GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

Gujarat Board GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ Important Questions and Answers.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

વિશેષ પ્રશ્નોત્તર
તફાવત આપો :

પ્રશ્ન 1.
આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ
ઉત્તર:

આદિકોષકેન્દ્રી કોષ (Prokaryotic cell) સુકોષકેન્દ્રી કોષ (Eukaryotic cell)
1. કોષકેન્દ્રપટલની ગેરહાજરીને કારણે કોષનો કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. 1. તેમાં કોષકેન્દ્રપટલની હાજરીને કારણે કોષકેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે.
2. તેમાં પ્રાથમિક (આદિ) કોષકેન્દ્ર હોય છે. 2. તેમાં સુવિકસિત કોષકેન્દ્ર હોય છે.
3. તેમાં અવિકસિત કોષકેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિઇક ઍસિડ હોય છે. તેને ન્યુક્લિૉઇડ કહે છે 3.તેમાં ન્યુક્લિઇક ઍસિડ અને પ્રોટીનના બનેલાં રંગસૂત્રોનું  આયોજન થયેલું હોય છે.
4. તેમાં કોષકેન્દ્રપટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. ઉદા બૅક્ટરિયાનો કોષ. 4. તેમાં કોષકેન્દ્રપટલ તેમજ  પટલીય કોષીય અંગિકાઓની ., હાજરી હોય છે. ઉદા.,વનસ્પતિકોષ અને પ્રાણીકોષ.

પ્રશ્ન 2.
કણાભસૂત્ર અને હરિતકણ
ઉત્તર:

કણાભસૂત્ર હરિતકણ
1. તેને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. 1. તેને કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે.
2. તે વનસ્પતિકોષ અને પ્રાણીકોષ બંનેમાં જોવા મળે છે. 2. તે ફક્ત વનસ્પતિકોષમાં જોવા મળે છે.
3. તેના આંતરિક આયોજનમાં અંત આવરણ ઊંડા અંત:પ્રવર્ધા ધરાવે છે. 3. તેના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો સ્ટ્રોમામાં ગોઠવાયેલા છે.
4. તે રંજકદ્રવ્ય ધરાવતા નથી. 4. તે ક્લોરોફિલ ઉપરાંત પીળા કે નારંગી રંજકદ્રવ્યો ધરાવે છે.
5. તે કોષમાં ATPના નિર્માણમાં અગત્યના છે. 5. તે વનસ્પતિકોષમાં પ્રકાશસંશ્લેષણ માટે અગત્યના છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 3.
ખરબચડી અંતઃકોષરસજાળ અને લીસી અંતઃકોષરસજાળ
ઉત્તર:

ખરબચડી અંતઃકોષરસજાળ લીસી અંતઃકોષરસજાળ
1. તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે. 1. તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી.
2. તે પ્રોટીન અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે. 2. તે ચરબીના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે.

પ્રશ્ન 4.
વનસ્પતિકોષની રસધાની અને પ્રાણીકોષની રસધાની
ઉત્તર:

વનસ્પતિકોષની રસધાની

પ્રાણીકોષની રસધાની

1. વનસ્પતિકોષમાં રસધાની ઘણા મોટા કદની હોય છે. 1. પ્રાણીકોષમાં રસધાની નાના કદની હોય છે.
2. વનસ્પતિકોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. 2. પ્રાણીકોષની રસધાની અન્નધાની તરીકે ખોરાકના દ્રવ્યો ધરાવે છે.
3. તે કોષને આશૂનતા અને બરડતા આપે છે. 3. તે કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણી અને નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે.

નીચેનાં વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપો:

પ્રશ્ન 1.
કોષ સજીવનો પાયાનો એકમ છે.
ઉત્તર:

  • બધા સજીવ કોષોના બનેલા છે. કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે.
  • દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે.
  • દરેક કોષમાં સજીવનાં બધાં જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો હોય છે.
  • એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજિત થઈ તેવા જ પ્રકારના કોષ ઉત્પન્ન કરે છે. આથી કોષ સજીવનો પાયાનો એકમ છે.

પ્રશ્ન 2.
લાયસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી કહે છે.
ઉત્તરઃ

  • લાયસોઝોમમાં ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સચકો આવેલા છે.
  • આ ઉન્સેચકો કોષાંતરીય પાચનનું કાર્ય કરે છે.
  • કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે કે કોષની ચયાપચયમાં ખલેલ પડે છે ત્યારે લાયસોઝોમના ઉસેચકો બહાર નીકળી, બધી જ કોષીય અંગિકાઓને પચાવી, તેમનો નાશ કરે છે. આથી લાયસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી કહે છે.

પ્રશ્ન 3.
કણાભસૂત્રને કોષના પાવરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે. અથવા કણાભસૂત્રને કોષનું ઊર્જાઘર કહે છે.
ઉત્તર:

  • સજીવકોષમાં જ્યાં ઊર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવરહાઉસ (ઊર્જાઘર) કહે છે.
  • જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે. તે ઊર્જા-સ્વરૂપ ATP (એડિનોસાઇન ટ્રાયફૉસ્કેટ) કણાભસૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી કણાભસૂત્રને કોષના પાવરહાઉસ કે ઊર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 4.
કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.
ઉત્તરઃ

  • કોષરસપટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે.
  • તે કેટલાંક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે.
  • તે કેટલાંક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.

પ્રશ્ન 5.
કોષકેન્દ્ર કોષ માટે સૌથી અગત્યની અંગિકા છે.
ઉત્તર:
કોષકેન્દ્રનાં કાર્યો :

  • તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે.
  • તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે.
  • કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા, કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષકેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે.
  • રંગસૂત્રોમાં રહેલ DNA(જનીન)ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. દા. ત., પિતામાંથી અનુગામી પેઢીના પુત્રમાં.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 6.
ATPને કોષનું ઊર્જાચલણ કહે છે.
ઉત્તર:

  • ATP એડિનોસાઈન ટ્રાયફૉસ્ફટ તરીકે ઓળખાતું કોષનું ઊર્જાસભર સંયોજન છે.
  • કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે. આ ઊર્જા ATP સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કેટલીક ક્રિયાઓમાં ઊર્જા મુક્ત થાય છે. આ ઊર્જા ATP સ્વરૂપે હોય છે.
  • આમ, ATP કોષના ઊર્જા (શક્તિ) ચલણ તરીકે ઓળખાય છે.
  • ATPમાં સંગૃહીત ઊર્જાનો ઉપયોગ શરીરમાં નવાં રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય માટે કરવામાં આવે છે. કણાભસૂત્રોમાં થતી ક્રિયાઓ દ્વારા ATPનું નિર્માણ થાય છે.

જોડકાં જોડો :

પ્રશ્ન 1.

વિભાગ I વિભાગ II
1. કોષકેન્દ્ર a. પ્રકાશસંશ્લેષણની ક્રિયા
2. કણાભસૂત્ર b. કોષની ક્રિયાઓનું નિયમન
3. હરિતકણ c. પ્રોટીનનું સંશ્લેષણ
4. રિબોઝોમ d. કોષીય શ્વસન
e. સ્ત્રાવનું વહન

ઉત્તરઃ

વિભાગ I વિભાગ II
1. કોષકેન્દ્ર b. કોષની ક્રિયાઓનું નિયમન
2. કણાભસૂત્ર d. કોષીય શ્વસન
3. હરિતકણ b. કોષની ક્રિયાઓનું નિયમન
4. રિબોઝોમ c. પ્રોટીનનું સંશ્લેષણ

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 2.

વિભાગ I (વૈજ્ઞાનિકનાં નામ) વિભાગ II (શોધ)
1. શ્લેઇડન અને ક્વૉન a. કોષ
2. રૉબર્ટ બ્રાઉન b. જીવરસ
3. રૉબર્ટ હૂક c. કોષવાદ
4. પરકિજે d. કોષકેન્દ્ર
e. કોષદીવાલ

ઉત્તરઃ

વિભાગ I (વૈજ્ઞાનિકનાં નામ) વિભાગ II (શોધ)
1. શ્લેઇડન અને ક્વૉન c. કોષવાદ
2. રૉબર્ટ બ્રાઉન d. કોષકેન્દ્ર
3. રૉબર્ટ હૂક a. કોષ
4. પરકિજે b. જીવરસ

પ્રશ્ન 3.

વિભાગ I વિભાગ II
1. ઊર્જાઘર a. રસધાની
2. જાળીમય તંત્ર b. અંતરજાળ
3. કચરો ત્યજતું તંત્ર c. કણાભસૂત્ર
4. કોષની આશૂનતા d. લાયસોઝોમ

ઉત્તર:

વિભાગ I વિભાગ II
1. ઊર્જાઘર c. કણાભસૂત્ર
2. જાળીમય તંત્ર b. અંતરજાળ
3. કચરો ત્યજતું તંત્ર d. લાયસોઝોમ
4. કોષની આશૂનતા a. રસધાની

નામનિર્દેશનવાળી આકૃતિ દોરો :

પ્રશ્ન 1.
આદિકોષકેન્દ્રી કોષ
ઉત્તર:
પ્રાથમિક પ્રકારનું કોષકેન્દ્ર ધરાવતા કોષને આદિકોષકેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહે છે. આવા કોષ ધરાવતા સજીવોને આદિકોષકેન્દ્રી સજીવો કહે છે.

દા. ત., બૅક્ટરિયા (જીવાણુ), સાયેનોબૅક્ટરિયા (નીલહરિત લીલ).
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 9
[આકૃતિ : આદિકોષકેન્દ્રી કોષ]

  • તેમાં કોષકેન્દ્રપટલના અભાવને કારણે કોષનો કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવિકસિત કોષકેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિઇક ઍસિડ હોય છે. તેને ન્યુક્લિૉઇડ કહે છે.
  • વિવિધ પટલમય અંગિકાઓ કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીપ્રસાધન, અંતઃકોષરસજાળ વગેરેનો અભાવ હોય છે.
  • વિવિધ પટલમય અંગિકાઓના અભાવે અંગિકા દ્વારા થતાં ઘણાં કાર્યો કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે.
  • પ્રકાશસંશ્લેષી બૅક્ટરિયા(આદિકોષકેન્દ્રી સજીવો)માં ક્લોરોફિલ કોષરસીયપટલની પુટિકા (કોથળી જેવી રચના)માં હોય છે.
  • જાણકારી માટે કોષમાં 70 s (s-સ્વેડબર્ગ એકમ) પ્રકારના રિબોઝોમ આવેલા હોય છે.)

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 2.
પ્રાણીકોષ
ઉત્તર:
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 1

પ્રશ્ન 3.
વનસ્પતિકોષ
ઉત્તર:
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 2

પ્રસ્તાવના

પ્રશ્ન 1.
કોષ શબ્દનો અર્થ આપી, તેની શોધ વિશે માહિતી આપો.
ઉત્તર:

  • કોષ શબ્દ લેટિન શબ્દ “સેલ્યુલા'(Cellula) માંથી મેળવ્યો છે, જેનો અર્થ નાનો ઓરડો (Small room) થાય છે.
  • રૉબર્ટ હૂક (1665) નામના અંગ્રેજ વૈજ્ઞાનિક પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર(માઈક્રોસ્કોપ)માં બાટલીના બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કરતાં તેમાં તેમને મધપૂડાનાં પાનાં જેવી રચના જોવા મળી. તેને કોષ (Cell) તરીકે ઓળખાવી.
  • આ ખૂબ જ નાની ઘટનાનું સ્થાન જીવવિજ્ઞાનના ઇતિહાસમાં . ખૂબ અગત્યનું હતું. રૉબર્ટ હૂકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે. આ એકમો માટે જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 2.
નીચેના વૈજ્ઞાનિકોનો જીવવિજ્ઞાનમાં ફાળો જણાવો:
(1) રૉબર્ટ હૂક
ઉત્તર:
રૉબર્ટ હૂક (Robert Hooke) (1665): આ અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી, તેમાં ઓકની છાલ(બૂચ)ના નિર્જીવ કોષો જોયા. બૂચની મધપૂડાનાં ખાનાઓ જેવી રચનાને તેમણે સૌપ્રથમ કોષ નામ આપ્યું.

(2) લ્યુબૅનહૉક
ઉત્તર:
લ્યુબૅરહૉક (Leeuwenhoek) (1674): આ વૈજ્ઞાનિક જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી, તેમાં સૌપ્રથમ વખત બૅક્ટરિયા સહિત ઘણા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો. તેમણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી કોષકેન્દ્રનું નિરીક્ષણ કર્યું.

(3) રૉબર્ટ બ્રાઉન
ઉત્તર:
રૉબર્ટ બ્રાઉન (Robert Brown) (1831): આ વૈજ્ઞાનિકે વનસ્પતિકોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષકેન્દ્ર તરીકે વર્ણવ્યું.

(4) પરકિજે
ઉત્તર:
પરકિજે Purkinje) (1839): આ વૈજ્ઞાનિક કોષમાં રહેલાં જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ (જીવરસ) નામ આપ્યું.

(5) શ્લેઇડન અને સ્ક્વૉન
ઉત્તર:
શ્લેઇડન અને વૉન (Schleiden and schwann) – (1838 અને 1839): તેમણે કોષવાદ રજૂ કર્યો. તેમના મતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે.

(6) વિર્શીવ
ઉત્તર:
વિર્શોવ virchow) (1855): આધુનિક કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે.

(7) કેમેલો ગોલ્ગી
ઉત્તર:
કેમિલો ગોલ્ગી (Camillo Golgn) (1890) આ વૈજ્ઞાનિકે ગોલ્ગીપ્રસાધનનું સૌપ્રથમ અવલોકન અને વ્યવસ્થિત વર્ણન કર્યું.
નોંધઃ પાઠ્યપુસ્તકમાં વૈજ્ઞાનિકોની સમજૂતી વધારે જાણવા માટેના મુદ્દા તરીકે સમાવેશ કરાયો છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 3.
એકકોષીય (Unicellular) અને બહુકોષીય (Multicellular) સજીવોની માહિતી આપો.
અથવા
સમજાવો બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે.
ઉત્તર:
સૂક્ષ્મદર્શક યંત્રની શોધ પછી એવું જાણી શકાયું છે કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે.
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 3
દરેક સજીવમાં કોષવિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. આમ, બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે.

પ્રશ્ન 4.
નીચે આપેલા માનવશરીરના વિવિધ આકારના કોષ ઓળખી, તેમનાં નામ આપો.
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 4
[આકૃતિ : વિવિધ આકારના કોષ)
ઉત્તર:
(a) અંડકોષ,
(b) અરેખિત સ્નાયુતંતુ,
(c) ચેતાકોષ,
(d) રુધિરકોષો,
(e) શુક્રકોષ,
(f) અસ્થિકોષ અને
(g) મેદકોષ.

પ્રશ્ન 5.
સજીવોમાં શ્રમ(કાય)ની વહેચણી સમજાવો.
અથવા
સમજાવોઃ ઉચ્ચ સજીવોની જેમ એકકોષી સજીવોમાં પણ શ્રમની વહેચણી થયેલી હોય છે.
ઉત્તર:
સજીવોનાં કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે. દા.ત., અમીબા જેવા પ્રાણીના કોષનો આકાર સતત બદલાતો રહે છે. એકકોષી પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી, અંગ, તંત્ર સ્વરૂપી આયોજન નથી, પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે. કોષમાં : ચોક્કસ દ્રવ્યનું નિર્માણ, અન્નકણોનું પાચન, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે.

બહુકોષી સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમવિભાજન થયેલું હોય છે. દા. ત., મનુષ્ય શરીરના જુદા જુદા ભાગો જુદાં જુદાં કાર્ય કરે : છે. હૃદય રુધિર પરિવહનનું, જ્યારે જઠર ખોરાકના પાચનનું કાર્ય કરે : છે. આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે. જેમ કે : ચેતાકોષ, રક્તકણ, વિવિધ પ્રકારના સ્નાયુકોષ.

આમ, એકકોષી સજીવોમાં અંગિકા સ્તરે જ્યારે બહુકોષી : સજીવોમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાએ શ્રમવિભાજન થયેલું હોય છે.

પ્રશ્ન 6.
કોષનું આયોજન કેવી રીતે થાય છે?
ઉત્તર:

  • પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો કોષરસપટલ, કોષકેન્દ્ર અને કોષરસ હોય છે.
  • કોષરસ કોષનાં વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે, તેને અંગિકાઓ કહે છે. દા. ત., કણાભસૂત્ર, અંતઃકોષરસજાળ, ગોલ્ગીપ્રસાધન, લાયસોઝોમ, રિબોઝોમ વગેરે.
  • આમ, વિવિધ અંગિકાઓ ધરાવતો કોષરસ, કોષકેન્દ્ર અને કોષને ઘેરતા કોષરસપટલ દ્વારા કોષનું આયોજન થાય છે.
  • આ આયોજનથી કોષની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે.

પ્રશ્ન 7.
કોષરસપટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો લખો.
ઉત્તર:
કોષરસપટલનું સ્થાન કોષરસપટલ એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. પ્રાણીકોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે, જ્યારે જીવાણુકોષ અને વનસ્પતિકોષમાં તે કોષદીવાલની અંદરની તરફ આવેલું છે.

લાક્ષણિકતાઃ કોષરસપટલ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ (કલા) છે.

કાર્યો:

  • તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે.
  • તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે.
  • તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતાં અને કોષમાંથી બહાર નીકળતાં દ્રવ્યોના નિયમનનું છે.
  • તેમાંથી O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણ દ્વારા પસાર થાય છે.
  • તેમાંથી પાણીના અણુઓ આકૃતિ દ્વારા પસાર થાય છે.

પ્રશ્ન 8.
પ્રસરણ એટલે શું? કોષના વાયુ-વિનિમય આધારે સમજાવો.
ઉત્તરઃ

  • કોઈ પણ વ્ય(પદાર્થ)ના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ તરફથી તેમના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ ક્રિયાને પ્રસરણ (Diffusion) કહે છે.
  • જીવંત કોષોમાં વાયુ-વિનિમય ક્રિયા પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે. દા. ત., કોષની અંદર થતા શ્વસનને પરિણામે CO2 ઉત્પન્ન 3 થાય છે. આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં CO2નો સંચય થતાં CO2ની સાંદ્રતા વધે છે. (CO2 ઉત્સર્ગ દ્રવ્ય છે. કોષ દ્વારા તેનો નિકાલ જરૂરી છે.) સાપેક્ષમાં કોષની બહારના પર્યાવરણમાં CO2 ની સાંદ્રતા ઓછી હોય છે. આમ થવાથી કોષની અંદરના વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO બહારના ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં પ્રસરણ પામે છે.
  • આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી O2 કોષમાં પ્રવેશ પામે છે.
  • આમ, પ્રસરણની ક્રિયા કોષો વચ્ચે તેમજ કોષો અને પર્યાવરણ – વચ્ચે થતા વાયુ(વાત)-વિનિમયમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

પ્રશ્ન 9.
પરસ્પર સાંદ્રતાના ધોરણે દ્રાવણના પ્રકાર સમજાવો.
અથવા
સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો.
ઉત્તરઃ
પરસ્પર સાંદ્રતાના ધોરણે દ્રાવણો ત્રણ પ્રકારનાં હોઈ શકે ?

