This GSEB Class 8 Science Notes Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ covers all the important topics and concepts as mentioned in the chapter.
પદાર્થોનું અલગીકરણ Class 8 GSEB Notes
→ કુદરતી રીતે મળી આવતાં સંસાધનોને કુદરતી સંસાધનો કહે છે.
→ કુદરતી સંસાધનો
- પુનઃપ્રાપ્ય અને
- પુનઃઅપ્રાપ્ય છે.
→ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અમર્યાદિત જથ્થામાં છે, જ્યારે પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો મર્યાદિત જથ્થામાં છે.
→ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલાં બળતણને અશ્મિબળતણ કહે છે.
→ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ અશ્મિબળતણો છે.
→ કોલસો બનતાં લાખો વર્ષ લાગ્યાં છે. જમીનમાં દટાઈ ગયેલી મૃત વનસ્પતિ પર દબાણ અને તાપમાનની અસરથી મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતર થયું.
→ કોલસામાં ધીમી રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે.
→ કોલસા પર પ્રક્રિયા કરી કોક, કોલટારકોલગેસ મેળવવામાં આવે છે.
→ કોક એ સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં તેનો ઉપયોગ થાય છે. તે કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે.
→ કોલટાર કાળું, ઘટ્ટ અને વિશિષ્ટ વાસ ધરાવતું પ્રવાહી છે. ઘણા બધા ઉદ્યોગોમાં પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે.
→ કોલગેસ એ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડપેદાશ તરીકે મેળવવામાં આવે છે. તે બળતણ તરીકે ઉપયોગી છે.
→ પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. તેની વાસ અણગમતી છે.
→ પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને પેટ્રોલિયમનું શુદ્ધીકરણ કહે છે.
→ આ ઘટકો અને તેના ઉપયોગો નીચે મુજબ છેઃ
ક્રમ પેટ્રોલિયમના ઘટકો | ઉપયોગો |
(1) પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ નું (LPG) | ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ |
(2) પેટ્રોલ | મોટર અને હવાઈજહાજનાં બળતણ, ડ્રાયક્લિનિંગ માટે દ્રાવક તરીકે |
(3) કેરોસીન | સ્ટવ, દીવા અને જેટપ્લેન માટેનું બળતણ |
(4) ડીઝલ | ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ |
(5) ઊંજણ તેલ | ઊંજવા માટે |
(6) પેરાફિન મીણ | મલમ, મીણ, વૈસેલીન વગેરે |
(7) બિટ્યુમિન | રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે |
→ કુદરતી વાયુ અગત્યનું વાયુરૂપ અશ્મિબળતણ છે.
→ LPG (Liquefied Petroleum Gas) : પેટ્રોલિયમ વાયુને દબાણપૂર્વક પ્રવાહી સ્વરૂપમાં ફેરવી નળાકારમાં ભરવામાં આવે છે.
→ CNG (Compressed Natural Gas) : દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે સ્વચ્છ બળતણ છે. પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં મોકલી શકાય છે.
→ અશ્મિબળતણ, જંગલ, ખનીજો વગેરે કુદરતી સંસાધનો મર્યાદિત છે. આ સંસાધનોનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો હિતાવહ છે.
→ PCRA સંસ્થા વાહનમાં પેટ્રોલ/ડીઝલની બચત કરવા માટેનાં સલાહસૂચનો આપે છે.
→ કોલસો Coal) અશ્મિબળતણ છે. જમીનમાં દટાયેલા મૃત વનસ્પતિઓની લાખો વર્ષો સુધીની જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓથી બનેલો છે.
→ કોલગેસ (Coal Gas) : કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મળતી આડપેદાશ છે.
→ કોલટાર (Coal Tar) : કાળું, ઘટ્ટ, અણગમતી વાસવાળું પ્રવાહી છે.
→ કોક (Coke) સખત, છિદ્રાળુ, કાળા રંગનો પદાર્થ છે: કોલસા પરની પ્રક્રિયા દ્વારા મળે છે.
→ અશ્મિબળતણ (Fossil fuel) સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે.
→ કુદરતી વાયુ (Natural Gas) : અગત્યનું અશ્મિબળતણ છે. તે સ્વચ્છ બળતણ છે.
→ પેટ્રોલિયમ Petroleum) : ઘેરું, તેલી પ્રવાહી છે. તેના શુદ્ધીકરણ દ્વારા અગત્યના ઘટકો મેળવાય છે.
→ પેટ્રોલિયમ રિફાઈનરિ (Petroleum Refinery)ઃ પેટ્રોલિયમના શુદ્ધીકરણ દ્વારા વિવિધ ઘટકો મેળવવાની જગ્યા છે.