GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

Gujarat Board GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ Textbook Questions and Answers, Intext Questions, Textbook Activities Pdf.

જૈવિક ક્રિયાઓ Class 10 GSEB Solutions Science Chapter 6

GSEB Class 10 Science જૈવિક ક્રિયાઓ Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
મનુષ્યમાં મૂત્રપિંડ એ …………………… સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. ?
(a) પોષણ
(b) શ્વસન
(c) ઉત્સર્જન
(d) પરિવહન
ઉત્તર:
(c) ઉત્સર્જન

પ્રશ્ન 2.
વનસ્પતિઓમાં જલવાહક …………………. માટે જવાબદાર છે.
(a) પાણીના વહન
(b) ખોરાકના વહન
(c) એમિનો ઍસિડના વહન
(d) ઑક્સિજનના વહન
ઉત્તર:
(a) પાણીના વહન

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 3.
સ્વયંપોષી માટે …………………. આવશ્યક છે.
(a) કાર્બન ડાયોક્સાઈડ તથા પાણી
(b) ક્લોરોફિલ
(c) સૂર્યનો પ્રકાશ
(d) આપેલ તમામ
ઉત્તરઃ
(d) આપેલ તમામ

પ્રશ્ન 4.
…………………….. માં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઈડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે.
(a) કોષરસ
(b) કણાભસૂત્રો
(c) હરિતકણ
(d) કોષકેન્દ્ર
ઉત્તરઃ
(b) કણાભસૂત્રો

પ્રશ્ન 5.
આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે?
ઉત્તરઃ
પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. આ ક્રિયાને તલોદીકરણ કહે છે.

સ્વાદુરસનો લાયપેઝ તૈલોદીત ચરબીનું પાચન કરે છે. અંતે આંત્રરસના લાયપેઝ વડે ચરબીનું ફૅટી ઍસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે.

આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે.

પ્રશ્ન 6.
ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શું છે?
ઉત્તરઃ
લાળરસમાં એમાયલેઝ (ટાયલિન) ઉત્સુચક હોય છે.

તે ખોરાકના સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે.
GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ 1

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 7.
સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નીપજો કઈ છે?
ઉત્તર:
સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઃ

  1. ક્લોરોફિલની હાજરી,
  2. પ્રકાશશક્તિનું શોષણ,
  3. પાણીના અણુનું વિઘટન અને
  4. કાર્બન ડાયૉક્સાઇડનું કાર્બોદિતમાં રિડકશન.

તેની નીપજો લૂકોઝ, કાર્બોદિત અને ઑક્સિજન.

પ્રશ્ન 8.
જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે? કેટલાક સજીવોનાં નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે. અથવા તફાવત આપો: જારક શ્વસન અને અજારક શ્વસન (March 20)
ઉત્તર:

જારક શ્વસન અનારક શ્વસન
1. આ ક્રિયામાં O2નો ઉપયોગ થાય છે. 1. આ ક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી.
2. આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે. 2. આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લૅક્ટિક ઍસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે.
3. આ ક્રિયામાં લૂકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે. તેથી ગ્યુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઊર્જા મુક્ત થાય છે. 3. આ ક્રિયામાં ગ્યુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે. તેથી ગ્યુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઊર્જા મુક્ત થાય છે.
4. આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં થાય છે, જ્યારે બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય છે. માત્ર કણાભસૂત્રમાં થતી ક્રિયામાં O2 નો ઉપયોગ થાય છે. 4. આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે. કણાભસૂત્રો તેમાં કોઈ ભાગ ભજવતા ન હોવાથી O2નો વપરાશ નથી.

અનારક શ્વસન કરતાં સજીવોનાં નામ : યીસ્ટ અને અન્ય કેટલીક ફૂગ, કેટલાક બૅક્ટરિયા અને અંતઃપરોપજીવીઓ.

પ્રશ્ન 9.
વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે?
ઉત્તર:
ફેફસાંમાં શ્વાસવાહિકાઓના અંત ભાગે વાયુકોષ્ઠો આવેલા છે. તેઓ ફુગ્ગા જેવી રચના ધરાવે છે. તેમની પાતળી દીવાલ પર રુધિરકેશિકાની વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 10.
આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઊણપને પરિણામે શું થઈ શકે છે?
ઉત્તર:
આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઊણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ (એનીમિયા) કહે છે.

તેના પરિણામે, આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ, થાક, કંટાળો વગેરે જોવા મળે છે.

પ્રશ્ન 11.
મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો. તે શા માટે જરૂરી છે?
ઉત્તર:
મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે. તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે.

[વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઑક્સિજનવિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ફેફસાંમાં લઈ જવામાં આવે છે. ફેફસાંમાંથી ઑક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે.]

મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઑક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે.

પ્રશ્ન 12.
જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે?
ઉત્તર:

જલવાહક અન્નવાહક
1. પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન થાય છે. 1. મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતરણ થાય છે.
2. તેમાં વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણબળ મુખ્ય પ્રેરક બળ છે. 2. તેમાં સ્થળાંતરણ માટે આસૃતિ દબાણ જવાબદાર છે.
3. તેમાં દ્રવ્યોના વહન માટે સામાન્ય રીતે ATPનો ઉપયોગ થતો નથી. 3. તેમાં સ્થળાંતરણ માટે ATPનો ઉપયોગ થાય છે.
4. જલવાહિની અને જલવાહિનિકી વહનમાં સંકળાયેલા છે. 4. ચાલનીનલિકા અને સાથીકોષો સ્થળાંતરણમાં સંકળાયેલા છે.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 13.
ફેફસાંમાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડનલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો.
ઉત્તર:

વાયુકોષ્ઠો મૂત્રપિંડનલિકા
1. તે ફેફસાંની રચનાનો કાર્યાત્મક એકમ છે. 1. તે મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે.
2. તે શ્વાસવાહિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે. 2. તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે તેના અગ્રભાગે બાઉમૅનની કોથળી હોય છે.
3. તે શ્વસન વાયુઓની આપ-લે માટેની સપાટી પૂરી પાડે છે. 3. તે રુધિરનું ગાળણ કરી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે.
4. તેની દીવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. 4. તેના બાઉમૅનની કોથળી ભાગે રુધિરકેશિકાગુચ્છ અને નલિકામય ભાગે રુધિરકેશિકાજાળ હોય છે.

GSEB Class 10 Science જૈવિક ક્રિયાઓ Intext Questions and Answers

Intext પ્રક્નોત્તર (પા.પુ. પાના નં. 95)

પ્રશ્ન 1.
શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની : જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે?
ઉત્તર:
આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં બધા કોષો આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. શરીરરચના વધુ જટિલ તેમજ શરીરનું કદ મોટું છે. આથી સાદા પ્રસરણ દ્વારા બધા કોષોને જરૂરિયાતનો ઑક્સિજન મોકલી શકાય નહીં. એક ગણતરી મુજબ આપણાં ફેફસાંમાંથી ઑક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પ્રસરણ દ્વારા પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે.
આથી આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઑક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે.

પ્રશ્ન 2.
કોઈ વસ્તુ જીવંત છે, તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું?
ઉત્તરઃ
કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે હલનચલન, વૃદ્ધિ, શ્વાસોચ્છવાસ, કોષરચના વગેરે માપદંડનો આપણે ઉપયોગ કરીશું.

પ્રશ્ન 3.
કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:

બાહ્ય કાચી સામગ્રીઓ

ઉપયોગ

1. CO2, H2O વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણમાં
2. કાર્બન આધારિત ખાદ્ય સ્રોત, O2 જારક સજીવો દ્વારા શ્વસનમાં

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 4.
જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો?
ઉત્તર:
જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ : પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, વૃદ્ધિ, આવીય ગતિ વગેરે.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 101)

પ્રશ્ન 1.
સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે?
ઉત્તર:

આ સ્વયંપોષી પોષણ

વિષમપોષી પોષણ

1. તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુંમાં જોવા મળે છે. 1. તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે.
2. આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2Oનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે. 2. આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે.
3. આ પોષણ માટે પ્રકાશ-સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે. 3. આ પોષણ માટે ખોરાકની પાચનક્રિયા અગત્યની છે.

 

પ્રશ્ન 2.
પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે?
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી :

  1. CO2:વનસ્પતિઓ તે વાતાવરણમાંથી પ્રાપ્ત કરે.
  2. H2O: વનસ્પતિના મૂળ ભૂમિમાંથી શોષણ કરે.
  3. ઊર્જા : વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરે.

પ્રશ્ન 3.
આપણા જઠરમાં ઍસિડની ભૂમિકા શું છે?
અથવા
આપણા જઠરમાં ઍસિડના કાર્ય શું છે?
ઉત્તર:
જઠરમાં ઍસિડની ભૂમિકા અથવા કાર્યઃ

  1. ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બૅક્ટરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે.
  2. જઠરમાં ઍસિડિક માધ્યમ જાળવે છે.
  3. પેપ્સિન ઉભેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
  4. અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે.

પ્રશ્ન 4.
પાચક ઉન્સેચકોનું કાર્ય શું છે?
ઉત્તર:
પાચક ઉભેચકો ખોરાકના જટિલ ઘટકો(કાર્બોદિત, લિપિડ, પ્રોટીન)નું સાદા, દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં વિઘટન પાચન કરે છે.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 5.
પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા(એટલે કે શેષાંત્ર)માં કેવી રચનાઓ આવેલી છે?
ઉત્તર:
નાનું આંતરડું લાંબી નલિકામય રચના છે. તેના અંદરના અસ્તરમાં આંગળીમય પ્રવર્ધા જેવા રસાંકુરો આવેલા છે. તે રુધિરવાહિનીયુક્ત અને અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.

Intext પ્રશ્નોત્તર (પા.પુ, પાના નં. 105)

પ્રશ્ન 1.
શ્વસન માટે ઑક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે?
ઉત્તર:
હવામાં રહેલા ઑક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી સ્થળચર પ્રાણીઓ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસદર નીચો | ધીમો રાખીને પોતાની ઑક્સિજન જરૂરિયાત સંતોષી શકે છે.

પ્રશ્ન 2.
ભિન્ન સજીવોમાં ગ્યુકોઝના ઑક્સિડેશનથી ઊર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયા છે?
ઉત્તરઃ
ગ્યુકોઝના ઑક્સિડેશનથી ભિન્ન સજીવોમાં ઊર્જા પ્રાપ્ત કરવાના મુખ્ય ત્રણ પરિપથો છે.
GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ 7

પ્રશ્ન 3.
મનુષ્યોમાં ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું પરિવહન કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
મનુષ્યમાં શ્વસનરંજક દ્રવ્ય હીમોગ્લોબિન ઑક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. તેથી ઑક્સિજનનું પરિવહન હીમોગ્લોબિન દ્વારા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે. તેથી મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 4.
વાતવિનિમય માટે માનવનાં ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ છે?
ઉત્તર:
વાતવિનિમય માટે માનવ-ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટેની રચનાઓ વાયુકોષ્ઠ અને તેની ફરતે રુધિરકેશિકાઓ છે.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 110)

પ્રશ્ન 1.
માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રના ઘટકો ક્યા છે? આ ઘટકોનાં કાર્ય શું છે?
ઉત્તર:

માનવમાં પરિવહનતંત્રના ઘટકો

કાર્ય

1. રુધિર

  1. રુધિરરસ
  2. રક્તકણ (રાતા રુધિરકોષો)
  3. શ્વેતકણ (શ્વેત રુધિરકોષો)
  4. ત્રાકકણ
 

  1. વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, CO2 ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન
  2. O2નું વહન
  3. રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા
  4. ઈજાસ્થાને રુધિર ગંઠાઈ જવાની ક્રિયા
2. હૃદય 2. રૂધિરના પંપ તરીકે કાર્ય કરે.
3. રુધિરવાહિનીઓ

  1. ધમનીઓ
  2. શિરાઓ
  3. રુધિરકેશિકાઓ
 

  1. હૃદયથી અંગો તરફ રુધિરનું વહન
  2. વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન
  3. રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે
4. લસિકા 4. નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતરકોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે

પ્રશ્ન 2.
સસ્તન અને પક્ષીઓમાં ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે?
ઉત્તર:
સસ્તન અને પક્ષીઓમાં ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે, કારણ કે તેથી શરીરને વધુ કાર્યદક્ષ ઑક્સિજનનો પુરવઠો મળી રહે. તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઊર્જાની જરૂરિયાત સંતોષી શકાય છે.

પ્રશ્ન 3.
ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્રના ઘટકો કયા છે?
ઉત્તર:
ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વાહકતંત્ર કે વહનતંત્રના ઘટકો : (1) જલવાહક (જલવાહિની અને જલવાહિનિકી) અને (2) અન્નવાહક (ચાલનીનલિકા અને સાથીકોષો).

પ્રશ્ન 4.
વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે?
ઉત્તર:
પાણીના સંવહનનો માર્ગ: મૂળ, પ્રકાંડ અને પર્ણોમાંની જલવાહિનીઓ અને જલવાહિનિકીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે.

મૂળ દ્વારા પાણીનું શોષણઃ મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે. તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે. આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે.

પાણીનો સ્તંભઃ મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે.

મૂળદાબ દ્વારા પાણીનું વહનઃ મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે.
વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે.
રાત્રિ દરમિયાન પાણીના ઊર્ધ્વવહન માટે મૂળદાબ જરૂરી છે. આથી વનસ્પતિ-શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે.

બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહનઃ વનસ્પતિનાં હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે.

પરંધ્રો દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે.

દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લાં હોય છે ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઊર્ધ્વવહન માટે મુખ્ય પ્રેરક છે.
આમ, મૂળથી પણ તરફ શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઊર્ધ્વવહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ છે.
GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ 10

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 5.
વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે?
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણની દ્રાવ્ય નીપજોના વહનને સ્થળાંતરણ કહે છે.

  • સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને અન્નવાહક કહે છે.
  • પ્રકાશસંશ્લેષણની નીપજ ઉપરાંત, એમિનો ઍસિડ અને અન્ય પદાર્થો અન્નવાહકમાં વહન પામે છે. આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતાં અંગો બીજ, ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો
    તરફ વહન થાય છે.
  • અન્નવાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઊર્જાનો ઉપયોગ થાય છે.
  • સુક્રોઝ (શર્કરા) ATPમાંથી પ્રાપ્ત ઊર્જાના ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતર પામે છે. તેથી થતો આસૃતિદાબનો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે.
  • આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પશી તરફ વહન પામે છે. આમ, વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે.

ઉદાહરણઃ વસંતઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતર વૃદ્ધિ માટે ઊર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે.
અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સંલગ્ન – સાથીકોષોની મદદથી ચાલનીનલિકામાં ઊર્ધ્વવહન તેમજ અધોગમન બંને દિશામાં થાય છે.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 112)

પ્રશ્ન 1.
મૂત્રપિંડનલિકા(Nephron)ની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો.
ઉત્તરઃ
મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડનલિકા છે.

  • પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડનલિકાઓ હોય છે. તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે.
  • મૂત્રપિંડનલિકા લાંબી ગુંચળામય રચના છે. તેના અગ્રભાગે કપ આકારની બાઉમૅનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહણનલિકામાં થાય છે.
  • બાલમૅનની કોથળીમાં પાતળી દીવાલવાળી રુધિરકેશિકાઓનું ઝૂમખું ગોઠવાયેલું હોય છે. તેને રુધિરકેશિકાગુચ્છ કહે છે.
    GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ 11

મૂત્રનિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે.

  • મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા, યુરિક ઍસિડ વગેરેને દૂર કરે છે.
  • ગાળણ એકમો મૂત્રપિંડનલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે.
  • બાલમૅનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે. પ્રારંભિક ગાળણમાં લૂકોઝ, એમિનો ઍસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે.
  • જેમ જેમ ગાળણ મૂત્રપિંડનલિકામાં વહન પામે છે, તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃશોષણ પામે છે.
  • પાણીના પુનઃશોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે.
  • આ રીતે, મૂત્ર ઉત્પન્ન થાય છે.
    [સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં દરરોજ 180 લિટર પ્રારંભિક ગાળણ ઉત્પન્ન થાય છે. આમ છતાં, ઉત્સર્જિત મૂત્રનું કદ 1 કે 2 લિટર / દિવસ હોય છે. બાકીના ગાળણનું મૂત્રપિંડનલિકાઓમાં પુનઃશોષણ થાય છે.]

પ્રશ્ન 2.
ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ રીતો કે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી. આમ છતાં, તેમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે.

  1. વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નીપજ તરીકે ઉદ્ભવતો 09 વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે.
  2. વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરે છે.
  3. કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે. છેવટે આ પર્ણો ખરી પડે છે.
  4. કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે.
  5. વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો, રેઝિન (રાળ) અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે.
  6. વનસ્પતિઓ કેટલાંક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 3.
મૂત્રનિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
મૂત્રનિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય, તો વધુ માત્રામાં મૂત્રનિર્માણ થાય છે. જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછાં હોય, તો મૂત્રનિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે.

GSEB Class 10 Science જૈવિક ક્રિયાઓ Textbook Activities

પ્રવૃત્તિ 6.1 (પા.પુ. પાના નં. 96)

પ્રકાશસંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે તે દર્શાવવું.
સાધનોઃ મનીપ્લાન્ટ (Pothos) કે ક્રોટોનનો છોડ ઉગાડેલ કૂંડું, બીકર, વૉટરબાથ (જલપાત્ર)
પદાર્થો: આલ્કોહોલ, આયોડિન
GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ 2
પદ્ધતિ :

  • કુંડામાં ઉગાડેલો વિવિધરંગી પણ ધરાવતો મનીપ્લાન્ટ કે ક્રોટોનનો છોડ લો.
  • આ છોડને લગભગ 2 – 3 દિવસ સંપૂર્ણ અંધારામાં મૂકો.
  • ત્રણેક દિવસ બાદ આ છોડને લગભગ 6 કલાક સૂર્યપ્રકાશમાં મૂકો.
  • આ છોડનું એવું પર્ણ તોડો જેનો કેટલોક ભાગ લીલો અને બાકીનો ભાગ સફેદ હોય.
  • તેના લીલા ભાગને અંકિત કરો અને તેને એક કાગળ પર દોરી લો.
  • તોડેલા આ પર્ણને આલ્કોહોલ ભરેલા બીઝરમાં મૂકી, તેને ઉકળતા પાણી ભરેલા વૉટરબાથમાં ત્યાં સુધી મૂકો કે જ્યાં સુધી તે રંગવિહીન થાય.
  • રંગવિહીન થયેલા આ પર્ણને પાણીથી ધોઈ, સ્વચ્છ કરી, થોડી મિનિટ માટે આયોડિનના મંદ દ્રાવણમાં ડુબાડો.
  • પર્ણના રંગનું અવલોકન કરો અને કાગળ પર શરૂઆતમાં દોરેલા પર્ણ સાથે સરખામણી કરો.

પ્રશ્નો :

પ્રશ્ન 1.
છોડને 2-3 દિવસ અંધકારમાં મૂકતાં શું થાય છે?
ઉત્તર:
છોડને 2-3 દિવસ અંધકારમાં મૂકતાં બધો જ સંગૃહીત સ્ટાર્ચ વપરાઈ જાય છે.

પ્રશ્ન 2.
પર્ણોને આલ્કોહોલના દ્રાવણમાં મૂકી, આ બકરને ઉકળતા પાણી ભરેલા વૉટરબાથમાં મૂકતાં શું થાય?
ઉત્તર:
ઉકળતા પાણી ભરેલા વૉટરબાથમાં આલ્કોહોલના દ્રાવણમાં ડુબાડેલા પર્ણ ધરાવતા બીકને મૂકતાં, પર્ણ લીલો રંગ ગુમાવી રંગવિહીન બને.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 3.
જ્યારે પર્ણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર લેવામાં આવે, ત્યારે દ્રાવણનો રંગ કેવો હોય છે?
ઉત્તર:
જ્યારે પર્ણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર લેવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ લીલો હોય છે.

પ્રશ્ન 4.
આયોડિન દ્રાવણની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
આયોડિન દ્રાવણ સ્ટાર્સની હાજરી ચકાસવા માટે ઉપયોગી છે.

પ્રશ્ન 5.
પર્ણના જુદા જુદા ભાગમાં સ્ટાર્સની હાજરી વિશે તમે શું તારણ લેશો?
ઉત્તર:
આયોડિનના દ્રાવણ વડે પર્ણ ફક્ત એ વિસ્તારો જ સ્ટાર્ચની હાજરી દર્શાવે જ્યાં ક્લોરોફિલ હોય.

પ્રશ્ન 6.
આ પ્રવૃત્તિ શું સમજાવે છે?
ઉત્તર:
આ પ્રવૃત્તિ સમજાવે છે કે, પ્રકાશસંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે અને વધારાનો લૂકોઝ આંતરિક ઊર્જા તરીકે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે.

પ્રવૃત્તિ 6.2 (પા.પુ. પાના નં. 97)

પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયૉક્સાઈડ (CO2) જરૂરી છે તે દર્શાવવું.
સાધનો: કૂંડામાં ઉગાડેલા છોડ, બેલ જાર, વૉચગ્લાસ
પદાર્થો: KOH (પોટેશિયમ હાઇડ્રૉક્સાઇડ), આલ્કોહોલ, આયોડિન દ્રાવણ
GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ 3
પદ્ધતિઃ

  • સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલાં બે કૂંડાં લો. ત્રણ દિવસ સુધી બંને કૂંડાંને અંધારામાં મૂકો. છોડના પર્ણ સ્ટાર્થવિહીન થશે.
  • ત્રણ દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો.
  • એક કૂડા પર ‘A’ અને બીજા ક્રૂડા પર ‘B’ લખો.
  • કૂંડા Aની પ્લેટ પર વૉચગ્લાસ મૂકી, તેમાં પોટેશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH) રાખો.
  • બંને કૂંડાં પર કાચની બેલ જાર ઢાંકો.
  • બેલ જારનું તળિયું અને કાચની પ્લેટ વચ્ચે વેસેલિન કે ગ્રીસ લગાડી હવાચુસ્ત કરો.
  • બંને છોડને 2થી 3 કલાક સૂર્યપ્રકાશમાં મૂકો.
  • ત્યારબાદ ‘A’ અને ‘B’ બંને કૂંડાંના છોડ પરથી એક-એક પર્ણ તોડી, બંનેમાં સ્વતંત્ર રીતે સ્ટાર્સની હાજરી ચકાસો.

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
બેલ જારની હવામાંથી KOH ક્યા વાયુનું શોષણ કરે છે?
ઉત્તર:
બેલ જારની હવામાંથી KOH કાર્બન ડાયૉક્સાઇડ વાયુનું શોષણ કરે છે.

પ્રશ્ન 2.
કયાં કૂંડાં(A કે B)ના છોડ તેના પર્ણમાં સ્ટાર્સની હાજરી દર્શાવે છે?
ઉત્તર:
ક્રૂડા Bનો છોડ તેના પર્ણમાં સ્ટાર્સની હાજરી દર્શાવે છે.

પ્રશ્ન 3.
KOH સાથે બેલ જારમાં રહેલા છોડનાં પણમાં શા માટે સ્ટાર્ચ બનતો નથી?
ઉત્તર:
KOH સાથે બેલ જારમાં મૂકેલા છોડનાં પણમાં સ્ટાર્ચ બનતો નથી, કારણ કે KOH હવામાંથી CO2નું શોષણ કરે છે. તેથી પોંમાં પ્રકાશસંશ્લેષણ માટે CO2 પ્રાપ્ત થતો નથી અને પરિણામે સ્ટાર્ચ બનતો નથી.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 4.
તમારા અવલોકન અને અભ્યાસ પરથી તારણ લખો.
ઉત્તર:
કુંડા Bમાં રહેલો છોડ CO2 ની હાજરીમાં સામાન્ય પ્રકાશસંશ્લેષણ દર્શાવે છે. તે સૂચવે છે કે, પ્રકાશસંશ્લેષણ માટે CO2 જરૂરી છે.

પ્રશ્ન 5.
વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધતું અટકાવવા માટે વૃક્ષોની જાળવણી મહત્ત્વની છે?
ઉત્તર:
વાતાવરણમાં CO2 વાયુનું પ્રમાણ વધતું અટકાવવા માટે વૃક્ષોની જાળવણી મહત્ત્વની છે.

પ્રશ્ન 6.
બંને કૂંડાંના છોડનાં પર્ણો શું સરખા પ્રમાણમાં સ્ટાર્સની હાજરી. દર્શાવે છે?
ઉત્તર:
ના

પ્રવૃત્તિ 6.3 (પા.પુ. પાના નં. 99)

લાળરસની સ્ટાર્ચ પર થતી અસર તપાસવી.
સાધનો: કાચની બે કસનળી
પદાર્થો: સ્ટાર્ચનું દ્રાવણ, આયોડિન
GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ 4
પદ્ધતિ:

  • કાચની બે સ્વચ્છ કસનળી લો. એક કસનળીને A તથા બીજી કસનળીને B અંકિત કરો.
  • બંને કસનળી A અને B’માં સ્ટાર્ચનું 1 mL દ્રાવણ લો.
  • હવે, કસનળી માં 1 mL લાળરસ ઉમેરો અને બંને કસનળીને હલાવ્યા વગર 20 – 30 મિનિટ મૂકી રાખો.
  • ત્યારબાદ બંને કસનળીમાં મંદ આયોડિનના થોડાં ટીપાં ઉમેરો.

પ્રશ્નો:

પ્રશ્ન 1.
કઈ કસનળીમાં રંગપરિવર્તન જોવા મળે છે?
ઉત્તર:
કસનળી Bમાં રંગપરિવર્તન જોવા મળે છે.

પ્રશ્ન 2.
બંને કસનળીમાં સ્ટાર્સની હાજરી કે ગેરહાજરી વિશે શું નિર્દેશિત કરી શકાય?
ઉત્તર:
કસનળી Bમાં રંગપરિવર્તન જોવા મળે છે. તેનો અર્થ તેમાં સ્ટાર્ચની હાજરી છે. જ્યારે કસનળી Aમાં રંગપરિવર્તન થતું નથી, તેનાથી નિર્દેશિત કરી શકાય કે તેમાં સ્ટાર્ચની ગેરહાજરી છે.

પ્રશ્ન ૩.
આયોડિનનાં ટીપાં ઉમેર્યા પછી કસનળી A અને Bના દ્રાવણના રંગમાં શું તફાવત જોવા મળે છે?
ઉત્તર:
આયોડિનનાં ટીપાં ઉમેર્યા પછી કસનળી Aમાં દ્રાવણ પીળા રંગનું અને કસનળી Bમાં દ્રાવણ કાળા કે ભૂરા રંગનું જોવા મળે છે.

પ્રશ્ન 4.
કસનળી Aમાં દ્રાવણનો રંગ કાળો કે ભૂરો શા માટે થતો નથી?
ઉત્તર:
કસનળી Aમાં દ્રાવણનો રંગ કાળો કે ભૂરો થતો નથી, કારણ કે લાળરસના ઉત્સુચક વડે સ્ટાર્ચનું વિઘટન થઈ જાય છે.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 5.
મુખમાં ખોરાક ચાવતી વખતે ખોરાકના કયા ઘટકનું અંશતઃ પાચન થાય છે?
ઉત્તર:
મુખમાં ખોરાક ચાવતી વખતે ખોરાકના સ્ટાર્ચ કાર્બોદિતનું અંશતઃ પાચન થાય છે.

પ્રશ્ન 6.
બ્રેડ કે રોટલી વધુ સમય ચાવવાથી શા માટે મીઠી લાગે છે?
ઉત્તર:
બ્રેડ કે રોટલી વધુ ચાવવાથી મીઠી લાગે છે, કારણ કે લાળરસના એમાયલેઝ વડે સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર થાય છે. મુખમાં ઉત્પન્ન થતી આ શર્કરા મીઠો સ્વાદ આપે છે.

પ્રશ્ન 7.
નીચેના પૈકી કયા ખોરાક સ્ટાર્સના સ્ત્રોત છે. તે જણાવો. બટાટા, Lettuceનાં પર્ણ, ઘઉં, મકાઈ, વટાણા, મગફળી, ઘી
ઉત્તર:
બટાટા, ઘઉં, મકાઈ વગેરે ખોરાક સ્ટાર્સના સ્ત્રોત છે.

પ્રવૃત્તિ 6.4 (પા.પુ. પાના નં. 101)

ઉચ્છવાસ દ્વારા CO2 દૂર થાય છે તે દર્શાવવું.
સાધનોઃ કાચની બે કસનળી, રબરની ટ્યૂબ, પિચકારી
પદાર્થો: ચૂનાનું પાણી
GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ 5
પદ્ધતિઃ

  • કાચની બે સ્વચ્છ કસનળી લો. એક કસનળી (a) તથા બીજી કસનળીને (b) તરીકે અંકિત કરો.
  • બંને કસનળીમાં 10 mL તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી (Ca(OH)2 નું દ્રાવણ) લો.
  • કસનળી (a)માં સિરિંજ કે પિચકારી દ્વારા ચૂનાના તાજા પાણીમાં હવા પ્રવાહિત કરો.
  • કસનળી (b)માં રબરની ટ્યુબ દ્વારા ફૂંક મારી ચૂનાના તાજા પાણીમાં હવાને પ્રવાહિત કરો.
  • બંને કસનળીમાં ચૂનાના પાણીને દૂધિયું થતાં કેટલો સમય લાગે છે તેની નોંધ કરો.

પ્રશ્નો :

પ્રશ્ન 1.
કસનળી (a) અને (b)માં કયો ફેરફાર જોવા મળે છે? શા માટે?
ઉત્તર:
કસનળી (a) અને (b)માં ચૂનાનું તાજું પાણી દૂધિયું બને છે, કારણ કે CO2ની હાજરીમાં ચૂનાના પાણીના રંગમાં ફેરફાર થાય છે.

પ્રશ્ન 2.
કઈ કસનળીમાં ઝડપથી રંગપરિવર્તન થાય છે? શા માટે?
ઉત્તર:
કસનળી (b)માં ઝડપથી રંગપરિવર્તન થાય છે, કારણ કે ઉચ્છવાસમાં દૂર થતી હવામાં CO2નું પ્રમાણ વધુ હોય છે.

પ્રશ્ન 3.
આ પ્રવૃત્તિ ઉચ્છવાસ દ્વારા દૂર થતી હવામાં કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણ વિશે શું દર્શાવે છે?
ઉત્તર:
આ પ્રવૃત્તિ દર્શાવે છે કે, ઉચ્છવાસ દ્વારા દૂર થતી હવામાં કાર્બન ડાયૉક્સાઇડ વધારે હોય છે.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 4.
આ પ્રવૃત્તિ દ્વારા તમે શું તારણ લેશો?
ઉત્તર:
શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે.

પ્રવૃત્તિ 6.5 (પા.પુ. પાના નં. 101).

આથવણ દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે તે દર્શાવવું.
સાધનોઃ કસનળી, કાચની વળેલી નળી, એક કાણાવાળો બૂચ
પદાર્થોઃ યીસ્ટ પાવડર, ચૂનાનું તાજું પાણી, ફળનો રસ
GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ 6
પદ્ધતિઃ

  • કોઈ પણ ફળનો રસ કે ખાંડનું દ્રાવણ લઈ તેમાં થોડું લીસ્ટ ઉમેરો.
  • આ મિશ્રણને કસનળીમાં લઈ, એક કાણાવાળા બૂચ વડે કસનળીને બંધ કરો.
  • તેમાં કાચની વળેલી નળીનો એક છેડો ભરાવો.
  • કાચની બીજી કસનળીમાં ચૂનાનું તાજું પાણી ભરી તેને એક કાણાવાળા બૂચ વડે બંધ કરો.
  • કાચની વળેલી નળીનો બીજો છેડો બૂચના કાણામાંથી પસાર કરો.

પ્રશ્નો :

પ્રશ્ન 1.
Cu(OH)2 ના દ્રાવણના રંગમાં કયો ફેરફાર જોવા મળે છે?
ઉત્તર:
Ca(OH)2 ના દ્રાવણનો રંગ દૂધિયો થાય છે.

પ્રશ્ન 2.
આ રંગપરિવર્તન માટે કેટલો સમય લાગે છે?
ઉત્તર:
આ રંગપરિવર્તન માટે ઘણો વધારે સમય લાગે છે.

પ્રશ્ન ૩.
આથવણની કઈ નીપજ ચૂનાના દ્રાવણમાં રંગપરિવર્તન માટે જવાબદાર છે?
ઉત્તર:
આથવણની CO2 નીપજ ચૂનાના દ્રાવણમાં રંગપરિવર્તન માટે જવાબદાર છે.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 4.
આથવણનાં ઉત્પાદનો વિશે આ પ્રવૃત્તિ શું કહે છે?
ઉત્તર:
આ પ્રવૃત્તિ કહે છે કે, આથવણના ઉત્પાદન ઇથેનોલ અને CO2 છે.

પ્રવૃત્તિ 6.6 (પા.પુ. પાના નં. 103)

માછલી અને મનુષ્યના શ્વાસદરની તુલના કરવી.
સાધનો: માછલીઘર
પદ્ધતિઃ

  1. માછલીઘરમાં તરતી માછલીનું અવલોકન કરો.
  2. એક મિનિટમાં માછલી કેટલી વખત મોં ખોલે છે અને બંધ કરે છે તેની ગણતરી કરો.
  3. તમે એક મિનિટમાં કેટલી વખત શ્વાસ અંદર લો છો અને કેટલી વખત બહાર કાઢો છો. તેની ગણતરી કરો.
  4. માછલીના શ્વાસદરને તમારા સ્વાસદર સાથે તુલના કરો.

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
ઝાલરઢાંકણ એટલે શું?
ઉત્તર:
કેટલીક માછલીઓમાં ઝાલરફાટોને ઢાંકતી ગડીમય રચનાને ઝાલરઢાંકણ કહે છે.

પ્રશ્ન 2.
માછલી કયા અંગ વડે શ્વસન કરે છે?
ઉત્તર:
માછલી ઝાલરો વડે શ્વસન કરે છે.

પ્રશ્ન ૩.
માછલીમાં મોં અને ઝાલરફાટોના ખુલવા અને બંધ થવાના સમય વચ્ચે શું કોઈ પ્રકારનો સંબંધ છે?
ઉત્તર:
હા, માછલીમાં જ્યારે મોં ખુલ્લું થાય ત્યારે ઝાલરફાટ બંધ થાય છે અને જ્યારે મોં બંધ થાય ત્યારે ઝાલરફાટ ખુલ્લી થાય છે.

પ્રશ્ન 4.
માછલી કેવી રીતે શ્વસન કરે છે?
ઉત્તર:
માછલી તેના મુખ દ્વારા પાણી અંદર લઈ, ઝાલરો પરથી દબાણ દ્વારા પસાર કરે છે. આ દરમિયાન પાણીમાં દ્રાવ્ય ઑક્સિજન પ્રસરણ દ્વારા રુધિરકેશિકાઓમાં ગ્રહણ થાય છે અને CO2 પાણીમાં મુક્ત થાય છે. આ પાણી ઝાલરફાટ દ્વારા દૂર કરવામાં આવે છે.

પ્રશ્ન 5.
પ્રાયોગિક અભ્યાસમાં લીધેલી માછલીમાં સરેરાશ સ્વાસદર પ્રતિમિનિટ કેટલો હોય છે?
ઉત્તર:
પ્રાયોગિક અભ્યાસમાં લીધેલી માછલીમાં સરેરાશ સ્વાસદર 66 – 78 પ્રતિમિનિટ છે.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 6.
મનુષ્યમાં સરેરાશ સ્વાસદર પ્રતિમિનિટ કેટલો હોય છે?
ઉત્તર:
મનુષ્યમાં સરેરાશ સ્વાસદર 12 – 16 પ્રતિમિનિટ હોય છે.

પ્રશ્ન 7.
સ્થળચર પ્રાણીઓની તુલનામાં જળચર પ્રાણીઓનો શ્વાસદર શા માટે ઝડપી હોય છે?
ઉત્તર:
હવામાં રહેલા ઑક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી પર્યાપ્ત ઑક્સિજન મેળવવા સ્થળચર પ્રાણીઓની તુલનામાં જળચર પ્રાણીઓનો શ્વાસદર ઝડપી હોય છે.

પ્રવૃત્તિ 6.7 (પા.પુ. પાના નં. 105)

મનુષ્ય અને ગાય, ભેંસ જેવાં પાલતુ પ્રાણીઓમાં હીમોગ્લોબિનના સામાન્ય પ્રમાણની જાણકારી મેળવવી.

  1. તમારા વિસ્તારના સ્વાધ્યકેન્દ્રની મુલાકાત લો. મનુષ્યમાં હીમોગ્લોબિનના સામાન્ય પ્રમાણની જાણકારી મેળવો.
  2. તમારા વિસ્તારના પશુચિકિત્સાલયની મુલાકાત લો. ગાય, ભેંસ જેવા પશુઓમાં હીમોગ્લોબિનના સામાન્ય પ્રમાણ વિશે જાણો.
  3. મનુષ્ય તેમજ પશુઓમાં નર અને માદા પ્રાણીઓમાં હીમોગ્લોબિનના પ્રમાણની તુલના કરો.

પ્રશ્નો:

પ્રશ્ન 1.
મનુષ્યમાં હીમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ કેટલું છે?
ઉત્તર:
મનુષ્યમાં હીમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ 12 – 18g/ decilitre.

પ્રશ્ન 2.
શું હીમોગ્લોબિનનું પ્રમાણ બાળકો અને પુખ્તોમાં સમાન હોય છે?
ઉત્તર:
ના, 3 માસથી 12 વર્ષ સુધીના બાળકોમાં 11.0 ± 1.5 g decilitre.

પ્રશ્ન 3.
પુરુષ અને સ્ત્રીના હીમોગ્લોબિનના સ્તરમાં શું કોઈ ફરક હોય છે?
ઉત્તર:
હા, પુરુષ ⇒ 13 – 18g/ decilitre
સ્ત્રી ⇒ 12 – 16 g/ decilitre

પ્રશ્ન 4.
શું વાછરડાં, નર અને માદા પશુના હીમોગ્લોબિનના પ્રમાણમાં તફાવત હોય છે?
ઉત્તર:
હા

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 5.
ગાય અને ભેંસમાં હીમોગ્લોબિનનું સામાન્ય સ્તર જણાવો.
ઉત્તર:
ગાય – 10 થી 15 g / decilitre
ભેંસ – 12.5 થી 14.5 g/ decilitre

પ્રવૃત્તિ 6.8 (પા.પુ. પાના નં. 109)

વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની દેહધાર્મિક ક્રિયા દર્શાવવી.
સાધનોઃ વૃદ્ધિ પામતા છોડનું કૂંડું, સરખા પ્રમાણમાં માટી ધરાવતું કૂંડું, લાકડી
પદાર્થો: પ્લાસ્ટિકની કોથળી
GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ 8
પદ્ધતિઃ

  1. લગભગ સમાન કદના અને સમાન માટી ધરાવતાં બે કૂંડાં લો.
  2. જે કૂંડામાં છોડ ઉગાડેલો હોય તેને (a) લેબલ કરો.
  3. બીજા કૂંડામાં છોડની ઊંચાઈ ધરાવતી લાકડી ગોઠવી તેને (b) 3 લેબલ કરો.
  4. બંને કૂંડાંની માટીને પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકી દો.
  5. બંને કૂંડાં, એકને છોડની સાથે અને બીજાને લાકડીની સાથે પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકી, લગભગ અડધો કલાક સૂર્યપ્રકાશમાં મૂકો.

પ્રશ્નો:

પ્રશ્ન 1.
બંને કૂંડાંની માટીને પ્લાસ્ટિકની કોથળીથી શા માટે ઢાંકવામાં આવે છે?
ઉત્તર:
બંને કૂંડાંની માટીને પ્લાસ્ટિકની કોથળીથી ઢાંક્તાં બાષ્પીભવન અટકતાં માટીમાં ભેજ જળવાઈ રહે છે.

પ્રશ્ન 2.
અડધો કલાક પછી તમે શું અવલોકન કરશો?
ઉત્તર:
લગભગ અડધો કલાક પછી, પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકેલા કૂંડા (a)માં અંદરની સપાટીએ પાણીનાં નાનાં બિંદુઓ જોવા મળે.

GSEB Solutions Class 10 Science Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 3.
તમારા અવલોકન પરથી શું નિર્ણય / તારણ લેશો?
ઉત્તર:
અવલોકન પરથી નિર્ણય લઈ શકાય કે, વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા પાણી બાષ્પરૂપે ગુમાવાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *