા શા માટે નહિ?
ઉત્તર:
હા. હું આ વિધાન સાથે સંમત છું, કારણ કે સજીવમાં આનુવંશિક (જનીનિક) ભિન્નતા તેને અનુકૂલન સાધવામાં અને જીવિતતા માટે ઉપયોગી નીવડી શકે. આ ઉપરાંત, ઉપયોગી ભિન્નતા ધરાવતા સજીવ પ્રજનન દ્વારા વધુ સંતતિ ઉત્પન્ન કરે અને આ જનીનિક ભિન્નતા વસતિમાં અસ્તિત્વ જાળવી રાખવા મદદરૂપ બને.
GSEB Class 10 Science આનુવંશિકતા અને ઉર્વિકાસ Intext Questions and Answers
Intext પ્રજ્ઞોત્તર (પા.પુ. પાના નં. 143)
પ્રશ્ન 1.
જો એક “લક્ષણ A’ અલિંગી પ્રજનનવાળી વસતિમાં 10 % સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ ’ તેની વસતિમાં 60 % સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે?
ઉત્તર:
અલિંગી પ્રજનન કરતી વસતિમાં લક્ષણ B ધરાવતી વસતિ 60 % છે. તેથી લક્ષણ B, લક્ષણ A કરતાં પહેલાં ઉત્પન્ન થયું હશે.
કારણ કે, અલિંગી પ્રજનન કરતી વસતિઓમાં DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. તેથી લક્ષણ A’ અલિંગી પ્રજનનવાળી વસતિમાં પછીથી ઉત્પન્ન થયું હશે.
પ્રશ્ન 2.
ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે?
ઉત્તર:
જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે.
- ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે.
- લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણનાં પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે.
- લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાનો વધારો કરે છે.
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 147)
પ્રશ્ન 1.
મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય છે?
ઉત્તર:
મેન્ડલે શુદ્ધ ઊંચા (ST) અને શુદ્ધ નીચા (tt) છોડ વચ્ચે પરંપરાગનયન સંકરણ પ્રયોગ યોજ્યો અને F પેઢીમાં બધા ઊંચા (Tt) છોડ મેળવ્યા.
આ દર્શાવે છે કે, T જનીનની એક જ નકલ છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે. તે પરથી કહી શકાય કે એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપની હાજરીમાં વ્યક્ત થાય છે. આ પ્રભાવી લક્ષણ છે અને તેની હાજરીમાં વ્યક્ત ન થતું વૈકલ્પિક લક્ષણ પ્રચ્છન્ન છે.
પ્રશ્ન 2.
મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે?
ઉત્તર:
મેન્ડલે વટાણાના છોડ પર ક્રિસંકરણ પ્રયોગ કર્યો.
ગોળ બીજ ધરાવતા ઊંચા છોડ સાથે ખરબચડાં બીજ ધરાવતા નીચા છોડનું સંકરણ કરાવતાં F1 પેઢીમાં બધા છોડ ગોળ બીજ ધરાવતા ઊંચા જોવા મળ્યા. F1 સંતતિમાં સ્વપરાગનયન કરાવતાં F2 પેઢી મળી. F2 પેઢીમાં પિતૃ-સંયોજન સાથે નવા સંયોજન ધરાવતા છોડ મળ્યા. કેટલાંક ગોળ બીજ ધરાવતા નીચા છોડ અને કેટલાંક ખરબચડાં બીજ ધરાવતા ઊંચા છોડ મળ્યા.
તેઓ અર્થ બીજનો આકાર અને છોડની ઊંચાઈ આ બે લક્ષણોનું નિયમન કરતા કારકો (જનીનો) પુનઃસંયોજન પામી F2 પેઢીમાં નવાં સંયોજનો રચે છે. આથી ગોળાકાર / ખરબચડાં બીજ અને ઊંચા નીચા છોડનાં લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે.
પ્રશ્ન 3.
