Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
રાષ્ટ્રવાદની ઉત્કટ ભાવનામાં કઈ સમાનતાનો ભાવ રહેલો છે?
A. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક
B. પ્રાદેશિક અને સાંસ્કૃતિક
C. ભૌગોલિક અને સાંસ્કૃતિક
D. ઐતિહાસિક અને ભૌગોલિક
ઉત્તર:
C. ભૌગોલિક અને સાંસ્કૃતિક
પ્રશ્ન 2.
અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિને કારણે ઉદ્યોગધંધા પડી ભાંગતાં દેશનો ક્યો વર્ગ બેરોજગાર બન્યો?
A. કારીગર વર્ગ
B. વેપારી વર્ગ
C. ખેડૂત વર્ગ
D. શાહુકાર વર્ગ
ઉત્તર:
A. કારીગર વર્ગ
પ્રશ્ન 3.
રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અવિસ્મરણીય છે?
A. ભારતના ભવ્ય ભૂતકાળનો
B. સંદેશાવ્યવહારનાં સાધનોનો
C. જાગ્રત વર્તમાનપત્રોનો
D. સમાન અંગ્રેજી શાસનનો
ઉત્તર:
C. જાગ્રત વર્તમાનપત્રોનો
પ્રશ્ન 4.
વર્નાક્યુલર પ્રેસ એક્ટ ક્યા વાઇસરૉયના સમયમાં પસાર થયો હતો?
A. લૉર્ડ લિટનના
B. લૉર્ડ રિપનના
C. લૉર્ડ કર્ઝનના
D. લૉર્ડ કૅનિંગના
ઉત્તર:
A. લૉર્ડ લિટનના
પ્રશ્ન 5.
ઇલ્બર્ટ બિલ ક્યા વાઇસરૉયના સમયમાં પસાર થયું હતું?
A. લૉર્ડ લિનલિથગોના
B. લૉર્ડ મિન્ટોના
C. લૉર્ડ રિપનના
D. લૉર્ડ લિટનના
ઉત્તર:
C. લૉર્ડ રિપનના
પ્રશ્ન 6.
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્ત્વનો છે?
A. આર. એ. મેયોનો
B. એ. ઓ. હ્યુમનો
C. સી. ઓ. ચેમ્સફર્ડનો
D. સર એલન ડ્યુકનો
ઉત્તર:
B. એ. ઓ. હ્યુમનો
પ્રશ્ન 7.
હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું?
A. 28 ડિસેમ્બર, 1885ના રોજ
B. 1 જાન્યુઆરી, 1885ના રોજ
C. 10 ડિસેમ્બર, 1888ના રોજ
D. 28 ડિસેમ્બર, 1895ના રોજ
ઉત્તર:
A. 28 ડિસેમ્બર, 1885ના રોજ
પ્રશ્ન 8.
હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યા શહેરમાં મળ્યું હતું?
A. કોલકાતામાં
B. ચેન્નાઈમાં
C. મુંબઈમાં
D. કાનપુરમાં
ઉત્તર:
C. મુંબઈમાં
પ્રશ્ન 9.
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી?
A. 85
B. 52
C. 110
D. 72
ઉત્તર:
D. 72
પ્રશ્ન 10.
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા?
A. ફિરોજશાહ મહેતા
B. દાદાભાઈ નવરોજી
C. ગોપાલકૃષ્ણ ગોખલે
D. વ્યોમેશચંદ્ર બેનરજી
ઉત્તર:
D. વ્યોમેશચંદ્ર બેનરજી
પ્રશ્ન 11.
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં હાજર રહેલા નેતાઓ પૈકી કયા નેતાનો સમાવેશ થતો નથી?
A. દાદાભાઈ નવરોજી
B. લોકમાન્ય ટિળક
C. ફિરોજશાહ મહેતા
D. ગોપાલકૃષ્ણ ગોખલે
ઉત્તર:
B. લોકમાન્ય ટિળક
પ્રશ્ન 12.
બંગાળ બ્રિટિશ ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
A. કોલકાતામાં
B. મુંબઈમાં
C. ચેન્નાઈમાં
D. પુણેમાં
ઉત્તર:
A. કોલકાતામાં
પ્રશ્ન 13.
બૉમ્બે ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
A. ચેન્નાઈમાં
B. મુંબઈમાં
C. લાહોરમાં
D. દિલ્લીમાં
ઉત્તર:
B. મુંબઈમાં
પ્રશ્ન 14.
મદ્રાસ નેટિવ સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
A. મુંબઈમાં
B. ભોપાલમાં
C. પુણેમાં
D. ચેન્નાઈમાં
ઉત્તર:
D. ચેન્નાઈમાં
પ્રશ્ન 15.
પુના સાર્વજનિક સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
A. ઔરંગાબાદમાં
B. નાગપુરમાં
C. પુણેમાં
D. સોલાપુરમાં
ઉત્તર:
C. પુણેમાં
પ્રશ્ન 16.
ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
A. મુંબઈમાં
B. કોલકાતામાં
C. ભોપાલમાં : જાપાલના
D. સુરતમાં
ઉત્તર:
B. કોલકાતામાં
પ્રશ્ન 17.
નીચેના પૈકી ક્યા નેતાનો મવાળવાદીઓમાં સમાવેશ કરી શકાય નહિ?
A. સુરેન્દ્રનાથ બેનરજીનો
B. વ્યોમેશચંદ્ર બેનરજીનો
C. ગોપાલકૃષ્ણ ગોખલેનો
D. લાલા લજપતરાયનો
ઉત્તર:
D. લાલા લજપતરાયનો
પ્રશ્ન 18.
નીચેના પૈકી ક્યા નેતાનો જહાલવાદીઓમાં સમાવેશ કરી શકાય નહિ?
A. બાળ ગંગાધર ટિળકનો
B. ગોપાલકૃષ્ણ ગોખલેનો
C. લાલા લજપતરાયનો
D. બિપિનચંદ્ર પાલનો
ઉત્તર:
B. ગોપાલકૃષ્ણ ગોખલેનો
પ્રશ્ન 19.
બંગાળાના ભાગલા કયા વાઇસરૉયે પાડ્યા હતા?
A. લૉર્ડ કર્ઝને
B. લૉર્ડ લિટને
C. લૉર્ડ કેનિંગે
D. લૉર્ડ રિપને
ઉત્તર:
A. લૉર્ડ કર્ઝને
પ્રશ્ન 20.
વાઇસરોય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા?
A. ઈ. સ. 1900માં
B. ઈ. સ. 1902માં
C. ઈ. સ. 1905માં
D. ઈ. સ. 1911માં
ઉત્તરઃ
C. ઈ. સ. 1905માં
પ્રશ્ન 21.
કયા વાઇસરૉયે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવી હતી?
A. લૉર્ડ રિપને
B. લૉર્ડ કર્ઝને
C. લૉર્ડ માઉન્ટ બેટને
D. લૉર્ડ લિટને
ઉત્તર:
B. લૉર્ડ કર્ઝને
પ્રશ્ન 22.
લૉર્ડ કર્ઝને કયા પ્રદેશના બે ભાગલા પાડ્યા હતા?
A. બંગાળાના
B. બિહારના
C. મુંબઈના
D. ઉત્તર પ્રદેશના
ઉત્તર:
A. બંગાળાના
પ્રશ્ન 23.
બ્રિટિશ સરકારે બંગાળાના ભાગલા ક્યારે રદ કર્યા?
A. ઈ. સ. 1905માં
B. ઈ. સ. 1908માં
C. ઈ. સ. 1911માં
D. ઈ. સ. 1915માં
ઉત્તર:
C. ઈ. સ. 1911માં
પ્રશ્ન 24.
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા?
A. ચંદ્રશેખર આઝાદ
B. વિનાયક સાવરકર
C. ભગતસિંહ
D. વાસુદેવ બળવંત ફડકે
ઉત્તર:
D. વાસુદેવ બળવંત ફડકે
પ્રશ્ન 25.
કયા બે ચાફેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?
A. દામોદર અને બાલકૃષ્ણ
B. વિનાયક અને દામોદર
C. ખુદીરામ અને બાલકૃષ્ણ
D. બાલકૃષ્ણ અને ગોપાલકૃષ્ણ
ઉત્તર:
A. દામોદર અને બાલકૃષ્ણ
પ્રશ્ન 26.
ઈ. સ. 1900માં ‘મિત્રમેલા’ નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી?
A. ચંદ્રશેખર આઝાદે
B. વાસુદેવ બળવંત ફડકેએ
C. વિનાયક સાવરકરે
D. મદનલાલ ઢીંગરાએ
ઉત્તર:
C. વિનાયક સાવરકરે
પ્રશ્ન 27.
‘1857: પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ પુસ્તક કોણે લખ્યું હતું?
A. જવાહરલાલ નેહરુએ
B વિનાયક સાવરકરે
C. વાસુદેવ બળવંત ફડકેએ
D. ગાંધીજીએ
ઉત્તર:
B વિનાયક સાવરકરે
પ્રશ્ન 28.
કોલકાતામાં ‘અનુશીલન સમિતિ’ નામની ક્રાંતિકારી સંસ્થાના મુખ્ય નેતા કોણ હતા?
A. બારીન્દ્ર ઘોષ
B. નરેન્દ્ર ઘોષ
C. ખુદીરામ બોઝ
D. સુપેન્દુ ઘોષ
ઉત્તર:
A. બારીન્દ્ર ઘોષ
પ્રશ્ન 29.
કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિગ્સફર્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી?
A. રામપ્રસાદ બિસ્મિલ અને વિનાયક સાવરકરે
B. બારીન્દ્ર ઘોષ અને ખુદીરામ બોઝ
C. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ
D. દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકરે
ઉત્તર:
C. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ
પ્રશ્ન 30.
હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું?
A. ખુદીરામ બોઝે અને અશફાક ઉલ્લાખાંએ
B. અશફાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે
C. ચંદ્રશેખર આઝાદ અને અશફાક ઉલ્લાખાંએ
D. અશફાક ઉલ્લાખાં અને વિનાયક સાવરકરે
ઉત્તર:
B. અશફાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે
પ્રશ્ન 31.
નીચેના પૈકી કયા બે ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન યોજનામાં મુખ્ય ભાગ લીધો હતો?
A. દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકરે
B. વાસુદેવ બળવંત ફડકે અને વિનાયક સાવરકરે
C. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ
D. અશફાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે
ઉત્તર:
D. અશફાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે
પ્રશ્ન 32.
ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું?
A. દુર્ગાભાભી
B. દુર્ગાકુમારી
C. દુર્ગાવતી
D. દુર્ગારાણી
ઉત્તર:
A. દુર્ગાભાભી
પ્રશ્ન 33.
નીચેના પૈકી કયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી સક્રિય બન્યા હતા?
A. વિનાયક સાવરકર
B. ભગતસિંહ
C. ચંદ્રશેખર આઝાદ
D. મદનલાલ ઢીંગરા
ઉત્તર:
C. ચંદ્રશેખર આઝાદ
પ્રશ્ન 34.
કયા સત્યાગ્રહી અલાહાબાદના આફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદ થયા હતા?
A. રામપ્રસાદ બિસ્મિલ
B. ચંદ્રશેખર આઝાદ
C. ખુદીરામ બોઝ
D. ભગતસિંહ
ઉત્તર:
B. ચંદ્રશેખર આઝાદ
પ્રશ્ન 35.
કયા ક્રાંતિકારીએ લંડનમાં ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપી હતી?
A. સરદારસિંહ રાણાએ
B. વિનાયક સાવરકરે
C. શ્યામજી કૃષ્ણ વર્માએ
D. મદનલાલ ઢીંગરાએ
ઉત્તર:
C. શ્યામજી કૃષ્ણ વર્માએ
પ્રશ્ન 36.
શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામાયિક શરૂ કર્યું હતું?
A. ઇન્ડિયન પેટ્રીએટ
B. વંદે માતરમ્
C. ઇન્ડિયન ન્યૂઝ
D. ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ
ઉત્તર:
D. ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ
પ્રશ્ન 37.
શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
A. ઈન્ડિયન ફ્રિડમ સોસાયટી
B. ઇન્ડિયન પેટ્રીએટ સોસાયટી
C. ઇન્ડિયન હોમરૂલ સોસાયટી
D. ઇન્ડિયન રિવોલ્યુશનરી સોસાયટી
ઉત્તર:
C. ઇન્ડિયન હોમરૂલ સોસાયટી
પ્રશ્ન 38.
શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાના કાર્યાલયનું શું નામ આપ્યું હતું?
A. ઇન્ડિયા હાઉસ
B. ઇન્ડિયા પેટ્રીએટ
C. ઇન્ડિયન હાઉસ
D. ઇન્ડિયા હોમરૂલ હાઉસ
ઉત્તર:
C. ઇન્ડિયન હાઉસ
પ્રશ્ન 39.
કયા ક્રાંતિકારી લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા નહોતા?
A. મદનલાલ ઢીંગરા
B. રાજા મહેન્દ્ર પ્રતાપ
C. વિનાયક સાવરકર
D. સરદારસિંહ રાણા
ઉત્તર:
B. રાજા મહેન્દ્ર પ્રતાપ
પ્રશ્ન 40.
અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી?
A. સરદારસિંહ રાણાએ
B. વિનાયક સાવરકરે
C. લાલા હરદયાલે
D. મદનલાલ ઢીંગરાએ
ઉત્તર:
D. મદનલાલ ઢીંગરાએ
પ્રશ્ન 41.
શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પૅરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોણે સંભાળી?
A. સરદારસિંહ રાણાએ
B મૅડમ ભિખાઈજી કામાએ
C. તારકનાથ દાસે
D. વિનાયક સાવરકરે
ઉત્તર:
D. વિનાયક સાવરકરે
પ્રશ્ન 42.
ઈ. સ. 1902માં મૅડમ ભિખાઈજી રુસ્તમ કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું?
A. ‘હિંદુ પેટ્રીએટ’
B. ‘સંજીવની’
C. ‘વંદે માતરમ્’
D. ‘ઇન્ડિયા ન્યૂઝ’
ઉત્તર:
C. ‘વંદે માતરમ્’
પ્રશ્ન 43.
કયા ક્રાંતિકારીએ પૅરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો હતો?
A. સરદારસિંહ રાણાએ
B. તારકનાથ દાસે
C. લાલા હરદયાલે
D. રાસબિહારી ઘોષે
ઉત્તર:
A. સરદારસિંહ રાણાએ
પ્રશ્ન 44.
માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો હતો?
A. 12 જાન્યુઆરી, 1917ના રોજ
B. 17 નવેમ્બર, 1913ના રોજ
C. 23 જુલાઈ, 1919ના રોજ
D. 10 ડિસેમ્બર, 1920ના રોજ
ઉત્તર:
B. 17 નવેમ્બર, 1913ના રોજ
પ્રશ્ન 45.
માનગઢ હત્યાકાંડ ક્યાં સર્જાયો હતો?
A. ગુજરાત-મધ્ય પ્રદેશની સરહદ પર
B. ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પર
C. ગુજરાત-છત્તીસગઢની સરહદ પર
D. ગુજરાત-રાજસ્થાનની સરહદ પર
ઉત્તર:
D. ગુજરાત-રાજસ્થાનની સરહદ પર
પ્રશ્ન 46.
કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે?
A. રામગઢ હત્યાકાંડને
B. માનગઢ હત્યાકાંડને
C. થાનગઢ હત્યાકાંડને
D. ઇકબાલગઢ હત્યાકાંડને
ઉત્તર:
B. માનગઢ હત્યાકાંડને
પ્રશ્ન 47.
માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતું હતું?
A. ગોવિંદ ગુરુ
B. કાનજી ગુરુ
C. ગણેશ ગુરુ
D. ધનજી ગુરુ
ઉત્તર:
A. ગોવિંદ ગુરુ
પ્રશ્ન 48.
ઈ. સ. 1914માં વ્યારા આદિવાસી આંદોલન કયા જિલ્લામાં થયું હતું?
A. ડાંગ
B. પંચમહાલ
C. વલસાડ
D. તાપી
ઉત્તર:
D. તાપી
પ્રશ્ન 49.
ઈ. સ. 1922માં દઢવાવ આદિવાસી આંદોલન સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં થયું હતું?
A. તલોદ
B. વિજયનગર
C. ઈડર
D. ભિલોડા
ઉત્તર:
B. વિજયનગર
પ્રશ્ન 50.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા?
A. ઈ. સ. 1915માં
B. ઈ. સ. 1917માં
C. ઈ. સ. 1920માં
D. ઈ. સ. 1921માં
ઉત્તરઃ
A. ઈ. સ. 1915માં
પ્રશ્ન 51.
દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ કોની પાસેથી પ્રેરણા મેળવી ભારતના મોટા ભાગના ભાગોનો પ્રવાસ કર્યો હતો?
A. રવીન્દ્રનાથ ટાગોર પાસેથી
B. બાળ ગંગાધર ટિળક પાસેથી
C. ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી
D. દાદાભાઈ નવરોજી પાસેથી
ઉત્તર:
C. ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી
પ્રશ્ન 52.
ગાંધીજીએ ઈ. સ. 1916માં કયા આશ્રમની સ્થાપના કરી?
A. સાબરમતી આશ્રમની
B. કોચરબ આશ્રમની
C. પવનાર આશ્રમની
D. સંન્યાસ આશ્રમની
ઉત્તર:
B. કોચરબ આશ્રમની
પ્રશ્ન 53.
ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોના પરિણામે તેમને ક્યા કયા સાથીદારો મળ્યા?
A. વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્રપ્રસાદ
B. વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ
C. રાજેન્દ્રપ્રસાદ અને મોતીલાલ નેહરુ
D. વલ્લભભાઈ અને સુભાષચંદ્ર બોઝ
ઉત્તર:
A. વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્રપ્રસાદ
પ્રશ્ન 54.
ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે?
A. બંગાળામાં
B. બિહારમાં
C. ઉત્તર પ્રદેશમાં
D. ઓડિશામાં
ઉત્તર:
B. બિહારમાં
પ્રશ્ન 55.
19મી સદીની શરૂઆતથી જ અંગ્રેજોએ ચંપારણમાં કયા પાકના બગીચા બનાવ્યા હતા?
A. રેશમના
B. ચાના
C. ગળીના
D. કૉફીના
ઉત્તર:
C. ગળીના
પ્રશ્ન 56.
ચંપારણમાં ખેડૂતોને \(\frac{3}{20}\) જમીન પર કયા પાકની ખેતીની ફરજ પાડવામાં આવતી હતી?
A. ગળીના
B. રેશમના
C. કૉફીના
D. ચાના
ઉત્તર:
A. ગળીના
પ્રશ્ન 57.
ચંપારણમાં ખેડૂતોને \(\frac{3}{20}\) જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી, તે પદ્ધતિ કઈ પદ્ધતિ તરીકે ઓળખાતી હતી?
A. ‘તીન વેઠિયા’
B. ‘તીન ભાગિયા’
C. ‘તીન વીસિયા’
D. ‘તીન કઠિયા’
ઉત્તર:
D. ‘તીન કઠિયા’
પ્રશ્ન 58.
ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો?
A. ખેડા સત્યાગ્રહ
B. બારડોલી સત્યાગ્રહ
C. ચંપારણ સત્યાગ્રહ
D. વન સત્યાગ્રહ
ઉત્તર:
C. ચંપારણ સત્યાગ્રહ
પ્રશ્ન 59.
ચંપારણના કયા ખેડૂતના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા હતા?
A. રમેશભાઈ મહેતાના
B. રાજકુમાર પંડિતના
C. રાજકુમાર શુક્લના
D. ચંદ્રકાન્ત શુક્લના
ઉત્તર:
C. રાજકુમાર શુક્લના
પ્રશ્ન 60.
ઈ. સ. 1917માં અંગ્રેજ સરકારે કયા જિલ્લામાં મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું?
A. અમદાવાદ
B. વડોદરા
C. વલસાડ
D. ખેડા
ઉત્તર:
D. ખેડા
પ્રશ્ન 61.
“સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.” ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું?
A. ખેડા સત્યાગ્રહ
B. બારડોલી સત્યાગ્રહ
C. મીઠાનો સત્યાગ્રહ
D. ચંપારણ સત્યાગ્રહ
ઉત્તર:
A. ખેડા સત્યાગ્રહ
પ્રશ્ન 62.
ગાંધીજીએ ‘ડુંગળીચોર’નું બિરુદ કોને આપ્યું હતું?
A. જુગતરામ દવેને
B. રવિશંકર મહારાજને
C. રાજકુમાર શુક્લને
D. મોહનલાલ પંડ્યાને
ઉત્તર:
D. મોહનલાલ પંડ્યાને
પ્રશ્ન 63.
અંગ્રેજ સરકારે રૉલેટ ઍક્ટ ક્યારે પસાર કર્યો?
A. ઈ. સ. 1917માં
B. ઈ. સ. 1919માં
C. ઈ. સ. 1922માં
D. ઈ. સ. 1928માં
ઉત્તર:
B. ઈ. સ. 1919માં
પ્રશ્ન 64.
રૉલેટ ઍક્ટને કાળો કાયદો કોણે કહ્યો?
A. જવાહરલાલ નેહરુએ
B. સરદાર વલ્લભભાઈ પટેલે
C. મહાત્મા ગાંધીએ
D. સુભાષચંદ્ર બોઝ
ઉત્તર:
C. મહાત્મા ગાંધીએ
પ્રશ્ન 65.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?
A. બંગાળાના ભાગલા
B. ચોરીચૌરાનો બનાવ
C. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
D. 1857નો મેરઠનો બનાવ
ઉત્તર:
C. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
પ્રશ્ન 66.
જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?
A. અમૃતસરમાં
B. શ્રીનગરમાં
C. બેંગલુરુમાં
D. દિલ્લીમાં
ઉત્તર:
A. અમૃતસરમાં
પ્રશ્ન 67.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો?
A. 5 માર્ચ, 1909ના રોજ
B. 15 ઑગસ્ટ, 1915ના રોજ
C. 20 નવેમ્બર, 1918ના રોજ
D. 13 એપ્રિલ, 1919ના રોજ
ઉત્તર:
D. 13 એપ્રિલ, 1919ના રોજ
પ્રશ્ન 68.
જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?
A. જનરલ નોલે
B. જનરલ ડાયરે
C. જનરલ ડાયેનાએ
D. જનરલ હોકિન્સ
ઉત્તર:
B. જનરલ ડાયરે
પ્રશ્ન 69.
‘કેસરે હિંદ’નો ઇલકાબ કોણે ત્યજી દીધો?
A. મોતીલાલ નેહરુએ
B. ચિત્તરંજનદાસ મુનશીએ
C. ગાંધીજીએ
D. ગોપાલકૃષ્ણ ગોખલેએ
ઉત્તર:
C. ગાંધીજીએ
પ્રશ્ન 70.
‘નાઇટહૂડ’ની પદવી કોણે અંગ્રેજ સરકારને પાછી આપી દીધી?
A. મોતીલાલ નેહરુએ
B. લોકમાન્ય ટિળકે
C. શ્રીમદ્ રાજચંદ્ર
D. રવીન્દ્રનાથ ટાગોરે
ઉત્તરઃ
D. રવીન્દ્રનાથ ટાગોરે
પ્રશ્ન 71.
કયો તહેવાર હોવાથી જલિયાંવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા?
A. વૈશાખીનો
B. બુદ્ધ પૂર્ણિમાનો
C. ઓણમનો
D. પોંગલનો
ઉત્તર:
A. વૈશાખીનો
પ્રશ્ન 72.
ગાંધીજીએ અસહકારનું આંદોલન ક્યારે શરૂ કર્યું હતું?
A. ઈ. સ. 1917માં
B. ઈ. સ. 1920માં
C. ઈ. સ. 1928માં
D. ઈ. સ. 1932માં
ઉત્તર:
B. ઈ. સ. 1920માં
પ્રશ્ન 73.
અસહકારના આંદોલનનાં મુખ્ય પાસાં કેટલાં હતાં?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
A. બે
પ્રશ્ન 74.
કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા હતા?
A. નોઆખલીના આંદોલન દરમિયાન
B. બંગભંગના આંદોલન દરમિયાન
C. અસહકારના આંદોલન દરમિયાન
D. હિંદ છોડો આંદોલન દરમિયાન
ઉત્તર:
C. અસહકારના આંદોલન દરમિયાન
પ્રશ્ન 75.
આંધ્ર પ્રદેશના ગંતુર જિલ્લામાં કયો સત્યાગ્રહ થયો હતો?
A. વન સત્યાગ્રહ
B. અભયારણ્ય સત્યાગ્રહ
C. ચંપારણ સત્યાગ્રહ
D. ઉદ્યાન સત્યાગ્રહ
ઉત્તર:
A. વન સત્યાગ્રહ
પ્રશ્ન 76.
કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી?
A. હમીરપુર
B. સીતાપુર
C. રામપુર
D. ચૌરી ચૌરા
ઉત્તર:
D. ચૌરી ચૌરા
પ્રશ્ન 77.
અસહકારના આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરી ચૌરા ગામમાં બનેલા હિંસક બનાવમાં કેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા?
A. 28
B. 26
C. 24
D. 22
ઉત્તર:
D. 22
પ્રશ્ન 78.
મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ મુનશીએ કયા પક્ષની સ્થાપના કરી?
A. સ્વરાજ પક્ષની
B. સાંસ્થાનિક પક્ષની
C. લોકશક્તિ પક્ષની
D. રાષ્ટ્રીય પક્ષની
ઉત્તર:
A. સ્વરાજ પક્ષની
પ્રશ્ન 79.
સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?
A. 5
B. 6
C. 7
D. 8
ઉત્તર:
C. 7
પ્રશ્ન 80.
ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો, કારણ કે ……
A. તેમાં એક પણ અંગ્રેજ પ્રતિનિધિ ન હતો.
B. તેમાં એક પણ મુસ્લિમ પ્રતિનિધિ ન હતો.
C. તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો.
D. તેમાં એક પણ મહિલા ન હતી.
ઉત્તરઃ
C. તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો.
પ્રશ્ન 81.
લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું?
A. અરવિંદ ઘોષનું
B. લાલા લજપતરાયનું
C. લાલા હરદયાળનું
D. ભગતસિંહનું
ઉત્તર:
B. લાલા લજપતરાયનું
પ્રશ્ન 82.
ક્રાંતિકારીઓએ લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ આપનાર કયા અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરી?
A. સ્કોટનની
B. સ્કોનિક્લની
C. સાન્ડર્સની
D. જનરલ ડાયરની
ઉત્તર:
C. સાન્ડર્સની
પ્રશ્ન 83.
સાયમન કમિશન નિષ્ફળ જતાં કયા હિંદી વજીરે બધા પક્ષોને માન્ય બંધારણ ઘડી આપવા આહ્વાન આપ્યું?
A. બર્કનોડે
B. વેવેલે
C. ઍટલીએ
D. માઉન્ટ બેટને
ઉત્તર:
A. બર્કનોડે
પ્રશ્ન 84.
હિંદી રાષ્ટ્રીય મહાસભાએ કોની અધ્યક્ષતામાં નેહરુ કમિટિનું ગઠન કર્યું?
A. જવાહરલાલ નેહરુની
B. મોતીલાલ નેહરુની
C. ગાંધીજીની
D. વલ્લભભાઈ પટેલની
ઉત્તર:
B. મોતીલાલ નેહરુની
પ્રશ્ન 85.
‘નેહરુ અહેવાલ’માં ભારતને કયા પ્રકારનું સ્વરાજ આપવાની માગણી કરવામાં આવી હતી?
A. પૂર્ણ સ્વરાજ પ્રકારનું
B. સમવાય પ્રકારનું
C. મર્યાદિત પ્રકારનું
D. સાંસ્થાનિક સ્વરાજ પ્રકારનું
ઉત્તર:
D. સાંસ્થાનિક સ્વરાજ પ્રકારનું
પ્રશ્ન 86.
બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો?
A. ઈ. સ. 1920માં
B. ઈ. સ. 1922માં
C. ઈ. સ. 1928માં
D. ઈ. સ. 1930માં
ઉત્તર:
C. ઈ. સ. 1928માં
પ્રશ્ન 87.
કયા સત્યાગ્રહમાં ‘ના કર’ની લડત કરવામાં આવી હતી? ?
A. ખેડા સત્યાગ્રહમાં
B. બારડોલી સત્યાગ્રહમાં
C. વન સત્યાગ્રહમાં
D. ચંપારણ સત્યાગ્રહમાં
ઉત્તર:
B. બારડોલી સત્યાગ્રહમાં
પ્રશ્ન 88.
નીચેના પૈકી કયા નેતાને લોકોએ ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું?
A. વલ્લભભાઈ પટેલને
B. સુભાષચંદ્ર બોઝને
C. જવાહરલાલ નેહરુને
D. ચિત્તરંજનદાસને
ઉત્તર:
A. વલ્લભભાઈ પટેલને
પ્રશ્ન 89.
નીચેના પૈકી ક્યા નેતા પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા?
A. જવાહરલાલ નેહરુ
B ચિત્તરંજનદાસ
C. મોતીલાલ નેહરુ
D. વલ્લભભાઈ પટેલ
ઉત્તર:
A. જવાહરલાલ નેહરુ
પ્રશ્ન 90.
કોની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો?
A. વલ્લભભાઈ પટેલની
B. સુભાષચંદ્ર બોઝની
C. ગાંધીજીની
D. જવાહરલાલ નેહરુની
ઉત્તર:
D. જવાહરલાલ નેહરુની
પ્રશ્ન 91.
કયા સ્થળે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો?
A. ભોપાલ
B. લાહોર
C. સુરત
D. લખનઉ
ઉત્તર:
B. લાહોર
પ્રશ્ન 92.
લાહોર ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનના ઠરાવના આધારે કયા દિવસને પ્રતિવર્ષે ‘પૂર્ણ સ્વરાજ દિન’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું?
A. 15મી ઑગસ્ટના દિવસને
B. 26મી જાન્યુઆરીના દિવસને
C. 12મી માર્ચના દિવસને
D. 28મી ડિસેમ્બરના દિવસને
ઉત્તર:
B. 26મી જાન્યુઆરીના દિવસને
પ્રશ્ન 93.
ભારતમાં પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ક્યારે ઊજવવામાં આવ્યો?
A. 12 એપ્રિલ, 1930ના રોજ
B. 12 માર્ચ, 1930ના રોજ
C. 26 જાન્યુઆરી, 1930ના રોજ
D. 26 ડિસેમ્બર, 1930ના રોજ
ઉત્તર:
C. 26 જાન્યુઆરી, 1930ના રોજ
પ્રશ્ન 94.
કયા ક્રાંતિકારીઓએ મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો?
A. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે
B. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદે
C. ખુદીરામ બોઝે અને બટુકેશ્વર દત્તે
D. વિનાયક સાવરકર અને રામપ્રસાદ બિસ્મિલે
Ananam
ઉત્તર:
A. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે
પ્રશ્ન 95.
બંગાળાના ક્યા ક્રાંતિકારીએ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા હતા?
A. બટુકેશ્વર દત્તે
B. રાજગુરુએ
C. જતીનદાસે
D. સૂર્યસેને
ઉત્તર:
C. જતીનદાસે
પ્રશ્ન 96.
ગાંધીજીએ ક્યારે જાહેર કર્યું હતું કે, તે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે?
A. ઈ. સ. 1930માં
B. ઈ. સ. 1928માં
C. ઈ. સ. 1931માં
D. ઈ. સ. 1932માં
ઉત્તર:
A. ઈ. સ. 1930માં
પ્રશ્ન 97.
દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?
A. 12 એપ્રિલ, 1928ના રોજ
B. 12 માર્ચ, 1931ના રોજ
C. 12 માર્ચ, 1930ના રોજ
D. 12 માર્ચ, 1932ના રોજ
ઉત્તર:
C. 12 માર્ચ, 1930ના રોજ
પ્રશ્ન 98.
ગાંધીજીએ કેટલા કિલોમીટરની દાંડીયાત્રા કરી હતી?
A. 320 કિલોમીટરની
B. 350 કિલોમીટરની
C. 380 કિલોમીટરની
D. 370 કિલોમીટરની
ઉત્તર:
D. 370 કિલોમીટરની
પ્રશ્ન 99.
મીઠાના કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું?
A. ધરાસણા કૂચ
B. દાંડીકૂચ
C. વડાલા કૂચ
D. સાબરમતી કૂચ
ઉત્તર:
B. દાંડીકૂચ
પ્રશ્ન 100.
ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી?
A. સરોજિની નાયડુએ
B. ખાન અબ્દુલ ગફાર ખાને
C. સુભાષચંદ્ર બોઝ
D. અબ્બાસ સાહેબ તૈયબજીએ
ઉત્તરઃ
D. અબ્બાસ સાહેબ તૈયબજીએ
પ્રશ્ન 101.
ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન અબ્બાસ સાહેબની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી?
A. શ્રીમતી મીરાકુમારે
B. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ
C. સરોજિની નાયડુએ
D. કસ્તુરબા ગાંધીએ
ઉત્તર:
C. સરોજિની નાયડુએ
પ્રશ્ન 102.
‘સરહદના ગાંધી’નું બિરૂદ કોને મળેલું છે?
A. મૌલાના અબુલ કલામ આઝાદને
B. ખાન અબ્દુલ ગફારખાનને
C. અબ્બાસ સાહેબ તૈયબજીને
D. રવિશંકર મહારાજને
ઉત્તર:
B. ખાન અબ્દુલ ગફારખાનને
પ્રશ્ન 103.
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી?
A. પહેલી
B. બીજી
C. ત્રીજી
D. ચોથી
ઉત્તર:
B. બીજી
પ્રશ્ન 104.
પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી?
A. સુભાષચંદ્ર બોઝની
B. જવાહરલાલ નેહરુની
C. મૌલાના આઝાદની
D. વિનોબા ભાવેની
ઉત્તર:
D. વિનોબા ભાવેની
પ્રશ્ન 105.
મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો’નો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો?
A. 8 ઑગસ્ટ, 1942ના રોજ
B. 15 ઑગસ્ટ, 1947ના રોજ
C. 30 જાન્યુઆરી, 1945ના રોજ
D. 26 જાન્યુઆરી, 1942ના રોજ
ઉત્તર:
A. 8 ઑગસ્ટ, 1942ના રોજ
પ્રશ્ન 106.
સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો?
A. 12 ઑગસ્ટ, 1892ના રોજ
B. 23 જાન્યુઆરી, 1897ના રોજ
C. 10 જૂન, 1898ના રોજ
D. 2 ઑક્ટોબર, 1888ના રોજ
ઉત્તર:
B. 23 જાન્યુઆરી, 1897ના રોજ
પ્રશ્ન 107.
સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશા રાજ્યના ક્યા શહેરમાં થયો હતો?
A. કટક
B. સંબલપુર
C. કાશીપુર
D. ભુવનેશ્વર
ઉત્તર:
A. કટક
પ્રશ્ન 108.
સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો?
A. સ્વરાજ પક્ષ
B. યંગ ઇન્ડિઝા
C. ફૉરવર્ડ બ્લૉક
D. ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા
ઉત્તર:
C. ફૉરવર્ડ બ્લૉક
પ્રશ્ન 109.
‘ચલો દિલ્લી’નું સૂત્ર કોણે આપ્યું હતું?
A. કેપ્ટન મોહનસિંહ
B. જવાહરલાલ નેહરુએ
C. સુભાષચંદ્ર બોઝે
D. રાસબિહારી ઘોષે
ઉત્તર:
C. સુભાષચંદ્ર બોઝે
પ્રશ્ન 110.
સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને કયું નામ આપવામાં આવ્યું હતું?
A. રઝિયા સુલ્તાના
B. લક્ષ્મીબાઈ
C. ચાંદબીબી
D. અહલ્યાબાઈ
ઉત્તર:
B. લક્ષ્મીબાઈ
પ્રશ્ન 111.
સુભાષચંદ્ર બોઝ ક્યારે અવસાન પામેલા માનવામાં આવે છે?
A. 18 ઑક્ટોબર, 1942ના રોજ
B. 18 ઑગસ્ટ, 1945ના રોજ
C. 12 માર્ચ, 1946ના રોજ
D. 26 જાન્યુઆરી, 1945ના રોજ
ઉત્તર:
B. 18 ઑગસ્ટ, 1945ના રોજ
પ્રશ્ન 112.
મુંબઈમાં ભારતીય નૌસેનાના સૈનિકોએ ક્યારે વિદ્રોહ કર્યો હતો?
A. ઈ. સ. 1946માં
B. ઈ. સ. 1945માં
C. ઈ. સ. 1944માં
D. ઈ. સ. 1943માં
ઉત્તર:
A. ઈ. સ. 1946માં
પ્રશ્ન 113.
કૅબિનેટ મિશન કેટલા સભ્યોનું બનેલું હતું?
A. બે
B ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
B ત્રણ
પ્રશ્ન 114.
બંધારણસભાની રચના કરવા માટે ક્યારે ચૂંટણીઓ યોજવામાં આવી?
A. ડિસેમ્બર, 1946માં
B. સપ્ટેમ્બર, 1945માં
C. જાન્યુઆરી, 1947માં
D. જુલાઈ, 1946માં
ઉત્તર:
D. જુલાઈ, 1946માં
પ્રશ્ન 115.
વાઇસરૉય લૉર્ડ વેવેલ પછી વાઇસરૉય તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
A. લૉર્ડ લિટનની
B. લૉર્ડ લિનલિથગોની
C. લૉર્ડ માઉન્ટ બેટનની
D. લૉર્ડ ઈરવિનની
ઉત્તર:
C. લૉર્ડ માઉન્ટ બેટનની
પ્રશ્ન 116.
અખંડ હિંદના બે ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો?
A. વાઇસરૉય લૉર્ડ લિટને
B. વડા પ્રધાન ઍટલીએ
C. વાઇસરૉય લૉર્ડ વેવેલે
D. વાઇસરૉય લૉર્ડ માઉન્ટ બેટને
ઉત્તર:
D. વાઇસરૉય લૉર્ડ માઉન્ટ બેટને
પ્રશ્ન 117.
અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?
A. માઉન્ટ બેટન યોજના
B. કેબિનેટ મિશન યોજના
C. ક્રિપ્સ મિશન યોજના
D. ગાંધી-ઇર્વીન યોજના
ઉત્તર:
A. માઉન્ટ બેટન યોજના
પ્રશ્ન 118.
માઉન્ટ બેટન યોજના પ્રમાણે હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો?
A. જૂન, 1947માં
B. જુલાઈ, 1947માં
C. ઑગસ્ટ 1947માં
D. ઑગસ્ટ, 1946માં
ઉત્તર:
B. જુલાઈ, 1947માં
પ્રશ્ન 119.
ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?
A. 14 ઑગસ્ટ, 1947ના રોજ
B. 15 ઑગસ્ટ, 1948ના રોજ
C. 15 ઑગસ્ટ, 1947ના રોજ
D. 26 જાન્યુઆરી, 1950ના રોજ
ઉત્તર:
C. 15 ઑગસ્ટ, 1947ના રોજ
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. ………………….. એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના.
ઉત્તર:
રાષ્ટ્રવાદ
2. અંગ્રેજી શાસને અજાણતાં દેશના લોકોમાં ……………………… નાં બી રોપ્યાં.
ઉત્તર:
રાષ્ટ્રીય એકતા
૩. અંગ્રેજ સરકારની …………………………… ની નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા અને કારીગરો બેરોજગાર બન્યા.
ઉત્તર:
આર્થિક શોષણ
4. અંગ્રેજી કેળવણીને લીધે ભારતમાં …………………………. નો નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો.
ઉત્તર:
બુદ્ધિવાદીઓ
5. રાષ્ટ્રવાદના વિકાસમાં …………………… નો ફાળો અવિસ્મરણીય હતો.
ઉત્તર:
વર્તમાનપત્રો
6. વાઇસરૉય રિપને પસાર કરેલા ……………………. બિલનો અંગ્રેજોએ સખત વિરોધ કર્યો હતો.
ઉત્તર:
ઇલ્બર્ટ
7. ઈન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના ……………………. માં થઈ હતી.
ઉત્તર:
કોલકાતા
8. નિવૃત્ત અંગ્રેજ અમલદાર …………………….. ના પ્રયાસોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ.
ઉત્તર:
એ. ઓ. હ્યુમ
9. ઈ. સ. ………………………. માં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ.
ઉત્તર:
1885
10. ……………………….. ના રોજ હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મળ્યું હતું.
ઉત્તરઃ
28 ડિસેમ્બર, 1885
11. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ……………………. માં મળ્યું હતું.
ઉત્તર:
મુંબઈ
12. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં …………………………… જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ઉત્તર:
72
13. …………………….. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પહેલા પ્રમુખ હતા.
ઉત્તર:
વ્યોમેશચંદ્ર બેનરજી
14. ………………… નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી તેમનામાં રાષ્ટ્રીય ચેતના જાગ્રત કરી.
ઉત્તર:
મવાળવાદી
15. ……………………………….. નેતાઓ હિંદી રાષ્ટ્રીય મહાસભાની નીતિરીતિઓમાં આમૂલ પરિવર્તનની માગણી કરતા હતા.
ઉત્તર:
જહાલવાદી
16. “સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ જેપીશ.” આ વિધાન ………………………. કહ્યું હતું.
ઉત્તર:
લોકમાન્ય ટિળકે
17. વાઇસરૉય લૉર્ડ ………………………. બંગાળના ભાગલા પાડ્યા.
ઉત્તર:
કર્ઝને
18. વાઇસરૉય લૉર્ડ કર્ઝને ઈ. સ. …………………………… માં બંગાળાના ભાગલા પાડ્યા.
ઉત્તર:
1905
19. વાઇસરૉય લૉર્ડ ………………………… ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અમલમાં મૂકી.
ઉત્તર:
કર્ઝને
20. ઈ. સ. ………………………. માં અંગ્રેજ સરકારે બંગાળાના ભાગલા રદ કર્યા.
ઉત્તર:
1911
21. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત …………………………….. એ કરી હતી.
ઉત્તર:
વાસુદેવ બળવંત ફડકે
22. …………………. અને …………………… નામના બે ચાફેકર ભાઈઓએ મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી હતી.
ઉત્તર:
દામોદર, બાલકૃષ્ણ
23. ઈ. સ. 1900માં ……………………. ‘મિત્રમેલા’ નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી, જે પછીથી ‘અભિનવ ભારત’ના નામે ઓળખાઈ હતી.
ઉત્તર:
વિનાયક સાવરકરે
24. ‘અનુશીલન સમિતિ’ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના ……………………. માં થઈ હતી.
ઉત્તર:
કોલકાતા
25. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશ …………………… ની હત્યા કરવાની યોજના બનાવી હતી.
ઉત્તર:
કિગ્સફર્ડ
26. …………………… અને …………………….. હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઉત્તર:
અશફાક ઉલ્લાખાં, રામપ્રસાદ બિસ્મિલે
27. …………………….. ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતાં.
ઉત્તર:
દુર્ગાભાભી
28. ……………………. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા.
ઉત્તર:
ચંદ્રશેખર આઝાદ
29. ………………………. પ્રતિજ્ઞા લીધી હતી કે “હું જીવતેજીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.”
ઉત્તર:
ચંદ્રશેખર આઝાદે
30. ……………………… એ ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટી સ્થાપી હતી.
ઉત્તર:
શ્યામજી કૃષ્ણ વર્મા
31. શ્યામજી કૃષ્ણ વર્માએ ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ના પ્રચાર માટે ‘………………………..’ નામનું સામયિક શરૂ કર્યું હતું.
ઉત્તરઃ
ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ
32. ……………………….. ક્રાંતિકારી લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા સાથે જોડાયા હતા.
ઉત્તરઃ
વાસુદેવ બળવંત ફડકે
33. …………………………… નામના ક્રાંતિકારીને વિલિયમ વાયલીની હત્યાના આરોપસર ફાંસીની સજા થઈ હતી.
ઉત્તરઃ
મદનલાલ ઢીંગરા
34. શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પૅરિસ ગયા પછી લંડનમાં તેમની કામગીરી …………………………. સંભાળી હતી.
ઉત્તરઃ
વિનાયક સાવરકરે
35. મૅડમ ભિખાઈજી રુસ્તમ કામાએ જર્મનીમાં …………………………….. નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું.
ઉત્તરઃ
વંદે માતરમ્
36. ઈ. સ. 1907માં જર્મનીના સ્ટાર્ટગાર્ડમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ ……………………………. (સૂચિત) ફરકાવવામાં આવ્યો હતો.
ઉત્તરઃ
તિરંગો રાષ્ટ્રધ્વજ
37. શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર ……………………… એ પૅરિસમાં સભાઓ ભરી અંગ્રેજ દમનનો વિરોધ કર્યો હતો.
ઉત્તરઃ
સરદારસિંહ રાણા
38. માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર ……………………….. ના રોજ સર્જાયો હતો.
ઉત્તરઃ
1913
39. ……………………… હત્યાકાંડ માનગઢ ડુંગર પર સર્જાયો હતો.
ઉત્તરઃ
માનગઢ
40. માનગઢ હત્યાકાંડ …………………………. ના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે.
ઉત્તરઃ
આદિવાસીઓ
41. ……………………….. ભગત ચળવળ ચલાવતા હતા.
ઉત્તરઃ
ગોવિંદ ગુરુ
42. વિદ્વાન ઇતિહાસકારોના મતે માનગઢ હત્યાકાંડમાં ……………………….થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા.
ઉત્તરઃ
1200
43. ગોવિંદ ગુરુની સમાધિ …………………….. (તા. લીમડી, જિ. દાહોદ) ખાતે આજે હયાત છે.
ઉત્તરઃ
કંબોઈ
44. દઢવાવ આદિવાસી આંદોલન ………………………… તાલુકા (જિ. સાબરકાંઠા)માં થયું હતું.
ઉત્તરઃ
વિજયનગર
45. ગાંધીજી ઈ. સ. ………………………. માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા.
ઉત્તરઃ
1915
46. ગાંધીજીએ ………………………. પાસેથી પ્રેરણા મેળવી ભારતના ઘણાખરા ભાગોનો પ્રવાસ કર્યો હતો.
ઉત્તરઃ
ગોપાલકૃષ્ણ ગોખલે
47. ગાંધીજીએ ઈ. સ. 1915માં અમદાવાદમાં ………………………… આશ્રમની સ્થાપના કરી હતી.
ઉત્તરઃ
કોચરબ
48. ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોમાં તેમને …………………… અને જેવા સાથીદારો મળ્યા હતા.
ઉત્તર:
વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રપ્રસાદ
49. ……………………. હિમાલયની તળેટીમાં બિહારમાં આવેલું છે.
ઉત્તર:
ચંપારણ
50. ચંપારણમાં ગળીની ખેતીની પદ્ધતિને ‘……………………………’ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવતી.
ઉત્તર:
તીન કઠિયા
51. ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજી …………………………. ગયા.
ઉત્તર:
મોતીહારી
52. વલ્લભભાઈ પટેલ …………………….. સત્યાગ્રહ દરમિયાન વકીલાત છોડીને દેશસેવામાં જોડાયા.
ઉત્તર:
ખેડા
53. ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ‘……………………’ નું બિરુદ આપ્યું હતું.
ઉત્તર:
ડુંગળીચોર
54. પ્રથમ વિશ્વયુદ્ધ પછી અંગ્રેજ સરકારે માર્ચ …………………………. માં. રૉલેટ ઍક્ટ પસાર કર્યો.
ઉત્તર:
1919
55. ગાંધીજીએ રૉલેટ ઍક્ટને ‘………………………’ કહ્યો હતો.
ઉત્તર:
કાળો કાયદો
56. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ પંજાબના ………………………….. શહેરમાં થયો હતો.
ઉત્તર:
અમૃતસર
57. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અમૃતસરના લશ્કરી કમાન્ડર …………………………. કર્યો હતો.
ઉત્તર:
જનરલ ડાયરે
58. જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ અંગ્રેજ સરકારે પંજાબમાં ………………………….. લગાડી લોકો પર દમન ગુજાર્યો.
ઉત્તર:
માર્શલ લૉ
59. જલિયાંવાલા બાગના હત્યાકાંડની ઘટનાથી વ્યથિત થયેલા ગાંધીજીએ ‘………………………..’ નો ઇલકાબ ત્યજી દીધો.
ઉત્તર:
કેસરે હિંદ
60. જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી રવીન્દ્રનાથ ટાગોર ‘……………………………’ ની પદવી અંગ્રેજ સરકારને પરત કરી.
ઉત્તરઃ
નાઇટહૂડ
61. ગાંધીજીએ ઈ. સ. 1920માં ………………………… નું આંદોલન શરૂ કર્યું હતું.
ઉત્તર:
અસહકાર
62. ………………………. આંદોલન દરમિયાન પ્રિન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા હતા.
ઉત્તર:
અસહકાર
63. અસહકારના આંદોલન દરમિયાન આંધ્ર પ્રદેશના ગંતુર જિલ્લામાં ‘………………………’ સત્યાગ્રહ થયો હતો.
ઉત્તર:
વન
64. મહાત્મા ગાંધી ………………………….. સત્યાગ્રહમાં માનતા હતા.
ઉત્તર:
અહિંસક
65. ગાંધીજીએ ………………………….. માં બનેલા હિંસક બનાવને કારણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું.
ઉત્તર:
ચોરીચૌરા
66. મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસે …………………….. પક્ષની રચના કરી હતી.
ઉત્તર:
સ્વરાજ
67. સાયમન કમિશનમાં એક પણ ……………………….. પ્રતિનિધિ ન હતો.
ઉત્તર:
ભારતીય
68. લાહોરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ………………………. અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે મૃત્યુ પામ્યા.
ઉત્તર:
લાલા લજપતરાય
69. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાય પર લાઠીચાર્જ કરનાર અંગ્રેજ પોલીસ અધિકારી ……………………… ની હત્યા કરી.
ઉત્તર:
સાન્ડર્સ
70. મોતીલાલ નેહરુએ તૈયાર કરેલ રિપૉર્ટ ‘……………………… અહેવાલ’ તરીકે પ્રસિદ્ધ છે.
ઉત્તર:
નેહરુ
71. ઈ. સ. 1928માં થયેલા ………………………….. સત્યાગ્રહ દરમિયાન ‘ના કર’ની લડત ચલાવવામાં આવી હતી.
ઉત્તર:
બારડોલી
72. ………………………… સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ તરીકે ઓળખાયા.
ઉત્તર:
બારડોલી
73. હિંદી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ ‘…………………………’ ના આગ્રહી હતા.
ઉત્તર:
પૂર્ણ સ્વરાજ
74. ……………………… અને ……………………… નામના ક્રાંતિકારીઓએ અંગ્રેજોના બહેરા કાનને ખોલવાના આશયથી મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો.
ઉત્તર:
વીર ભગતસિંહ, બટુકેશ્વર દત્ત
75. લાહોર ખાતે મળેલા હિંદી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ ……………………….. હતા.
ઉત્તર:
જવાહરલાલ નેહરુ
76. લાહોર ખાતે મળેલા હિંદી રાષ્ટ્રીય અધિવેશનમાં ‘………………………..’ નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
ઉત્તર:
પૂર્ણ સ્વરાજ
77. લાહોર ખાતે મળેલા હિંદી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનના ઠરાવના આધારે દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસને …………………………….. દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
ઉત્તર:
પ્રજાસત્તાક
78. બંગાળાના ક્રાંતિકારી ………………………… જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ કર્યા હતા.
ઉત્તર:
જતીનદાસે
79. ઈ. સ. 1930માં ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, ……………………… ના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે.
ઉત્તર:
મીઠા
80. મીઠાના અન્યાયી કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ ……………………… કરી.
ઉત્તર:
દાંડીયાત્રા (દાંડીકૂચ)
81. ગાંધીજીએ ………………………….. ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી.
ઉત્તરઃ
12 માર્ચ, 1930
82. ગાંધીજીએ ………………………. ની સવારે મીઠાના કાયદાનો ભંગ કર્યો.
ઉત્તરઃ
6 એપ્રિલ, 1930
83. ધરાસણા સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહનું નેતૃત્વ ………………………. એ લીધું.
ઉત્તરઃ
અબ્બાસ સાહેબ તૈયબજી
84. ધરાસણા સત્યાગ્રહમાં અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતાં સત્યાગ્રહનું નેતૃત્વ …………………….. એ લીધું.
ઉત્તરઃ
સરોજિની નાયડુ
85. સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી ………………………… ની આગેવાની નીચે ના કર’ની અહિંસક લડત લડવામાં આવી.
ઉત્તરઃ
ખાન અબ્દુલ ગફારખાન
86. ગાંધીજીએ ………………………. ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.
ઉત્તરઃ
બીજી
87. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ……………………….. ની પસંદગી કરવામાં આવી.
ઉત્તરઃ
વિનોબા ભાવે
88. ઈ. સ. 1942માં બ્રિટિશ સરકારે ……………………….. મિશનને
ભારત મોકલ્યું.
ઉત્તરઃ
ક્રિસ
89. 8 ઑગસ્ટ, 1942ના રોજ મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિએ ઐતિહાસિક ‘………………………..’ નો ઠરાવ પસાર કર્યો.
ઉત્તરઃ
હિંદ છોડો
90. ઈ. સ. ……………………….. ના અંત સુધીમાં મોટા ભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરવામાં આવી.
ઉત્તરઃ
1943
91. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, …………………………….. ના રોજ થયો હતો.
ઉત્તરઃ
1897
92. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશા રાજ્યના ……………………….. શહેરમાં થયો હતો.
ઉત્તરઃ
કટક
93. સુભાષચંદ્ર બોઝે ‘…………………………’ નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો.
ઉત્તરઃ
ફૉરવર્ડ બ્લૉક
94. રાસબિહારી ઘોષની મદદથી જાપાનમાં ………………………… ની સ્થાપના કરવામાં આવી હતી.
ઉત્તરઃ
આઝાદ હિંદ ફોજ
95. આઝાદ હિંદ ફોજના સેનાપતિ કૅપ્ટન ……………………….. હતા,
ઉત્તરઃ
મોહનસિંહ
96. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ‘………………………….’ સૂત્ર આપ્યું હતું.
ઉત્તરઃ
ચલો દિલ્લી
97. સુભાષચંદ્ર બોઝ ઈ. સ. ……………………………. ની 18મી ઑગસ્ટે અવસાન પામેલા મનાય છે.
ઉત્તરઃ
1945
98. ઈ. સ. 1946માં મુંબઈમાં ……………………… ના સૈનિકોએ બળવો કર્યો હતો.
ઉત્તરઃ
નૌકાસેના
99. ઇંગ્લેન્ડના વડા પ્રધાને ભારત સાથે ……………………….. ની વાટાઘાટો કરવા ત્રણ પ્રધાનોનું કૅબિનેટ મિશન ભારત મોકલ્યું.
ઉત્તરઃ
પૂર્ણ સ્વરાજ
100. જુલાઈ …………………………. માં બંધારણસભાની રચના કરવા માટે ચૂંટણીઓ યોજવામાં આવી.
ઉત્તરઃ
1946
101. લૉર્ડ વેવેલ પછી વાઇસરોય તરીકે ……………………. ને નીમવામાં આવ્યા.
ઉત્તરઃ
લૉર્ડ માઉન્ટ બેટન
102. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાધાન ન થતાં લૉર્ડ ………………………….. ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો.
ઉત્તરઃ
માઉન્ટ બેટને
103. …………………………. યોજના પ્રમાણે જુલાઈ, 1947માં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો.
ઉત્તરઃ
માઉન્ટ બેટન
104. હિંદ સ્વાતંત્ર્ય ધારા મુજબ હિન્દનું ……………………….. અને એમ બે સ્વતંત્ર રાષ્ટ્રોમાં વિભાજન થયું.
ઉત્તરઃ
ભારત, પાકિસ્તાન
105. માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ, ……………………………… માં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો.
ઉત્તરઃ
1947
106. ……………………….. 1947ના રોજ ભારતદેશ સ્વતંત્ર થયો.
ઉત્તરઃ
15 ઑગસ્ટ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને હિનપણાની ભાવના.
ઉત્તર:
ખોટું
2. આર્થિક શોષણ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા.
ઉત્તર:
ખરું
૩. અંગ્રેજી કેળવણીને લીધે દેશમાં રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો અને સંશોધકોનો એક વર્ગ ઊભો થયો.
ઉત્તર:
ખોટું
4. અંગ્રેજોના સમયમાં ભારતમાં તાર, ટપાલ અને રેલવેની શરૂઆત થઈ.
ઉત્તર:
ખરું
5. વાઇસરૉય લૉર્ડ રિપને વર્નાક્યુલર પ્રેસ ઍક્ટ પસાર કર્યો હતો.
ઉત્તર:
ખોટું
6. નિવૃત્ત અંગ્રેજ અમલદાર એ. ઓ. હ્યુમના પ્રયાસોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ.
ઉત્તર:
ખરું
7. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું દ્વિતીય અધિવેશન મુંબઈમાં મળ્યું હતું.
ઉત્તર:
ખોટું
8. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ સુરેન્દ્રનાથ બેનરજી હતા.
ઉત્તર:
ખોટું
9. બાળ ગંગાધર ટિળક જહાલવાદી નેતા હતા.
ઉત્તર:
ખરું
10. દાદાભાઈ નવરોજી મવાળવાદી નેતા હતા.
ઉત્તર:
ખરું
11. “સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ જંપીશ.” આ વિધાન બાળ ગંગાધર ટિળકે કહ્યું હતું.
ઉત્તર:
ખરું
12. વાઇસરૉય લૉર્ડ લિટને બંગાળાના ભાગલા પાડ્યા હતા.
ઉત્તર:
ખોટું
13. ઈ. સ. 1911માં બ્રિટિશ સરકારે બંગાળાના ભાગલા રદ કર્યા.
ઉત્તર:
ખરું
14. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વિનાયક સાવરકરે કરી હતી.
ઉત્તર:
ખોટું
15. દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકરે મુખ્ય પ્લેગ કમિશનર સાંડર્સની હત્યા કરી હતી.
ઉત્તર:
ખોટું
16. ‘1857: પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ નામનું પુસ્તક વિનાયક સાવરકરે લખ્યું હતું.
ઉત્તર:
ખરું
17. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશ ચેમ્સફર્ડની હત્યા કરવાની યોજના બનાવી હતી.
ઉત્તર:
ખોટું
18. અશફાક ઉલ્લાખાં અને વિજય પ્રસાદ બિસ્મિલે હિંદુ-મુસ્લિમ એક્તાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઉત્તર:
ખોટું
19. ચંદાભાભી ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતાં.
ઉત્તર:
ખોટું
20. ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા.
ઉત્તર:
ખરું
21. ભગતસિંહે પ્રતિજ્ઞા લીધી હતી કે, “હું જીવતેજીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.”
ઉત્તર:
ખોટું
22. શ્યામજી કૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડમાં ‘ઇન્ડિયન કોંગ્રેસ સોસાયટી’ની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખોટું
23. ક્રાંતિકારી સોહનસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર હતા.
ઉત્તર:
ખોટું
24. શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પૅરિસ ગયા એ પછી તેમની કામગીરી વિનાયક સાવરકરે સંભાળી હતી.
ઉત્તર:
ખરું
25. મૅડમ ભિખાઈજી કામાએ ઈ. સ. 1902માં પૅરિસમાં ‘વંદે માતરમ્’ નામનું સામયિક શરૂ કર્યું હતું.
ઉત્તર:
ખરું
26. ઈ. સ. 1907માં જર્મનીના સ્ટાર્ટગાર્ડમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ (સૂચિત) ફરકાવવામાં આવ્યો હતો.
ઉત્તર:
ખરું
27. અફઘાનિસ્તાનના રાજા સુરેન્દ્ર પ્રતાપ ભારતને સ્વતંત્રતા અપાવવા ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા.
ઉત્તર:
ખોટું
28. માનગઢ હત્યાકાંડ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલ સોનગઢ ડુંગર પર સર્જાયો હતો.
ઉત્તર:
ખોટું
29. ગોવિંદ ગુરુની સમાધિ આજે કંબોઈ (તા. વિજયનગર, જિ. સાબરકાંઠા) ખાતે હયાત છે.
ઉત્તર:
ખોટું
30. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અંગ્રેજ સરકારે માર્ચ, 1919માં રૉલેટ ઍક્ટ પસાર કર્યો.
ઉત્તર:
ખોટું
31. વલ્લભભાઈ પટેલે રૉલેટ ઍક્ટને કાળો કાયદો કહ્યો.
ઉત્તર:
ખોટું
32. જલિયાંવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ, 1919ના રોજ થયો.
ઉત્તર:
ખરું
33. અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે.
ઉત્તર:
ખરું
34 જલિયાંવાલા બાગમાં વસંતપંચમીના તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા.
ઉત્તર:
ખોટું
35. અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે માર્શલ લૉનો ઉપયોગ કરી જલિયાંવાલા બાગ હત્યાકાંડ કર્યો હતો.
ઉત્તર:
ખોટું
36. જલિયાંવાલા બાગના હત્યાકાંડના બનાવથી દુઃખી થયેલા ગાંધીજીએ કેસરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો.
ઉત્તર:
ખરું
37. માનગઢ હત્યાકાંડને કારણે રવીન્દ્રનાથ ટાગોરે ‘નાઈટ હૂડ’ની પદવી અંગ્રેજ સરકારને પરત કરી.
ઉત્તર:
ખોટું
38. ગાંધીજી ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા.
ઉત્તર:
ખરું
39. ગાંધીજીએ ઈ. સ. 1916માં અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખરું
40. ગાંધીજીએ મુંબઈના મિલમાલિકો અને મજૂરોના પ્રશ્ન અંગે લડત ચલાવી હતી.
ઉત્તરઃ
ખોટું
41. ચંપારણ ઓડિશામાં હિમાલયની તળેટીમાં આવેલું છે.
ઉત્તર:
ખોટું
42. ગાંધીજીનો ચંપારણ સત્યાગ્રહ આંશિક રીતે સફળ થયો હતો.
ઉત્તર:
ખોટું
43. ઈ. સ. 1917માં ખેડા જિલ્લામાં અનાવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હતો.
ઉત્તર:
ખોટું
44. ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ આપ્યું હતું.
ઉત્તર:
ખરું
45. ગાંધીજીના અસહકારના આંદોલનના ખંડનાત્મક પાસામાં રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે શાળા-કૉલેજો શરૂ કરવામાં આવી હતી.
ઉત્તર:
ખોટું
46. મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા.
ઉત્તર:
ખરું
47. ચોરીચૌરા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ મોકૂફ રાખ્યો હતો.
ઉત્તર:
ખોટું
48. ‘સ્વરાજ પક્ષ’ની રચના જવાહરલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ મુનશીએ કરી હતી.
ઉત્તર:
ખરું
49. સાયમન કમિશનના બધા સભ્યો ભારતીય હતા.
ઉત્તર:
ખોટું
50. લખનઉમાં સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જથી ઘવાયેલા લાલા લજપતરાય અવસાન પામ્યા હતા.
ઉત્તર:
ખોટું
51. લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની ક્રાંતિકારીઓએ હત્યા કરી હતી.
ઉત્તર:
ખરું
52. બારડોલી સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ ‘સરદાર’ કહેવાયા.
ઉત્તર:
ખરું
53. કોંગ્રેસમાં જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા.
ઉત્તર:
ખોટું
54. લાહોર ખાતે ગાંધીજીની અધ્યક્ષતામાં મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
ઉત્તર:
ખોટું
55. ક્રાંતિકારીઓ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો.
ઉત્તર:
ખરું
56. બંગાળાના ક્રાંતિકારી જતીનદાસનું જેલમાં આજીવન ઉપવાસ દરમિયાન અવસાન થયું હતું.
ઉત્તર:
ખરું
57. ગાંધીજીએ ગળીના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડીયાત્રા કરી હતી.
ઉત્તર:
ખોટું
58. ગાંધીજીએ 12 માર્ચ, 1928ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી.
ઉત્તર:
ખોટું
59. ગાંધીજીની ધરપકડ થતાં ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સરોજિની નાયડુએ લીધું હતું.
ઉત્તર:
ખોટું
60. પ્રથમ ગોળમેજી નિષ્ફળ જતાં કોંગ્રેસને મનાવી લેવા ગાંધીજી અને વાઇસરૉય લૉર્ડ ઇન્વન વચ્ચે કરાર થયા હતા.
ઉત્તર:
ખરું
61. ગાંધીજીએ ત્રીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.
ઉત્તર:
ખોટું
62. પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી હતી.
ઉત્તર:
ખરું
63. ‘હિંદ છોડો’નો ઐતિહાસિક ઠરાવ 8 ઑગસ્ટ, 1942ના રોજ થયો હતો.
ઉત્તર:
ખરું
64. ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન દેશના અગ્રણી નેતાઓની ધરપકડ થતાં આંદોલન ધીમું પડ્યું હતું.
ઉત્તર:
ખોટું
65. સુભાષચંદ્ર બોઝનો જન્મ બંગાળાના કોલકાતા શહેરમાં થયો હતો.
ઉત્તર:
ખોટું
66. સુભાષચંદ્ર બોઝ IAS- Indian Administrative Service જેવી અઘરી પરીક્ષા પાસ કરી હતી.
ઉત્તર:
ખોટું
67. સુભાષચંદ્ર બોઝે ‘ફૉરવર્ડ બ્લૉક’ નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો.
ઉત્તર:
ખરું
68. કૅપ્ટન મોહનસિંહે જાપાનમાં ‘આઝાદ હિંદ ફોજ’ની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખોટું
69. સુભાષચંદ્ર બોઝે ‘ચલો દિલ્લી’ અને ‘જયહિંદ’ જેવાં સૂત્રો આપ્યાં હતાં.
ઉત્તર:
ખરું
70. મુંબઈમાં ભારતીય નૌકાસેનાના સૈનિકોએ ઈ. સ. 1946માં વિદ્રોહ કર્યો હતો.
ઉત્તર:
ખરું
71. કૅબિનેટ મિશન ઇંગ્લેન્ડના કેબિનેટ કક્ષાના પાંચ પ્રધાનોનું બનેલું હતું.
ઉત્તર:
ખોટું
72. કૅબિનેટ મિશન યોજનામાં લાંબા ગાળાની યોજના અંતર્ગત વચગાળાની સરકારની રચના કરવાની હતી.
ઉત્તર:
ખોટું
73. બંધારણસભાની રચના કરવા માટે જુલાઈ, 1947માં ચૂંટણી કરવામાં આવી હતી.
ઉત્તર:
ખોટું
74. વેવેલ પછી ભારતના વાઇસરૉય તરીકે લૉર્ડ માઉન્ટ બેટનને નીમવામાં આવ્યા.
ઉત્તર:
ખરું
75. માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ, 1946માં ‘હિંદ સ્વાતંત્ર્ય ધારો’ પસાર કરવામાં આવ્યો.
ઉત્તર:
ખોટું
76. 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારતને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો મળ્યો.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના | (1) વ્યોમેશચંદ્ર બેનરજી |
(2) હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન | (2) બિપિનચંદ્ર પાલ |
(3) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ | (3) એ. ઓ. હ્યુમ |
(4) જહાલવાદી નેતા | (4) 18 જાન્યુઆરી, 1885 |
(5) 28 ડિસેમ્બર, 1885 |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના | (3) એ. ઓ. હ્યુમ |
(2) હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન | (5) 28 ડિસેમ્બર, 1885 |
(3) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ | (1) વ્યોમેશચંદ્ર બેનરજી |
(4) જહાલવાદી નેતા | (2) બિપિનચંદ્ર પાલ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) બંગાળાના ભાગલા | (1) ચંદ્રશેખર આઝાદ |
(2) ક્રાંતિકારી પ્રવૃત્તિના | (2) લૉર્ડ રિપન પ્રણેતા |
(3) ‘મિત્રમેલા’ના સ્થાપક | (3) વાસુદેવ બળવંત ફડકે |
(4) ઈલ્બર્ટ બિલ | (4) વિનાયક સાવરકર |
(5) લૉર્ડ કર્ઝન |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) બંગાળાના ભાગલા | (5) લૉર્ડ કર્ઝન |
(2) ક્રાંતિકારી પ્રવૃત્તિના | (3) વાસુદેવ બળવંત ફડકે |
(3) ‘મિત્રમેલા’ના સ્થાપક | (4) વિનાયક સાવરકર |
(4) ઈલ્બર્ટ બિલ | (2) લૉર્ડ રિપન પ્રણેતા |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કાકોરી ટ્રેન લૂંટ યોજના | (1) શ્યામજી કૃષ્ણ વર્મા |
(2) ઇન્ડિયન હોમરૂલ સોસાયટીના સ્થાપક | (2) વિનાયક સાવરકર |
(3) ‘વંદે માતરમ્’ વર્તમાનપત્ર | (3) ગોવિંદ ગુરુ |
(4) માનગઢ હત્યાકાંડ | (4) ચંદ્રશેખર આઝાદ |
(5) મૅડમ ભિખાઈજી કામા |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કાકોરી ટ્રેન લૂંટ યોજના | (4) ચંદ્રશેખર આઝાદ |
(2) ઇન્ડિયન હોમરૂલ સોસાયટીના સ્થાપક | (1) શ્યામજી કૃષ્ણ વર્મા |
(3) ‘વંદે માતરમ્’ વર્તમાનપત્ર | (5) મૅડમ ભિખાઈજી કામા |
(4) માનગઢ હત્યાકાંડ | (3) ગોવિંદ ગુરુ |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ચંપારણ સત્યાગ્રહ | (1) ડુંગળીચોર |
(2) મોહનલાલ પંડ્યા | (2) મોતીહારી |
(3) અસહકારનું આંદોલન | (3) પૂર્ણ સ્વરાજ |
(4) સાયમન કમિશન | (4) ચીરીચૌરા |
(5) લાલા લજપતરાયનું અવસાન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ચંપારણ સત્યાગ્રહ | (2) મોતીહારી |
(2) મોહનલાલ પંડ્યા | (1) ડુંગળીચોર |
(3) અસહકારનું આંદોલન | (4) ચીરીચૌરા |
(4) સાયમન કમિશન | (5) લાલા લજપતરાયનું અવસાન |
5.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રૉલેટ ઍક્ટ | (1) જનરલ ડાયર |
(2) જલિયાંવાલા બાગ હત્યાકાંડ | (2) નાઇટહૂડ |
(3) ગાંધીજી | (3) વિદેશી કાપડની હોળી |
(4) રવીન્દ્રનાથ ટાગોર | (4) કાળો કાયદો |
(5) કૈસરે હિંદ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રૉલેટ ઍક્ટ | (4) કાળો કાયદો |
(2) જલિયાંવાલા બાગ હત્યાકાંડ | (1) જનરલ ડાયર |
(3) ગાંધીજી | (5) કૈસરે હિંદ |
(4) રવીન્દ્રનાથ ટાગોર | (2) નાઇટહૂડ |
6.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વલ્લભભાઈ પટેલ | (1) અબ્બાસ સાહેબ તૈયબજી |
(2) કોંગ્રેસનું લાહોર અધિવેશન | (2) ગોળમેજી પરિષદો |
(3) મીઠાના કાયદાનો ભંગ | (3) બારડોલી સત્યાગ્રહ |
(4) ધરાસણા સત્યાગ્રહ | (4) પૂર્ણ સ્વરાજનો ઠરાવ |
(5) દાંડીકૂચ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વલ્લભભાઈ પટેલ | (3) બારડોલી સત્યાગ્રહ |
(2) કોંગ્રેસનું લાહોર અધિવેશન | (4) પૂર્ણ સ્વરાજનો ઠરાવ |
(3) મીઠાના કાયદાનો ભંગ | (5) દાંડીકૂચ |
(4) ધરાસણા સત્યાગ્રહ | (1) અબ્બાસ સાહેબ તૈયબજી |
7.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) દાંડીકૂચ | (1) બીજી ગોળમેજી પરિષદ |
(2) ધરાસણા સત્યાગ્રહ | (2) વ્યક્તિગત સત્યાગ્રહી |
(3) ખાન અબ્દુલ ગફારખાન | (3) સરોજિની નાયડુ |
(4) વિનોબા ભાવે | (4) સાબરમતી આશ્રમ |
(5) સરહદના ગાંધી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) દાંડીકૂચ | (4) સાબરમતી આશ્રમ |
(2) ધરાસણા સત્યાગ્રહ | (3) સરોજિની નાયડુ |
(3) ખાન અબ્દુલ ગફારખાન | (5) સરહદના ગાંધી |
(4) વિનોબા ભાવે | (2) વ્યક્તિગત સત્યાગ્રહી |
8.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ‘હિંદ છોડો’નો ઠરાવ | (1) ભારતના ભાગલા |
(2) સુભાષચંદ્ર બોઝ | (2) પૂર્ણ સ્વરાજ માટે વાટાઘાટો |
(3) કૅબિનેટ મિશન | (3) 8 ઑગસ્ટ, 1945 |
(4) કૅબિનેટ મિશન યોજના | (4) ફૉરવર્ડ બ્લૉકની સ્થાપના |
(5) 8 ઑગસ્ટ, 1942 |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ‘હિંદ છોડો’નો ઠરાવ | (5) 8 ઑગસ્ટ, 1942 |
(2) સુભાષચંદ્ર બોઝ | (4) ફૉરવર્ડ બ્લૉકની સ્થાપના |
(3) કૅબિનેટ મિશન | (2) પૂર્ણ સ્વરાજ માટે વાટાઘાટો |
(4) કૅબિનેટ મિશન યોજના | (1) ભારતના ભાગલા |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
રાષ્ટ્રવાદ એટલે શું?
અથવા
રાષ્ટ્રવાદ કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાને એક માને અને તેઓ ભાવનાત્મક રીતે તેને અભિવ્યક્ત કરે કે આ પ્રદેશ કે ભૂમિ અમારી છે.
પ્રશ્ન 2.
પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના ક્યારે જન્મે?
ઉત્તર:
જ્યારે પ્રજાને એમ લાગે કે તેઓ ભાવનાત્મક રીતે એક છે તેમજ તેમનાં હિતો પણ એક જ છે તેવો ખ્યાલ આવે ત્યારે તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મ.
પ્રશ્ન 3.
અંગ્રેજી શાસને અજાણતાં ભારતના લોકોમાં રાષ્ટ્રીય એકતાનાં બીજ કેવી રીતે રોપ્યાં?
ઉત્તર:
અંગ્રેજ કંપનીએ ભારતમાં એકહથ્થુ શાસન સ્થાપ્યા પછી તેમણે દેશમાં એકસમાન કાયદો અને એકસરખા વહીવટીતંત્રની વ્યવસ્થા ઊભી કરી. આ રીતે અંગ્રેજી શાસને અજાણતાં ભારતના લોકોમાં રાષ્ટ્રીય એકતાનાં બીજ રોપ્યાં.
પ્રશ્ન 4.
અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે દેશના ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ-ધંધા પડી ભાંગતાં કારીગરો બેરોજગાર બન્યા.
પ્રશ્ન 5.
અંગ્રેજી કેળવણીનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
અંગ્રેજી કેળવણી – પાશ્ચાત્ય શિક્ષણને પરિણામે ભારતમાં શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓનો એક નાનો પણ શિક્ષિત અને શક્તિશાળી વર્ગ ઊભો થયો, જેમનામાં સ્વશાસન અને સ્વાતંત્ર્યની ઝંખના જન્મી હતી.
પ્રશ્ન 6.
પ્રાદેશિક સાહિત્યના વિકાસનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
19મી સદીમાં ભારતમાં હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દૂ વગેરે પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલા સાહિત્યે લોકોમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગૃતિ વગેરે વિકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.
પ્રશ્ન 7.
ભારતના ભવ્ય વારસાએ લોકોમાં રાષ્ટ્રવાદી વિચારધારા વિકસાવવામાં શો ફાળો આપ્યો?
ઉત્તર:
અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્ત્વીય સંશોધનો થયાં તેમજ ભારતના પ્રાચીન શ્રેષ્ઠ ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો, જેનાથી ભારતના ભવ્ય વારસાની જગતના અને ભારતના લોકોની પ્રતીતિ થઈ. ભારતના આ ભવ્ય વારસાએ લોકોમાં રાષ્ટ્રવાદી વિચારધારા વિકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.
પ્રશ્ન 8.
તાર-ટપાલ અને રેલવે જેવાં સાધનોએ લોકોમાં રાષ્ટ્રીય એકતાના વિચારોને ઉત્તેજન આપવામાં શો ભાગ ભજવ્યો?
ઉત્તર:
તાર-ટપાલ અને રેલવે જેવાં ઝડપી સાધનોનો વિકાસ થતાં એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવ્યા તેમજ સંદેશવ્યવહારની આપ-લે વધી. પરિણામે લોકોમાં રાષ્ટ્રીય એકતાના વિચારોને ઉત્તેજન મળ્યું.
પ્રશ્ન 9.
વાઇસરોય લૉર્ડ લિટને ક્યા બે અન્યાયી કાયદાઓ પસાર કર્યા હતા?
ઉત્તરઃ
વાઇસરૉય લૉર્ડ લિટને પ્રેસના સ્વાતંત્ર્ય પર કાપ મૂકતો વર્નાક્યુલર પ્રેસ ઍક્ટ અને હથિયારબંધી કાયદો, આ બે અન્યાયી કાયદાઓ પસાર કર્યા હતા.
પ્રશ્ન 10.
ઇલ્બર્ટ બિલમાં કઈ જોગવાઈ કરવામાં આવી હતી? આ બિલ કોણે પસાર કર્યું હતું?
ઉત્તરઃ
ભારતીય ન્યાયાધીશ કોઈ પણ અંગ્રેજ વ્યક્તિનો કેસ ચલાવી શકે એવી ઇલ્બર્ટ બિલમાં જોગવાઈ કરવામાં આવી હતી. આ બિલ વાઇસરૉય લૉર્ડ રિપને પસાર કર્યું હતું.
પ્રશ્ન 11.
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કોણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો?
ઉત્તર:
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નિવૃત્ત અંગ્રેજ અમલદાર એલન ઑક્ટવિયન હ્યુમે (એ. ઓ. હ્યુમ) મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
પ્રશ્ન 12.
હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે, ક્યાં અને કોના પ્રમુખપદે મળ્યું હતું?
ઉત્તર:
હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં વ્યોમેશચંદ્ર બેનરજીના પ્રમુખપદે મળ્યું હતું.
પ્રશ્ન 13.
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી?
ઉત્તરઃ
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
પ્રશ્ન 14.
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના મુખ્ય આગેવાનો કોણ કોણ હતા?
ઉત્તર:
દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કે. ટી. તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાચ્છા વગેરે હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના મુખ્ય આગેવાનો હતા.
પ્રશ્ન 15.
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાના ઉદ્દેશો અને કાર્યોને આધારે કોંગ્રેસને કેવી સંસ્થા કહી શકાય?
ઉત્તરઃ
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાના ઉદ્દેશો અને છે કાર્યોને આધારે કહી શકાય કે, કોંગ્રેસ બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરતી તેમજ ચર્ચાઓ કરી, ઠરાવોને અરજીઓના સ્વરૂપે વાઇસરૉયને મોકલનારી સંસ્થા હતી.
પ્રશ્ન 16.
કયા નેતાઓ ‘મવાળવાદીઓ’ કહેવાયા?
ઉત્તર:
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાની શાંત, બંધારણીય માર્ગે કામગીરી કરનાર નરમ વલણ ધરાવતા નેતાઓ ‘મવાળવાદીઓ’ કહેવાયા.
પ્રશ્ન 17.
મવાળવાદી નેતાઓએ કર્યું મહત્ત્વનું કાર્ય કર્યું?
ઉત્તરઃ
મવાળવાદી નેતાઓએ દેશના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગતિ કરી તેમનામાં રાષ્ટ્રીય ચેતના માટેની ભૂમિકા તૈયાર કરી.
પ્રશ્ન 18.
હિંદી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓ કોણ કોણ હતા?
ઉત્તર:
ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા, સુરેન્દ્રનાથ કે બેનરજી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી વગેરે હિંદી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓ હતા.
પ્રશ્ન 19.
બાળ ગંગાધર ટિળકે કઈ ઘોષણા કરી હતી?
ઉત્તરઃ
બાળ ગંગાધર ટિળકે ઘોષણા કરી હતી કે, “સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ.”
પ્રશ્ન 20.
‘લાલ, બાલ અને પાલ’ની ત્રિપુટી તરીકે કયા કયા નેતાઓ ઓળખાતા હતા?
ઉત્તર:
લાલ, બાલ અને પાલ’ની ત્રિપુટી તરીકે લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ નામના નેતાઓ ઓળખાતા હતા.
પ્રશ્ન 21.
બંગાળાના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે?
ઉત્તરઃ
બંગાળા પ્રાંતનો વહીવટ સરળ બનાવવાના બહાના હેઠળ ઈ. સ. 1905માં તે સમયના વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના બે ભાગલા પાડ્યા.
પ્રશ્ન 22.
બંગભંગનું આંદોલન એટલે શું?
ઉત્તર:
ઈ. સ. 1905માં ભારતમાં કોમવાદને ઉત્તેજન આપવાના હેતુથી તે સમયના વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના બે ભાગલા પાડ્યા. આના વિરોધમાં દેશભરમાં બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રચાર દ્વારા જે ઉગ્ર આંદોલન ચલાવવામાં આવ્યું તે બંગભંગના આંદોલન તરીકે જાણીતું બન્યું.
પ્રશ્ન 23.
બ્રિટિશ સરકારે બંગાળાના ભાગલા ક્યારે રદ કર્યા?
ઉત્તર:
બ્રિટિશ સરકારે ઈ. સ. 1911માં બંગાળાના ભાગલા રદ કર્યા.
પ્રશ્ન 24.
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા?
ઉત્તર:
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા.
પ્રશ્ન 25.
મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કોણે કરી હતી? શા માટે?
ઉત્તર:
મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગનો રોગ ફેલાયો ત્યારે મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડ અને તેના મદદનીશોએ લોકોને ખૂબ પરેશાન કર્યા. તેથી ગુસ્સે ભરાયેલા ‘ દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકરે રેન્ડની હત્યા કરી હતી.
પ્રશ્ન 26.
‘મિત્રમેલા’ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના ક્યારે અને કોણે કરી? તે સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ હતી?
ઉત્તરઃ
‘મિત્રમેલા’ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના ઈ. સ. 1900માં વિનાયક સાવરકરે કરી. ‘મિત્રમેલા’ પછીથી ‘અભિનવ ભારત’ના નામે ઓળખાઈ હતી.
પ્રશ્ન 27.
વિનાયક સાવરકરનું કયું પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું?
ઉત્તરઃ
વિનાયક સાવરકરનું ‘1857 : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ નામનું પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું.
પ્રશ્ન 28.
બારીન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા તે સંસ્થા કઈ હતી? એ સંસ્થા શું કાર્ય કરતી હતી?
ઉત્તરઃ
બારીન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા તે સંસ્થા ‘અનુશીલન સમિતિ’ હતી. એ સંસ્થા ક્રાંતિકારી સાહિત્ય તેમજ ક્રાંતિકારીઓને શસ્ત્રોના ઉપયોગની અને બૉમ્બ બનાવવાની તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ફેલાવો કરવાનું કાર્ય કરતી હતી.
પ્રશ્ન 29.
ખુદીરામ બોઝને શા માટે ફાંસી આપવામાં આવી?
ઉત્તર:
ખુદીરામ બોઝે ન્યાયાધીશ કિગ્સફર્ડની બગી પર બૉમ્બ ફેંકી તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કિસફર્ડની જગ્યાએ – બગીમાં બેસેલ વકીલ કેનેડીનાં પત્ની અને તેની દીકરી બૉમ્બથી મૃત્યુ પામ્યાં. એ માટે ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી.
પ્રશ્ન 30.
કયા ક્રાંતિકારીઓએ હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું?
ઉત્તરઃ
રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાખાં નામના ક્રાંતિકારીઓએ હિંદુ-મુસ્લિમ એક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પ્રશ્ન 31.
કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરીને શા માટે લૂંટવામાં આવી હતી? એ લૂંટ-યોજનામાં કોણે કોણે ભાગ લીધો હતો?
ઉત્તરઃ
ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા માટે તેમજ હથિયારો ખરીદવા માટે નાણાંની જરૂર હોવાથી કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરીને લૂંટવામાં આવી હતી. એ લૂંટ-યોજનામાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાં, રોશનસિંહ, રાજેન્દ્રપ્રસાદ, ચંદ્રશેખર આઝાદ વગેરે ક્રાંતિકારીઓએ ભાગ લીધો હતો.
પ્રશ્ન 32.
ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતાં? તેમણે કઈ કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી?
ઉત્તરઃ
દુર્ગાભાભી ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતાં. મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવવી, પોસ્ટરો ચોંટાડવાં, પત્રિકાઓ વહેંચવી, અદાલતોના કેસ માટે નાણાં ભેગાં કરવાં, બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તેમણે કરી હતી.
પ્રશ્ન 33.
વિદેશોમાં કોણે કોણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી?
ઉત્તર:
ઇંગ્લેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્મા, વિનાયક સાવરકર; મદનલાલ ઢીંગરા; પૅરિસમાં મૅડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા; અમેરિકામાં લાલા હરદયાળ અને તારકનાથ દાસ; કાબુલમાં અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ અને બતુલ્લા; જાપાનમાં રાસબિહારી ઘોષ; અગ્નિ એશિયામાં ચંપક રમણ પિલ્લાઈ વગેરે નેતાઓએ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી.
પ્રશ્ન 34.
સોશિયોલૉજિસ્ટ મદનલાલ ઢીંગરાને શા માટે ફાંસી આપવામાં આવી?
ઉત્તર:
સોશિયોલૉજિસ્ટ ઈ. સ. 1909માં મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીની ગોળી મારીને હત્યા કરવાના ગુનાના આરોપસર ફાંસી આપવામાં આવી.
પ્રશ્ન 35.
શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પૅરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોણે સંભાળી?
ઉત્તર:
શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પૅરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી વિનાયક સાવરકરે સંભાળી.
પ્રશ્ન 36.
મૅડમ ભીખાઈજી કામાએ ક્યારે, ક્યાં અને કહ્યું
ઉત્તર:
મૅડમ ભીખાઈજી કામાએ ઈ. સ. 1902માં પૅરિસમાં ‘વંદે માતરમ્’ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું.
પ્રશ્ન 37.
ભારતનો પ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ (સૂચિત) ક્યારે અને ક્યાં ફરકાવવામાં આવ્યો?
ઉત્તર:
ભારતનો પ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ (સૂચિત) ઈ. સ. 1907માં જર્મનીના ટુટગાર્ડમાં યોજાયેલ ‘બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ફરકાવવામાં આવ્યો.
પ્રશ્ન 38.
ફ્રેન્ચ સરકારે સરદારસિંહ રાણાને શા માટે હદપાર કર્યા?
ઉત્તર:
સરદારસિંહ રાણાએ પૅરિસમાં સભાઓ ભરીને અંગ્રેજ સરકારનો વિરોધ કર્યો. તેથી ફ્રેન્ચ સરકારે તેમને હદપાર કર્યા.
પ્રશ્ન 39.
માનગઢ હત્યાકાંડ ક્યારે અને ક્યાં સર્જાયો હતો?
ઉત્તર:
માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર, 1913ના રોજ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો.
પ્રશ્ન 40.
કઈ ઘટનાને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે?
ઉત્તર:
ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ડુંગર પર 17 નવેમ્બર, 1917ના રોજ સર્જાયેલ માનગઢ હત્યાકાંડની ઘટનાને આદિવાસીઓના બલિદાનની ઘટના ગણવામાં આવે છે.
પ્રશ્ન 41
ગોવિંદ ગુરુની ભગત ચળવળથી ભીલોના જીવનમાં શું પરિવર્તન આવ્યું?
ઉત્તરઃ
ગોવિંદ ગુરુની ભગત ચળવળથી ભીલોના જીવનમાં નવજીવનનો સંચાર થયો તેમજ તેમનામાં આત્મસમ્માનની ભાવનાનો વિકાસ થયો.
પ્રશ્ન 42.
ગોવિંદ ગુરુની સમાધિ આજે ક્યાં હયાત છે?
ઉત્તરઃ
ગોવિંદ ગુરુની સમાધિ આજે દાહોદ જિલ્લાના લીમડી તાલુકામાં આવેલ કંબોઈ ગામમાં હયાત છે.
પ્રશ્ન 43.
વ્યારા આદિવાસી આંદોલન ક્યારે અને ક્યાં થયું હતું?
ઉત્તર:
વ્યારા આદિવાસી આંદોલન ઈ. સ. 1914માં તાપી જિલ્લામાં થયું હતું.
પ્રશ્ન 44.
દઢવાવ આદિવાસી આંદોલન ક્યારે અને ક્યાં થયું હતું?
ઉત્તરઃ
દઢવાવ આદિવાસી આંદોલન ઈ. સ. 1922માં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં થયું હતું.
પ્રશ્ન 45.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કઈ લડત ચલાવી હતી?
ઉત્તર:
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિને કારણે ગોરાઓ તરફથી હિંદીઓને થતા અન્યાયો અને ભેદભાવભર્યા વર્તન સામે સત્યાગ્રહની સફર ચલાવી હતી.
પ્રશ્ન 46.
ગાંધીજી ક્યારે અને ક્યાંથી ભારત પરત ફર્યા?
ઉત્તર:
ગાંધીજી ભારતમાં ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા.
પ્રશ્ન 47.
ગાંધીજીએ અમદાવાદમાં ક્યારે અને કયા કયા આશ્રમોની સ્થાપના કરી? શા માટે?
ઉત્તરઃ
પોતાની પ્રવૃત્તિઓને વેગ આપવા ગાંધીજીએ ઈ. સ. 1915માં કોચરબ આશ્રમની અને ઈ. સ. 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી.
પ્રશ્ન 48.
ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોમાં કયા કયા ? સત્યાગ્રહોનો સમાવેશ થાય છે? એ સત્યાગ્રહોના પરિણામે તેમને કયા કયા સાથીદારો મળ્યા?
ઉત્તરઃ
ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોમાં ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ અને અમદાવાદના મિલમાલિકો તથા મજૂરોના પ્રશ્ન માટે કરેલ લડતનો સમાવેશ થાય છે. એ સત્યાગ્રહોના પરિણામે તેમને વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્રપ્રસાદ જેવા સાથીદારો મળ્યા.
પ્રશ્ન 49.
ચંપારણ ક્યાં આવેલું છે? યુરોપિયનોએ અહીં શાના બગીચા અને કારખાનાં સ્થાપ્યાં હતાં?
ઉત્તર:
ચંપારણ હિમાલયની તળેટીમાં બિહાર રાજ્યમાં આવેલું છે. યુરોપિયનોએ અહીં ગળીના બગીચા અને ગળીનાં કારખાનાં સ્થાપ્યાં હતાં.
પ્રશ્ન 50.
‘તીન કઠિયા’ પદ્ધતિ એટલે શું?
ઉત્તરઃ
યુરોપિયનો ચંપારણના ખેડૂતોને ખેતરની જમીનના \(\frac{3}{20}\) ભાગ પર બળપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા. ગળીની ખેતીની આ પદ્ધતિને ‘તીન કઠિયા’ પદ્ધતિ કહેવામાં આવતી.
પ્રશ્ન 51.
મૅજિસ્ટ્રેટે ગાંધીજીને ચંપારણ છોડી જવાનો આદેશ શા માટે આપ્યો?
ઉત્તરઃ
ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા. મોતીહારીમાં ગાંધીજીની હાજરી જનશાંતિ માટે ખતરારૂપ ગણીને મૅજિસ્ટ્રેટે તેમને ચંપારણ છોડી જવાનો આદેશ આપ્યો.
પ્રશ્ન 52.
લોકોને ખેડા સત્યાગ્રહ કરવાની ફરજ શા માટે પડી? તેમણે એ સત્યાગ્રહ કોની કોની આગેવાની નીચે કર્યો?
ઉત્તર:
ઈ. સ. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હોવા છતાં અંગ્રેજ સરકારે જમીન મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. આથી તેમણે ગાંધીજી અને વલ્લભભાઈની આગેવાની નીચે ખેડા સત્યાગ્રહ કરવાની ફરજ પડી.
પ્રશ્ન 53.
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ ખેડૂતોને શું કહ્યું?
ઉત્તર:
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે, “સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.”
પ્રશ્ન 54.
ગાંધીજીએ કોને ‘ડુંગળીચોર’નું બિરુદ આપ્યું? શા માટે?
ઉત્તર:
ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ આપ્યું, કારણ કે ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારો અંગ્રેજ સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં તૈયાર થયેલો ડુંગળીનો પાક કાપી લાવ્યા હતા.
પ્રશ્ન 55.
અંગ્રેજ સરકારે રૉલેટ ઍક્ટ ક્યારે પસાર કર્યો? શા માટે?
ઉત્તર:
ભારતમાં રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી અંગ્રેજ સરકારે પ્રથમ વિશ્વયુદ્ધ પછી માર્ચ, ઈ. સ. 1919માં રૉલેટ ઍક્ટ પસાર કર્યો.
પ્રશ્ન 56.
રૉલેટ ઍક્ટમાં કઈ બે જોગવાઈઓ કરવામાં આવી હતી?
ઉત્તરઃ
રૉલેટ ઍક્ટમાં આ બે જોગવાઈઓ કરવામાં આવી હતી:
(1) કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ થઈ શકતી.
(2) ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાતી.
પ્રશ્ન 57.
રૉલેટ ઍક્ટનો ભારતના લોકોએ શા માટે વિરોધ કર્યો?
ઉત્તરઃ
રૉલેટ ઍક્ટની જોગવાઈઓથી ભારતીયોનું વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય જેવા માનવ અધિકારો છીનવાઈ જતા હતા. આથી રૉલેટ ઍક્ટનો ભારતના લોકોએ વિરોધ કર્યો.
પ્રશ્ન 58.
અમૃતસરના જલિયાંવાલા બાગમાં ક્યારે અને શા માટે લોકો એકઠા થયા હતા?
ઉત્તર:
પોતાના પ્રિય નેતાઓ ડૉ. સેફૂદીન કિચલ અને ડૉ. સત્યપાલની ધરપકડનો શાંત વિરોધ કરવા પંજાબમાં અમૃતસરના જલિયાંવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો 13 એપ્રિલ, 1919ના રોજ, વૈશાખી તહેવારના દિવસે એકઠા થયા હતા.
પ્રશ્ન 59.
જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?
ઉત્તર:
અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે જલિયાંવાલા બાગમાં બેફામ ગોળીબાર કરાવ્યો.
પ્રશ્ન 60.
ગાંધીજીએ અંગ્રેજ સરકારે આપેલો કૈસરે હિંદનો ઇલકાબ શા માટે ત્યજી દીધો?
ઉત્તર:
જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં થયેલા ગોળીબારમાં આશરે 1000 જેટલી નિર્દોષ વ્યક્તિઓ મૃત્યુ પામી અને અનેક લોકો ઘાયલ થયા. નિર્દોષ માણસો પર થયેલા અમાનુષી અત્યાચારથી વ્યથિત થયેલા ગાંધીજીએ અંગ્રેજ સરકારે આપેલો કેસરે હિંદ ઇલકાબ ત્યજી દીધો.
પ્રશ્ન 61.
અસહકારનું આંદોલન કોણે અને ક્યારે શરૂ કર્યું?
ઉત્તર:
અસહકારનું આંદોલન ગાંધીજીએ ઈ. સ. 1920માં શરૂ કર્યું.
પ્રશ્ન 62.
અસહકારના આંદોલનનાં મુખ્ય પાસાં કેટલાં હતાં? ક્યાં ક્યાં?
ઉત્તર:
અસહકારના આંદોલનનાં મુખ્ય બે પાસાં હતાં:
- ખંડનાત્મક પાસું અને
- રચનાત્મક પાસું.
પ્રશ્ન 63.
ખંડનાત્મક પાસામાં લોકોને કઈ કઈ બાબતોનો બહિષ્કાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો?
ઉત્તર:
ખંડનાત્મક પાસામાં લોકોને સરકારી નોકરીઓ, ખિતાબો, સરકારી શાળા-કૉલેજો, ધારાસભાઓ, અદાલતો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સરકારી સમારંભો, વિદેશી માલ અને વિદેશી કાપડ વગેરેનો બહિષ્કાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
પ્રશ્ન 64.
અસહકારના આંદોલન દરમિયાન કયા કયા નામાંકિત વકીલોએ વકીલાત છોડી દેશસેવામાં ઝંપલાવ્યું?
ઉત્તરઃ
અસહકારના આંદોલન દરમિયાન મોતીલાલ નેહરુ, ચિત્તરંજનદાસ મુનશી, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રપ્રસાદ, રાજગોપાલાચારી વગેરે નામાંકિત વકીલોએ વકીલાત છોડી દેશસેવામાં ઝંપલાવ્યું.
પ્રશ્ન 65.
અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં કયા કયા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા?
ઉત્તર:
અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં ઘેર ઘેર રેંટિયો કાંતવો, ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, રાષ્ટ્રીય શિક્ષણ, હિંદુ-મુસ્લિમ એક્તા વગેરે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા.
પ્રશ્ન 66.
અસહકારના આંદોલન દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ માટે કઈ કઈ શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ?
ઉત્તરઃ
અસહકારના આંદોલન દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ માટે ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ), બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, જામિયા-મિલિયા વિદ્યાપીઠ (દિલ્લી), ટિળક વિદ્યાપીઠ (પુણે) વગેરે શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ.
પ્રશ્ન 67.
હિંદી રાષ્ટ્રીય મહાસભામાં સ્વરાજ પક્ષની સ્થાપના ? કોણે કરી?
ઉત્તર:
હિંદી રાષ્ટ્રીય મહાસભામાં સ્વરાજ પક્ષની સ્થાપના મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ મુનશીએ કરી.
પ્રશ્ન 68.
લાલા લજપતરાયના અવસાનના સમાચારથી ક્યા ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા? તેમણે શું કર્યું?
ઉત્તરઃ
લાલા લજપતરાયના અવસાનના સમાચારથી વીર ભગતસિંહ, સુખદેવ, શિવરામ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા. તેમણે લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરી.
પ્રશ્ન 69.
નેહરુ અહેવાલ’ કોણે તૈયાર કર્યો?
ઉત્તરઃ
પંડિત મોતીલાલ નેહરુના પ્રમુખપદે રચાયેલી નેહરુ કમિટી’એ નેહરુ અહેવાલ (રિપૉટ) તૈયાર કર્યો.
પ્રશ્ન 70.
નેહરુ અહેવાલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
ઉત્તર:
નેહરુ અહેવાલમાં સાંસ્થાનિક સ્વરાજ (ડોમિનિયન સ્ટેટ્સ), સમવાયતંત્ર, મૂળભૂત અધિકારો, સ્વતંત્ર ન્યાયતંત્ર, પુખ્ત મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પ્રશ્ન 71.
‘ના કર’ની લડત ક્યારે અને શા માટે શરૂ કરવામાં આવી?
ઉત્તર:
બારડોલી તાલુકામાં અંગ્રેજ સરકારે જમીનમહેસૂલમાં વધારો કર્યો. એ વધારાની સામે લોકોએ બારડોલી સત્યાગ્રહ સ્વરૂપે ઈ. સ. 1928માં ‘ના કર’ની લડત શરૂ કરવામાં આવી.
પ્રશ્ન 72.
વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ શાથી કહેવાયા?
ઉત્તર:
વલ્લભભાઈ પટેલના કુનેહપૂર્ણ નેતૃત્વ હેઠળ થયેલો બારડોલી સત્યાગ્રહ સફળ થયો. આમ, આ સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ કહેવાયા.
પ્રશ્ન 73.
ક્યાં અને કોના પ્રમુખપદે પૂર્ણ સ્વરાજ’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો?
ઉત્તર:
લાહોર ખાતે જવાહરલાલ નેહરુના પ્રમુખપદે મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
પ્રશ્ન 74.
સમગ્ર ભારતમાં 26 જાન્યુઆરીના દિવસને દર વર્ષે કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું?
ઉત્તરઃ
સમગ્ર ભારતમાં 26 જાન્યુઆરીના દિવસને દર વર્ષે ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.
પ્રશ્ન 75.
કોંગ્રેસમાં કયા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા?
ઉત્તર:
કોંગ્રેસમાં જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા.
પ્રશ્ન 76.
કયા ક્રાંતિકારીઓએ મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો? શા માટે?
ઉત્તર:
વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત નામના ક્રાંતિકારીઓએ અંગ્રેજોના બહેરા કાનને ખોલવા માટે મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો.
પ્રશ્ન 77.
બંગાળાના કયા ક્રાંતિકારીએ જેલમાં આજીવન ઉપવાસ શરૂ કર્યા હતા? શા માટે?
ઉત્તરઃ
જેલમાં ખરાબ ખોરાક અપાતો હતો તેમજ કેદીઓ પ્રત્યે ખરાબ વર્તન કરવામાં આવતું હોવાથી બંગાળાના ક્રાંતિકારી જતીનદાસે જેલમાં આજીવન ઉપવાસ શરૂ કર્યા હતા.
પ્રશ્ન 78.
દાંડીકૂચ કોણે, ક્યારે અને ક્યાંથી શરૂ કરી હતી?
ઉત્તરઃ
12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ પોતાના સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ શરૂ કરી હતી.
પ્રશ્ન 79.
ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી?
ઉત્તર:
મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરી સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવા ગાંધીજીએ દાંડીકૂચ કરી.
પ્રશ્ન 80.
ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો?
ઉત્તરઃ
6 એપ્રિલ, 1930ના રોજ વહેલી સવારે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે હાથમાં ચપટી મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો.
પ્રશ્ન 81.
ગાંધીજીની ક્યારે ધરપકડ કરવામાં આવી? તેમને કઈ જેલમાં મોકલવામાં આવ્યા?
ઉત્તર:
ગુજરાતમાં ગાંધીજીએ ધરાસણા સત્યાગ્રહની જાહેરાત કરી ત્યારે 5 મે, 1930ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરીને તેમને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. .
પ્રશ્ન 82.
ગાંધીજીની ધરપકડ થતાં ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે કોણે લીધી?
ઉત્તર:
ગાંધીજીની ધરપકડ થતાં ધરાસણા સત્યાગ્રહની આગેવાની અબ્બાસ સાહેબે લીધી. અબ્બાસ સાહેબની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની સરોજિની નાયડુએ લીધી.
પ્રશ્ન 83.
સવિનય કાનૂનભંગની લડતમાં કયા કયા રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવ્યા?
ઉત્તરઃ
સવિનય કાનૂનભંગની લડતમાં સ્વદેશીનો પ્રચાર, વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, દારૂના પીઠાં પર પિકેટિંગ, અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા વગેરે રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવ્યા.
પ્રશ્ન 84.
હિંદના સરહદ પ્રાંતના વિસ્તારમાં કોની આગેવાની નીચે કઈ લડત લડવામાં આવી?
ઉત્તર:
હિંદના સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાનની આગેવાની નીચે ‘ના કર’ની અહિંસક લડત લડવામાં આવી.
પ્રશ્ન 85.
ગોળમેજી પરિષદોનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું?
ઉત્તર:
ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તેની ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રશ્ન 86.
પ્રથમ ગોળમેજી પરિષદ શાથી નિષ્ફળ ગઈ હતી?
ઉત્તરઃ
પ્રથમ ગોળમેજી પરિષદમાં હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના કોઈ પ્રતિનિધિએ હાજરી આપી નહોતી, તેથી તે નિષ્ફળ ગઈ હતી.
પ્રશ્ન 87.
કયા કરારને ‘ગાંધી-ઇર્વિન કરાર’ તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
સવિનય કાનૂનભંગની લડત ઉગ્ર બનતાં અંગ્રેજ : સરકારે કોંગ્રેસ સાથે સમજૂતી કરવા તે વખતના વાઇસરૉય ઇર્વિન અને ગાંધીજી વચ્ચે થયેલા કરારને ‘ગાંધી-ઇર્વિન કરાર’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 88.
ગાંધી-ઇર્વિન કરારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
ઉત્તરઃ
ગાંધી-ઇર્વિન કરારમાં મીઠું પકવવાની સ્વતંત્રતા, શાંત પિકેટિંગ, સત્યાગ્રહીઓને જેલમાંથી છોડી દેવા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પ્રશ્ન 89.
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી?
ઉત્તર:
ઈ. સ. 1931માં યોજાયેલ બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી.
પ્રશ્ન 90.
બીજી ગોળમેજી પરિષદ પણ કેમ નિષ્ફળ ગઈ?
ઉત્તરઃ
ઈ. સ. 1931માં યોજાયેલ બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજર રહ્યા હતા, પરંતુ આ પરિષદમાં કોમી મતદાર મંડળનો વિભાજનકારી પ્રશ્ન ઉપસ્થિત થતાં ગાંધીજી નિરાશ થઈને હિંદ પરત ફર્યા. તેથી બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ.
પ્રશ્ન 91.
ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું શા માટે નક્કી કર્યું?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધની કપરી પરિસ્થિતિમાં ગાંધીજી બ્રિટિશ સરકારની મુશ્કેલીઓ વધારવા ઇચ્છતા નહોતા. તેથી તેમણે તે સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું.
પ્રશ્ન 92.
પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી?
ઉત્તર:
પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી.
પ્રશ્ન 93.
ક્રિપ્સ મિશન શાથી નિષ્ફળ ગયું?
ઉત્તર:
ક્રિપ્સ મિશનની દરખાસ્તો ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકી નહિ. તેથી ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું.
પ્રશ્ન 94.
‘હિંદ છોડો’ની લડતનો ઠરાવ ક્યારે અને ક્યાં પસાર કરવામાં આવ્યો?
ઉત્તરઃ
‘હિંદ છોડો’ની લડતનો ઐતિહાસિક રાવ 8 ઑગસ્ટ, 1945ના રોજ મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિમાં પસાર કરવામાં આવ્યો.
પ્રશ્ન 95.
‘હિંદ છોડો’ની લડત કોણે અને ક્યારે શરૂ કરી?
ઉત્તરઃ
‘હિંદ છોડો’ની લડત ગાંધીજીએ 8 ઑગસ્ટ, 1942ના રોજ શરૂ કરી.
પ્રશ્ન 96.
સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?
ઉત્તરઃ
સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના s, રોજ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો.
પ્રશ્ન 97.
સુભાષચંદ્ર બોઝ કયા કયા રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ના અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા?
ઉત્તરઃ
સુભાષચંદ્ર બોઝ ઈ. સ. 1938માં હરિપુરા (બારડોલી) અને ઈ. સ. 1939માં ત્રિપુરા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ના અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા.
પ્રશ્ન 98.
સુભાષચંદ્ર બોઝે શા માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું? એ પછી તેમણે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો?
ઉત્તર:
કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વૈચારિક મતભેદ ઊભો થતાં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. એ પછી તેમણે “ફૉરવર્ડ બ્લૉક’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી.
પ્રશ્ન 99.
સુભાષચંદ્ર બોઝ જાપાન કઈ રીતે ગયા?
ઉત્તર:
એક દિવસની મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. પઠાણનો વેશ ધારણ કરી તેઓ કોલકાતાથી કાબુલ (અફઘાનિસ્તાન) થઈને બર્લિન (જર્મની) પહોંચ્યા અને ત્યાંથી તેઓ જાપાન ગયા.
પ્રશ્ન 100.
આઝાદ હિંદ ફોજની રચના કઈ રીતે, ક્યાં કરવામાં આવી હતી? તેના સેનાપતિ કોણ હતા?
ઉત્તર:
રાસબિહારી ઘોષની મદદથી જાપાનમાં આઝાદ હિંદ ફોજની રચના કરવામાં આવી હતી. તેના સેનાપતિ કૅપ્ટન મોહનસિંહ હતા.
પ્રશ્ન 101.
આઝાદ હિંદ ફોજના વડા કોને બનાવવામાં આવ્યા?
ઉત્તર:
સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફોજના વડા બનાવવામાં આવ્યા.
પ્રશ્ન 102.
સુભાષચંદ્ર બોઝે કોને કોને, કયાં કયાં સૂત્રો આપ્યાં હતાં?
ઉત્તર:
સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ‘ચલો દિલ્લી’નું અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના ભારતીયોને ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુ આઝાદી દૂગા’નું સૂત્ર આપ્યું હતું.
પ્રશ્ન 103.
સુભાષચંદ્ર બોઝે કોના કોના નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી હતી?
ઉત્તરઃ
સુભાષચંદ્ર બોઝે ભારતના અગ્રણી નેતાઓ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ વગેરેના નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી હતી. આ ઉપરાંત, તેમણે રાણી લક્ષ્મીબાઈના નામ પરથી લક્ષ્મીબાઈ લશ્કરી બ્રિગેડ(મહિલા બ્રિગેડ)ની પણ રચના કરી હતી.
પ્રશ્ન 104.
આઝાદ હિંદ ફોજના સૈનિકોને યુદ્ધમાં શાથી પીછેહઠ કરવી પડી?
ઉત્તરઃ
બીજા વિશ્વયુદ્ધને મોરચે જાપાનની બદલાયેલી પરિસ્થિતિ, શસ્ત્રો અને અનાજના પુરવઠાની ભારે તંગી, ચોમાસાના ભારે વરસાદને કારણે સર્જાયેલી ભૌગોલિક પ્રતિકુળતા – આ બધાંને કારણે આઝાદ હિંદ ફોજના સૈનિકોને યુદ્ધમાં પીછેહઠ કરવી પડી.
પ્રશ્ન 105.
સુભાષચંદ્ર બોઝ કેવી રીતે અવસાન પામેલા મનાય છે?
ઉત્તર:
18 ઑગસ્ટ, 1945ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાન પરત જઈ રહ્યા ત્યારે વિમાનમાં આગ લાગતાં સખત રીતે દાઝયા હોવાથી તેઓ અવસાન પામેલા મનાય છે.
પ્રશ્ન 106.
અંગ્રેજ સરકારને એમ કેમ લાગ્યું કે લશ્કર પણ તેના હાથમાંથી સરકી રહ્યું છે?
ઉત્તર:
ઈ. સ. 1946માં મુંબઈમાં ભારતીય નૌકાસૈનિકોએ બળવો કર્યો ત્યારે અંગ્રેજ સરકારને એમ લાગ્યું કે લશ્કર પણ તેના હાથમાંથી સરકી રહ્યું છે.
પ્રશ્ન 107.
ઇંગ્લેન્ડના વડા પ્રધાને કોને ભારત મોકલવાની જાહેરાત કરી? શા માટે?
ઉત્તરઃ
ઇંગ્લેન્ડના વડા પ્રધાને ભારતને પૂર્ણ સ્વરાજની વાટાઘાટો કરવા માટે કેબિનેટ કક્ષાના ત્રણ પ્રધાનોને ભારત મોકલવાની જાહેરાત કરી.
પ્રશ્ન 108.
કેબિનેટ મિશન યોજનામાં કઈ બે યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
ઉત્તર:
કેબિનેટ મિશન યોજનામાં આ બે યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતોઃ
- લાંબા ગાળાની યોજના અને
- વચગાળાની યોજના.
પ્રશ્ન 109.
લાંબા ગાળાની અને વચગાળાની યોજનામાં કઈ કઈ બાબતો હતી?
ઉત્તર:
લાંબા ગાળાની યોજનામાં ભારતને હિંદુ બહુમતીવાળા વિસ્તારો, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો અને મિશ્ર વસ્તીવાળા વિસ્તારો એમ ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા; જ્યારે વચગાળાની યોજનામાં વચગાળાની સરકાર રચવાની હતી.
પ્રશ્ન 110.
બંધારણસભાની રચના કરવા માટે ક્યારે ચૂંટણી કરવામાં આવી?
ઉત્તર:
બંધારણસભાની રચના કરવા માટે જુલાઈ, 1946માં ૨ ચૂંટણી કરવામાં આવી.
પ્રશ્ન 111.
ફેબ્રુઆરી, 1947માં બ્રિટનના વડા પ્રધાન એટલીએ કઈ જાહેરાત કરી?
ઉત્તર:
ફેબ્રુઆરી, 1947માં બ્રિટનના વડા પ્રધાન ઍટલીએ જાહેરાત કરી કે, કેબિનેટ મિશન યોજના મુજબ રચાયેલી હિંદની સરકારને હિંદની તમામ સત્તાઓ સોંપી જૂન, 1948 સુધીમાં બ્રિટિશ સરકાર ભારતમાંથી વિદાય લેશે.
પ્રશ્ન 112.
વાઇસરૉય લૉર્ડ વેવેલ પછી ભારતમાં વાઇસરૉય તરીકે કોની નિમણૂક થઈ?
ઉત્તર:
વાઇસરૉય લૉર્ડ વેવેલ પછી ભારતમાં વાઇસરૉય તરીકે લૉર્ડ માઉન્ટ બેટનની નિમણૂક થઈ.
પ્રશ્ન 113.
ભારતના ભાગલા પાડવાના સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે લૉર્ડ માઉન્ટ બેટને જવાહરલાલ અને સરદાર પટેલને શું સમજાવ્યું?
ઉત્તર:
ભારતના ભાગલા પાડવાના સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે લૉર્ડ માઉન્ટ બેટને જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલને સમજાવ્યું કે, “અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં, કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે.”
પ્રશ્ન 114.
માઉન્ટ બેટન યોજના પ્રમાણે ક્યારે, કયો ધારો પસાર કરવામાં આવ્યો?
ઉત્તરઃ
માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ, 1947માં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો.
પ્રશ્ન 115.
કયા ધારા પ્રમાણે હિંદના કયા બે ભાગલા પાડવામાં આવ્યા?
ઉત્તરઃ
‘હિંદ સ્વાતંત્ર્ય ધારા’ પ્રમાણે હિંદના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પાડવામાં આવ્યા.
પ્રશ્ન 116.
ભારતદેશ ક્યારે સ્વતંત્ર બન્યો?
ઉત્તરઃ
15 ઑગસ્ટ, 1947ના રોજ ભારતદેશ સ્વતંત્ર બન્યો.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો:
પ્રશ્ન 1.
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કયા સંજોગોમાં થઈ? તેના પ્રથમ અધિવેશન વિશે માહિતી આપો.
ઉત્તર:
રાષ્ટ્રવાદના વિચારોને ચોક્કસ દિશા આપવા તેમજ અંગ્રેજ સરકાર સમક્ષ ભારતનાં હિતોની રજૂઆત કરવા કોઈ રાષ્ટ્રીય સંસ્થાની આવશ્યકતા હતી. હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાં ભારતમાં ઈ. સ. 1851થી 1876 સુધીમાં 5 જેટલી સંસ્થાઓ સ્થપાઈ હતી. એ સંસ્થાઓએ હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેની ભૂમિકા તૈયાર કરી હતી.
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નિવૃત્ત અંગ્રેજ અમલદાર ‘એલન ઑક્ટવિયન હ્યુમ’નો ફાળો ખૂબ મહત્ત્વનો છે. તેમણે અંગ્રેજ સરકારને ભારતીય પ્રજામાં અંગ્રેજ સરકાર સામે પ્રગટેલા આક્રોશ અને અસંતોષથી વાકેફ કરી. તેમનું માનવું હતું કે જો ભારતીયોનો આક્રોશ અને અસંતોષને રોકવામાં નહિ આવે તો દેશમાં 1857ના સંગ્રામ જેવી ઘટના ફરીથી નિર્માણ પામશે. એ. ઓ. હ્યુમના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. તેનું પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં કોલકાતાના બૅરિસ્ટર વ્યોમેશચંદ્ર બેનરજીના પ્રમુખપદે ભરાયું. આ અધિવેશનમાં 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સુરેન્દ્રનાથ બેનરજી, તે ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા, દાદાભાઈ નવરોજી, બદરુદીન તૈયબજી, કે. ટી. તેલંગ, દિનશા વાચ્છા વગેરે પ્રથમ અધિવેશનના મુખ્ય નેતાઓ હતા.
પ્રશ્ન 2.
હિંદી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી રે વિશે માહિતી આપો.
ઉત્તર:
હિંદી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી ઈ. સ. 1885થી ઈ. સ. 1905ના સમયગાળા દરમિયાનની હતી. આ સમય દરમિયાન મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ આ માગણીઓ કરી હતી:
- કેન્દ્રીય અને પ્રાંતિક ધારાસમિતિઓનો વિસ્તાર કરવો.
- લશ્કરી ખર્ચમાં ઘટાડો કરવો.
- જમીનમહેસૂલના દરો ઘટાડવા.
- ખેડૂતોને દેવામાં રાહત આપવી.
- આઈ.સી.એસ.(ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પરીક્ષા ઇંગ્લેન્ડ અને ભારતમાં એકીસાથે લેવી.
- અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવી.
- ટેકનિકલ અને વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રબંધ કરવો.
- દુષ્કાળ જેવી કુદરતી આફતો સમયે લોકો માટે રાહત યોજનાઓ કરવી. આ માગણીઓ મુખ્યત્વે રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે હતી. અંગ્રેજ સરકારે આમાંની મોટા ભાગની માગણીઓનો અસ્વીકાર કર્યો હતો. આમ છતાં એ માગણીઓથી ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો.
મહાસભાના પ્રથમ તબક્કાના ઉદ્દેશ્યો અને કાર્યો જોતાં કહી છે શકાય કે તે બંધારણીય અને લોકશાહી ઢબે અંગ્રેજ સરકારની છે અયોગ્ય નીતિઓનો વિરોધ કરતી સંસ્થા હતી. તે ચર્ચાઓ કરીને પસાર કરેલા ઠરાવોને પોતાની માગણીઓના સ્વરૂપે વાઇસરૉયને હું મોકલવામાં આવતી. આ પ્રકારના નરમ કે મવાળવાદી વલણને કારણે પ્રથમ તબક્કાની કામગીરીના નેતાઓ ‘મવાળવાદીઓ’ તરીકે ઓળખાયા. એ નેતાઓએ દેશના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કર્યો અને તેમનામાં રાષ્ટ્રીય ચેતના જગાડી. પરિણામે છે દેશના સ્વાતંત્ર્યસંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળ્યા.
પ્રથમ તબક્કાની કામગીરી દરમિયાન ‘લાલ, બાલ અને પાલ’ની કે ત્રિપુટી તરીકે ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ મહાસભાની નીતિરીતિઓમાં આમૂલ પરિવર્તન કરવા માગતા હતા. તેમણે મહાસભાની વિનંતી અને પ્રાર્થનાની યાચક વૃત્તિ’ની ભારે ટીકા કરી. તેઓ કહેતા કે સરકારના નેક ઇરાદા પર વિશ્વાસ કરવા કરતાં આપણે આપણી શક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ. સ્વરાજ મેળવવા માટે તેઓ સરકાર સામે જલદ પગલાં લેવા અને ઉગ્ર આંદોલન ચલાવવાના મતના હતા. આમ, મહાસભાના આ નેતાઓની ઉગ્ર અને આક્રમક વિચારસરણીને કારણે જહાલવાદનો ઉદય થયો. એ રે નેતાઓ ‘જહાલવાદીઓ’ તરીકે ઓળખાયા.
જહાલ પક્ષના અગ્રણી નેતા લોકમાન્ય ટિળકે ઘોષણા કરી કે, “સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ જંપીશ.” તેમણે સ્વરાજ મેળવવા માટે લોકોને કોઈ પણ ભોગ આપવા હાકલ કરી. આમ, જહાલવાદને કારણે હિંદનો યુવા વર્ગ સ્વરાજ મેળવવા માટે ભારે ઉત્સાહી, આત્મવિશ્વાસી અને આક્રમક બન્યો.
પ્રશ્ન 3.
વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કોણે કોણે શરૂ કરી?
અથવા
ટૂંક નોંધ લખો: વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
ઉત્તર:
ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશોમાં ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, મ્યાનમાર (બર્મા), મલાયા, સિંગાપુર, કાબુલ (અફઘાનિસ્તાન), રશિયા વગેરે દેશોમાં ફેલાઈ.
(1) ઇંગ્લેન્ડના લંડન શહેરમાં કચ્છના વતની શ્યામજી કૃષ્ણ વર્માએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી. એ માટે તેમણે ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ની સ્થાપના કરી. આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ નામનું સામયિક શરૂ કર્યું. સંસ્થાના કાર્યાલયનું નામ તેમણે ઇન્ડિયા હાઉસ’ આપ્યું. પાછળથી મદનલાલ ઢીંગરા અને વિનાયક સાવરકર લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓને છૂપી રીતે શસ્ત્રો મોકલતા હતા. ઈ. સ. 1909માં મદનલાલ ઢીંગરાએ ક્રાંતિકારીઓની ટીકા કરનાર વિલિયમ વાયલી નામના અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું. તેથી તેમને ફાંસી આપવામાં આવી.
(2) શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પૅરિસ ગયા એ પછી લંડનમાં તેમની કામગીરી વિનાયક સાવરકરે સંભાળી. ઈ. સ. 1907માં 1857ના સંગ્રામના સુવર્ણ વર્ષની ઉજવણીના પ્રસંગે બ્રિટિશ સરકારે સાવરકરની ધરપકડ કરી અને તેમને જેલમાં પૂર્યા.
(3) મૅડમ ભીખાઈજી રુસ્તમ કામા અને સરદારસિંહ રાણા પૅરિસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. મૅડમ ભિખાઈજી કામાએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રચાર માટે ઈ. સ. 1902માં ‘વંદે માતરમ્’ નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. ઈ. સ. 1907માં જર્મનીના સ્યુર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’માં સર્વપ્રથમ વખત મૅડમ ભિખાઈજી કામાએ બનાવેલો ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ (સૂચિત) ફરકાવવામાં આવ્યો. સરદારસિંહ રાણાએ પૅરિસમાં સભાઓ યોજીને અંગ્રેજ સરકારના દમનનો વિરોધ કર્યો. ફ્રાન્સની સરકારે તેમને હદપાર કર્યા.
(4) અમેરિકામાં લાલા હરદયાલ, કાબુલમાં અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્રપ્રતાપ અને બર્કતુલ્લાએ, જાપાનમાં રાસબિહારી ઘોષે અને અગ્નિ એશિયાના દેશોમાં ચંપક રમણ પિલ્લાઈએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી.
આમ, તારકનાથ દાસ ઉપરાંત નામી-અનામી દેશભક્ત ક્રાંતિકારીઓએ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરીને ભારતને સ્વતંત્ર બનાવવા સક્રિય પ્રયત્નો કર્યા.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
માનગઢ હત્યાકાંડ
ઉત્તરઃ
માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર, 1913ના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો. એ હત્યાકાંડને અદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે. એ સમયે ગોવિંદ ગુરુ ભગત ચળવળ ચલાવતા હતા. ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર : થયો હતો તેમજ તેનામાં આત્મસમ્માનની ભાવનાનો વિકાસ થયો હતો. ગોવિંદ ગુરુએ આદિવાસીઓના જીવનમાંથી અંધશ્રદ્ધા, વહેમ, બદીઓ અને કુરિવાજો નાબૂદ કરવા પ્રયાસો કર્યા હતા. તેમણે ‘ આદિવાસીઓની ઉન્નતિ માટે પ્રયત્નો કર્યા હતા.
17 નવેમ્બર, 1913ના રોજ હજારો ભીલો, અંગ્રેજો અને દેશી રાજ્યોથી મુક્ત થવાના સ્વપ્ન સાથે માનગઢ ડુંગર પર એકઠા થયા. એ જ દિવસે અંગ્રેજ સૈન્ય, મેવાડ ભીલ કોપ્સ, સુથ અને ડુંગરપુરના દેશી રજવાડાનું લશ્કર આ બધાના સંયુક્ત લશ્કરે માનગઢ ડુંગર પર હુમલો કર્યો. ઇતિહાસકારોના મતે આ સંઘર્ષમાં 1200થી વધારે આદિવાસીઓ શહીદ થયા. અંગ્રેજોએ ગોવિંદ ગુરુની ભગત ચળવળને ક્રૂરતાપૂર્વક દબાવી દીધી. તેમણે ગોવિંદ ગુરુની ધરપકડ કરી જેલમાં પૂર્યા. જેલમાંથી છૂટ્યા પછી તેઓ દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના કંબોઈ ગામમાં રહ્યા હતા. આ ગામમાં તેમની સમાધિ આવેલી છે.
પ્રશ્ન 2.
ચંપારણ સત્યાગ્રહ
ઉત્તર:
ચંપારણ બિહારમાં હિમાલયની તળેટીના વિસ્તારમાં આવેલ છે. 19મી સદીની શરૂઆતથી જ અંગ્રેજોએ ગળીના બગીચા અને ગળી બનાવવાનાં કારખાનાં બનાવ્યાં હતાં. અહીં ખેડૂતોને છે. જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી. આ પદ્ધતિ ‘તીન કઠિયા’ પદ્ધતિના નામે \(\frac{3}{20}\) ઓળખાતી હતી. ચંપારણના ખેડૂતો પર વધારે પડતું અને અન્ય વેરા નાખવામાં આવ્યા હતા. તેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજી મોતીહારી પહોંચ્યા. પરંતુ તેમની હાજરી જનશાંતિ માટે ખતરારૂપ છે એમ માનીને મૅજિસ્ટ્રેટે ગાંધીજીને તાત્કાલિક ચંપારણ છોડી જવા આદેશ આપ્યો. ગાંધીજીએ મૅજિસ્ટ્રેટની નોટિસનો અનાદર ર્યો. અંતે ગાંધીજીને ખેડૂતોના પ્રશ્નોને સમજવા પ્રયાસો કરવાની પરવાનગી આપવામાં આવી. આમ, ગાંધીજીનો ચંપારણ સત્યાગ્રહ સફળ થયો.
પ્રશ્ન 3.
ખેડા સત્યાગ્રહ
ઉત્તર:
ઈ. સ. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નાશ પામ્યો હતો. આમ છતાં, અંગ્રેજ સરકારે ખેડૂતોનું જમીનમહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. ખેડૂતોએ મહેસૂલ માફ કરવા અંગ્રેજ સરકારને અરજીઓ કરી, પણ સરકારે કોઈ જવાબ ન આપ્યો. આથી ખેડૂતો ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સાથે રાખીને અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ કર્યો, જે ‘ખેડા સત્યાગ્રહ’ના નામે જાણીતો બન્યો. ગાંધીજીએ ખેડૂતોને કહ્યું, “સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.” સરકારે મહેસૂલ ઉઘરાવવા જપ્તી શરૂ કરી. એ સમયે સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો. ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા
તેમના સાથીદારો સાથે ખેતરમાં ગયા અને ડુંગળીનો પાક કાપી લાવ્યા. સરકારે મોહનલાલની ધરપકડ કરી 15 દિવસની જેલની સજા કરી. મોહનલાલ પંડ્યા જેલમાંથી છૂટીને બહાર આવ્યા ત્યારે લોકોએ સ્વાગત કર્યું. ગાંધીજીએ મોહનલાલને ‘ડુંગળીચોર’નું બિરુદ આપ્યું. ગાંધીજીએ ખેડાના કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે, “જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ કરવામાં આવશે તો સારી સ્થિતિવાળા સુખી ખેડૂતો મહેસૂલ ભરી દેશે.” આખરે અંગ્રેજ સરકારને ખેડૂતો સાથે સમાધાન કરવું પડ્યું અને ખેડા સત્યાગ્રહ સફળ થયો.
ખેડા સત્યાગ્રહથી ખેડૂતોમાં જાગૃતિ અને નીડરતા આવી; લોકોની ત્યાગશક્તિનો પણ પરિચય થયો. ખેડા સત્યાગ્રહથી દેશને વલ્લભભાઈ પટેલ જેવા પોલાદી મનોબળવાળા, નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા.
પ્રશ્ન 4.
બારડોલી સત્યાગ્રહ
ઉત્તર:
ઈ. સ. 1928માં અંગ્રેજ સરકારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના જમીનમહેસૂલમાં વધારો કર્યો. આ મહેસૂલ વધારો અન્યાયી અને કસમયનો હતો. તેથી ખેડૂતોએ મહેસૂલ વધારો મોકૂફ રાખવા અંગ્રેજ સરકાર સમક્ષ રજૂઆત કરી, પરંતુ સરકારે તેનો કોઈ સિરદાર વલ્લભભાઈ પટેલ) જવાબ આપ્યો નહિ. આથી ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહનું નેતૃત્વ સ્વીકાર્યું. તેમણે ખેડૂતોને અંગ્રેજ સરકાર સામે ‘ના કર’ની લડત ચલાવવાની હાકલ કરી. ખેડૂતોએ મક્કમ બનીને મહેસૂલ ન ભર્યું. છેવટે અંગ્રેજ સરકારે વલ્લભભાઈ પટેલને પુણે બોલાવ્યા. ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. આમ, બારડોલીના સત્યાગ્રહને અપૂર્વ સફળતા મળી. સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ તરીકે ઓળખાયા.
પ્રશ્ન 5.
રૉલેટ ઍક્ટ
ઉત્તર:
ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદાપ્રધાન રૉલેટના અધ્યક્ષપદે ઈ. સ. 1919માં ‘રૉલેટ ઍક્ટ’ ઘડ્યો. આ ઍક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરવાની અને ખાસ અદાલતમાં કામ ચલાવીને તેને સજા કરવાની સત્તા આપવામાં આવી. રૉલેટ ઍક્ટથી ભારતીયોનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. તેથી લોકોએ અને દેશનેતાઓએ તેનો ભારે વિરોધ કર્યો. ગાંધીજીએ રૉલેટ ઍક્ટને ‘કાળો કાયદો’ કહ્યો અને તેનો વિરોધ કરવા દેશવ્યાપી સત્યાગ્રહ શરૂ કરવાનું એલાન કર્યું. અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્લીમાં ધરપકડ કરી.
પ્રશ્ન 6.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ
ઉત્તર:
અંગ્રેજ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ છે ડૉ. સૈફૂદીન કિચલ અને ડૉ. સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ, 1919ના રોજ, વૈશાખી તહેવારના દિવસે અમૃતસરના ? ર્જલિયાંવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ.
બાગની ફરતે દોઢેક મીટર જેટલી ઊંચી દીવાલ હતી. બાગની વચ્ચે અવાવરુ કૂવો હતો. બાગમાં જવા-આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો લશ્કરી કમાન્ડર જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ કર્યો. જ્યાં સુધી સૈનિકો ગોળીઓ ખલાસ ન થઈ ત્યાં સુધી તેમણે ગોળીબાર ચાલુ રાખ્યો. લશ્કરના ગોળીબારમાં લગભગ 1000 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને આશરે 1200 જેટલા લોકો ઘાયલ થયા. અંગ્રેજ સરકારે માર્શલ લૉનો ઉપયોગ કરી લોકો પર અમાનુષી અત્યાચાર કર્યો. આ હત્યાકાંડથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો તેમજ ભયનું વાતાવરણ પ્રસરી ગયું. સામ્રાજ્યવાદી શાસનનો ભારે વિરોધ થયો. આ હત્યાકાંડથી વ્યથિત બનેલા ગાંધીજીએ અંગ્રેજ સરકારે આપેલો કૈસરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ‘નાઇટહૂડ’નો ખિતાબ પાછો આપ્યો.
જલિયાંવાલા બાગના હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી.
પ્રશ્ન 7.
અસહકારનું આંદોલન
ઉત્તર:
ગાંધીજીએ ઈ. સ. 1920માં અસહકારનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનાં બે પાસાં હતાં:
(1) ખંડનાત્મક પાસું અને
(2) રચનાત્મક પાસું. ખંડનાત્મક પાસામાં સરકારી શિક્ષણ સંસ્થાઓ, સરકારી નોકરીઓ, ખિતાબો, ધારાસભાઓ, અદાલતો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, વિદેશી કાપડ અને વિદેશી ચીજવસ્તુઓ વગેરેનો ત્યાગ (બહિષ્કાર) કરવાનો હતો. રચનાત્મક પાસામાં ઘેર ઘેર રેંટિયો કાંતવો, ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, રાષ્ટ્રીય શિક્ષણ, હિંદુ-મુસ્લિમ એકતા વગેરેનો પ્રચાર કરવાનો હતો.
ગાંધીજીના માર્ગદર્શન નીચે ઈ. સ. 1921 – 1922માં અસહકારનું આંદોલન દેશવ્યાપી બન્યું. આંદોલનના કાર્યક્રમ મુજબ હજારો વિદ્યાર્થીઓએ શાળા-કૉલેજોનો ત્યાગ કર્યો. મોતીલાલ નેહરુ, ચિત્તરંજનદાસ મુનશી, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રપ્રસાદ જેવા જાણીતા વકીલોએ પોતાની ધીકતી કમાણીવાળી વકીલાત છોડી દીધી. કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીઓ છોડી દીધી. ચૂંટાયેલા મોટા ભાગના સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી રાજીનામાં આપ્યાં. લોકોએ ઠેરઠેર વિદેશી કાપડની હોળીઓ કરી. ઘેર ઘેર રેંટિયો ગૂંજતો થયો. સ્વદેશીનો પ્રચાર થયો. આંદોલન દરમિયાન ભારતમાં આવેલા પ્રિન્સ ઑફ વેલ્સના સમ્માનનો પણ હડતાલ પાડી વિરોધ કરવામાં આવ્યો. સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે રાષ્ટ્રીય શાળા-કૉલેજો (વિદ્યાપીઠો) શરૂ કરવામાં આવી. ગૂજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, જામિયા-મિલિયા વિદ્યાપીઠ વગેરે આવી વિદ્યાપીઠો હતી.
ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચોરીચોરા ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા ગામલોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ ચાંપી, જેમાં 22 જેટલા પોલીસો મૃત્યુ પામ્યા. ગાંધીજી હિંસક આંદોલનથી વિરુદ્ધ હતા. આ હિંસક સમાચાર સાંભળીને દુઃખી થયેલા ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની તત્કાલ જાહેરાત કરી.
પ્રશ્ન 8.
સાયમન કમિશન
ઉત્તરઃ
ઈ. સ. 1919ના મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારાની જોગવાઈ અનુસાર હિંદની રાજકીય પ્રગતિનો અભ્યાસ કરી નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર, 1927માં બ્રિટિશ સરકારે સર જૉન સાયમનના અધ્યક્ષપદે એક કમિશનની નિમણૂક કરી. એ કમિશન બ્રિટિશ પાર્લમેન્ટના સાત સભ્યોનું બનેલું હતું. એ બધા જ સભ્યો અંગ્રેજો હતા. આમ, સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું નહોતું. તેથી હિંદના બધા પક્ષો અને લોકોએ તેનો બહિષ્કાર કર્યો.
સાયમન કમિશનના સભ્યો મુંબઈ ઊતર્યા ત્યારે આખા દેશમાં હડતાલો અને સભા-સરઘસો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં-જ્યાં ગયા ત્યાં-ત્યાં કાળા વાવટાઓથી અને ‘સાયમન ગો બેંક’ (સાયમન પાછો જા)ના નારાઓથી તેમનો વિરોધ કરવામાં આવ્યો. દેખાવકારોને વિખેરવા ઘણી જગ્યાએ પોલીસે બળનો ઉપયોગ કર્યો. લાહોરમાં શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન લાલા લજપતરાય પર સખત લાઠીચાર્જ થયો. તેની ઈજાઓને કારણે પાછળથી તેમનું અવસાન થયું. લાલાજીના મૃત્યુના સમાચાર જાણીને ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા. તેમણે લાલાજી પર લાઠીચાર્જ કરવાનો હું આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરી.
પ્રશ્ન 9.
નેહરુ અહેવાલ
ઉત્તર:
ભારતના બધા રાજકીય પક્ષોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરતાં હિંદી વજીર લૉર્ડ બર્કનડે ભારતના બધા રાજકીય પક્ષોને અનુરૂપ થાય તેવું બંધારણ ઘડી આપવા તેમને પડકાર ફેંક્યો તેમજ આવા બંધારણના મુસદ્દા પર યોગ્ય વિચારણા કરવાની જાહેરાત કરી. લૉર્ડ બર્ટનહેડના પડકારને ઉપાડી લઈ ભારતના બધા રાજકીય પક્ષોને અનુરૂપ થાય તેવા બંધારણનો મુસદ્દો તૈયાર કરવા પંડિત મોતીલાલ નેહરુના પ્રમુખપદે એક સમિતિ રચવામાં આવી. એ સમિતિએ એક વિશિષ્ટ પ્રકારનું બંધારણ તૈયાર કર્યું, જે ભારતના ઇતિહાસમાં નેહરુ અહેવાલ’ના નામે પ્રસિદ્ધ થયો. આ અહેવાલમાં મૂળભૂત અધિકારો, સાંસ્થાનિક સ્વરાજ્ય, પુખ્તવય મતાધિકાર, સ્વતંત્ર ન્યાયતંત્ર, ભાષાના ધોરણે રાજ્યો(પ્રાંતો)ની પુનઃરચના વગેરે માગણીઓ કરવામાં આવી હતી. પરંતુ અંગ્રેજ સરકારે નેહરુ સમિતિની ભલામણોનો અસ્વીકાર કર્યો.
પ્રશ્ન 10.
આઝાદ હિંદ ફોજ
ઉત્તર:
અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝને કોલકાતાના તેમના નિવાસસ્થાને નજરકેદ રાખ્યા હતા. મધ્યરાત્રિએ યોગ્ય તક મળતાં સુભાષચંદ્ર બોઝ પઠાણનો વેશ ધારણ કરીને કોલકાતાથી પેશાવર, કાબુલ અને મૉસ્કો થઈ બર્લિન (જર્મની) પહોંચ્યા અને ત્યાંથી તે જાપાન ગયા. એ પહેલાં જાપાનમાં રાસબિહારી ઘોષે કૅપ્ટન મોહનસિંહના સેનાપતિપદે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી. કોઈ કારણસર આ વ્યવસ્થામાં વિક્ષેપ પડતાં સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફોજનું સુકાન સ્વીકારવા આમંત્રણ આપવામાં આવ્યું.
એ આમંત્રણનો તેમણે સ્વીકાર કર્યો. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજના સુકાની બન્યા. તેમને ‘નેતાજી’નું હુલામણું નામ આપવામાં આવ્યું. તેમણે ફોજનું નવસંસ્કરણ હાથ ધરી ફોજમાં નવો જોમ-જુરસો પૂર્યો. તેમણે આઝાદ હિંદ ફોજને “ચલો દિલ્લી’નું સૂત્ર આપ્યું. તેમણે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો અને અહીંના ભારતીયોને આ સૂત્ર આપ્યું: “તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હ આઝાદી દૂગા.” આમ, ત્યાંના ભારતીયોને માતૃભૂમિની – સ્વતંત્રતા માટે સર્વસ્વ બલિદાન આપવાની પ્રેરણા આપી.
ઈ. સ. 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકાર(આરઝી હકૂમતે આઝાદ હિંદ)ની સ્થાપના કરી. આ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. એ પછી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું પુનઃ આયોજન કર્યું. તેમણે મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, મૌલાના આઝાદ વગેરે હિંદના અગ્રણી નેતાઓનાં નામ પરથી અલગ અલગ લશ્કરી બ્રિગેડની રચના કરી હતી. તેમણે લક્ષ્મીબાઈ બ્રિગેડ નામની ૨ એક મહિલા બ્રિગેડની પણ રચના કરી હતી. આઝાદ હિંદ ફોજનું વડું મથક રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફોજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદમાં પ્રવેશ કરીને આરાકાન અને ઇમ્ફાલ વિભાગોમાં કેટલાક વિજયો મેળવ્યા. એ અરસામાં બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની પરિસ્થિતિ બદલાઈ ગઈ. પરિણામે શસ્ત્રો , અને સરંજામના પુરવઠાની ભારે તંગી ઊભી થઈ. વળી, ભારે વરસાદ અને ખોરાકના પુરવઠાની તંગીને કારણે આઝાદ હિંદ ફોજને પીછેહઠ કરવી પડી. બ્રિટિશ દળોએ મે, 1945માં આઝાદ હિંદ ફોજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિંદ ફોજને વિખરાઈ જવાની ફરજ પડી. જાપાને કરેલી જાહેરાત મુજબ એમ માનવામાં આવે છે કે, સુભાષચંદ્ર બોઝ 18 ઑગસ્ટ, 1945ના રોજ જાપાન પરત ફરી રહ્યા હતા ત્યારે વિમાનમાં આગ લાગતાં સખત રીતે દાઝયા અને અવસાન પામ્યા.
આમ, ભારતની સ્વાતંત્ર્યલડતમાં આઝાદ હિંદ ફોજે નોંધપાત્ર { ફાળો આપ્યો છે.
પ્રશ્ન 11.
સુભાષચંદ્ર બોઝ
ઉત્તર:
સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે લંડનમાં I.C.S.(ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પદવી મેળવી. આમ છતાં, તેમણે અંગ્રેજોની નોકરી ન સ્વીકારી અને દેશસેવામાં જોડાયા. તેઓ હિંદી સુભાષચંદ્ર બોઝ]. રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના સક્રિય કાર્યકર બન્યા. ઈ. સ. 1938માં 41 વર્ષની ઉંમરે સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. બીજા વર્ષે ઈ. સ. 1839માં પણ તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. થોડા સમય પછી કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વૈચારિક મતભેદ થતાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને મે, 1939માં ‘ફોરવર્ડ બ્લૉક’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ સરકારની નીતિઓ વિરુદ્ધ લોકમત જાગ્રત કરવા સુભાષચંદ્ર બોઝે દેશના જુદા જુદા ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી. પરિણામે અંગ્રેજ સરકારે હિંદ સંરક્ષણ ધારા હેઠળ તેમની ધરપકડ કરી જેલમાં પૂર્યા. જેલમાં રાજકીય કેદીઓ સાથે અંગ્રેજ સરકાર યોગ્ય વ્યવહાર કરતી ન હોવાથી સુભાષચંદ્ર બોઝે આમરણ ઉપવાસ શરૂ કર્યા. ઉપવાસ દરમિયાન તેમની તબિયત બગડતાં સરકારે તેમને તેમના નિવાસસ્થાનમાં જ નજરકેદ કર્યા.
નોંધઃ આગળ વાંચો ટૂંક નોંધ (8) ‘આઝાદ હિંદ ફોજ’નો ઉત્તર.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
પ્રશ્ન 1.
હિંદી રાષ્ટ્રીય મહાસભાએ પ્રથમ તબક્કા દરમિયાન અંગ્રેજ સરકાર સમક્ષ કઈ કઈ માગણીઓ કરી હતી?
ઉત્તર:
હિંદી રાષ્ટ્રીય મહાસભાએ પ્રથમ તબક્કા દરમિયાન આ માગણીઓ કરી હતી:
- કેન્દ્રીય અને પ્રાંતિક ધારાસમિતિઓનો વિસ્તાર કરવો.
- લશ્કરી ખર્ચ ઘટાડવો.
- જમીનમહેસૂલના દરો ઘટાડવા.
- ખેડૂતોને દેવામાં રાહત આપવી.
- આઈ. સી.એસ. (I.C.S. – ઈન્ડિયન સિવિલ સર્વિસ)ની પરીક્ષા ઇંગ્લેન્ડ અને ભારતમાં એકીસાથે લેવી.
- અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવી.
- ટેકનિકલ અને વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રબંધ કરવો.
- દુષ્કાળ જેવી કુદરતી આફતો સમયે લોકો માટે ? રાહત યોજનાઓ કરવી.
પ્રશ્ન 2.
ગોવિંદ ગુરુની ભગત ચળવળે આદિવાસીઓ માટે શું કર્યું?
ઉત્તર:
ગોવિંદ ગુરુની ભગત ચળવળે આદિવાસીઓ માટે આ કામો કર્યાઃ
- ભગત ચળવળથી આદિવાસીઓના જીવનમાં નવજીવનનો સંચાર કર્યો.
- આદિવાસીઓમાં આત્મસમ્માનની ભાવનાનો વિકાસ કર્યો.
- તેમના જીવનમાંથી અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજો દૂર કરવા પ્રેરણા આપી તેમની ઉન્નતિ માટે સક્રિય પ્રયત્નો કર્યા.
પ્રશ્ન 3.
ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ શા માટે આપ્યું?
ઉત્તર:
ખેડા સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજ સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો. ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારોએ ખેતરમાંથી ડુંગળીનો પાક કાપી લાવ્યા. અંગ્રેજ સરકારે મોહનલાલની ધરપકડ કરી 15 દિવસની જેલની સજા કરી. મોહનલાલ પંડ્યા જેલમાંથી છૂટ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું. આમ, મોહનલાલ પંડ્યા ચોરીછૂપીથી ખેતરમાંથી ડુંગળી કાપી લાવ્યા હોવાથી ગાંધીજીએ તેમને ‘ડુંગળીચોર’નું બિરુદ આપ્યું.
પ્રશ્ન 4.
ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખ્યું?
અથવા
કારણો આપોઃ ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું.
ઉત્તરઃ
ઈ. સ. 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામમાં ખેડૂતોના શાંત સરઘસ પર અંગ્રેજ પોલીસોએ ગોળીબાર કર્યો. તેથી ગુસ્સે થયેલા ગામલોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેમણે પોલીસ સ્ટેશનને આગ ચાંપી. તેમાં 22 જેટલા પોલીસ અવસાન પામ્યા. હિંસાના આ સમાચાર ગાંધીજીને મળતાં તેમને ખૂબ દુઃખ થયું. ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. તેથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું.
પ્રશ્ન 5.
ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો?
ઉત્તર:
સાયમન કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી ભારતના લોકો અને બધા રાજકીય પક્ષોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દેખાવકારોએ ‘સાયમન ગો બૅક’ – ‘સાયમન પાછો જા’ના નારાથી વિરોધ કર્યો. દેખાવકારોને વિખેરવા ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે લાઠીચાર્જ, ટિયરગૅસ અને ગોળીબારનો ઉપયોગ કરી દમન ગુજાર્યો. ઉત્તર પ્રદેશમાં જવાહરલાલ નેહરુ અને ગોવિંદવલ્લભ પંત પર લાઠીચાર્જ થયો. તેમાં જવાહરલાલ નેહરુ ઘાયલ થયા અને ગોવિંદવલ્લભ પંત વિકલાંગ થયા. લાહોરમાં શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન લાલા લજપતરાય પર સખત લાઠીચાર્જ થયો. લાઠીચાર્જની ઈજાઓને કારણે પાછળથી તેમનું અવસાન થયું. લાલા લજપતરાયના અવસાનના સમાચારથી વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને તેમણે લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરી.
પ્રશ્ન 6.
લાલા લજપતરાયનું અવસાન શાથી થયું?
ઉત્તર:
લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા શાંત સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ પોલીસ અધિકારી સાંડર્સના આદેશથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાય પર લાઠીઓના સખત ફટકા માર્યા. લાઠીચાર્જની જીવલેણ ઈજાઓને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું.
પ્રશ્ન 7.
દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી? શા માટે?
ઉત્તર:
દાંડીકૂચ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી.
સવિનય કાનૂનભંગની લડતના ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યોજવામાં આવી હતી.
નીચેનાં વિધાનોનાં ઐતિહાસિક કારણો આપો:
પ્રશ્ન 1.
લાહોરમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે.
ઉત્તર:
જવાહરલાલ નેહરુના અધ્યક્ષપદે લાહોરમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. હવે ભારત પૂર્ણ સ્વરાજથી ઓછું કંઈ જ સ્વીકારવા તૈયાર નથી એમ આ અધિવેશને સ્પષ્ટ કરી આપ્યું. વળી, 26 જાન્યુઆરીના દિવસને દર વર્ષે ‘પ્રજાસત્તાક દિન’ તરીકે ઊજવવો એ આ અધિવેશનમાં ઠરાવ્યું. આમ, લાહોર અધિવેશને આઝાદીની લડતને નવો વળાંક આપ્યો. તેથી તેનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે.
પ્રશ્ન 2.
વિર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને ફાંસીની સજા કરવામાં આવી.
ઉત્તર:
વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્લીની મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો. બૉમ્બ ફેંકવાનો તેમનો આશય કોઈની હત્યા કરવાનો ન હતો. તેઓ તો માત્ર અંગ્રેજોના બહેરા કાનને ખોલવા માગતા હતા, કારણ કે ધારાસભામાં કોંગ્રેસના પ્રતિનિધિઓનો અવાજ અંગ્રેજ સરકાર સાંભળતી નહોતી. ભારતના લોકોની મોટા ભાગની માગણીઓનો અસ્વીકાર કરવામાં આવતો હતો. તેથી વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં અને તેમની પર કૉર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. તેમને ફાંસીની સજા કરવામાં આવી.
પ્રશ્ન 3.
ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું.
ઉત્તર:
ઑગસ્ટ, 1940માં વર્ધામાં મળેલી કોંગ્રેસની કારોબારી 3 સમિતિએ દેશમાં સત્યાગ્રહ કરવાની જવાબદારી ગાંધીજીને સોંપી. એ સમયે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું. વિશ્વયુદ્ધની કપરી પરિસ્થિતિમાં ગાંધીજી અંગ્રેજ સરકારની મુશ્કેલીઓ વધારવા ઇચ્છતા નહોતા. તેથી તેમણે સામુદાયિક સત્યાગ્રહને બદલે સરકાર સામે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું.
પ્રશ્ન 4.
વાઇસરૉય લૉર્ડ માઉન્ટ બેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો.
ઉત્તર:
લૉર્ડ માઉન્ટ બેટને વાઇસરૉય તરીકે હોદો સંભાળ્યો ત્યારે દેશના કેટલાક ભાગોમાં ભયંકર કોમી હુલ્લડો ચાલુ હતાં. મુસ્લિમ લીગના સભ્યોના અસહકારભર્યા વલણને કારણે વચગાળાની સરકાર કામ કરી શકી નહોતી. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સ્વરાજ અંગે સમાધાન શક્ય ન હતું. તેથી વાઇસરૉય લૉર્ડ માઉન્ટ બેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો.
પ્રવૃત્તિઓ
1. આ પ્રકરણમાં ઉલ્લેખાયેલા ક્રાંતિકારીઓના ફોટોગ્રાફ્સ કે રેખાચિત્રો એકઠાં કરી તેમના નામ સાથે આલ્બમ બનાવો અને તેને શાળા-પુસ્તકાલયને આપવા સમારંભ ગોઠવો.
2. જલિયાંવાલા બાગના શહીદ સ્મારકનું ચિત્ર મેળવી એવું જ ચિત્ર તમારી નોંધપોથીમાં દોરો.
3. મહાત્મા ગાંધીએ આરંભેલી દાંડીકૂચનો માર્ગ દર્શાવતો ગુજરાતનો નકશો તમારા વિષય-શિક્ષકશ્રી તેમજ નવનીત સ્કૂલ એટલાસની મદદથી તમારી નોંધપોથીમાં દોરો.
4. દાંડીકૂચમાં ભાગ લેનાર અગ્રણી વ્યક્તિઓની યાદી પુસ્તકાલયમાંથી મેળવીને તૈયાર કરો.
5. નવનીત એજ્યુકેશન લિમિટેડ દ્વારા પ્રકાશિત નવનીત જીવનચરિત્ર શ્રેણી – ‘સુભાષચંદ્ર બોઝની પુસ્તિકા તમારી શાળાના પુસ્તકાલયમાંથી મેળવીને વાંચો.
6. નીચેના નેતાઓના ફોટોગ્રાફ્સ મેળવીને તમારી નોટબુકમાં ચોટાડો કે તેમનાં રેખાચિત્રો તમારી નોટબુકમાં દોરો. દરેક નેતાના ચિત્ર નીચે તેમના વિશે બે-ત્રણ વાક્યો લખો : (1) ગાંધીજી (2) સરદાર વલ્લભભાઈ પટેલ (1) પંડિત છે, જવાહરલાલ નેહરુ અને (4) સુભાષચંદ્ર બોઝ
7. 15મી ઑગસ્ટે અને 26મી જાન્યુઆરીએ શાળામાં થતા ધ્વજવંદનનું ચિત્ર 24 સેમી × 20 સેમીના માપના ડ્રૉઇંગ પેપર પર દોરો અને તેમાં યોગ્ય રંગ પૂરો.
8. તમારા શિક્ષક પાસેથી દઢવાવ અને વ્યારાની આદિવાસી ચળવળોની વિશેષ માહિતી મેળવો.
9. તમારા જિલ્લા, શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ વિષે માહિતી એકત્ર કરો.
10. ગાંધીજીના સત્યાગ્રહો પર એક હસ્તલિખિત અંક તૈયાર કરો.
11. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, ડૉ. આંબેડકર, ભગતસિંહ, વિનાયક સાવરકર, સુભાષચંદ્ર બોઝ વગેરે મહાપુરુષોના જીવનચરિત્ર આધારિત ફિલ્મ નિહાળો.
12. ભારતના ક્રાંતિકારીઓના જીવનચરિત્ર આધારિત હસ્તલિખિત અંક તૈયાર કરો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો હું વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
ઇલ્બર્ટ બીલનો હેતુ શો હતો?
A. ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી.
B. ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની શરૂઆત.
C. રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ.
D. હથિયારબંધી કાયદો લાગુ કરવો.
ઉત્તરઃ
A. ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી.
પ્રશ્ન 2.
નીચેના પૈકી કયા નેતા મવાળવાદી ન હતા?
A. ગોપાલકૃષ્ણ ગોખલે
B. ફિરોજશાહ મહેતા
C. દિનશા વાચ્છા
D. બિપીનચંદ્ર પાલ
ઉત્તરઃ
D. બિપીનચંદ્ર પાલ
પ્રશ્ન ૩.
વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે?
A. શ્યામજીકૃષ્ણ વર્મા
B. મૅડમ ભીખાઈજી કામા
C. વીર સાવરકર
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 4.
માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વાતંત્ર્ય સેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા?
A. બિરસા મુંડા
B. ઠક્કરબાપા
C. ગોવિંદ ગુરુ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
C. ગોવિંદ ગુરુ
પ્રશ્ન 5.
અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી?
A. શાળા-કૉલેજોનો બહિષ્કાર
B. ખાદીનો પ્રચાર-પ્રસાર
C. દારૂબંધી
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 6.
“સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ ઝંપીશ.” આ વિધાન કોણે કહ્યું હતું?
A. બાળ ગંગાધર ટિળકે
B. ગોપાલકૃષ્ણ ગોખલેએ
C. લાલા લજપતરાય
D. સુભાષચંદ્ર બોઝ
ઉત્તરઃ
A. બાળ ગંગાધર ટિળકે
પ્રશ્ન 7.
“હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.” આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
A. ખુદીરામ બોઝે
B. ભગતસિંહે
C. વિનાયક સાવરકરે
D. ચંદ્રશેખર આઝાદ
ઉત્તરઃ
D. ચંદ્રશેખર આઝાદ
પ્રશ્ન 8.
“સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.” આ વિધાન કોણે, કોને કહ્યું હતું?
A. જવાહરલાલ નેહરુએ ખેડૂતોને
B. ગાંધીજીએ ખેડૂતોને
C. ગાંધીજીએ જવાહરલાલ નેહરુને
D. વલ્લભભાઈ પટેલે રાજકુમાર શુક્લને
ઉત્તરઃ
B. ગાંધીજીએ ખેડૂતોને