This GSEB Class 7 Social Science Notes Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ covers all the important topics and concepts as mentioned in the chapter.
સંસાધનોનું જતન અને સંરક્ષણ Class 7 GSEB Notes
→ સંસાધન: પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, પાણી, જમીન, વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિશ એટલે કુદરતી સંસાધન.
→ જે સંસાધનો એક વાર વપરાયા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતાં નથી કે બનાવી શકાતાં નથી તે અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે. દા. ત., કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે.
→ ખેતી, ઉદ્યોગ, પરિવહન વગેરે પ્રવૃત્તિઓમાં તેમજ ખોરાક તરીકે, જમીન અને વનસ્પતિમાંથી મળતી વિવિધ સામગ્રી તરીકે તેમજ ઈંધણ તથા ઊર્જા તરીકે સંસાધનો ઉપયોગી છે.
→કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે.
→ સંસાધનોને સામાન્ય રીતે બે જૂથમાં વહેંચવામાં આવે છે. કુદરતી અટકાવવા; સંસાધનો અને માનવનિર્મિત સંસાધનો.
→સંસાધનોનું વ્યવસ્થાપન એટલે સંસાધનોને વેડફતા સંસાધનોનો વ્યવસ્થિત ઉપયોગ.
→ જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે તે નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. દા. ત., સૂર્યપ્રકાશ, જંગલો વગેરે.
→ સંસાધનોઃ
- ભૂમિ-સંસાધન
- જળ-સંસાધન
- ખનીજ-સંસાધન
- વન-સંસાધન
- કૃષિ-સંસાધન
- પ્રાણી (વન્ય જીવ)-સંસાધન
→ ભૂમિ-સંસાધન: પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક જમીન કણોથી બનેલું હોય છે અને જેમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા અને માટીની રજ જેવાં અજૈવિક દ્રવ્યો (રેગોલિથ) અને ભેજ, હવા અને પાણી જેવાં જૈવિક દ્રવ્યો ભળેલાં હોય છે, તેને જમીન’ કહે છે.
→ ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની ગુણવત્તા જાળવવી તે. જમીનને આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છેઃ
- કાંપની
- રાતી અથવા લાલ જમીન
- કાળી જમીન
- લેટેરાઇટ કે પડખાઉ જમીન
- રણ પ્રકારની જમીન
- પર્વતીય જમીન
- જંગલ પ્રકારની જમીન 8) દલદલીય
→ જમીનનું ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવાં કુદરતી પરિબળો દ્વારા જમીનની માટીના ઉપલા કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું.
→ ભૂમિ-સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની
→ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનને ફળદ્રુપ બનાવવા જમીનમાં જમીન સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ.
→ જળ-સંસાધન : પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3 % જેટલું જ છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળવિસ્તાર ધરાવે છે.
→ જળ-સંસાધનોમાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે.
→ “વરસાદ એ પૃથ્વી પરનાં જળ-સંસાધનોનો મુખ્ય સ્ત્રોત છે. બધા જ સ્ત્રોતો વરસાદને આભારી છે.
→ નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે. પૃષ્ઠીય જળસ્રોતોમાં. નદીઓ, સરોવરો, તળાવો, ઝરણાં વગેરેનો સમાવેશ થાય છે.
→ વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, લોકોના બદલાયેલા જીવનધોરણમાં પાણીનો વધેલો ઉપયોગ, બધા પ્રકારની ગંદકીની
→ વર્તમાન સમયમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી વધુમાં વધુ પાણી ખેંચાઈ રહ્યું હોવાથી ભારતમાં ભૂમિગત જળની સપાટી નીચી જઈ રહી છે ભારતમાં પાણીની અછત નિરંતર વધતી જાય છે.
→ જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, એક નદીના પ્રવાહને બીજી નદીના પ્રવાહ સાથેનું જોડાણ, ભૂમિગત જળ સપાટીને ઉપર લાવવાના પ્રયાસો વગેરે જળ-સંરક્ષણના સામાન્ય ઉપાયો છે.
→વૃષ્ટિજળ સંચય માટે ખાડાઓ, કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ, સફાઈ માટે પાણીની વધતી જતી જરૂરિયાત વગેરેને લીધે શોષકૂવા વગેરેનું નિર્માણ કરવું જરૂરી છે. લોકજાગૃતિ દ્વારાપાણીનો કરકસરપૂર્વક ઉપયોગ સૂચવવો તથા જળાશય અને નદીના પાણીનું પ્રદૂષણ ઘટાડવું.
→ ખનીજ-સંસાધન: માનવીની વિકાસયાત્રાને આ ચાર તબક્કાઓમાં વહેંચવામાં આવે છેઃ
- પાષાણયુગ
- તામ્રયુગ
- કાંસ્યયુગ અને
- લોહયુગ. વર્તમાન સમયના અણુયુગનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે.
→ ઔદ્યોગિક ક્રાંતિ પછી કુદરતી સંસાધનોનો ઉપયોગ ચરમ સીમાએ પહોંચ્યો છે. પરિણામે પેટ્રોલિયમ પદાર્થો જેવાં ખનીજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે.
→ ખનીજોના સંરક્ષણ માટે તેમનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. ખૂટી જવાના આરે ઊભેલાં ખનીજોનો વિકલ્પ શોધવો જોઈએ. શક્ય હોય ત્યાં ખનીજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ શોધવી જોઈએ.
→ વન અને વન્ય જીવ-સંસાધન: ભારતનું વન અને વન્ય જીવ-સંસાધન નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં વનનું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે.
→ સાગ અને સાલનું લાકડું ઈમારતી લાકડાં તરીકે વપરાય છે. તેમાંથી ફર્નિચર પણ બનાવવામાં આવે છે.
→ દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતનાં સાધનો બને છે.
→ વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, સાદડી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે.
→ જંગલોમાંથી લાખ, ગુંદર, ટર્પેન્ટાઈન, મધ, ઔષધિઓ વગેરે પામવું. વસ્તુઓ મળે છે.
→ જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે. તે વરસાદ લાવવામાં મદદ કરે છે. તે ભૂમિગત જળને ટકાવી રાખે છે. તે જમીનનું ધોવાણ થતું અટકાવે છે. તે વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડનું સમતુલન જાળવવામાં મદદ કરે છે.
→ ભારતમાં સૌથી વધુ જંગલો અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં આવેલાં છે. ઉત્તર-પૂર્વનાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ આશરે 60 %થી વધુ છે.
ગુજરાતમાં જંગલોનું પ્રમાણ 11.18 % જેટલું છે. ભારતમાં જંગલોનું પ્રમાણ આશરે 23 % જેટલું જ છે. ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર 33 % વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ.
→માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવો, ઈમારતી લાકડાં મેળવવાં, શહેરીકરણ વગેરે કારણોસર આજે ભારતમાં જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યાં છે.
→ જંગલોના વિનાશનાં પરિણામોઃ
- પ્રદૂષણમાં વધારો
- વરસાદનું પ્રમાણ ઘટવું
- દુષ્કાળ
- જમીનનું ધોવાણ
- નિરાશ્રિત વન્ય પશુઓની ઘટતી જતી સંખ્યા
- વૈશ્વિક તાપમાનમાં વધારો
- પ્રાકૃતિક સૌંદર્ય નાશ
→વન-સંરક્ષણના ઉપાયો
- પર્યાવરણ-શિક્ષણ આપવું અને પર્યાવરણીય જાગૃતિ લાવવી.
- વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું.
- જંગલખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું.
- પડતર જમીનોમાં વૃક્ષારોપણ કરવું.
- શાળામાં ઇકો-ક્લબની રચના કરવી.
- વૃક્ષારોપણ અને વન-મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું.
→ ઉજવણીના દિવસોઃ
- 21 માર્ચ વિશ્વ વનદિન
- 5 જૂન વિશ્વ પર્યાવરણદિન
- 4 ઑક્ટોબર : વન્ય પ્રાણી દિવસ
- 29 ડિસેમ્બરઃ જૈવ-વિવિધતા દિવસ
→ જમ્મુ અને કાશ્મીર અને લડાખમાં કશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે.
→ ઉત્તરાખંડ, કર્ણાટક, કેરલ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે.
→ ભારતમાં એકશિંગી ગેંડા અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં વસે છે.
→ ભારતમાં ઘુડખર (જંગલી ગધેડા) કચ્છના નાના રણમાં અને તેની નજીકનાં ક્ષેત્રોમાં જોવા મળે છે.
→ દુનિયામાં ભારતમાં જ સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે.
→ ભારતમાં વાઘ પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયનાં ક્ષેત્રોમાં જોવા મળે છે. સિંહ ગુજરાતનાં ગીરનાં જંગલોમાં જોવા મળે છે. રૉયલ બેંગાલ ટાઇગર (બંગાળનો વાઘ) વિશ્વની આઠ જાતિઓમાંનો એક છે.
→ ભારતમાં રીંછ ગુજરાતમાં દાંતા, જેસોર, વિજયનગર, ડેડિયાપાડા અને રતનમહાલના વિસ્તારમાં જોવા મળે છે.
→ ભારતમાં બતક, બાજ, પોપટ, ખડમોર, કાબર, કબૂતર, મેના, કોયલ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, સમડી, ઢોર બગલા વગેરે પક્ષીઓ જોવા મળે છે.
→ ગુજરાતનું નળ સરોવર દેશ-વિદેશનાં યાયાવર (ભટકતાં) પક્ષીઓ માટે જાણીતું છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે.
→ ભારતના સમુદ્રકિનારે ઍરકલ, ઝિંગા, બૂમલા, શાર્ક, ડૉલ્ફિન, સાલમન, પોમટ, હેરિંગ, વહેલ, ડુગાંગ (દરિયાઈ ગાય), ઑક્ટોપસ વગેરે માછલીઓ જોવા મળે છે.
→ ભારતમાં વિવિધ પ્રકારનાં હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. હિમાલયનાં શીત વનોમાં લાલ પાંડા નામનું પ્રાણી જોવા મળે છે. આજે ભારતનાં જંગલોમાંથી ચિત્તો અને ગુજરાતનાં જંગલોમાંથી વાઘ લુપ્ત થયાં છે. ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ ઘડિયાળ (મગર), ગંગેય ડૉલ્ફિન જેવા જીવો લુપ્ત થવાના આરે છે. લુપ્ત થવાના આરે ઊભેલી જળબિલાડી ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી હતી.
→ પ્રાચીન સમયમાં મૌર્યયુગના સમ્રાટ અશોકે વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા. વન્ય જીવોના સંરક્ષણ માટે મોટા ભાગનાં રાજ્યોએ “સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરી છે.
→ રણપ્રદેશનું જીવન: સહરાનું રણ વિશ્વનું સૌથી મોટું રણ છે
→ સહરાની આબોહવા ગરમ અને શુષ્ક છે. અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે.
→ સહરાના રણમાં કાંટાળી વનસ્પતિ અને ખજૂરનાં વૃક્ષો આવેલાં છે. અહીં ખજૂરનાં વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો છે.
→ સહરાના રણમાં બેદુઈન, સુઆરેંગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. તેઓ ઘેટાં-બકરાં અને ઊંટ જેવાં પ્રાણીઓ પાળે છે.
→ સહરાના રણમાં ખનીજ તેલ, લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ, યુરેનિયમ વગેરે ખનીજો મળે છે.
→ ખનીજોના વધુ ઉત્પાદનથી સહરાના લોકોના જીવનમાં ખૂબ મોટા ફેરફાર થવા લાગ્યા છે. કાચી માટીનાં મકાનોને સ્થાને અદ્યતન સગવડોવાળાં મકાનો બન્યાં છે. રોડ-રસ્તા બનવાથી શહેરીકરણ પણ થવા લાગ્યું છે.
→ ભારતની ઉત્તરે લડાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. તે ભારતનું ઠંડું રણ છે.
→ લડાખની ઉત્તરે કારાકોરમ પર્વત અને દક્ષિણે જાસ્કર પર્વત આવેલા છે. સિંધુ લડાખની મુખ્ય નદી છે. અહીંની આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે.
→ લડાખના ઠંડા રણમાં વાતાવરણ શુષ્ક (સૂકું) હોવાથી ત્યાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું છે. અહીં માત્ર ટૂંકું ઘાસ જોવા મળે છે. ખીણપ્રદેશમાં દેવદાર અને પોપ્લરનાં વૃક્ષો જોવા મળે છે.
→ લડાખમાં દેવચકલી, રેડ સ્ટાર્ટ, ચૂકર, ગેંડલા, સ્નો પાર્ટરીચ (બરફનું તેતર), તિબેટિયન નૉકૉક, રેવન અને હપ વગેરે
→ પક્ષીઓ જોવા મળે છે; જ્યારે પ્રાણીઓમાં હિમદીપડા, લાલ લીમડી, માટ (મોટી ખિસકોલી), ગેરુઆ રંગનું રીંછ, હિમાલયન તાહ વગેરે જોવા મળે છે.
→ લડાખના લોકો દૂધ અને માંસ મેળવવા માટે બકરીઓ, ઘેટાં અને યાક જેવાં પ્રાણીઓ પાળે છે. યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે.
→ લડાખમાં ઇન્ડો આર્યન, તિબેટિયન અને લડાખી પ્રજાતિના લોકો વસે છે. મોટા ભાગના લડાખના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. અહીં હેમિસ, થીકસે, રૉ વગેરે બૌદ્ધ મઠો આવેલા છે.
→ લડાખમાં તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને કારણે લડાખને “નાના તિબેટ’ તરીકે ઓળખવામાં આવે છે.
→ લડાખના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. તેમની રોજગારી મુખ્યત્વે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે.
→ લડાખના મઠો, ઘાસનાં મેદાનો, હિમનદીઓ વગેરે જોવાલાયક . છે. અહીંના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવાં એ જીવનનો એક લહાવો છે.
→ લેહ લડાખનું મુખ્ય શહેર (પાટનગર) છે. તે હવાઈ અને જમીન માર્ગે દેશનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ 1A પસાર થાય છે.
→ કચ્છનું રણ ગુજરાત રાજ્યની ઉત્તર-પશ્ચિમે આવેલું છે. કચ્છના રણના બે ભાગ પડે છે. નાનું રણ અને મોટું રણ.
→ કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. તે રાજસ્થાનના થરના રણનો ભાગ છે. અહીંની આબોહવા ગરમ અને સૂકી છે.
→ કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે તેની સરહદે ગાંડા બાવળનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે. કચ્છના મોટા રણમાં સુરખાબ (ફલેમિંગો), લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે.
→ કચ્છના રણમાં ઘુડખર (જંગલી ગધેડા), નીલગાય, સોનેરી શિયાળ, હેણોતરો, નાર, ઝરખ, ચિંકારા, કાળિયાર વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
→ કચ્છના રણમાં લોકો ઘેટાં-બકરાં, ગાય, ભેંસ, ઊંટ, ગધેડાં વગેરે પ્રાણીઓ પાળે છે.
→ કચ્છના દરિયાકિનારાના લોકો વહાણવટું, માછીમારી અને ઝિંગા પકડવાં વગેરે વ્યવસાયોમાંથી રોજગારી મેળવે છે. અહીંનો મુખ્ય પાક બાજરી છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરી વગેરેના પાક લેવામાં આવે છે.
→ કચ્છના કેટલાક લોકો ભરતગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે “પૈરાગ્લાઇડિંગ’ જેવી સાહસિક પ્રવૃત્તિ વિકસી રહી છે.