એક પુરુષનું રુધિરજૂથ A છે. તે એક સ્ત્રી કે જેનું રુધિરજૂથ O છે, તેની સાથે લગ્ન કરે છે. તેમની પુત્રીનું રુધિરજૂથ O છે. શું આ વિધાન પર્યાપ્ત છે કે જો તમને કહેવામાં આવે કે કયા વિકલ્પ રુધિરજૂથે A અથવા O પ્રભાવી લક્ષણ માટે છે? તમારા જવાબનું સ્પષ્ટીકરણ આપો.
ઉત્તર:
ના, આપેલી માહિતી એ કહેવા માટે પર્યાપ્ત નથી કે. A અથવા O રુધિરજૂથ પ્રભાવી છે.
કારણ કે, રુધિરજૂથનું લક્ષણ જનીન વડે નિયંત્રિત છે અને પિતૃમાંથી આનુવંશિક થાય છે.
પુત્રીમાં રુધિરજૂથ છે અને તે માટેના જનીનની બે નકલો પૈકી એક પિતામાંથી અને બીજી માતામાંથી આનુવંશિક થાય છે.
પ્રશ્ન 4.
માનવના બાળકનું લિંગનિશ્ચયન કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
માનવના બાળકનું લિંગનિશ્ચયન તેના પિતા પાસેથી કર્યું $ લિંગી રંગસૂત્ર આનુવંશિક થાય છે, તેના દ્વારા થાય છે.
પિતા પાસે લિંગી રંગસૂત્રો XY હોય છે. લિંગી રંગસૂત્ર આધારે ૨ બે પ્રકારના જનનકોષો (શુક્રકોષો) ઉત્પન્ન થાય છે. 50 % શુક્રકોષો 3 X-રંગસૂત્ર ધરાવતા અને 50 % શુક્રકોષો રંગસૂત્રો ધરાવતા હોય છે.
જ્યારે X-રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે ત્યારે 2 છોકરી જન્મે અને જ્યારે Y-રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન 5 કરે ત્યારે છોકરો જન્મે.
Intext પ્રશ્નોત્તર (પા.પ. પાના નં. 150)
પ્રશ્ન 1.
તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા, વસતિમાં વધારો કરી શકે છે?
ઉત્તર:
વિશેષ લક્ષણવાળા સજીવોની સંખ્યાનો વસતિમાં વધારો નીચેની રીતે થાય છે :
(1) પ્રાકૃતિક પસંદગી – ઉત્તરજીવિતતાના લાભ સાથે ઉદ્વિકાસની દિશા સૂચવે.
(2) આનુવંશિક વિચલન – કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન થાય અથવા દુર્ઘટનાવશ જનીન આવૃત્તિમાં ફેરફાર થાય.
પ્રશ્ન 2.
એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી. કેમ?
ઉત્તર:
એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી, કારણ કે બિનપ્રજનનીય | દૈહિક પેશીમાં થતા ફેરફાર જનનકોષોના DNAમાં દાખલ થતા નથી અને તેથી સંતતિમાં વારસાગમન પામતો નથી.
પ્રશ્ન 3.
વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દષ્ટિકોણથી શા માટે ચિંતાનો વિષય છે?
ઉત્તર:
વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય છે, કારણ કે જો તેઓ લુપ્ત થઈ જાય તો આ જાતિના જનીનો કાયમી ગુમાવી દેવાશે. ભવિષ્યમાં આ જાતિને પુનઃજીવિત કરવાની કોઈ શક્યતા રહેશે નહીં.
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 151)
પ્રશ્ન 1.
તે કયાં પરિબળો છે કે જે નવી જાતિના નિર્માણમાં મદદરૂપ થાય છે?
ઉત્તર:
નવી જાતિના નિર્માણમાં મદદરૂપ પરિબળો (1) જનીનપ્રવાહ, (2) આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી તથા (3) પ્રજનનીય અલગીકરણ.
પ્રશ્ન 2.
શું ભૌગોલિક પૃથક્કરણ સ્વપરાગિત જાતિઓની વનસ્પતિઓના જાતિનિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે છે? શા માટે અથવા શા માટે નહીં?
ઉત્તર:
ના, ભૌગોલિક પૃથક્કરણ સ્વપરાગિત જાતિઓની વનસ્પતિઓના જાતિનિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે નહીં, કારણ કે તેમાં એક જ પિતૃ સંકળાયેલો હોય છે. ભૌગોલિક પૃથક્કરણ પામેલી બે વસતિઓ વચ્ચે જનીનપ્રવાહ અટકી જાય છે.
પ્રશ્ન 3.
શું ભૌગોલિક પૃથક્કરણ અલિંગી પ્રજનનવાળા સજીવોમાં જાતિઓના નિર્માણનું મુખ્ય કારણ હોઈ શકે છે? શા માટે અથવા શા માટે નહીં?
ઉત્તરઃ
ના, ભૌગોલિક પૃથક્કરણ અલિંગી પ્રજનનવાળા સજીવોમાં જાતિનિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે નહીં, કારણ કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે અને સામાન્ય રીતે ભિન્નતા સર્જાતી નથી.
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં 156)
પ્રશ્ન 1.
બે જાતિઓના ઉદ્વિકાશીય સંબંધને નક્કી કરવા માટેની એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો.
ઉત્તર:
બે જાતિઓના ઉદ્રિકાશીય સંબંધને નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતી લાક્ષણિકતાનું ઉદાહરણ સમમૂલક અંગો છે.
ઉભયજીવી, સરીસૃપ, પક્ષી અને સસ્તનમાં ઉપાંગો વિવિધ કાર્ય કરવા માટે રૂપાંતરિત થવા છતાં ઉપાંગોની આધારભૂત સંરચના એકસમાન હોય છે.
પ્રશ્ન 2.
એક પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખને સમજાત અંગ કહી શકાય છે? કેમ અથવા કેમ નહીં?
ઉત્તર:
ના, તેમને સમજાત અંગ કહી શકાય નહીં, કારણ કે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખનું કાર્ય સમાન છે, પરંતુ બંનેની પાંખની રચના, તેમનું બંધારણ અને ઉત્પત્તિ સમાન નથી. તેથી તેમને સમજાત અંગ નહીં, પરંતુ સમરૂપ અંગ કહી શકાય.
પ્રશ્ન 3.
અશ્મી શું છે? તે જૈવ-ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે?
ઉત્તર:
ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતાં વનસ્પતિ અને પ્રાણીઓનાં મૃતશરીરનાં અંગો કે તેમની છાપ અશ્મી છે.
અશ્મીઓ ઉદ્વિકાસના સીધા પુરાવા છે. પૃથ્વીની સપાટીની નજીક મળી આવતા અશ્મીઓ ઊંડા સ્તરમાં મળી આવેલા અશ્મીઓની તુલનામાં તાજેતરના છે. અશ્મીઓના અભ્યાસ પરથી પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચે ઉદ્વિકાશીય સંબંધ શોધી શકાય છે.
અશ્મીઓ પ્રાચીન સજીવોની તેમજ તે સમયગાળાની પણ માહિતી આપે છે.
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 158)
પ્રશ્ન 1.
આકાર, કદ, રૂપ-રંગમાં ભિન્ન દેખાતા માનવો એક ? જ જાતિના સભ્ય છે. તેનું કારણ શું છે?
ઉત્તર:
બધા માનવો પર્યાવરણીય પરિબળો અને પ્રજનન દરમિયાન છે જનીનોનાં નવાં સંયોજનોને કારણે આકાર, કદ, રૂપ-રંગમાં એકબીજાથી ભિન્ન દેખાય છે. પરંતુ તે બધા હોમો સેપિયન્સ માનવજાતિના સભ્યો છે અને આફ્રિકામાં સામાન્ય પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. તેઓ પરસ્પર આંતરપ્રજનન દ્વારા પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. કે આ બાબત એક જ જાતિના સભ્ય માટે સૌથી અગત્યનો માપદંડ છે.
પ્રશ્ન 2.
ઉદ્વિકાસના આધારે શું તમે જણાવી શકો છો કે જીવાણુ, કરોળિયો, માછલી અને ચિમ્પાન્ઝીમાં કોનું શારીરિક બંધારણ ઉત્તમ } છે? તમારા ઉત્તરની સમજૂતી આપો. છે.
ઉત્તર:
ઉદ્વિકાસના આધારે ચિમ્પાન્ઝીનું શારીરિક બંધારણ ઉત્તમ છે, કારણ કે અન્ય ત્રણ સજીવોની સાપેક્ષે ચિમ્પાન્ઝીની શરીરરચના ને વધારે સુવિકસિત અને જટિલ કક્ષાની છે. તે પર્યાવરણ સાથે વધુ અનુકૂલિત છે.
GSEB Class 10 Science આનુવંશિકતા અને ઉર્વિકાસ Textbook Activities
પ્રવૃત્તિ 9.1 (પા.પુ. પાના નં 143)
કર્ણની બૂટના પ્રકારની અભિવ્યક્તિ આધારે આનુવંશિકતાનો સંભવિત નિયમ રજૂ કરવો.
પદ્ધતિઃ
- કર્ણપલ્લવ(Ear pinna)ના નીચેના ભાગને કાનની બૂટ કહે છે. તે જોડાયેલી અથવા મુક્ત હોય છે.
- તમારા વર્ગના દરેક વિદ્યાર્થીના કાનની બૂટનું અવલોકન કરો. વિદ્યાર્થીઓની સૂચિ તૈયાર કરી, જે-તે વિદ્યાર્થીનાં નામની સામે તમે કરેલું અવલોકન નોંધો.
- વર્ગના દરેક વિદ્યાર્થીના માતા-પિતાના પણ કાનની બૂટના લક્ષણની માહિતી મેળવી, તેની નોંધ કરો.
- કાનની બૂટના લક્ષણ માટે દરેક વિદ્યાર્થી અને તેના માતા-પિતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરો.
- ખાનામાં કાનની બૂટ મુક્ત હોય, તો F અને જોડાયેલી હોય, તો A લખો.
તમારી પાસે એકત્રિત થયેલી માહિતીને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્નો :
પ્રશ્ન 1.
તમારા વર્ગમાં કાનની બૂટની કઈ અભિવ્યક્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે?
ઉત્તર:
મારા વર્ગમાં કાનની મુક્ત બૂટની અભિવ્યક્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
પ્રશ્ન 2.
શું કાનની બૂટનું લક્ષણ આનુવંશિક છે?
ઉત્તર:
હા.
પ્રશ્ન 3.
તમે એકત્રિત કરેલી માહિતી પરથી કઈ અભિવ્યક્તિ પ્રભાવી છે અને કઈ અભિવ્યક્તિ પ્રચ્છન્ન છે તે જણાવો.
ઉત્તર:
કાનની મુક્ત બૂટ પ્રભાવી અને કાનની જોડાયેલી બૂટ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે.
પ્રશ્ન 4.
તમારા વર્ગના વિદ્યાર્થીઓમાં મુક્ત બૂટ અને જોડાયેલી બૂટના લક્ષણનું ટકાવારી પ્રમાણ નક્કી કરો.
ઉત્તર:
મારા વર્ગમાં કુલ 60 વિદ્યાર્થીઓ છે. તે પૈકી 51 વિદ્યાર્થીઓના કાનની બૂટ મુક્ત છે અને 9 વિદ્યાર્થીઓના કાનની બૂટ જોડાયેલી છે.
મુક્ત બૂટની ટકાવારી = \(\frac{51}{60}\) × 100 = 85 %
જોડાયેલી બૂટની ટકાવારી = \(\frac{9}{60}\) × 100 = 15 %
પ્રવૃત્તિ 9.2 (પા.પુ. પાના નં. 144)
કયા પ્રયોગ પરથી આપણે સુનિશ્ચિત કરી શકીએ કે 5, પેઢીમાં વાસ્તવમાં TT, Tt અને ttનું સંયોજન 1:2: 1 ગુણોત્તર પ્રમાણ પ્રાપ્ત થાય છે?
મેન્ડલનો એકરસંકરણ પરફલન પ્રયોગ :
ગુણોત્તર : TT Tt tt
1 : 2 : 1