GSEB Class 8 Science Notes Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

This GSEB Class 8 Science Notes Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ covers all the important topics and concepts as mentioned in the chapter.

વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ Class 8 GSEB Notes

→ વનનાબૂદી સજીવોના અસ્તિત્વ સામે એક મોટો ભય છે.

→ વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયૉક્સાઈડનો ઉપયોગ કરે છે.

→ વનનાબૂદીથી પૃથ્વી પર તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે.

→ કાર્બન ડાયૉક્સાઈડની માત્રામાં વધારાના પરિણામે ગ્લોબલ વૉર્મિંગ થાય છે.

→ પૃથ્વી પર સજીવોના વસવાટ ધરાવતો ભાગ જીવાવરણ છે.

→ જૈવવિવિધતા એટલે પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો.

→ પચમઢી જેવાવરણ સુરક્ષિત ક્ષેત્ર છે.

→ સુરક્ષિત ક્ષેત્ર વનસ્પતિઓ, પ્રાણીઓ અને પ્રાણીઓના નિવાસોને સંરક્ષણ આપવા માટે જાહેર કરવામાં આવેલા વિસ્તારો છે.

GSEB Class 8 Science Notes Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

→ જૈવિક મહત્ત્વ ધરાવતાં ક્ષેત્રોનું સંરક્ષણ આપણી રાષ્ટ્રીય પરંપરાનો ભાગ છે.

→ સ્થાનિક જાતિઓ કોઈ એક જ ક્ષેત્ર(વિસ્તારોમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીની જાતિઓ છે.

→ જાતિ (Species) એ એકબીજા સાથે આંતરપ્રજનન કરવા સક્ષમ સજીવોની વસતિનો સમૂહ છે.

→ વન્ય પ્રાણી અભયારણ્ય વન્ય પ્રાણીઓ અને તેમના નિવાસના સુરક્ષિત વિસ્તાર છે.

→ રાષ્ટ્રીય ઉદ્યાન પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટેનું વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે.

→ નિવસનતંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે.

→ લુપ્ત સજીવો ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતાં હતા અને હાલમાં અસ્તિત્વ ધરાવતાં નથી. દા. ત., ડાયનોસૉર

→ નાશ:પ્રાય જાતિઓ એટલે એવી સજીવ જાતિઓ છે જેમની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી થયેલી હોય છે.

→ રેડ ડેટા બુકમાં નાશ:પ્રાય જાતિઓની નોંધ રાખવામાં આવે છે.

→ પ્રવાસી પક્ષીઓ વાતાવરણીય બદલાવને કારણે તેમના મૂળ નિવાસથી ઊડીને દૂરના અંતરે સ્થળાંતર કરતાં પક્ષીઓ છે.

→ 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણવિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે.

→ પૃથ્વી પર હરિયાળી સંપત્તિ બનાવી રાખવા વધારે વૃક્ષારોપણ જરૂરી છે.

→ વનીકરણ (Forestation) બે રીતે થઈ શકે છે: 1. સામાજિક વનીકરણ અને 2. કુદરતી વનીકરણ.

→ પુનઃવનીકરણ એટલે નાશ પામેલાં જંગલોની પુનઃસ્થાપના માટે નવાં વૃક્ષોની રોપણી કરવી.

→ જૈવવિવિધતા (Biodiversity) : જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારનાં સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ

GSEB Class 8 Science Notes Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

→ જૈવાવરણ આરક્ષિત પ્રદેશ (Biosphere Reserve) : વિશિષ્ટ કક્ષાના જમીન અને દરિયાઈ પર્યાવરણના સુરક્ષિત પ્રદેશો જ્યાં વન્ય સજીવો (વનસ્પતિઓ અને પ્રાણીઓ) સાથે લોકો પણ તંત્રનો ભાગ બની રહે

→ વનનાબૂદી (Deforestation): ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોની મોટા પાયે કટાઈ કરવામાં આવે

→ રણનિર્માણ (Desertification) : ભૂમિના ધોવાણથી ધીમે ધીમે ફળદ્રુપતા દૂર થઈને શુષ્ક રેતાળ જમીન બનાવી

→ નિવસનતંત્ર (ecosystem) : બધા જીવંત કારકો અને પર્યાવરણના નિર્જીવ કારકોની આંતરક્રિયાને પરિણામે રચાતું તંત્ર

→ નાશપ્રાય જાતિ (Endangered species): જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય તે જાતિ

→ સ્થાનિક જાતિ Endemic species): ખૂબ નિયંત્રિત વિસ્તારમાં જોવા મળતી અને બીજે ક્યાંય જોવા ન મળે તેવી જાતિ

→ લુપ્ત (Extinct): જીવાવરણમાંથી અદશ્ય કે લોપ થયેલા સજીવો

→ પ્રાણીસૃષ્ટિ (auna): જીવાવરણના કોઈ નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતાં પ્રાણીઓ

→ વનસ્પતિ સૃષ્ટિ (Flora): જીવાવરણના કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ

→ પ્રવાસી પક્ષીઓ (Migratory Birds) : પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી ચોક્કસ સમયે ઊડીને લાંબા અંતરની યાત્રા કરીને આવતાં પક્ષીઓ

→ રાષ્ટ્રીય ઉદ્યાન (National Park): વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્ર

→ રેડ ડેટા બુક (Red Data Book): નાશ:પ્રાય જાતિઓની નોંધ રાખતું પુસ્તક

→ પુનઃવનીકરણ (Reforestation): વન કટાઈથી કાપવામાં આવેલાં વૃક્ષોના સ્થાને એ જ જાતિનાં નવાં વૃક્ષોની રોપણી

→ અભયારણ્ય (Sanctuary) : પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *