This GSEB Class 9 Science Notes Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય covers all the important topics and concepts as mentioned in the chapter.
આપણી આસપાસમાં દ્રવ્ય Class 9 GSEB Notes
→ જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે છે, તેને દ્રવ્ય કહે છે.
→ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ (પ્રકૃતિ) Physical Nature of Matter) :
- દ્રવ્ય કણોનું બનેલું છે.
- દ્રવ્યના કણો અતિસૂક્ષ્મ હોય છે.
- દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો (અવકાશ) હોય છે.
- દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે.
- દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે.
→ દ્રવ્ય ત્રણ અવસ્થા ધરાવે છેઃ
- ઘન
- પ્રવાહી અને
- વાયુ.
→ ઘન અવસ્થાના ગુણધર્મો (Properties of the solid State) :
- ઘન અવસ્થા દઢ તથા અદબનીય હોય છે.
- ઘન અવસ્થા ચોક્કસ આકાર, સીમા અને કદ ધરાવે છે.
- ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે.
- ઘન પદાર્થના કણો વચ્ચે આંતરઆવીય અવકાશ નહિવત્ હોય છે.
→ પ્રવાહી અવસ્થાના ગુણધર્મો (Properties of the Liquid State) :
- પ્રવાહી અવસ્થાને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે પાત્રના આકાર જેવો આકાર ધારણ કરે છે.
- પ્રવાહી પદાર્થ નિશ્ચિત કદ અને દળ ધરાવે છે.
- પ્રવાહી પદાર્થ વહનશીલતાનો ગુણ ધરાવે છે.
→ વાયુ અવસ્થાના ગુણધર્મો (Properties of the Gaseous State) :
- વાયુ અવસ્થાને નિશ્ચિત કદ, આકાર કે સીમા હોતી નથી, પરંતુ ચોક્કસ દળ ધરાવે છે.
- વાયુ અવસ્થા દબનીય છે.
- વાયુ અવસ્થામાં દ્રવ્યનું શક્ય બધી જ દિશામાં પ્રસરણ થાય છે.
→ પદાર્થના પ્રતિએકમ કદના દળને તેની ઘનતા કહે છે. ઘનતા = \(\frac{દળ}{કદ}\)
→ જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ (Melting Point) કહે છે.
→ પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાને ગલન-ગુપ્ત ઉખા (Latent Heat of Fusion) કહે છે.
→ એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઊકળવા લાગે છે, તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલનબિંદુ (Boiling Point) કહે છે. અથવા જે તાપમાને પ્રવાહીનું બાષ્પદબાણ વાતાવરણના દબાણ જેટલું થાય, તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલનબિંદુ કહે છે.
→ પદાર્થના ઉત્કલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાને બાષ્પીભવન-ગુપ્ત ઉષ્મા (Latent Heat of Vaporisation) કહે છે .
→ તાપમાન અને દબાણના ફેરફાર દ્વારા દ્રવ્યની અવસ્થાઓનું એકબીજામાં રૂપાંતર થઈ શકે છે.
→ ઊર્ધ્વપાતન (Sublimation) દરમિયાન ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધેસીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે.
→ નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે, જેને વાયુનું પ્રવાહીકરણ કહે છે.
→ ઉત્કલનબિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન (Evaporation) કહે છે.
→ બાષ્પીભવનની ઝડપ નીચે દર્શાવેલાં પરિબળો પર આધાર રાખે છે : પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ, તાપમાન, ભેજ, પવનની ઝડપ
→ પદાર્થનું તાપમાન વધારતાં કણોની ગતિજ ઊર્જા વધે છે.