Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
કયા મુઘલ બાદશાહના સમયમાં ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું?
A. હુમાયુના
B. અકબરના
C. બાબરના
D. બહાદુરશાહના
ઉત્તર:
B. અકબરના
પ્રશ્ન 2.
ભારતમાં મુખ્યત્વે અકબરના શાસનથી કઈ ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવતું હતું?
A. ફારસી, ઉર્દૂ અને સ્થાનિક
B. ફારસી, હિંદી અને સ્થાનિક
C. ફારસી, સંસ્કૃત અને સ્થાનિક
D. હિંદી, સંસ્કૃત અને સ્થાનિક
ઉત્તર:
A. ફારસી, ઉર્દૂ અને સ્થાનિક
પ્રશ્ન 3.
મુઘલયુગના અસ્ત પછી શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી?
A. પાઠશાળાઓ અને મસ્જિદો
B. મંદિરો અને મસ્જિદો
C. પાઠશાળાઓ અને મંદિરો
D. પાઠશાળાઓ અને મદરેસાઓ
ઉત્તર:
D. પાઠશાળાઓ અને મદરેસાઓ
પ્રશ્ન 4.
ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો?
A. ઈ. સ. 1657
B. ઈ. સ. 1717
C. ઈ. સ. 1757
D. ઈ. સ. 1700
ઉત્તર:
C. ઈ. સ. 1757
પ્રશ્ન 5.
ઈ. સ. 1765 પછી ભારતના કયા પ્રદેશોમાં અંગ્રેજોની દવાની સત્તા પ્રસ્થાપિત થઈ?
A. બંગાળ, અસમ અને ઓડિશામાં
B. બંગાળ, બિહાર અને ઓડિશામાં
C. બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં
D. બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં
ઉત્તર:
B. બંગાળ, બિહાર અને ઓડિશામાં
પ્રશ્ન 6.
અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ ક્યા કયા નામે ઓળખાતી હતી?
A. ગામઠી, દેશી, પંડ્યાની
B. ગામઠી, દેશી, ધૂળિયા
C. ગામઠી, પંડ્યાની, ધૂળિયા
D. ગામઠી, ધૂળિયા, મહોલ્લાની
ઉત્તર:
C. ગામઠી, પંડ્યાની, ધૂળિયા
પ્રશ્ન 7.
અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું?
A. વાલીઓ
B. શિક્ષક
C. શિક્ષણ સમિતિ
D. શાળા-સંચાલક
ઉત્તર:
B. શિક્ષક
પ્રશ્ન 8.
પ્રાચીન ભારતના શિક્ષણ અંગેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?
A. શિક્ષણ મૌખિક હતું.
B. શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી હતી.
C. વાલીઓ પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકોને વેતન આપતા હતા.
D. શિક્ષણ પુસ્તક આધારિત હતું.
ઉત્તર:
D. શિક્ષણ પુસ્તક આધારિત હતું.
પ્રશ્ન 9.
ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી?
A. અંગ્રેજોએ
B. દેશી રાજાઓએ
C. ભારતના સમાજસુધારકોએ
D. ભારતના શિક્ષિતોએ
ઉત્તર:
A. અંગ્રેજોએ
પ્રશ્ન 10.
ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી?
A. વિલિયમ કેરેએ
B. માર્શમેને
C. એલેકઝાન્ડર ડફે
D. ચાર્લ્સ વડે
ઉત્તર:
A. વિલિયમ કેરેએ
પ્રશ્ન 11.
ભારતમાં વિલિયમ કેરેએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા ક્યાં, ક્યારે શરૂ કરી?
A. બહરામપુરમાં, ઈ. સ. 1768માં
B. સિરામપુરમાં, ઈ. સ. 1789માં
C. પુરલિયામાં, ઈ. સ. 1770માં
D. મેદિનીપુરમાં, ઈ. સ. 1782માં
ઉત્તર:
B. સિરામપુરમાં, ઈ. સ. 1789માં
પ્રશ્ન 12.
ભારતમાં વિલિયમ કેરેએ કોલકાતા પાસે સિરામપુરમાં શરૂ કરેલી શિક્ષણ સંસ્થામાં કઈ કઈ ભાષાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું?
A. સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિંદી
B. સંસ્કૃત, હિંદી, ગુજરાતી, મરાઠી
C. હિંદી, ગુજરાતી, બંગાળી, કન્નડ
D. અંગ્રેજી, તેલુગુ, મલયાલમ, પંજાબી
ઉત્તર:
A. સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિંદી
પ્રશ્ન 13.
સિરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી?
A. ચાર્લ્સ વડે
B. વિલિયમ કેરેએ
C. મેકોલેએ
D. માર્શમેને
ઉત્તર:
D. માર્શમેને
પ્રશ્ન 14.
ભારતમાં અંગ્રેજોએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની સૌપ્રથમ શરૂઆત ક્યા પ્રદેશમાં કરી હતી?
A. ઉત્તર પ્રદેશમાં
B. મહારાષ્ટ્રમાં
C. બંગાળમાં
D. મદ્રાસમાં
ઉત્તર:
C. બંગાળમાં
પ્રશ્ન 15.
ક્યા સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી?
A. ઈ. સ. 1803ના
B. ઈ. સ. 1807ના
C. ઈ. સ. 1805ના
D. ઈ. સ. 1813ના
ઉત્તર:
D. ઈ. સ. 1813ના
પ્રશ્ન 16.
કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી?
A. રિચાર્ડસન્સ વડે
B. એલેકઝાન્ડર ડફે
C. મંગલ મૂરે
D. ફ્રાન્સિસ માર્ક્સ
ઉત્તર:
B. એલેકઝાન્ડર ડફે
પ્રશ્ન 17.
અંગ્રેજી કંપની કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા અગ્રેસર થઈ ?
A. લૉર્ડ વિલિયમ બેન્ટિકના
B. લૉર્ડ વિલિયમના
C. લૉર્ડ ડેલહાઉસીના
D. લૉર્ડ વૉરન હેસ્ટિંગ્સના
ઉત્તર:
A. લૉર્ડ વિલિયમ બેન્ટિકના
પ્રશ્ન 18.
કયા સનદી ધારા અંતર્ગત ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી?
A. ઈ. સ. 1803ના
B. ઈ. સ. 1813ના
C. ઈ. સ. 1833ના
D. ઈ. સ. 1858ના
ઉત્તર:
C. ઈ. સ. 1833ના
પ્રશ્ન 19.
ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો?
A. ઈ. સ. 1800થી
B. ઈ. સ. 1803થી
C. ઈ. સ. 1813થી
D. ઈ. સ. 1835થી
ઉત્તર:
D. ઈ. સ. 1835થી
પ્રશ્ન 20.
ચાર્લ્સ વુડની નીતિપત્ર-ખરીતો (વસ ડિસ્પેચ) કઈ સાલમાં અમલમાં આવ્યો?
A. ઈ. સ. 1835માં
B. ઈ. સ. 1854માં
C. ઈ. સ. 1862માં
D. ઈ. સ. 1885માં
ઉત્તર:
B. ઈ. સ. 1854માં
પ્રશ્ન 21.
ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે?
A. લૉર્ડ હાર્ડિજના
B. લૉર્ડ રિપનના
C. લૉર્ડ વિલિયમ બેન્ટિકના
D. લૉર્ડ ડેલહાઉસીના
ઉત્તર:
C. લૉર્ડ વિલિયમ બેન્ટિકના
પ્રશ્ન 22.
મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ) અને ઉત્તર ભારતમાં અનુક્રમે કોના કોના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો?
A. એલ્ફિન્સ્ટન, મુનરો, થોમસન
B. મુનરો, એલ્ફિન્સ્ટન, થોમસન
C. થોમસન, મુનરો, એલ્ફિન્સ્ટન
D. એલ્ફિન્સ્ટન, મેકોલે, મુનરો
ઉત્તર:
A. એલ્ફિન્સ્ટન, મુનરો, થોમસન
પ્રશ્ન 23.
ભારતમાં કયા કમિશને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આપવાની ભલામણ કરી?
A. ઈ. સ. 1835ના મેકાલે કમિશને
B. ઈ. સ. 1854ના થોમસન કમિશને
C. ઈ. સ. 1882ના હન્ટર કમિશને
D. ઈ. સ. 1882ના સેંડલર કમિશને
ઉત્તર:
C. ઈ. સ. 1882ના હન્ટર કમિશને
પ્રશ્ન 24.
ભારતમાં કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી?
A. ઈ. સ. 1917ના સેંડલર કમિશને
B. ઈ. સ. 1935ના મેકોલે કમિશને
C. ઈ. સ. 1854ના ચાર્લ્સ વુડના કમિશને
D. ઈ. સ. 1882ના હન્ટર કમિશને
ઉત્તર:
A. ઈ. સ. 1917ના સેંડલર કમિશને
પ્રશ્ન 25.
ઈ. સ. 1912માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો ઘડવા સૂચન કર્યું?
A. રવીન્દ્રનાથ ટાગોરે
B. લોકમાન્ય ટિળકે
C. ડૉ. એની બેસન્ટ
D. ગોપાલકૃષ્ણ ગોખલેએ
ઉત્તર:
D. ગોપાલકૃષ્ણ ગોખલેએ
પ્રશ્ન 26.
કયા ગવર્નર જનરલે ઈ. સ. 1801માં કોલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરી?
A. લૉર્ડ વેલેસ્લીએ
B. લૉર્ડ ડેલહાઉસીએ
C. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
D. લૉર્ડ વૉરન હેસ્ટિંગ્સ
ઉત્તર:
A. લૉર્ડ વેલેસ્લીએ
પ્રશ્ન 27.
લૉર્ડ વેલેસ્લીએ ફૉર્ટ વિલિયમની કૉલેજની સ્થાપના ક્યાં કરી હતી?
A. દિલ્લીમાં
B. ચેન્નઈમાં
C. મુંબઈમાં
D. કોલકાતામાં
ઉત્તર:
D. કોલકાતામાં
પ્રશ્ન 28.
ઈ. સ. 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખરજીના પ્રયાસોથી હિંદુ કૉલેજની સ્થાપના ક્યાં થઈ?
A. મુંબઈમાં
B. કોલકાતામાં
C. ચેન્નઈમાં
D. બનારસમાં
ઉત્તર:
B. કોલકાતામાં
પ્રશ્ન 29.
કોલકાતામાં સ્થપાયેલી હિંદુ કૉલેજ ઈ. સ. 1855માં કઈ કૉલેજ તરીકે ઓળખાઈ?
A. વૈદ્યનાથ હિંદુ કૉલેજ
B. કોલકાતા હિંદુ કૉલેજ
C. પ્રેસિડન્સી કૉલેજ
D. એલ્ફિન્સ્ટન કૉલેજ
ઉત્તર:
C. પ્રેસિડન્સી કૉલેજ
પ્રશ્ન 30.
ઈ. સ. 1780માં કોલકાતા મદરેસા કૉલેજ(મુસ્લિમ કૉલેજ)ની સ્થાપના કોણે કરી હતી?
A. માઉન્ટ બેટને
B. વેલેસ્લીએ
C. વિલિયમ બેન્ટિકે
D. વોરન હેસ્ટિંગ્સ
ઉત્તર:
D. વોરન હેસ્ટિંગ્સ
પ્રશ્ન 31.
જોનાથ ડંકને ઈ. સ. 1791માં કઈ કૉલેજની સ્થાપના કરી હતી?
A. બનારસ હિંદુ કૉલેજની
B. અલીગઢ મુસ્લિમ કૉલેજની
C. બનારસ સંસ્કૃત કૉલેજની
D. દિલ્લી સંસ્કૃત કૉલેજની
ઉત્તર:
C. બનારસ સંસ્કૃત કૉલેજની
પ્રશ્ન 32.
કયા ખરતાને કારણે દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી તેમજ અલગ શિક્ષણખાનું શરૂ થયું?
A. ઈ. સ. 1854ના મેકોલના ખરતાને કારણે
B. ઈ. સ. 1854ના વુડના ખરતાને કારણે
C. ઈ. સ. 1868ના હન્ટર ખરતાને કારણે
D. ઈ. સ. 1885ના ઍડલર ખરતાને કારણે
ઉત્તર:
B. ઈ. સ. 1854ના વુડના ખરતાને કારણે
પ્રશ્ન 33.
નીચેના પૈકી કયા શહેરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ નહોતી?
A. કોલકાતામાં
B. મુંબઈમાં
C. અમદાવાદમાં
D. મદ્રાસ(ચેન્નઈ)માં
ઉત્તર:
C. અમદાવાદમાં
પ્રશ્ન 34.
કોલકાતા, મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)માં કઈ યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીઓ સ્થપાઈ?
A. લંડન
B. ક્રેમ્બ્રિજ
C. ડબ્લિન
D. ગ્લાસગો
ઉત્તર:
A. લંડન
પ્રશ્ન 35.
પંજાબ અને અલાહાબાદમાં યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ?
A. ઈ. સ. 1858માં
B. ઈ. સ. 1876માં
C. ઈ. સ. 1868માં
D. ઈ. સ. 1882માં
ઉત્તર:
D. ઈ. સ. 1882માં
પ્રશ્ન 36.
કયા ગવર્નર જનરલે યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો?
A. લૉર્ડ કર્ઝને
B. લૉર્ડ હાર્ડિજે
C. લૉર્ડ રિપને
D. લૉર્ડ કેનિંગ
ઉત્તર:
A. લૉર્ડ કર્ઝને
પ્રશ્ન 37.
ઈ. સ. 1916માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?
A. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
B. બનારસ હિંદુ યુનિવર્સિટી
C. દિલ્લી યુનિવર્સિટી
D. શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી
ઉત્તર:
B. બનારસ હિંદુ યુનિવર્સિટી
પ્રશ્ન 38.
ઈ. સ. 1920માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?
A. જામિયા મિલિયા યુનિવર્સિટી
B. શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી
C. પંજાબ શીખ યુનિવર્સિટી
D. બનારસ હિંદુ યુનિવર્સિટી
ઉત્તર:
A. જામિયા મિલિયા યુનિવર્સિટી
પ્રશ્ન 39.
ઈ. સ. 1922માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?
A. ગુરુદેવ ટાગોર યુનિવર્સિટી
B. બનારસ હિંદુ યુનિવર્સિટી
C. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
D. શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી
ઉત્તર:
D. શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી
પ્રશ્ન 40.
ઈ. સ. 1946માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી?
A. 28
B. 20
C. 16
D. 18
ઉત્તર:
C. 16
પ્રશ્ન 41.
‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ની સ્થાપના ક્યાં થયેલી છે?
A. દિલ્લીમાં
B. બેંગલુરુમાં
C. હૈદરાબાદમાં
D. કોલકાતામાં
ઉત્તર:
B. બેંગલુરુમાં
પ્રશ્ન 42.
‘બોઝ સંશોધન કેન્દ્ર’ ક્યાં આવેલું છે?
A. કોલકાતામાં
B. ચેન્નઈમાં
C. દિલ્લીમાં
D. મુંબઈમાં
ઉત્તર:
A. કોલકાતામાં
પ્રશ્ન 43.
‘ખેતીવાડી કેન્દ્ર’ ક્યાં આવેલું છે?
A. આણંદમાં
B. રૂડકીમાં
C. દિલ્લીમાં
D. અમૃતસરમાં
ઉત્તર:
C. દિલ્લીમાં
પ્રશ્ન 44.
‘ઇજનેરી વિદ્યા’ને લગતું કેન્દ્ર ક્યાં સ્થપાયેલું છે?
A. દેહરાદૂનમાં
B. રૂડકીમાં
C. જમશેદપુરમાં
D. નાગપુરમાં
ઉત્તર:
B. રૂડકીમાં
પ્રશ્ન 45.
‘ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં સ્થપાઈ હતી?
A. પૂના(પુણે)માં
B. મુંબઈમાં
C. બેંગલુરુમાં
D. નાગપુરમાં
ઉત્તર:
A. પૂના(પુણે)માં
પ્રશ્ન 46.
ભારતમાં 19મી સદીમાં સ્ત્રી-શિક્ષણ માટે કોણે કોણે હિમાયત કરી હતી?
A. રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
B. રામકૃષ્ણ ભાંડારકરે અને મહર્ષિ કર્વેએ
C. રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ
D. કેશવચંદ્ર સેન અને ડૉ. આત્મારામ પાંડુરંગે
ઉત્તર:
C. રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ
પ્રશ્ન 47.
ઈ. સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કોણે કરી હતી?
A. રામકૃષ્ણ ભાંડારકર અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
B. દયાનંદ સરસ્વતી અને કેશવચંદ્ર તેને
C. દેવેન્દ્રનાથ ટાગોર અને બેથને
D. બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
ઉત્તર:
D. બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
પ્રશ્ન 48.
ઈ. સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં કેટલી કન્યાશાળાઓ હતી?
A. 1820
B. 1962
C. 1640
D. 2160
ઉત્તર:
C. 1640
પ્રશ્ન 49.
બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળાઓમાં જતી હતી?
A. 4.89 %
B. 5.72 %
C. 6.22 %
D. 8.40 %
ઉત્તર:
A. 4.89 %
પ્રશ્ન 50.
બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી?
A. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
B. રાજા રામમોહનરાયે
C. દયાનંદ સરસ્વતીએ
D. મહાદેવ ગોવિંદ રાનડેએ
ઉત્તર:
B. રાજા રામમોહનરાયે
પ્રશ્ન 51.
ઈ. સ. 1828માં રાજા રામમોહનરાયે ક્યા સમાજની સ્થાપના કરી હતી?
A. સત્યશોધક સમાજની
B. પ્રાર્થના સમાજની
C. થિયોસોફિકલ સમાજની
D. બ્રહ્મોસમાજની
ઉત્તર:
D. બ્રહ્મોસમાજની
પ્રશ્ન 52.
ઈ. સ. 1916માં મહર્ષિ કર્વેએ સ્ત્રીઓ માટે સ્થાપેલી અલગ યુનિવર્સિટી આજે કયા નામે ઓળખાય છે?
A. એન.એસ.ડી.ટી. યુનિવર્સિટી
B. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી
C. એસ.એમ.ડી.ટી. યુનિવર્સિટી
D. એસ.કે.એલ.ટી. યુનિવર્સિટી
ઉત્તર:
B. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી
પ્રશ્ન 53.
ઈ. સ. 1850માં અમદાવાદમાં ‘છોડીઓની નિશાળ’ નામની કન્યાશાળા કોણે સ્થાપી હતી?
A. હરકુંવર શેઠાણીએ
B. રણછોડલાલ રેંટિયાવાળાએ
C. વિદ્યાગૌરી નીલકંઠે
D. ભક્તિબા દેસાઈએ
ઉત્તર:
A. હરકુંવર શેઠાણીએ
પ્રશ્ન 54.
દયાનંદ સરસ્વતીએ ‘દયાનંદ એંગ્લો વેદિક કૉલેજ’ની સ્થાપના ક્યાં કરી હતી?
A. લાહોરમાં
B. હરદ્વારમાં
C. વડોદરામાં
D. મથુરામાં
ઉત્તર:
A. લાહોરમાં
પ્રશ્ન 55.
ઈ. સ. 1902માં કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી?
A. સ્વામી વિવેકાનંદે
B. નારાયણ ગુરુએ
C. સ્વામી રામકૃષ્ણ
D. સ્વામી શ્રદ્ધાનંદે
ઉત્તર:
D. સ્વામી શ્રદ્ધાનંદે
પ્રશ્ન 56.
મહારાજા સયાજીરાવ ગાયકવાડે કઈ સાલમાં પોતાના રાજ્ય વડોદરામાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી?
A. ઈ. સ. 1895માં
B. ઈ. સ. 1898માં
C. ઈ. સ. 1901માં
D. ઈ. સ. 1910માં
ઉત્તર:
C. ઈ. સ. 1901માં
પ્રશ્ન 57.
19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યાવિદ્યાલયોની સ્થાપના કોણે કરી હતી?
A. મહારાજા સયાજીરાવ ગાયકવાડે
B. મહારાજા ભગવતસિંહજીએ
C. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ
D. મહારાજા સૂરજમલ સિંહજીએ
ઉત્તર:
B. મહારાજા ભગવતસિંહજીએ
પ્રશ્ન 58.
મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે?
A. પુણે શિક્ષણ યોજના
B. કોબા શિક્ષણ યોજના
C. પોરબંદર શિક્ષણ યોજના
D. વર્ધા શિક્ષણ યોજના
ઉત્તર:
D. વર્ધા શિક્ષણ યોજના
પ્રશ્ન 59.
મહાત્મા ગાંધીએ કોના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી?
A. ડૉ. ઝાકીર હુસેનના
B. ડૉ. રાજેન્દ્રપ્રસાદના
C. ડૉ. રાધાકૃષ્ણના
D. ડૉ. વી. વી. ગીરીના
ઉત્તર:
A. ડૉ. ઝાકીર હુસેનના
પ્રશ્ન 60.
મહાત્મા ગાંધીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?
A. 6 વર્ષનો
B. 7 વર્ષનો
C. 5 વર્ષનો
D. 8 વર્ષનો
ઉત્તર:
B. 7 વર્ષનો
પ્રશ્ન 61.
મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવાના હિમાયતી હતા?
A. રાષ્ટ્રભાષામાં
B. અંગ્રેજીમાં
C. માતૃભાષામાં
D. A અને Bમાં
ઉત્તર:
C. માતૃભાષામાં
પ્રશ્ન 62.
ઈ. સ. 1920માં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની અને જામિયા મિલિયા ઈસ્લામિયા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હશે?
A. વલ્લભભાઈ પટેલે
B. રવિશંકર મહારાજે
C. મહાત્મા ગાંધીએ
D. અમૃતલાલ ઠક્કરે
ઉત્તર:
C. મહાત્મા ગાંધીએ
પ્રશ્ન 63.
નીચેના પૈકી કયા સાહિત્યકાર પ્રખર પ્રકૃતિવાદી હતા?
A. રવીન્દ્રનાથ ટાગોર
B. શરદચંદ્ર
C. ઉમાશંકર જોષી
D. મુનશી પ્રેમચંદ
ઉત્તર:
A. રવીન્દ્રનાથ ટાગોર
પ્રશ્ન 64.
ઈ. સ. 1901માં ‘શાંતિનિકેતન’ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?
A. દેવેન્દ્રનાથ ટાગોરે
B. નરેન્દ્રનાથ ટાગોર
C. રવીન્દ્રનાથ ટાગોરે
D. સુરેન્દ્રનાથ ટાગોરે
ઉત્તર:
C. રવીન્દ્રનાથ ટાગોરે
પ્રશ્ન 65.
ભારતમાં કઈ સદીને નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે?
A. 16મી
B. 17મી
C. 18મી
D. 19મી
ઉત્તર:
D. 19મી
પ્રશ્ન 66.
ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે કઈ સંસ્થા સ્થાપી હતી?
A. આર્યસમાજ
B. બ્રહ્મોસમાજ
C. પ્રાર્થના સમાજ
D. આત્મીય સભા
ઉત્તર:
D. આત્મીય સભા
પ્રશ્ન 67.
રાજા રામમોહનરાયે કયા સામયિક દ્વારા બંગાળમાં સતીપ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી?
A. ગૃહલક્ષ્મી
B. સંવાદ કૌમુદી
C. જાગરણ કોમુદિ
D. સોમપ્રકાશ
ઉત્તર:
B. સંવાદ કૌમુદી
પ્રશ્ન 68.
કયા ગવર્નર જનરલે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હતો?
A. લૉર્ડ કર્ઝને
B. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
C. લૉર્ડ રિપને
D. લૉર્ડ વેલેસ્લીએ
ઉત્તર:
B. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
પ્રશ્ન 69.
કોના પ્રયત્નોથી ઈ. સ. 1839માં ‘નરબલિ પ્રથા’ અને ‘બાળકીને દૂધપીતી કરવાની પ્રથા’ વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા?
A. બ્રહ્મોસમાજના
B. આર્યસમાજના
C. સત્યશોધક સમાજના
D. પ્રાર્થના સમાજના
ઉત્તર:
A. બ્રહ્મોસમાજના
પ્રશ્ન 70.
કયા સમાજસુધારકે પોતાના સામયિક ‘સોમપ્રકાશ’ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી?
A. મહાદેવ ગોવિંદ રાનડેએ
B. દયાનંદ સરસ્વતીએ
C. કેશવચંદ્ર સેને
D. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
ઉત્તર:
D. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
પ્રશ્ન 71.
ક્યા ગવર્નર જનરલે વિધવા પુનઃલગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું?
A. લૉર્ડ વેલેસ્લીએ
B. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
C. લૉર્ડ ડેલહાઉસીએ
D. લૉર્ડ રિપને
ઉત્તર:
C. લૉર્ડ ડેલહાઉસીએ
પ્રશ્ન 72.
ઈ. સ. 1870માં કયા મહાન બ્રહ્મોસમાજીએ બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી?
A. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
B. કેશવચંદ્ર સેને
C. દયાનંદ સરસ્વતીએ
D. મહાદેવ ગોવિંદ રાનડેએ
ઉત્તર:
B. કેશવચંદ્ર સેને
પ્રશ્ન 73.
કોના પ્રયત્નોથી ઈ. સ. 1872માં ‘લગ્નવય સંમતિ ધારો’ પસાર થયો?
A. કેશવચંદ્ર સેનના
B. એની બેસન્ટના
C. ડૉ. ભીમરાવ આંબેડકરના
D. બહેરામજી મલબારીના
ઉત્તર:
A. કેશવચંદ્ર સેનના
પ્રશ્ન 74.
‘લગ્નવય સંમતિ ધારા’ અન્વયે છોકરા કે છોકરીના લગ્ન માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી?
A. 16
B. 15
C. 14
D. 12
ઉત્તર:
D. 12
પ્રશ્ન 75.
ભારતમાંથી અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવાનો પાયાનો વિચાર કોણે કર્યો હતો?
A. સયાજીરાવ ગાયકવાડે
B. મહાત્મા ગાંધીએ
C. ડૉ. આંબેડકરે
D. અમૃતલાલ ઠક્કરે
ઉત્તર:
B. મહાત્મા ગાંધીએ
પ્રશ્ન 76.
અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા કોણે આજીવન સંઘર્ષ કર્યો હતો?
A. મામા સાહેબ ફડકેએ
B. મહાત્મા ગાંધીએ
C. ડૉ. ભીમરાવ આંબેડકરે
D. અમૃતલાલ ઠક્કરે
ઉત્તર:
C. ડૉ. ભીમરાવ આંબેડકરે
પ્રશ્ન 77.
ગોધરામાં અનુસૂચિત જાતિનાં બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી?
A. મામા સાહેબ ફડકેએ
B. ઠક્કરબાપાએ
C. પરીક્ષિતલાલ મજમુદારે
D. સયાજીરાવ ગાયકવાડે
ઉત્તર:
A. મામા સાહેબ ફડકેએ
પ્રશ્ન 78.
અનુસૂચિત જાતિના બાળકો માટે શાળાઓ અને છાત્રાલયો સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસનાં દ્વાર કોણે ખોલ્યાં હતાં?
A. મામાસાહેબ ફડકેએ
B. જુગતરામ દવેએ
C. અમૃતલાલ ઠક્કરે
D. પરીક્ષિતલાલ મજમુદારે
ઉત્તર:
D. પરીક્ષિતલાલ મજમુદારે
પ્રશ્ન 79.
આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા?
A. ઠક્કરબાપાએ
B. મામાસાહેબ ફડકેએ
C. વિનોબા ભાવેએ
D. નારાયણ ગુરુએ
ઉત્તર:
A. ઠક્કરબાપાએ
પ્રશ્ન 80.
“ઈ. સ. 1854ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ.” આવું કોણે જાહેર કર્યું હતું?
A. લૉર્ડ કેનિંગે
B. લૉર્ડ રિપને
C. લૉર્ડ કર્ઝને
D. લૉર્ડ ડેલહાઉસીએ
ઉત્તર:
D. લૉર્ડ ડેલહાઉસીએ
પ્રશ્ન 81.
નીચેના પૈકી કયા સમાજસુધારકોએ વિધવાઓના પુનર્લગ્ન માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા?
A. રાજા રામમોહનરાય અને બહેરામજી મલબારીએ
B. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને સ્વામી વિરજાનંદ
C. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને એની બેસન્ટ
D. રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
ઉત્તર:
D. રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
પ્રશ્ન 82.
મહારાષ્ટ્રમાં વિધવા પુનર્લગ્ન માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવનાર સમાજસુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહિ?
A. બાળગંગાધર ટિળકનો
B. મહાદેવ ગોવિંદ રાનડેનો
C. ગોપાલકૃષ્ણ ગોખલેનો
D. જ્યોતિરાવ ફૂલેનો
ઉત્તર:
A. બાળગંગાધર ટિળકનો
પ્રશ્ન 83.
ઈ. સ. 1844માં સુરતમાં માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી?
A. જુગતરામ દવેએ
B. વીર નર્મદ
C. દુર્ગારામ મહેતાજીએ
D. દલપતરામ
ઉત્તર:
C. દુર્ગારામ મહેતાજીએ
પ્રશ્ન 84
ગુજરાતના મહાન સમાજસુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહિ?
A. ડી. કે. કર્વેનો
B. નર્મદનો
C. મહિપતરામ રૂપરામ મહેતાનો
D. દલપતરામનો
ઉત્તર:
A. ડી. કે. કર્વેનો
પ્રશ્ન 85.
ગુજરાતના કયા સમાજસુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું?
A. દલપતરામે
B. શ્રીચંદ્ર વિદ્યારત્ન
C. વીર નર્મદ
D. દુર્ગારામ મહેતાજીએ
ઉત્તર:
C. વીર નર્મદ
પ્રશ્ન 86.
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
A. વિશ્વનાથ દત્ત
B. સુધેન્દુ દત્ત
C. નરેન્દ્રનાથ દત્ત
D. રવીન્દ્રનાથ દત્ત
ઉત્તર:
C. નરેન્દ્રનાથ દત્ત
પ્રશ્ન 87.
સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો?
A. 16 માર્ચ, 1852ના રોજ
B. 24 નવેમ્બર, 1856ના રોજ
C. 31 ડિસેમ્બર, 1860ના રોજ
D. 12 જાન્યુઆરી, 1863ના રોજ
ઉત્તર:
D. 12 જાન્યુઆરી, 1863ના રોજ
પ્રશ્ન 88.
સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો હતો?
A. શિકાગોમાં
B. ન્યૂ યૉર્કમાં
C. બોસ્ટનમાં
D. વૉશિંગ્ટન(ડી.સી.)માં
ઉત્તર:
A. શિકાગોમાં
પ્રશ્ન 89.
સ્વામી વિવેકાનંદ કહેતા કે ……..
A. “પહેલાં શ્રમ પછી ભોજન”
B. “પહેલાં અન્ન પછી ધર્મ”
c. “પહેલાં દાન પછી ધર્મ”
D. “પહેલાં ઈશ્વર-દર્શન પછી પૂજા”
ઉત્તર:
B. “પહેલાં અન્ન પછી ધર્મ”
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. મુઘલ બાદશાહ ………………………. ના શાસન પછી ભારતમાં ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો ફેલાવો થયો હતો.
ઉત્તર:
અકબર
2. મુઘલયુગના અસ્ત પછી ……………………… અને ……………………. એ માં શિક્ષણ અપાતું હતું.
ઉત્તર:
પાઠશાળાઓ, મદરેસાઓ
૩. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં ……………………… શિક્ષણની વ્યવસ્થા નહોતી.
ઉત્તર:
ઔપચારિક
4. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ………………………… એ કરી હતી.
ઉત્તર:
વિલિયમ કેરે
5. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ઈ. સ. 1789માં કોલકાતા પાસે આવેલ ……………………. માં થઈ હતી.
ઉત્તર:
સિરામપુર
6. માર્શમેન અને તેમનાં પત્નીએ …………………… માં કન્યાશાળાની સ્થાપી હતી.
ઉત્તર:
સિરામપુર
7. ઈ. સ. 1813ના સનદી ધારા અન્વયે ભારતમાં …………………….. ને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ મળી.
ઉત્તર:
ખ્રિસ્તી પાદરીઓ
8. …………………….. નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી.
ઉત્તર:
એલેકઝાન્ડર ડફ
9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈ. સ. …………………………. ના સનદી ધારા અંતર્ગત ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા અનુરોધ કર્યો.
ઉત્તર:
1833
10. ઈ. સ. ………………………. થી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો.
ઉત્તર:
1835
11. ઈ. સ. 1854માં …………………… ના નીતિપત્ર(ખરીતા – વસ ડિસ્પેચોમાં ભારતમાં યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું.
ઉત્તર:
વડ
12. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય ગવર્નર જનરલ લૉર્ડ ………………….. ને ફાળે જાય છે.
ઉત્તર:
વિલિયમ બેન્ટિક
13. ઈ. સ. 1882ના ………………………. કમિશને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપી શકશે એવી જોગવાઈ કરી હતી.
ઉત્તર:
હન્ટર
14. ઈ. સ. 1912માં …………………….. એ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું અંગ્રેજ સરકારને સૂચન કર્યું હતું.
ઉત્તર:
ગોપાલકૃષ્ણ ગોખલે
15. ઈ. સ. 1917ના ……………………. કમિશને માધ્યમિક કક્ષાનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની જોગવાઈ કરી.
ઉત્તર:
સેંડલર
16. ઈ. સ. 1919ના ……………………. કાયદા પછી પ્રાંતોમાં શિક્ષણ ખાતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવ્યું.
ઉત્તર:
મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ
17. ભારતમાં સૌપ્રથમ ગવર્નર જનરલ લૉર્ડ …………………. એ ઈ. સ. 1801માં કોલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરી હતી.
ઉત્તર:
વેલેસ્લી
18. ઈ. સ. 1817માં …………………… અને ………………… ના પ્રયાસોથી કોલકાતામાં હિંદુ કૉલેજ સ્થપાઈ.
ઉત્તર:
ડેવિડ હેર, વૈદ્યનાથ મુખરજી
19. કોલકાતામાં સ્થપાયેલી હિંદુ કૉલેજ ઈ. સ. 1855માં ……………………….. તરીકે ઓળખાઈ.
ઉત્તર:
પ્રેસિડન્સી
20. સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા ગવર્નર જનરલ ………………… ઈ. સ. 1780માં કોલકાતા મદરેસા(મુસ્લિમ કૉલેજ)ની સ્થાપના કરી.
ઉત્તર:
વૉરન હેસ્ટિંગ્સ
21. ઈ. સ. 1791માં ……………………. બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના કરી.
ઉત્તર:
જોનાથન ડંકને
22. ઈ. સ. 1844માં મુંબઈમાં …………………….. કૉલેજની સ્થાપના થઈ.
ઉત્તર:
એલ્ફિન્સ્ટન
23. ઈ. સ. 1854ના વુડના ખરતાને ભારતમાં શિક્ષણની સુધારણા માટેનો ‘……………………….’ કહી શકાય.
ઉત્તર:
મેગ્નાકાટ
24. ઈ. સ. 1854ના …………………….. ખરતાને કારણે દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી.
ઉત્તર:
વુડ
25. કોલકાતા, મુંબઈ અને મદ્રાસ(ચેન્નાઈ)માં …………………………… યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી સ્થપાઈ.
ઉત્તર:
લંડન
26. ઈ. સ. 1882માં ભારતમાં ………………………… અને …………………………. યુનિવર્સિટી સ્થપાઈ.
ઉત્તર:
પંજાબ, અલાહાબાદ
27. ગવર્નર જનરલ લૉર્ડ ………………………… ઈ. સ. 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો.
ઉત્તર:
કર્ઝને
28. ભારતમાં ઈ. સ. 1916માં ……………………… હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.
ઉત્તર:
બનારસ
29. ભારતમાં ઈ. સ. 1920માં ……………………….. યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.
ઉત્તર:
જામિયા મિલિયા
30. ભારતમાં ઈ. સ. 1922માં ………………………. યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.
ઉત્તર:
શાંતિનિકેતન વિશ્વભારતી
31. ઈ. સ. 1946માં ભારતમાં કુલ …………………………… યુનિવર્સિટીઓ હતી.
ઉત્તર:
16
32. ઈ. સ. 1854ના વુડના ખરીતામાં ………………………. શિક્ષણ આપવાની જોગવાઈઓ હતી.
ઉત્તર:
વ્યાવસાયિક
33. 19મી સદીમાં ભારતમાં રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ ………………………. માટે ખાસ હિમાયત કરી હતી.
ઉત્તર:
સ્ત્રી-શિક્ષણ
34. અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈ. સ. 1849માં …………………… સરકારી વિદ્યાલયની સ્થાપના કરી.
ઉત્તર:
હિંદુ બાલિકા
35. ઈ. સ. 1873 સુધીમાં ભારતમાં કુલ ……………………. કન્યાશાળાઓ હતી.
ઉત્તર:
1640
36. ઈ. સ. 1828માં રાજા રામમોહનરાયે …………………….. ની સ્થાપના કરી હતી.
ઉત્તર:
બ્રહ્મોસમાજ
37. બ્રહ્મોસમાજના અગ્રણી સુધારક …………………………. ના પ્રયત્નોથી બંગાળમાં છોકરા-છોકરીઓ માટેની શાળાઓ સ્થપાઈ.
ઉત્તર:
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
38. મહારાષ્ટ્રમાં ………………………. અને તેમનાં પત્ની રમાબાઈ રાનડેએ કન્યાશાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓ સ્થાપી હતી.
ઉત્તર:
મહાદેવ ગોવિંદ રાનડે
39. મહારાષ્ટ્રમાં ………………………. અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યાશાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓ સ્થાપી
હતી.
ઉત્તર:
જ્યોતિરાવ ફૂલે
40. મહારાષ્ટ્રમાં મહર્ષિ કર્વેએ ઈ. સ. 1916માં સ્ત્રીઓ માટે સ્થાપેલી યુનિવર્સિટી આજે …………………….. યુનિવર્સિટી તરીકે કાર્યરત છે.
ઉત્તર:
એસ.એન.ડી.ટી.
41. અમદાવાદમાં ઈ. સ. 1850માં હરકુંવર શેઠાણીએ ‘……………………..’ નામની કન્યાશાળા સ્થાપી હતી.
ઉત્તર:
છોડીઓની નિશાળ
42. મહાન સમાજસુધારક દયાનંદ સરસ્વતીએ લાહોરમાં …………………………. કૉલેજની સ્થાપના કરી હતી.
ઉત્તર:
એંગ્લો વૈદિક
43. ઈ. સ. 1902માં સ્વામી શ્રદ્ધાનંદે ……………………… ગુરુકુળની સ્થાપના કરી હતી.
ઉત્તર:
કાંગડી
44. મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે ……………………… એ ઈ. સ. 1864માં ગાઝીપુરમાં અંગ્રેજી શાળા સ્થાપી હતી.
ઉત્તર:
સર સૈયદ અહેમદખાં
45. ગુજરાતના …………………… ગાયકવાડે પોતાના વડોદરા રાજ્યમાં ઈ. સ. 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી.
ઉત્તર:
મહારાજા સયાજીરાવ
46. ગોંડલના ………………………. એ 19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યાવિદ્યાલયોની સ્થાપના કરી હતી.
ઉત્તર:
મહારાજા ભગવતસિંહ
47. ……………………. ની શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે.
ઉત્તર:
મહાત્મા ગાંધી
48. મહાત્મા ગાંધીના મતે ………………………… શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ.
ઉત્તર:
પ્રાથમિક
49. મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણ ……………………… માં આપવાના હિમાયતી હતા.
ઉત્તર:
માતૃભાષા
50. મહાત્મા ગાંધીએ ઈ. સ. 1920માં અમદાવાદમાં …………………… વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ગૂજરાત
51. કવિવર ………………………. પ્રખર પ્રકૃતિવાદી હતા.
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોર
52. ગુરુદેવ ……………………. ઈ. સ. 1901માં ‘શાંતિનિકેતન’ સંસ્થાની સ્થાપના કરી હતી.
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોરે
53. 19મી સદીને ભારતમાં ………………….. ની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
નવજાગૃતિ
54. રાજા રામમોહનરાયે ઈ. સ. 1815માં ‘……………………….’ નામની સંસ્થા સ્થાપી હતી.
ઉત્તર:
આત્મીય સભા
55. રાજા રામમોહનરાયે ઈ. સ. 1921માં ‘…………………………’ નામના સામયિક દ્વારા સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં ઝુંબેશ ચલાવી હતી.
ઉત્તર:
સંવાદ કૌમુદી
56. ઈ. સ. 1829માં ……………………… સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો.
ઉત્તર:
વિલિયમ બેન્ટિકે
57. મહાન બ્રહ્મોસમાજી ……………………… પોતાના સામયિક ‘સોમપ્રકાશ’ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી.
ઉત્તર:
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
58. ઈ. સ. 1856માં …………………….. એ વિધવા પુનર્વિવાહ કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર કર્યું હતું.
ઉત્તર:
ડેલહાઉસી
59. મહાન બ્રહ્મોસમાજી નેતા ……………………. ઈ. સ. 1870માં બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી.
ઉત્તર:
કેશવચંદ્ર સેને
60. કેશવચંદ્ર સેનાના પ્રયત્નોથી અંગ્રેજ સરકારે ઈ. સ. 1872માં ………………………. પસાર કર્યો.
ઉત્તર:
લગ્નવય સંમતિ ધારો
61. ‘લગ્નવય સંમતિ ધારા’ અંતર્ગત ………………………. વર્ષથી નીચેની વયનાં લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવ્યાં.
ઉત્તર:
12
62. મહાત્મા ગાંધીએ ……………………. ના લંકને નાબૂદ કરવા ખૂબ પાયાનો વિચાર કર્યો હતો.
ઉત્તર:
અસ્પૃશ્યતા
63. મહાત્મા ગાંધીએ અનુસૂચિત જાતિના …………………….. ને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા.
ઉત્તર:
દુદાભાઈ
64. મહારાજા ………………………. ગાયકવાડ અનુસૂચિત જાતિના લોકઉદ્ધારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.
ઉત્તર:
સયાજીરાવ
65. …………………….. અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા આજીવન સંઘર્ષ કર્યો હતો.
ઉત્તર:
ડૉ. ભીમરાવ આંબેડકરે
66. …………………… ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી.
ઉત્તર:
મામા સાહેબ
67. …………………………. મજમુદારે અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા-છાત્રાલયો ખોલ્યાં હતાં.
ઉત્તર:
પરીક્ષિતલાલ
68. ……………………… એ આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં જઈને આશ્રમો સ્થાપ્યા હતા.
ઉત્તર:
ઠક્કરબાપા
69. ગુજરાતમાં દુર્ગારામ મહેતાજીએ ઈ. સ. 1844માં …………………………. સભાની સ્થાપના કરી.
ઉત્તર:
માનવધર્મ
70. ગુજરાતના મહાન સમાજસુધારક ……………………. વિધવા સાથે લગ્ન કર્યા હતાં.
ઉત્તર:
નર્મદ
71. રામકૃષ્ણ પરમહંસ કોલકાતા પાસેના ………………………. ના ઉચ્ચ કોટિના મહાન સંત હતા.
ઉત્તર:
દક્ષિણેશ્વર
72. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ ……………………….. હતું.
ઉત્તર:
નરેન્દ્રનાથ દત્ત
73. સ્વામી વિવેકાનંદના પિતાનું નામ ……………………. અને માતાનું નામ ………………………….. હતું.
ઉત્તર:
વિશ્વનાથ દત્ત, ભુવનેશ્વરી દેવી
74. સ્વામી વિવેકાનંદે ઈ. સ. 1893માં યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની ‘…………………………’ માં ભાગ લીધો હતો.
ઉત્તર:
વિશ્વધર્મ પરિષદ
75. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે, માનવસેવા એ જ ………………………….. છે.
ઉત્તર:
પ્રભુસેવા
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ અનૌપચારિક હતું.
ઉત્તર:
ખોટું
2. અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો.
ઉત્તર:
ખરું
૩. મિશનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બિહારમાં શિક્ષણની વ્યવસ્થા કરી હતી.
ઉત્તર:
ખોટું
4. વિલિયમ કેરે નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી.
ઉત્તર:
ખોટું
5. ઈ. સ. 1835થી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો.
ઉત્તર:
ખરું
6. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વેલેસ્લીને ફાળે જાય છે.
ઉત્તર:
ખોટું
7. ઈ. સ. 1917માં નિમાયેલા સેંડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી.
ઉત્તરઃ
ખરું
8. ઈ. સ. 1936 સુધીમાં ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો હતો.
ઉત્તર:
ખરું
9. લૉર્ડ વિલિયમ બેન્ટિકે ઈ. સ. 1801માં કોલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજ સ્થાપી હતી.
ઉત્તર:
ખોટું
10. ઈ. સ. 1855માં સ્થપાયેલી પ્રેસિડન્સી કોલેજ સમય જતાં હિંદુ કૉલેજના નામે ઓળખાઈ.
ઉત્તર:
ખોટું
11. ઈ. સ. 1854ના વુડના ખરતાને ભારતના શિક્ષણ માટેનો ‘સુસ્મોકાટ’ કહી શકાય.
ઉત્તર:
ખોટું
12. ઈ. સ. 1854ના વુડના ખરતામાં ખાનગી શાળાઓને અનુદાન આપવાની ભલામણ કરી હતી.
ઉત્તર:
ખરું
13. ઈ. સ. 1854ના વુડના ખરતાની જોગવાઈ મુજબ દરેક પ્રાંતમાં સ્વતંત્ર શિક્ષણખાતાની રચના કરવામાં આવી.
ઉત્તર:
ખરું
14. લૉર્ડ રિપને ઈ. સ. 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો.
ઉત્તર:
ખોટું
15. ઈ. સ. 1916માં જામિયા મિલિયા યુનિવર્સિટીની સ્થાપના થઈ.
ઉત્તર:
ખોટું
16. ઈ. સ. 1946માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 16 હતી.
ઉત્તર:
ખરું
17. ‘બોઝ સંશોધન કેન્દ્ર’ કોલકાતામાં આવેલું છે.
ઉત્તર:
ખરું
18. ‘ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ’ દિલ્લીમાં આવેલી છે.
ઉત્તર:
ખોટું
19. ‘ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ નામની સંસ્થા બેંગલુરુમાં આવેલી છે.
ઉત્તર:
ખરું
20. રાજા રામમોહનરાયે ઈ. સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી હતી.
ઉત્તરઃ
ખોટું
21. ઈ. સ. 1873 સુધીમાં ભારતમાં 1840 કન્યાશાળાઓ હતી.
ઉત્તર:
ખોટું
22. રાજા રામમોહનરાય અગ્રણી શિક્ષણસુધારક હતા.
ઉત્તર:
ખરું
23. રાજા રામમોહનરાયે ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું.
ઉત્તર:
ખરું
24 મહાદેવ ગોવિંદ રાનડેએ ઈ. સ. 1916માં બહેનો માટે અલગ યુનિવર્સિટી સ્થાપી હતી.
ઉત્તર:
ખોટું
25. ઈ. સ. 1850માં માનબા શેઠાણીએ અમદાવાદમાં ‘સૌની નિશાળ’ નામની શાળા સ્થાપી હતી.
ઉત્તર:
ખોટું
26. સ્વામી શ્રદ્ધાનંદે લાહોરમાં એંગ્લો વૈદિક કૉલેજ સ્થાપી હતી.
ઉત્તર:
ખોટું
27. મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા રાજ્યના રાજવી
હતા.
ઉત્તર:
ખરું
28. મહારાજા ભગવતસિંહજીએ ગોંડલમાં કન્યાવિદ્યાલયો સ્થાપી હતી.
ઉત્તર:
ખરું
29. મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે.
ઉત્તર:
ખરું
30. ગાંધીજીના મતે સાક્ષરતા એ સ્વયં શિક્ષણ છે.
ઉત્તર:
ખોટું
31. ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો હોવો જોઈએ.
ઉત્તર:
ખરું
32. ગાંધીજી પ્રાથમિક શિક્ષણ રાષ્ટ્રભાષામાં આપવાના હિમાયતી હતા.
ઉત્તરઃ
ખોટું
33. મહાત્મા ગાંધીએ ઈ. સ. 1928માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.
ઉત્તરઃ
ખોટું
34. કવિવર રવીન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા.
ઉત્તરઃ
ખરું
35. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી ‘શાંતિનિકેતન’ નામની સંસ્થા શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત
થઈ.
ઉત્તરઃ
ખરું
36. 19મી સદીને ભારતમાં સામાજિક સુધારાની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
37. બ્રહ્મોસમાજની સ્થાપના રાજા રામમોહનરાયે કરી હતી.
ઉત્તરઃ
ખરું
38. કેશવચંદ્ર સેને ‘સોમપ્રકાશ’ સામયિક દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી.
ઉત્તરઃ
ખોટું
39. લૉર્ડ વિલિયમ બેન્ટિકે વિધવા પુનર્વિવાહનો કાયદો ઘડીને વિધવાનાં લગ્નને કાયદેસર માન્યતા આપી હતી.
ઉત્તરઃ
ખોટું
40. કેશવચંદ્રસેનના મતે બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે.
ઉત્તરઃ
ખરું
41. ગાંધીજીએ પોતાના સ્વદેશી આંદોલનમાં અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધારની પ્રવૃત્તિઓને ખાસ સ્થાન આપ્યું હતું.
ઉત્તરઃ
ખોટું
42. ડૉ. ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોના ઉત્કર્ષ માટે આજીવન સંઘર્ષ કર્યો હતો.
ઉત્તરઃ
ખરું
43. પરીક્ષિતલાલ મજમુદારે ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી.
ઉત્તરઃ
ખોટું
44. બાળકોના ઘડતરમાં શિક્ષિત સ્ત્રીઓનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે.
ઉત્તરઃ
ખરું
45. ઈ. સ. 1854ના વુડના ખરતાના પરિણામ સ્વરૂપ દેશમાં કુમારશાળાઓ શરૂ થઈ.
ઉત્તરઃ
ખોટું
46. પ્રાચીન ભારતમાં વિધવા પુનર્લગ્ન પર સામાજિક પ્રતિબંધ હતો.
ઉત્તરઃ
ખોટું
47. રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહાદેવ ગોવિંદ રાનડે, જ્યોતિરાવ ફૂલે, મહર્ષિ કર્વે, બાળગંગાધર ટિળક વગેરે સમાજસુધારકોએ વિધવાઓના પુનર્લગ્ન માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા.
ઉત્તરઃ
ખોટું
48. વિધવા પુનર્લગ્ન વિવાહ અધિનિયમ – 1856 અંતર્ગત નર્મદ વિધવા સાથે લગ્ન કર્યા હતાં.
ઉત્તરઃ
ખોટું
49. રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના પરમ શિષ્ય હતા.
ઉત્તરઃ
ખોટું
50. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન નામની સંસ્થાના સ્થાપક હતા.
ઉત્તર:
ખરું
51. ઈ. સ. 1893માં સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ. ના શિકાગો શહેરમાં ભરાયેલ ‘સર્વધર્મ પરિષદ’માં ભાગ લીધો હતો.
ઉત્તરઃ
ખોટું
52. સ્વામી વિવેકાનંદના મતે, “માનવસેવા એ જ પ્રભુસેવા છે.”
ઉત્તરઃ
ખરું
53. સ્વામી વિવેકાનંદ યુવાનોને કહેતા કે, “ઊઠો, જાગો અને ધનપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”
ઉત્તરઃ
ખોટું
બંધબેસતાં જોડકાં જોડો:
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) લૉર્ડ વિલિયમ બેન્ટિક | (1) વુડનો ખરીતો |
(2) લૉર્ડ વેલેસ્લી | (2) હન્ટર કમિશન |
(3) ઈ. સ. 1882 | (3) ઍડલર કમિશન |
(4) ઈ. સ. 1917 | (4) ફોર્ટ વિલિયમ કૉલેજ સ્થાપી |
(5) ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કર્યું |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) લૉર્ડ વિલિયમ બેન્ટિક | (5) ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કર્યું |
(2) લૉર્ડ વેલેસ્લી | (4) ફોર્ટ વિલિયમ કૉલેજ સ્થાપી |
(3) ઈ. સ. 1882 | (2) હન્ટર કમિશન |
(4) ઈ. સ. 1917 | (3) ઍડલર કમિશન |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1844 | (1) જામિયા મિલિયા યુનિવર્સિટીની સ્થાપના |
(2) ઈ. સ. 1916 | (2) શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી |
(3) ઈ. સ. 1920 | (3) પ્રેસિડન્સી કૉલેજ બની |
(4) ઈ. સ. 1922 | (4) એલ્ફિન્સ્ટન કૉલેજની સ્થાપના |
(5) બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1844 | (4) એલ્ફિન્સ્ટન કૉલેજની સ્થાપના |
(2) ઈ. સ. 1916 | (5) બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના |
(3) ઈ. સ. 1920 | (1) જામિયા મિલિયા યુનિવર્સિટીની સ્થાપના |
(4) ઈ. સ. 1922 | (2) શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ | (1) હૈદરાબાદ |
(2) બોઝ સંશોધન કેન્દ્ર | (2) બેંગલુરુ |
(3) ખેતવાડી કેન્દ્ર | (3) કોલકાતા |
(4) ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ | (4) દિલ્લી |
(5) પૂના (પુણે) |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ | (2) બેંગલુરુ |
(2) બોઝ સંશોધન કેન્દ્ર | (3) કોલકાતા |
(3) ખેતવાડી કેન્દ્ર | (4) દિલ્લી |
(4) ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ | (5) પૂના (પુણે) |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રાજા રામમોહનરાય | (1) છોડીઓની નિશાળ સ્થાપી |
(2) મહર્ષિ કર્વે | (2) કાંગડી ગુરુકુળના સ્થાપક |
(3) હરકુંવર શેઠાણી | (3) બ્રહ્મોસમાજના સ્થાપક |
(4) સ્વામી શ્રદ્ધાનંદ | (4) માનવધર્મ સભાના સ્થાપક |
(5) એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રાજા રામમોહનરાય | (3) બ્રહ્મોસમાજના સ્થાપક |
(2) મહર્ષિ કર્વે | (5) એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી |
(3) હરકુંવર શેઠાણી | (1) છોડીઓની નિશાળ સ્થાપી |
(4) સ્વામી શ્રદ્ધાનંદ | (2) કાંગડી ગુરુકુળના સ્થાપક |
5.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ડૉ. ઝાકીર હુસેન | (1) એંગ્લો વૈદિક કૉલેજના સ્થાપક |
(2) મહાત્મા ગાંધી | (2) શિક્ષણ સમિતિના અધ્યક્ષ |
(3) રવીન્દ્રનાથ ટાગોર | (3) ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપક |
(4) રાજા રામમોહનરાય | (4) પ્રખર પ્રકૃતિવાદી |
(5) આત્મીય સભાના સ્થાપક |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ડૉ. ઝાકીર હુસેન | (2) શિક્ષણ સમિતિના અધ્યક્ષ |
(2) મહાત્મા ગાંધી | (3) ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપક |
(3) રવીન્દ્રનાથ ટાગોર | (4) પ્રખર પ્રકૃતિવાદી |
(4) રાજા રામમોહનરાય | (5) આત્મીય સભાના સ્થાપક |
6.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રાજા રામમોહનરાય | (1) સોમપ્રકાશ સામયિક |
(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર | (2) ભારતના શિક્ષણનો મેગ્નાકા |
(3) લૉર્ડ ડેલહાઉસી | (3) લગ્નવય સંમતિ ધારો |
(4) કેશવચંદ્ર સેન | (4) સંવાદ કૌમુદી સામયિક |
(5) વિધવા પુનર્લગ્ન કાયદો |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રાજા રામમોહનરાય | (4) સંવાદ કૌમુદી સામયિક |
(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર | (1) સોમપ્રકાશ સામયિક |
(3) લૉર્ડ ડેલહાઉસી | (5) વિધવા પુનર્લગ્ન કાયદો |
(4) કેશવચંદ્ર સેન | (3) લગ્નવય સંમતિ ધારો |
7.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) દુર્ગારામ મહેતા | (1) સંસ્કૃત કૉલેજમાં અધ્યાપક |
(2) નર્મદ | (2) મહારાષ્ટ્રના અગ્રણી સમાજસુધારક |
(3) શ્રીચંદ્ર વિદ્યારત્ન | (3) આર્યસમાજના સ્થાપક |
(4) જ્યોતિરાવ ફૂલે | (4) વિધવા સાથે લગ્ન કર્યા. |
(5) માનવધર્મ સભાના સ્થાપક |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) દુર્ગારામ મહેતા | (5) માનવધર્મ સભાના સ્થાપક |
(2) નર્મદ | (4) વિધવા સાથે લગ્ન કર્યા. |
(3) શ્રીચંદ્ર વિદ્યારત્ન | (1) સંસ્કૃત કૉલેજમાં અધ્યાપક |
(4) જ્યોતિરાવ ફૂલે | (2) મહારાષ્ટ્રના અગ્રણી સમાજસુધારક |
8.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) દક્ષિણેશ્વરના મહાન સંત | (1) નરેન્દ્રનાથ દત્ત |
(2) સ્વામી વિવેકાનંદનું મૂળ નામ | (2) વિશ્વધર્મ પરિષદ |
(3) રામકૃષ્ણ મિશનની સ્થાપના | (3) વિશ્વનાથ દત્ત |
(4) શિકાગો શહેર | (4) રામકૃષ્ણ પરમહંસ |
(5) સ્વામી વિવેકાનંદ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) દક્ષિણેશ્વરના મહાન સંત | (4) રામકૃષ્ણ પરમહંસ |
(2) સ્વામી વિવેકાનંદનું મૂળ નામ | (1) નરેન્દ્રનાથ દત્ત |
(3) રામકૃષ્ણ મિશનની સ્થાપના | (5) સ્વામી વિવેકાનંદ |
(4) શિકાગો શહેર | (2) વિશ્વધર્મ પરિષદ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ હતી?
ઉત્તરઃ
નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલભી વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી.
પ્રશ્ન 2.
મુઘલયુગમાં કોના શાસનથી કઈ કઈ ભાષાઓમાં શિક્ષણનો ફેલાવો થયો હતો?
ઉત્તર:
મુઘલયુગમાં બાદશાહ અકબરના શાસનથી ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો ફેલાવો થયો હતો.
પ્રશ્ન 3.
મુઘલયુગ પછી શિક્ષણ આપવાનું કાર્ય ક્યાં ક્યાં થતું હતું?
ઉત્તરઃ
મુઘલયુગ પછી શિક્ષણ આપવાનું કાર્ય હિંદુ ધર્મસ્થાનોમાં ? આવેલી પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદરેસામાં થતું હતું.
પ્રશ્ન 4.
અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ સંસ્થાઓ કયા કયા નામે ઓળખાતી હતી?
ઉત્તર :
અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયા નિશાળોના નામે ઓળખાતી હતી.
પ્રશ્ન 5.
અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની કેવી વ્યવસ્થા હતી?
ઉત્તર:
અંગ્રેજોના આગમન સમયે ભારતમાં અભ્યાસ માટે નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને તાલીમ પામેલા શિક્ષકોની વ્યવસ્થા ન હતી. ગામનાં જાહેર સ્થળે અથવા ગામના પાદરે વડ કે અન્ય વૃક્ષની છાયામાં બાળકોને બેસાડવામાં આવતા હતા.
પ્રશ્ન 6.
ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે, ક્યારે અને ક્યાં કરી? એ સંસ્થામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું?
ઉત્તર:
ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરેએ ઈ. સ. 1789માં કોલકાતા પાસે આવેલ સિરામપુરમાં કરી. એ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિંદી, રામાયણ, વ્યાકરણ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.
પ્રશ્ન 7.
સિરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર:
સિરામપુરમાં કન્યાશાળાની સ્થાપના માર્શમેન અને તેમનાં પત્નીએ કરી હતી.
પ્રશ્ન 8.
ક્યા સનદી ધારા અન્વયે ભારતમાં કોને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ મળી?
ઉત્તર:
ઈ. સ. 1813ના સનદી ધારા અન્વયે ભારતમાં ખ્રિસ્તી 3 પાદરીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ મળી.
પ્રશ્ન 9.
ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી?
ઉત્તર:
એલેક્ઝાન્ડર ડફ નામના ખ્રિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી.
પ્રશ્ન 10.
ભારતના અગ્રણી શિક્ષણ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ તેમજ કેટલાક હિંદુઓ અને મુસ્લિમો શિક્ષણ અંગે . કેવો મત ધરાવતા હતા?
ઉત્તર:
ભારતના કેટલાક શિક્ષણ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાનો મત ધરાવતા હતા; જ્યારે કેટલાક હિંદુઓ પાઠશાળાઓમાં અને મુસ્લિમો મદરેસાઓમાં જ શિક્ષણ આપવું જોઈએ એવો મત ધરાવતા હતા.
પ્રશ્ન 11.
ભારતમાં અંગ્રેજ કેળવણીનો પ્રારંભ ક્યારે થયો? શાથી?
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપની ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકના સમયમાં ઈ. સ. 1833ના સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તૈયાર થઈ. આથી, ઈ. સ. 1895માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો.
પ્રશ્ન 12.
કોના પરીતામાં ભારતમાં યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું?
ઉત્તર:
ઈ. સ. 1854ના વુડના ખરીતા(વક્સ ડિસ્પેચ)માં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણપ્રણાલી અપનાવવા જણાવ્યું હતું.
પ્રશ્ન 13.
ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? શા માટે?
ઉત્તર:
ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે, કારણ કે તેના સમયમાં, એટલે કે ઈ. સ. 1835 પછી ભારતના કોલકાતા (બંગાળ), મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ), ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો.
પ્રશ્ન 14.
ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ શાથી ઘટવા લાગી?
ઉત્તરઃ
અંગ્રેજ સરકારના વહીવટમાં નોકરી મેળવવા માટે અંગ્રેજી શિક્ષણ પામેલા લોકોને મહત્ત્વ મળવા લાગ્યું. આથી, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી.
પ્રશ્ન 15.
મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ) અને ઉત્તર ભારતમાં કોના કોના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો?
ઉત્તર:
મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રાસ(ચેન્નઈ)માં મુનરો અને ઉત્તર ભારતમાં થોમસનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો.
પ્રશ્ન 16.
ઈ. સ. 1882ના હન્ટર કમિશને શિક્ષણનો વ્યાપ વધારવા કઈ ભલામણ કરી?
ઉત્તર:
ઈ. સ. 1882ના હન્ટર કમિશને શિક્ષણનો વ્યાપ વધારવા પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ આપવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાની ભલામણ કરી.
પ્રશ્ન 17.
ઈ. સ. 1917ના સેંડલર કમિશને કઈ ભલામણ કરી હતી?
ઉત્તરઃ
ઈ. સ. 1917ના સેંડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી હતી.
પ્રશ્ન 18.
ઈ. સ. 1919ના મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ કાયદામાં કઈ જોગવાઈ કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 1919ના મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ કાયદામાં પ્રાંતોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણખાતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવાની જોગવાઈ કરવામાં આવી.
પ્રશ્ન 19.
ઈ. સ. 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને શું સૂચન કર્યું હતું?
ઉત્તર:
ઈ. સ. 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું.
પ્રશ્ન 20.
અંગ્રેજ શાસન દરમિયાન ભારત વિશ્વમાં શિક્ષણક્ષેત્રે શાથી ઘણું પછાત રહ્યું?
ઉત્તર:
અંગ્રેજ સરકારે માત્ર ઓછા વેતને કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતો જ પ્રયત્ન કર્યો હતો; પરંતુ તેણે દેશના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલૉજીનું જ્ઞાન મળે તેમનામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય એવા કોઈ મહત્ત્વના શિક્ષણની વ્યવસ્થા કરી નહોતી. આથી, અંગ્રેજ શાસન દરમિયાન ભારત વિશ્વમાં શિક્ષણક્ષેત્રે ઘણું પછાત રહ્યું.
પ્રશ્ન 21.
ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કોણે, ક્યારે અને ક્યાં કરી?
ઉત્તર:
ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના ગવર્નર જનરલ ઈ. સ. 1801માં કોલકાતામાં કરી.
પ્રશ્ન 22.
ઈ. સ. 1817માં કોના પ્રયાસોથી કોલકાતામાં કઈ કૉલેજ સ્થપાઈ? તે કૉલેજમાં કયા વિષયો શીખવવામાં આવતા હતા?
ઉત્તર:
ઈ. સ. 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખરજીના પ્રયાસોથી કોલકાતામાં હિંદુ કૉલેજ સ્થપાઈ. તે કૉલેજમાં ભારતીય ભાષાઓ, અંગ્રેજી, ગણિત, ઈતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર વગેરે વિષયો શીખવવામાં આવતા હતા.
પ્રશ્ન 23.
કોલકાતાની હિંદુ કૉલેજ ઈ. સ. 1855માં કઈ કૉલેજ તરીકે ઓળખાઈ?
ઉત્તરઃ
કોલકાતાની હિંદુ કૉલેજ ઈ. સ. 1855માં પ્રેસિડન્સી કૉલેજ તરીકે ઓળખાઈ.
પ્રશ્ન 24.
સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા વૉરન હેસ્ટિંગ્સ અને જોનાથન ડંકને કઈ કઈ કૉલેજો, ક્યારે સ્થાપી હતી?
ઉત્તર:
સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા વૉરન હેસ્ટિંગ્સ ઈ. સ. 1780માં કોલકાતા મદરેસા કૉલેજ (મુસ્લિમ કૉલેજ) અને જોનાથન ડંકને ઈ. સ. 1791માં બનારસ સંસ્કૃત કૉલેજ સ્થાપી હતી.
પ્રશ્ન 25.
ભારતના શિક્ષણ માટેનો મેગ્નાકા’ કોને કહેવામાં આવે છે? શા માટે?
ઉત્તર:
ઈ. સ. 1854ના વુડના ખરીતા(વર્લ્સ ડિસ્પેચ)ને ભારતના શિક્ષણ માટેનો ‘મેગ્નાકાર્તા’ કહેવામાં આવે છે, કારણ કે એ ખરીતા દ્વારા ભારતમાં શિક્ષણના દરેક ક્ષેત્રે મહત્ત્વના સુધારા કરવામાં આવ્યા હતા.
પ્રશ્ન 26.
ઈ. સ. 1854ના વુડના ખરીતા મુજબ દરેક પ્રાંતમાં 5 શિક્ષણક્ષેત્રે કઈ જોગવાઈ કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 1854ના વુડના ખરીતા મુજબ દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી તેમજ અલગ શિક્ષણખાનું શરૂ કરવામાં આવ્યું.
પ્રશ્ન 27.
ઈ. સ. 1854ના વુડના ખરીતા મુજબ કયાં શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 1854ના વુડના ખરીતા મુજબ કોલકાતા, મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)માં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.
પ્રશ્ન 28.
ઈ. સ. 1844માં મુંબઈમાં કઈ કૉલેજ સ્થપાઈ હતી?
ઉત્તર:
ઈ. સ. 1844માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજ સ્થપાઈ હતી.
પ્રશ્ન 29.
લૉર્ડ કર્ઝને ઈ. સ. 1904માં શિક્ષણ અંગે શો સુધારો કર્યો?
ઉત્તર:
લૉર્ડ કર્ઝને ઈ. સ. 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો ઘડ્યો. એ કાયદા મુજબ તેણે સેનેટમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટાડીને નિમાયેલા સભ્યોની સંખ્યા વધારી.
પ્રશ્ન 30.
ઈ. સ. 1916, 1920 અને 1922માં કઈ કઈ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્થાપના થઈ?
ઉત્તર:
ઈ. સ. 1916માં બનારસ હિંદુ યુનિવર્સિટી, ઈ. સ. 1920માં જામિયા મિલિયા મુસ્લિમ યુનિવર્સિટી અને ઈ. સ. 1922માં શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી જેવી છે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્થાપના થઈ.
પ્રશ્ન 31.
ઈ. સ. 1946માં ભારતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ હતી?
ઉત્તર:
ઈ. સ. 1946માં ભારતમાં કુલ 16 યુનિવર્સિટીઓ હતી.
પ્રશ્ન 32.
20મી સદીમાં ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલૉજી સાથે સંકળાયેલી કઈ કઈ સંસ્થાઓ સ્થપાઈ હતી?
ઉત્તર:
20મી સદીમાં ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી સાથે સંકળાયેલી બેંગલૂરમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’, કોલકાતામાં બોઝ સંશોધન કેન્દ્ર (આંતર વિદ્યાકીય), દહેરાદૂનમાં જંગલખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્લીમાં ખેતીવાડી કેન્દ્ર, રૂડકીમાં ‘ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર, પૂના(પુ)માં ‘ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ વગેરે સંસ્થાઓ સ્થપાઈ હતી.
પ્રશ્ન 33.
ઈ. સ. 181૩થી ઈ. સ. 1851 સુધી ભારતમાં કોણે કોણે અને ક્યાં ક્યાં કન્યાશિક્ષણની સંસ્થાઓ સ્થાપી હતી?
ઉત્તર:
ઈ. સ. 1813થી ઈ. સ. 1851 સુધી ભારતમાં ખ્રિસ્તી પાદરીઓએ અને કેટલાંક શ્રીમંત કુટુંબોએ બંગાળ, મુંબઈ અને મદ્રાસ (ચેન્નાઈ) પ્રાંતોમાં કન્યાશિક્ષણની સંસ્થાઓ સ્થાપી હતી.
પ્રશ્ન 34.
19મી સદીમાં સ્ત્રી-શિક્ષણ માટે કોણે કોણે હિમાયત કરી હતી?
ઉત્તર:
19મી સદીમાં રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી-શિક્ષણ માટે હિમાયત કરી હતી.
પ્રશ્ન 35.
ઈ. સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં કેટલી કન્યાશાળાઓ હતી?
ઉત્તર :
ઈ. સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 કન્યાશાળાઓ હતી.
પ્રશ્ન 36.
બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી હતી?
ઉત્તર :
બ્રિટિશ ભારતમાં માત્ર 4.89 % કન્યાઓ શાળામાં જતી હતી.
પ્રશ્ન 37.
રાજા રામમોહનરાયે શિક્ષણ અંગે ક્યું મહત્ત્વનું કાર્ય કર્યું હતું?
ઉત્તરઃ
રાજા રામમોહનરાયે ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું. તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થયું હતું.
પ્રશ્ન 38.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે શિક્ષણ અંગે કહ્યું મહત્ત્વનું કાર્ય કર્યું હતું?
ઉત્તર:
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી બંગાળમાં છોકરાછોકરીઓ માટે શાળાઓ સ્થપાઈ હતી.
પ્રશ્ન 39.
મહારાષ્ટ્રમાં કન્યાઓ અને વિધવાઓ માટેની શાળાઓ કોણે કોણે સ્થાપી હતી?
ઉત્તરઃ
મહારાષ્ટ્રમાં કન્યાઓ અને વિધવાઓ માટેની શાળાઓ મહાદેવ ગોવિંદ રાનડે અને તેમનાં પત્ની રમાબાઈ રાનડે તેમજ જ્યોતિરાવ ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ સ્થાપી હતી.
પ્રશ્ન 40.
મહર્ષિ કર્વેએ મહિલાઓના શિક્ષણ માટે કયું મહત્વનું કાર્ય કર્યું હતું?
ઉત્તર:
મહર્ષિ કર્વેએ ઈ. સ. 1916માં મહિલાઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તે આજે એસ.એન.ડી.ટી. (શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી) યુનિવર્સિટી તરીકે શિક્ષણનું કાર્ય કરી રહી છે.
પ્રશ્ન 41.
હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ક્યારે, કઈ કન્યાશાળા સ્થાપી હતી?
ઉત્તર:
હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ઈ. સ. 1850માં છોડીઓની નિશાળ’ નામની કન્યાશાળા સ્થાપી હતી.
પ્રશ્ન 42.
મહાન સમાજસુધારક દયાનંદ સરસ્વતીએ ક્યાં, કઈ કૉલેજની સ્થાપના કરી હતી?
ઉત્તર:
મહાન સમાજસુધારક દયાનંદ સરસ્વતીએ લાહોરમાં એંગ્લો વૈદિક કૉલેજની સ્થાપના કરી હતી.
પ્રશ્ન 43.
સ્વામી શ્રદ્ધાનંદે ક્યારે, કયા ગુરુકુળની સ્થાપના કરી હતી?
ઉત્તર:
સ્વામી શ્રદ્ધાનંદે ઈ. સ. 1902માં કાંગડી ગુરુકુળની સ્થાપના કરી હતી.
પ્રશ્ન 44.
સર સૈયદ અહમદખાએ ક્યારે, ક્યાં, કઈ કૉલેજની સ્થાપના કરી હતી?
ઉત્તર:
સર સૈયદ અહમદખાએ ઈ. સ. 1875માં અલીગઢ ખાતે એંગ્લો-મોહમેડન ઓરિએન્ટલ કૉલેજની સ્થાપના કરી હતી.
પ્રશ્ન 45.
મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણક્ષેત્રે કયું મહત્ત્વનું કાર્ય કર્યું હતું?
ઉત્તર:
મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના વડોદરા રાજ્યમાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું. તેમજ દર વર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી હતી.
પ્રશ્ન 46.
ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ કન્યાશિક્ષણ માટે શું કર્યું હતું?
ઉત્તર:
ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ગોંડલમાં છે કન્યાશિક્ષણ માટે કન્યાવિદ્યાલયો સ્થાપી હતી. તેમણે કન્યાઓ માટે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી હતી.
પ્રશ્ન 47.
ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે?
ઉત્તર:
ગાંધીજીની શિક્ષણ યોજના ‘વર્ધા શિક્ષણ યોજના’ના નામે જાણીતી છે.
પ્રશ્ન 48.
ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે કયા કયા વિચારોને અમલમાં મૂક્યા હતા?
ઉત્તર:
ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી (બેઝિક એજ્યુકેશન), ઉદ્યોગ શિક્ષણ વગેરે વિચારોને અમલમાં મૂક્યા હતા.
પ્રશ્ન 49.
પ્રચલિત શિક્ષણ વિષે ગાંધીજી શું માનતા હતા?
ઉત્તરઃ
પ્રચલિત શિક્ષણ વિષે ગાંધીજી માનતા હતા કે, તે વિદ્યાર્થીનું યોગ્ય રીતે જીવન ઘડવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.
પ્રશ્ન 50.
ગાંધીજી પાયાના શિક્ષણને કેવું બનાવવા ઇચ્છતા હતા?
ઉત્તર:
ગાંધીજી પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી બનાવવા ઇચ્છતા હતા.
પ્રશ્ન 51.
ગાંધીજી પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવાના હિમાયતી હતા?
ઉત્તર:
ગાંધીજી પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા.
પ્રશ્ન 52.
ગાંધીજી વિદ્યાર્થીને કયા પ્રકારનું શિક્ષણ આપવાના હિમાયતી હતા?
ઉત્તર:
ગાંધીજી વિદ્યાર્થીને હસ્ત કોશલ્ય, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા.
પ્રશ્ન 53.
ગાંધીજીએ ઈ. સ. 1920માં કઈ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી હતી?
ઉત્તર:
ગાંધીજીએ ઈ. સ. 1920માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની, દિલ્લીમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની અને અલીગઢમાં અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.
પ્રશ્ન 54.
ગાંધીજીના મુખ્ય કાર્યકરોનાં નામ આપો.
ઉત્તર:
ગાંધીજીના મુખ્ય કાર્યકરો : ઠક્કરબાપા (અમૃતલાલ ઠક્કર), જુગતરામ દવે, પૂર્ણિમાબહેન પકવાસા વગેરે.
પ્રશ્ન 55.
કવિવર અને ગુરુદેવથી કોણ પ્રખ્યાત થયેલું છે?
ઉત્તર:
કવિવર અને ગુરુદેવથી મહાન સાહિત્યકાર રવીન્દ્રનાથ { ટાગોર પ્રખ્યાત થયેલા છે.
પ્રશ્ન 56.
રવીન્દ્રનાથ ટાગોર પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા. શાથી?
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને પ્રકૃતિના ઘનિષ્ઠ સાંનિધ્યમાં જ જ્ઞાન મળી શકે એમ તેઓ માનતા હતા. આથી, તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા.
પ્રશ્ન 57.
રવીન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ?
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરી શકે તેમજ બાળકની કલ્પનાશક્તિ અને કુતૂહલવૃત્તિનો વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ.
પ્રશ્ન 58.
રવીન્દ્રનાથ ટાગોર બાળકોમાં કઈ કઈ યોગ્યતાઓ અને ગુણો વિકસે તેના હિમાયતી હતા?
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોર બાળકોમાં સંગીતકળા, અભિનયક્ષમતા તથા ચિત્રકળાની યોગ્યતાઓ અને નીતિમત્તા તથા આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા.
પ્રશ્ન 59.
રવીન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષકમાં કઈ ક્ષમતા હોવી જોઈએ?
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ.
પ્રશ્ન 60.
રવીન્દ્રનાથ ટાગોરે પોતાના વિચારો પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થા માટે શું કર્યું?
ઉત્તરઃ
રવીન્દ્રનાથ ટાગોરે પોતાના વિચારો પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થા માટે ઈ. સ. 1901માં ‘શાંતિનિકેતન’ નામની સંસ્થા સ્થાપી, જે સમય જતાં ‘શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી’ના નામે વિખ્યાત થઈ.
પ્રશ્ન 61.
19મી સદીના ભારતમાં કયાં કયાં સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતાં હતાં?
ઉત્તર:
19મી સદીના ભારતમાં બાળલગ્નો, અસ્પૃશ્યતા, દીકરીને જન્મતાંવેંત દૂધ પીતી કરવી (મારી નાખવી), ગુલામીપ્રથા, સતીપ્રથા, વિધવા પુનર્વિવાહની મનાઈ, દહેજપ્રથા, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, જ્ઞાતિભેદ, કન્યાવિક્રય વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતાં હતાં.
પ્રશ્ન 62.
19મી સદીના ભારતને કેવું ભારત કહેવામાં આવે છે? કેમ?
ઉત્તરઃ
19મી સદીના ભારતને સામાજિક અને ધાર્મિક સુધારાની ચળવળોનું ભારત કહેવામાં આવે છે, કારણ કે 19મી સદીમાં કેટલાક મહાન સમાજસુધારકોએ ભારતનાં સામાજિક અનિષ્ટો કે દૂષણો વિરુદ્ધ વ્યક્તિગતરૂપે અને સંસ્થાઓ સ્થાપીને તેને નાબૂદ કરવા ઝુંબેશો ચલાવી હતી.
પ્રશ્ન 63.
19મી સદીને ભારતમાં કઈ સદી તરીકે પણ ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 64.
બ્રહ્મોસમાજની સ્થાપના ક્યારે, કોણે કરી હતી?
ઉત્તર:
બ્રહ્મોસમાજની સ્થાપના ઈ. સ. 1828માં રાજા રામમોહનરાયે કરી હતી.
પ્રશ્ન 65.
આત્મીય સભાની સ્થાપના ક્યારે, કોણે કરી હતી?
ઉત્તરઃ
આત્મીય સભાની સ્થાપના ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે કરી હતી.
પ્રશ્ન 66.
બંગાળમાં સતીપ્રથા વિરુદ્ધ કોણે, ક્યારે અને કઈ રીતે ઝુંબેશ ચલાવી હતી?
ઉત્તર:
બંગાળમાં સતીપ્રથા વિરુદ્ધ રાજા રામમોહનરાયે ઈ. સ. 1891માં ‘સંવાદ કૌમુદી’ નામના સામયિક દ્વારા ઝુંબેશ ચલાવી હતી.
પ્રશ્ન 67.
કોના પ્રયત્નોથી સતીપ્રથા વિરુદ્ધ ક્યારે, કોણે કાયદો બનાવી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હતો?
ઉત્તર:
બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1829માં ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો બનાવી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
પ્રશ્ન 68.
કોના પ્રયત્નોથી ક્યારે, ક્યાં સામાજિક અનિષ્ટો વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા હતા?
ઉત્તર:
બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1839માં ‘નરબલિ પ્રથા’ અને ‘બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા’ વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા હતા.
પ્રશ્ન 69.
કોણે, કયા સામયિક દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી?
ઉત્તર:
બ્રહ્મોસમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ’ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી.
પ્રશ્ન 70.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા વિશે શું માનતા હતા?
ઉત્તર:
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા વિશે માનતા હતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી.
પ્રશ્ન 71.
કોના પ્રયત્નોથી ક્યારે, કોણે વિધવા પુનર્વિવાહ કાયદો ઘડીને વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું?
ઉત્તર:
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી ઈ. સ. 1856માં ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો ઘડીને વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું.
પ્રશ્ન 72.
કોણે, ક્યારે બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી?
ઉત્તર:
બ્રહ્મોસમાજી નેતા કેશવચંદ્ર સેને ઈ. સ. 1870માં બાળલગ્ન વ્યાપક ઝુંબેશ ચલાવી હતી.
પ્રશ્ન 73.
કેશવચંદ્રસેનના મતે બાળલગ્ન શું છે?
ઉત્તરઃ
કેશવચંદ્રસેનના મતે બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે. એટલું જ નહિ, તેની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભો કરનારું પરિબળ બને છે.
પ્રશ્ન 74.
કેશવચંદ્રસેનના પ્રયત્નોથી ક્યારે, ક્યો ધારો ઘડવામાં આવ્યો? એ ધારાથી કઈ જોગવાઈ કરવામાં આવી?
ઉત્તર:
કેશવચંદ્ર સેનાના પ્રયત્નોથી ઈ. સ. 1872માં લગ્નવય સંમતિ ધારો ઘડવામાં આવ્યો. એ ધારાથી 12 વર્ષથી નીચેની વયના છોકરી કે છોકરાના લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવ્યા.
પ્રશ્ન 75.
ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવા કોણે પાયાનો વિચાર કર્યો હતો? એ માટે તેમણે શું કર્યું હતું?
ઉત્તર:
ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવા મહાત્મા ગાંધીએ પાયાનો વિચાર કર્યો હતો. એ માટે તેમણે પોતાના રચનાત્મક કાર્યોમાં અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધારની પ્રવૃત્તિઓને ખાસ મહત્વ આપ્યું હતું.
પ્રશ્ન 76.
ગાંધીજીએ પોતાના આશ્રમમાં કોને વસાવ્યા હતા?
ઉત્તર:
ગાંધીજીએ પોતાના આશ્રમમાં અનુસૂચિત જાતિના 3 દુદાભાઈને પરિવાર સહિત વસાવ્યા હતા.
પ્રશ્ન 77.
કયા મહારાજાએ અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધારની પ્રવૃત્તિઓ કરી હતી?
ઉત્તરઃ
મહારાજા સયાજીરાવ ગાયકવાડે અનુસૂચિત જાતિના હું લોકોના ઉદ્ધારની પ્રવૃત્તિઓ કરી હતી.
પ્રશ્ન 78.
ડૉ. ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકો માટે શું કર્યું હતું?
ઉત્તરઃ
ડૉ. ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે અનુસૂચિત જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશ અપાવવા તેમજ અન્ય સાર્વજનિક સ્થળોએ પ્રવેશવાના સત્યાગ્રહો કર્યા હતા.
પ્રશ્ન 79.
મામા સાહેબ ફડકેએ અનુસૂચિત જાતિનાં બાળકો માટે શું કર્યું હતું?
ઉત્તરઃ
મામા સાહેબ ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિનાં બાળકો માટે શાળા સ્થાપી હતી.
પ્રશ્ન 80.
પરીક્ષિતલાલ મજમુદારે અનુસૂચિત જાતિના લોકો માટે શું કર્યું હતું?
ઉત્તરઃ
પરીક્ષિતલાલ મજમુદારે અનુસૂચિત જાતિના લોકો માટે શાળાઓ અને છાત્રાલયો સ્થાપીને તેમના શૈક્ષણિક વિકાસ માટે ખૂબ મહત્ત્વનું કાર્ય કર્યું હતું.
પ્રશ્ન 81.
ઠક્કરબાપાએ આદિવાસી કે અનુસૂચિત જનજાતિના લોકો માટે શું કર્યું હતું?
ઉત્તરઃ
ઠક્કરબાપાએ આદિવાસી કે અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં જઈ આશ્રમો સ્થાપ્યા. તેમણે તેમનાં બાળકોની શિક્ષણ વ્યવસ્થા માટે શાળાઓ ખોલી અને એ રીતે તેમનો વિકાસ કરી સમાજના મૂળ પ્રવાહમાં લાવવા ભગીરથ પ્રયત્નો કર્યા.
પ્રશ્ન 82.
અંગ્રેજોના આગમન સમયે ભારતમાં કઈ કુપ્રથા લગભગ દરેક સમાજમાં પ્રચલિત હતી?
ઉત્તરઃ
અંગ્રેજોના આગમન સમયે ભારતમાં બાળલગ્નની કુપ્રથા લગભગ દરેક સમાજમાં પ્રચલિત હતી.
પ્રશ્ન 83.
કેશવચંદ્ર સેને ક્યારે, કઈ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી? છે
ઉત્તરઃ
કેશવચંદ્ર સેને ઈ. સ. 1870માં બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી.
પ્રશ્ન 84.
કેશવચંદ્રસેનના મતે બાળલગ્ન એ શું છે?
ઉત્તરઃ
કેશવચંદ્ર સેનના મતે બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને રૂંધે છે તેમજ તે બાળકની શૈક્ષણિક પ્રગતિમાં મોટો અવરોધ ઊભો કરે છે.
પ્રશ્ન 85.
કોના પ્રયત્નોથી ક્યારે, કયો ધારો પસાર થયો?
ઉત્તરઃ
બ્રહ્મોસમાજી નેતા કેશવચંદ્ર સેનાના પ્રયત્નોથી ઈ. સ. 1872માં ‘લગ્નવય સંમતિ ધારો’ પસાર થયો.
પ્રશ્ન 86.
‘લગ્નવય સંમતિ ધારા’થી શું નક્કી કરવામાં આવ્યું?
ઉત્તર:
‘લગ્નવય સંમતિ ધારા’થી 12 વર્ષથી નીચેની વયનાં છોકરા કે છોકરીનાં લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવ્યાં.
પ્રશ્ન 87.
ચાર્લ્સ વડે પોતાના ખરતામાં ગવર્નર જનરલને શું સૂચવ્યું હતું?
ઉત્તરઃ
ચાર્લ્સ વડે પોતાના ખરીતામાં ગવર્નર જનરલને સૂચવ્યું હતું કે, ભારતમાં સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન મળે એ માટે ગ્રાન્ટ ઈન-એઈડ પદ્ધતિથી કન્યાશાળાઓ સ્થાપવી.
પ્રશ્ન 88.
ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ કાઉન્સિલ ફૉર એજ્યુકેશનને માર્ગદર્શન આપતાં શું જણાવ્યું હતું?
ઉત્તરઃ
ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ કાઉન્સિલ ફૉર એજ્યુકેશનને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે “ઈ. સ. 1854ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ.”
પ્રશ્ન 89.
19મી સદીમાં વિધવાઓના પુનર્લગ્ન માટે કયા અગ્રણી સમાજસુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા? એ માટે તેમણે શું કર્યું?
ઉત્તરઃ
19મી સદીમાં વિધવાઓના પુનર્લગ્ન માટે રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામના અગ્રણી સમાજસુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા. એ માટે તેમણે પુસ્તકો, સામયિકો, ચોપાનિયાં (પેમ્ફલેટ્સ) વગેરે દ્વારા લોકોને જાગૃત કર્યા.
પ્રશ્ન 90.
મહારાષ્ટ્રમાં કયા કયા સમાજસુધારકોએ વિધવા પુનર્લગ્ન અને બાળલગ્ન વિરુદ્ધ ભારે ઝુંબેશ ચલાવી હતી?
ઉત્તરઃ
મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે સમાજસુધારકોએ વિધવા પુનર્લગ્ન અને બાળલગ્ન વિરુદ્ધ ભારે ઝુંબેશ ચલાવી હતી.
પ્રશ્ન 91.
ગુજરાતમાં ક્યારે, કોણે, ક્યાં, કઈ સભાની સ્થાપના 9 કરી?
ઉત્તરઃ
ગુજરાતમાં ઈ. સ. 1844માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવધર્મ સભાની સ્થાપના કરી.
પ્રશ્ન 92.
દુર્ગારામ મહેતાજીએ લોકોને શું સમજાવ્યું હતું?
ઉત્તરઃ
દુર્ગારામ મહેતાજીએ લોકોને વહેમ અને અંધશ્રદ્ધા ત્યજવા તેમજ દોરાધાગા જેવી પ્રવૃત્તિ છોડી જેવા સમજાવ્યું હતું.
પ્રશ્ન 93.
ગુજરાતના કયા ક્યા મહાન સમાજસુધારકોએ બાળલગ્ન અને વિધવાવિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલનો ચલાવ્યાં હતાં?
ઉત્તર:
ગુજરાતના નર્મદ, કરસનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરે મહાન સમાજસુધારકોએ બાળલગ્ન અને વિધવાવિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલનો ચલાવ્યાં હતાં.
પ્રશ્ન 94.
કોણે વિધવા સાથે લગ્ન કર્યું હતું?
ઉત્તર:
મહાન સુધારક નર્મદ વિધવા સાથે લગ્ન કર્યું હતું.
પ્રશ્ન 95.
વિધવા પુનર્લગ્ન અધિનિયમ, 1856 કોને કહે છે? હું આ કાનૂન અંતર્ગત કોલકાતામાં કોનાં લગ્ન થયાં હતાં?
ઉત્તર:
ગવર્નર જનરલની કાઉન્સિલ ફૉર એજ્યુકેશનના સભ્ય જે. બી. ગ્રાન્ટ રજૂ કરેલા અને પસાર કરેલા બિલને વિધવા પુનર્લગ્ન અધિનિયમ, 1856 કહે છે. આ કાનૂન અંતર્ગત કોલકાતામાં સંસ્કૃત કૉલેજના અધ્યાપક શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીનાં લગ્ન થયાં હતાં.
પ્રશ્ન 96.
વિધવા પુનર્લગ્ન વિવાહની ઝુંબેશને કોણે કોણે આગળ ધપાવી હતી?
ઉત્તરઃ
વિધવા પુનર્લગ્ન વિવાહની ઝુંબેશને આંધ્રમાં કુન્દકુરિ વીરેસલિંગમ, પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે, ડી. કે. (મહર્ષિ) કર્વે, આર. જી. ભાંડારકર, બી. એમ. (બહેરામજી) મલબારી વગેરે સમાજસુધારકોએ આગળ ધપાવી હતી.
પ્રશ્ન 97.
રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા?
ઉત્તર:
રામકૃષ્ણ પરમહંસ કોલકાતા શહેર પાસેના દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટિના મહાન સંત હતા.
પ્રશ્ન 98.
કોલકાતા યુનિવર્સિટીના તેજસ્વી ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત પાછળથી કયા નામે પ્રસિદ્ધ થયા?
ઉત્તરઃ
કોલકાતા યુનિવર્સિટીના તેજસ્વી ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા.
પ્રશ્ન 99.
સ્વામી વિવેકાનંદનાં માતા-પિતાનાં નામ જણાવો.
ઉત્તરઃ
સ્વામી વિવેકાનંદની માતાનું નામ ભુવનેશ્વરી દેવી અને 3 પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું.
પ્રશ્ન 100.
સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો?
ઉત્તરઃ
સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863ના રોજ થયો હતો.
પ્રશ્ન 101.
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે, શા માટે કરી હતી?
ઉત્તરઃ
પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના અને સેવાભાવનાનો પ્રચાર કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.
પ્રશ્ન 102.
સ્વામી વિવેકાનંદે કઈ પરિષદમાં ભાગ લીધો હતો?
ઉત્તર:
સ્વામી વિવેકાનંદે ઈ. સ. 1893માં યૂ.એસ.એ.ના શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો હતો.
પ્રશ્ન 103.
સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદના સભ્યોને કયા શબ્દોના સંબોધન દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા?
ઉત્તરઃ
સ્વામી વિવેકાનંદે યૂ.એસ.એ.ના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદના સભ્યોને ‘ભાઈઓ અને બહેનો’ (Brothers and Sisters) શબ્દોના સંબોધન દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા.
પ્રશ્ન 104.
સ્વામી વિવેકાનંદે શાનો વિરોધ કર્યો હતો?
ઉત્તરઃ
સ્વામી વિવેકાનંદે તે સમયનાં પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો વિરોધ કર્યો હતો.
પ્રશ્ન 105.
સ્વામી વિવેકાનંદે મુખ્ય શો ઉપદેશ આપ્યો હતો?
ઉત્તરઃ
સ્વામી વિવેકાનંદે સમાજસેવા અને સમાજસુધારણાનો મુખ્ય ઉપદેશ આપ્યો હતો.
પ્રશ્ન 106.
સ્વામી વિવેકાનંદ ધર્મ કે ઈશ્વર વિશે શું માનતા હતા?
ઉત્તર:
સ્વામી વિવેકાનંદ સ્પષ્ટપણે માનતા હતા કે, જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ અથવા નિરાધાર બાળકોનાં મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહિ તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.
પ્રશ્ન 107.
સ્વામી વિવેકાનંદ યુવાનોને શું કહેતા?
ઉત્તર:
સ્વામી વિવેકાનંદ યુવાનોને કહેતા કે, “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”
પ્રશ્ન 108.
સ્વામી વિવેકાનંદની વાણીમાં શું જોવા મળે છે?
ઉત્તર:
સ્વામી વિવેકાનંદની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે.
પ્રશ્ન 109.
સ્વામી વિવેકાનંદ શાના પ્રતીક અને સ્ત્રોત બન્યા હતા?
ઉત્તર:
સ્વામી વિવેકાનંદ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા હતા.
પ્રશ્ન 110.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શિક્ષણને વેગ શાથી મળી શક્યો નહિ?
ઉત્તર:
અંગ્રેજોએ ગોઠવેલા શિક્ષણનો મુખ્ય હેતુ અંગ્રેજ શાસનને સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો મેળવવા પૂરતો સીમિત હતો. તદુપરાંત, ભારતના ભોગે બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાની તેમજ બ્રિટિશ હિતોને સાચવવાની નીતિને કારણે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહિ.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી?
ઉત્તરઃ
પ્રાચીન ભારતમાં નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા વલભી વગેરે વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો (શિક્ષણ સંસ્થાઓ) હતી. અહીં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અહીં અનેક – પ્રકારના વિષયો શીખવવામાં આવતા હતા. આ વિદ્યાપીઠોએ લગભગ 400-500 વર્ષ ભારતમાં વિદ્યાની જ્યોત જલતી રાખી હતી. આ વિદ્યાપીઠો ઈસુની 10મી અને 11મી સદીમાં અસ્ત પામી હતી. મુઘલયુગ દરમિયાન ભારતમાં મુખ્યત્વે અકબરના શાસન દરમિયાન ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો નોંધપાત્ર પ્રચાર-પ્રસાર થયો હતો. મુઘલયુગના પતન પછી હિંદુ ધર્મસ્થાનોમાં ચાલતી પાઠશાળાઓ અને મસ્જિદોમાં ચાલતી મદરેસાઓમાં શિક્ષણ અપાતું હતું. એ સમયના શિક્ષણનું સ્વરૂપ જૂનું અને મર્યાદિત હતું. તદુપરાંત, તેમાં માત્ર પ્રાથમિક કક્ષા સુધીના જ શિક્ષણની વ્યવસ્થા હતી. પરિણામે શિક્ષણનો વ્યાપ વધ્યો નહિ.
પ્રશ્ન 2.
અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની કેવી વ્યવસ્થા હતી?
અથવા
ટૂંક નોંધ લખો અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની વ્યવસ્થા
ઉત્તર:
અંગ્રેજોના આગમન સમયે ભારતમાં ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા નહોતી શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી. વિદ્યાર્થીઓને ગામનાં જાહેર સ્થળો, વડ કે અન્ય મોટા વૃક્ષ નીચે બેસાડવામાં આવતા. અભ્યાસ માટે નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને તાલીમ પામેલા શિક્ષકોની વ્યવસ્થા નહોતી.
શિક્ષક બાળકની કૌટુંબિક સ્થિતિ મુજબ તેને ઉપયોગી થાય તેવું | શિક્ષણ આપતા. શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી. એ પછી કક્કો-મૂળાક્ષરો શીખવામાં આવતા. ત્યાર પછી લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી. શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા. શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું. વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ મુજબ શિક્ષકને વેતન આપતા. શિક્ષણ મૌખિક હતું. વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણમાં બેસાડવાની વ્યવસ્થા નહોતી. બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક નક્કી કરતા.
આમ, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની અનોખી પદ્ધતિ પ્રચલિત હતી.
પ્રશ્ન 3.
ભારતમાં પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા કોણે, કઈ રીતે શરૂ કરી?
ઉત્તર:
ભારતમાં પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા બ્રિટનથી આવેલા અંગ્રેજોએ શરૂ કરી. તેમણે ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કરી. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ઈ. સ. 1789માં વિલિયમ કેરેએ કોલકાતા પાસે આવેલ સિરામપુરમાં કરી. એ શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને અંગ્રેજી, સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિંદી, વ્યાકરણ, રામાયણ વગેરે વિષયો શીખવવામાં આવતા. એ પછી માર્શમેન અને તેમનાં પત્નીએ સિરામપુરમાં 3 જ કન્યાશાળાની સ્થાપના કરી. આમ, મિશનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણની વ્યવસ્થા કરી.
પ્રશ્ન 4.
ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણની શરૂઆત કેવી રીતે થઈ ?
ઉત્તર:
ભારતના કેટલાક અગ્રણી સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સમગ્ર ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ કરવાના હિમાયતી હતા; જ્યારે કેટલાક હિંદુઓ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદરેસાઓમાં જ શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા હતા.
ઈ. સ. 1813ના સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની પરવાનગી આપવામાં આવી. આ કાયદા અન્વયે શિક્ષણ માટે પ્રતિવર્ષ 1 લાખ રૂપિયા વાપરવાનું નક્કી થયું. એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી. જોકે, આ સમય દરમિયાન શિક્ષણક્ષેત્રે અરબી, ફારસી વગેરેનું શિક્ષણ આપવાની પરંપરાગત અસ્તિત્વમાં રહી.
ઈ. સ. 1833ના સનદી ધારા અન્વયે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા તૈયાર થઈ. એ સાથે તેણે જાહેર કર્યું કે હવે પછી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ શૈક્ષણિક સંસ્થાને નાણાકીય મદદ આપવામાં આવશે.
ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે. ઈ. સ. 1935 પછી ભારતમાં કોલકાતા, મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ), ઉત્તર ભારત, પંજાબ અને પશ્ચિમ ભારત સહિત મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો. આમ છતાં, હજુ ગામડાંઓ અને કસબાઓમાં પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા ચાલતી હતી. અંગ્રેજ વહીવટીતંત્રમાં – અંગ્રેજી શિક્ષણ પામેલ લોકોને નોકરીઓ મળતી હોવાથી દેશની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઓછી થવા લાગી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રાસ(ચેન્નાઈ)માં મુનરો અને ઉત્તર ભારતમાં થોમસનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો. ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો.
પ્રશ્ન 5.
ઈ. સ. 1889ના હન્ટર કમિશને કઈ કઈ ભલામણો કરી? વીસમી સદીના પ્રારંભમાં ભારતમાં શિક્ષણનું પ્રમાણ કેવું હતું?
ઉત્તર:
ઈ. સ. 1882ના હન્ટર કમિશને શિક્ષણનો વ્યાપ વધારવા પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ આપવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સોંપવાની ભલામણ કરી. આ ઉપરાંત, એ કમિશને પ્રાંતિક આવકના નાણાંનો અમુક ટકા ભાગ શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી. હન્ટર કમિશને કરેલી ભલામણો અંતર્ગત અંગ્રેજ સરકારે બિનસરકારી શિક્ષણ સંસ્થાઓને મહત્ત્વ આપ્યું. એમના સંચાલન માટે ઉદાર નિયમો બનાવ્યા તેમજ તેમને પુસ્તકાલયો વસાવવાની અને શિક્ષણ-ફી લેવાની મંજૂરી આપી.
પ્રશ્ન 6.
ઈ. સ. 1917થી ઈ. સ. 1936 દરમિયાન ભારતમાં શિક્ષણક્ષેત્રે શી સ્થિતિ હતી?
ઉત્તર:
ઈ. સ. 1917ના સેંડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી. ઈ. સ. 1919ના મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ કાયદામાં પ્રાંતોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણખાનું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવાની જોગવાઈ કરવામાં આવી. ઈ. સ. 1922માં ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચવ્યું હતું, પરંતુ અંગ્રેજ સરકારે તેમના સૂચનનો અસ્વીકાર કર્યો. ઈ. સ. 1936 સુધી ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યા વધી હતી. પરંતુ તેમાં અંગ્રેજ સરકારનો પોતાનો સ્વાર્થ હતો. તેણે તો માત્ર ઓછા વેતને કારકુનો મેળવવા ભારતીયોને માત્ર પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતો જ પ્રયત્ન કર્યો હતો. અંગ્રેજ સરકારે દેશના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલૉજીનું જ્ઞાન મળે તેમજ તેમનામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય એવા કોઈ મહત્ત્વના શિક્ષણની વ્યવસ્થા નહોતી કરી. પરિણામે ભારત વિશ્વમાં શિક્ષણક્ષેત્રે ઘણું પછાત રહી ગયું.
પ્રશ્ન 7.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણક્ષેત્રે શી સ્થિતિ હતી?
ઉત્તર:
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં પાશ્ચાત્ય ઢબે ઉચ્ચ શિક્ષણની ક્રમશઃ શરૂઆત થઈ.
- સરકારી વહીવટીતંત્ર માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સ ઈ. સ. 1780માં કોલકાતા મદરેસા કૉલેજ(મુસ્લિમ કૉલેજ)ની અને જોનાથન ડંકને ઈ. સ. 1791માં બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના કરી હતી.
- ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ ઈ. સ. 1801માં કોલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજ સ્થાપી હતી.
- ઈ. સ. 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખરજીના પ્રયત્નોથી કોલકાતામાં હિંદુ કૉલેજ સ્થપાઈ હતી. એ કૉલેજમાં ભારતીય ભાષાઓ ઉપરાંત, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર વગેરે શીખવવામાં આવતા હતા. એ કૉલેજ ઈ. સ. 1855માં પ્રેસિડન્સી કૉલેજના નામે ઓળખાઈ.
- ઈ. સ. 1823માં એમસ્ટે કોલકાતામાં સંસ્કૃત કૉલેજ સ્થાપી હતી.
- ઉચ્ચ શિક્ષણ માટે અને મુખ્યત્વે ભારતના શિક્ષણ માટેનો ‘મેગ્નાકાર્તા’ કહી શકાય તેવો શિક્ષણ સુધારો ઈ. સ. 1854માં ચાર્લ્સ વુડના ખરતાથી થયો.
ભારતમાં શિક્ષણ ક્ષેત્રની ‘મેગ્નાકાટ’ કહી શકાય એવો શિક્ષણનો સુધારો ઈ. સ. 1854ના વુડના ખરીતા(વર્ડ્સ ડિસ્પેચ)થી થયો. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણે ભલામણો કરવામાં આવી હતી:
1. દરેક પ્રાંતમાં યુનિવર્સિટી સ્થાપવા સ્વતંત્ર શિક્ષણખાતાની રચના કરવી.
2. સરકારી કૉલેજો અને શાળાઓની જાળવણી કરવી.
3. ખાનગી શાળાઓને સરકારી અનુદાન (ગ્રાન્ટ્સ) આપવું.
4. શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ ખોલવી.
5. ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવો.
6. દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી.
7. સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન આપવું.
8. શિષ્યવૃત્તિઓ આપવી.
આ ઉપરાંત, વુડના ખરીતામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું.
- વુડના ખરીતા મુજબ દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની
નિમણૂક કરવામાં આવી અને અલગ શિક્ષણખાનું શરૂ કરવામાં આવ્યું. - કોલકાતા, મુંબઈ અને મદ્રાસ(ચેન્નાઈ)માં લંડન યુનિવર્સિટીના નમૂના મુજબ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ.
- ઈ. સ. 1882માં પંજાબ અને અલાહાબાદમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ.
- ગવર્નર જનરલ લૉર્ડ કર્ઝને ઈ. સ. 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો. એ કાયદા મુજબ તેણે સેનેટમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યાને ઘટાડીને નિમાયેલા સભ્યોની સંખ્યામાં વધારો કર્યો.
- ઈ. સ. 1916માં બનારસ હિંદુ યુનિવર્સિટી, ઈ. સ. 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી અને ઈ. સ. 1922માં શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી સ્થપાઈ.
- ઈ. સ. 1946 સુધી દેશમાં માત્ર 16 યુનિવર્સિટીઓ જ હતી, જે ઘણી અપૂરતી હતી. ખૂબ વધારે વસ્તી ધરાવતા વિશાળ દેશમાં 16 યુનિવર્સિટીઓની સંખ્યા જોતાં એમ કહી શકાય કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ઉચ્ચ શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો નહોતો.
પ્રશ્ન 8.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં વ્યાવસાયિક શિક્ષણ ક્ષેત્રે શી પ્રગતિ થઈ હતી?
ઉત્તર:
ઈ. સ. 1854ના વુડના ખરીતામાં ભારતમાં વ્યાવસાયિક શિક્ષણ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી હતી. 20મી સદી દરમિયાન ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી તથા વ્યવસાય સાથે સંકળાયેલી કેટલીક મોટી સંસ્થાઓ સ્થપાઈ હતી. તેમાં બેંગલૂરુની ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’, કોલકાતાનું ‘બોઝ સંશોધન કેન્દ્ર’ (આંતર વિદ્યાકીય), દહેરાદૂનનું જંગલખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્લીનું ‘ખેતીવાડી કેન્દ્ર’, રૂડકીનું ‘ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર, પૂના(પુણે)ની ‘ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ’ વગેરે સંસ્થાઓ મુખ્ય હતી.
પ્રશ્ન 9.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી-શિક્ષણની સ્થિતિ કેવી હતી?
ઉત્તર:
પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોને શિક્ષણની સમાન તકો હતી. મધ્યયુગમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું.
ભારતમાં સ્ત્રી-શિક્ષણની શરૂઆત માર્શમેન અને તેમનાં પત્નીએ કોલકાતા પાસે આવેલ સિરામપુરમાં સ્થાપેલી કન્યાશાળાથી થઈ. ઈ. સ. 1813થી 1851 સુધીનાં વર્ષો દરમિયાન ખ્રિસ્તી કે પાદરીઓએ અને કેટલાંક શ્રીમંત કુટુંબોએ બંગાળ, મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં કન્યાશિક્ષણ માટે સંસ્થાઓ સ્થાપી હતી. 19મી સદીમાં મહાન સમાજસુધારકો રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી-શિક્ષણની ભારપૂર્વક હિમાયત કરી હતી. પરંતુ એ સમયમાં અંગ્રેજ સરકારે સ્ત્રી-શિક્ષણની મોટા ભાગે છે ઉપેક્ષા કરી હતી.
ઈ. સ. 1849 – 1850 દરમિયાન બંગાળના અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મોસમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈ. સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. આ શાળાની સ્થાપનાએ ભારતમાં સ્ત્રી-શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો. ઈ. સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 જેટલી કન્યાશાળાઓ હતી. એ સમયે બ્રિટિશ ભારતમાં માત્ર 4.89 % જ કન્યાઓ શાળામાં જતી હતી.
આમ, 19મી સદીમાં ભારતમાં સ્ત્રી-શિક્ષણની પ્રગતિ ખૂબ ધીમી રહી હતી.
પ્રશ્ન 10.
રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કે ભારતમાં શા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી? તેમણે શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કર્યા?
ઉત્તર:
રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભારતના અગ્રણી સમાજસુધારકો હતા. તેમણે જોયું કે ભારતમાં શિક્ષણનો અભાવ એ દેશની ગુલામીનું મુખ્ય કારણ છે. તેમના
મતે, જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહિ થાય ત્યાં સુધી રાષ્ટ્રનો વિકાસ થઈ શકશે નહિ. તેથી તેમણે વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે તેમજ અંગ્રેજ સરકારના સહકારથી ભારતમાં પાયારૂપ શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી.
રાજા રામમોહનરાયે ઈ. સ. 1828માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી. તેમણે ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂઆત કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું.
તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. તેમણે ? ભારતીયોને પશ્ચિમી કેળવણી લેવાનો ખાસ અનુરોધ કર્યો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બ્રહ્મોસમાજના અગ્રણી નેતા હતા. તેમણે ઈ. સ. 1849 – 1850માં બંગાળમાં શાળાઓ શરૂ કરવા સક્રિય પ્રયત્નો કર્યા હતા. તેમના પ્રયત્નોથી બંગાળમાં છોકરા-છોકરીઓ માટે શાળાઓ સ્થપાઈ હતી.
પ્રશ્ન 11.
મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો.
અથવા
ટૂંક નોંધ લખો: મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો
ઉત્તર:
મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્યસંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું.
(1) તેમણે ઈ. સ. 1936માં વર્ધા શિક્ષણ યોજના શરૂ કરી હતી. શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડૉ. ઝાકીર હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી.
(2) મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.
(3) ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી (બેઝિક એજ્યુકેશન), ઉદ્યોગશિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા હતા.
(4) ગાંધીજીના મતે, પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.
(5) તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી બનાવવા ઇચ્છતા હતા.
(6) તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુન્નર શીખવવો જોઈએ.
(7) તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા.
(8) તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા.
પ્રશ્ન 12.
19મી સદીમાં કયા કયા અગ્રણી સમાજસુધારકોએ સામાજિક સુધારા કરવામાં પાયાની ભૂમિકા ભજવી?
ઉત્તર:
19મી સદીમાં ભારતમાં રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજી અગ્રણી સમાજસુધારક હતા. તેમણે ઈ. સ. 1815માં ‘આત્મીય’
સભા’ નામની સંસ્થા સ્થાપી હતી. તેમણે ઈ. સ. 1891માં ‘સંવાદ કૌમુદી’ નામના સામયિક દ્વારા સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી. રાજા રામમોહનરાયે ઈ. સ. 1828માં ‘બ્રહ્મોસમાજ’ નામની સામાજિક સંસ્થા સ્થાપી હતી. એ સંસ્થાના પ્રયત્નોના ફલસ્વરૂપે ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે ઈ. સ. 1899માં સતીપ્રથા વિરુદ્ધ કાયદો ઘડીને તેના પર પ્રતિબંધ ફરમાવી ભારતના સદીઓ જૂના અનિષ્ટને નાબૂદ કર્યું હતું. બ્રહ્મોસમાજના પ્રયાસોને લીધે ઈ. સ. 1839માં ‘નરબલિ પ્રથા’ અને ‘બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા’ વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા.
પ્રખર બ્રહ્મોસમાજી નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ’ દ્વારા વિધવા પુનર્લગ્ન માટે ભારે ઝુંબેશ ચલાવી હતી. તેમના મતે, જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તેઓ વિધવા તરીકે આખી જિંદગી અત્યંત વિષમ પરિસ્થિતિમાં જીવન ગુજારે તે બાબત સભ્યસમાજની નિશાની નથી. 19મી સદીના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર ગણાતું હતું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી ઈ. સ. 1856માં ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ વિધવા પુનર્લગ્નને કાયદેસર બનાવતો કાનૂન બનાવીને – દેશના સામાજિક અનિષ્ટને નાબૂદ કર્યું.
મહાન બ્રહ્મોસમાજી નેતા કેશવચંદ્ર સેને ઈ. સ. 1870માં બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી. તેમના મતે, બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને રૂંધે જ છે. આ ઉપરાંત, તે તેની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભો કરનારું પરિબળ બને છે. કેશવચંદ્રના પ્રયાસોથી અંગ્રેજ સરકારે ઈ. સ. 1872માં ‘લગ્નઆયુ સંમતિ ધારો’ (Age of Consent bill) બનાવ્યો. આ ધારા અંતર્ગત 12 વર્ષથી નીચેની વયના છોકરા કે છોકરીના લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવ્યું.
પ્રશ્ન 13.
ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવા માટે કોણે 3 કોણે, કયા કયા પ્રયત્નો કર્યા?
ઉત્તર:
- ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવા માટે મહાત્મા ગાંધીએ ખૂબ પાયાનો વિચાર કર્યો હતો. તેમણે પોતાની રચનાત્મક પ્રવૃત્તિઓમાં અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધારની પ્રવૃત્તિઓને મુખ્ય સ્થાન આપ્યું હતું. તેમણે તેમના ઉત્કર્ષને પોતાનું જીવનધ્યેય બનાવ્યું હતું. ગાંધીજીએ અનુસૂચિત જાતિના દુદાભાઈને પરિવાર સાથે સાબરમતી આશ્રમમાં વસાવ્યા હતા.
- વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ૨ અનુસૂચિત જાતિના ઉદ્ધાર માટે સક્રિય પ્રયત્નો કર્યા હતા.
- ડૉ. આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા જીવન પર્યત સંઘર્ષ કર્યો હતો. તેમણે અનુસૂચિત જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશ અપાવવા તેમજ ઊંચી જાતિના લોકોના પીવાના પાણીનાં સ્થળોએ પાણી પીવાના સત્યાગ્રહો કર્યા હતા.
- મામા સાહેબ ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી.
- પરીક્ષિતલાલ મજમુદારે અનુસૂચિત જાતિના લોકો માટે શાળાઓ અને છાત્રાલયો સ્થાપીને તેમના શૈક્ષણિક વિકાસ માટે નોંધપાત્ર કાર્ય કર્યું હતું.
પ્રશ્ન 14.
ટૂંક નોંધ લખો: બાળલગ્ન
ઉત્તરઃ
અંગ્રેજોના આગમન સમયે ભારતના દરેક સમાજમાં બાળલગ્નની કુપ્રથા પ્રવર્તતી હતી. બાળલગ્નોના પરિણામે કજોડાંની સ્થિતિમાં મોટા ભાગે સ્ત્રીઓ શોષણનો ભોગ બનતી. મહિલાઓની દુર્દશા માટે બાળલગ્નની પ્રથા જવાબદાર હતી. સ્ત્રીઓ તેમજ કેટલેક અંશે પુરુષો પણ બાળલગ્નને લીધે વિકાસથી વંચિત રહી જતા હતા. એકંદરે બાળલગ્નની કુપ્રથા અનેક પ્રકારનાં અનિષ્ટો સર્જનારી પ્રથા હતી.
ઈ. સ. 1846માં કન્યાનાં લગ્નની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષની નક્કી થયેલી હતી. બ્રહ્મોસમાજના સમર્થ નેતા કેશવચંદ્ર સેને બાળલગ્ન વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી. તેમના પ્રયાસોથી નવેમ્બર, 1870માં ‘ઇન્ડિયન રિફોર્મ ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. ઈ. સ. 1872માં બ્રહ્મ વિવાહ નિયમ બન્યા. 19 માર્ચ, 1891ના રોજ બનાવેલા ‘સંમતિ વય અધિનિયમ’ અન્વયે કન્યાનાં લગ્નની ઉંમર 10 વર્ષથી વધારીને 12 વર્ષની કરવામાં આવી. એ પછી ઈ. સ. 1930માં ‘શારદા અધિનિયમ’ અંતર્ગત કન્યાનાં લગ્નની ઉંમર 14 વર્ષની કરવામાં આવી. આઝાદી પછી દેશમાં ઈ. સ. 1949 અને ઈ. સ. 1978માં કન્યાનાં લગ્નની ઉંમર અનુક્રમે 15 વર્ષ અને 18 વર્ષની કરવામાં આવી. કન્યાનાં લગ્નની ઉંમરનો પ્રવર્તમાન કાયદા અનુસાર આજે કન્યાનાં લગ્ન કરવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિની અસર, સંયુક્ત પરિવારનું વિઘટન અને શિક્ષણના ફેલાવાથી દેશમાંથી બાળલગ્નની કુપ્રથા કાનૂની રીતે બંધ થઈ છે.
પ્રશ્ન 15.
કન્યા-કેળવણીની જરૂરિયાત જણાવી અંગ્રેજ સરકારે ? કન્યા-કેળવણી માટે કરેલા પ્રયત્નો જણાવો.
ઉત્તર:
મધ્યયુગ દરમિયાન ભારતમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવાનાં માઠાં પરિણામો દેશમાં જોવા મળ્યાં હતાં. સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહી જાય એ સમાજના વિકાસ માટે ખરેખર, ઘાતક પૂરવાર થાય. બાળકના જીવનઘડતરમાં શિક્ષિત માતાનું યોગદાન અમૂલ્ય છે. એક શિક્ષિત માતા બાળક માટે સો શિક્ષકોની ગરજ સારી શકે છે. જો સ્ત્રીઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગળો બને. આધુનિક સમયમાં સ્ત્રીશિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે. મહિલાઓને સ્વાવલંબી બનાવવા તેમજ કુટુંબની આર્થિક બાબતોમાં સહભાગી બનાવવા સ્ત્રીઓને શિક્ષણ આપવું જરૂરી છે.
બ્રિટિશ પાર્લમેન્ટ ઈ. સ. 1853માં ભારતમાં શિક્ષણક્ષેત્રે સુધારા સૂચવવા એક સમિતિની રચના કરી હતી. એ સમિતિના અહેવાલ પરથી બોર્ડ ઑફ કન્ટ્રોલના પ્રમુખ ચાર્લ્સ વુડે જુલાઈ, 1954માં હિંદ સરકાર પર કેળવણી અંગેના સુધારાઓની ભલામણ કરતો ખરીતો મોકલ્યો. એ ખરતા પછી ભારતમાં શિક્ષણની વ્યવસ્થિત વિચારણા શરૂ થઈ. ચાલ્સ વડે પોતાના ખરતામાં ગવર્નર જનરલને સૂચવ્યું હતું કે ભારતમાં સ્ત્રીશિક્ષણને ઉત્તેજન મળે તેવાં પગલાં ભરવાં. તેમાં ગ્રાન્ટ ઇન એઇડ પદ્ધતિ મુજબ કન્યાશાળાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
એ સમયનો ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસી સ્ત્રીશિક્ષણ અંગે હકારાત્મક વિચારો ધરાવતો હતો. તેણે કાઉન્સિલ ફૉર એજ્યુકેશનને માર્ગદર્શન આપતાં જાહેર કર્યું હતું કે “ઈ. સ. 1854ના વુડના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ.” વુડના ખરતાથી સ્ત્રી-કેળવણીના ખર્ચમાં ભારે વધારો કરવાનું નક્કી થયું. પરિણામે ભારતના જુદા જુદા ભાગોમાં નવી કન્યાશાળાઓ સ્થાપવામાં આવી.
પ્રશ્ન 16.
ટૂંક નોંધ લખો સ્વામી વિવેકાનંદ
ઉત્તર:
સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863માં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય હતા. તેમણે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના અને સેવાભાવનાનો પ્રચાર કરવા માટે ઈ. સ. 1897માં ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. ઈ. સ. 1893માં યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વધર્મ પરિષદમાં તેમણે ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. અહીં તેમણે વિશ્વધર્મ પરિષદના સભ્યોને ‘ભાઈઓ અને બહેનો’ (Brothers and Sisters) શબ્દો દ્વારા સંબોધન કરીને મુગ્ધ કર્યા હતા.
સ્વામી વિવેકાનંદનો ઉપદેશ (1) સ્વામી વિવેકાનંદે સમાજસેવા અને સમાજસુધારણાના ઉપદેશ દ્વારા તે સમયનાં પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો. (2) તેમના મતે, જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ કે નિરાધાર બાળકોનાં મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહિ તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. (3) તેઓ કહેતા કે, “પહેલાં અન્ન પછી ધર્મ.” (4) તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરનાં દર્શન કરતા. તેથી તેઓ કહેતા હતા કે, “માનવસેવા એ જ પ્રભુસેવા છે.” (Service to mankind is service to God.) (5) તેઓ યુવાનોને કહેતા કે, “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”
નીચેના વિધાનોનાં ઐતિહાસિક કારણો આપોઃ
પ્રશ્ન 1.
ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં દેશની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી.
ઉત્તર:
ભારતમાં અંગ્રેજ રાજ્યનો વિસ્તાર વધવાથી અંગ્રેજ સરકારના વહીવટીતંત્રમાં અંગ્રેજી જાણતા હોય એવા નોકરિયાતોની જરૂરિયાત ઊભી થઈ. અંગ્રેજ સરકારના વહીવટીતંત્રમાં નોકરી મેળવવા માટે અંગ્રેજી શિક્ષણ પામેલા લોકોને સ્થાન મળવા લાગ્યું. તેથી સમાજમાં અંગ્રેજી શિક્ષણ લેવાનું મહત્ત્વ વધવા લાગ્યું. પરિણામે ભારતની પૌતૃત્ય ઢબની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી.
પ્રશ્ન 2.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહિ.
ઉત્તરઃ
અંગ્રેજોએ ગોઠવેલા શિક્ષણનો મુખ્ય હેતુ અંગ્રેજ શાસનને સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો મેળવવા પૂરતો સીમિત હતો. તદુપરાંત, ભારતના ભોગે બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાની તેમજ બ્રિટિશ હિતોને સાચવવાની નીતિને કારણે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહિ.
પ્રશ્ન 3.
અંગ્રેજ શાસન દરમિયાન ભારત વિશ્વમાં શિક્ષણક્ષેત્રે ઘણું પછાત રહ્યું.
ઉત્તરઃ
અંગ્રેજ સરકારે માત્ર ઓછા વેતને કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતો જ પ્રયત્ન કર્યો હતો; પરંતુ તેણે દેશના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલૉજીનું જ્ઞાન મળે તેમનામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય એવા કોઈ મહત્ત્વના શિક્ષણની વ્યવસ્થા કરી નહોતી. આથી, અંગ્રેજ શાસન દરમિયાન ભારત વિશ્વમાં શિક્ષણક્ષેત્રે ઘણું પછાત રહ્યું.
પ્રશ્ન 4.
ઈ. સ. 1854ના વુડના ખરતાને હિંદના શિક્ષણ માટેનો મેગ્નાકા કહી શકાય.
ઉત્તર:
ઈ. સ. 1854ના વુડના ખરીતામાં મુખ્યત્વે દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા અલગ શિક્ષણખાતાની રચના કરવી, સરકારી શાળાઓ અને કૉલેજોની જાળવણી કરવી, ખાનગી શાળાઓને અનુદાન (ગ્રાન્ટ) આપવું, શિક્ષકો માટે તાલીમી સંસ્થાઓ ખોલવી, વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી, સ્ત્રીશિક્ષણને ઉત્તેજન આપવું, શિષ્યવૃત્તિઓની જોગવાઈ કરવી વગેરે ખૂબ જ મહત્ત્વની ભલામણો કરવામાં આવી હતી. ભારતમાં શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સુધારા ઈ. સ. 1854ના વુડના ખરતાથી થયા હતા. આથી, તેને હિંદના શિક્ષણ માટેનો ‘મેગ્નાકા’ કહી શકાય.
પ્રશ્ન 5.
રવીન્દ્રનાથ ટાગોર પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા.
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને પ્રકૃતિના ઘનિષ્ઠ સાંનિધ્યમાં જ જ્ઞાન મળી શકે એમ તેઓ માનતા હતા. આથી, તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા.
પ્રશ્ન 6.
19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
19મી સદીના ભારતીય સમાજમાં મુખ્યત્વે બાળલગ્ન, અસ્પૃશ્યતા, દીકરીને જન્મતાંવેંત દૂધ પીતી કરવી મારી નાખવી), ગુલામી પ્રથા, સતીપ્રથા, વિધવા પુનર્લગ્નની મનાઈ, દહેજપ્રથા, સ્ત્રીશિક્ષણનો અભાવ, જ્ઞાતિભેદ, કન્યાવિક્રય, અંધશ્રદ્ધા, વહેમો વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતાં હતાં. આ દૂષણો માનવતાનાં વિરોધી અને વ્યક્તિના વિકાસનાં રૂંધતાં હતાં. 19મી સદીમાં કેટલાક મહાન સુધારકોએ એ સામાજિક દૂષણો વિરુદ્ધ વ્યક્તિગતરૂપે અને સંસ્થાઓ સ્થાપીને તેને નાબૂદ કરવા ભારે ઝુંબેશો ચલાવી હતી. એ ઝુંબેશોના પરિણામસ્વરૂપ સમાજમાં નવી ચેતના અને જાગૃતિ આવી હતી. આ બધાં કારણોસર 19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 7.
સમાજસુધારણાની ઝુંબેશોની સૌપ્રથમ શરૂઆત બંગાળમાં થઈ.
ઉત્તર:
ભારતમાં અંગ્રેજી શાસનની સૌપ્રથમ શરૂઆત બંગાળમાં થઈ. તેથી અંગ્રેજી શિક્ષણની સૌપ્રથમ શરૂઆત પણ બંગાળમાં થઈ. અંગ્રેજી શિક્ષણની અસરને કારણે સમાજસુધારણાની ઝુંબેશોની સૌપ્રથમ શરૂઆત બંગાળમાં થઈ.
પ્રશ્ન 8.
રાજા રામમોહનરાય ભારતના મહાન સમાજસુધારક ગણાય છે.
ઉત્તરઃ
19મી સદીમાં ભારતમાં સામાજિક સુધારણાની જે પ્રવૃત્તિઓ શરૂ થઈ તેની પ્રથમ શરૂઆત રાજા રામમોહનરાયે કરી હતી. તેમણે સમાજનાં અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવવા બ્રહ્મોસમાજની સ્થાપના કરી હતી. તેમણે સતીપ્રથા, બાળલગ્ન, વિધવા પુનર્લગ્નની મનાઈ, સ્ત્રીશિક્ષણનો અભાવ વગેરે દૂષણો સામે ઝુંબેશ ચલાવી હતી. તેમના પ્રયત્નોથી ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે ઈ. સ. 1828માં સતીપ્રથા વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો. રાજા રામમોહનરાયે વિધવા પુનર્લગ્નની હિમાયત કરી હતી તેમજ કન્યા-કેળવણીને ઉત્તેજન આપ્યું હતું. આમ, 19મી સદીમાં ભારતમાં સામાજિક સુધારાઓ કરી રાજા રામમોહનરાયે આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો. આથી, તેઓ ભારતના મહાન સમાજસુધારક ગણાય છે.
પ્રવૃત્તિઓ
1. ભારતની પ્રાચીન વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને વલભીનાં ચિત્રો એકઠાં કરી તમારી નોંધપોથીમાં ચોંટાડો અને દરેક વિશે પાંચ-સાત વાક્યો લખો.
[સંદર્ભઃ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કૅલેન્ડર મેળવીને તેનો અભ્યાસ કરો.]
2. રાજા રામમોહનરાય, દયાનંદ સરસ્વતી, કેશવચંદ્ર સેન, ગોપાલકૃષ્ણ ગોખલે, મહાદેવ ગોવિંદ રાનડે વગેરેનાં ચિત્રો મેળવી તમારી નોંધપોથીમાં ચોંટાડો. દરેક વિશે પાંચ-સાત વાક્યો લખો. આ માટે શાળાના પુસ્તકાલયનો ઉપયોગ કરવો.
3. મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને નર્મદનાં ચિત્રો મેળવી તમારી નોંધપોથીમાં ચોટાડો. દરેક વિશે પાંચ-સાત વાક્યો લખો.
4. શક્ય હોય તો અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત ગોઠવો.
5. વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કરેલી પ્રવૃત્તિઓની માહિતી તમારા વિષયશિક્ષક પાસેથી મેળવો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો હું વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
ઈ. સ. 1854માં અમલમાં આવેલો ચાર્લ્સ વુડનો ખરીતો શેની સાથે સંબંધ ધરાવતો હતો?
A. ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવી.
B. માતૃભાષામાં શિક્ષણ આપવું.
C. ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવી.
D. (A) અને (C) બંને
ઉત્તર:
D. (A) અને (C) બંને
પ્રશ્ન 2.
મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ હતી …….
A. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
B. જામિયા-મિલિયા-ઇસ્લામિયા, દિલ્લી
C. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય, વારાણસી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 3.
ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે?
A. દયાનંદ સરસ્વતીને
B. રવીન્દ્રનાથ ટાગોરને
C. રાજા રામમોહનરાયને
D. સ્વામી વિવેકાનંદને
ઉત્તર:
C. રાજા રામમોહનરાયને
પ્રશ્ન 4.
રવીન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો?
A. ગીતાંજલિ
B. ગોરા
C. ઘરે બાહિરે
D. ચોખેરબાલી
ઉત્તર:
A. ગીતાંજલિ
પ્રશ્ન 5.
કન્યાનાં લગ્નની વય નક્કી કરતા કાયદાઓ કયા કયા હતા?
A. બ્રહ્મવિવાહ નિયમ
B. વય-સંમતિ ધારો
C. શારદા અધિનિયમ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 6.
ઈ. સ. 1817માં કોલકાતામાં સ્થપાયેલી હિંદુ કૉલેજમાં કયો વિષય શીખવવામાં નહોતો આવતો?
A. અંગ્રેજી
B. ગણિત
C. ખગોળશાસ્ત્ર
D. અર્થશાસ્ત્ર
ઉત્તર:
D. અર્થશાસ્ત્ર
પ્રશ્ન 7.
નીચે આપેલું વ્યક્તિ ચિત્ર કયા સમાજસુધારકનું છે?
A. નર્મદનું
B. દયાનંદ સરસ્વતીનું
C. રાજા રામમોહનરાયનું
D. કેશવચંદ્ર સેનનું
ઉત્તર:
C. રાજા રામમોહનરાયનું
પ્રશ્ન 1.
મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારોમાં રહેલી સમાનતા અને તફાવત જણાવો.
ઉત્તર:
મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારોમાં રહેલી સમાનતા:
- આ બંને મહાપુરુષો માનતા હતા કે શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરે તેવું હોવું જોઈએ.
- શિક્ષણ બાળકની કલ્પનાશક્તિ અને કુતૂહલવૃત્તિ વિક્સે તેવું હોવું જોઈએ.
- તેઓ ? માનતા હતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ.
મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારોમાં તફાવત:
મહાત્મા ગાંધી માનતા હતા કે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડીને માતૃભાષામાં વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ વિવિધ હુન્નરો શીખવવા જોઈએ; જ્યારે રવીન્દ્રનાથ ટાગોર વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્ત્વોનું જ્ઞાન આપવામાં માનતા હતા. તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા. તેઓ વિદ્યાર્થીઓમાં સંગીતકળા, અભિનયક્ષમતા અને ચિત્રકળાની યોગ્યતા તથા નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા.
પ્રશ્ન 2.
બાળલગ્ન અને કન્યાકેળવણીના અભાવ જેવી સમસ્યાઓને કારણે વ્યક્તિ અને સમાજના વિકાસમાં કેવા કેવા અવરોધો આવે છે?
ઉત્તર:
બાળલગ્નો અને કન્યા-કેળવણીના અભાવ જેવી સમસ્યાઓ માનવતાની વિરોધી અને વ્યક્તિત્વના વિકાસને અવરોધે છે. બાળલગ્ન બાળકના શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે તેમજ તેની શૈક્ષણિક પ્રગતિમાં જ પણ મોટો અવરોધ ઊભો કરે છે. બાળલગ્નોના પરિણામે સ્ત્રીઓ-પુરુષોમાં કજોડાંની સ્થિતિ સર્જાય છે. આ સંજોગોમાં મોટા ભાગે સ્ત્રીઓને જિંદગીપર્યંત શોષણનો ભોગ બનવું પડે છે. કન્યાકેળવણીના અભાવે સ્ત્રીઓ વિકાસથી વંચિત રહી જાય છે. તેઓ સ્વાવલંબી અને સમ્માનભર્યું જીવન જીવી શકતી નથી. તેઓ પોતાનાં બાળકોનું ઉચિત ઘડતર કરી શકતી નથી, કારણ કે બાળકોના ઘડતરમાં સ્ત્રીઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. સ્ત્રીઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગળો બની જાય.
આમ, બાળલગ્ન અને કન્યાકેળવણીના અભાવ જેવી સમસ્યાઓને કારણે વ્યક્તિ અને સમાજના વિકાસમાં અનેક પ્રકારના અવરોધો આવે છે.
પ્રશ્ન 3.
અંગ્રેજોના આગમન પૂર્વેની શૈક્ષણિક પદ્ધતિ અને વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં કયા તફાવત જોવા મળે છે?
ઉત્તર: