GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

Gujarat Board GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ Important Questions and Answers.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

વિશેષ પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
તફાવત આપો:
(1) જઠરરસ અને પિત્તરસ
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 18

(2) તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 19

(૩) જલવાહક પેશી અને અન્નવાહક પેશી
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 20

(4) વનસ્પતિમાં શ્વસન અને પ્રાણીમાં શ્વસન
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 21

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(5) વનસ્પતિમાં પાણીનું વહન અને વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 22

(6) કર્ણકો અને ક્ષેપકો
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 23

(7) ધમની અને શિરા
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 24

(8) રુધિર અને લસિકા
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 25

(9) શ્વાસોચ્છવાસ (શ્વસનક્રિયા) અને શ્વસન
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 26

પ્રશ્ન 2.
નીચેનાં વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપોઃ
(1) ઉચ્ચ વનસ્પતિઓમાં યોગ્ય વહનતંત્ર જરૂરી છે.
ઉત્તરઃ
ઉચ્ચ વનસ્પતિઓનાં પર્ણો વાતાવરણમાંથી CO2 મેળવીને કાબોદિતોનું સંશ્લેષણ કરે છે. મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને તેના દેહના બંધારણ માટેના કાચા પદાર્થોનું શોષણ કરે છે.

ઉચ્ચ વનસ્પતિઓમાં મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર વધારે હોવાથી પાણી, કાચા પદાર્થો અને પ્રકાશસંશ્લેષણની નીપજો વનસ્પતિના જુદા જુદા ભાગોમાં પ્રસરણ દ્વારા પહોંચી શક્તા નથી. આથી ઉચ્ચ વનસ્પતિઓમાં આ વિવિધ દ્રવ્યોના વહન માટે યોગ્ય વહનતંત્ર જરૂરી છે.

(2) વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ જલવાહકમાં પાણીના વહન માટે મુખ્ય ચાલકબળ છે.
ઉત્તર:
વનસ્પતિનાં બધાં અંગોની જલવાહક એકબીજા સાથે સંલગ્ન રહી સળંગ માર્ગ બનાવે છે. તેમાં જલસ્તંભ નિર્માણ થાય છે.

ઉચ્ચ વનસ્પતિઓમાં જોવા મળતી ઊંચાઈ સુધી પાણી ધકેલવા ? માત્ર મૂળદાબ પૂરતું નથી. આ વનસ્પતિઓના દેહમાં ઉચ્ચતમ સ્થિતિએ પાણી પહોંચાડવા માટે બીજો માર્ગ અપનાવે છે. વાયુરંધ્રો દ્વારા પાણીના

અણુઓનું બાષ્પીભવન થાય છે, ત્યારે પર્ણના કોષોમાં ખેંચાણબળ ઉદ્ભવે છે. આ ખેંચાણ પર્ણના કોષોથી શરૂ થઈ ક્રમશઃ મૂળની જલવાહિનીના કોષોમાં અનુભવાય છે. પરિણામે જલવાહકમાં પાણીનો સ્તંભ ઉપર ચઢે છે. આથી વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ જલવાહકમાં પાણીના વહન માટે મુખ્ય ચાલકબળ છે.

(૩) અન્નવાહક પેશીમાં સ્થળાંતરણ ઉપર અને નીચે બંને તરફ થાય છે.
ઉત્તરઃ
અન્નવાહક પેશી સુક્રોઝ કાબોદિતની સાથે એમિનો ઍસિડ, વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને અન્ય પદાર્થોનું પણ વહન કરે છે.

પર્ણોમાં પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં કાર્બોદિતનું નિર્માણ થાય છે. આ કાર્બોદિત અન્નવાહક પેશી દ્વારા પર્ણોમાંથી મૂળ અને પ્રકાંડ તરફ વહન પામે છે. વનસ્પતિના પ્રરોહાગ્ર ભાગે સંશ્લેષિત થતા વનસ્પતિ અંતઃસ્ત્રાવો અન્નવાહક પેશીમાં નીચેની તરફ અને મૂલાગ્રમાં સંશ્લેષિત થતા વનસ્પતિ અંતઃસ્ત્રાવો અન્નવાહક પેશીમાં ઉપરની તરફ વહન પામે રે છે. આથી અન્નવાહક પેશીમાં સ્થળાંતરણ ઉપર અને નીચે બંને તરફ થાય છે.

(4) હૃદયના જમણા ખંડોમાં O2 વિહીન રુધિર અને ડાબા ખંડોમાં O2યુક્ત રુધિર હોય છે.
ઉત્તર:
મનુષ્યનું હૃદય બે કર્ણકો અને બે ક્ષેપકોથી બનેલું ચતુર્બાડી હોય છે. હૃદયના ચારેય ખંડો પટલો દ્વારા એકબીજાથી અલગ હોય છે.

અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા શરીરનાં વિભિન્ન અંગોમાંથી O2વિહીન રુધિર જમણા કર્ણકમાં લેવાય છે. જમણા કર્ણકનું સંકોચન થતાં આ રુધિર જમણા ક્ષેપકમાં જાય છે. જ્યારે ફુલ્ફસીય શિરાઓ દ્વારા O2યુક્ત રુધિર ડાબા કર્ણકમાં લેવાય છે. ડાબા કર્ણકનું સંકોચન થતાં આ રુધિર ડાબા ક્ષેપકમાં જાય છે. ચતુર્ખાડી હૃદય O2યુક્ત રુધિરને O2વિહીન રુધિર સાથે મિશ્ર થતું અટકાવે છે. આથી હૃદયના જમણા ખંડોમાં O2વિહીન રુધિર અને ડાબા ખંડોમાં O2યુક્ત રુધિર હોય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(5) લસિકા રુધિરમાંથી છૂટું પડી પાછું રુધિરમાં ભળી જાય છે.
ઉત્તર:
રુધિરકેશિકાની પાતળી દીવાલમાં આવેલાં છિદ્રોમાંથી બહાર નીકળી લસિકા આંતરકોષીય અવકાશમાં આવે છે. પેશીના આંતરકોષીય અવકાશમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિરકોષો લસિકાનું નિર્માણ કરે છે. લસિકા આંતરકોષીય વાહિકા બનાવી, લસિકા કેશિકા અને લસિકાવાહિની દ્વારા અંતે મોટી શિરામાં પાછું ફરે છે. આમ, રુધિરકેશિકાના રુધિરમાંથી અલગ થતું લસિકા આંતરકોષીય સ્થાનોમાં વહન પામી અંતે શિરાના રુધિરમાં પાછું ભળી જાય છે.

(6) ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક જ્યારે શિરાની દીવાલ પાતળી હોય છે.
ઉત્તર:
ધમની હૃદયમાંથી રુધિરને વિવિધ અંગો તરફ લઈ જાય છે. હૃદયના ક્ષેપકો સંકોચાતાં રુધિર ઊંચા દબાણથી ધમનીઓમાં ધકેલાય છે. આ દબાણ સહન કરવા ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે.
શિરાઓ શરીરનાં વિવિધ અંગોમાંથી રુધિર ગ્રહણ કરીને પાછું હૃદયમાં લઈ જાય છે. શિરાઓમાં વહન પામતા રુધિરનું દબાણ નીચું હોય છે. આથી શિરાની દીવાલ પાતળી હોય છે.

(7) ક્લોરોફિલ ધરાવતા સજીવો સ્વાવલંબી હોય છે.
ઉત્તર:
જે સજીવો પોતાની ઊર્જા જરૂરિયાત માટેનાં કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ જાતે કરે છે, તેને સ્વાવલંબી કહે છે.

ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશની શક્તિનો ઉપયોગ કરી, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વડે પોતાના ખોરાક-કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ કાબોદિત પદાર્થ(લૂકોઝ)નો ઉપયોગ ઊર્જા પૂરી પાડવા માટે થાય છે. વધારાના લૂકોઝનો સ્ટાર્ચ સ્વરૂપે અનામત જથ્થા તરીકે સંગ્રહ થાય છે. આથી ક્લોરોફિલ ધરાવતા સજીવો સ્વાવલંબી હોય છે.

(8) પર્ણોમાં વાયુરંધ્રો ખુલ્લા-બંધ થતા રહે છે.
ઉત્તર:
પણમાં નાનાં છિદ્રો સ્વરૂપે વાયુરંધ્રો આવેલા છે. તેની ફરતે રક્ષક કોષો આવેલા છે. વાયુરંધ્રો ખૂલવા-બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ રક્ષક કોષો વડે થાય છે. જ્યારે પાણી રક્ષક કોષોમાં પ્રવેશે છે ત્યારે રક્ષક કોષો ફૂલે છે અને તે વાયુરંધ્ર ખૂલવા માટે કારણભૂત બને હું છે. જ્યારે રક્ષક કોષો પાણી ગુમાવે છે ત્યારે તે સંકોચાઈ જાય છે અને તે વાયુરંધ્ર બંધ થવા માટે કારણભૂત બને છે. આમ, રક્ષક કોષોમાં પાણીના પ્રવેશ કે નિર્ગમનની ક્રિયાથી વાયુરંધ્રો ખુલ્લા-બંધ થતા રહે છે.

(9) પરોપજીવી પોષણ યજમાન સજીવ માટે નુકસાનકારક છે.
ઉત્તર:
પરોપજીવી પોષણમાં એક સજીવ તેના પોષણ કે ખોરાકપ્રાપ્તિની જરૂરિયાત માટે અન્ય સજીવ પર સીધો આધારિત હોય છે. સજીવ જેમાંથી ખોરાક મેળવે છે, તેને યજમાન કહે છે. પરોપજીવી સજીવ યજમાન સાથે ગાઢ સંપર્ક જાળવી યજમાનમાંથી પોષક દ્રવ્યો મેળવે છે. યજમાન સજીવ નબળો પડે છે. આથી પરોપજીવી પોષણ યજમાન સજીવ માટે નુકસાનકારક છે.

(10) જઠરરસમાં મંદ HCl (હાઇડ્રોક્લોરિક ઍસિડ) અગત્યનો ઘટક છે.
ઉત્તર:
જઠરમાં ખોરાકના રાસાયણિક પાચન માટે જઠરરસનો સ્રાવ થાય છે. જઠરરસના બંધારણમાં મંદ HCl (હાઇડ્રોક્લોરિક ઍસિડ) આવેલો હોય છે.

તે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બૅક્ટરિયાનો નાશ કરે છે. તે જઠરમાં ઍસિડિક માધ્યમ બનાવે છે. તે નિષ્ક્રિય પેસિનોજન ઉન્સેચકને સક્રિય પેપ્સિનમાં ફેરવે છે. ઍસિડિક માધ્યમમાં પેપ્સિન ખોરાકના પ્રોટીનનું પાચન કરે છે. આથી જઠરરસમાં મંદ HCl (હાઇડ્રોક્લોરિક ઍસિડ) અગત્યનો ઘટક છે.

(11) માંસાહારી પ્રાણીઓ કરતાં તૃણાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે.
ઉત્તર:
નાના આંતરડાની લંબાઈ જુદાં જુદાં પ્રાણીઓમાં જુદી જુદી હોય છે. નાના આંતરડાની લંબાઈનો આધાર પ્રાણીઓ કયા પ્રકારનો ખોરાક ખાય છે, તેના પર રહેલો છે.

માંસાહારી પ્રાણીઓ માંસ ખાય છે. માંસનું ખોરાક તરીકે પાચન ખૂબ જ સહેલાઈથી થાય છે. આથી તેમના નાના આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વાસમાં રહેલા સેલ્યુલોઝનું પાચન જટિલ હોય છે. સેલ્યુલોઝના સંપૂર્ણ પાચન માટે તેમને લાંબા આંતરડાની જરૂર પડે છે. આથી માંસાહારી પ્રાણીઓ કરતાં તૃણાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે.

(12) પિત્તરસમાં પાચક ઉન્સેચકો ન હોવા છતાં તે અગત્યનો પાચક રસ છે.
ઉત્તર:
પિત્તરસ યકતમાંથી સ્રાવ પામતો આલ્કલીય પાચક રસ છે. તેમાં પિત્તક્ષારો આવેલા છે; પરંતુ કોઈ પાચક ઉત્સુચક આવેલો નથી.

પિત્તરસ જઠરમાંથી આવતા ઍસિડિક ખોરાકને આલ્કલીય બનાવે છે. તેથી સ્વાદુરસના ઉત્સચકોની ક્રિયાશીલતામાં વધારો થતાં ખોરાકનું પાચન કરી શકે છે. આ ઉપરાંત, પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં વિભાજન કરે છે. આથી ચરબીની પાચક સપાટીનો વિસ્તાર વધતાં ચરબીનું પાચન સરળ બને છે. આથી પિત્તરસમાં પાચક ઉત્સચકો ન હોવા છતાં તે અગત્યનો પાચક રસ છે.

(13) સજીવને જીવંત રાખવા શ્વસન અગત્યનું છે.
ઉત્તર:
સજીવ-શરીરના જીવિત કોષોને વિવિધ કાર્યો કરવા માટે શક્તિ જરૂરી છે. કોષોમાં કાર્બનિક પોષક દ્રવ્યોના જૈવિક ઑક્સિડેશનથી શક્તિ પ્રાપ્ત થાય છે.

કોષોમાં ખોરાક-ઘટકોનું ઑક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહે છે. તેમાં મુક્ત થતી શક્તિ વિવિધ કાર્યોને ચાલુ રાખી અને સજીવની જીવંત અવસ્થા જાળવી રાખવામાં મદદ કરે છે. આથી સજીવને જીવંત રાખવા શ્વસન અગત્યનું છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 3.
આપેલી આકૃતિઓનું કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપો:
(1)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 27
પ્રશ્નો :
(1) x નિર્દેશિત ભાગ રચના ઓળખો અને તેના દ્વારા થતી બે પ્રક્રિયાઓનાં નામ લખો.
ઉત્તર:
‘x’ પર્ણરંદ્ર, તેના દ્વારા વાયુઓનો વિનિમય અને બાષ્પોત્સર્જન પ્રક્રિયા થાય છે.

(2) ‘y નિર્દેશન ઓળખી, તેમાં થતી પ્રક્રિયાનું નામ અને સમીકરણ આપો.
ઉત્તર:
‘y’ હરિતકણ, તેમાં પ્રકાશસંશ્લેષણ ક્રિયા થાય છે.
સમીકરણ :
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 28

(3) ‘z’ નિર્દેશિત ભાગ ઓળખો અને આપેલી આકૃતિ માટે તમે કઈ સ્થિતિ વિચારો છો તે જણાવો.
ઉત્તર:
z – રક્ષક કોષો, જ્યારે પાણી રક્ષક કોષોમાં પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે. પરિણામે વાયુરંધ્ર ખુલ્લું થાય છે.

(4) દિવસ દરમિયાન વહન સંદર્ભે x નિર્દેશન વિશે તમે શું વિચારો છો?
ઉત્તર:
દિવસ દરમિયાન જ્યારે વાયુરંધ્ર ખુલ્લું હોય છે, ત્યારે જલવાહકમાં પાણીના વહન માટે બાષ્પોત્સર્જનથી ખેંચાણ મુખ્ય પ્રેરકબળ બને છે.

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 29
પ્રશ્નો :
(1) ‘x’ ઓળખો અને તેમાં કાર્યરત ઉત્સુચકનું નામ અને ઉન્સેચકના કાર્ય માટે જરૂરી માધ્યમ જણાવો.
ઉત્તર:
x – જઠર. તેમાં કાર્યરત ઉત્સુચક પેપ્સિન અને જરૂરી માધ્યમ – ઍસિડિક.

(2) ‘y’ ભાગેથી સવતા રસનું નામ અને તે રસનું કાર્યસ્થાન અને તેના દ્વારા પ્રેરાતી ક્રિયાનું નામ આપો.
ઉત્તર:
y – ભાગેથી પિત્તરસ સૂવે છે. તે નાના આંતરડામાં કાર્ય 5 કરે છે. તેના દ્વારા તૈલોદીકરણ ક્રિયા પ્રેરાય છે.

(3) ‘z’ ભાગે આવેલા આંગળી જેવા પ્રવધુનું નામ અને કાર્ય જણાવો.
ઉત્તર:
z – ભાગે આંગળી જેવા પ્રવર્ધા – રસાંકુરો. તે ખોરાકના છે શોષણ માટે સપાટીનો વિસ્તાર વધારે છે.

(4) આંગળી જેવા પ્રવર્ધ ધરાવતી બીજી કઈ રચના તમે જાણો છો ? તે તમે ક્યાં અવલોકી શકો?
ઉત્તર:
આંગળી જેવા પ્રવર્ધ ધરાવતી અન્ય રચના – ખોટા પગ (કૂટપાદ).
તે અમીબાની કોષસપાટી પર અવલોકી શકાય.

(3)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 30
પ્રશ્નો :
(1) આપેલી આકૃતિ ક્યા પ્રકારનું રુધિર પરિવહન દર્શાવે છે. તેનો અર્થ જણાવો.
ઉત્તર:
બેવડું પરિવહન. તેનો અર્થ દરેક ચક્ર દરમિયાન રુધિર બે વખત હૃદયમાંથી પસાર થાય છે.

(2) ‘x’માં કયા પ્રકારનું રુધિર પરિવહન થાય છે? તેમાં અપવાદ જણાવો.
ઉત્તર:
‘x’ માંથી ઑક્સિજનયુક્ત રુધિર પસાર થાય છે.
અપવાદઃ ફુપ્સસ ધમની. કારણ કે, તેમાંથી ઑક્સિજનવિહીન રુધિર પસાર થાય છે.

(3) ‘y’ માં કયા પ્રકારનું રુધિર પરિવહન થાય છે? શા માટે?
ઉત્તર:
y માંથી ઑક્સિજનયુક્ત રુધિર પસાર થાય છે, કારણ કે તે ફેફસાંમાંથી ઑક્સિજનીકરણ થયેલા રુધિરનું હૃદય તરફ વહન કરે

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ છે.

(4) આપણું શરીર શાના કારણે કાર્યક્ષમ ઑક્સિજન પુરવઠો પ્રાપ્ત કરી શકે છે?
ઉત્તર:
હૃદયના ડાબી બાજુ અને જમણી બાજુના ખંડોનું અલગીકરણ ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનવિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે.

(4)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 31
પ્રશ્નો :

(1) આકૃતિમાં કઈ રચના દર્શાવેલી છે? આ રચના દ્વારા કયા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાંથી દૂર થાય છે?
ઉત્તર:
આકૃતિમાં મૂત્રપિંડનલિકા (Nephron) રચના દર્શાવેલી છે. તેના દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યૂરિયા અને યુરિક ઍસિડ રુધિરમાંથી દૂર થાય છે.

(2) ‘x’ નિર્દેશિત ઓળખો અને તેનો આકાર તથા કાર્ય જણાવો.
ઉત્તર:
x-બાઉમેનની કોથળી. તેનો આકાર કપ જેવો તથા તેનું કાર્ય ગાળણ એકત્ર કરવાનું છે.

(3) ‘y’ અને ‘z’ ઓળખો.
ઉત્તર:
y – સંગ્રહણનલિકા, 2- રુધિરકેશિકાગુચ્છ

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(4) ‘u’ અને ‘v’ રુધિરવાહિનીઓમાં વહન પામતા રુધિરની તુલના કરો.
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 32

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
સમજાવોઃ જીવનની વ્યાખ્યા કરવા માટે દશ્ય હલનચલન લક્ષણ શા માટે પર્યાપ્ત ગણી શકાય નહીં?
ઉત્તરઃ
દોડવું, ચાવવું, બૂમ પાડવી વગેરે ઐચ્છિક હલનચલનનાં ઉદાહરણો છે. જ્યારે પ્રાણી કે મનુષ્ય સૂતા હોય ત્યારે પણ શ્વાસ લેતા હોય છે.

આ ક્રિયા અનૈચ્છિક હલનચલન છે.

આ બધાં હલનચલન દશ્ય છે.

પરંતુ વનસ્પતિની વૃદ્ધિ અદશ્ય હલનચલન છે.

પ્રાણીઓમાં અનૈચ્છિક હલનચલન અને વનસ્પતિમાં વૃદ્ધિ સંબંધિત હલનચલન દશ્ય નથી. પરંતુ આમ છતાં તે સજીવનો નિર્દેશ કરે છે. કોષોમાં અદશ્ય આવીય ગતિ શરીરને જીવંત રાખે છે.

આથી જીવનની વ્યાખ્યા કરવા દશ્ય હલનચલન લક્ષણને પર્યાપ્ત ગણી શકાય નહિ.

પ્રશ્ન 2.
આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે?
ઉત્તરઃ
સજીવો કોષો અને પેશીઓના બનેલા છે. સજીવની આ સુવ્યવસ્થિત સંરચના સમયાંતરે પર્યાવરણની અસરથી વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહિ. તેથી શરીરમાં સમારકામ અને રક્ષણની જરૂરિયાત રહેલી છે. આ બધી સંરચનાઓ અણુઓની બનેલી હોવાથી અણુઓને સતત ગતિશીલ રાખવા જોઈએ. આમ, શરીરની જાળવણી માટે આણ્વીય ગતિ જરૂરી છે, જે સજીવ શરીરને જાળવી રાખે છે.

પ્રશ્ન 3.
જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે. તેને જૈવિક ક્રિયાઓ કહે છે.
સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓઃ
(1) પોષણઃ ઊર્જાના સ્ત્રોતને ખોરાકરૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે.
મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે.

(2) શ્વસન સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા લૂકોઝ જેવા ખોરાક સ્રોતનું ઑક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે.
શ્વસન દ્વારા, કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઊર્જાનું ATPમાં રૂપાંતર થાય છે. મોટા ભાગના સજીવો ઑક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારમજીવી સજીવો, જ્યારે કેટલાક આ ક્રિયામાં ઑક્સિજનનો ઉપયોગ કરતા ન હોવાથી તેને :અજારમજીવી સજીવો કહે છે.

(3) વહન એકકોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ માટે, વાયુઓની આપ-લે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી, કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે.

બહુકોષીય સજીવોમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી. તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઑક્સિજનને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી એકત્ર કરાયેલાં ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહનતંત્રની આવશ્યકતા રહેલી છે.

(4) ઉત્સર્જનઃ આ ક્રિયા દ્વારા નાઈટ્રોજનયુક્ત હાનિકારક – ચયાપચયિક દ્રવ્યો દૂર કરવામાં આવે છે.
એકકોષી પ્રાણીઓ કોષસપાટી દ્વારા સારા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. બહુકોષી સજીવોમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી, અંગ કે તંત્ર હોય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 4.
આપણા શરીરમાં ઊર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે? તેમનો સ્ત્રોત કયો છે?
ઉત્તર:
જ્યારે આપણે ચાલતા હોઈએ કે સાઈકલ ચલાવતા હોઈએ કે કોઈ દશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતા નથી તે સ્થિતિમાં પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવા ઊર્જાની જરૂરિયાત હોય છે.

વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે.

આપણો ખોરાક છે આહાર આ ઊર્જા અને દ્રવ્યોનો સ્રોત છે.

પ્રશ્ન 5.
સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે?
અથવા
પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો.
ઉત્તર:
ઊર્જા અને દ્રવ્યોની જરૂરિયાત બધા સજીવોમાં સામાન્ય હોય છે.
પોષણપ્રાપ્તિના આધારે સજીવોના પ્રકારઃ
(1) સ્વયંપોષીઃ આ સજીવો સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયૉક્સાઇડ અકાર્બનિક સ્રોતરૂપે પ્રાપ્ત કરે છે.
બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ સ્વયંપોષી છે.

(2) વિષમપોષીઃ આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાકરૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે. આ માટે જૈવ ઉદીપકો(ઉન્સેચકો)નો ઉપયોગ કરે છે.

વિષમપોષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ પર આધારિત છે.
પ્રાણીઓ અને ફૂગ વિષમપોષી છે.

પ્રશ્ન 6.
ટૂંક નોંધ લખો સ્વયંપોષી પોષણ
ઉત્તર:
બધા પ્રકાશસંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે. પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયૉક્સાઇડનું કાબોદિત(ગ્યુકોઝ)માં રૂપાંતર થાય છે.

બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્સ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે.

કાબોદિત (લૂકોઝ) વનસ્પતિઓને ઊર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. વધારાના લૂકોઝનો જટિલ કાર્બોદિત સ્ટાર્ચકણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ થાય છે. તે આંતરિક ઊર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 7.
પ્રકાશસંશ્લેષણ એટલે શું? પ્રકાશસંશ્લેષણનું સમીકરણ આપી, આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો.
ઉત્તર:
ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યઊર્જા, પાણી અને કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાબોદિત – લૂકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.
પ્રકાશસંશ્લેષણ ક્રિયાનું સમીકરણ :
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 1
પ્રકાશસંશ્લેષણમાં થતી ઘટનાઓઃ

 1. ક્લોરોફિલ દ્વારા પ્રકાશઊર્જાનું શોષણ થાય.
 2. પ્રકાશઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર તથા પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઑક્સિજનમાં વિઘટન થાય.
 3. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત(ગ્યુકોઝ)માં રિડકશન થાય.

પ્રશ્ન 8.
CO2ના રિડક્શનની બાબતે રણનિવાસી વનસ્પતિઓ સામાન્ય વસવાટમાં ઊગતી વનસ્પતિઓથી કેવી રીતે જુદી પડે છે?
ઉત્તર:
સામાન્ય વસવાટમાં ઊગતી વનસ્પતિઓ દિવસ દરમિયાન કાર્બન ડાયૉક્સાઈડ ગ્રહણ કરી, રિડકશન કરી અને દિવસ દરમિયાન કાબૉદિતનું સંશ્લેષણ કરે છે. જ્યારે રણનિવાસી (મરુનિવાસી) વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયૉક્સાઇડ ગ્રહણ કરી મધ્યવર્તી નીપજ બનાવે છે. દિવસ દરમિયાન જ્યારે ક્લોરોફિલ સૂર્યઊર્જાનું શોષણ કરે ત્યારે અંતિમ નીપજ કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 9.
પર્ણના ત્રાંસા છેદની નામનિર્દેશિત આકૃતિ દોરી, ક્લોરોફિલના સ્થાનની સમજૂતી આપો.
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 2
પિરિઅધિસ્તર અને અધઃઅધિસ્તરની વચ્ચે આવેલા કોષો લીલા રંગનાં ટપકાંઓ ધરાવે છે. આ ટપકાંઓ હરિતકણ તરીકે ઓળખાતી કોષીય અંગિકાઓ છે. હરિતકણ અંગિકામાં હરિતદ્રવ્ય(ક્લોરોફિલ) હોય છે.

પ્રશ્ન 10.
ટૂંક નોંધ લખો : વાયુરંધ્ર
અથવા
વનસ્પતિમાં વાયુરંધ્રોની ભૂમિકા સમજાવો.
ઉત્તર:
વાયુરંધ્ર કે પર્ણરંદ્ર પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે રે હોય છે.
રચનાઃ વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલ સૂક્ષ્મ છિદ્ર છે. રક્ષક કોષોના કોષરસમાં હરિતકણ આવેલા હોય છે.

કાર્યો:

 1. પણોમાં પ્રકાશસંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય વાયુરંધ્રો દ્વારા થાય છે.
 2. વાયુરંધ્રો દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે.
  GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 3
  રક્ષક કોષોનું કાર્ય: રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે.

જ્યારે રક્ષક કોષોમાં પાણી પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે અને રંધ્રને ખુલ્લું કરે છે. જ્યારે રક્ષક કોષો પાણી ગુમાવી સંકોચન પામે છે ત્યારે રંધ્ર બંધ થાય છે. સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયૉક્સાઇડની જરૂર ન હોય ત્યારે કે જલતાણની સ્થિતિમાં વનસ્પતિ આ રંધ્રોને બંધ રાખે છે.

પ્રશ્ન 11.
પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે. તે તમે કેવી 5 રીતે પુરવાર કરશો?
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે. તે નીચેના પ્રયોગ 3 વડે પુરવાર કરી શકાય :

 • થોડાં મોટાં પણ ધરાવતા કૂંડામાં ઉગાડેલા છોડને ત્રણ દિવસ સંપૂર્ણ અંધકારમાં રાખો.
 • ત્રણ દિવસ પછી ઍલ્યુમિનિયમની પાતળી પટ્ટી કે ગેનીંગનો પ્રકાશ ૨ પડદો આકૃતિ 6.5માં દર્શાવ્યા મુજબ પર્ણના મધ્યભાગમાં બંને બાજુએ વીંટાળો. તેથી પર્ણનો બાકીનો ભાગ ખુલ્લો રહે અને પટ્ટી વીંટાળેલો ભાગ ઢંકાયેલો રહે.
 • આ છોડને ત્રણ દિવસ સૂર્યપ્રકાશમાં રાખો.
 • ત્યારબાદ પર્ણ પરથી ઍલ્યુમિનિયમ પટ્ટી કે ગેનીંગનો પડદો દૂર કરી પર્ણને તોડો.
 • આ પર્ણને આલ્કોહોલ ધરાવતા બીકરમાં મૂકો.
 • આ બીકરને વૉટરબાથમાં મૂકો. વૉટરબાથને ગરમ કરો.
 • બકરમાં પર્ણ રંગવિહીન બને ત્યારે પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢી ચોખ્ખા પાણીથી સ્વચ્છ કરો.
 • આ રંગવિહીન પર્ણને પેટ્રી ડિશમાં મૂકી, તેના પર ડ્રૉપરની મદદથી આયોડિનનું દ્રાવણ રેડો.
 • આયોડિનનું દ્રાવણ દૂર કરી પર્ણના રંગનું અવલોકન કરો.
  GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 4
  પર્ણનો પ્રકાશમાં ખુલ્લો રહેલો ભાગ સ્ટાર્સની હાજરી દર્શાવે છે. આ અવલોકન પરથી પુરવાર કરી શકાય કે, પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાશ અનિવાર્ય છે.

પ્રશ્ન 12.
સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતે મેળવે છે?
ઉત્તર:
સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રીની પ્રાપ્તિ નીચે દર્શાવ્યા મુજબ કરે છે :

 1. પ્રકાશસંશ્લેષણમાં ઉપયોગી CO2 વાતાવરણમાંથી વાયુરંધ્રો દ્વારા મેળવે છે.
 2. સ્થળજ વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે.
 3. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન (લોહ) અને મૅગ્નેશિયમ જેવાં અન્ય દ્રવ્યો ભૂમિમાંથી મેળવે છે.
  નાઇટ્રોજન એક આવશ્યક ખનીજ તત્ત્વ છે. વનસ્પતિઓ નાઇટ્રોજનને અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવી, પ્રોટીન અને અન્ય સંયોજનોનાં સંશ્લેષણમાં ઉપયોગ કરે છે. અથવા કેટલાક બૅક્ટરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી નિર્માણ પામતા કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં નાઇટ્રોજન મેળવે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 13.
વિષમપોષી પોષણ વિશે સંક્ષિપ્ત સમજૂતી લખો.
અથવા
ટૂંક નોંધ લખો : વિષમપોષી પ્રકારનું પોષણ
ઉત્તર:
ક્લોરોફિલવિહીન સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે. અન્ય સજીવોએ તૈયાર કરેલાં જટિલ પોષક દ્રવ્યો વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે.

 1. આહાર(ખોરાક)ના સ્વરૂપ, તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીત આધારે વિષમ પોષી પોષણ વિવિધ પ્રકારના હોઈ શકે.
  • ખોરાકનો સ્ત્રોત અચળ સ્થિર હોય છે. જેમ કે, ઘાસ. ઘાસનો ઉપયોગ ગાય કરે છે.
  • ખોરાકનો સ્રોત ગતિશીલ હોય છે, જેમ કે, હરણ, તેનો ઉપયોગ વાઘ, સિંહ કરે છે.
 2. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિઓ :
  • કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. દા. ત., તંતુમય ફૂગ (Bread moulds), યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ.
  • કેટલાક સજીવો જટિલ ખોરાક અંતઃગ્રહણ કરી, તેનું પાચન શરીરની અંદર કરે છે.
   ખોરાક અંતઃગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્યપદ્ધતિ પર આધારિત છે.

   1. તૃણાહારી પ્રાણીઓ ફક્ત વનસ્પતિઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. દા. ત., ગાય, હરણ.
   2. માંસાહારીઓ અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. દા. ત., વાઘ, સિંહ.
   3. મિશ્રાહારીઓ વનસ્પતિઓ અને તેમનાં ઉત્પાદનો તેમજ અન્ય પ્રાણીઓ અને તેમનાં ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. દા. ત., વંદો, મનુષ્ય.
 3. કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. પરોપજીવી પોષણ-પદ્ધતિ ઘણા સજીવો દ્વારા દર્શાવાય છે. દા. ત., અમરવેલ, ઊધઈ, જૂ, જળો, પટ્ટીકૃમિ.
  (નોંધઃ પાઠ્યપુસ્તકમાં ઑર્કિડ પરોપજીવી પ્રકારના પોષણ સંદર્ભે ઉદાહરણ આપેલું છે. પરંતુ ઑર્કિડ પરોપજીવી નથી. પરરોહી વનસ્પતિ છે.].

પ્રશ્ન 14.
એકકોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે? અથવા અમીબામાં પોષણ આકૃતિઓ સહિત સમજાવો. (August 20)
ઉત્તર:
અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે.

અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધન (કૂટપાદ)ની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 5
અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલાં અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે.

[નિોંધઃ અથવામાં આપેલા પ્રશ્નનો ઉત્તર અહીં સુધી લખવો.]

પેરામીશિયમ કોષનો નિશ્ચિત આકાર ધરાવતું એકકોષી સજીવ છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે. પલ્મોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે. પલ્મો કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે.

પ્રશ્ન 15.
પાચનનળી કે પાચનગુહા એટલે શું? મનુષ્યની પાચનનળીની નામનિર્દેશિત આકૃતિ દોરો.
અથવા
મનુષ્યના પાચનતંત્રની સ્વચ્છ આકૃતિ દોરી, નામનિર્દેશન કરો.
ઉત્તર:
મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચનનળી કે પાચનગુહા કહે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 6

પ્રશ્ન 16.
આપણા શરીરમાં પ્રવેશતા ખોરાકનું શું થાય છે?
અથવા
મનુષ્યની પાચનનળીમાં ખોરાક પર થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો સમજાવો.
અથવા
મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે?
ઉત્તર:
આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ, આ ખોરાક પાચનમાર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે.

મુખમાં પાચનઃ મુખમાં દાંત વડે ખોરાક ચવાતાં નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે.

લાળગ્રંથિમાંથી સવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસીય એમાયલેઝ (ટાયલિન) ઉત્સુચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન / પાચન કરે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 7
ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે.

તરંગવત્ સંકોચન (પરિસંકોચન)ઃ પાચનમાર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. 3 આ તરંગવત્ સંકોચન પાચનમાર્ગના દરેક ભાગમાં નિયત રીતે થાય છે.
આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચનનળીમાં પસાર 3 થાય છે, તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે.

મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે જાય છે.

જઠરમાં પાચનઃ જઠરની દીવાલમાં જઠરગ્રંથિઓ આવેલી છે. તે હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCl), પ્રોટીન પાચક ઉત્સુચક પેપ્સિન અને શ્લેખનો સ્ત્રાવ કરે છે. આ મિશ્રણને જઠરરસ કહે છે.

જઠરની સ્નાયુમય દીવાલ ખોરાકને જઠરરસ સાથે મિશ્ર કરે છે.

હાઇડ્રોક્લોરિક ઍસિડ ઍસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉન્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 8
સામાન્ય પરિસ્થિતિમાં ગ્લેખ, જઠરના આંતરિક અસ્તરને ઍસિડ અને પેપ્લિનની અસર સામે રક્ષણ આપે છે.

જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુપેશી (નિજઠર વાલ્વ) દ્વારા નિયંત્રિત થાય છે.

નાના આંતરડામાં પાચન: નાનું આંતરડું પાચનમાર્ગનું સૌથી 3 લાંબામાં લાંબું અને ખૂબ જ ગૂંચળામય અંગ છે. તે કાબૉદિત, પ્રોટીન હું અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે.

જઠરમાંથી ઍસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાનું છું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે.

 1. પિત્તરસનું કાર્ય જઠરમાંથી આવતા ઍસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે. તેથી સ્વાદુરસના ઉસેચકો કાર્ય કરી શકે છે.
  પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. તેને તેલોદીકરણ (Emulsification) કહે છે. આ ક્રિયાથી ઉન્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે.
 2. સ્વાદુરસનું કાર્ય સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાબોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાયલેઝ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાયપેઝ ઉન્સેચકો હોય છે.
 3. આંત્રરસનું કાર્ય નાના આંતરડાની દીવાલમાં આવેલી આત્રીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે.
  આંત્રરસમાં આવેલા ઉસેચકો પ્રોટીનનું એમિનો ઍસિડમાં, જટિલ કાબોદિતનું લૂકોઝમાં અને ચરબીનું ફૅટી ઍસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર / પાચન કરે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 17.
નાના આંતરડા વિશે વિસ્તૃત સમજાવો.
ઉત્તર:
નાનું આંતરડું પાચનમાર્ગનું સૌથી લાંબામાં લાંબું અંગ છે. મનુષ્યમાં તે ખૂબ જ ગૂંચળાદાર હોવાથી ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે.

વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોય છે. ઘાસ ખાનારાં શાકાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડાની લંબાઈ વધુ – હોવી જરૂરી છે. માંસનું પાચન સરળ હોવાથી, વાઘ જેવાં માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે.

પાચિત ખોરાકનું અભિશોષણઃ નાના આંતરડાની દીવાલ પાચિત ખોરાકનું અભિશોષણ કરે છે. નાના આંતરડાના અંતિમ ભાગ શેષાંત્રના અંદરના અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવધું હોય છે. તેને રસાંકુરો કહે છે. રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. તે રુધિરવાહિનીઓથી સમૃદ્ધ હોવાથી પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતા વધારે છે.

પ્રશ્ન 18.
વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઊર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો.
અથવા
લૂકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો.
ઉત્તર:
પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે. વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓનો ઊર્જાપ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે.

 1. કેટલાક સજીવો લૂકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઑક્સિજનનો ઉપયોગ કરે છે. તેને જારક શ્વસન કહે છે.
 2. કેટલાક સજીવો ઑક્સિજનનો ઉપયોગ કર્યા વગર લૂકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે. તેને અજારક શ્વસન કહે છે.

લૂકોઝનું વિઘટનઃ ઊર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં લૂકોઝ(છ કાર્બનયુક્ત)ના અણુનું પાયવેટ (ત્રણ કાર્બનયુક્ત) અણુમાં વિઘટન થાય છે. આ ક્રિયા કોષરસમાં થાય છે.

હવે, પાયવેટના ચયાપચયનો આધાર ઑક્સિજનની હાજરી કે ગેરહાજરી પર રહેલો છે. પાયવેટનું ચયાપચય ત્રણ વિવિધ પરિપથ વડે થઈ શકે.

પાયરુવેટનું અનારક ચયાપચય:

 1. ઑક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયૉક્સાઇડમાં રૂપાંતર થાય છે. તેને અજારક શ્વસન કહે છે.
  આ ક્રિયા યીસ્ટમાં આથવણ દરમિયાન થાય છે.
 2. જ્યારે આપણી સ્નાયુપેશીમાં ઑક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું લૅક્ટિક ઍસિડ(ત્રણ કાર્બનયુક્ત)માં રૂપાંતર થાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 9
પાયરુવેટનું જારક ચયાપચય: ત્રણ કાર્બન ધરાવતા પાયજુવેટ અણુનું ઑક્સિજનની હાજરીમાં ત્રણ અણુ કાર્બન ડાયૉક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે છે. તેને જારક શ્વસન કહે છે.

ઑક્સિજનનો ઉપયોગ કરી પાયરુવેટનું વિઘટન કણાભસૂત્રોમાં થાય છે.

અજારક શ્વસનની તુલનામાં, જારક શ્વસનમાં ખૂબ જ વધારે ઊર્જા મુક્ત થાય છે.

કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઊર્જા ATPના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

પ્રશ્ન 19.
ટૂંકમાં સમજાવો : અકારક શ્વસન
ઉત્તર:
કેટલાક બૅક્ટરિયા, યીસ્ટ અને અન્ય ફૂગ, કેટલાક અંતઃપરોપજીવીઓ અને કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુઓમાં ગ્લોઝમાંથી ઊર્જા મુક્ત કરવાની ક્રિયા ઑક્સિજનની ગેરહાજરીમાં થાય છે. તેને અજારક શ્વસન કહે છે. આ ક્રિયા દરમિયાન યીસ્ટમાં ઇથેનોલ અને CO2 મુક્ત થાય છે, જ્યારે પ્રાણીના સ્નાયુકોષોમાં ફક્ત લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન થાય છે. બંને કિસ્સામાં લૂકોઝના અણુનું અપૂર્ણ ઑક્સિડેશન થાય છે અને ખૂબ જ ઓછી ઊર્જા મુક્ત થાય છે.
આ ક્રિયાના સમીકરણ નીચે મુજબ છે :
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 10

પ્રશ્ન 20.
ટૂંક નોંધ લખો ? ATP
ઉત્તર:
ATP (એડિનોસાઇન ટ્રાયફૉસ્કેટ) કોષીય પ્રક્રિયાઓમાં ઊર્જાચલણ છે.
ATPનું સંશ્લેષણ કોષીય શ્વસન દરમિયાન મુક્ત થતી ઊર્જા ADP સાથે અકાર્બનિક ફૉસ્ફટના જોડાણમાં ઉપયોગ થાય છે અને ATPનું સંશ્લેષણ થાય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 11
ઊર્જાસંગ્રહઃ પાણીના અણુનો ઉપયોગ કરી ATPમાં અંતિમ ફૉસ્ફટ બંધ (સહલગ્નતા) તૂટે છે, ત્યારે 30.5 kJ/ મોલ સમકક્ષ ઊર્જા મુક્ત થાય છે. તેનો અર્થ અંતિમ ફૉસ્ફટ બંધમાં આટલી ઊર્જા સંગૃહીત હોય છે.
ATPનો ઉપયોગઃ કોષમાં થતી ઊર્જાગ્રાહી ક્રિયાઓમાં ATPનો ઉપયોગ થાય છે.
ATPનો ઉપયોગ સ્નાયુઓના સંકોચન, પ્રોટીનસંશ્લેષણ, ઊર્મિવેગના વહન, પ્રચલન વગેરે અનેક ક્રિયાઓમાં થાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 21.
વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય સમજાવો.
અથવા
વનસ્પતિઓમાં કેટલીક વખત CO2 અને કેટલીક વખત O2 દૂર થાય છે. શા માટે?
ઉત્તર:
વનસ્પતિઓ વાયુઓનો વિનિમય વાયુરંધ્રો વડે કરે છે અને કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે. કાર્બન ડાયૉક્સાઇડ અને ઑક્સિજનની આપ-લે પ્રસરણ દ્વારા થાય છે.

 • કાર્બન ડાયૉક્સાઇડ અને ઑક્સિજન કોષોમાં કે કોષોથી દૂર બહાર હવામાં જઈ શકે છે.
 • વાયુઓના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત હોય છે.
 • રાત્રિ દરમિયાન પ્રકાશસંશ્લેષણની ક્રિયા થતી નથી ત્યારે મુખ્ય વિનિમય ક્રિયા CO2 દૂર થવો તે છે.
 • દિવસ દરમિયાન શ્વસનમાં ઉત્પન્ન થતો CO2 પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે. આથી CO2 મુક્ત થતો નથી, પરંતુ મુખ્ય ઘટના O2 દૂર થવાની થાય છે.

પ્રશ્ન 22.
સ્થળચર પ્રાણીઓમાં શ્વસનવાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ જણાવો.
ઉત્તર:
સ્થળચર પ્રાણીઓ વાતાવરણના ઑક્સિજનનો ઉપયોગ કરે છે. આ ઑક્સિજન જુદાં જુદાં પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે શોષણ પામે છે.
સ્થળચર પ્રાણીઓમાં શ્વસનવાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ :

 • બધાં અંગોમાં એવી રચના હોય જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી ઑક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે.
 • ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય.
 • આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય.
 • વાતવિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય.
 • ઑક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ થાય.

પ્રશ્ન 23.
મનુષ્યનું શ્વસનતંત્ર સમજાવો.
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 12
મનુષ્યના શ્વસનતંત્રમાં સંકળાયેલાં અંગોઃ

 1. નસકોરાં અને નાસિકા માર્ગઃ નસકોરાં દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મસ્તર પણ મદદરૂપ છે.
 2. ગળામાં રહેલાં અંગોઃ કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી (વાયુનળી) હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે.
  શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહામાં ફેફસાં સુધી લંબાયેલી છે.
  ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રુંધાઈ જતો નથી.
 3. ફેફસાં ઉરસીય ગુહામાં એક જોડ ફેફસાં આવેલાં છે. ફેફસાંમાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠોમાં પરિણમે છે.
  વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાતવિનિમય થાય છે.

પ્રશ્ન 24.
ટૂંક નોંધ લખો :
(1) મનુષ્યમાં શ્વાસોચ્છવાસ
ઉત્તર:
જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ, ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદરપટલ ચપટો બને છે.

 • તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે.
 • આ કારણે, વાતાવરણમાંથી હવા ફેફસાંમાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય છે.
 • વાયુકોષ્ઠો વાતવિનિમય માટેની સપાટી પૂરી પાડે છે.

શરીરમાંથી કાર્બન ડાયૉક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાઓના રુધિરમાં ઑક્સિજન ગ્રહણ થાય છે.
હવે, ઉરોદરપટલ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે.

 • તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે.
 • આ કારણે, ફેફસાંમાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે.

શ્વાસોચ્છવાસ સમયે, જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસાં કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. તેથી ઑક્સિજનના શોષણ અને કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો . સમય મળી રહે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(2) ફેફસાંના વાયુકોષ્ઠો
ઉત્તર:
ફેફસાંમાં અત્યંત નાની શ્વાસવાહિકાઓ ફુગ્ગા જેવી રચનાઓમાં અંત પામે છે. તેને વાયુકોષ્ઠો કહે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 13

 • વાયુકોષ્ઠો શ્વસનવાયુઓ(O2-CO2)ની આપ-લે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે.
 • જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે, તો તે લગભગ 80 મીટર2 વિસ્તારને ઢાંકે છે. આમ, વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે.
 • વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી છે.

પ્રશ્ન 25.
મનુષ્યમાં શ્વસનરંજક દ્રવ્ય શા માટે આવશ્યક જરૂરી છે?
ઉત્તર:
જ્યારે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઑક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણદાબ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી.
જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઑક્સિજન વહન પામતો હોય, તો ફેફસાંમાંથી પગના અંગૂઠા સુધી ઑક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે.

પરંતુ, લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસનરંજક દ્રવ્ય હીમોગ્લોબિન ફેફસાંમાંથી ઑક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. હીમોગ્લોબિન ઑક્સિજન
માટે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે. તેથી તે ઑક્સિજન ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી લઈ જાય છે અને ઑક્સિજન ઊણપ ધરાવતા કોષો પાસે ઑક્સિજન મુક્ત કરે છે.
આથી મનુષ્યમાં શ્વસનરંજક દ્રવ્ય જરૂરી છે.

પ્રશ્ન 26.
રધિર વિશે નોંધ લખો અને અસરકારક પરિવહનતંત્રની લાક્ષણિકતાઓ છે તે જણાવો.
ઉત્તર:
રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે.
→ રુધિરમાં પ્રવાહી માધ્યમ રુધિરરસ (પ્લાઝમા) અને તેમાં કોષો નિલંબિત હોય છે.
→ રુધિરકોષો તરીકે રક્તકણો (લાલ રુધિરકોષો), શ્વેતકણો (શ્વેત રુધિરકોષો) અને ત્રાકકણો (રુધિરકણિકાઓ) હોય છે.
→ રુધિરરસ ખોરાક (પોષક દ્રવ્યો), કાર્બન ડાયૉક્સાઈડ, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. રક્તકણો દ્વારા ઑક્સિજનનું વહન થાય છે.
અસરકારક પરિવહનતંત્રની લાક્ષણિકતાઓ નીચે મુજબ છેઃ

 1. રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું અંગ.
 2. બધી પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી.
 3. કોઈ ઈજા થાય તો તેનું સમારકામ કરી શકે.

પ્રશ્ન 27.
સમજાવો : હૃદય – આપણો પંપ
અથવા
મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો પથ સમજાવો.
અથવા
મનુષ્યના હૃદયની અંતઃસ્થ રચના દર્શાવતી નામનિર્દેશિત આકૃતિ દોરી, તેમાં રુધિરનું પરિવહન સમજાવો. (March 20)
ઉત્તર:
હૃદય આપણી મુકીના કદનું એક સ્નાયુલ અંગ છે.
મનુષ્યનાં હૃદયનાં વિવિધ ખાનાઓ ઑક્સિજનયુક્ત રુધિર અને ઑક્સિજનવિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 14
મનુષ્યના હૃદયમાં પરિવહન પથ હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતાં બે ખંડો કર્ણકો અને નીચેના બે ખંડો ક્ષેપકો છે, જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે.
ડાબા ખંડોમાં

 • ફેફસાંમાંથી ફેફસ શિરાઓ દ્વારા ઑક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દીવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે.
 • રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે.
 • હવે, ડાબું કર્ણક સંકોચન પામે છે ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામે છે.
 • આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે.
 • જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમનીકાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે.

જમણા ખંડોમાં

 • હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કર્ણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઑક્સિજનવિહીન રુધિર તેમાં આવે છે.
 • જમણું કર્ણક સંકોચન પામતાં આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે.
 • જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઑક્સિજનયુક્ત થવા માટે ફેફસાંમાં પંપ કરવામાં (ધકેલવામાં) આવે છે.
 • જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિરપ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે.
  ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી, કર્ણકની તુલનામાં પકની દીવાલ જાડી અને સ્નાયુમય હોય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 28.
ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે હું અલગ પડે છે? સમજાવો.
અથવા
માછલીથી સસ્તન સુધી હૃદયનો ઉદ્વિકાસ સમજાવો.
ઉત્તર:
(1) માછલીઓ તેઓ એક કર્ણક અને એક ક્ષેપકયુક્ત દ્વિખંડી હૃદય ધરાવે છે. હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે. ત્યાં રુધિર ઑક્સિજનયુક્ત થઈ અને સીધું શરીરમાં ધકેલાય છે. આમ, માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે.

(2) ઉભયજીવીઓ અને ઘણાં સરીસૃપોઃ ઉભયજીવીઓ અને સરીસૃપો ઠંડાં રુધિરવાળાં પ્રાણીઓ છે. તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓને વધારે ઊર્જાની જરૂર હોતી નથી. તેમાં બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડીય હદય હોય છે. તેઓ ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનવિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિ કેટલીક હદ સુધી સહન કરી શકે છે.

(૩) પક્ષીઓ અને સસ્તનો તેઓ ચતુષ્મડીય હૃદય ધરાવે છે. તેમના હૃદયમાં ડાબી બાજુ ઑક્સિજનયુક્ત અને જમણી બાજુ ઑક્સિજનવિહીન રુધિરને સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવામાં આવે છે. આ વહેંચણી શરીરને ઑક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે, જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઊર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 15

પ્રશ્ન 29.
રુધિરવાહિનીઓ એટલે શું? તેમના પ્રકાર સમજાવો.
અથવા
બંધ પરિવહનતંત્રમાં વિવિધ પ્રકારની રુધિરવાહિનીઓની માહિતી આપો.
ઉત્તર:
હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિરવહન કરતી બંધ પોલી નળીઓને રુધિરવાહિનીઓ કહે છે. આ રુધિરવાહિનીઓ દ્વારા રુધિર સમગ્ર શરીરમાં પરિવહન પામે છે.
રુધિરવાહિનીઓના ત્રણ પ્રકાર
(1) ધમનીઓ,
(2) શિરાઓ અને
(3) રુધિરકેશિકાઓ છે.

(1) ધમનીઓઃ હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિરવહન કરતી રુધિરવાહિનીઓને ધમનીઓ કહે છે. તેમાં રધિર ઊંચા દબાણ વહન પામે છે. તેથી ધમનીઓની દીવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે. ધમનીઓ રુધિરકેશિકાઓમાં અંત પામે છે. ધમનીઓમાં ઑક્સિજનયુક્ત રુધિર વહન પામે છે. અપવાદરૂપે ફેફસાંમાં ફુડ્ડસ ધમનીમાં ઑક્સિજનવિહીન રુધિર વહન પામે છે.

(2) શિરાઓઃ શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરવહન કરતી રુધિરવાહિનીઓને શિરાઓ કહે છે. તેમાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણે વહન પામે છે. તેથી શિરાઓની દીવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. કેશિકાઓ જોડાઈને શિરાઓ બને છે. શિરાઓ ઑક્સિજનવિહીન રુધિરનું વહન કરે છે. અપવાદરૂપે ફફસીય શિરામાં ઑક્સિજનયુક્ત રુધિર વહન પામે છે.

(૩) રુધિરકેશિકાઓ અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુ ને વધુ નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. તેથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે છે.
સૌથી નાની વાહિનીઓની દીવાલ એકકોષીય જાડાઈ ધરાવે છે. તેને રુધિરકેશિકાઓ કહે છે.
રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય રુધિરકેશિકાની પાતળી દીવાલ વડે થાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 30.
રુધિરવાહિનીઓના તંત્રમાં કોઈ સ્થાને રુધિરસ્ત્રાવનો પ્રારંભ થાય તો શું થાય છે?
અથવા
જ્યારે આપણને ઈજા થાય અને તે સ્થાનેથી રૂધિર બહાર વહન પામવા લાગે ત્યારે તેનો અટકાવ કેવી રીતે થાય છે?
ઉત્તર:
આપણને ઈજા થાય અને રુધિરવાહિની કપાય તે સ્થિતિમાં રૂધિરસ્ત્રાવ થવા લાગે છે. રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા આ રુધિરસ્ત્રાવ અટકાવવામાં આવે છે. સામાન્ય રીતે રુધિરના વધુ સ્રાવથી દબાણમાં ઊણપ આવે છે. તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.

આ સ્થિતિને અટકાવવા રુધિરના ત્રાકકણો, જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે. તેઓ રુધિરસ્ત્રાવના સ્થાને એકત્ર થઈ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. આ રીતે ઈજાસ્થાને રુધિરના માર્ગને અવરોધે છે.

પ્રશ્ન 31.
લસિકા એટલે શું? તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે? તેનાં કાર્યો જણાવો.
ઉત્તર:
લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે.
કેશિકાઓની દીવાલમાં આવેલાં છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિરકોષો પેશીકોષોના અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે.
લસિકા રુધિરના રુધિરરસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે.

બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકાકેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકાવાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે.
કાર્યો :

 1. નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે.
 2. બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રૂધિરના પ્રવાહમાં પાછું મોકલે છે.

પ્રશ્ન 32.
રુધિરદબાણ સંદર્ભે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

 1. રુધિરનું દબાણ કોને કહે છે?
 2. સંકોચન દબાણ અને શિથિલન દબાણ એટલે શું?
 3. સંકોચન દબાણ અને શિથિલન દબાણનું સામાન્ય માપ જણાવો.
 4. રુધિરદબાણ માપવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે?
 5. અતિતણાવ (Hypertension) એટલે શું? તેનું કારણ જણાવો.

ઉત્તર:

 1. વહન પામતું રુધિર રુધિરવાહિનીઓની દીવાલ પર જે દબાણ લગાડે તેને રુધિરનું દબાણ (રુધિરદાબ) કહે છે.
 2. ક્ષેપકના સંકોચન દરમિયાન ધમનીની અંદરની દીવાલ પરના દબાણને સંકોચન દબાણ અને ક્ષેપકના શિથિલન દરમિયાન ધમનીની અંદરના દબાણને શિથિલન દબાણ કહે છે.
 3. સામાન્ય સંકોચન દબાણ (સિસ્ટોલિક દબાણ) 120 mm Hg અને સામાન્ય શિથિલન દબાણ (ડાયેસ્ટોલિક દબાણ) 80 mm Hg. તેને 120 – 80 mm Hg દ્વારા રજૂ કરવામાં આવે છે.
 4. સ્લિમોમેનોમિટરનો ઉપયોગ રુધિરદબાણ માપવા માટે કરવામાં આવે છે.
  GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 16
 5. ઊંચા રુધિરદબાણને અતિતણાવ (Hypertension) કહે છે. તેનું કારણ ધમનિકાઓનું સંકોચન પામવાની ક્રિયાથી રુધિર પ્રવાહમાં પ્રતિરોધકતાનો વધારો થવાનું છે.

પ્રશ્ન 33.
વનસ્પતિઓમાં વહન માટે યોગ્ય તંત્ર શા માટે ? જરૂરી છે?
ઉત્તર:
વનસ્પતિઓ સ્વાવલંબી છે. તેઓ પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો સ્વરૂપે સરળ દ્રવ્યો પ્રાપ્ત કરે છે.
પ્રકાશસંશ્લેષણ માટે CO2 વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે. ભૂમિમાંથી મૂળ દ્વારા નાઇટ્રોજન, ફૉસ્ફરસ, સલ્ફર અને અન્ય ખનીજ ક્ષારોનું શોષણ કરે છે.

 • જો ભૂમિનાં સંપર્કવાળાં અંગો અને ક્લોરોફિલયુક્ત અંગો વચ્ચે છે અંતર ઓછું હોય, તો ઊર્જા અને અન્ય કાચી સામગ્રી વનસ્પતિશરીરના બધા ભાગોમાં સરળતાથી પ્રસરણ થઈ શકે છે.
 • પરંતુ જો આ અંતર વધારે હોય, તો ઊર્જા અને કાચી સામગ્રીના વહન માટે પ્રસરણ પર્યાપ્ત નથી.
 • આથી ઉચ્ચ વનસ્પતિઓમાં પણમાં કાચી સામગ્રી પહોંચી શકે અને મૂળમાં ઊર્જાસભર પોષક દ્રવ્યો પૂરાં પડી શકે તે માટે યોગ્ય વહનતંત્ર વહનની સુદઢ પ્રણાલી જરૂરી છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 34.
વનસ્પતિઓમાં વહન સમજાવો.
અથવા
વનસ્પતિઓમાં વહનની પ્રક્રિયામાં પ્રસરણ, વહનતંત્ર અને વાહક પેશીઓની અગત્ય સમજાવો.
ઉત્તર:
વનસ્પતિઓ વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઇડ, ભૂમિમાંથી પાણી અને ખનીજ દ્રવ્યો મેળવે છે અને પોંના કોષોમાં ક્લોરોફિલની મદદથી સૌર-ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે. પ્રકાશસંશ્લેષણની આ ક્રિયામાં કાર્બોદિત પદાર્થ લૂકોઝનું સંશ્લેષણ થાય છે. શોષણ થયેલા પાણી અને ખનીજ દ્રવ્યોનું અને સંશ્લેષિત ખોરાકનું વનસ્પતિ-શરીરના બધા ભાગોમાં વહન થવું જરૂરી છે.

પ્રસરણઃ જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય, ૬ તો ઊર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ વનસ્પતિ-શરીરના દરેક ભાગોમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી વહન પામે છે.

વહનતંત્ર: જ્યારે વનસ્પતિઓમાં મૂળ અને પણ વચ્ચે અંતર વધારે હોય ત્યારે વહન માટે પ્રસરણ ક્રિયા પર્યાપ્ત નથી. તેથી યોગ્ય વાહકતંત્ર જરૂરી બને છે.

વનસ્પતિઓ પ્રચલન કરતી નથી. વનસ્પતિ-શરીરની પેશીઓમાં મૃતકોષો વધુ માત્રામાં હોય છે. તેથી તેમની ઊર્જા જરૂરિયાત ઘણી ઓછી છે. તેમાં સાપેક્ષે પરિવહન ધીમું થાય છે. ખૂબ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન માર્ગનું અંતર વધારે હોય છે. વનસ્પતિ વહનતંત્ર પણમાંથી સંચિત ઊર્જાયુક્ત પદાર્થ તથા મૂળમાંથી કાચી સામગ્રીનું વહન કરે છે.
ઉચ્ચ વનસ્પતિઓમાં બે સ્વતંત્ર વાહક પેશીઓ હોય છે.

 1. જલવાહક ભૂમિમાંથી શોષાયેલા પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન.
 2. અન્નવાહક પર્ણમાંથી પ્રકાશસંશ્લેષણની નીપજોનું વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન.

પ્રશ્ન 35.
ઉત્સર્જન એટલે શું? વિવિધ પ્રાણીઓ ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે?
ઉત્તર:
પ્રાણીશરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. પ્રાણીશરીરમાં વિવિધ ચયાપચય ક્રિયાઓમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે. તેનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે.
વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ જોવા મળે છે.

 • મોટા ભાગનાં એકકોષી પ્રાણીઓ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો શરીર સપાટીથી પ્રસરણ દ્વારા પાણીમાં ત્યાગ કરે છે.
 • જટિલ બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન-કાર્ય માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે.

પ્રશ્ન 36.
મનુષ્યનું ઉત્સર્જનતંત્ર સમજાવો. અથવા મનુષ્યમાં ઉત્સર્જન અંગો સમજાવો.
ઉત્તર:
મનુષ્યના ઉત્સર્જનતંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ છે મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 17

 1. મૂત્રપિંડઃ એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે.
  • મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે.
 2. મૂત્રવાહિનીઃ મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે.
  • મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે.
 3. મૂત્રાશય તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે.
 4. મૂત્રમાર્ગ મૂત્રાશયથી શરીરની બહાર ખૂલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે.
  • તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 37.
નીચેના પાચનતંત્રનાં અંગોને ક્રમમાં ગોઠવો. તે પૈકી કયાં અંગોમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે, તે જણાવો. નાનું આંતરડું, અન્નનળી, જઠર, મળાશય, મુખ, મોટું આંતરડું. (August 20)
ઉત્તર:
મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય.
સ્ટાર્ચનું અંશતઃ પાચન → મુખ
પ્રોટીનનું અંશતઃ પાચન ન → જઠર

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો?
(1) સ્વાવલંબી સજીવો દ્વારા ખોરાક બનાવવા કયા અકાર્બનિક પદાર્થનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
સ્વાવલંબી સજીવો દ્વારા ખોરાક બનાવવા પાણી અને કાર્બન ડાયૉક્સાઈડનો ઉપયોગ થાય છે.

(2) ફૂગમાં કયા પ્રકારનું પોષણ હોય છે?
ઉત્તર:
ફૂગમાં વિષમપોષી પોષણ હોય છે. તેમાં ખોરાકના ઘટકોનું વિઘટન શરીરની બહાર કરી પછી તેનું શોષણ કરવામાં આવે છે.

(3) મૃતોપજીવી, પરોપજીવી અને પ્રાણીસમ પ્રકારનું પોષણ ધરાવતા સજીવનાં એક-એક ઉદાહરણ આપો.
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 33

(4) પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી ઉપરાંત બીજી કઈ બે સ્થિતિ જરૂરી છે?
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી ઉપરાંત અન્ય જરૂરી સ્થિતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ છે.

(5) વાઇરસ સજીવ છે કે નિર્જીવ તે બાબત શા માટે વિવાદાસ્પદ છે?
ઉત્તર:
વાઈરસ સજીવ છે કે નિર્જીવ તે બાબત વિવાદાસ્પદ છે, કારણ કે જ્યાં સુધી વાઇરસ ચોક્કસ યજમાન કોષમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી કોઈ આવીય ગતિ દર્શાવતા નથી.

(6) જીવન માટે આવીય ગતિ શા માટે જરૂરી છે?
ઉત્તર:
જીવન માટે આવીય ગતિ જરૂરી છે, કારણ કે જીવંત કોષોની બધી સંરચનાઓ અણુઓની બનેલી છે અને આ અણુઓ સતત ગતિશીલ કે કાર્યરત રાખવા આવશ્યક છે.

(7) વિષમપોષીઓની ઉત્તરજીવિતતા શાના પર આધારિત છે? વિષમપોષીનાં ઉદાહરણો આપો.
ઉત્તરઃ
વિષમપોષીઓની ઉત્તરજીવિતતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત છે.
વિષમ પોષીનાં ઉદાહરણો : પ્રાણીઓ અને ફૂગ

(8) લીલી વનસ્પતિઓમાં અને મનુષ્યમાં કયો કાર્બોદિત સંચય પામતો હોય છે?
ઉત્તરઃ
લીલી વનસ્પતિઓમાં સ્ટાર્ચ સ્વરૂપે અને મનુષ્યમાં : ગ્લાયકોજન સ્વરૂપે કાબોદિત સંચય પામતો હોય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(9) મનિવાસી વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણની અંતિમ નિપજ કેવી રીતે બનાવે છે?
ઉત્તર:
મનિવાસી વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયૉક્સાઈડ ગ્રહણ કરી મધ્યવર્તી નીપજ બનાવે છે. દિવસ દરમિયાન ક્લોરોફિલ ઊર્જાનું શોષણ કરીને અંતિમ નીપજ બનાવે છે.

(10) વાયુરંધ્રો ઉપરાંત વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય ક્યાં થાય છે?
ઉત્તરઃ
વાયુરંધ્રો ઉપરાંત વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય મૂળ, પ્રકાંડ અને પર્ણોની સપાટી દ્વારા થાય છે.

(11) રક્ષક કોષોનું કાર્ય શું છે?
ઉત્તરઃ
રક્ષક કોષોનું કાર્ય વાયુરંધ્ર ખુલ્લા અને બંધ કરવાનું છે.

(12) નાઈટ્રોજન ખનીજ દ્રવ્યની અગત્ય શું છે?
ઉત્તર:
નાઇટ્રોજન પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં અગત્યનું ખનીજ દ્રવ્ય છે.

(13) પરોપજીવી પોષણ દર્શાવતા સજીવોનાં નામ આપો.
ઉત્તર:
પરોપજીવી પોષણ દર્શાવતા સજીવો : અમરવેલ, ઊધઈ, જૂ, જળો, પટ્ટીકૃમિ.

(14) અમીબામાં અન્નધાની કેવી રીતે બને છે?
ઉત્તર:
અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધ(ખોટા પગ)ની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવધે ખોરાકના કણોને ઘેરી લઈ, તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે.

(15) તરંગવતું સંકોચન (પરિસંકોચન) એટલે શું?
ઉત્તર:
પાચનમાર્ગના અસ્તરના સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે, તેને તરંગવત્ સંકોચન (પરિસંકોચન) કહે છે.

(16) શાના કારણે ઍસિડિટી થાય છે?
ઉત્તરઃ
જઠરમાં જઠરગ્રંથિઓ દ્વારા વધારે પ્રમાણમાં હાઈડ્રોક્લોરિક ઍસિડ(RCI)ના સ્ત્રાવ થવાને કારણે ઍસિડિટી થાય છે.

(17) પ્રોટીનના પાચનમાં ભાગ લેતાં ઉત્સચકનાં નામ અને તેનાં પ્રાપ્તિસ્થાન જણાવો.
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 34

(18) કયા પ્રકારના શ્વસનમાં વધારે ઊર્જા મુક્ત થાય છે?
ઉત્તર:
જારક શ્વસનમાં વધારે ઊર્જા મુક્ત થાય છે.

(19) મૂળનો કયો ભાગ શ્વસન વાયુઓના વિનિમયમાં સંકળાયેલા છે?
ઉત્તર:
મૂળનું અધિસ્તર અને તેમાંથી નિર્માણ પામતા મૂળરોમ શ્વસનવાયુઓના વિનિમયમાં સંકળાયેલા છે.

(20) માછલીના શ્વસન અંગનું નામ આપો.
ઉત્તર:
માછલીનું શ્વસન અંગ : કંઠનાલીય ઝાલર

(21) લૂકોઝના વિઘટનના કયા પરિપથમાં coઉત્પન્ન થતો નથી?
ઉત્તરઃ
આપણા સ્નાયુઓમાં અનારક શ્વસન દરમિયાન CO2 ઉત્પન્ન થતો નથી.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 35

(22) આપણા શરીરમાં હવાનો માર્ગ શા માટે રુંધાઈ જતો નથી?
ઉત્તરઃ
શ્વાસનળીમાં આવેલી કાસ્થિની વલયમય રચનાઓને કારણે આપણા શરીરમાં હવાનો માર્ગ રંધાઈ જતો નથી.

(23) શ્વસનસિપાટીની લાક્ષણિકતાઓ કઈ છે?
ઉત્તરઃ
શ્વસનસપાટીની લાક્ષણિકતાઓ : નાજુક, અત્યંત પાતળી, ભેજયુક્ત, રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળી ધરાવતી અને વાતાવરણ સાથે સંપર્કમાં રહે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(24) ફેફસાંમાં શા માટે હંમેશાં કેટલીક વધેલી હવાનો જથ્થો ભરાયેલો રહે છે?
ઉત્તરઃ
ફેફ્સામાં હંમેશાં કેટલીક વધેલી હવાનો જથ્થો ભરાયેલો રહે છે, કારણ કે તેથી ઑક્સિજનના શોષણ અને કાર્બન ડાયૉક્સાઇડને મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે છે.

(25) મનુષ્યમાં શ્વસનરંજક દ્રવ્યનું નામ, સ્થાન અને કાર્ય જણાવો.
ઉત્તરઃ
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 36

(26) એક્વડું રુધિર પરિવહન એટલે શું?
ઉત્તર:
માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી ફક્ત એક જ વાર પસાર થાય છે. તેને એકવડું રુધિરપરિવહન કહે છે.

(27) રુધિરકેશિકાઓનું કાર્ય શું છે?
ઉત્તરઃ
રુધિરકેશિકાઓનું કાર્ય તેમની પાતળી દીવાલ દ્વારા રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે કરવામાં આવે છે.

(28) લસિકાની અગત્ય જણાવો.
ઉત્તર:
લસિકાની અગત્ય: (1) નાના આંતરડામાં અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે. (2) આંતરકોષીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને રુધિરમાં પાછું લાવે છે.

(29) ઉચ્ચ વનસ્પતિઓમાં વાહકનલિકાઓનું નિર્માણ કોણ કરે ? છે? તેમાં શાનું વહન થાય છે?
ઉત્તરઃ
ઉચ્ચ વનસ્પતિઓમાં વાહકનલિકાઓનું નિર્માણ જલવાહક અને અન્નવાહક કરે છે.
જલવાહકમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું અને અન્નવાહકમાં પ્રકાશસંશ્લેષણની નીપજોનું વહન થાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(30) જલવાહકમાં ખેંચાણ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તેની અગત્ય જણાવો.
ઉત્તર:
પર્ણના વાયુરંધ્રના કોષોમાંથી બાષ્પોત્સર્જનથી ગુમાવાતા પાણીના અણુઓ જલવાહકમાં ખેંચાણ ઉત્પન્ન કરે છે. તે જલવાહક કોષોમાં આવેલા પાણીને ઉપર ખેંચે છે.

(31) વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની અગત્ય સૂચવતા બે મુદ્દા જણાવો.
ઉત્તરઃ
વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની અગત્યઃ

 1. તે પાણી અને દ્રાવ્ય ખનીજના મૂળમાં શોષણ અને તેના પર્ણ તરફ ઊર્ધ્વવહનમાં મદદ કરે છે.
 2. તે વનસ્પતિમાં તાપમાનના નિયમનમાં ઉપયોગી છે.

(32) વનસ્પતિઓની જલવાહકમાં પાણીની ગતિ માટે દિવસે રે અને રાત્રે કયાં બળ અગત્યનાં છે?
ઉત્તર:
વનસ્પતિઓની જલવાહકમાં પાણીની ગતિ માટે દિવસે બાષ્પોત્સર્જનથી ખેંચાણબળ અને રાત્રે મૂળદાબ અગત્યનાં બળ છે.

(33) અન્નવાહકમાં કયાં દ્રવ્યો વહન પામે છે?
ઉત્તર:
અન્નવાહકમાં સુક્રોઝ, એમિનો ઍસિડ અને અન્ય દ્રવ્યો વહન પામે છે.

(34) અન્નવાહકના કયા ઘટકો ખોરાકનું સ્થળાંતરણ દર્શાવે છે? તેમાં કઈ દિશામાં સ્થળાંતરણ થઈ શકે છે?
ઉત્તરઃ
અન્નવાહકના ચાલનીનલિકા અને સાથીકોષો ખોરાકનું સ્થળાંતરણ દર્શાવે છે. તેમાં ઊર્ધ્વ અને અધો એમ બંને દિશામાં સ્થળાંતરણ થઈ શકે છે.

(35) વસંતઋતુમાં વનસ્પતિઓમાં શર્કરાનું સ્થળાંતરણ સમજાવો.
ઉત્તરઃ
વસંતઋતુમાં વનસ્પતિઓના મૂળ તેમજ પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ ઊર્જાની જરૂરિયાત ધરાવતી વૃદ્ધિ પામતી કલિકાઓમાં થાય છે.

(36) મૂત્રપિંડનલિકાના નલિકામય ભાગે પ્રારંભિક ગાળણમાંથી 3કયા પદાર્થો પસંદગીશીલ પુનઃશોષણ પામે છે?
ઉત્તર:
મૂત્રપિંડનલિકાના નલિકામય ભાગે પ્રારંભિક ગાળણમાંથી શ્રુકોઝ, એમિનો ઍસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે.

(37) મૂત્રાશયમાં મૂત્ર ક્યાં સુધી સંગૃહીત રહે છે?
ઉત્તર:
જ્યાં સુધી ફૂલેલા મૂત્રાશયનું દબાણ મૂત્રને મૂત્રમાર્ગ દ્વારા તેને બહાર પસાર ન થવા દે ત્યાં સુધી મૂત્ર મૂત્રાશયમાં સંગૃહીત રહે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(38) આપણે મૂત્રત્યાગનું નિયંત્રણ શા માટે કરી શકીએ છીએ?
ઉત્તરઃ
આપણે મૂત્રત્યાગનું નિયંત્રણ કરી શકીએ છીએ કારણ ૨ કે, મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુલ રચના છે અને આ ક્રિયા 3 ચેતાનિયંત્રણ હેઠળ હોય છે.

(39) રુધિરકેશિકાઓથી સમૃદ્ધ કોઈ પણ ત્રણ રચનાનાં નામ અને સ્થાન જણાવો.
ઉત્તરઃ
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 37

પ્રશ્ન 2.
વ્યાખ્યા આપોઃ અથવા શબ્દ સમજાવો:
(1) પોષણ
ઉત્તર:
ઊર્જાના સ્રોતને ખોરાકરૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે.

(2) પ્રકાશસંશ્લેષણ
ઉત્તર:
ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યશક્તિ, પાણી અને કાર્બન ડાયૉક્સાઈડનો ઉપયોગ કરી સરળ કાબૉદિત – લૂકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.

(૩) સ્વયંપોષીઓ
ઉત્તરઃ
જે સજીવો પાણી અને કાર્બન ડાયૉક્સાઈડ સ્વરૂપે સરળ અકાર્બનિક સ્રોતનો ઉપયોગ કરી જટિલ ખોરાકનું સંશ્લેષણ કરે છે, તેમને સ્વયંપોષીઓ કહે છે.

(4) વિષમપોષીઓ
ઉત્તર:
જે સજીવો અન્ય સજીવોએ તૈયાર કરેલા જટિલ ખોરાકનો ઉપયોગ કરે છે, તેને વિષમપોષીઓ કહે છે.

(5) પાચન
ઉત્તર:
ખોરાકના જટિલ ઘટકોનું ઉન્સેચકોની મદદથી સરળ, દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે.

(6) શ્વસન
ઉત્તરઃ
સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા ગ્યુકોઝ જેવા ખોરાક સ્રોતનું ઑક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે.

(7) શ્વાસોચ્છવાસ
ઉત્તર:
શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયાને સંયુક્ત રીતે શ્વાસોશ્વાસ કહે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(8) બાષ્પોત્સર્જન
ઉત્તર:
વનસ્પતિનાં હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન (ઉત્સવદન) કહે છે.

(9) ઉત્સર્જન
ઉત્તર:
પ્રાણીશરીરમાંથી નાઈટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે.

પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરોઃ
(1) કોષીય શ્વસનમાં ઉપયોગમાં લેવાતો પદાર્થ ………………………… છે.
ઉત્તર:
ગ્યુકોઝા

(2) રાત્રિ દરમિયાન પાણીના વહનમાં …………………..ની અસર વધારે અગત્યની છે.
ઉત્તર:
મૂળદાબ

(3) ………………………માં CO2નું રિડકશન થઈ કાબોદિત પદાર્થ બને છે.
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણ

(4) યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ …………………..માં કાર્ય કરે છે.
ઉત્તર:
નાના આંતરડા

(5) મનુષ્ય ……………………….. પ્રકારની પોષણ-પદ્ધતિ દર્શાવે છે.
ઉત્તર:
વિષમ પોષી

(6) …………………….. ઉત્સુચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે.
ઉત્તર:
એમાયલેઝ

(7) પેપ્સિન ………………………. માધ્યમમાં કાર્યરત ઉસેચક છે.
ઉત્તર:
ઍસિડિક

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(8) અમીબામાં ખોરાકનું પાચન ……………………… માં થાય છે.
ઉત્તર:
અન્નધાની

(9) ……………………. ની હાજરી નાના આંતરડાની શોષક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.
ઉત્તર:
રસાંકુરો

(10) કોષરસમાં થતા શ્વસનક્રિયાના પ્રથમ તબક્કામાં ગ્યુકોઝનું ……………………..માં રૂપાંતર થાય છે.
ઉત્તર:
પાયરુવેટ

(11) અન્નવાહકમાં પ્રકાશસંશ્લેષણની નીપજોના વહનને …………………………….કહે છે.
ઉત્તર:
સ્થળાંતરણ

(12) અન્નવાહક પેશીમાં સુક્રોઝ વહન પામે ત્યારે ……………………….. વધે છે.
ઉત્તર:
આસૃતિ દબાણ

(13) જલવાહકમાં પાણીના ઊર્ધ્વવહન માટે ……………………….થી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરકબળ બને છે.
ઉત્તર:
બાષ્પોત્સર્જન

(14) ડાબા ક્ષેપકમાંથી નીકળતી ધમનીને ………………………… કહે છે.
ઉત્તર:
મહાધમની

(15) જમણા કર્ણકમાં હંમેશાં ………………………. રુધિર હોય છે.
ઉત્તર:
ઑક્સિજનવિહીન

(16) લસિકામાં રુધિરની સરખામણીએ …………………….. ઓછું હોય છે.
ઉત્તર:
પ્રોટીન

(17) રુધિર અને શરીરના પેશીકોષો વચ્ચે …………………….. વડે દ્રવ્યોનો વિનિમય થાય છે.
ઉત્તર:
રુધિરકેશિકાઓ

(18) ઉત્સર્ગ-એકમનો અંતિમ છેડો …………………… માં ખૂલે છે.
ઉત્તર:
સંગ્રહણનલિકા

(19) ધમનીઓની દીવાલ જાડી અને …………………….. હોય છે.
ઉત્તર:
સ્થિતિસ્થાપક

(20) પ્રકાશસંશ્લેષણ દરમિયાન ……………………. આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે.
ઉત્તર:
ઑક્સિજન

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
(1) વિષમપોષીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ પર પોષણ માટે આધારિત છે.
ઉત્તર:
ખરું

(2) મનુષ્ય શરીરમાં કાર્બોદિત ગ્લાયકોજનરૂપે સંચિત થાય છે.
ઉત્તર:
ખરું

(3) પ્રકાશસંશ્લેષણમાં કાર્બન ડાયૉક્સાઇડનું ઑક્સિડેશન થઈ કાબોદિત પદાર્થ નિર્માણ પામે છે.
ઉત્તર:
ખોટું

(4) વાયુરંધ્ર ખૂલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ હરિતકણો વડે થાય છે.
ઉત્તર:
ખોટું

(5) મનુષ્યમાં નાના આંતરડામાં ખોરાકના પાચન માટે યકૃત અને જઠરમાંથી પાચક રસ આવે છે.
ઉત્તર:
ખરું

(6) યકૃત ઍસિડિક પિત્તનો સ્ત્રાવ કરે છે.
ઉત્તર:
ખોટું

(7) ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું તૃણાહારી પ્રાણીઓ પાચન કરી શકે છે.
ઉત્તર:
ખરું

(8) જઠરની દીવાલ જઠરરસના સ્ત્રાવ માટે જઠરગ્રંથિઓ ધરાવે છે.
ઉત્તર:
ખરું

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(9) અમરવેલ યજમાન માટે નુકસાનકારક વનસ્પતિ છે.
ઉત્તર:
ખરું

(10) જળચર પ્રાણીઓ કરતાં સ્થળચર પ્રાણીઓમાં શ્વાસદર ઘણો વધારે હોય છે.
ઉત્તર:
ખોટું

(11) પેરામીશિયમમાં પલ્મનું હલનચલન ખોરાક અંતઃગ્રહણમાં મદદરૂપ છે.
ઉત્તર:
ખરું

(12) પેસિન અને ટ્રિપ્સિન કાબોદિત અને ચરબીનું પાચન કરે છે.
ઉત્તર:
ખોટું

(13) ડાયાલિસિસમાં કૃત્રિમ મૂત્રપિંડ વડે રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત છે ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવામાં આવે છે.
ઉત્તર:
ખરું

(14) શ્વાસવાહિની વાયુકોષ્ઠમાં અંત પામે છે.
ઉત્તર:
ખોટું

(15) ઉચ્છવાસક્રિયા વખતે ઉરોદરપટલ નીચેની તરફ ખસે છે.
ઉત્તર:
ખોટું

(16) હૃદયથી અંગો તરફ રુધિર દબાણપૂર્વક વહન પામે છે.
ઉત્તર:
ખરું

(17) એકકોષી પ્રાણીઓમાં ઉત્સર્ગ પદાર્થો પ્રસરણ પામી આસપાસના પાણીમાં નિકાલ કરાય છે.
ઉત્તર:
ખરું

(18) રુધિરવાહિનીઓ નાના આંતરડાના રસાંકુરોમાંથી ચરબી શોષે છે.
ઉત્તર:
ખોટું

(19) કેટલીક વનસ્પતિમાં નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીમાં થાય છે.
ઉત્તર:
ખરું

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(20) રુધિરકેશિકાની દીવાલ દ્વિસ્તરીય કોષોની બનેલી અને પ્રમાણમાં જાડી હોય છે.
ઉત્તર:
ખોટું

(21) સસ્તન અને વિહગ વર્ગનાં પ્રાણીઓમાં શક્તિના ઉપયોગથી શરીરનું તાપમાન જળવાય છે.
ઉત્તર:
ખરું

(22) ફુડ્ડસ ધમનીઓ 09યુક્ત રુધિર વહન કરે છે.
ઉત્તર:
ખોટું

(23) વનસ્પતિમાં પાણીનું વહન ઊર્ધ્વ અને અધો એમ બંને દિશામાં થાય છે.
ઉત્તર:
ખોટું

(24) અન્નવાહક પેશી કાર્બોદિત, એમિનો ઍસિડ તેમજ વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું વહન કરે છે.
ઉત્તર:
ખરું

(25) રુધિર લાલ રંગની નિર્જીવ પ્રવાહી સંયોજક પેશી છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 5.
જોડકાં જોડો :
(1)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 38
ઉત્તર:
(1 – r), (2 – s), (3 – p), (4 – q).

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 39
ઉત્તર:
(1 – s), (2 – r), (3 – q), (4 – p).

(3)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 40
ઉત્તર:
(1 – r), (2 – s), (3 – p), (4 – q).

(4)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 41
ઉત્તર:
(1 – q), (2 – s), (3 – p), (4 – r).

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(5)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 42
ઉત્તર:
(1 – q), (2 – p), (3 – s), (4 – r).

(6)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 43
ઉત્તર:
(1 – q), (2 – r), (3 – s), (4 – p).

(7)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 44
ઉત્તર:
(1 – s), (2 – r), (3 – q), (4 – p).

(8)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 45
ઉત્તર:
(1 – r), (2 – s), (3 – p), (4 – q).

(9)
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 46
ઉત્તર:
(1 – q), (2 – s), (3 – p), (4 – r).

પ્રશ્ન 6.
ચાર્ટ – આકૃતિ આધારિત પ્રશ્નો :
1.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 47
આકૃતિમાં ‘x’ ઓળખો અને તે વનસ્પતિનું કયું તંત્ર નિર્દેશિત કરે છે તે જણાવો.
ઉત્તર:
x- અન્નવાહક, જલવાહક વાહપુલ. તે વનસ્પતિના વાહકતંત્રનો નિર્દેશ કરે છે.

2.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 48
આપેલી આકૃતિમાં x અને પુનાં નામ આપો અને જણાવો કે કઈ જૈવિક ક્રિયા સૂચવેલી છે?
ઉત્તર:
x-ખોટા પગ (કૂટપાદ), y -અન્નધાની
જૈવિક ક્રિયાઃ અમીબામાં પોષણ

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

3. આપેલ ચાર્ટમાં રિક્ત સ્થાનની પૂર્તિ કરો :
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 49
ઉત્તર:

 1. જલવાહક
 2. બાષ્પોત્સર્જન ખેંચાણ
 3. મૂળદાબ

4.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 50
છોડના કોઈ પણ પર્ણમાં સ્ટાર્ચની કસોટી નકારાત્મક મળે છે. શા માટે ? તમે શું તારણ લેશો?
ઉત્તર:
છોડના કોઈ પણ પર્ણમાં સ્ટાર્ચની કસોટી નકારાત્મક મળે છે. કારણ કે બેલ જારમાં પેટ્ટી ડિશમાં રહેલો KOH હવામાંથી CO2 શોષી લે છે અને છોડને CO2મળતો નથી.

તારણઃ પ્રકાશસંશ્લેષણ માટે CO2અગત્યની કાચી સામગ્રી છે.

5. મનુષ્યમાં પાચનક્રિયા સૂચવતા ટેબલમાં રિક્ત સ્થાનની પૂર્તિ કરો:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 51
ઉત્તર:
(i) એમાયલેઝ
(ii) પ્રોટીન
(iii) ટ્રિપ્સિન
(iv) ફૅટી ઍસિડ અને ગ્લિસરોલ

6. કસનળીના દ્રાવણમાં કયો ફેરફાર થશે? તે માટે શું જવાબદાર છે?
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 52
ઉત્તર:
કસનળીમાં ચૂનાનું પાણી દૂધિયું બને છે.
આપણા ઉચ્છવાસમાં બહાર આવતો CO2 ચૂનાના પાણીને દૂધિયું બનાવવા માટે જવાબદાર છે.

7.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 53
આકૃતિનું અવલોકન કરો અને જણાવો કે, દર્શાવેલા ભાગ પૈકી ? કોના દ્વારા રુધિરનું ગાળણ થાય છે અને કોના દ્વારા મૂત્રનો સંગ્રહ થાય છે?
ઉત્તર:
y – મૂત્રપિંડ- રુધિરનું ગાળણ; z – મૂત્રાશય -મૂત્રનો સંગ્રહ

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

8.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 54
(1) ઉપરોક્ત આકૃતિમાં A, B, E અને Fનાં નામ આપો.
(2) ઉપરોક્ત ભાગોમાંથી પસાર થયેલું રુધિર પાછું તે જ માર્ગે પાછું ના ફરે તે માટે બે ખંડો વચ્ચે શું આવેલું હોય છે?
(3) રુધિર શરીરનાં અંગોમાંથી ફેફસાં સુધી પહોંચવા હૃદયનાં કયાં આંતરિક અંગોમાંથી પસાર થશે? તે અંગોને ક્રમમાં લખો.
(4) ફેફસાંમાંથી શુદ્ધ થયેલ રુધિર અંગો તરફ પાછું ફરે ત્યારે હૃદયનાં કયાં આંતરિક અંગોમાંથી પસાર થશે? તે અંગોને ક્રમમાં લખો. (August 20)
ઉત્તર:
(1) A – જમણું ક્ષેપક, B – ડાબું ક્ષેપક, E – જમણું કર્ણક, F – ડાબું કર્ણક
(2) ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ
(3) E – જમણું કર્ણક, ત્રિદલ વાલ્વ અને A – જમણું ક્ષેપક
(4) F – ડાબું કર્ણક દિલ વાલ્વ અને B – ડાબા ક્ષેપ ક

પ્રશ્ન 7.
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
1. નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન / પાચન શરીરની બહાર કરે છે?
A. બિલાડીનો ટોપ
B. અમરવેલ
C. જળો
D. જૂ
ઉત્તર:
A. બિલાડીનો ટોપ

2. મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?
A. મુખ
B. જઠર
C. નાનું આંતરડું
D. કોલોન
ઉત્તર:
B. જઠર

3. નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે?
A. વાઘ
B. મનુષ્ય
C. ગાય
D. ઉંદર
ઉત્તર:
C. ગાય

4. નીચેના પૈકી કયો એક સજીવ ઑક્સિજન કે હવા વગર જીવી શકે?
A. અમીબા
B. જળો
C. લીલી વનસ્પતિ
D. યીસ્ટ
ઉત્તર:
D. યીસ્ટ

5. મનુષ્ય વાયુવિનિમય માટેનું ચોક્કસ સ્થાન કયું છે?
A. શ્વાસવાહિની
B. વાયુકોષ્ઠો
C. રસાંકુરો
D. ત્વચા
ઉત્તર:
B. વાયુકોષ્ઠો

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

6. શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્યુકોઝમાંથી કઈ નીપજ ઉત્પન્ન થાય છે?
A. ઇથેનોલ
B. લૅક્ટિક ઍસિડ
C. પાયરુવેટ
D. CO2
ઉત્તર:
C. પાયરુવેટ

7. પાચનનો અંતિમ હેતુ કયો છે?
A. વહન
B. અભિશોષણ
C. શ્વસન
D. સ્વાંગીકરણ
ઉત્તર:
B. અભિશોષણ

8. વાયુરંધ્રની રચના કરતા કોષો કયા છે?
A. અધિસ્તરીય કોષો
B. સાથીકોષો
C. ચાલનીકોષો
D. રક્ષક કોષો
ઉત્તર:
D. રક્ષક કોષો

9. પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે?
A. યકૃત
B. સ્વાદુપિંડ
C. નાનું આંતરડું
D. પિત્તાશય
ઉત્તર:
D. પિત્તાશય

10. ઍસિડિક / અમ્લીય માધ્યમમાં કાર્ય કરતો ઉત્સુચક ……………..
A. એમાયલેઝ
B. પેપ્સિન
C. ટ્રિપ્સિન
D. B અને C બંને
ઉત્તર:
B. પેપ્સિન

11. વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની નીપજોનું વહન કોના દ્વારા થાય છે?
A. જલવાહક કોષો અને ચાલનીનલિકા
B. જલવાહિનિકી અને જલવાહિની
C. ચાલનીનલિકા અને સાથીકોષ
D. જલવાહિનિકી અને ચાલનીનલિકા
ઉત્તર:
C. ચાલનીનલિકા અને સાથીકોષ

12. શરીરના કયા અંગમાં રુધિર ઑક્સિજનયુક્ત બને છે?
A. હૃદય
B. યકૃત
C. મૂત્રપિંડ
D. ફેફસાં
ઉત્તર:
D. ફેફસાં

13. મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે?
A. બાઉમૅનની કોથળી
B. સંગ્રહણનલિકા
C. મૂત્રપિંડનલિકાનો ગૂંચળામય ભાગ
D. ઉત્સર્ગ-એકમની રુધિરકેશિકાઓ
ઉત્તર:
A. બાઉમૅનની કોથળી

14. મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશાં ઑક્સિજનયુક્ત રુધિર વહન પામે છે?
A. બંને કર્ણકો
B. બંને ક્ષેપકો
C. ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક
D. જમણું કર્ણક અને જમણું ક્ષેપક
ઉત્તર:
C. ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક

15. રુધિરની સાપેક્ષે લસિકામાં -………………………. ઓછા પ્રમાણમાં હોય છે.
A. રક્તકણ
B. પાણી
C. ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો
D. પ્રોટીન
ઉત્તર:
D. પ્રોટીન

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

16. નીચેના પૈકી કોના દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં ઑક્સિજનયુક્ત રુધિર લાવવામાં આવે છે?
A. ફુડુસ શિરાઓ
B. ફુડ્ડસ ધમનીઓ
C. મહાશિરા
D. મહાધમની
ઉત્તર:
A. ફુડુસ શિરાઓ

17. પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કર્યું ઊર્જા-રૂપાંતર થાય છે?
A. સૂર્યશક્તિનું મુક્ત શક્તિમાં
B. સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં
C. રાસાયણિક શક્તિનું મુક્ત શક્તિમાં
D. મુક્ત શક્તિનું રાસાયણિક શક્તિમાં
ઉત્તર:
B. સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં

18. વનસ્પતિઓમાં જલવાહકમાં થતા પાણીના ઊર્ધ્વવહનમાં મુખ્ય પ્રેરકબળ કયું છે?
A. મૂળ દ્વારા પાણીનું શોષણ
B. મૂળ દ્વારા આયનોનું શોષણ
C. ભૂમિમાંથી પર્યાપ્ત પાણીની પ્રાપ્તિ
D. બાષ્પોત્સર્જનથી થતું ખેંચાણ
ઉત્તર:
D. બાષ્પોત્સર્જનથી થતું ખેંચાણ

19. મનુષ્યના શરીરમાં O2યુક્ત રુધિરના પરિવહનનો સાચો માર્ગ કયો છે?
A. ફેફસાં → ફુડ્ડસ શિરા → ડાબું કર્ણક → ડાબું ક્ષેપક → શરીરનાં વિવિધ અંગો
B. ફેફસાં → ફુડ્ડસ ધમની → ડાબું કર્ણક→ ડાબું ક્ષેપક → શરીરનાં વિવિધ અંગો
C. ફેફસાં → ફુડ્ડસ ધમની → જમણું કર્ણક → જમણું ક્ષેપક → શરીરનાં વિવિધ અંગો
D. શરીરનાં વિવિધ અંગો → જમણું કર્ણક → જમણું ક્ષેપક → હુડ્ડસ ધમની → ફેફસાં
ઉત્તર:
A. ફેફસાં → ફુડ્ડસ શિરા → ડાબું કર્ણક → ડાબું ક્ષેપક → શરીરનાં વિવિધ અંગો

20. સાચી જોડ કઈ છે?
A. વાયુરંધ્ર – બાષ્પોત્સર્જન
B. સ્થળાંતરણ – લૂકોઝ
C. રસાંકુરો – મળનો નિકાલ
D. શ્વાસનળી – કાસ્થિમય વલય – રચનાઓ
ઉત્તર:
A. વાયુરંધ્ર – બાષ્પોત્સર્જન, D. શ્વાસનળી – કાસ્થિમય વલય – રચનાઓ

21. જલનિયમન માટે કઈ ક્રિયા સૌથી અગત્યની છે?
A. પોષણ
B. પરિવહન
C. શ્વાસોચ્છવાસ
D. ઉત્સર્જન
ઉત્તર:
D. ઉત્સર્જન

22. ધમનીઓ માટે ખોટું વિધાન કયું છે?
A. ધમની હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે.
B. ધમનીમાં રુધિર ઊંચા દબાણ હેઠળ વહન પામે છે.
C. બધી ધમનીઓ ઑક્સિજનયુક્ત રુધિર વહન કરે છે.
D. ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે.
ઉત્તર:
C. બધી ધમનીઓ ઑક્સિજનયુક્ત રુધિર વહન કરે છે.

23. રેઝિન અને ગુંદર વનસ્પતિના …………………….. પદાર્થો છે.
A. ઉત્સર્ગ
B. પોષક
C. બંધારણીય
D. અનામત
ઉત્તર:
A. ઉત્સર્ગ

24. મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહન માટેનો પથ કયો છે?
A. જમણું કર્ણક → ડાબું કર્ણક → ફેફસાં → જમણું ક્ષેપક → ડાવ્યું ક્ષેપક → શરીરનાં વિવિધ અંગો
B. જમણું કર્ણક→ જમણું ક્ષેપક → ફેફસાં → ડાબું કર્ણક → ડાવ્યું ક્ષેપક → શરીરનાં વિવિધ અંગો
C. જમણું કર્ણક →જમણું ક્ષેપક → શરીરનાં વિવિધ અંગો → ડાબું કર્ણક → ડાબું ક્ષેપક → ફેફસાં
D. જમણું કર્ણક → ડાબું કર્ણક → શરીરનાં વિવિધ અંગો → જમણું ક્ષેપક → ડાબું ક્ષેપક → ફેફસાં
ઉત્તર:
B. જમણું કર્ણક→ જમણું ક્ષેપક → ફેફસાં → ડાબું કર્ણક → ડાવ્યું ક્ષેપક → શરીરનાં વિવિધ અંગો

25. મૂત્રનિર્માણ દરમિયાન પ્રાથમિક ગાળણમાંથી નીચેના પૈકી કયા પદાર્થનું મૂત્રપિંડનલિકામાં પસંદગીમાન પુનઃશોષણ થતું નથી?
A. ડ્યુકોઝ
B. યુરિયા
C. યુરિક ઍસિડ
D. એમિનો એસિડ
ઉત્તર:
B. યુરિયા, C. યુરિક ઍસિડ

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

26. નીચેના પૈકી કઈ ક્રિયામાં ATPનો ઉપયોગ થાય છે?
A. ખોરાકનું સ્થળાંતરણ
B. મનુષ્યમાં શરીરના તાપમાનની જાળવણી
C. શ્વસન
D. સાદું પ્રસરણ
ઉત્તર:
A. ખોરાકનું સ્થળાંતરણ, B. મનુષ્યમાં શરીરના તાપમાનની જાળવણી

27. વિધાન A: માછલીઓમાં શ્વાસનો દર ખૂબ ઝડપી હોય છે.
કારણ R : માછલીના શરીરમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન માત્ર એક વખત રુધિર હૃદયમાંથી પસાર થાય છે.
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે?

A. A અને R બંને સાચાં છે અને R એ Aની સાચી સમજૂતી છે.
B. A અને R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.
C. A સાચું છે અને R ખોટું છે. D. A ખોટું છે અને R સાચું છે.
D. A અને B બંને ખોટાં છે.
ઉત્તર:
B. મનુષ્યમાં શરીરના તાપમાનની જાળવણી

28. વિધાન A: કોષીય પ્રક્રિયાઓમાં ATP ઊર્જાચલણ તરીકે છે.
કારણ R: કણાભસૂત્રમાં પાયરુટનું સંપૂર્ણ ઑક્સિડેશન ઑક્સિજનની હાજરીમાં થાય છે.
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે?

A. A અને R બને સાચાં છે અને R એ Aની સાચી સમજૂતી છે.
B. A અને R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.
C. A સાચું છે અને R ખોટું છે. D. A ખોટું છે અને R સાચું છે.
D. A અને B બંને ખોટાં છે.
ઉત્તર:
B. A અને R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.

29. કયાં પ્રાણી ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનવિહીન રુધિરના મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે છે?
A. માછલીઓ
B. પક્ષીઓ
C. સસ્તનો
D. ઉભયજીવીઓ
ઉત્તર:
D. ઉભયજીવીઓ

પ્રશ્ન 30.
નીચેની આકૃતિ 1થી 9 ક્રમમાં નિર્દેશિત કરવામાં આવી છે. કયા ક્રમ સૂચવતા ભાગો પાચક રસનો સ્ત્રાવ કરે છે?
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 66
A. 1, 3, 5, 7
B. 2, 4, 6, 8
C. 2, 3, 5, 8
D. 1, 4, 6, 8
ઉત્તર:
A. 1, 3, 5, 7

પ્રશ્ન 8.
માગ્યા મુજબ ઉત્તર આપો :
(1) કયા રંજકદ્રવ્યને ઑક્સિજન માટે ઊંચી બંધનક્ષમતા છે? મનુષ્યમાં તે ક્યાં આવેલું હોય છે?
ઉત્તર:
હીમોગ્લોબિન, રક્તકણમાં

(2) પ્રકાશસંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. (March 20)
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 67

(3) રુધિરદબાણ માપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ આપો.
ઉત્તર:
સ્ફિગ્મોમેનોમિટર

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(4) કોના માટે તે જીવિત છે કે નિર્જીવ આ બાબત વિવાદાસ્પદ રહી છે?
ઉત્તર:
વાઇરસ

(5) ATPનું પૂર્ણ નામ આપો.
ઉત્તર:
એડિનોસાઇન ટ્રાયફૉસ્ફટ

(6) મને ઓળખો : હું રુધિરકેશિકાગુચ્છ ધરાવતી કપ આકારની રચના છું અને રુધિરનું ગાળણ કરું છું.
ઉત્તર:
બાઉમૅનની કોથળી

(7) ખોટી જોડ શોધોઃ
1. એકકોષીય જાડાઈ ધરાવતી દીવાલ – રુધિરકેશિકા
2. કાસ્થિમય વલયરચનાઓ – શ્વાસનળી
3. અન્નવાહક – સુક્રોઝનું વહન
4. ત્રાકકણ – શ્વસનવાયુઓનું વહન
ઉત્તર:
4. ત્રાકકણ – શ્વસનવાયુઓનું વહન

(8) મનુષ્યમાં સામાન્ય રુધિરદબાણ જણાવો.
ઉત્તર:
સંકોચન (સિસ્ટોલિક) દબાણ 120 mm Fg અને શિથિલન (ડાયેસ્ટોલિક) દબાણ 80 mm Fg.

(9) મને ઓળખો સામાન્ય સ્થિતિમાં જઠરના અંદરના અસ્તરને હાઇડ્રોક્લોરિક ઍસિડની અસર સામે રક્ષણ આપતો જઠરરસનો એક ઘટક છું.
ઉત્તર:
શ્લેષ્મ

(10) CO2 ઉત્પન્ન ન થતો હોય તેવો શ્વસન પરિપથ રેખાંકિત કરો.
ઉત્તરઃ
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 55

(11) નીચેના પૈકી કયા સજીવો પરોપજીવી પોષણ-પદ્ધતિ છે દર્શાવે છે?
સિંહ, જૂ, તંતુમય ફૂગ, અમરવેલ, જળો, યીસ્ટ, ઊધઈ
ઉત્તરઃ
જૂ, અમરવેલ, જળો, ઊધઈ

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(12) ખોટી જોડો શોધો :
1. પેરામીશિયમ – આથવણ
2. પરિસંકોચન – સમગ્ર પાચનમાર્ગની દીવાલ
3. તેલોદીકરણ અસર – પિત્ત
4. શ્વાસનળી – વાયુનળી
ઉત્તર:
1. પેરામીશિયમ – આથવણ

(13) એક દર્દીના બંને મૂત્રપિંડ નિષ્ક્રિય થયા છે. આ સ્થિતિમાં જીવવિજ્ઞાનના અભ્યાસી તરીકે તમે કઈ સારવાર સૂચવશો?
ઉત્તરઃ
હિમોડાયાલિસિસ

(14) બાષ્પોત્સર્જન સુક્રોઝના સ્થળાંતરણ માટે આસૃતિ દબાણ સર્જે છે, તમારી દષ્ટિએ વિધાન ખરું છે કે ખોટું?
ઉત્તર:
ખોટું

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
તમારો નાનો ભાઈ દાંતમાં દુખાવાની ફરિયાદ કરે છે. તમે ઘણી ? વખત નોંધ્યું છે કે તે ચૉકલેટ અને પેસ્ટ્રી ઘણી વખત ખાય છે. તેને મીઠાઈ ખાવી પણ વધુ પસંદ છે.

પ્રશ્નોઃ

(1) દાંતમાં દુખાવા માટે તમે શું વિચારો છો?
ઉત્તર:
ચૉકલેટ, પેસ્ટ્રી અને મીઠાઈમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય છે. બૅક્ટરિયા આપણા મુખમાં આ શર્કરા પર પ્રક્રિયા કરી ઍસિડ ઉત્પન્ન કરે છે. ઍસિડ દાંતના ઇનેમલનું વિખનીજીકરણ એટલે કે દાંતમાંથી ખનીજ ક્ષાર દૂર થવાની ક્રિયા કરે છે.
બૅક્ટરિયાના કોષસમૂહ ખોરાકના કણો સાથે ભળી દાંત પર ચોંટી જઈ દાંતના પ્લેક (ઉપસેલી રચના) બનાવે છે. તે દાંતના દુખાવા માટે કારણભૂત છે.

(2) તમે તમારા ભાઈને શું સલાહ આપશો?
ઉત્તર:
જમ્યા પછી બ્રશ કરવાથી પ્લેક દૂર થાય અને દાંતના દુખાવાની સમસ્યા ન સર્જાય.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(3) જો આ દુખાવાની સમસ્યાની સારવાર ન કરાવવામાં આવે તો શું થાય?
ઉત્તર:
જો આ દુખાવાની સારવાર કરાવવામાં ન આવે તો સૂક્ષ્મ જીવો દાંતની મજ્જામાં પ્રવેશી બળતરા અને ચેપ ફેલાવી, દાંતને નબળા પાડે છે.

પ્રશ્ન 2.
તમારા અંકલ તૈલી ખોરાક ખાધા પછી પાચનની તકલીફની ફરિયાદ કરે છે. તેમની ડૉક્ટરી તપાસમાં પિત્તાશયમાં પથરીનું નિદાન થયું છે. ડૉક્ટરે તેમને શસ્ત્રક્રિયા દ્વારા પિત્તાશય દૂર કરવાની સલાહ આપી છે.

પ્રશ્નો :

(1) પિત્તાશયનું કાર્ય શું છે?
ઉત્તર:
પિત્તાશય પિત્તરસનો સંગ્રહ કરે છે.

(2) કઈ ક્રિયા વડે ખાદ્ય તેલના પાચનની શરૂઆત થાય છે?
ઉત્તર:
તૈલોદીકરણ ક્રિયા (ચરબીના મોટા ગોલકોનું પિત્તક્ષારો વડે નાના ગોલકોમાં વિભાજન) વડે ખાદ્ય તેલના પાચનની શરૂઆત થાય છે.

(3) શસ્ત્રક્રિયા પછી અંકલને કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ?
ઉત્તર:
શસ્ત્રક્રિયા પછી ચરબી અને તેલનું ઓછું પ્રમાણ ધરાવતો ખોરાક લેવો હિતાવહ છે.

પ્રશ્ન 3.
તમારા પડોશી ચેન-સ્મોકર (Chain-smoker) છે. ધૂમ્રપાનને કારણે તે વારંવાર કફ અને ફેફસાંની બિમારીનો ભોગ બને છે. તેમના સગાં-સંબંધી તેમને ધૂમ્રપાન છોડી દેવા માટે વારંવાર કહે છે.

પ્રશ્નો :

(1) શ્વાસમાં લેવાતી હવા કેવી રીતે શ્વસનમાર્ગના અગ્રભાગે ગળાય છે?
ઉત્તર:
શ્વસનમાર્ગના અગ્રભાગમાં આવેલા બારીક રોમ જેવી રચનાં શ્વાસમાં લેવાતી હવામાંથી જીવાણુઓ, ધૂળ અને અન્ય હાનિકારક કણોને ગાળી દૂર કરે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(2) શ્વસનમાર્ગના અગ્રભાગમાં ધૂમ્રપાનની શું અસર થાય છે?
ઉત્તર:
ધૂમ્રપાન રોમ જેવા પલ્મોનો નાશ કરે છે. તેથી જીવાણુઓ, ધુમાડો, ધૂળ અને અન્ય હાનિકારક રસાયણો ફેફસાંમાં પ્રવેશી નુક્સાન કરે છે.

(3) શા માટે ધૂમ્રપાન સ્વાથ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે?
ઉત્તરઃ
ધૂમ્રપાન ફેફસાંની શ્વાસોચ્છવાસ ક્ષમતામાં ઘટાડો કરે, વિવિધ રોગોનું કારણ બને અને ફેફસાંના કૅન્સર પ્રેરી શકે. સિગારેટમાં રહેલી તમાકુ નિકોટિન ધરાવે છે. તે શ્વસનમાર્ગના કૅન્સર માટે કારણભૂત છે. આથી ધૂમ્રપાન સ્વાથ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે.

પ્રશ્ન 4.
તમારા વિષયશિક્ષકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં કિડની ઇન્સ્ટિટ્યુટની શૈક્ષણિક મુલાકાત ગોઠવી. ત્યાં તમે હીમોડાયાલિસિસનું પ્રત્યક્ષ અવલોકન કર્યું.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 56
પ્રશ્નો :

(1) કઈ સ્થિતિ મૂત્રપિંડના નિષ્ફળ જવા તરફ દોરી જાય છે?
ઉત્તરઃ
ચેપ, ઈજા કે મૂત્રપિંડ તરફ રુધિરપ્રવાહમાં અવરોધ વગેરે મૂત્રપિંડની ક્રિયાશીલતા ઘટાડે છે. તેના પરિણામે શરીરમાં ઝેરી ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ થાય છે. તે ક્રમશઃ મૂત્રપિંડની નિષ્ક્રિયતા પ્રેરે છે.

(2 ) કૃત્રિમ મૂત્રપિંડનો ઉપયોગ કયો છે?
ઉત્તરઃ
કૃત્રિમ મૂત્રપિંડ ડાયાલિસિસ દ્વારા રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવાની પદ્ધતિ છે.

(3) કૃત્રિમ મૂત્રપિંડની કાર્યપદ્ધતિ સમજાવો.
ઉત્તર:
કૃત્રિમ મૂત્રપિંડમાં ડાયેલાઇઝર પ્રવાહી ભરેલી ટાંકીમાં અર્ધ પ્રવેશશીલ અસ્તર / પટલ ધરાવતી નલિકાઓ તરતી હોય છે. ડાયેલાઇઝર પ્રવાહીનું આસૃતિ દબાણ રુધિર જેટલું જ હોય છે, પરંતુ તેમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો ગેરહાજર હોય છે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, દર્દીના શરીરમાંથી રુધિરને નલિકાઓમાં પસાર કરવામાં આવે છે. આ દરમિયાન રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો પ્રસરણ દ્વારા ડાયેલાઇઝર પ્રવાહીમાં પ્રવેશે છે. શુદ્ધ થયેલા રુધિરને દર્દીના શરીરની શિરામાં પંપ કરી પાછું મોકલવામાં આવે છે.

પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers).

પ્રશ્ન 1.
તમારી શાળાની પ્રયોગશાળામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા પ્રયોગનું અવલોકન કરો.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 57
પ્રશ્નો :

(1) પ્રકાંડ અને પર્ણની શિરાઓનો રંગ જણાવો.
ઉત્તર:
લાલાશપડતો

(2) શું બીકમાં દ્રાવણનું કદ ઘટે છે? શા માટે?
ઉત્તર:
હા, કારણ કે વનસ્પતિના મૂળ બીકરમાં રહેલા દ્રાવણનું શોષણ કરે છે.

(3) પ્રકાંડનો આડો છેદ લેવામાં આવે તો તેમાં કયો ભાગ લાલ છે રંગમાં અવલોકન થશે? શા માટે?
ઉત્તર:
પ્રકાંડના આડા છેદમાં જલવાહક ભાગ લાલ રંગમાં અવલોકન થશે, કારણ કે જલવાહક પાણીના વહનનો માર્ગ છે.

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(4) તમારું તારણ જણાવો.
ઉત્તર:
મૂળ દ્વારા શોષાયેલા પાણી અને દ્રાવ્ય ખનીજો જલવાહક કોષો દ્વારા ઊર્ધ્વવહન પામે છે.

પ્રશ્ન 2.
કૂંડામાં ઉગાડેલો છોડ લો.
→ છોડની પર્ણો ધરાવતી એક શાખાને પારદર્શક પ્લાસ્ટિકની કોથળીમાં દાખલ કરી અને કોથળીનો ખુલ્લો છેડો શાખા સાથે બાંધો.
→ માટીના કૂંડામાં પૂરતું પાણી રેડો અને કૂંડાને થોડા કલાક સૂર્યપ્રકાશમાં મૂકો.
→ ત્યારબાદ કોથળીની અંદર સપાટીનું અવલોકન કરો.
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 58
પ્રશ્નો :

(1) શા માટે પ્લાસ્ટિક / પૉલિથીન કોથળીની અંદરની સપાટી પર પાણીનાં ટીપાં જોવા મળે છે?
ઉત્તર:
પણોંમાંથી ગુમાવાતી પાણીની બાષ્પનું ઘનીભવન થતાં પ્લાસ્ટિક / પૉલિથીન કોથળીની અંદરની સપાટી પર પાણીનાં ટીપાં જોવા મળે છે.

(2) પાણીનાં ટીપાંના નિર્માણમાં સૂર્યપ્રકાશની ભૂમિકા જણાવો.
ઉત્તર:
સૂર્યપ્રકાશ બાષ્પોત્સર્જન માટે જવાબદાર છે. વનસ્પતિમાંથી પાણી બાષ્પરૂપે ગુમાવાય છે. તેના કારણે ઉપરની તરફ ખેંચાણ સર્જાય છે.

(3) કૂંડામાંના છોડમાં પાણીનાં ટીપાં સુધી વહનમાર્ગ જણાવો.
ઉત્તર:
ભૂમિ → મૂળની જલવાહક → પ્રકાંડની જલવાહક → પર્ણની જલવાહક → વાયુરંધ્ર → પાણીની બાષ્પ

પ્રશ્ન ૩.
તમારા જમણા હાથની બે આંગળીઓ ડાબા કાંડા પર મૂકીને દબાવો અને નાડીના ધબકારા અનુભવો.
→ એક મિનિટમાં જમણા હાથની આંગળીઓ વડે અનુભવાતા નાડીના ધબકારાની સંખ્યા ગણો.
→ ચોક્કસતા માટે બેથી ત્રણ વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. બધાં અવલોકન આંકની સરેરાશ મેળવો.
→ હવે એક કે બે મિનિટ માટે થોડું અંતર ઝડપથી દોડો અથવા નિસરણીનાં પગથિયાં બે અથવા ત્રણ વખત પ્રમાણમાં ઝડપથી ચઢો.
→ અને ત્યારપછી ફરીથી તમારી નાડીના ધબકારા માપો.

પ્રશ્નો :

(1) સામાન્ય નાડી ધબકાર-આંક (Pulse-rate) જણાવો.
ઉત્તર:
60 – 100 / મિનિટ

(2) નાડીના ધબકારા અને હૃદયના ધબકારા વચ્ચેનો સંબંધ જણાવો.
ઉત્તર:
નાડીના ધબકારાનો દર અને હૃદયના ધબકારાનો દર સરખો હોય છે.

(3) થોડું દોડ્યા પછી કે નિસરણી ચઢ્યા પછી નાડીના ધબકાર આંક સામાન્ય કેટલો જોવા મળે છે?
ઉત્તર:
120 – 130 / મિનિટ

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ

(4) સામાન્ય સ્થિતિ કરતાં દોડ્યા પછી નાડીના ધબકારામાં શો ફેર પડે છે? શા માટે?
ઉત્તર:
દોડ્યા પછી નાડીના ધબકારાનો દર વધે છે, કારણ કે શરીરને વધારે ઑક્સિજનની જરૂર પડે છે. તે પૂરી કરવા હૃદયની પંપ તરીકેની કામગીરી ઝડપી બને છે.

Memory Map

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 59

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 60
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 61

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 62
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 63

GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 64
GSEB Class 10 Science Important Questions Chapter 6 જૈવિક ક્રિયાઓ 65

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *