GSEB Class 9 Gujarati Vyakaran કહેવત

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Kahevat કહેવત Questions and Answers, Notes Pdf.

GSEB Std 9 Gujarati Vyakaran Kahevat

Std 9 Gujarati Vyakaran Kahevat Questions and Answers

કહેવતોનું મહત્ત્વઃ

 • કહેવતો પૂરેપૂરો અર્થ વ્યક્ત કરનારાં સ્વતંત્ર વાક્યો છે.
 • કહેવતોમાં સુંદર બોધ સમાયેલો હોય છે.
 • કહેવતો ભાષાને પ્રાણવાન બનાવે છે.
 • કહેવતોનો પ્રયોગ કથન કે વિધાનને અસરકારક બનાવવા માટે ? થાય છે.

GSEB Class 9 Gujarati Vyakaran કહેવત

નીચે કેટલીક ગુજરાતી – અંગ્રેજી કહેવતો આપી છે, તેમનો અભ્યાસ કરોઃ

(1) સોબત તેવી અસર
A man is known by the company he keeps.

(2) સો દહાડા સાસુના, તો એક દહાડો વહુનો
Every dog has his day.

(3) સૌ સારું જેનો અંત સારો
All is well that ends well.

(4) વાવે તેવું લણે
As you sow, so shall you reap.

(5) રાંડ્યા પછીનું ડહાપણ
To lock the stable, when the steed is stolen.

(6) માણસ ધારે છે કાંઈ અને ઈશ્વર કરે છે કાંઈ
Man proposes, God disposes.

GSEB Class 9 Gujarati Vyakaran કહેવત

(7) મન હોય તો માળવે જવાય
Where there is will, there is a way.

(8) પૂછતો નર પંડિત થાય
He that nothing questions, nothing learns.

(9) પારકી આશ સદા નિરાશ
Self – help is the best help.

(10) નાચવું નહિ તેને આંગણું વાંકું
A bad workman quarrels with his tools.

(11) ધીરજનાં ફળ મીઠાં
Patience pays.

(12) તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં :
A word to wise is enough.

GSEB Class 9 Gujarati Vyakaran કહેવત

(13) ટીપે ટીપે સરોવર ભરાય
Little strokes fell great oaks.

(14) જેવો દેશ તેવો વેશ
Do in Roam, as the Romans do.

(15) જેવા સાથે તેવા
Tit for tat.

(16) જીવતો નર ભદ્રા પામે
While there is life, there is hope.

(17) ભસતાં કૂતરાં કરડે નહીં
Barking dogs seldom bite.

(18) ખોદ્યો ડુંગર અને કલ્યો ઉંદર
Much ado about nothing.

(19) ઊજળું એટલું દૂધ નહીં
All that glitters is not gold.

GSEB Class 9 Gujarati Vyakaran કહેવત

(20) અધૂરો ઘડો છલકાય ઘણો
Empty vessel makes most noise.

સરખા અર્થ ધરાવતી કહેવતોઃ

 • ગાજ્યા મેહ વરસે નહીં – ભસતાં કૂતરાં કરડે નહીં
 • ચળકે એટલું સોનું નહીં – ઊજળું એટલું દૂધ નહીં
 • ધીરજનાં ફળ મીઠાં – ઉતાવળે આંબા ન પાકે
 • અધૂરો ઘડો છલકાય ઘણો – ખાલી ચણો વાગે ઘણો
 • કુમળું ઝાડ વાળીએ તેમ વળે – પાકે ઘડે કાંઠા ન ચડે
 • તરત દાન તે મહાપુણ્ય – ધરમના કામમાં ઢીલ નહીં
 • ધોબીનો કૂતરો, ન ઘરનો ન ઘાટનો – બે ઘરનો પરોણો ભૂખે મરે
 • વસુ વિના નર પશુ – નાણાં વિનાનો નાથિયો, નાણે નાથાલાલ
 • હૈયું બાળવું તે કરતાં હાથ બાળવા – આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાયા
 • ઝાઝા હાથ રળિયામણા – ઝાઝી કીડીઓ સાપને તાણે

GSEB Class 9 Gujarati Vyakaran કહેવત

વિરોધી પરિસ્થિતિનો અર્થ આપતી કેટલીક કહેવતો:

 • બોલે તેના બોર વેચાય – ન બોલ્યામાં નવ ગુણ
 • અક્કરમીનો પડિયો કાણો – ભાગ્યશાળીને ભૂત રળે
 • આપ ભલા તો જગ ભલા – દયા ડાકણને ખાય
 • ચેતતા નર સદા સુખી – બહુ ડાહ્યા બહુ ખરડાય
 • ઝાઝા હાથ રળિયામણા – ઝાઝી દાયણે વેતર વંઠે
 • તરત દાન ને મહાપુણ્ય – ધીરજનાં ફળ મીઠાં સારા

કહેવત સ્વાધ્યાય

પ્રશ્ન. નીચેની કહેવતોનો અર્થ સમજાવોઃ

(1) અધૂરો ઘડો છલકાય ઘણો
ઉત્તરઃ
અજ્ઞાની માણસ જ્ઞાની હોવાનો ડોળ કરે છે.

(2) પારકી આશ સદા નિરાશ
ઉત્તરઃ
પારકાની આશા રાખવાથી કામ પૂર્ણ થતું નથી; નિરાશા સાંપડે છે.

GSEB Class 9 Gujarati Vyakaran કહેવત

(3) કૂમળું ઝાડ વાળીએ તેમ વળે
ઉત્તરઃ
નાની ઉંમરથી આપેલા સંસ્કાર દઢ થાય છે.

(4) ઝાઝા હાથ રળિયામણા
ઉત્તરઃ
ઘણા લોકો ભેગા થઈ કામ કરે તો તે કામ દીપી ઊઠે છે.

(5) ચળકે એટલું સોનું નહીં
ઉત્તરઃ
બાહ્ય દેખાવથી વ્યક્તિનું મૂલ્યાંકન ન થઈ શકે.

(6) ધીરજનાં ફળ મીઠાં
ઉત્તરઃ
કોઈ પણ કાર્યમાં ધીરજ રાખવાથી પરિણામ સારું આવે છે.

(7) વાવે તેવું લણે
ઉત્તરઃ
જેવાં કર્મ કરો તેવાં ફળ મળે છે.

GSEB Class 9 Gujarati Vyakaran કહેવત

(8) મન હોય તો માળવે જવાય
ઉત્તરઃ
દઢ સંકલ્પ હોય તો તે પરિપૂર્ણ થઈ શકે છે.

(9) ભસતાં કૂતરાં કરડે નહીં
ઉત્તરઃ
બહુ બકવાસ કરે તે કાંઈ ન કરી શકે.

(10) ટીપે ટીપે સરોવર ભરાય
ઉત્તરઃ
દરરોજ થોડી થોડી બચત કરીએ તો ઘણી રકમ એકઠી થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *