This GSEB Class 8 Science Notes Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન covers all the important topics and concepts as mentioned in the chapter.
પ્રાણીઓમાં પ્રજનન Class 8 GSEB Notes
→ પ્રજનન ક્રિયા જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે.
→ પ્રજનનના પ્રકાર :
- લિંગી પ્રજનન
- અલિંગી પ્રજનન
→ લિંગી પ્રજનનમાં નરજન્ય અને માદાજન્યુનું જોડાણ થાય છે.
→ યુગ્મનજ (ફલિતાંડ) નવી સંતતિનો પ્રથમ કોષ છે.
→ મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે.
→ મનુષ્યમાં નર પ્રજનન અંગો શુક્રપિંડ, શુક્રવાહિની, શિશ્ન
→ પુરુષમાં શુક્રપિંડ શુક્રકોષોનું નિર્માણ કરે છે.
→ શુક્રકોષની રચનામાં શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી એમ ત્રણ ભાગ છે.
→ મનુષ્યમાં માદા પ્રજનન અંગો અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશય.
→ સ્ત્રીમાં અંડપિંડ વારાફરતી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત કરે છે.
→ મનુષ્યમાં શુક્રકોષ અને અંડકોષ કદમાં સૂક્ષ્મ હોય છે.
→ ફલનની ક્રિયામાં શુક્રકોષ અને અંડકોષ જોડાઈને યુગ્મનજ(ફલિતાંડ)નું નિર્માણ કરે છે.
→ ફલનના પ્રકારઃ
- અંતઃફલન અને
- બાહ્ય ફલન
→ અંતઃફલનમાં યુમનજનું નિર્માણ માદા શરીરની અંદર થાય છે.
→ બાહ્ય ફલનમાં યુગ્મનજનું નિર્માણ માદા શરીરની બહાર પાણીમાં થાય છે.
→ અપત્યપ્રસવી પ્રાણીમાં ભૂણનો વિકાસ માદા શરીરમાં થઈ બચ્ચાનો જન્મ થાય છે.
→ અંડપ્રસવી પ્રાણીમાં ભૂણનો વિકાસ ઈંડામાં થઈ ઈંડાનું આવરણ તૂટે ત્યારે બચું બહાર આવે છે.
→ કેટલાંક પ્રાણીઓમાં નવજાત બચ્ચાં પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. આવાં નવજાત બચ્ચાં ચોક્કસ પરિવર્તન પામી પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ પામે છે.
→ વંધ્યત્વથી પીડાતા દંપતિઓ માટે IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) આશીર્વાદરૂપ તનિક છે.
→ IVF પદ્ધતિમાં ફલન શરીરની બહાર કરાવી યુગ્મનજને ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે.
→ અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે.
→ અમીબામાં દ્વિભાજન અને હાઇડ્રામાં કલિકાસર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન થાય છે.
→ ડોલી ઘેટી સફળતાપૂર્વક સસ્તનના ક્લોનિંગનું પરિણામ છે. પારિભાષિક શબ્દો
→ અલિંગી પ્રજનન (Asexual Reproduction): પ્રજનનકોષોના નિર્માણ વગર એક જ પિતૃ વડે બાળસંતતિનું નિર્માણ.
→ દ્વિભાજન (Binary Fission): એકકોષી સજીવનું વિભાજન થઈ ઉત્પન્ન થતા બે બાળકોષ સ્વતંત્ર સજીવ તરીકે વર્તે તે અલિંગી પ્રજનન.
→ કલિકાસર્જન (Budding) : અલિંગી પ્રજનન પદ્ધતિ જેમાં શરીર સપાટી પર ઊપસેલી સંરચના બાળ સજીવમાં પરિણમે.
→ ઈંડાં (Eggs: મજબૂત કવચ ધરાવતો વિકાસ પામતો ગર્ભ જે પ્રાણીશરીર ત્યાગ કરે.
→ ગર્ભ (Embryo): યુગ્મજમાં થતા સતત વિભાજનથી સર્જાતી બહુકોષી ૨ચના.
→ ફલન (Fertilization): શુક્રકોષ નરજન્ય અને અંડકોષ / માદાજન્યુના સંયોગથી યુગ્મનજ નિર્માણ થવાની ક્રિયા
→ બાહ્ય ફલન (External Fertilization) યુગ્મનજનું નિર્માણ માદા પ્રાણી શરીરની બહાર થવું.
→ અંતઃફલન (Internal Fertilization) યુગ્મનાજનું નિર્માણ માદા પ્રાણી શરીરની અંદર થવું.
→ ભૂણ (Poetus) : બધાં જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેવો પૂર્ણ વિકસિત ગર્ભ.
→ ફલિતાંડ / યુમનજ (Zygote): શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી યુગ્મ કોષકેન્દ્ર ધરાવતી એકકોષી રચના.
→ શુક્રકોષો (Sperms): નર પ્રજનન અંગ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા નર પ્રજનનકોષો.
→ લિંગી પ્રજનન (Sexual Reproduction) પ્રજનન પદ્ધતિ જેમાં બે પિતૃઓ ભાગ લઈ સંતતિનું નિર્માણ કરે.
→ કાયાંતરણ (Metamorphosis): પિતૃથી અલગ સ્વરૂપ ધરાવતા બાળ સજીવમાં વૃદ્ધિ-વિકાસ સાથે પિતૃ સ્વરૂપ મેળવવા માટે થતાં પરિવર્તનોની હારમાળા.
→ અંડપ્રસવી પ્રાણીઓ (Oriparous Animals) ઈંડાં મૂકતાં પ્રાણીઓ, જેમાં ભૂણનો વિકાસ શરીરની બહાર ઈંડામાં થઈ નવજાત પ્રાણી નિર્માણ પામે.
→ અપત્યપ્રસવી પ્રાણીઓ Wiiparous Animals) : ભૂણનો વિકાસ માતુ શરીરમાં થાય તેમજ વિકસતા ભૂણનું પોષણ માતૃશરીર વડે પૂરું પાડવામાં આવે અને બચ્ચાને જન્મ આપતાં પ્રાણીઓ.