  • સમસાંદ્ર દ્રાવણ (આઇસોટોનિક દ્રાવણ – Isotonic solution) : બંને દ્રાવણોની સાંદ્રતા એકસરખી હોય કે બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સરખી હોય, તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે.
  • અધોસાંદ્ર દ્રાવણ (હાઇપોટોનિક દ્રાવણ -Hypotonic solution) : જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે.
  • અધિસાંદ્ર દ્રાવણ (હાઇપરટોનિક દ્રાવણ –Hypertonic Solution) જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 10.
જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણીકોષ અને વનસ્પતિકોષ પર થતી અસરો સમજાવો.
અથવા
સમજાવો આસૃતિ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા પ્રસરણનો વિશિષ્ટ પ્રકારની ક્રિયા છે.
ઉત્તરઃ
જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની કોષ પર થતી અસરઃ

  • જો કોષને હાઇપોટોનિક (કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની વધારે સાંદ્રતા ધરાવતા) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આ ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય છે. આમ, પાણીના શોષણથી કોષ ફૂલે છે અને કોષનું કદ વધે છે.
  • જો કોષને આઇસોટોનિક (કોષની અંદરના દ્રાવણ જેટલી જ પાણીની સાંદ્રતા ધરાવતા) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષકલામાંથી બંને દિશામાં પસાર થશે. જેટલું પાણી કોષમાં દાખલ થાય છે એટલું જ પાણી કોષમાંથી બહાર નીકળે છે. આથી કોષના કદમાં કોઈ ફેરફાર થશે નહિ.
  • જો કોષને હાઇપરટોનિક (કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષકલામાંથી બે દિશામાં પ્રસરણ પામે છે. કોષમાંથી વધારે પાણી બહાર નીકળે છે અને અંતે કોષ સંકોચાઈ જાય છે. તેથી કોષનું કદ ઘટે છે.

આ ઘટના નીચેની આકૃતિઓ પરથી સમજી શકાય:
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 5
[આકૃતિ :(a) જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણીકોષ પર અસર]
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 6
[આકૃતિ : (b) જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની વનસ્પતિકોષ પર અસર]

પ્રશ્ન 11.
આસૃતિ (Osmosis) એટલે શું? આમૃતિ ક્રિયાનું એક ઉદાહરણ જણાવી, આસૃતિ ક્રિયાનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:

  • આસૃતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે.
  • વ્યાખ્યાઃ બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે છે
  • સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આસુતિ (રસાકર્ષણ) કહે છે. આકૃતિ ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક (અધોસાંદ્ર) દ્રાવણમાંથી હાઇપરટોનિક (અધિસાંદ્ર) દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
  • આઇસોટોનિક (પાણીની સમાન સાંદ્રતા ધરાવતા) દ્રાવણો વચ્ચે આકૃતિ ક્રિયા થતી નથી.

ઉદાહરણઃ

  • સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકતાં, થોડા સમય બાદ દ્રાક્ષ પાણી મેળવી ફૂલે છે. લીલી દ્રાક્ષ ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકતાં, થોડા સમય બાદ પાણી ગુમાવી ચીમળાઈ જાય છે.
  • મહત્ત્વઃ મીઠા પાણીના એકકોષીય સજીવો અને મોટા ભાગના વનસ્પતિકોષો આસૃતિ દ્વારા પાણી મેળવે છે. વનસ્પતિમાં મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ આકૃતિ દ્વારા 3 થાય છે.

પ્રશ્ન 12.
કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો.
ઉત્તર:
કોષના જીવન માટે જરૂરી બાબતો

  • કોષ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ-વિનિમય કરે છે.
  • કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે.
  • વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઊર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે.

પ્રશ્ન 13.
કોષરસપટલની સંરચના જણાવી, અંતર્વહન(Endocytosis)ની સમજૂતી આપો.
ઉત્તર:

  • કોષરસપટલની સંરચનાનું અવલોકન વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર (ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ) વડે થઈ શકે છે.
  • કોષરસપટલ કાર્બનિક અણુ પ્રોટીન અને લિપિડનું બનેલું છે.
  • અંતર્વહન : કોષરસપટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો ગ્રહણ કરે છે. આ ક્રિયાને અંતર્વહન કહે છે. અમીબામાં ખોરાક અંતઃગ્રહણ અંતર્વહન ક્રિયા દ્વારા થાય છે.

પ્રશ્ન 14.
ટૂંક નોંધ લખો : કોષદીવાલ
ઉત્તર:

  • વનસ્પતિકોષમાં કોષરસપટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષદીવાલ કહે છે.
    પ્રાણીકોષમાં કોષદીવાલનો અભાવ હોય છે.
  • વનસ્પતિકોષની કોષદીવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો છે. તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે.

કાર્યોઃ

  • તે કોષનો આકાર જાળવી રાખે છે.
  • તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને છે.
  • તે કોષને વધુ પડતા જલશોષણથી બચાવે છે.
  • તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે.

પ્રશ્ન 15.
વનસ્પતિકોષો તેમજ ફૂગ અને બૅક્ટરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતાં નથી. શા માટે?
ઉત્તર:

  • વનસ્પતિકોષ તેમજ ફૂગ અને બૅક્ટરિયાના કોષ કોષદીવાલ ધરાવે છે. આ કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે આસૃતિ દ્વારા કોષોમાં પાણી પ્રવેશ પામે છે. પરિણામે કોષો ફૂલે છે.
  • આસૃતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષરસ કોષદીવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે, પરંતુ કોષદીવાલ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે.
  • કોષદીવાલને કારણે આ કોષો બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના વધુમાં વધુ ફેરફારોનો સામનો કરી શકે છે. આમ, કોષદીવાલને કારણે વનસ્પતિકોષ તેમજ ફૂગ અને બૅક્ટરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતાં નથી.

પ્રશ્ન 16.
સુકોષકેન્દ્રી કોષનું કોષકેન્દ્ર સમજાવો.
અથવા
કોષકેન્દ્રપટલ અને રંગસૂત્રીય દ્રવ્ય સમજાવી, કોષકેન્દ્રનાં કાર્યો લખો.
ઉત્તર:
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 7

કોષકેન્દ્રનાં કાર્યો :

  • તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે.
  • તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે.
  • કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા, કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષકેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે.
  • રંગસૂત્રોમાં રહેલ DNA(જનીન)ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. દા. ત., પિતામાંથી અનુગામી પેઢીના પુત્રમાં.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 17.
ટૂંક નોંધ લખો રંગસૂત્ર
ઉત્તર:
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 7

પ્રશ્ન 18.
કોષકેન્દ્ર આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો.
ઉત્તર:
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 8

આદિકોષકેન્દ્રી કોષ (Prokaryotic cell) સુકોષકેન્દ્રી કોષ (Eukaryotic cell)
1. કોષકેન્દ્રપટલની ગેરહાજરીને કારણે કોષનો કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. 1. તેમાં કોષકેન્દ્રપટલની હાજરીને કારણે કોષકેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે.
2. તેમાં પ્રાથમિક (આદિ) કોષકેન્દ્ર હોય છે. 2. તેમાં સુવિકસિત કોષકેન્દ્ર હોય છે.
3. તેમાં અવિકસિત કોષકેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિઇક ઍસિડ હોય છે. તેને ન્યુક્લિૉઇડ કહે છે 3.તેમાં ન્યુક્લિઇક ઍસિડ અને પ્રોટીનના બનેલાં રંગસૂત્રોનું  આયોજન થયેલું હોય છે.
4. તેમાં કોષકેન્દ્રપટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. ઉદા બૅક્ટરિયાનો કોષ. 4. તેમાં કોષકેન્દ્રપટલ તેમજ  પટલીય કોષીય અંગિકાઓની ., હાજરી હોય છે. ઉદા.,વનસ્પતિકોષ અને પ્રાણીકોષ.

પ્રશ્ન 19.
ટૂંકી માહિતી આપોઃ આદિકોષકેન્દ્રી કોષ
અથવા
સમજાવોઃ પ્રોકેરિયોટિક કોષ
ઉત્તર:
પ્રાથમિક પ્રકારનું કોષકેન્દ્ર ધરાવતા કોષને આદિકોષકેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહે છે. આવા કોષ ધરાવતા સજીવોને આદિકોષકેન્દ્રી સજીવો કહે છે.

દા. ત., બૅક્ટરિયા (જીવાણુ), સાયેનોબૅક્ટરિયા (નીલહરિત લીલ).
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 9
[આકૃતિ : આદિકોષકેન્દ્રી કોષ]

  • તેમાં કોષકેન્દ્રપટલના અભાવને કારણે કોષનો કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવિકસિત કોષકેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિઇક ઍસિડ હોય છે. તેને ન્યુક્લિૉઇડ કહે છે.
  • વિવિધ પટલમય અંગિકાઓ કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીપ્રસાધન, અંતઃકોષરસજાળ વગેરેનો અભાવ હોય છે.
  • વિવિધ પટલમય અંગિકાઓના અભાવે અંગિકા દ્વારા થતાં ઘણાં કાર્યો કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે.
  • પ્રકાશસંશ્લેષી બૅક્ટરિયા(આદિકોષકેન્દ્રી સજીવો)માં ક્લોરોફિલ કોષરસીયપટલની પુટિકા (કોથળી જેવી રચના)માં હોય છે.

જાણકારી માટે કોષમાં 70 s (s-સ્વેડબર્ગ એકમ) પ્રકારના રિબોઝોમ આવેલા હોય છે.)

પ્રશ્ન 20.
ટૂંકી માહિતી આપો : કોષરસ
ઉત્તર:

  • કોષરસપટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે.
  • સુકોષકેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે.

પ્રશ્ન 21.
વાઇરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર:

  • વાઇરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી. તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી.
  • વાઇરસ જ્યાં સુધી જીવંત શરીર(યજમાન કોષ)માં દાખલ થઈ કોષીય યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા દર્શાવતા નથી. આમ, જીવિતતા માટે પટલ મહત્ત્વનું છે.

પ્રશ્ન 22.
કોષીય અંગિકાઓ એટલે શું? સુકોષકેન્દ્રી કોષો શા માટે પટલમય અંગિકાઓ ધરાવે છે? અગત્યની કોષીય અંગિકાઓનાં નામ આપો.
ઉત્તર:

  • સુકોષકેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે. તેમને કોષીય અંગિકાઓ કહે છે.
  • પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષકેન્દ્રી કોષને આદિકોષકેન્દ્રી કોષથી અલગ કરે છે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષકેન્દ્રી કોષો ધરાવે છે.
  • આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. આથી સુકોષકેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે.

અગત્યની કોષીય અંગિકાઓ અંતઃકોષરસજાળ, ગોલ્ગીપ્રસાધન, લાયસોઝોમ, કણાભસૂત્ર, રંજકકણ અને રસધાની.

પ્રશ્ન 23.
વર્ણવો : અંતઃકોષરસજાળ
અથવા
અંતઃકોષરસજાળના સ્થાન, રચના, પ્રકાર અને કાર્યોની સમજૂતી આપો.
ઉત્તર:

  • અંતઃકોષરસજાળઃ સ્થાનઃ સુકોષકેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે.
  • રચનાઃ તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવરિત જાળીમય સ્વરૂપ ધરાવે છે.
  • અંત:કોષરસજાળની પટલીય સંરચના કોષરસપટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે.
  • વિભિન્ન કોષોમાં અંતઃકોષરસજાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશાં જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 10
[આકૃતિ : અંતઃકોષરસજાળની સૂક્ષ્મ સંરચના]
[નોંધ: આકૃતિ માત્ર સમજૂતી માટે છે.]
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 11

ખરબચડી (કણિકામય) અંતઃકોષરસજાળ (Rough Endoplasmic Reticulum) લીસી અંતઃકોષરસજાળ (Smooth Endoplasmic Reticulum)
1. તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે.  1. તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી.
2. તે પ્રોટીનસંશ્લેષણનું કાર્ય કરે છે. 2. તે લિપિડ તથા સ્ટિરૉઇડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 12
[આકૃતિ : અંતઃકોષરસજાળ]

કાર્યો:

  • કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસજાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે.
  • કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કેટલાંક પ્રોટીન અને લિપિડ કોષરસપટલના બંધારણમાં ઉપયોગી જ્યારે કેટલાંક ઉત્સુચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે.
  • કોષની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે.
  • પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતકોષોમાં લીસી અંતઃકોષરસજાળ (SER) ઘણાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 24.
ટૂંકી સમજૂતી લખો:
(1) રિબોઝોમ્સ
ઉત્તર:
તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે.

  • તે આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ બંનેમાં જોવા મળતી અંગિકા છે.
  • રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે.
  • સુકોષકેન્દ્રી કોષના કોષરસમાં, કણિકામય અંતઃકોષરસજાળ(RER)ની સપાટી પર, હરિતકણમાં, કણાભસૂત્રમાં જોવા મળે છે.
  • તે કોષમાં પ્રોટીનસંશ્લેષણ માટેનું સ્થાન છે.

(2) પટલનું જૈવસંશ્લેષણ
ઉત્તર:

  • કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષણ કરાતા કેટલાંક પ્રોટીન અને લીસી અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામતા લિપિડ કોષરસપટલના બંધારણમાં મદદરૂપ છે.
  • આ ક્રિયા પટલના જૈવસંશ્લેષણ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 25.
ટૂંક નોંધ લખો ગોલ્ગીપ્રસાધન
ઉત્તર:

  • સંશોધનઃ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક ગોલ્ગીપ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું.
  • સ્થાનઃ પ્રાણીકોષોમાં અને વનસ્પતિકોષોમાં.
  • રચનાઃ તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી છે પુટિકાઓ આવેલી છે. આવી પુટિકાઓને સિસ્ટર્ની કહે છે. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે.
  • ગોલ્ગીપ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 13
[આકૃતિ : ગોલ્ગીપ્રસાધનની સૂક્ષ્મ રચના]

નોધઃ ગોલ્ગીપ્રસાધનનો ઉદ્દભવ લીસી અંત:કોષરસજાળની કલા(પટલ)માંથી થાય છે.)
[નોંધ: આકૃતિ માત્ર સમજૂતી માટે છે.]

કાર્યો:

  • અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગીપ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે.
  • નીપજોનું પૅકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગીપ્રસાધનની પુટિકાઓમાં થાય છે.
  • કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે.
  • તે લાયસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે.

પ્રશ્ન 26.
ટૂંક નોંધ લખો : લાયસોઝોમ
ઉત્તર:

  • ઉત્પત્તિઃ ગોલ્ગીપ્રસાધનમાંથી પુટિકાઓરૂપે લાયસોઝોમ ઉત્પન્ન થાય છે.
  • સંરચના: પાચક ઉન્સેચકો (હાઇડ્રોલેઝિસ) ધરાવતી આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે.
  • લાયસોઝોમ કોથળીના ઉત્સચકો કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામે છે.

મહત્ત્વ:

  • લાયસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે. કારણ કે, તે બધાં કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉન્સેચકો ધરાવે છે.
  • તે કોઈ પણ વિદેશી દ્રવ્ય (બહારથી કોષમાં પ્રવેશતા બૅક્ટરિયા કે ખોરાક) તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી, કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આમ, લાયસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય(કચરા)ને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે છે.
  • હાનિકારક કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાયસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે.
  • ઉદા., જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાયસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉલ્લેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે.
  • આથી લાયસોઝોમને કોષની ‘આત્મઘાતી કોથળી’ કહે છે.

પ્રશ્ન 27.
કણાભસૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો.
અથવા
માહિતીસભર નોંધ લખો: કોષનું શક્તિઘર
ઉત્તર:

  • કણાભસૂત્રઃ રચના કણાભસૂત્ર બે આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણુંખરું છિદ્રિષ્ઠ હોય છે અને અંત:આવરણ ઊંડા અંતઃપ્રવર્ધા ધરાવે છે.
  • આ અંતઃપ્રવધ ATP-નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ (ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન) માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે.
  • વિશિષ્ટતાઃ કણાભસૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકાર DNA અને રિબોઝોમ્સ (70 S પ્રકાર) ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 14
[આકૃતિ : કણાભસૂત્ર – માત્ર સમજૂતી માટે ]

કાર્ય:

  • કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા ATP(એડિનોસાઇન ટ્રાયફૉસ્ફટ)ના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે.
  • ATP કોષના ઊર્જા (શક્તિ) ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્ર કોષના ઊર્જાઘર તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 28.
ટૂંક નોંધ લખો: ATP
ઉત્તર:

  • ATP એડિનોસાઈન ટ્રાયફૉસ્ફટ તરીકે ઓળખાતું કોષનું ઊર્જાસભર સંયોજન છે.
  • કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે. આ ઊર્જા ATP સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કેટલીક ક્રિયાઓમાં ઊર્જા મુક્ત થાય છે. આ ઊર્જા ATP સ્વરૂપે હોય છે.
  • આમ, ATP કોષના ઊર્જા (શક્તિ) ચલણ તરીકે ઓળખાય છે.
  • ATPમાં સંગૃહીત ઊર્જાનો ઉપયોગ શરીરમાં નવાં રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય માટે કરવામાં આવે છે. કણાભસૂત્રોમાં થતી ક્રિયાઓ દ્વારા ATPનું નિર્માણ થાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 29.
માહિતીસભર નોંધ લખો: રંજકકણો
અથવા
રંજકકણોના પ્રકાર અને રચના સમજાવો.
ઉત્તર:
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 15
રંજકકણોની રચના : રંજકકણોની બાહ્ય રચના કણાભસૂત્રની રચના જેવી છે. રંજકકણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. તેને આધારક (સ્ટ્રોમા) કહે છે.

રંજકકણો (હરિતકણો) પોતાના આગવા વલયાકાર DNA અને રિબોઝોમ્સ ધરાવે છે.
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 16
[આકૃતિ : હરિતકણ – માત્ર સમજૂતી માટે]

[નોંધ: રંજકકણ ત્રણ પ્રકારના રંગકણ, હરિતકણ અને રંગવિહીન કણ તરીકે હોય છે. રંગકણ પુષ્પ, ફળ, બીજ વગેરેના રંગ માટે, જ્યારે હરિતકણ પર્ણના રંગ માટે અને રંગવિહીન કણ ખોરાકસંગ્રહી કણ તરીકે હોય છે. પરંતુ પાઠ્યપુસ્તકમાં રંજકકણના બે પ્રકાર રંગકણ અને રંગવિહીન કણ તેમજ હરિતકણને રંગકણ તરીકે જ સમાવાયા છે.]

પ્રશ્ન 30.
ટૂંક નોંધ લખો : રસધાનીઓ
અથવા
વનસ્પતિકોષ અને પ્રાણીકોષમાં જોવા મળતી રસધાની સમજાવો.
ઉત્તર:

  • રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાઓ છે.
  • વનસ્પતિકોષમાં રસધાની વનસ્પતિકોષમાં રસધાની મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિકોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 -90 % ભાગ રોકે છે.
  • વનસ્પતિકોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. ખાસ કરીને વનસ્પતિકોષનાં અગત્યનાં ઘણાં દ્રવ્યો જેવાં કે એમિનો ઍસિક્સ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક ઍસિડ્યું અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે.
    તે વનસ્પતિકોષને આશૂનતા અને બરડતા આપે છે.
  • પ્રાણીકોષમાં રસધાનીઃ પ્રાણીકોષમાં નાના કદની રસધાની હોય છે. અમીબા જેવા એકકોષી પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. મીઠા જળમાં વસવાટ કરતા એકકોષી પ્રજીવો (અમીબા, પેરામીશિયમ) વિશિષ્ટ પ્રકારની રસધાની (આંકુચક રસધાની) ધરાવે છે. તે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે.

પ્રશ્ન 31.
કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે ડે છે? આ આયોજન કોષોને શામાં મદદરૂપ થાય છે?
ઉત્તર:

  • પ્રત્યેક કોષ તેમના પટલના આયોજન અને વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ અંગિકાઓ વડે પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. આથી કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે.
  • આ આયોજન કોષોને શ્વસન, પોષણ મેળવવું, નકામાં દ્રવ્યોને દૂર કરવા, નવા પ્રોટીનનું નિર્માણ કરવા જેવાં વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે.

હેતુલક્ષી:
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો

પ્રશ્ન 1.
“cell’ કઈ ભાષાનો શબ્દ છે? તેનો અર્થ શું થાય છે?
ઉત્તર:
‘Cell’ લૅટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ નાનો ઓરડો થાય છે.

પ્રશ્ન 2.
કોષ માટે પ્રસરણ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે?
ઉત્તર:
કોષ અને તેના બાહ્ય પર્યાવરણ વચ્ચે વાયુ-વિનિમય માટે પ્રસરણ અગત્યની ભૂમિકા ભજવે છે.

પ્રશ્ન 3.
અમીબાની જેમ આકાર બદલતા આપણા શરીરના કોષનું નામ આપો.
ઉત્તર:
અમીબાની જેમ આકાર બદલતા આપણા શરીરના કોષનું નામ : રોગના જીવાણુનું ભક્ષણ કરતા શ્વેતકણ

પ્રશ્ન 4.
અભિસરણ એટલે શું?
ઉત્તર:
અભિસરણ એટલે પાણીના અણુઓની પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થતી ગતિ.

પ્રશ્ન 5.
કયા કોષો લાક્ષણિક આકાર ધરાવે છે?
ઉત્તર:
ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે.

પ્રશ્ન 6.
કઈ ક્રિયા વિશિષ્ટ કિસ્સામાં પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થતી પ્રસરણની ક્રિયા છે?
ઉત્તર:
આસૃતિ વિશિષ્ટ કિસ્સામાં પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થતી પ્રસરણની ક્રિયા છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 7.
કોષરસપટલ તથા કોષદીવાલ ક્યા કાર્બનિક અણુઓથી બનેલા છે?
ઉત્તર:
કોષરસપટલ પ્રોટીન અને લિપિડ તથા કોષદીવાલ સેલ્યુલોઝ કાર્બનિક અણુઓથી બનેલા છે.

પ્રશ્ન 8.
કોષરસનું અંતર્વહન એટલે શું?
ઉત્તર:
કોષરસનું અંતર્વહન એટલે કોષરસપટલની તરલતાને કારણે કોષ દ્વારા ખોરાક તેમજ અન્ય દ્રવ્યો બાહ્ય પર્યાવરણમાંથી ગ્રહણ કરવા.

પ્રશ્ન 9.
પ્લાઝમોલિસિસ (રસસંકોચન) એટલે શું?
ઉત્તર:
જ્યારે જીવંત કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષ આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે. આથી કોષનાં તત્ત્વો સંકોચાઈને કોષદીવાલથી દૂર જાય છે. આ ઘટનાને પ્લાઝમોલિસિસ (રસસંકોચન) કહે છે.

પ્રશ્ન 10.
શાના કારણે પ્રાણીકોષ કરતાં વનસ્પતિકોષ બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના મોટા તફાવતનો સામનો કરી શકે છે?
ઉત્તર:
કોષદીવાલના કારણે પ્રાણીકોષ કરતાં વનસ્પતિકોષ બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના મોટા તફાવતનો સામનો કરી શકે છે.

પ્રશ્ન 11.
રંગસૂત્રો શાનાં બનેલાં છે?
ઉત્તર:
રંગસૂત્રો DNA અને પ્રોટીનનાં બનેલાં છે.

પ્રશ્ન 12.
DNAના અણુઓ કઈ માહિતી ધરાવે છે?
ઉત્તર:
DNAના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે.

પ્રશ્ન 13.
જનીન એટલે શું?
ઉત્તર:
જનીન એટલે DNAના કાર્યકારી ટુકડા.

પ્રશ્ન 14,
કોષીય પ્રજનન કોને કહે છે?
ઉત્તર:
એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે તે ક્રિયાને કોષીય પ્રજનન કહે છે.

પ્રશ્ન 15.
કોષમાં ક્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે?
ઉત્તર:
કોષ જ્યારે વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે.

પ્રશ્ન 16.
ન્યુક્લિૉઇડ એટલે શું?
ઉત્તરઃ
ન્યુક્લિૉઇડ એટલે બૅક્ટરિયા જેવા આદિકોષકેન્દ્રી સજીવમાં માત્ર ન્યુક્લિક ઍસિડ ધરાવતા ઓછા વિકસિત કોષકેન્દ્રીય પ્રદેશ.

પ્રશ્ન 17.
પ્રકાશસંશ્લેષી બૅક્ટરિયામાં ક્લોરોફિલ કોની સાથે સંકળાયેલું હોય છે?
ઉત્તર:
પ્રકાશસંશ્લેષી બૅક્ટરિયામાં ક્લોરોફિલ કોષરસપટલની પુટિકાઓ (કોથળી જેવી રચનાઓ) સાથે સંકળાયેલું હોય છે.

પ્રશ્ન 18.
કોણ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી? શા માટે?
ઉત્તરઃ
વાઇરસ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી, કારણ કે તે કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી.

પ્રશ્ન 19.
કોણ કોષમાં જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે?
ઉત્તર:
અંતઃકોષરસજાળ કોષમાં જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે.

પ્રશ્ન 20.
સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કોષરસમાં મુક્ત, કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર, હરિતકણમાં અને કણાભસૂત્રમાં જોવા મળે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 21.
યકૃતકોષોમાં લીસી અંતઃકોષરસજાળ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે?
ઉત્તરઃ
યકૃતકોષોમાં લીસી અંતઃકોષરસજાળ વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે.

પ્રશ્ન 22.
સિસ્ટર્ન કોને કહે છે?
ઉત્તરઃ
ગોલ્ગીકાયમાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓયુક્ત રચના હોય છે. આવી પુટિકાને સિસ્ટર્ની કહે છે.

પ્રશ્ન 23.
કઈ અંગિકા સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે?
ઉત્તર:
ગોલ્ગીપ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે.

પ્રશ્ન 24.
લાઈસોઝોમ કેવી રીતે કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે?
ઉત્તર:
લાઇસોઝોમ ખોરાક, બૅક્ટરિયા, નાશ થવાના આરે હોય તેવી જૂની અંગિકાઓનું વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે.

પ્રશ્ન 25.
લાઇસોઝોમ અંગિકાના પાચક ઉન્સેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે?
ઉત્તરઃ
લાઇસોઝોમ અંગિકાના પાચક ઉન્સેચકોનું નિર્માણ કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા થાય છે.

પ્રશ્ન 26.
કણાભસૂત્ર અને રંજકકણમાં શું સમાનતા છે?
ઉત્તર:
કણાભસૂત્ર અને રંજકકણ બંને પોતાના DNA અને ૨ રિબોઝોમ્સ ધરાવે છે.

પ્રશ્ન 27.
અમીબામાં કઈ બે વિશિષ્ટ રસધાની જોવા મળે છે?
ઉત્તર:
અમીબામાં ખોરાકસંગ્રહ કરતી અન્નધાની અને વધારાના ૩ પાણી તેમજ ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ કરતી રસધાની જોવા મળે છે.

પ્રશ્ન 28.
કણાભસૂત્ર પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા શા = માટે ધરાવે છે?
ઉત્તર:
કણાભસૂત્ર પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ર ધરાવે છે, કારણ કે તે પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવે છે.

નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં (1થી 10 = શબ્દોની મર્યાદામાં) ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કોષની શોધ કોણે કરી?
ઉત્તરઃ
રૉબર્ટ હૂકે

પ્રશ્ન 2.
આદિકોષકેન્દ્રી કોષ(પ્રોકેરિયોટિક)ની કોઈ પણ એક લાક્ષણિકતા લખો.
ઉત્તરઃ
આદિકોષકેન્દ્રી કોષમાં કોષકેન્દ્રીય કલાવિહીન પ્રાથમિક પ્રકારનું કોષકેન્દ્ર ન્યુક્લિઓપ્રોટીનપુંજ સ્વરૂપે હોય છે.

પ્રશ્ન 3.
યુકેરિયોટિક કોષની કોઈ પણ બે મુખ્ય અંગિકાનાં નામ લખો.
ઉત્તરઃ
યુકેરિયોટિક કોષની બે મુખ્ય અંગિકા સુવિકસિત કોષકેન્દ્ર અને કણાભસૂત્ર છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 4.
CO2 અને પાણી કોષમાંથી બહાર અને અંદર કેવી રીતે જાય છે?
ઉત્તરઃ
CO2અને પાણી જેવા પદાથોં પ્રસરણ ક્રિયા દ્વારા કોષમાંથી બહાર અને અંદર જાય છે.

પ્રશ્ન 5.
રંગસૂત્રો ક્યાં આવેલાં છે?
ઉત્તરઃ
કોષકેન્દ્રમાં

પ્રશ્ન 6.
કઈ અંગિકા પાચક ઉન્સેચકો ધરાવે છે?
ઉત્તરઃ
લાયસોઝોમ

પ્રશ્ન 7.
કોષની કઈ અંગિકા લાયસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે?
ઉત્તરઃ
ગોલ્ગીપ્રસાધન

ખાલી જગ્યા પૂરો :

પ્રશ્ન 1.
_________ નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો હતો.
ઉત્તર:
શ્લેઇડન અને ક્વૉન

પ્રશ્ન 2.
_________ વાયુ-વિનિમય માટે અગત્યની ભૂમિકા ભજવે છે.
ઉત્તર:
પ્રસરણ

પ્રશ્ન 3.
_________એ જીવંત, પાતળું અને પસંદગીમાન પ્રવેશશીલ કલા છે.
ઉત્તર:
કોષરસપટલ

પ્રશ્ન 4.
વનસ્પતિકોષમાં કોષદીવાલ મોટા ભાગે _________ ની બનેલી છે.
ઉત્તર:
સેલ્યુલોઝ

પ્રશ્ન 5.
રંગસૂત્રોમાં રહેલા _________ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે.
ઉત્તર:
DNA

પ્રશ્ન 6.
કોષકેન્દ્રપટલ અને કોષરસસ્તરને એકબીજા સાથે સાંકળતી પટલમય રચના _________છે.
ઉત્તર:
અંતઃકોષરસજાળ

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 7.
કણાભસૂત્ર _________ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે.
ઉત્તર:
ATP

પ્રશ્ન 8.
વનસ્પતિકોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો _________ ભાગ રોકે છે.
ઉત્તર:
50 – 90

પ્રશ્ન 9.
લાયસોઝોમમાં પાચન માટે જવાબદાર ઉત્સુચક _________ દ્વારા નિર્માણ પામે છે.
ઉત્તર:
કણિકામય અંતઃકોષરસજાળ

પ્રશ્ન 10.
અમીબામાં અન્નધાનીનું નિર્માણ _________ ક્રિયાના પરિણામે થાય છે.
ઉત્તર:
અંતર્વહન

પ્રશ્ન 11.
_________નામના વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું.
ઉત્તર:
પરકિજે

પ્રશ્ન 12.
કોષકેન્દ્રદ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે જવાબદાર અંગિકા _________છે.
ઉત્તર:
કોષકેન્દ્રપટલ

પ્રશ્ન 13.
કેટલાક વિષદ્રવ્યો અને ઔષધની હાનિકારક અસર સામે કોષને રક્ષણ આપતી અંગિકા _________ છે.
ઉત્તર:
અંતરજાળ

પ્રશ્ન 14.
આદિકોષકેન્દ્રી કોષમાં માત્ર ન્યુક્લિઇક ઍસિડ ધરાવતો વિસ્તાર _________થી ઓળખાય છે.
ઉત્તર:
ન્યુક્લિૉઇડ

પ્રશ્ન 15.
_________ એકકોષીય સજીવ છે.
ઉત્તર:
ક્લેમિડોમોનાસ

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 16.
વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે. આ _________ ક્રિયાનું ઉદાહરણ છે.
ઉત્તર:
આસુતિ

પ્રશ્ન 17.
_________ પુટિકા અને નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ રચના ધરાવે છે.
ઉત્તર:
અંતઃસજાળ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

પ્રશ્ન 1.
અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 2.
આસૃતિની ક્રિયા વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ ગણાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 3.
વનસ્પતિકોષની કોષદીવાલના બંધારણમાં કુંતલમય સેલ્યુલોઝ આવેલ છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 4.
વનસ્પતિકોષમાં જીવરસ જીવંત દ્રવ્ય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 5.
આસૃતિની ક્રિયામાં પાણીના અણુઓનું પ્રસરણ હાઇપરટોનિક દ્રાવણથી હાઇપોટોનિક દ્રાવણ તરફ થાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 6.
વનસ્પતિના મૂળ ભૂમિમાંથી પાણીનું શોષણ આકૃતિ દ્વારા કરે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 7.
પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે.
ઉત્તર:
ખરું

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 8.
એકકોષીય મીઠા જળના સજીવો આસૃતિ દ્વારા પાણી મેળવે છે.
ઉત્તર:
ખરું

આકૃતિ – ચાર્ટ આધારિત પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 17
નિર્દેશિત a ભાગ ઓળખી તેની સમજૂતી લખો.
ઉત્તર:
a – ન્યુક્લિૉઇડ. આદિકોષકેન્દ્રી કોષમાં માત્ર ન્યુક્લિઇક ઍસિડ ધરાવતો અવિભેદિત કોષકેન્દ્રીય પ્રદેશ છે.

પ્રશ્ન 2.
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 18
નિર્દેશિત a ભાગનું નામ, તેના સંશોધક જણાવી, એક કાર્ય લખો.
ઉત્તર:
a – ગોલ્ગીપ્રસાધન
સંશોધક – કેમિલો ગોલ્ગી
કાર્ય- સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ

પ્રશ્ન 3.
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 19
(i) આકૃતિમાં 2 ઓળખી, તેના બંધારણમાં આવેલા પદાર્થનું નામ આપો.
(ii) આકૃતિમાં b ઓળખી, યકૃતના કોષોમાં તેની ભૂમિકા સૂચવો.
ઉત્તર:
(i) a – કોષદીવાલ. તેના બંધારણમાં આવેલો પદાર્થ સેલ્યુલોઝ
(ii) b – લીસી અંતઃકોષરસજાળ છે. યકૃતકોષોમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે.

માગ્યા મુજબ ઉત્તર આપો

પ્રશ્ન 1.
એક વિદ્યાર્થી ડુંગળીના કોષોની હંગામી સ્લાઈડ તૈયાર છે કરવાની રીત નોટબુકમાં લખે છે.
1. સેક્રેનીનનાં થોડાં ટીપાં ઉમેરી, તેને સ્લાઇડ પર સ્થળાંતરિત કરો.
2. તેના પર કવરસ્લિપ ઢાંકો.
3. બ્લૉટિંગ પેપરના ઉપયોગથી પાણી શોષી લો.
4. ડુંગળીનું પડ અલગ કરો.
5. વૉચ ગ્લાસમાં પાણી લઈ, તેમાં ડુંગળીના પડ મૂકો. વિદ્યાર્થીએ લખેલી રીતનો ક્રમ સાચો છે? જો ના તો સાચો ક્રમ જણાવો.
ઉત્તર:
ના, સાચો ક્રમ 4, 5, 1, 2, 3.

પ્રશ્ન 2.
નીચે આપેલા કાર્ય કઈ કોષીય અંગિકાના છે, તે જણાવો: અંતર્વહન, પટલના જૈવસંશ્લેષણ માટે જરૂરી દ્રવ્યોનું નિર્માણ,
ઉત્તર:
અંતર્વહન – કોષરસપટલ
પટલના જૈવસંશ્લેષણ માટે જરૂરી દ્રવ્યોનું નિર્માણ – અંતઃકોષરસ-જાળ

પ્રશ્ન 3.
ઝેન્થોફિલ: પીળો રંગ: : કૅરોટિનઃ _________
ઉત્તર:
નારંગી રંગ

પ્રશ્ન 4.
મને ઓળખો હું વનસ્પતિકોષમાં અગત્યના દ્રવ્યોનો ? સંગ્રહ કરું છું તેમજ કોષને આશૂનતા અને બરડતા આપું છું. નીચલી કક્ષાના પ્રાણીકોષમાં પણ જોવા મળતી અંગિકા છું.
ઉત્તર:
રસધાની

પ્રશ્ન 5.
ખોટી જોડ કઈ છે?
(i) ગોલ્ગીકાય – લાઇસોઝોમનું નિર્માણ
(ii) લાયસોઝોમ – આત્મઘાતી કોથળી
(iii) જનીન – કોષરસપટલના કાર્યકારી ટુકડા
(iv) જીવાણુ – ન્યુક્લિૉઇડ
ઉત્તરઃ
(ii) જનીન – કોષરસપટલના કાર્યકારી ટુકડા

પ્રશ્ન 6.
નીચે આપેલા સજીવકોષોને આદિકોષકેન્દ્રી કોષ, વનસ્પતિકોષ અને પ્રાણીકોષમાં વર્ગીકૃત કરો:
અમીબા, બૅક્ટરિયા, ફ્લેમિડોમોનાસ
ઉત્તર:
આદિકોષકેન્દ્રી કોષ – બૅક્ટરિયા
વનસ્પતિકોષ – ક્લેમિડોમોનાસ
પ્રાણીકોષ – અમીબા

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 7.
‘પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષો સર્જાય છે.” તેવું સૂચન કયા વૈજ્ઞાનિકે કર્યું?
ઉત્તર:
વિશવ

પ્રશ્ન 8.
પૂર્ણ નામ આપો: SER, ATP ER, DNA
ઉત્તરઃ
SER – લીસી અંત:કોષરસજાળ
(Smooth Endoplasmic Reticulum)
ATP – એડિનોસાઇન ટ્રાયફૉસ્ફટ
ER- અંતઃકોષરસજાળ
(Endoplasmic Reticulum)
DNA – ડિઑક્સિરિબોઝ ન્યુક્લિઇક ઍસિડ

નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

પ્રશ્ન 1.
આકૃતિમાં દર્શાવેલો કોષ કયો છે?
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 20
A. યકૃતકોષ
B. ચેતાકોષ
C. સ્નાયુકોષ
D. મૂત્રપિંડકોષ
ઉત્તર:
C. સ્નાયુકોષ

પ્રશ્ન 2.
કોષ શબ્દ કોણે આપ્યો?
A. રૉબર્ટ હૂકે
B. રૉબર્ટ બ્રાઉને
C. વૉટ્સન અને ક્રિકેટ
D. ફલેમિંગે
ઉત્તર:
A. રૉબર્ટ હૂકે

પ્રશ્ન 3.
કઈ અંગિકા કોષનું પાવરહાઉસ છે?
A. રંજક દ્રવ્યકણ
B. કણાભસૂત્ર
C. ગોલ્ગીપ્રસાધન
D. કોષકેન્દ્ર
ઉત્તર:
B. કણાભસૂત્ર

પ્રશ્ન 4.
આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે?
A. સેન્ટ્રોઝોમ
B. મેસોઝોમ
C. લાયસોઝોમ
D. ક્રોમોઝોમ
ઉત્તર:
C. લાયસોઝોમ

પ્રશ્ન 5.
સંરચનાકીય, આવરિત પટલીય કોથળીઓ જેવી રચના _________
A. કણાભસૂત્ર
B. રંજકકણ
C. કોષકેન્દ્ર
D. લાયસોઝોમ
ઉત્તર:
D. લાયસોઝોમ

પ્રશ્ન 6.
કઈ અંગિકા વનસ્પતિકોષમાં, કોષનો 50 – 90 % હિસ્સો આવરી લે છે?
A. કોષકેન્દ્ર
B. કોષદીવાલ
C. રસધાની
D. હરિતકણ
ઉત્તર:
C. રસધાની

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 7.
નીચેના પૈકી કયું અંગિકાયુગ્મ પોતાનું આગવું DNA અને રિબોઝોમ ધરાવે છે?
A. કોષકેન્દ્ર – અંતઃસજાળ
B. લાયસોઝોમ – ઑક્સિઝોમ
C. હરિતકણ – કણાભસૂત્ર
D. આપેલ તમામ
ઉત્તર:
C. હરિતકણ – કણાભસૂત્ર

પ્રશ્ન 8.
કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે?
A. DNA
B. RNA
C. એમિનો ઍસિડ
D. ATP
ઉત્તર:
D. ATP

પ્રશ્ન 9.
કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે?
B. ખરબચડી અંતઃકોષરસજાળ
C. લાયસોઝોમ
D. લીસી અંત:કોષરસજાળ
ઉત્તર:
D. લીસી અંત:કોષરસજાળ

પ્રશ્ન 10.
કોષમાં કઈ અંગિકા અંત આવરણમાં ઊંડા અંત:પ્રવર્ધ ધરાવે છે?
A. કણાભસૂત્ર
B. ગોલ્ગીપ્રસાધન
C. હરિતકણ
D. તારાકેન્દ્ર
ઉત્તર:
A. કણાભસૂત્ર

પ્રશ્ન 11.
સામાન્ય પ્રાણીકોષને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકતાં શું થાય છે?
A. તે ફૂલે છે.
B. તે રસસંકોચન દર્શાવે છે.
C. તેની પર કોઈ અસર થતી નથી.
D. તે ચીમળાઈ જાય છે.
ઉત્તર:
A. તે ફૂલે છે.

પ્રશ્ન 12.
પ્લાઝમોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે?
A. કોષમાં પાણીના પ્રવેશ પામવાની
B. કોષ દ્વારા પાણી ગુમાવવાની ધિના
C. રસધાની દ્વારા જલનિયમનની
D. અન્નધાની દ્વારા પાચનની
ઉત્તર:
B. કોષ દ્વારા પાણી ગુમાવવાની ધિના

પ્રશ્ન 13.
કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે.
A. કણાભસૂત્ર
B. કોષકેન્દ્ર
C. હરિતકણ
D. રિબોઝોમ
ઉત્તર:
C. હરિતકણ

પ્રશ્ન 14.
સજીવો, જેમાં કોષકેન્દ્ર અને અંગિકાઓને ફરતે કલા આવેલી નથી.
A. આદિકોષકેન્દ્રી
B. સુકોષકેન્દ્રી
C. હેપ્લૉઇડ
D. ડિપ્લૉઇડ
ઉત્તર:
A. આદિકોષકેન્દ્રી

પ્રશ્ન 15.
કોષની કઈ અંગિકા પ્રોટીનસંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે?
A. ગોલ્ગીપ્રસાધન
B. લાયસોઝોમ
C. રિબોઝોમ
D. પેરૉક્સિઝોમ
ઉત્તર:
C. રિબોઝોમ

પ્રશ્ન 16.
કોષકેન્દ્રદ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે?
A. કોષદીવાલ
B. કોષરસપટલ
C. કોષકેન્દ્રપટલ
D. કણાભસૂત્ર
ઉત્તર:
C. કોષકેન્દ્રપટલ

પ્રશ્ન 17.
રંગસૂત્રો ક્યાં આવેલાં હોય છે?
A. કોષકેન્દ્રમાં
B. કોષદીવાલમાં
C. કણાભસૂત્રમાં
D. રિબોઝોમમાં
ઉત્તર:
A. કોષકેન્દ્રમાં

પ્રશ્ન 18.
નીચેના પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે?
A. અમીબા
B. બેક્ટરિયા
C. પેરામીશિયમ
D. ક્લેમિડોમોનાસ
ઉત્તર:
A. અમીબા

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 19.
કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે?
A. ગોલ્ગીપ્રસાધન
B. અંતઃકોષરસજાળ
C. કોષરસસ્પટલ
D. કોષકેન્દ્રપટલ
ઉત્તર:
B. અંતઃકોષરસજાળ

પ્રશ્ન 20.
વિધાન X: ગોલ્ગીપ્રસાધન જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે.
વિધાન Y: લાયસોઝોમ ગોલ્ગીપ્રસાધનના નિર્માણ સાથે સંકળાયેલ છે.
વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે?
A. વિધાન X અને Y બંને સાચાં છે.
B. વિધાન X સાચું અને Y ખોટું છે.
C. વિધાન X ખોટું અને Y સાચું છે.
D. વિધાન X અને Y બંને ખોટાં છે.
ઉત્તર:
B. વિધાન X સાચું અને Y ખોટું છે.

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
રેસ્ટોરન્ટમાં ડાયનિંગ ટેબલ પર વેઇટર સલાડની ડિશ હું અને મીઠાની બૉટલ સર્વ કરે છે. સલાડ પર વેઈટર મીઠું (નમક) ભભરાવવાને બદલે, ગ્રાહકને સલાડ પોતાની ડિશમાં લઈ લીધા પછી મીઠું ભભરાવવાનો આગ્રહ કરે છે.
(a) જો પહેલેથી સલાડ પર મીઠું ભભરાવ્યું હોત તો શું થાય?
ઉત્તરઃ
જો પહેલેથી સલાડ પર મીઠું ભભરાવ્યું હોત તો સલાડમાંથી પાણી દૂર થઈ જતાં તે ચીમળાઈ જાય છે.

(b) સલાડ પર મીઠું ઉમેરવાથી કોષો શા માટે પાણી ગુમાવે છે?
ઉત્તરઃ
સલાડની બહારની તરફ મીઠું અધિસાંદ્ર દ્રાવણ તરીકે વર્તે છે. સલાડના કોષો અધોસાંદ્ર દ્રાવણ તરીકે આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે.

(c) સલાડ ખાતી વખતે જ મીઠું શા માટે ઉમેરવું જોઈએ?
ઉત્તરઃ
સલાડ ખાતી વખતે જ મીઠું ભભરાવતાં, ગુમાવાતા પાણી સાથે મીઠું ઓગળતાં સલાડ સ્વાદિષ્ટ લાગે છે.

પ્રશ્ન 2.
પૉલ્ટી ફાર્મમાં કારીગર કેટલાંક ઈંડાંને જાળવવા ઈક્યુબેટરમાં રાખે છે. આ ઈંડાંમાં બગડેલાં અને સારાં ઈંડાંને અલગ કરવા તે પાણી ભરેલી ડોલનો ઉપયોગ કરે છે.
(a) પાણીનો ઉપયોગ કરી બગડેલાં અને સારાં ઈંડાને કેવી રીતે અલગ પાડી શકાય?
ઉત્તરઃ
પાણી ભરેલી ડોલમાં ઈંડાં મૂકતાં જે ઈંડાં બગડેલાં હશે તે તરતાં રહેશે અને સારાં ઈંડાં નીચે ડૂબી જશે. આ રીતે અલગ પાડી શકાય.

(b) ઈંડાંનું કવચ શાનું બનેલું છે?
ઉત્તરઃ
ઈંડાંનું કવચ કૅલ્શિયમ કાર્બોનેટ(CaCO3)નું બનેલું છે.

(c) ઈંડાંને ગરમ પાણીમાં બાફવામાં આવે તો શું થાય?
ઉત્તરઃ
ઈંડાને ગરમ પાણીમાં બાફવામાં આવે ત્યારે અંદરનું દ્રવ્ય ગરમીને કારણે ઘટ્ટ થઈ કવચથી સ્વતંત્ર થશે. આ કવચને તોડીને સરળતાથી દૂર કરી, અંદરના ઘટ્ટ ભાગનો ચોક્કસ વાનગી બનાવવા ઉપયોગ કરી શકાય.

પ્રશ્ન 3.
શાળાના પ્રવાસ દરમિયાન દરિયાકિનારે આવતાં હળવાં : મોજાંમાં પગ પલાળી રહેલા વિદ્યાર્થીઓને શિક્ષક વધારે સમય આ ન કરવાનું કહે છે. તેમજ આ પાણી પીવાની ના પાડે છે.
(a) વધારે સમય દરિયાના પાણીમાં પગ પલાળી રાખવામાં આવે તો શું થાય?
ઉત્તર:
વધારે સમય દરિયાના પાણીમાં પગ પલાળી રાખતાં ધીમે ધીમે પગની ચામડી તરડાવા લાગે અને કોષો એકદમ શુષ્ક થાય.

(b) દરિયાનું પાણી કયા પ્રકારના દ્રાવણ તરીકે ગણાય?
ઉત્તર:
દરિયાનું પાણી અધિસાંદ્ર (હાઇપરટોનિક) દ્રાવણ તરીકે ગણાય.

(c) વિદ્યાર્થીઓ આ પાણી પીવે તો શું થાય?
ઉત્તર:
વિદ્યાર્થીઓ આ ક્ષારવાળું પાણી પીવે તો પાચનમાર્ગમાં આકૃતિને કારણે ડિહાઇડ્રેશન(નિર્જલીકરણ)ને કારણે ઝાડા-ઊલટીની શક્યતા ઊભી થાય.

પ્રશ્ન 4.
ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો (છૂંદો ( અથાણાં) બનાવવા પહેલાં તેમાં ખાંડ-મીઠું ઉમેરી સૂર્યપ્રકાશની ગરમીમાં 7 -10 દિવસ રાખવામાં આવે છે.
(a) ગરમીમાં રાખતાં શું થાય છે?
ઉત્તર:
કાચી કેરીની છીણ ખાંડ-મીઠું ઉમેરી ગરમીમાં રાખતાં, ખાંડ ગરમીમાં ઓગળતાં, તેમાં મીઠું દ્રાવ્ય થતાં અધિસાંદ્ર દ્રાવણ તૈયાર થાય છે.

(b) મુરબ્બો (છુંદો) શા માટે વધારે રસાળ બને છે?
ઉત્તર:
ખાંડ-મીઠાના કારણે કેરીની છીણના કોષોની બહાર અધિસાંદ્ર દ્રાવણ થતાં કોષો આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે. તેના કારણે મુરબ્બો (છુંદો) વધારે રસાળ બને છે.

(c) મુરબ્બો (છુંદો) સમગ્ર વર્ષ દરમિયાન શા માટે બગડતો નથી?
ઉત્તર:
મુરબ્બા(છુંદા)માં અધિસાંદ્ર દ્રાવણ હોવાથી સૂક્ષ્મ જીવો – (બૅક્ટરિયા, ફૂગ) વૃદ્ધિ પામતા નથી. આથી મુરબ્બો સમગ્ર વર્ષ દરમિયાન બગડતો નથી.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Practical Skill Based Questions with Answers)

પ્રશ્ન 1.
સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનું અવલોકન કરી, તેના ભાગોની જાણકારી મેળવો અને નીચે આપેલ આકૃતિમાં નામનિર્દેશન કરો. ભાગ 4, 5, 6, 7, 9નો ઉપયોગ લખો.
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 21
ઉત્તર:

  1. નેત્રકાચ
  2. હાથો
  3. પાયો
  4. અરીસો
  5. કનીનિકા
  6. સ્ટેજ
  7. વસ્તુકાચ
  8. મુખ્ય નળી
  9. સ્થૂળ સ્થળાંતર ક્રૂ
  10. સૂક્ષ્મ સ્થળાંતર સ્કૂ

ઉપયોગ:

  • 4. અરીસો – પ્રકાશને વસ્તુ કે આસ્થાપન તરફ પરાવર્તિત કરવા માટે
  • 5. કનીનિકા – પ્રકાશની તીવ્રતામાં વધારો-ઘટાડો કરવા માટે 6. સ્ટેજ – અવલોકન માટેના આસ્થાપનને ગોઠવવા માટે
  • 7. વસ્તુકાચ – 10 x કે 45 x ક્ષમતાવાળા વસ્તુકાચ વડે વસ્તુનું પ્રતિબિંબ 10 ગણું કે 45 ગણું મોટું પ્રાપ્ત કરવા માટે
  • 9. સ્થૂળ સ્થળાંતર ક્રૂ – વસ્તુકાચને આસ્થાપનની નજીક કે દૂર લઈ જવા માટે

પ્રશ્ન 2.
ડુંગળીના કોષની સ્લાઇડ તૈયાર કરી માઇક્રોસ્કોપમાં અવલોકન કરો. નીચેની આકૃતિમાં a, b, cનાં નામનિર્દેશન કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 22
(I) સૂચિત ભાગ 2માં શું હોય છે? તે શામાં કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે?
(II) સૂચિત ભાગ ના બંધારણમાં ક્યો પદાર્થ હોય છે?
(II) સૂચિત ભાગ : અભિરંજક વડે કેવો અભિરંજિત થાય છે?
ઉત્તર:
a – કોષકેન્દ્ર,
b – કોષદીવાલ અને
c – કોષરસ

(I) સૂચિત ભાગ a રંગસૂત્રો ધરાવે છે. આ ભાગ કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે.
(II) સૂચિત ભાગ b કોષદીવાલના બંધારણમાં સેલ્યુલોઝ પદાર્થ હોય છે.
(III) સૂચિત ભાગ c કોષરસ અભિરંજક વડે આછો અભિરંજિત થાય છે.

પ્રશ્ન 3.
આકૃતિમાં દર્શાવેલ અમીબાના કોષમાં અને તેના બાહ્ય પર્યાવરણમાં વાયુ સંકેન્દ્રણની સ્થિતિમાં O2, CO2 અને H2Oના પ્રસરણની કઈ સ્થિતિ જોવા મળશે? તમારા ઉત્તર વિષય-શિક્ષક સાથે માઇક્રોસ્કોપમાં ચકાસો.
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 23
ઉત્તર:

  • O2 બાહ્ય પર્યાવરણમાંથી કોષમાં જ્યારે CO2, કોષમાંથી બાહ્ય પર્યાવરણમાં પ્રસરણ પામે છે. આમ, કોષરસસ્તર દ્વારા પ્રસરણ ક્રિયા વાયુ-વિનિમયમાં અગત્યની છે.
  • અમીબાના કોષના બાહ્ય પર્યાવરણમાં હાઇપોટોનિક (અધોસાંદ્ર) દ્રાવણ હોવાથી આસુતિ ક્રિયા દ્વારા પાણી કોષમાં પ્રવેશે છે.

પ્રશ્ન 4.
કાચની બે પેટ્રી ડિશ પૈકી Aમાં સૂકી દ્રાક્ષ અને માં તાજી લીલી દ્રાક્ષ મૂકી અવલોકન કરો.
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 24
તમારા અવલોકનને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) પેટ્રી ડિશ A મૂકવામાં આવેલી દ્રાક્ષ શા માટે ફૂલે છે?
ઉત્તર:
પેટ્રી ડિશ Aમાં શુદ્ધ પાણી ભરેલું છે. તે અધોસાંદ્ર દ્રાવણ તરીકે વર્તી, દ્રાક્ષના કોષોમાં આસૃતિ દ્વારા પ્રવેશતાં દ્રાક્ષ ફૂલે છે.

(b) પેટી ડિશ Bમાં મૂકેલી દ્રાક્ષના કોષોનું સ્લાઇડ પર આસ્થાપન કરતાં તેમાં કઈ ક્રિયાનું અવલોકન મળે છે? શા માટે?
ઉત્તર:
પેટ્રી ડિશ Bમાં મૂકેલી દ્રાક્ષના કોષોનું સ્લાઇડ પર આસ્થાપન કરી, સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરતાં તેમાં રસસંકોચન ક્રિયા જોવા મળે છે. કારણ કે, ક્ષારના દ્રાવણને કારણે દ્રાક્ષના કોષોનો કોષરસ બહિ:આકૃતિ ક્રિયા દ્વારા પાણી ગુમાવે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ

Memory Map:
GSEB Class 9 Science Important Questions Chapter 5 સજીવનો પાયાનો એકમ 25

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *