Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 13 માનવ-સંસાધન Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 13 માનવ-સંસાધન
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :
પ્રશ્ન 1.
રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે?
A. નદીઓ
B. જંગલો
C. વસ્તી
D. ખનીજો
ઉત્તર:
C. વસ્તી
પ્રશ્ન 2.
વિશ્વની 90 %થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ કેટલા ટકા છે વિસ્તારમાં વસવાટ કરે છે?
A. 10 %
B. 15 %
C. 20 %
D. 25 %
ઉત્તર:
A. 10 %
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયો પ્રદેશ ગીચ વસ્તીનો વિસ્તાર ધરાવે છે?
A. દક્ષિણ-પશ્ચિમ એશિયા
B. એશિયા
C. યુરોપ
D. ઉત્તર-પૂર્વ ઉત્તર અમેરિકા
ઉત્તર:
D. ઉત્તર-પૂર્વ ઉત્તર અમેરિકા
પ્રશ્ન 4.
વિશ્વની કુલ વસ્તીના લગભગ 3 લોકો ક્યા ખંડોમાં વસવાટ કરે છે?
A. એશિયા અને યુરોપ
B. એશિયા અને આફ્રિકા
C. એશિયા અને ઉત્તર અમેરિકા
D. યુરોપ અને ઑસ્ટ્રેલિયા
ઉત્તર:
B. એશિયા અને આફ્રિકા
પ્રશ્ન 5.
વિશ્વની 60 % વસ્તી કેટલા દેશોમાં વસવાટ કરે છે?
A. 20
B. 10
C. 12
D. 15
ઉત્તર:
B. 10
પ્રશ્ન 6.
2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તીગીચતા કેટલી ? હતી?
A. 308
B. 350
C. 375
D. 382
ઉત્તર:
D. 382
પ્રશ્ન 7.
2011ના વર્ષ પ્રમાણે વિશ્વની સરેરાશ વસ્તીગીચતા કેટલી હતી?
A. 68
B. 62
C. 54
D. 48
ઉત્તર:
C. 54
પ્રશ્ન 8.
વિશ્વમાં સૌથી વધારે વસ્તીગીચતા કયા પ્રદેશમાં છે?
A. દક્ષિણ-મધ્ય એશિયામાં
B. પૂર્વ યુરોપમાં
C. ઉત્તર-પૂર્વ એશિયામાં
D. દક્ષિણ-પૂર્વ એશિયામાં
ઉત્તર:
A. દક્ષિણ-મધ્ય એશિયામાં
9. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કર્યું છે?
A. પશ્ચિમ બંગાળ
B. બિહાર
C. કેરલ
D. ઉત્તર પ્રદેશ
ઉત્તર:
B. બિહાર
પ્રશ્ન 10.
ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?
A. ઉત્તર પ્રદેશ
B. કેરલ
C. ગુજરાત
D. પશ્ચિમ બંગાળ
ઉત્તર:
D. પશ્ચિમ બંગાળ
પ્રશ્ન 11.
ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે?
A. મિઝોરમ
B. સિક્કિમ
C. અરુણાચલ પ્રદેશ
D. નાગાલૅન્ડ
ઉત્તર:
C. અરુણાચલ પ્રદેશ
પ્રશ્ન 12.
ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?
A. સિક્કિમ
B. હરિયાણા
C. મણિપુર
D. મિઝોરમ
ઉત્તર:
D. મિઝોરમ
પ્રશ્ન 13.
ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
A. દમણ અને દીવ
B. ચંડીગઢ
C. પુદુચ્ચેરી
D. લક્ષદ્વીપ
ઉત્તર:
B. ચંડીગઢ
પ્રશ્ન 14.
ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
A. પુદુચેરી
B. લક્ષદ્વીપ
C. દાદરા અને નગરહવેલી
D. ચંડીગઢ
ઉત્તર:
A. પુદુચેરી
પ્રશ્ન 15.
ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
A. ચંડીગઢ
B. પુડુચેરી
C. અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ
D. દમણ અને દીવ
ઉત્તર:
C. અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ
પ્રશ્ન 16.
ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
A. દાદરા અને નગરહવેલી
B. દમણ અને દીવ
C. લક્ષદ્વીપ
D. જમ્મુ અને કશ્મીર
ઉત્તર:
D. જમ્મુ અને કશ્મીર
પ્રશ્ન 17.
ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કર્યું છે?
A. કર્ણાટક
B. છત્તીસગઢ
C. કેરલ
D. તમિલનાડુ
ઉત્તર:
C. કેરલ
પ્રશ્ન 18.
ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?
A. તમિલનાડુ
B. આંધ્ર પ્રદેશ
C. મહારાષ્ટ્ર
D. મેઘાલય
ઉત્તર:
A. તમિલનાડુ
પ્રશ્ન 19.
ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે?
A. સિક્કિમ
B. હરિયાણા
C. અરુણાચલ પ્રદેશ
D. રાજસ્થાન
ઉત્તર:
B. હરિયાણા
પ્રશ્ન 20.
ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?
A. સિક્કિમ
B. નાગાલૅન્ડ
C. બિહાર
D. ઝારખંડ
ઉત્તર:
A. સિક્કિમ
પ્રશ્ન 21.
ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
A. ચંડીગઢ
B. દમણ અને દીવ
C. પુએરી
D. દાદરા અને નગરહવેલી
ઉત્તર:
C. પુએરી
પ્રશ્ન 22.
ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
A. દાદરા અને નગરહવેલી
B. લક્ષદ્વીપ
C. અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ
D. દમણ અને દીવ
ઉત્તર:
D. દમણ અને દીવ
પ્રશ્ન 23.
ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે?
A. ગુજરાત
B. કેરલ
C. ઝારખંડ
D. ત્રિપુરા
ઉત્તર:
B. કેરલ
પ્રશ્ન 24.
ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું દ્વિતીય ક્રમનું રાજ્ય કયું છે?
A. ત્રિપુરા
B. મેઘાલય
C. મિઝોરમ
D. અરુણાચલ પ્રદેશ
ઉત્તર:
C. મિઝોરમ
પ્રશ્ન 25.
ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે?
A. તેલંગણા
B. રાજસ્થાન
C. અરુણાચલ પ્રદેશ
D. બિહાર
ઉત્તર:
A. તેલંગણા
પ્રશ્ન 26.
ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું દ્વિતીય ક્રમનું રાજ્ય કયું છે?
A. ઉત્તર પ્રદેશ
B. મણિપુર
C. ઝારખંડ
D. બિહાર
ઉત્તર:
D. બિહાર
પ્રશ્ન 27.
ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
A. પુડુચેરી
B. લક્ષદ્વીપ
C. અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ
D. જમ્મુ અને કાશ્મીર
ઉત્તર:
B. લક્ષદ્વીપ
પ્રશ્ન 28.
ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
A. દાદરા અને નગરહવેલી
B. દમણ અને દીવ
C. જમ્મુ અને કાશ્મીર
D. ચંડીગઢ
ઉત્તર:
C. જમ્મુ અને કાશ્મીર
પ્રશ્ન 29.
વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે?
A. નાઈલ નદીનું મેદાન
B. દ્વાંગ હો નદીનું મેદાન
C. ગંગા નદીનું મેદાન
D. ચાંગ જિયાંગ નદીનું મેદાન
ઉત્તર:
C. ગંગા નદીનું મેદાન
પ્રશ્ન 30.
નીચેના પૈકી ભારતનું કયું શહેર ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે?
A. અમદાવાદ
B. ભોપાલ
C. મુંબઈ
D. કોલકાતા
ઉત્તર:
C. મુંબઈ
પ્રશ્ન 31.
નીચેના પૈકી જાપાનનું કયું શહેર ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે?
A. નાગાસાકી
B. ઓસાકા
C. હોન્કાઈડો
D. ક્યોટો
ઉત્તર:
B. ઓસાકા
પ્રશ્ન 32.
નીચેના પૈકી ભારતનું કયું શહેર ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે?
A. પુણે
B. બેંગલુરુ
C. લુધિયાણા
D. વારાણસી
ઉત્તર:
D. વારાણસી
પ્રશ્ન 33.
નીચેના પૈકી ભારતનું કયું શહેર સારાં રહેઠાણો અને શિક્ષણ તથા સ્વાથ્યની સગવડો ધરાવતું શહેર છે?
A. ઉજ્જૈન
B. બરેલી
C. પુણે
D. બીકાનેર
ઉત્તર:
C. પુણે
પ્રશ્ન 34.
ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે?
A. સિક્કિમ
B. મિઝોરમ
C. અરુણાચલ પ્રદેશ
D. ગોવા
ઉત્તર:
A. સિક્કિમ
પ્રશ્ન 35.
ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે?
A. મધ્ય પ્રદેશ
B. મહારાષ્ટ્ર
C. રાજસ્થાન
D. ઉત્તર પ્રદેશ
ઉત્તર:
D. ઉત્તર પ્રદેશ
પ્રશ્ન 36.
સિક્કિમની વસ્તી કેટલી છે?
A. 8.4 લાખ
B. 6.10 લાખ
C. 5.2 લાખ
D. 4.7 લાખ
ઉત્તર:
B. 6.10 લાખ
પ્રશ્ન 37.
ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે?
A. 11.00 કરોડ
B. 10.40 કરોડ
C. 19.98 કરોડ
D. 21.35 કરોડ
ઉત્તર:
C. 19.98 કરોડ
પ્રશ્ન 38.
ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
A. ઉત્તર પ્રદેશ
B. મહારાષ્ટ્ર
C. રાજસ્થાન
D. મધ્ય પ્રદેશ
ઉત્તર:
C. રાજસ્થાન
પ્રશ્ન 39.
રાજસ્થાનમાં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
A. 7.48 %
B. 5.66 %
C. 6.10 %
D. 7.26 %
ઉત્તર:
B. 5.66 %
પ્રશ્ન 40.
ક્ષેત્રફળની દષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય કયું છે?
A. ગુજરાત
B. તમિલનાડુ
C. કર્ણાટક
D. મધ્ય પ્રદેશ
ઉત્તર:
D. મધ્ય પ્રદેશ
પ્રશ્ન 41.
મધ્ય પ્રદેશમાં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
A. 5 %
B. 6 %
C. 4 %
D. 7 %
ઉત્તર:
B. 6 %
પ્રશ્ન 42.
બિહારમાં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
A. 6.75 %
B. 7.15 %
C. 7.90 %
D. 8.60 %
ઉત્તર:
D. 8.60 %
પ્રશ્ન 43.
ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ભાગના લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે?
A. \(\frac{1}{3}\)
B. \(\frac{2}{3}\)
C. \(\frac{1}{4}\)
D. \(\frac{1}{5}\)
ઉત્તર:
B. \(\frac{2}{3}\)
પ્રશ્ન 44.
યુ.એસ.એ.ની કુલ વસ્તીના કેટલા ટકા લોકો કૃષિક્ષેત્ર પર છે આધારિત છે?
A. 5 %
B. 6 %
C. 7 %
D. 8 %
ઉત્તર:
A. 5 %
પ્રશ્ન 45.
જાપાનની કુલ વસ્તીના કેટલા ટકા લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે?
A. 10 %થી ઓછા
B. 10 %થી વધારે
C. 12 %થી વધારે
D. 15 %થી વધારે
ઉત્તર:
A. 10 %થી ઓછા
પ્રશ્ન 46.
ભારતની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે?
A. 18 %
B. 24 %
C. 10 %
D. 15 %
ઉત્તર:
C. 10 %
પ્રશ્ન 47.
ભારતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા-વસ્તી છે?
A. 19.4 %
B. 20.8 %
C. 24.6 %
D. 12.6 %
ઉત્તર:
A. 19.4 %
પ્રશ્ન 48.
ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા-વસ્તી છે?
A. 16.48 %
B. 19.45 %
C. 21.62 %
D. 24.58 %
ઉત્તર:
B. 19.45 %
પ્રશ્ન 49.
વિશ્વની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
A. 52.1 %
B. 59.2 %
C. 50.2 %
D. 50.9 %
ઉત્તર:
D. 50.9 %
પ્રશ્ન 50.
પૂર્વ એશિયાની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
A. 52.1 %
B. 51.3 %
C. 59.2 %
D. 46.5 %
ઉત્તર:
C. 59.2 %
પ્રશ્ન 51.
દક્ષિણ એશિયાની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
A. 41.7 %
B. 46.5 %
C. 52.1 %
D. 36.3 %
ઉત્તર:
B. 46.5 %
પ્રશ્ન 52.
ઉત્તર આફ્રિકાની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
A. 37.9 %
B. 36.3 %
C. 46.5 %
D. 41.7 %
ઉત્તર:
A. 37.9 %
પ્રશ્ન 53.
ઈ. સ. 1991માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
A. 972
B. 954
C. 929
D. 943
ઉત્તર:
C. 929
પ્રશ્ન 54.
ઈ. સ. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
A. 957
B. 943
C. 938
D. 932
ઉત્તર:
B. 943
પ્રશ્ન 55.
ઈ. સ. 2011માં ભારતમાં વસ્તીગીચતા કેટલી હતી?
A. 382
B. 405
C. 445
D. 482
ઉત્તર:
A. 382
પ્રશ્ન 56.
ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો?
A. 65 %
B. 73 %
C. 76 %
D. 82 %
ઉત્તર:
B. 73 %
પ્રશ્ન 57.
ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા પુરુષો સાક્ષર હતા?
A. 68.4 %
B. 70.5 %
C. 74.7 %
D. 80.9 %
ઉત્તર:
D. 80.9 %
પ્રશ્ન 58.
ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા સ્ત્રીઓ સાક્ષર હતી?
A. 78.6%
B. 74.3 %
C. 64.6 %
D. 62.8 %
ઉત્તર:
C. 64.6 %
પ્રશ્ન 59.
ભારતમાં સાક્ષરતાના દરમાં તૃતીય સ્થાન ધરાવતું રાજ્ય કયું છે?
A. નાગાલૅન્ડ
B. સિક્કિમ
C. મિઝોરમ
D. અરુણાચલ પ્રદેશ
ઉત્તર:
C. મિઝોરમ
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો :
1. બધાં સંસાધનોમાં ……………………….. સંસાધન અંતિમ સંસાધન છે.
ઉત્તરઃ
માનવ
2. વિશ્વની ………… %થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10 % વિસ્તારમાં વસવાટ કરે છે.
ઉત્તરઃ
90
૩. પૃથ્વીના …………………………….. ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે.
ઉત્તરઃ
દક્ષિણ
4. વિશ્વની કુલ વસ્તીના લગભગ ………… લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે.
ઉત્તરઃ
43
5. વિશ્વની ………… % વસ્તી ફક્ત 10 દેશોમાં વસવાટ કરે છે.
ઉત્તરઃ
60
6. 2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તીગીચતા ……….. હતી.
ઉત્તરઃ
382
7. 2011ના વર્ષ પ્રમાણે વિશ્વની સરેરાશ વસ્તીગીચતા . ………… હતી.
ઉત્તરઃ
54
8. વિશ્વમાં સૌથી વધારે વસ્તીગીચતા ………………………. એશિયામાં છે.
ઉત્તરઃ
દક્ષિણ-મધ્ય
9. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય ……………………… છે.
ઉત્તરઃ
બિહાર
10. ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય ……………………… છે.
ઉત્તરઃ
અરુણાચલ પ્રદેશ
11. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ …………………………….. છે.
ઉત્તર:
ચંડીગઢ
12. ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ………………………….. છે.
ઉત્તર:
અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ
13. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની વધુ સંખ્યા : રાજ્યમાં છે.
ઉત્તર:
કેરલ
14. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની ઓછી સંખ્યા ………………………… રાજ્યમાં છે.
ઉત્તર:
હરિયાણા
15. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે.
ઉત્તર:
પુદુમ્બેરી
16. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ……………………… છે.
ઉત્તર:
દમણ અને દીવ
17. ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય ………………………….. છે.
ઉત્તર:
કેરલ
18. ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય …………………………. છે.
ઉત્તર:
તેલંગણા
19. ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ …………………. છે.
ઉત્તર:
લક્ષદ્વીપ
20. ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ………………………… છે.
ઉત્તર:
જમ્મુ અને કાશમીર
21. …………………………… નદીનું મેદાન એ વિશ્વનો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે.
ઉત્તર:
ગંગા
22. ………………………. શહેર એ ભારતનું ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે.
ઉત્તર:
મુંબઈ
23. …………………………… શહેર એ જાપાનનું ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે.
ઉત્તર:
ઓસાકા
24. ભારતના …………………………. રાજ્યની વસ્તી સૌથી ઓછી છે.
ઉત્તર:
સિક્કિમ
25. ભારતના ……………………………… રાજ્યની વસ્તી સૌથી વધારે છે.
ઉત્તર:
ઉત્તર પ્રદેશ
26. સિક્કિમની વસ્તી ………………………. લાખ છે.
ઉત્તર:
6.10
27. ઉત્તર પ્રદેશની વસ્તી ……….. કરોડ છે.
ઉત્તર:
19.98
28. ………………………. એ ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે.
ઉત્તર:
રાજસ્થાન
29. રાજસ્થાનમાં દેશની આશરે ………… % વસ્તી વસવાટ કરે છે.
ઉત્તર:
5.66
30. …………………………. એ ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું રાજ્ય છે.
ઉત્તર:
મધ્ય પ્રદેશ
31. મધ્ય પ્રદેશમાં દેશની આશરે ………… % વસ્તી વસવાટ કરે છે.
ઉત્તર:
6
32. બિહારમાં દેશની આશરે ………… % વસ્તી વસવાટ કરે છે.
ઉત્તર:
8.60
33. ભારતની કુલ વસ્તીના 55 % લોકો …………………………. ક્ષેત્ર પર આધારિત છે.
ઉત્તર:
કૃષિ
34. ………………………. ની કુલ વસ્તીના 5 % લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે.
ઉત્તર:
યુ.એસ.એ.
35. ……………………. ની કુલ વસ્તીના 10 %થી ઓછા લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે.
ઉત્તર:
જાપાન
36. ભારતની કુલ વસ્તીના ………… % લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે.
ઉત્તર:
10
37. ભારતની કુલ વસ્તીના ………… % વસ્તી યુવા-વસ્તી :
ઉત્તર:
19.4
38. ગુજરાતની કુલ વસ્તીના ………… % વસ્તી યુવા-વસ્તી
ઉત્તર:
19.4
39. વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ………… હતી.
ઉત્તર:
972
40. ઈ. સ. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ………………….. હતી.
ઉત્તર:
943
41. ઈ. સ. 2011માં ભારતમાં વસ્તીગીચતા …………….. હતી.
ઉત્તર:
382
42. ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો – દર ……….% હતો.
ઉત્તર:
74.04
43. ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ ……….. % પુરુષો સાક્ષર હતા.
ઉત્તર:
82.1
44. ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ ………… % સ્ત્રીઓ સાક્ષર હતી.
ઉત્તર:
65.4
45. ભારતમાં ……………………………….. એ સાક્ષરતાના દરમાં તૃતીય સ્થાન ધરાવતું રાજ્ય છે.
ઉત્તર:
મિઝોરમ
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
1.વિશ્વમાં માનવ-સંસાધનનું વિતરણ એકસરખું છે.
ઉત્તરઃ
ખોટું
2. વિશ્વની 90 %થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 12 % વિસ્તારમાં વસવાટ કરે છે.
ઉત્તરઃ
ખોટું
૩. વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે.
ઉત્તરઃ
ખરું
4. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3 લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે.
ઉત્તરઃ
ખરું
5. વિશ્વની 60 % વસ્તી ફક્ત 8 દેશોમાં વસવાટ કરે છે.
ઉત્તરઃ
ખોટું
6. 2011ની જનગણના પ્રમાણે ભારતની સરેરાશ વસ્તીગીચતા 402 હતી.
ઉત્તરઃ
ખોટું
7. ઈ. સ. 2011માં વિશ્વની સરેરાશ વસ્તીગીચતા 54 હતી.
ઉત્તરઃ
ખરું
8. વિશ્વમાં સૌથી વધારે વસ્તીગીચતા દક્ષિણ-પૂર્વ એશિયામાં છે.
ઉત્તરઃ
ખોટું
9. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી.
ઉત્તરઃ
ખરું
10. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર 78 % હતો.
ઉત્તરઃ
ખોટું
11. ભારતમાં બિહાર સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય છે.
ઉત્તરઃ
ખરું
12. ભારતમાં સિક્કિમ સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય છે.
ઉત્તરઃ
ખોટું
13. ભારતમાં પુડુચેરી સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે.
ઉત્તરઃ
ખોટું
14. ભારતમાં કેરલ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય છે.
ઉત્તરઃ
ખરું
15. ભારતમાં રાજસ્થાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય છે.
ઉત્તરઃ
ખોટું
16. ભારતમાં કેરલ સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય છે.
ઉત્તરઃ
ખરું
17. ભારતમાં ત્રિપુરા સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય છે.
ઉત્તરઃ
ખોટું
18. નાઈલ નદીનું મેદાન એ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે.
ઉત્તરઃ
ખોટું
19. ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે.
ઉત્તરઃ
ખરું
20. દક્ષિણ આફ્રિકામાં નાઈલ નદીનું મેદાન એ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે.
ઉત્તરઃ
ખોટું
21. વિશ્વની નદીખીણો ગીચ વસવાટ ક્ષેત્રો ધરાવે છે.
ઉત્તર:
ખરું
22. ખનીજ સંસાધનવાળા વિસ્તારો વધુ વિસ્તાર ધરાવે છે.
ઉત્તર:
ખરું
23. ગુજરાતનું અમદાવાદ શહેર ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે.
ઉત્તર:
ખોટું
24. ભારતમાં વસ્તીનું વિતરણ અસમાન છે.
ઉત્તર:
ખરું
25. ભારતમાં સિક્કિમ રાજ્યની વસ્તી સૌથી ઓછી છે.
ઉત્તર:
ખરું
26. ભારતમાં મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી સૌથી વધારે છે.
ઉત્તર:
ખોટું
27. ક્ષેત્રફળની દષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે.
ઉત્તર:
ખોટું
28. ભારતની વ્યાવસાયિક સંરચના ખૂબ સંતુલન છે.
ઉત્તર:
ખોટું
29. ભારતની વસ્તીના 45 % લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે.
ઉત્તર:
ખોટું
30. વિકસિત દેશોમાં તેમના લગભગ શ્રમિકો ઉદ્યોગોમાં જોડાયેલ છે.
ઉત્તર:
ખરું
31. ભારતની કુલ વસ્તીના માત્ર 12 % લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે.
ઉત્તર:
ખોટું
32. ભારતની કુલ વસ્તીના 19.45 % વસ્તી યુવા-વસ્તી છે.
ઉત્તર:
ખોટું
33. ગુજરાતની કુલ વસ્તીના 19.4 % વસ્તી યુવા-વસ્તી છે.
ઉત્તર:
ખોટું
34. 2011ની જનગણના મુજબ ભારતમાં લગભગ 80.9 % પુરુષો અને 64.6 % સ્ત્રીઓ સાક્ષર છે.
ઉત્તર:
ખરું
35. ભારતમાં અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ગુજરાત રાજ્યોમાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
પ્રશ્ન 1.
વિભાગ ‘અ’ (ભારતમાં) | વિભાગ ‘બ’ (રાજ્ય) |
(1) સૌથી વધારે વસ્તી | (1) બિહાર |
(2) સૌથી ઓછી વસ્તી | (2) અરુણાચલ પ્રદેશ |
(3) સૌથી વધુ વસ્તીગીચતા | (3) ઉત્તર પ્રદેશ |
(4) સૌથી ઓછી વસ્તીગીચતા | (4) મિઝોરમ |
(5) સિક્કિમ |
ઉત્તર:
વિભાગ ‘અ’ (ભારતમાં) | વિભાગ ‘બ’ (રાજ્ય) |
(1) સૌથી વધારે વસ્તી | (3) ઉત્તર પ્રદેશ |
(2) સૌથી ઓછી વસ્તી | (5) સિક્કિમ |
(3) સૌથી વધુ વસ્તીગીચતા | (1) બિહાર |
(4) સૌથી ઓછી વસ્તીગીચતા | (2) અરુણાચલ પ્રદેશ |
પ્રશ્ન 2.
વિભાગ ‘અ’ (ભારતમાં) | વિભાગ ‘બ’ (રાજ્ય) |
(1) સૌથી ઊંચો સાક્ષરતા દર | (1) સિક્કિમ |
(2) સૌથી નીચો સાક્ષરતા દર | (2) રાજસ્થાન |
(3) સૌથી મોટું રાજ્ય | (3) મેઘાલય |
(4) હિમાલયી લઘુરાજ્ય | (4) તેલંગણા |
(5) કેરલ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (ભારતમાં) | વિભાગ ‘બ’ (રાજ્ય) |
(1) સૌથી ઊંચો સાક્ષરતા દર | (5) કેરલ |
(2) સૌથી નીચો સાક્ષરતા દર | (4) તેલંગણા |
(3) સૌથી મોટું રાજ્ય | (2) રાજસ્થાન |
(4) હિમાલયી લઘુરાજ્ય | (1) સિક્કિમ |
પ્રશ્ન 3.
વિભાગ ‘અ’ (ભારતમાં…………) | વિભાગ ‘બ’(કેન્દ્રશાસિત પ્રદેશ) |
(1) સૌથી વધુ વસ્તીગીચતા | (1) પુડુચેરી |
(2) સૌથી ઓછી વસ્તીગીચતા | (2) જમ્મુ અને કશ્મીર |
(3) સૌથી વધુ સાક્ષરતા | (3) અંદમાન અને |
(4) સૌથી ઓછી સાક્ષરતા નિકોબાર દ્વીપસમૂહ | (4) ચંડીગઢ |
(5) લક્ષદ્વીપ |
ઉત્તર:
વિભાગ ‘અ’ (ભારતમાં…………) | વિભાગ ‘બ’(કેન્દ્રશાસિત પ્રદેશ) |
(1) સૌથી વધુ વસ્તીગીચતા | (4) ચંડીગઢ |
(2) સૌથી ઓછી વસ્તીગીચતા | (3) અંદમાન અને |
(3) સૌથી વધુ સાક્ષરતા | (5) લક્ષદ્વીપ |
(4) સૌથી ઓછી સાક્ષરતા નિકોબાર દ્વીપસમૂહ | (2) જમ્મુ અને કશ્મીર |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
કેવા લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે?
ઉત્તર:
સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે.
પ્રશ્ન 2.
વસ્તી-વિતરણની તરાહ કે વસ્તી-વિભાજન એટલે શું?
ઉત્તર:
પૃથ્વી સપાટી પર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે તેને ‘વસ્તી-વિતરણની તરાહ’ કે ‘વસ્તીવિભાજન’ કહે છે.
પ્રશ્ન 3.
વિશ્વમાં કયા વિસ્તારો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે?
ઉત્તર:
વિશ્વમાં દક્ષિણ-પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર-પૂર્વ – ઉત્તર અમેરિકા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે.
પ્રશ્ન 4.
વિશ્વના કયા વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે?
ઉત્તર:
વિશ્વનાં ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો, પર્વતો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે.
પ્રશ્ન 5.
વિશ્વની કુલ વસ્તીના લગભગ 3 લોકો ક્યા ક્યા ખંડોમાં વસે છે?
ઉત્તર:
વિશ્વની કુલ વસ્તીના લગભગ 3 લોકો એશિયા અને – આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે.
પ્રશ્ન 6.
વિશ્વની 60 % વસ્તી કેટલા દેશોમાં વસવાટ કરે છે? એ દેશોમાં કેટલા લોકો વસવાટ કરે છે?
ઉત્તર:
વિશ્વની 60 % વસ્તી માત્ર 10 દેશોમાં વસવાટ કરે છે. એ દેશોમાં 360 કરોડથી વધારે લોકો વસવાટ કરે છે.
પ્રશ્ન 7.
2011ના વર્ષ પ્રમાણે ભારતની અને વિશ્વની સરેરાશ વસ્તીગીચતા કેટલી છે?
ઉત્તર:
2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તીગીચતા 382 છે અને વિશ્વની સરેરાશ વસ્તીગીચતા 54 છે.
પ્રશ્ન 8.
વિશ્વમાં સૌથી વધારે વસ્તીગીચતા ક્યાં ક્યાં છે?
ઉત્તર:
વિશ્વમાં દક્ષિણ-મધ્ય એશિયા, પૂર્વ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી વધારે વસ્તીગીચતા છે.
પ્રશ્ન 9.
ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતાં રાજ્યો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં બિહાર સૌથી વધુ અને અરુણાચલ પ્રદેશ સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતાં રાજ્યો છે.
પ્રશ્ન 10.
ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો કયા કયા છે?
ઉત્તર:
ભારતમાં ચંડીગઢ સૌથી વધુ અને અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો છે.
પ્રશ્ન 11.
ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધારે છે અને સૌથી ઓછી સંખ્યા ધરાવતાં રાજ્યો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં કેરલ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી છે વધારે અને હરિયાણા સૌથી ઓછી સંખ્યા ધરાવતાં રાજ્યો છે.
પ્રશ્ન 12.
ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ અને સૌથી ઓછી સંખ્યા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો કયા કયા છે?
ઉત્તર:
ભારતમાં પુડુચેરી દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ; જ્યારે દમણ અને દીવ સૌથી ઓછી સંખ્યા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો છે.
પ્રશ્ન 13.
ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછો સાક્ષરતાનો દર ધરાવતાં રાજ્યો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં કેરલ સૌથી વધુ અને તેલંગણા સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતાં રાજ્યો છે.
પ્રશ્ન 14.
ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછો સાક્ષરતા દર રે ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો કયા કયા છે?
ઉત્તર:
ભારતમાં લક્ષદ્વીપ સૌથી વધુ અને જમ્મુ અને કશ્મીર સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો છે.
પ્રશ્ન 15.
માનવી હંમેશાં મેદાની વિસ્તારોમાં રહેવાનું શા માટે પસંદ કરે છે?
ઉત્તર:
મેદાની વિસ્તારો ખેતી, ઉદ્યોગો અને સેવાની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. આથી, માનવી હંમેશાં મેદાની વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે.
પ્રશ્ન 16.
માનવી સામાન્ય રીતે કેવી આબોહવાવાળા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતો નથી?
ઉત્તર:
માનવી સામાન્ય રીતે તીવ્ર આબોહવા એટલે કે અતિશય ગરમ અથવા અત્યંત ઠંડા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતો નથી.
પ્રશ્ન 17.
કઈ કઈ નદીઓનાં મેદાનો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે?
ઉત્તર:
ભારતની ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા; ચીનની ટ્વાંગ હો અને ચાંગ જિયાંગ તથા ઇજિપ્તની નાઈલ – આ નદીઓનાં ફળદ્રુપ મેદાનો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે.
પ્રશ્ન 18.
ઔદ્યોગિક વિસ્તારો તરફ લોકો શા માટે આકર્ષિત થાય છે?
ઉત્તર:
ઓદ્યોગિક વિસ્તારો રોજગારીની નવી નવી તકો ઊભી કરે છે, તેથી લોકો એ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે.
પ્રશ્ન 19.
ભારતની અડધાથી વધુ વસ્તી કયાં કયાં રાજ્યોમાં વસવાટ કરે છે?
ઉત્તર:
ભારતની અડધાથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ આ પાંચ રાજ્યોમાં વસવાટ કરે છે.
પ્રશ્ન 20.
ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? અહીં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
ઉત્તર:
ક્ષેત્રફળની દષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. અહીં દેશની વસ્તીના આશરે ફક્ત 5.66 % વસ્તી વસવાટ કરે છે.
પ્રશ્ન 21.
ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું રાજ્ય કયું છે? અહીં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
ઉત્તર:
ક્ષેત્રફળની દષ્ટિએ મધ્ય પ્રદેશ ભારતનું બીજું સૌથી મોટું રાજ્ય છે. અહીં દેશની વસ્તીના આશરે ફક્ત 6 % વસ્તી વસવાટ કરે છે.
પ્રશ્ન 22.
બિહાર રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે? અહીં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
ઉત્તર:
બિહાર રાજ્યનું ક્ષેત્રફળ દેશના ક્ષેત્રફળના 2.6 % જેટલું ડે છે. અહીં દેશની વસ્તીના આશરે 8.60 % વસ્તી વસવાટ કરે છે.
પ્રશ્ન 23.
આપણા દેશની વસ્તીના કેટલા લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે? આ ક્ષેત્રમાં અન્ય કયા કયા વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે?
ઉત્તરઃ
આપણા દેશની વસ્તીનો આશરે ૩ ભાગ કૃષિક્ષેત્ર પર આધારિત છે. આ ક્ષેત્રમાં પશુપાલન, મત્સ્ય અને જંગલ પ્રવૃત્તિ જેવા અન્ય વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે.
પ્રશ્ન 24.
વિશ્વના વિકસિત દેશોમાં કેટલા ટકા શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે? ઔદ્યોગિક ક્ષેત્ર શાથી મહત્ત્વનું ગણાય છે?
ઉત્તર:
વિશ્વના વિકસિત દેશોમાં તેમની કુલ વસ્તીના લગભગ એક-ચતુર્ભાશ શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે. ઔદ્યોગિક ક્ષેત્ર મૂલ્યવૃદ્ધિ માટે પ્રત્યક્ષરૂપે સંબંધ રાખે છે તેમજ તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, તેથી તે ક્ષેત્રે મહત્ત્વનું ગણાય છે.
પ્રશ્ન 25.
ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના કેટલા ટકા વસ્તી જોડાયેલી છે? આ ઓછી ટકાવારી માટે કઈ બાબતો જવાબદાર છે?
ઉત્તર:
ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના ફક્ત 10 % વસ્તી જોડાયેલી છે. આ ઓછી ટકાવારી માટે દેશમાં મૂડી અને અદ્યતન ટેક્નોલૉજીની અછત જવાબદાર છે.
પ્રશ્ન 26.
ભારતના કુલ શ્રમિકોના કેટલા લોકો સેવાક્ષેત્રમાં જોડાયેલ છે? સેવાક્ષેત્રમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ભારતના કુલ શ્રમિકોના \(\frac{1}{4}\) લોકો સેવાક્ષેત્રમાં જોડાયેલ છે. ભારતીય અર્થતંત્રના સેવાક્ષેત્રમાં સ્વાચ્ય, શિક્ષણ, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર, બૅન્કિંગ, વીમો, મનોરંજન, કલા વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 27.
ભારતમાં અને ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા-વસ્તી છે?
ઉત્તર:
ભારતની કુલ વસ્તીના 19.4 % વસ્તી અને ગુજરાતની કુલ વસ્તીના 19.45 % વસ્તી યુવા-વસ્તી છે.
પ્રશ્ન 28.
સ્ત્રી-પુરુષના પ્રમાણને સૂત્ર દ્વારા કેવી રીતે દર્શાવી શકાય?
ઉત્તર:
સ્ત્રી-પુરુષના પ્રમાણને સૂત્ર દ્વારા આ રીતે દર્શાવી શકાય : સ્ત્રી-પુરુષ પ્રમાણ
પ્રશ્ન 29.
સાક્ષરતા દરનું સૂત્ર જણાવો.
ઉત્તરઃ
સાક્ષરતા દરનું સૂત્ર: સાક્ષરતા દર = 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિઓની વસ્તી x 100
પ્રશ્ન 30.
2011ની જનગણના પ્રમાણે આપણા દેશમાં કેટલા ટકા પુરુષો અને સ્ત્રીઓ સાક્ષર હતાં?
ઉત્તર:
2011ની જનગણના પ્રમાણે આપણા દેશમાં કુલ : વસ્તીના 80.9 % પુરુષો અને 64.6 % સ્ત્રીઓ સાક્ષર છે, અર્થાત્ આપણા દેશના ત્રણ-ચતુર્ભાશ પુરુષો અને અડધાથી વધારે સ્ત્રીઓ સાક્ષર હતાં.
પ્રશ્ન 31.
2011ની જનગણના પ્રમાણે ભારતનાં કયાં કયાં રાજ્યોમાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે?
ઉત્તર:
2011ની જનગણના પ્રમાણે ભારતનાં અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે.
નીચેના શબ્દની સંકલ્પના સમજાવો:
વસ્તી-વિતરણની તરાહ કે વસ્તી-વિભાજન (વિતરણ)
ઉત્તરઃ
પૃથ્વી સપાટી પર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે, અર્થાત્ વસવાટ કરે છે તેને ‘વસ્તી-વિતરણની તરાહ’ કે ‘વસ્તી-વિભાજન (વિતરણ)’ કહે છે. વિશ્વમાં વસ્તીનું છે વિભાજન-વિતરણ ખૂબ અસમાન છે. વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે; જ્યારે કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તીગીચતા ધરાવે છે.
ટૂંક નોંધ લખોઃ
પ્રશ્ન 1.
વિશ્વમાં વસ્તીનું વિતરણ
અથવા
વિશ્વમાં વસ્તીનું વિભાજન
અથવા
વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે.’ આ વિધાન ? સમજાવો.
ઉત્તર:
ઈ. સ. 1999માં વિશ્વની કુલ વસ્તી 6 અબજ હતી. તેમાં 90 %થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10 % વિસ્તારમાં રહેતી હતી. વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે, તો કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તીગીચતા ધરાવે છે. જેમ કે, કે વિશ્વના દક્ષિણ-પૂર્વ એશિયા, યુરોપ ખંડ અને ઉત્તર-પૂર્વ ઉત્તર અમેરિકા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે; જ્યારે ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો, પર્વતો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો છે.
દુનિયાના દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસે છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ \(\frac{3}{4}\) લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે. વિશ્વની 60 % વસ્તી ફક્ત 10 દેશોમાં વસવાટ કરે છે. એ દેશોમાં 360 કરોડથી વધારે લોકો વસવાટ કરે છે. ઉપર્યુક્ત વિગતો પરથી સમજાય છે કે, વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે.
પ્રશ્ન 2.
ભારતમાં વસ્તીનું વિતરણ
અથવા
ભારતમાં વસ્તીનું વિભાજન
અથવા
વસ્તીનું સ્થાનિક વિતરણ
અથવા
ભારતમાં વસ્તીનું વિતરણ અસમાન છે. આ વિધાન સમજાવો.
ઉત્તર:
ભારતમાં પર્વતો, રણપ્રદેશો અને જંગલ વિસ્તારોની સરખામણીએ મેદાનોમાં વધુ વસ્તી વસવાટ કરે છે. પ્રાકૃતિક સંસાધનોમાં, વિશેષતઃ સમથળ અને ફળદ્રુપ જમીન ધરાવતાં નદીકિનારાનાં મેદાનોમાં આવેલાં રાજ્યો, દેશનાં જિલ્લા અને શહેરી ક્ષેત્રો વધુ વસ્તીગીચતા ધરાવે છે. ભારતનાં રાજ્યોના વિસ્તારો અને તેમનાં સંસાધનોમાં અનેક વિવિધતા છે. તેથી ભારતનાં ઘણાં રાજ્યોની વસ્તીનું વિતરણ અનેક અસમાનતાઓ : ધરાવે છે. જેમ કે, હિમાલયી લઘુરાજ્ય સિક્કિમની વસ્તી ફક્ત 6.10 લાખ છે, જ્યારે ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી 19.98 કરોડ છે. ભારતનાં 10 રાજ્યો એવાં છે કે જેમાં દરેક રાજ્યની વસ્તી 5 કરોડથી વધારે છે.
ભારતનાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ‘ બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ આ પાંચ રાજ્યોમાં જ દેશની અડધાથી વધારે વસ્તી વસવાટ કરે છે. એનો અર્થ એ નથી કે વિશાળ ક્ષેત્રફળ ધરાવતા રાજ્યની વસ્તી પણ ખૂબ વધારે હોય! દા. ત., ક્ષેત્રફળની દષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પરંતુ અહીં દેશની વસ્તીના માત્ર 5.66 % લોકો જ વસવાટ કરે છે. ક્ષેત્રફળની દષ્ટિએ મધ્ય પ્રદેશ દેશનું બીજા ક્રમનું મોટું રાજ્ય છે, પરંતુ અહીં દેશની વસ્તીના માત્ર 6 % લોકો જ વસવાટ કરે છે; જ્યારે દેશનું 7.26 % ક્ષેત્રફળ ધરાવતું ઉત્તર પ્રદેશ રાજ્યમાં દેશની 16.51 % વસ્તી વસવાટ કરે છે. દેશના 2.6 % ક્ષેત્રફળ ધરાવતા બિહાર રાજ્યમાં દેશની વસ્તીના 8.60 % વસ્તી વસવાટ કરે છે. ઉપર્યુક્ત વિગતો પરથી સમજાય છે કે, ભારતમાં વસ્તીનું વિતરણ અસમાન છે.
પ્રશ્ન 3.
વિશ્વનું કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર
ઉત્તર:
ભારતની વ્યાવસાયિક સંરચના ઘણી અસમાન છે. આજે આપણા દેશની વસ્તીના 55 % લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે. આ ક્ષેત્રમાં પશુપાલન, મત્સ્ય અને જંગલ પ્રવૃત્તિ જેવા અન્ય વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે. યુ.એસ.એ. જેવા વિકસિત દેશમાં તેની વસ્તીના માત્ર 5 % લોકો જ કૃષિક્ષેત્રમાં કામ કરે છે. જાપાનમાં તેની વસ્તીના 10 %થી પણ ઓછા લોકો કૃષિક્ષેત્રમાં જોડાયેલા છે. વિશ્વના વિકસિત દેશોમાં તેમની કુલ વસ્તીના લગભગ 4 શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે.
ઓદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનું ગણાય છે, કારણ કે તે મૂલ્યવૃદ્ધિ માટે પ્રત્યક્ષરૂપે સંબંધ રાખે છે તેમજ તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના ફક્ત 10 % લોકો જોડાયેલા છે. આ ઓછી ટકાવારી માટે દેશમાં મૂડી અને અદ્યતન ટેક્નોલૉજીની અછત જવાબદાર છે. ભારતના કુલ શ્રમિકોના એક-ચતુર્ભાશ લોકો સેવાક્ષેત્રની સામાજિક સુવિધાઓમાં કામ કરે છે. ભારતીય અર્થતંત્રના સેવાક્ષેત્રમાં સ્વાચ્ય, શિક્ષણ, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર, બૅન્કિંગ, વીમો, મનોરંજન, કલા વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
ભારતની અડધાથી વધારે વસ્તી કૃષિક્ષેત્રના એક ખૂબ જ મોટા ભાગ(સેક્ટર)માં અલ્પ રોજગારમાં જોડાયેલી છે. કૃષિક્ષેત્રમાં જોડાયેલી આ વસ્તીને ઔદ્યોગિક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં જોડવા પડશે. આમ કરવામાં આવશે તો જ દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થતાં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો થશે. પરિણામે દેશના લોકોના જીવનધોરણનો સ્તર ઊંચો આવશે; લોકો આર્થિક દષ્ટિએ સુખી અને સમૃદ્ધ બનશે.
પ્રશ્ન 4.
ભારતમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ (જાતિ-પ્રમાણ – sex Ratio).
ઉત્તર:
દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને સ્ત્રી-પુરુષ પ્રમાણ (જાતિ-પ્રમાણ) કહે છે. સ્ત્રીપુરુષના પ્રમાણને સૂત્ર દ્વારા આ પ્રમાણે દર્શાવી શકાય: સ્ત્રી-પુરુષ
આપણા દેશમાં સ્ત્રીઓની સંખ્યાની સરખામણીએ પુરુષોની સંખ્યાનું પ્રમાણ વધારે છે. વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ 972 : 1000 હતું. એ પછીના દસકામાં સ્ત્રી-પુરુષ પ્રમાણ ઘટતું ગયું. છેલ્લા દસકામાં તેમાં સુધારો થયો. 2011માં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 થઈ હતી. 2011ની જનગણના પ્રમાણે ભારતના કેરલ રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 થઈ હતી અને પુદુચ્ચેરીમાં 1037 થઈ હતી. ભારતનાં આ બે રાજ્યોમાં લિંગાનુપાત સ્ત્રી-પુરુષ પ્રમાણ મહિલાઓના પક્ષમાં છે.
ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વસ્તીવિષયક વિગતો (2011ની જનગણના મુજબ)
(નોંધઃ દિલ્લીને “રાષ્ટ્રીય રાજધાની પ્રદેશનો વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે, પણ હજી તેને પૂર્ણ કક્ષાનું રાજ્ય બનાવાયું નથી. એટલે તેનો સમાવેશ કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ કરવામાં આવે છે.)
નીચેનાનાં નામ લખો:
પ્રશ્ન 1.
ભારતમાં સૌથી વધારે વસ્તીગીચતા ધરાવતાં પાંચ રાજ્યો
ઉત્તર:
બિહાર, પશ્ચિમ બંગાળ, કેરલ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા.
પ્રશ્ન 2.
ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતાં પાંચ રાજ્યો
ઉત્તર:
અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમ, નાગાલૅન્ડ અને મણિપુર.
પ્રશ્ન 3.
ભારતમાં પુરુષો કરતાં વધારે સ્ત્રીઓ ધરાવતાં પાંચ રાજ્યો
ઉત્તર:
કેરલ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, મણિપુર અને છત્તીસગઢ.
પ્રશ્ન 4.
ભારતમાં પુરુષો કરતાં ઓછી સ્ત્રીઓ ધરાવતાં પાંચ રાજ્યો
ઉત્તર:
ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર,
પ્રશ્ન 5.
ભારતમાં સૌથી વધારે સાક્ષરતા દર ધરાવતાં પાંચ રાજ્યો
ઉત્તર:
કેરલ, મિઝોરમ, ગોવા, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશ.
પ્રશ્ન 6.
ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતાં પાંચ રાજ્યો
ઉત્તર:
તેલંગણા, બિહાર, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ.
પ્રવૃત્તિઓ
1. આપણા દેશમાં દર દસ વર્ષે વસ્તીગણતરી શા માટે કરવામાં આવતી હશે? તમારા વિચારો તમારી નોટબુકમાં લખો.
2. તમારા પોતાના કુટુંબની વિશેષ માહિતી તૈયાર કરો, જેમાં બધા સભ્યોનાં નામ, ઉંમર, સ્ત્રી કે પુરુષ, અભ્યાસ, વ્યવસાય અને સરનામું હશે. વધુ વસ્તીગીચતા ધરાવતાં પાંચ રાજ્યો અલગ અલગ રંગ
3. તમારા ગામ કે શહેરની વસ્તીવિષયક વિવિધ વિગતો જાણો. પૂરી દર્શાવો.
4. વસ્તીના વિતરણ પર અસર કરતાં પરિબળોનો ચાર્ટ બનાવો.
5. વસ્તીગીચતા પર અસર કરતાં પરિબળોની ચર્ચા કરી નોંધ તૈયાર કરો.
6. પ્રોજેક્ટ વર્કઃ ભારતના રાજ્યોની સરહદો ધરાવતા રેખાંતિ નકશામાં સૌથી
HOTS પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ? વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો :
પ્રશ્ન 1.
અમારા ગામમાં 7થી વધુ ઉંમરની વસ્તી 700 છે તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે, તો અમારા ગામનો સાક્ષરતા-દર શું હશે?
A. 80%
B. 70%
C. 90%
D. 60%
ઉત્તર:
C. 90%
પ્રશ્ન 2.
ખૂબ જ ગરમ તથા ખૂબ જ ઠંડા વિસ્તારોની આબોહવા – આબોહવા કહેવાય છે.
A. સમ
B. વિષમ
C. સમાન
D. સમશીતોષ્ણ
ઉત્તર:
B. વિષમ
પ્રશ્ન 3.
વસ્તીની દષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયું છે?
A. હિમાચલ પ્રદેશ
B. રાજસ્થાન
C. ઉત્તર પ્રદેશ
D. મધ્ય પ્રદેશ
ઉત્તર:
C. ઉત્તર પ્રદેશ
પ્રશ્ન 4.
ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી-ગીચતા જોવા મળે છે?
A. જમ્મુ-કશ્મીરનો પ્રદેશ
B. ગંગાનો મેદાની પ્રદેશ
C. રાજસ્થાનનો રણપ્રદેશ
D. દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
ઉત્તર:
C. રાજસ્થાનનો રણપ્રદેશ
પ્રશ્ન 5.
કયા રાજ્યનો સાક્ષરતા-દર સૌથી ઓછો છે?
A. અસમ
B. રાજસ્થાન
C.બિહાર
D. અરુણાચલ પ્રદેશ
ઉત્તર :
D. અરુણાચલ પ્રદેશ
પ્રશ્ન 6.
ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતાં રાજ્યોમાં જ્યાં એક રાજ્યનો સમાવેશ થતો નથી?
A. બિહાર
B. નાગાલૅન્ડ
C. તેલંગણા
D. ઝારખંડ
ઉત્તર :
B. નાગાલૅન્ડ
પ્રશ્ન 7.
દુનિયામાં ખેતી માટે સૌથી વધુ ઉપયોગી એવાં નદીઓનાં ફળદ્રુપ મેદાનોમાં કઈ એક નદીના મેદાનનો સમાવેશ થતો નથી?
A. દ્વાંગ હો નદીના મેદાનનો
B. ગંગા નદીના મેદાનનો
C. આમ દર્યા નદીના મેદાનનો
D. નાઈલ નદીના મેદાનનો
ઉત્તર :
C. આમ દર્યા નદીના મેદાનનો