This GSEB Class 8 Science Notes Chapter 3 સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક covers all the important topics and concepts as mentioned in the chapter.
સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક Class 8 GSEB Notes
→ કુદરતી કે કૃત્રિમ રેસામાંથી કાપડ બનાવવામાં આવે છે.
→ કપાસ, રેશમ, શણ, ઊન વગેરે કુદરતી રેસાઓ છે.
→ સંશ્લેષિત (કૃત્રિમ) રેસા નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે.
→ સંશ્લેષિત રેસા પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે.
→ પૉલિમર એ ઘણાં બધાં પુનરાવર્તિત એકમોથી બનેલો હોય છે. *રેયૉન, નાયલૉન સંશ્લેષિત રેસાઓ છે. રેયૉન કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે.
→ પૉલિએસ્ટર અને એક્રિલિક એક પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલાં છે.
→ PET (Polyethylene Terepthalate) એ પોલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ છે. તે બાટલી, પાતળી ફિલ્મ, વાયર વગેરે બનાવવા વપરાય છે.
→ કૃત્રિમ રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હલકા હોય છે.
→ કૃત્રિમ રેસા કુદરતી રેસા કરતાં સસ્તા છે.
→ નાયલૉન સૌપ્રથમ કોલસો, પાણી તથા હવાથી બનાવવામાં આવ્યું.
→ નાયલૉનમાંથી મોજાં, દોરડાં, ટૂથબ્રશ, સ્લીપિંગ બૅગ, પેરેશૂટ, પર્વતારોહણ માટેનાં દોરડાં વગેરે બનાવવામાં આવે છે.
→ ટેરિલીન ખૂબ જ જાણીતું પૉલિએસ્ટર છે.
→ પૉલિએસ્ટર એ એસ્ટર સમૂહ ધરાવતા મોનોમરના પુનરાવર્તિત એકમોથી બને છે.
→ તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે.
→ પૉલિએસ્ટર રેસામાંથી બનાવેલું કાપડ જલદીથી ચોળાઈ જતું નથી, વારંવાર ઈસ્ત્રી કરવી પડતી નથી, કડક રહે છે અને ધોવામાં સુગમતા રહે છે.
→ એક્રિલિક રેસા કુદરતી રેસા ઊન જેવા હોય છે.
→ સંશ્લેષિત રેસા કુદરતી રેસા કરતાં વધુ ટકાઉ અને કિંમતમાં પરવડે તેવાં હોવાથી વધુ લોકપ્રિય બન્યા છે.
→ પ્લાસ્ટિક એક પ્રકારનું પૉલિમર છે.
→ પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી (1) રેખિક અને (2) મિશ્રબંધિત પ્રકારની હોય છે.
→ પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે.
→ પ્લાસ્ટિકને રિસાઈકલ કરી શકાય છે, એટલે કે પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ પર પ્રક્રિયા કરી ફરીથી વાપરી શકાય તેમ બનાવવામાં આવે છે.
→ થરમૉપ્લાસ્ટિક અને થરમૉસેટિંગ પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકના બે પ્રકાર છે.
→ થરમૉપ્લાસ્ટિકને સામાન્ય તાપમાને ગરમ કરતાં નરમ બને છે અને તેને ઠંડું પાડતાં મૂળ સ્થિતિમાં આવે છે.
→ પૉલિથીન અને PVC Polyvinyl Chloride) થરમૉપ્લાસ્ટિકનાં ઉદાહરણ છે.
→ થરમોસેટિંગ પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી ગરમ કરવાથી પણ નરમ બનતું નથી.
→ બેંકેલાઈટ અને મેલેમાઇન થરમૉસેટિંગ પ્લાસ્ટિકનાં ઉદાહરણ છે.
→ આ પ્રકારના પ્લાસ્ટિકનું રિસાઇકલ કરી શકાતું નથી.
→ પ્લાસ્ટિક પર હવા કે પાણીની અસર થતી નથી, ખવાઈ જતું નથી. તે હલકું, મજબૂત અને ટકાઉ છે. આ કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે.
→ પ્લાસ્ટિકનો મોટામાં મોટો ગેરફાયદો તેના યોગ્ય નિકાલનો છે.
→ પ્લાસ્ટિક જેવઅવિઘટનીય હોવાથી પર્યાવરણને પ્રદૂષિત કરે છે.
→ દરેક જાગૃત નાગરિકે Reduce, Reuse, Recycle, Recover અને Refuse આ 5Rના સિદ્ધાંતને યાદ રાખી, એવી આદતો કેળવવી જોઈએ કે જેથી પર્યાવરણને ફાયદો થાય.
→ એક્રિલિક (Acrylic) : ઊન જેવા દેખાતા આ સંશ્લેષિત રેસા ટકાઉ છે.
→ કૃત્રિમ રેશમ (Artificial silk) : કૃત્રિમ રેશમ એટલે કે રેયૉન. લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવેલા માનવસર્જિત રેસા.
→ નાયલૉન (Nylon) સૌપ્રથમ કુદરતી રેસાના ઉપયોગ વગર બનાવેલા માનવસર્જિત રેસા.
→ પ્લાસ્ટિક (Plastic) સંશ્લેષિત રેસાની જેમ પૉલિમર છે. તેમાં એકમોની ગોઠવણી રેખિક કે અરેખિક હોય છે.
→ પૉલિએસ્ટર (Polyester) : સંશ્લેષિત રેસા. તેમાંથી બનાવેલાં કપડાંમાં જલદી વળ પડતી નથી. ધોવામાં સરળ છે.
→ પૉલિમર (Polymer) : ગ્રીક શબ્દ. poly એટલે ઘણા, mer એટલે એકમ. પુનરાવર્તિત એકમોથી પૉલિમર બને છે.
→ પૉલિથીન (Polythene) થરમૉપ્લાસ્ટિક છે. રમકડાં, કાંસકા વગેરે બનાવવા માટે વપરાય છે.
→ રેયૉન (Rayon) તે કૃત્રિમ રેશમ તરીકે પણ ઓળખાય છે.
→ સંશ્લેષિત રેસા (synthetic Fibres) : માનવસર્જિત રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે.
→ ટેરિલીન (Terylene) : ખૂબ જ જાણીતું પૉલિએસ્ટર છે. તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે અને અન્ય કોઈ પણ તાંતણાની માફક વણી શકાય છે.
→ થરમૉપ્લાસ્ટિક્સ (Thermoplastics) : ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ તૂટી જાય છે. સહેલાઈથી વાળી શકાય છે.
→ થરમૉસેટિંગ પ્લાસ્ટિક્સ (Thermosetting Plastics) : એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી ગરમ કરી નરમ બનાવી શકાતું નથી.