Gujarat Board GSEB Class 7 Social Science Important Questions Chapter 3 મુઘલ સામ્રાજ્ય Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 3 મુઘલ સામ્રાજ્ય
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
A. અકબરે
B. બાબરે
C. શેરશાહે
D. જહાંગીરે
ઉત્તર:
D બાબરે
પ્રશ્ન 2.
ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?
A. ઈ. સ. 1515માં
B. ઈ. સ. 1518માં
C. ઈ. સ. 1523માં
D. ઈ. સ. 1526માં
ઉત્તર:
D. ઈ. સ. 1526માં
પ્રશ્ન 3.
પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?
A. બાબર અને ઇબ્રાહીમ લોદી
B. હુમાયુ અને શેરશાહ
C. બાબર અને શેરશાહ
D. અકબર અને હેમુ
ઉત્તર:
A. બાબર અને ઇબ્રાહીમ લોદી
પ્રશ્ન 4.
મુઘલ શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ કરી શકાય નહિ?
A. ઔરંગઝેબનો
B. શેરશાહનો
C. શાહજહાંનો
D. હુમાયુનો
ઉત્તર:
B. શેરશાહનો
પ્રશ્ન 5.
મુઘલ બાદશાહ બાબર કઈ કઈ ભાષાઓ જાણતો હતો?
A. ફારસી અને હિંદી
B. અરબી અને હિંદી
C. અરબી અને સંસ્કૃત
D. ફારસી અને અરબી
ઉત્તર:
D. ફારસી અને અરબી
પ્રશ્ન 6.
હુમાયુ કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો હતો?
A. ઈ. સ. 1526માં
B. ઈ. સ. 1527માં
C. ઈ. સ. 1530માં
D. ઈ. સ. 1535માં
ઉત્તર:
C. ઈ. સ. 1530માં
પ્રશ્ન 7.
કયા મુઘલ બાદશાહના નામનો અર્થ ‘નસીબદાર’ થાય છે?
A. ઔરંગઝેબ
B. અકબર
C. જહાંગીર
D. હુમાયુ
ઉત્તર:
D. હુમાયુ
પ્રશ્ન 8.
હુમાયુએ ગુજરાતના કયા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું?
A. બહાદુરશાહ
B. મહોબતશાહ
C. અહમદશાહ
D. બહાઉદ્દીન
ઉત્તર:
A. બહાદુરશાહ
પ્રશ્ન 9.
કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું?
A. શિવાજીની
B. શેરશાહની
C. મહારાણા પ્રતાપની
D. નિઝામની
ઉત્તર:
B. શેરશાહની
પ્રશ્ન 10.
કયા દેશના શહેનશાહની મદદથી હુમાયુએ કાબુલ અને કિંદહાર જીત્યાં હતાં?
A. બલુચિસ્તાનના
B. ઇરાકના
C. ઈરાનના
D. અફઘાનિસ્તાનના
ઉત્તર:
C. ઈરાનના
પ્રશ્ન 11.
હુમાયુએ ભારત પર ફરીથી પોતાની સત્તા ક્યારે સ્થાપી?
A. ઈ. સ. 1530માં
B. ઈ. સ. 1540માં
C. ઈ. સ. 1555માં
D. ઈ. સ. 1556માં
ઉત્તર:
C. ઈ. સ. 1555માં
પ્રશ્ન 12.
હુમાયુએ દિલ્લી પાસે કયું નગર વસાવ્યું હતું?
A. દીનપનાહ
B. તાજેપનાહ
C. ફતેહપુર સિક્રી
D. દીનસાહેબ
ઉત્તર:
A. દીનપનાહ
પ્રશ્ન 13.
સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઊતરતાં તેનું અવસાન થયું. આ વિધાન કયા મુઘલ શાસકને લાગુ પડે છે?
A. શેરશાહને
B. અકબરને
C. બાબરને
D. હુમાયુને
ઉત્તર:
D. હુમાયુને
પ્રશ્ન 14.
શેરશાહ કયા વંશનો મુસ્લિમ હતો?
A. મુઘલવંશનો
B. અફઘાનવંશનો
C. તુર્કવંશનો
D. લોદી વંશનો
ઉત્તર:
B. અફઘાનવંશનો
પ્રશ્ન 15.
શેરશાહનું મૂળ નામ શું હતું?
A. અલ્લારખાં
B. ખિજખાં
C. ફરીદખાં
D. અલ્લારખાં
ઉત્તર:
C. ફરીદખાં
પ્રશ્ન 16.
કયા દિલ્લી શાસકે નવી ટપાલવ્યવસ્થા ઊભી કરી હતી?
A. હુમાયુએ
B. શેરશાહે
C. અકબરે
D. જહાંગીરે
ઉત્તર:
B. શેરશાહે
પ્રશ્ન 17.
ગ્રાન્ડ ટૂંક રોડનું પુનઃ નિર્માણ કોણે કરાવ્યું હતું?
A. શાહજહાંએ
B. હુમાયુએ
C. અકબરે
D. શેરશાહે
ઉત્તર:
D. શેરશાહે
પ્રશ્ન 18.
ગ્રાન્ડ ટૂંક રોડ ક્યાં સુધી વિસ્તરેલો હતો?
A. બંગાળ અને ઉત્તર ભારત સુધી
B. રાજસ્થાન અને ઉત્તર ભારત સુધી
C. પંજાબ અને મધ્ય પ્રદેશ સુધી
D. બંગાળ અને દક્ષિણ ભારત સુધી
ઉત્તર:
A. બંગાળ અને ઉત્તર ભારત સુધી
પ્રશ્ન 19.
કયા દિલ્લી શાસકનું તોપના નિરીક્ષણ દરમિયાન અકસ્માત થવાથી અવસાન થયું હતું?
A. જહાંગીરનું
B. હુમાયુનું
C. બાબરનું
D. શેરશાહનું
ઉત્તર:
D. શેરશાહનું
પ્રશ્ન 20.
કોનો જન્મ સિંધમાં અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો?
A. ઓરંગઝેબનો
B. શાહજહાંનો
C. અકબરનો
D. હુમાયુનો
ઉત્તર:
C. અકબરનો
પ્રશ્ન 21.
નીચેનામાંથી કોણ માત્ર 14 વર્ષની વયે દિલ્લીનો બાદશાહ બન્યો હતો?
A. શાહજહાં
B. અકબર
C. જહાંગીર
D. હુમાયુ
ઉત્તર:
B. અકબર
પ્રશ્ન 22.
પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું?
A. ઈ. સ. 1540માં
B. ઈ. સ. 1526માં
C. ઈ. સ. 1545માં
D. ઈ. સ. 1556માં
ઉત્તર:
D. ઈ. સ. 1556માં
પ્રશ્ન 23.
અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું?
A. તરાઈનું
B. પાણીપતનું
C. હલ્દીઘાટીનું
D. તાલીકોટાનું
ઉત્તર:
C. હલ્દીઘાટીનું
પ્રશ્ન 24.
અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી?
A. ફતેહપુર સિક્રી
B. અકબરે સિક્રી
C. ઔરંગાબાદ
D. જહાંપનાનગર
ઉત્તર:
A. ફતેહપુર સિક્રી
પ્રશ્ન 25.
કયા મુઘલ બાદશાહે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી હતી તેમજ રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી?
A. ઔરંગઝેબે
B. જહાંગીરે
C. અકબરે
D. શાહજહાંએ
ઉત્તર:
C. અકબરે
પ્રશ્ન 26.
‘દીન-એ-ઇલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી?
A. અકબરે
B. જહાંગીરે
C. શાહજહાંએ
D. બહાદુરશાહે
ઉત્તર:
A. અકબરે
પ્રશ્ન 27.
કયા મુઘલ બાદશાહે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો?
A. શાહજહાંએ
B. જહાંગીરે
C. અકબરે
D. ઔરંગઝેબે
ઉત્તર:
C. અકબરે
પ્રશ્ન 28.
કયા મુઘલ બાદશાહે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તેમજ બળજબરીપૂર્વક ધર્માતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો?
A. હુમાયુએ
B. ઔરંગઝેબે
C. શાહજહાંએ
D. અકબરે
ઉત્તર:
D. અકબરે
પ્રશ્ન 29.
કયા મુઘલ બાદશાહે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો?
A. અકબરે
B. બાબરે
C. શાહજહાંએ
D. ઔરંગઝેબે
ઉત્તર:
A. અકબરે
પ્રશ્ન 30.
અકબરનું અવસાન કઈ સાલમાં થયું હતું?
A. ઈ. સ. 1608માં
B. ઈ. સ. 1616માં
C. ઈ. સ. 1605માં
D. ઈ. સ. 1627માં
ઉત્તરઃ
C. ઈ. સ. 1605માં
પ્રશ્ન 31.
અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો હતો?
A. જહાંગીરને
B. શાહજહાંને
C. ઓરંગઝેબને
D. હુમાયુને
ઉત્તરઃ
A. જહાંગીરને
પ્રશ્ન 32.
અકબરે કયો વેરો નાબૂદ કર્યો હતો?
A. મંડલવેરો
B. બિરાજવેરો
C. નાકાવેરો
D. યાત્રાવેરો
ઉત્તરઃ
D. યાત્રાવેરો
પ્રશ્ન 33.
કયો મુઘલ બાદશાહ મહાન ચિત્રકાર હતો?
A. ઔરંગઝેબ
B. અકબર
C. જહાંગીર
D બાબર
ઉત્તરઃ
C. જહાંગીર
પ્રશ્ન 34.
કયા મુઘલ બાદશાહના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો?
A. શાહજહાં
B. જહાંગીર
C. ઓરંગઝેબ
D. અકબર
ઉત્તરઃ
B. જહાંગીર
પ્રશ્ન 35.
કયા મુઘલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું?
A. બાબરનું
B. જહાંગીરનું
C. અકબરનું
D. શાહજહાંનું
ઉત્તરઃ
D. શાહજહાંનું
પ્રશ્ન 36.
શાહજહાંની પત્નીનું નામ શું હતું?
A. ઝીન્નતમહલ
B. હજરતમહલ
C. જહાંનઆરા
D. મુમતાજમહલ
ઉત્તરઃ
D. મુમતાજમહલ
પ્રશ્ન 37.
ઓરંગઝેબના ભાઈઓમાં કોનો સમાવેશ થતો નથી?
A. દારાશિકોહ
B. સુજા
C. બહાદુરશાહ
D. મુરાદ
ઉત્તરઃ
C. બહાદુરશાહ
પ્રશ્ન 38.
કયા મુઘલ બાદશાહ અકબરની ધાર્મિકનીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી?
A. ઔરંગઝેબે
B. જહાંગીરે
C. શાહજહાંએ
D. બહાદુરશાહે
ઉત્તરઃ
A. ઔરંગઝેબે
પ્રશ્ન 39.
કયો મુઘલ બાદશાહ સંગીતકલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો?
A. અકબર
B. ઓરંગઝેબ
C. જહાંગીર
D. હુમાયુ
ઉત્તરઃ
B. ઓરંગઝેબ
પ્રશ્ન 40.
ઔરંગઝેબનું અવસાન કઈ સાલમાં થયું હતું?
A. ઈ. સ. 1701માં
B. ઈ. સ. 1707માં
C. ઈ. સ. 1712માં
D. ઈ. સ. 1720માં
ઉત્તરઃ
B. ઈ. સ. 1707માં
પ્રશ્ન 41.
‘રાણા સાંગા’ નામથી પ્રખ્યાત બનેલ સંગ્રામસિંહ કયા પ્રદેશના રાજા હતા?
A. અજમેરના
B. મેવાડના
C. કુંભલગઢના
D. વિરમગઢના
ઉત્તરઃ
B. મેવાડના
પ્રશ્ન 42.
મેવાડના રાણા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા?
A. રાણા સાંગા
B. રાણા રતન
C. રાણા હમીર
D. રાણા ઉદય
ઉત્તરઃ
A. રાણા સાંગા
પ્રશ્ન 43.
બાબર સામેના કયા યુદ્ધમાં રાણા સંગ્રામસિંહની હાર થઈ હતી?
A. હલકીઘાટીના
B. ખાનવાના
C. હલ્દીઘાટીના
D. તરાઈના
ઉત્તરઃ
B. ખાનવાના
પ્રશ્ન 44.
મહારાણા પ્રતાપને હરાવવા કયા મુઘલ બાદશાહે આક્રમણ કર્યું હતું?
A. ઔરંગઝેબે
B. બાબરે
C. શાહજહાંએ
D. અકબરે
ઉત્તરઃ
D. અકબરે
પ્રશ્ન 45.
મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો?
A. રાણા રત્નસિંહ
B. રાણા સાંગા
C. રાણા કુંભા
D. રાણા પ્રતાપ
ઉત્તરઃ
D. રાણા પ્રતાપ
પ્રશ્ન 46.
હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા હતા?
A. ઉદેપુરમાં
B. ચાવંડમાં
C. ગોગુંડામાં
D. મારવાડમાં
ઉત્તરઃ
C. ગોગુંડામાં
પ્રશ્ન 47.
કોની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે?
A. દુર્ગાદાસ રાઠોડની
B. રાણા ઉદયસિંહની
C. છત્રપતિ શિવાજીની
D. રાણા રતનસિંહની
ઉત્તરઃ
A. દુર્ગાદાસ રાઠોડની
પ્રશ્ન 48.
છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો?
A. ઈ. સ. 1627માં
B. ઈ. સ. 1637માં
C. ઈ. સ. 1647માં
D. ઈ. સ. 1665માં
ઉત્તરઃ
A. ઈ. સ. 1627માં
પ્રશ્ન 49.
છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો?
A. કલ્યાણના
B. સિંહગઢના
C. તોરણાના
D. શિવનેરીના
ઉત્તરઃ
D. શિવનેરીના
પ્રશ્ન 50.
મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા શિવાજીએ કેટલા કિલ્લા જીત્યા હતા?
A. 45થી પણ વધારે
B. 40થી પણ વધારે
C. 50થી પણ વધારે
D. 80થી પણ વધારે
ઉત્તર:
B. 40થી પણ વધારે
પ્રશ્ન 51.
શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો?
A. ઈ. સ. 1664માં
B. ઈ. સ. 1670માં
C. ઈ. સ. 1672માં
D. ઈ. સ. 1674માં
ઉત્તર:
D. ઈ. સ. 1674માં
પ્રશ્ન 52.
શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?
A. સિંહગઢમાં
B. રાજગઢમાં
C. શિવનેરીમાં
D. કલ્યાણમાં
ઉત્તર:
B. રાજગઢમાં
પ્રશ્ન 53.
શિવાજીનું અવસાન ક્યારે થયું હતું?
A. ઈ. સ. 1674માં
B. ઈ. સ. 1678માં
C. ઈ. સ. 1680માં
D. ઈ. સ. 1685માં
ઉત્તર:
C. ઈ. સ. 1680માં
પ્રશ્ન 54.
કયા મુઘલ બાદશાહે મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના કરી હતી?
A. અકબરે
B. જહાંગીરે
C. ઔરંગઝેબે
D. શાહજહાંએ
ઉત્તર:
A. અકબરે
પ્રશ્ન 55.
મુઘલ શાસનતંત્રમાં લશ્કરનો વડો કયા નામે ઓળખાતો હતો?
A. ખુદાબક્ષ
B. મીરબક્ષ
C. રજાલક્ષ
D. જાનબક્ષ
ઉત્તર:
B. મીરબક્ષ
પ્રશ્ન 56.
મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા હતા?
A. રાઝિયાનવીસ
B. સુલ્તાનાવીસ
C. વાકિયાનવીસ
D. શકદાર
ઉત્તર:
C. વાકિયાનવીસ
પ્રશ્ન 57.
અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી?
A. મનસૂબદારી
B. મહેસૂલદારી
C. મનસબદારી
D. કહેતાકદારી
ઉત્તર:
C. મનસબદારી
પ્રશ્ન 58.
અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઊપજના કેટલા ભાગ જેટલો હતો?
A. \(\frac {1}{3}\) ભાગ જેટલો
B. \(\frac {1}{6}\) તે ભાગ જેટલો
C. \(\frac {1}{5}\) ભાગ જેટલો
D. \(\frac {1}{4}\) ભાગ જેટલો
ઉત્તર:
A. \(\frac {1}{3}\) ભાગ જેટલો
પ્રશ્ન 59.
અકબરની નવી મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક કોણ હતો?
A. બહેરામખાન
B. ટોડરમલ
C. બીરબલ
D. તાનસેન
ઉત્તર:
B. ટોડરમલ
પ્રશ્ન 60.
મુઘલ યુગમાં હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે?
A. ગંગા-બ્રહ્મપુત્રની સંસ્કૃતિ
B. ગંગા-સતલુજની સંસ્કૃતિ
C. ગંગા-જમુનાની સંસ્કૃતિ
D. દિલ્લી-આગરાની સંસ્કૃતિ
ઉત્તર:
C. ગંગા-જમુનાની સંસ્કૃતિ
પ્રશ્ન 61.
સસારામમાં મકબરો કોણે બંધાવ્યો હતો?
A. શાહજહાંએ
B. અકબરે
C. હુમાયુએ
D. શેરશાહે
ઉત્તર:
D. શેરશાહે
પ્રશ્ન 62.
કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો?
A. કશમીર
B. પંજાબ
C. બંગાળ
D. ગુજરાત
ઉત્તર:
D. ગુજરાત
પ્રશ્ન 63.
કયા મુઘલ બાદશાહનો શાસનકાળ મુઘલ સામ્રાજ્યનાં સ્થાપત્યોનો સુવર્ણયુગ ગણાય છે?
A. શાહજહાંનો
B. અકબરનો
C. બાબરનો
D. ઔરંગઝેબનો
ઉત્તર:
A. શાહજહાંનો
પ્રશ્ન 64.
મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?
A. દિલ્લીમાં
B. અજમેરમાં
C. આગરામાં
D. ઔરંગાબાદમાં
ઉત્તર:
C. આગરામાં
પ્રશ્ન 65.
મુઘલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું?
A. દિલ્લીમાં
B. આગરામાં
C. કાનપુરમાં
D. શ્રીનગરમાં
ઉત્તર:
A. દિલ્લીમાં
પ્રશ્ન 66.
કયા મુઘલ બાદશાહે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ-દૌરાનનો મકબરો બંધાવ્યો હતો?
A. શાહજહાંએ
B. ઓરંગઝેબે
C. અકબરે
D. હુમાયુએ
ઉત્તર:
B. ઓરંગઝેબે
પ્રશ્ન 67.
જહાંગીરના દરબારમાં ક્યો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો?
A. જશવંત
B. મનસૂર
C. બસાવન
D. મૂળચંદ
ઉત્તર:
B. મનસૂર
પ્રશ્ન 68.
કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?
A. જહાંગીરે
B. અકબરે
C. હુમાયુએ
D. શાહજહાંએ
ઉત્તર:
A. જહાંગીરે
પ્રશ્ન 69.
કોણે ‘અકબરનામા’ ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે?
A. મલિક મુહમ્મદ જાયસીએ
B. અમીર ખુશરોએ
C. મુહમ્મદ કાઝીએ
D. અબુલફઝલે
ઉત્તર:
D. અબુલફઝલે
પ્રશ્ન 70.
અકબરના દરબારનાં નવ રત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું?
A. સારંગદેવ
B. અમીર ખુશરો
C. તાનસેન
D. બાબા હરિદાસ
ઉત્તર:
C. તાનસેન
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. મુઘલ શાસનની સ્થાપના પહેલાં ……………………….. નું શાસન હતું.
ઉત્તર:
સલ્તનતયુગ
2. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના …………………….. કરી હતી.
ઉત્તર:
બાબરે
3. બાબરનું મૂળ નામ ………………………… બાબર હતું.
ઉત્તર:
ઝહીરુદ્દીન મુહમ્મદ
4. બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં …………………………. ને હરાવ્યો.
ઉત્તર:
ઇબ્રાહીમ લોદી
5. બાબરની આત્મકથાનું નામ ‘………………………’ હતું.
ઉત્તર:
તુઝુક-એ-બાબરી (બાબરનામા)
6. બાબર પછી ………………………… દિલ્લીની ગાદી ઉપર બેઠો.
ઉત્તર:
હુમાયુ
7. હુમાયુનો અર્થ …………………….. થાય છે.
ઉત્તર:
નસીબદાર
8. શેરશાહ ………………………. ના યુદ્ધમાં હુમાયુને હરાવ્યો હતો.
ઉત્તર:
કનોજ
9. હુમાયુએ ……………………… ની મદદથી કાબુલ અને કંદહાર જીત્યાં હતાં.
ઉત્તર:
ઈરાનના શહેનશાહ
10. હુમાયુએ દિલ્લી પાસે ………………….. નામનું નગર વસાવ્યું હતું.
ઉત્તર:
દીનપનાહ
11. શેરશાહ …………………. વંશનો મુસ્લિમ હતો.
ઉત્તર:
અફઘાન
12. શેરશાહનું મૂળ નામ ………………….. હતું.
ઉત્તર:
ફરીદખાં
13. શેરશાહ ……………………. અને …………………… શાસક હતો.
ઉત્તર:
સુધારક, ન્યાયપ્રિય
14. શેરશાહ …………………………… રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું.
ઉત્તર:
ગ્રાન્ડ ટૂંક
15. અકબરનો જન્મ ઈ. સ. ………………………….. માં થયો હતો.
ઉત્તર:
1542
16. હુમાયુ પછી ……………………… દિલ્લીનો બાદશાહ બન્યો હતો.
ઉત્તર:
અકબર
17. પાણીપતનું બીજું યુદ્ધ ઈ. સ. ………………………….. માં થયું હતું.
ઉત્તર:
1556
18. પાણીપતના બીજા યુદ્ધમાં અકબરે ………………….. ને હરાવ્યો હતો.
ઉત્તર:
હેમુ
19. અકબર અને રાણા પ્રતાપ વચ્ચે ……………………. નું યુદ્ધ થયું હતું.
ઉત્તર:
હલ્દીઘાટી
20. અકબરે …………………………… ને પોતાની રાજધાની બનાવી હતી.
ઉત્તરઃ
ફતેહપુર સિક્રી
21. અકબર …………………………… રાજા હતો.
ઉત્તર:
બિનસાંપ્રદાયિક
22. અકબરે ‘…………………………..’ નામના સંપ્રદાયની રચના કરી હતી.
ઉત્તર:
દીન-એ-ઇલાહી
23. અકબરે ……………………… સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો હતો.
ઉત્તર:
સામાજિક
24 અકબરનું અવસાન ઈ. સ. …………………………… માં થયું હતું.
ઉત્તર:
1605
25. અકબર પછી ………………………….. દિલ્લીનો બાદશાહ બન્યો હતો.
ઉત્તર:
જહાંગીર
26. જહાંગીરની પત્નીનું નામ ……………………………. હતું.
ઉત્તર:
નૂરજહાં
27. જહાંગીરના સમયમાં ……………………. નો ખૂબ જ વિકાસ થયો હતો.
ઉત્તર:
ચિત્રકલા
28. જહાંગીર પછી ……………………… દિલ્લીના બાદશાહ બન્યો હતો.
ઉત્તર:
શાહજહાં
29. શાહજહાંનું હુલામણું નામ ……………………… હતું.
ઉત્તર:
ખુર્રમ
30. શાહજહાંની પત્નીનું નામ ………………………. હતું.
ઉત્તરઃ
મુમતાજમહલ
31. શાહજહાંએ બંધાવેલ ……………………….. એક વિશ્વપ્રસિદ્ધ ભવ્ય અને કલાત્મક ઇમારત છે.
ઉત્તર:
તાજમહાલ
32. …………………….. દુનિયાની અજાયબી ગણાય છે.
ઉત્તર:
તાજમહાલ
૩૩. શાહજહાં પછી ……………………. દિલ્લીનો બાદશાહ બન્યો હતો.
ઉત્તર:
ઔરંગઝેબ
34. ઔરંગઝેબ ……………………… મુસ્લિમ હતો.
ઉત્તર:
સુન્ની
35. ઓરંગઝેબે અકબરની ……………….. નીતિનો ત્યાગ કર્યો હતો.
ઉત્તર:
ધાર્મિક
36. મેવાડના રાણા સંગ્રામસિંહ ………………….. તરીકે પણ પ્રખ્યાત છે.
ઉત્તર:
રાણા સાંગા
37. બાબર સામેના …………………….. ના યુદ્ધમાં સંગ્રામસિંહનો પરાજય થયો હતો.
ઉત્તર:
ખાનવા
38. મહારાણા પ્રતાપ ……………………… ના પ્રતાપી રાજા હતો.
ઉત્તર:
મેવાડ
39. અકબર સાથે થયેલા ………………………. ના યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાજય થયો હતો.
ઉત્તર:
હલ્દીઘાટી
40. મહારાણા પ્રતાપે અકબરની સામે ………………………. યુદ્ધ ચાલુ . રાખ્યું હતું.
ઉત્તર:
છાપામાર (ગેરીલા)
41. રાણા પ્રતાપે છેલ્લે ડુંગરપુરના ……………………… માં રાજધાની સ્થાપી હતી.
ઉત્તર:
ચાવંડ
42. વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક ………………………. ના મંત્રી અશકરણ રાઠોડના પુત્ર હતા.
ઉત્તર:
જશવંતસિંહ
43. વીર દુર્ગાદાસ રાઠોડની સરખામણી …………………………… સાથે કરવામાં આવે છે.
ઉત્તર:
રાણા પ્રતાપ
44. ……………………………. મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા.
ઉત્તર:
છત્રપતિ શિવાજી
45. શિવાજીનો જન્મ ઈ. સ. ……………………….. માં થયો હતો.
ઉત્તર:
1627
46. શિવાજીનો જન્મ ……………………. ના કિલ્લામાં થયો હતો.
ઉત્તર:
શિવનેરી
47. શિવાજીના પિતાનું નામ ………………………… અને માતાનું નામ ………………………. હતું.
ઉત્તર:
શાહજી, જીજાબાઈ
48. નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા શિવાજીએ ………………………. થી પણ વધારે કિલ્લા જીત્યા હતા.
ઉત્તર:
40
49. ઈ. સ. 1665માં મુઘલ સમ્રાટ ……………………… સાથે શિવાજીનો પરાજય થયો હતો.
ઉત્તર:
ઔરંગઝેબ
50. ઈ. સ ………………………… માં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો.
ઉત્તર:
1674
51. ઈ. સ. 1674માં શિવાજીનો રાજ્યાભિષેક …………………… માં થયો હતો.
ઉત્તર:
રાજગઢ (રાયગઢ)
52. છત્રપતિ શિવાજી ………………………. તરીકે ખ્યાતિ પામ્યા હતા.
ઉત્તર:
હિંદુ સમ્રાટ
53. છત્રપતિ શિવાજીના મંત્રીમંડળને ……………………… કહેવામાં આવતું.
ઉત્તર:
અષ્ટ પ્રધાનમંડળ
54. છત્રપતિ શિવાજીનું અવસાન ઈ. સ. ………………………. માં થયું હતું.
ઉત્તર:
1680
55. મુઘલ બાદશાહ …………………. મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના કરી હતી.
ઉત્તર:
અકબરે
56. મુઘલ બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા ……………………….. નીમવામાં આવતા, જે ……………………. કહેવાતો.
ઉત્તર:
વજીર, દીવાનએ-વઝીરે-કુલ
57. મુઘલ સૈન્યના વડાને ……………………. કહેવામાં આવતો.
ઉત્તર:
મીરબક્ષ
58. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરોને …………………… કહેવામાં આવતા.
ઉત્તર:
વાકિયાનવીસ
59. મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખનાર વિભાગને …………………………… કહેવામાં આવતો.
ઉત્તર:
મીરએ-સામાન
60. મુઘલ બાદશાહ અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થા …………………………. વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી.
ઉત્તરઃ
મનસબદારી
61. …………………… મુઘલ બાદશાહ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો.
ઉત્તર:
ટોડરમલ
62. …………………………. એ જાગીરનો વડો અધિકારી ગણાતો.
ઉત્તર:
મનસબદાર
63. મુઘલ યુગમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો જે સમન્વય થયો હતો તેને ……………………… સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ગંગા-જમુના
64. ………………………. આગરા અને લાહોરમાં બગીચા બનાવડાવ્યા હતા.
ઉત્તર:
બાબરે
65. ………………….. સસારામમાં મકબરો અને દિલ્લીમાં મસ્જિદ બંધાવી હતી.
ઉત્તર:
શેરશાહે
66. અકબરે આગરાથી 36 કિલોમીટર દૂર ……………………….. વિશિષ્ટ બાંધકામો કરાવ્યાં હતાં.
ઉત્તર:
ફતેહપુર સિક્રી
67. જહાંગીરના સમયમાં બાંધકામોમાં ……………………. નો ઉપયોગ વધ્યો હતો.
ઉત્તર:
સંગેમરમર
68. …………………… નો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે.
ઉત્તર:
શાહજહાં
69. શાહજહાંએ ……………………….. માં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ન કરાવ્યું હતું.
ઉત્તર:
દિલ્લી
70. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં ……………………. નો મકબરો બંધાવ્યો હતો.
ઉત્તરઃ
રાબિયા-ઉદ્-દૌરાન
71. મુઘલ શાસકો ઉત્તમ ……………………… ને દિલ્લીમાં આમંત્રિત કરતા હતા.
ઉત્તર:
ચિત્રકારો
72. અકબરના દરબારમાં …………………….. અને ……………………… નામના મહાન ચિત્રકારો હતા.
ઉત્તર:
જશવંત, બસાવન
73. જહાંગીરના દરબારમાં …………………….. નામનો જગવિખ્યાત ચિત્રકાર હતો.
ઉત્તર:
મનસૂર
74. અબુલ ફઝલે ‘…………………..’ નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે.
ઉત્તર:
અકબરનામા
75. મુઘલયુગમાં ભારતીય ભાષાઓમાં ………………….. ના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું.
ઉત્તર:
શ્રીકૃષ્ણ
76. મુઘલયુગમાં મરાઠી ભાષામાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ……………………… ની રચના કરી હતી.
ઉત્તર:
ભક્તિસાહિત્ય
77. મુઘલ બાદશાહ અકબર ……………………….. નો જ્ઞાતા હતો.
ઉત્તર:
સંગીત
78. અકબરનાં નવ રત્નોમાં …………………………. મહાન શાસ્ત્રીય ગાયક હતા.
ઉત્તર:
તાનસેન
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
1. બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને શેરશાહને હરાવ્યો હતો.
ઉત્તર:
ખોટું
2. બાબર પ્રકૃતિપ્રેમી અને લેખક હતો.
ઉત્તર:
ખરું
૩. બાબરનો અર્થ નસીબદાર થાય છે.
ઉત્તર:
ખોટું
4. કનોજના યુદ્ધમાં પરાજિત થવાથી હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો.
ઉત્તર:
ખરું
5. હુમાયુએ આગરા નજીક દીનપનાહ નામનું નગર વસાવ્યું હતું.
ઉત્તર:
ખોટું
6. શેરશાહ હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી.
ઉત્તર:
ખરું
7. હુમાયુ સુધારક અને ન્યાયપ્રિય બાદશાહ હતો.
ઉત્તર:
ખોટું
8. હુમાયુ રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે.
ઉત્તર:
ખોટું
9. અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્લીનો બાદશાહ બન્યો હતો.
ઉત્તર:
ખરું
10. અકબરે રાજપૂતો સાથે સામાજિક સંબંધો શરૂ કરી સેનાનાં ઉચ્ચ પદો પર તેમની નિમણૂક કરી હતી.
ઉત્તર:
ખરું
11. અકબર સાંપ્રદાયિક રાજા હતો.
ઉત્તર:
ખોટું
12. અકબર સમાજસુધારક હતો.
ઉત્તર:
ખરું
13. અકબરે બાળલગ્ન અને સતી પ્રથાની હિમાયત કરી હતી.
ઉત્તર:
ખોટું
14 અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું.
ઉત્તર:
ખરું
15. જહાંગીરની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી.
ઉત્તર:
ખરું
16. શાહજહાં પોતે મહાન ચિત્રકાર હતો.
ઉત્તર:
ખોટું
17. જહાંગીરનું હુલામણું નામ ખુર્રમ હતું.
ઉત્તર:
ખોટું
18. શાહજહાં ક્લા-સ્થાપત્યનો ચાહક હતો.
ઉત્તર:
ખરું
19. ઔરંગઝેબ વૈભવી અને વિલાસી જીવન જીવતો હતો.
ઉત્તર:
ખોટું
20. ઔરંગઝેબ સંગીતકલાનો, મૂર્તિપૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો.
ઉત્તર:
ખરું
21. રાણા સંગ્રામસિંહ વીર અને સાહસિક હતા.
ઉત્તર:
ખરું
22. મહારાણા પ્રતાપ મારવાડના પ્રતાપી રાજા હતા.
ઉત્તર:
ખોટું
23. વીર દુર્ગાદાસ રાઠોડની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે.
ઉત્તર:
ખરું
24. ઈ. સ. 1637માં શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો.
ઉત્તર:
ખોટું
25. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકિયાનવીસ તરીકે ઓળખાતા હતા.
ઉત્તર:
ખરું
26. મનસબદારી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઊપજના \(\frac {1}{6}\) ભાગ જેટલો હતો.
ઉત્તર:
ખોટું
27. મનસબદારની નિયત સમયે બદલી કરવામાં આવતી.
ઉત્તર:
ખરું
28. મુઘલ મનસબદારી વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી.
ઉત્તર:
ખરું
29. મુઘલયુગમાં ભારતીય સંસ્કૃતિ નિસ્તેજ બની હતી.
ઉત્તર:
ખોટું
30. જહાંગીરનો સમય મુઘલ સામ્રાજ્યનાં સ્થાપત્યોનો સુવર્ણયુગ ગણાય છે.
ઉત્તર:
ખોટું
31. બહાદુરશાહે બનાવેલો રાબિયા-ઉદ-દોરાનનો મકબરો તાજમહાલ જેટલો જ કલાત્મક છે.
ઉત્તર:
ખોટું
32. મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી.
ઉત્તર:
ખરું
33. શાહજહાંએ એક ચિત્રકળાની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખોટું
34. અબુલ ફઝલે રામાયણનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો.
ઉત્તર:
ખોટું
35. અકબરે સંગીતના અનેક રાગોની રચના કરી હતી.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1526 | (1) શેરશાહનું અવસાન થયું |
(2) ઈ. સ. 1530 | (2) અકબરનો જન્મ થયો |
(3) ઈ. સ. 1540 | (3) હુમાયુ દિલ્હીની ગાદી ઉપર બેઠો |
(4) ઈ. સ. 1545 | (4) ભારતમાં મુઘલ શાસનની સ્થાપના થઈ |
(5) શેરશાહે ભારત પર પોતાની સત્તા સ્થાપી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1526 | (4) ભારતમાં મુઘલ શાસનની સ્થાપના થઈ |
(2) ઈ. સ. 1530 | (3) હુમાયુ દિલ્હીની ગાદી ઉપર બેઠો |
(3) ઈ. સ. 1540 | (5) શેરશાહે ભારત પર પોતાની સત્તા સ્થાપી |
(4) ઈ. સ. 1545 | (1) શેરશાહનું અવસાન થયું |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1542 | (1) અકબરનું અવસાન થયું |
(2) ઈ. સ. 1556 | (2) જહાંગીરનું અવસાન થયું |
(3) ઈ. સ. 1605 | (3) પાણીપતનું પહેલું યુદ્ધ થયું |
(4) ઈ. સ. 1627 | (4) પાણીપતનું બીજું યુદ્ધ થયું |
(5) અકબરનો જન્મ થયો |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1542 | (5) અકબરનો જન્મ થયો |
(2) ઈ. સ. 1556 | (4) પાણીપતનું બીજું યુદ્ધ થયું |
(3) ઈ. સ. 1605 | (1) અકબરનું અવસાન થયું |
(4) ઈ. સ. 1627 | (2) જહાંગીરનું અવસાન થયું |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1707 | (1) હલ્દીઘાટીનું યુદ્ધ થયું |
(2) ઈ. સ. 1576 | (2) તાજમહાલનું નિર્માણ થયું |
(3) ઈ. સ. 1627 | (3) ઓરંગઝેબનું અવસાન થયું |
(4) ઈ. સ. 1674 | (4) શિવાજીનો જન્મ થયો |
(5) શિવાજીનો રાજ્યાભિષેક થયો |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1707 | (3) ઓરંગઝેબનું અવસાન થયું |
(2) ઈ. સ. 1576 | (1) હલ્દીઘાટીનું યુદ્ધ થયું |
(3) ઈ. સ. 1627 | (4) શિવાજીનો જન્મ થયો |
(4) ઈ. સ. 1674 | (5) શિવાજીનો રાજ્યાભિષેક થયો |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) લાલ કિલ્લો | (1) અમદાવાદ |
(2) મુઘલ વંશનો સ્થાપક | (2) શેરશાહ |
(3) અમરકોટમાં જન્મ | (3) બાબર |
(4) અફઘાન સુલતાન | (4) દિલ્લી |
(5) અકબર |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) લાલ કિલ્લો | (4) દિલ્લી |
(2) મુઘલ વંશનો સ્થાપક | (3) બાબર |
(3) અમરકોટમાં જન્મ | (5) અકબર |
(4) અફઘાન સુલતાન | (2) શેરશાહ |
5.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) અકબરના દરબારનાં નવ રત્નો પૈકી એક | (1) રાણા પ્રતાપ |
(2) નવી મહેસૂલી વ્યવસ્થાનો જનક | (2) રાણા સંગ્રામસિંહ |
(3) મેવાડનો અણનમ અને ટેકીલો રાજા | (3) વીર દુર્ગાદાસ |
(4) અશકરણ રાઠોડના પુત્ર | (4) ટોડરમલ |
(5) તાનસેન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) અકબરના દરબારનાં નવ રત્નો પૈકી એક | (5) તાનસેન |
(2) નવી મહેસૂલી વ્યવસ્થાનો જનક | (4) ટોડરમલ |
(3) મેવાડનો અણનમ અને ટેકીલો રાજા | (1) રાણા પ્રતાપ |
(4) અશકરણ રાઠોડના પુત્ર | (3) વીર દુર્ગાદાસ |
6.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) તાજમહાલનું નિર્માણ | (1) શિવાજી |
(2) મરાઠા સામ્રાજ્યના સ્થાપક | (2) શાહજહાં |
(3) સુન્ની મુસ્લિમ બાદશાહ | (3) અકબર |
(4) બિનસાંપ્રદાયિક બાદશાહ | (4) જહાંગીર |
(5) ઔરંગઝેબ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) તાજમહાલનું નિર્માણ | (2) શાહજહાં |
(2) મરાઠા સામ્રાજ્યના સ્થાપક | (1) શિવાજી |
(3) સુન્ની મુસ્લિમ બાદશાહ | (5) ઔરંગઝેબ |
(4) બિનસાંપ્રદાયિક બાદશાહ | (3) અકબર |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે, ક્યારે કરી હતી?
ઉત્તર:
ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈ. સ. 1526માં બાબરે કરી હતી.
પ્રશ્ન 2.
બાબરનું મૂળ નામ શું હતું?
ઉત્તર:
બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું.
પ્રશ્ન 3.
બાબરે યુદ્ધમાં શાનો ઉપયોગ કરીને ઇબ્રાહીમ લોદીને હરાવ્યો હતો?
ઉત્તર:
બાબરે યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહીમ લોદીને હરાવ્યો હતો.
પ્રશ્ન 4.
મુઘલ શાસકોમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 5.
બાબરની આત્મકથાનું નામ શું છે?
ઉત્તર:
બાબરની આત્મકથાનું નામ ‘તુઝુક-એ-બાબરી’ (બાબરનામા) છે.
પ્રશ્ન 6.
હુમાયુનો શો અર્થ થાય છે?
ઉત્તર:
હુમાયુનો અર્થ નસીબદાર થાય છે.
પ્રશ્ન 7.
હુમાયુને કોની કોની સાથે યુદ્ધો થયાં હતાં?
ઉત્તરઃ
હુમાયુને ગુજરાત સુલતાન બહાદુરશાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયાં.
પ્રશ્ન 8.
હુમાયુને શાથી ઈરાન જવું પડ્યું?
ઉત્તર:
કનોજના યુદ્ધમાં શેરશાહ હુમાયુને હરાવ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો; તેથી તેને ઈરાન જવું પડ્યું.
પ્રશ્ન 9.
હુમાયુએ કોની મદદથી કાબુલ અને કંદહાર જીતી લીધાં?
ઉત્તરઃ
હુમાયુએ ઈ. સ. 1545માં ઈરાનના શહેનશાહની ? મદદથી કાબુલ અને કંદહાર જીતી લીધાં.
પ્રશ્ન 10.
હુમાયુએ ક્યારે ભારત પર ફરીથી પોતાની સત્તા સ્થાપી?
ઉત્તર:
હુમાયુએ ઈ. સ. 1555માં ભારત પર ફરીથી પોતાની સત્તા સ્થાપી.
પ્રશ્ન 11.
હુમાયુએ કયું નગર વસાવ્યું હતું?
ઉત્તર:
હુમાયુએ દિલ્લી પાસે દીનપનાહ નામનું નગર વસાવ્યું હતું.
પ્રશ્ન 12.
હુમાયુનું અવસાન કેવી રીતે થયું?
ઉત્તર:
સાંજની પ્રાર્થનાનો સમય થતાં વાચનાલયની સીડીનાં પગથિયાં ઝડપથી ઊતરતાં પડી જવાથી હુમાયુનું અવસાન થયું.
પ્રશ્ન 13.
શેરશાહ કયા વંશનો હતો? તેનું મૂળ નામ શું હતું?
ઉત્તર:
શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદખાં હતું.
પ્રશ્ન 14.
શેરશાહે કોને હરાવીને ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી?
ઉત્તર:
શેરશાહ હુમાયુને હરાવીને ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી.
પ્રશ્ન 15.
શેરશાહે કયા રાજમાર્ગનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું?
ઉત્તરઃ
શેરશાહે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલા ‘ગ્રાન્ડ ટૂંક રોડ’ નામના રાજમાર્ગનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું.
પ્રશ્ન 16.
શેરશાહનું અવસાન કેવી રીતે થયું? ક્યારે થયું?
ઉત્તર:
ઈ. સ. 1545માં શેરશાહ તોપનું નિરીક્ષણ કરતો હતો ત્યારે અકસ્માત થવાથી તેનું અવસાન થયું.
પ્રશ્ન 17.
હુમાયુએ દિલ્લી પર ફરીથી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કેવી રીતે કરી?
ઉત્તર:
શેરશાહના અવસાન પછી તેના જેવો કોઈ શક્તિશાળી શાસક દિલ્લીની ગાદી ઉપર આવ્યો નહિ. પરિણામે ઈ. સ. 1555માં હુમાયુએ દિલ્લી અને આગરા પર આક્રમણ કરી અફઘાન શાસકને હરાવીને દિલ્લી પર ફરીથી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી.
પ્રશ્ન 18.
અકબરનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?
ઉત્તરઃ
અકબરનો જન્મ ઈ. સ. 1542માં સિંધમાં અમરકોટના હિંદુ રાજપૂતને ત્યાં થયો હતો.
પ્રશ્ન 19.
પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું હતું?
ઉત્તર:
પાણીપતનું બીજું યુદ્ધ ઈ. સ. 1556માં અકબર અને હેમુ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો.
પ્રશ્ન 20.
હલ્દીઘાટીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું હતું?
ઉત્તર:
હલ્દીઘાટીનું યુદ્ધ ઈ. સ. 1576માં અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો અને રાણા પ્રતાપની હાર થઈ હતી.
પ્રશ્ન 21.
અકબરનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું?
ઉત્તરઃ
અકબરનું સામ્રાજ્ય ઉત્તરે કાબુલ, કંદહાર અને કશ્મીર સુધી; દક્ષિણ ગુજરાત, વરાડ, ખાનદેશ અને અહમદનગર સુધી; પશ્ચિમે બલુચિસ્તાન સુધી અને પૂર્વમાં બંગાળ સુધી ફેલાયેલું હતું.
પ્રશ્ન 22.
અકબરે કોને પોતાની રાજધાની બનાવી હતી?
ઉત્તરઃ
અકબરે ફતેહપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી હતી.
પ્રશ્ન 23.
અકબરે કોની સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી? કેવી રીતે?
ઉત્તરઃ
અકબરે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સૈન્યમાં ઊંચાં પદો પર નિમણૂક કરી હતી.
પ્રશ્ન 24.
અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો એમ શાથી કહી શકાય?
અથવા
કારણો આપોઃ અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો.
ઉત્તર:
અકબરે બધા ધર્મોનાં ઉત્તમ તત્ત્વોને સમાવિષ્ટ કરીને ‘દીન-એ-ઇલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. આથી એમ કહી શકાય કે અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો.
પ્રશ્ન 25.
અકબર સમાજસુધારક હતો એમ શાથી કહી શકાય?
અથવા
કારણો આપો અકબર સમાજસુધારક હતો.
ઉત્તર:
અકબરે બાળલગ્નો અને સતીપ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આથી કહી શકાય કે અકબર સમાજસુધારક હતો.
પ્રશ્ન 26.
અકબરે કયા કયા ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો?
ઉત્તરઃ
અકબરે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો.
પ્રશ્ન 27.
અકબરે કયા યુગનો પ્રારંભ કર્યો હતો?
ઉત્તરઃ
અકબરે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો હતો.
પ્રશ્ન 28.
જહાંગીરને કયો વારસો મળ્યો હતો?
ઉત્તર:
અકબરે સ્થાપેલા મહાન મુઘલ સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો.
પ્રશ્ન 29.
જહાંગીરની પત્નીનું નામ શું હતું?
ઉત્તર:
જહાંગીરની પત્નીનું નામ નૂરજહાં હતું.
પ્રશ્ન 30.
જહાંગીરના સમયમાં કઈ કલાનો ખૂબ જ વિકાસ થયો હતો? શા માટે?
ઉત્તર:
જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો, કારણ કે જહાંગીર પોતે મહાન ચિત્રકાર હતો.
પ્રશ્ન 31.
શાહજહાંનું હુલામણું નામ શું હતું?
ઉત્તર:
શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું.
પ્રશ્ન 32.
જહાંગીરના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું?
ઉત્તરઃ
જહાંગીરના અવસાન પછી તેનો પુત્ર શાહજહાં દિલ્લીની ગાદી ઉપર આવ્યો.
પ્રશ્ન 33.
અકબરના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું?
ઉત્તર:
અકબરના અવસાન પછી તેનો પુત્ર જહાંગીર દિલ્લીની ગાદી પર આવ્યો.
પ્રશ્ન 34.
તાજમહાલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કોની યાદમાં?
ઉત્તર:
વિશ્વપ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ શાહજહાંએ તેની પત્ની મુમતાજમહલની યાદમાં કરાવ્યું હતું.
પ્રશ્ન 35.
ક્યો મુઘલ બાદશાહ કલા-સ્થાપત્યોનો ખૂબ ચાહક હતો?
ઉત્તર:
મુઘલ બાદશાહ શાહજહાં કલા-સ્થાપત્યોનો ખૂબ ચાહક હતો.
પ્રશ્ન 36.
શાહજહાંએ બંધાવેલ કયું સ્થાપત્ય દુનિયાની અજાયબી ગણાય છે?
ઉત્તર:
શાહજહાંએ બંધાવેલ તાજમહાલ દુનિયાની અજાયબી ગણાય છે.
પ્રશ્ન 37.
શાહજહાંના પુત્રો વચ્ચે શાથી ભયંકર આંતરવિગ્રહ થયો હતો?
ઉત્તર:
શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે મુઘલ સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ થયો હતો.
પ્રશ્ન 38.
ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર કેવી રીતે પોતાની સત્તા જમાવી?
ઉત્તર:
ઔરંગઝેબે તેના એક ભાઈ દારાની હત્યા કરી, બીજા ભાઈ મુરાદને જેલમાં પૂર્યો અને ત્રીજા ભાઈ સુજાને હરાવીને દેશનિકાલ કર્યો. આમ, પોતાના ત્રણેય ભાઈઓને સત્તાસંઘર્ષમાંથી દૂર કરી ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર પોતાની સત્તા જમાવી.
પ્રશ્ન 39.
ઔરંગઝેબના રાજ્યમાં કયા કયા વિસ્તારો સમાવિષ્ટ હતા?
ઉત્તર:
ઔરંગઝેબના રાજ્યમાં ઉત્તરે કશ્મીરથી દક્ષિણે જિજી સુધી અને પૂર્વે ચટ્ટગાંવથી પશ્ચિમે હિંદુકુશ પર્વતમાળા સુધીના વિસ્તારો સમાવિષ્ટ હતા.
પ્રશ્ન 40.
ઓરંગઝેબે કેવી રીતે ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી?
ઉત્તરઃ
ઔરંગઝેબે અકબરની ધાર્મિકનીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી.
પ્રશ્ન 41.
ઔરંગઝેબ કઈ કઈ બાબતોનો વિરોધી હતો?
ઉત્તર:
ઔરંગઝેબ સંગીતકલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો.
પ્રશ્ન 42.
મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત ક્યારથી થઈ હતી?
ઉત્તર:
ઈ. સ. 1707માં ઔરંગઝેબનું અવસાન થયું. ઔરંગઝેબના અવસાન પછી નિર્બળ શાસકો દિલ્હીની ગાદી ઉપર આવતાં મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ.
પ્રશ્ન 43.
રાણા સાંગા તરીકે કોણ પ્રખ્યાત છે?
ઉત્તરઃ
બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ ‘રાણા સાંગા’ તરીકે પ્રખ્યાત છે.
પ્રશ્ન 44.
રાણા સંગ્રામસિંહની કોની સામે હાર થઈ હતી? કયા યુદ્ધમાં?
ઉત્તરઃ
રાણા સંગ્રામસિંહની બાબર સામે ખાનવાના યુદ્ધમાં હાર થઈ હતી.
પ્રશ્ન 45.
મહારાણા પ્રતાપ ક્યાંના રાજા હતા?
ઉત્તર:
મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજા હતા.
પ્રશ્ન 46.
હલ્દીઘાટીના યુદ્ધ પછી રાણા પ્રતાપે કયા વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી?
ઉત્તર:
હલ્દીઘાટીના યુદ્ધ પછી રાણા પ્રતાપે ઉદેપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી.
પ્રશ્ન 47.
ઈ. સ. 1576ના હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે શું કર્યું?
ઉત્તર:
ઈ. સ. 1576ના હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા અને જીવનના અંત સુધી અકબર સામે લડતા રહ્યા. એ પછી તેઓ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા હતા.
પ્રશ્ન 48.
વીર દુર્ગાદાસ રાઠોડ કોણ હતા?
ઉત્તરઃ
વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જશવંતસિંહના મંત્રી અશકરણના પુત્ર હતા.
પ્રશ્ન 49.
વીર દુર્ગાદાસની તુલના કોની સાથે કરવામાં આવે છે?
ઉત્તર:
વીર દુર્ગાદાસની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે.
પ્રશ્ન 50.
શિવાજીનાં માતાપિતાનાં નામ જણાવો.
ઉત્તરઃ
શિવાજીની માતાનું નામ જીજાબાઈ હતું અને પિતાનું નામ શાહજી હતું.
પ્રશ્ન 51.
શિવાજીના જીવન પર કોની કોનો વ્યાપક પ્રભાવ હતો?
ઉત્તરઃ
શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો.
પ્રશ્ન 52.
શિવાજીએ કેટલા કિલ્લા જીત્યા હતા?
ઉત્તરઃ
શિવાજીએ 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા.
પ્રશ્ન 53.
શિવાજીએ કોની કોની સાથે સંઘર્ષ કરી વિજય મેળવ્યા હતા?
ઉત્તરઃ
શિવાજીએ મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબો સમય સુધી સંઘર્ષ કરી વિજયો મેળવ્યા હતા.
પ્રશ્ન 54.
ઈ. સ. 1665માં શિવાજીએ કોની સાથે યુદ્ધ કર્યું હતું? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
ઈ. સ. 1665માં શિવાજીએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ સાથે યુદ્ધ કર્યું હતું. એ યુદ્ધમાં શિવાજીનો પરાજય થતાં તેમણે ઔરંગઝેબ સાથે સંધિ કરી હતી.
પ્રશ્ન 55.
શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે અને ક્યાં થયો હતો?
ઉત્તરઃ
શિવાજીનો રાજ્યાભિષેક ઈ. સ. 1674માં રાજગઢના કિલ્લામાં થયો હતો.
પ્રશ્ન 56.
શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે શી વ્યવસ્થા કરી હતી?
ઉત્તરઃ
શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટ કરવા માટે આઠ પ્રધાનોના મંડળ – અષ્ટ પ્રધાનમંડળની રચના કરી હતી.
પ્રશ્ન 57.
મુઘલ શાસનમાં વજીરની નિમણૂક શા માટે કરવામાં આવતી?
ઉત્તરઃ
મુઘલ શાસનમાં મુઘલ બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી.
પ્રશ્ન 58.
મુઘલ શાસનમાં વજીરને શું કહેવામાં આવતો?
ઉત્તર:
મુઘલ શાસનમાં વજીરને ‘દીવાન-એ-વઝીરે-કુલ’ કહેવામાં આવતો.
પ્રશ્ન 59.
મુઘલ શાસનમાં સૈન્યના વડાને શું કહેવામાં આવતો? તે શું કાર્ય કરતો?
ઉત્તરઃ
મુઘલ શાસનમાં સૈન્યના વડાને ‘મીરબક્ષ’ કહેવામાં આવતો. તે સૈન્યમાં સૈનિકોની ભરતી કરતો તેમજ તે સૈન્યના અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચરતંત્ર પર દેખરેખ પણ રાખતો.
પ્રશ્ન 60.
મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા?
ઉત્તરઃ
મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો ‘વાકિયાનવસ’ના નામે ઓળખાતા.
પ્રશ્ન 61.
મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે શી વ્યવસ્થા હતી?
ઉત્તર:
મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે ‘મીર-એ-સામાન’ નામના વિભાગની રચના કરવામાં આવી હતી.
પ્રશ્ન 62.
અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તેનો સ્થાપક કોણ હતો?
ઉત્તર:
અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થાને ‘મનસીબદારી’ વ્યવસ્થાને નામે ઓળખવામાં આવે છે. તેનો સ્થાપક ટોડરમલ હતો.
પ્રશ્ન 63.
મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર શો હતો?
ઉત્તરઃ
મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર વાર્ષિક ઊપજના \(\frac {1}{3}\) ભાગ જેટલો હતો.
પ્રશ્ન 64.
મનસબદારી પદ્ધતિ કોની સાથે સંકળાયેલી હતી?
ઉત્તરઃ
મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી.
પ્રશ્ન 65.
મનસબ એટલે શું?
ઉત્તર:
મનસબ એટલે જાગીર.
પ્રશ્ન 66.
મનસબદાર શું કાર્ય કરતો હતો?
ઉત્તરઃ
મનસબદાર એ જાગીરનો વડો હોવાથી તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો હતો અને પોતાની જાગીરના વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો.
પ્રશ્ન 67.
મુઘલ યુગમાં હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
મુઘલ યુગમાં હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિને ‘ગંગા-જમુના સંસ્કૃતિ’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 68.
બાબરે કયાં શહેરોમાં બગીચા બનાવડાવ્યા હતા?
ઉત્તર:
બાબરે આગરા અને લાહોરમાં બગીચા બનાવડાવ્યા હતા.
પ્રશ્ન 69.
શેરશાહે કયાં સ્થાપત્યો બંધાવ્યાં હતાં?
ઉત્તર:
શેરશાહ સાસારામમાં મકબરો અને દિલ્લીમાં મસ્જિદ બંધાવી હતી.
પ્રશ્ન 70.
અકબરે કયાં કયાં સ્થાપત્યો બંધાવ્યાં હતાં?
ઉત્તરઃ
અકબરે આગરામાં કિલ્લો બંધાવ્યો હતો અને આગરાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિક્રી નગર વસાવી ત્યાં ગુજરાત પરના વિજયની યાદમાં ભવ્ય બુલંદ દરવાજો બંધાવ્યો હતો. આ ઉપરાંત, અકબરે એ નગરમાં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ જેવાં બાંધકામોનું નિર્માણ કરાવ્યું હતું.
પ્રશ્ન 71.
શાહજહાંનો સમય કયો યુગ ગણાય છે?
ઉત્તર:
શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યનાં સ્થાપત્યોનો સુવર્ણયુગ ગણાય છે.
પ્રશ્ન 72.
શાહજહાંએ કયાં સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું?
ઉત્તર:
શાહજહાંએ આગરામાં વિશ્વપ્રસિદ્ધ તાજમહાલ અને મોતી મસ્જિદ તથા દિલ્લીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.
પ્રશ્ન 73.
ઔરંગઝેબે કયા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું?
ઉત્તર:
ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં ‘રાબિયા-ઉદ્-દોરાન’ નામના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું, જે તાજમહાલ જેવો જ કલાત્મક છે.
પ્રશ્ન 74.
અકબરના દરબારમાં કયા કયા મહાન ચિત્રકારો હતા? તેમણે કયાં કયાં ચિત્રો દોર્યા હતાં?
ઉત્તરઃ
અકબરના દરબારમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદનાં પુસ્તકો અને અકબરનામામાં અનેક સુંદર ચિત્રો દોર્યા હતાં.
પ્રશ્ન 75.
મુઘલ યુગમાં કઈ કઈ ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી?
ઉત્તર:
મુઘલ યુગમાં ફારસી, અરબી, હિંદી તેમજ ભારતની અન્ય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી.
પ્રશ્ન 76.
અબુલ ફઝલે કયા ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે? તેણે કયા ગ્રંથનો અનુવાદ કર્યો હતો?
ઉત્તર:
અબુલઝલે ‘અકબરનામા’ નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. (અબુલફઝલે ફારસી ભાષામાં ‘આમનેઅકબરી’ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો.).
પ્રશ્ન 77.
મુઘલ યુગમાં કોણે કોણે ભક્તિસાહિત્યની રચના કરી
હતી?
ઉત્તર:
મુઘલ યુગમાં મરાઠી ભાષામાં સંત એકનાથે, સંત જ્ઞાનેશ્વરે, સંત નામદેવે અને સ્વામી રામદાસે; બંગાળી ભાષામાં સંત ચૈતન્ય અને ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ ભક્તિસાહિત્યની રચના કરી હતી.
પ્રશ્ન 78.
તાનસેન કોણ હતો?
ઉત્તર:
તાનસેન અકબરના દરબારનો શાસ્ત્રીય સંગીતનો મહાન ગાયક હતો. તેણે અનેક રાગોની રચના કરી હતી.
પ્રશ્ન 79.
મુઘલ સામ્રાજ્યના પતનના સમયમાં ભારતની રાજકીય સ્થિતિ કેવી બની?
ઉત્તર:
મુઘલ સામ્રાજ્યના પતનના સમયમાં શક્તિશાળી મુઘલ શાસકના અભાવે ભારત નાનાં નાનાં રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. તેમાં મુઘલ વંશના નિર્મળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબી શાસકો, રાજસ્થાનનાં રાજપૂત રાજ્યો, મરાઠા રાજ્ય, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે.
નીચેના મુઘલ શાસકોનો પરિચય આપો:
(1) બાબર
(2) હુમાયુ
(3) અકબર
(4) જહાંગીર
(5) શાહજહાં
(6) ઔરંગઝેબ
ઉત્તરઃ
(1) બાબર: બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ . બાબર હતું. બાબર કુશાગ્ર બુદ્ધિશાળી અને શક્તિશાળી લડવૈયો . હતો. તે ફારસી ભાષા જાણતો હતો. તે પ્રકૃતિપ્રેમી અને લેખક હતો. તેણે તેની આત્મકથા ‘તુઝુક-એ-બાબરી’ – બાબરનામા લખી હતી. તેની એ આત્મકથા વિશ્વસાહિત્યની પ્રસિદ્ધ રચના ગણાય છે. બાબરે ઈ. સ. 1526માં ભારત પર ચડાઈ કરી. પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેણે દિલ્લીના સુલતાન ઇબ્રાહીમ લોદીને હરાવી ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બાબરે એ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહીમ લોદીને હરાવ્યો હતો. ઈ. સ. 1527માં તેણે મેવાડના રાણા સંગ્રામસિંહને ખાનવાના યુદ્ધમાં હરાવ્યો હતો. બાબરે દિલ્લી અને આગરાની આસપાસના પ્રદેશો જીતી લઈ મુઘલ સામ્રાજ્યનો પાયો મજબૂત બનાવ્યો હતો. બાબરે આગરા અને લાહોરમાં બગીચા બનાવડાવ્યા હતા. ઈ. સ. 1530માં બીમારીને કારણે બાબરનું અવસાન થયું હતું.
(2) હુમાયુઃ બાબરના અવસાન પછી તેનો પુત્ર હુમાયુ ઈ. સ. 1530માં દિલ્હીની ગાદી ઉપર બેઠો. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે, પરંતુ તેને જીવનમાં અનેક સંકટોનો સામનો કરવો પડ્યો હતો. હુમાયુએ ગુજરાતના સુલતાન બહાદુરશાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ કરવાં પડ્યાં હતાં. કનોજના યુદ્ધમાં શેરશાહ સાથે પરાજિત થયેલા હુમાયુને ઈરાન જવું પડ્યું હતું. થોડાં વર્ષો પછી તે ફરીથી ભારત પર ચઢી આવ્યો. ઈ. સ. 1545માં ઈરાનના શહેનશાહની મદદથી હુમાયુએ કાબુલ અને કંદહાર જીતી લીધાં. એ પછી ઈ. સ. 1555માં તેણે ભારત પર ફરીથી પોતાની સત્તા સ્થાપી હતી.
હુમાયુ તેના પિતા બાબરની જેમ જ વાચન અને લેખનનો છે શોખીન હતો. તેણે દિલ્લીની નજીક દીનપનાહ નગર વસાવ્યું હતું. સાંજની પ્રાર્થનાનો સમય થતાં વાચનાલયની સીડીનાં પગથિયાં ઝડપથી ઊતરતાં પડી જવાથી હુમાયુનું (ઈ. સ. 1556માં) અવસાન થયું હતું.
(3) અકબરઃ અકબર મુઘલ શાસકોમાં સૌથી વધારે પ્રભાવશાળી શાસક હતો. અકબરનો જન્મ ઈ. સ. 1542માં સિંધના અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. ઈ. સ. 1556માં પાણીપતના બીજા યુદ્ધમાં દિલ્લીના શાસક હેમુને હરાવીને અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્લીનો બાદશાહ બન્યો હતો. અકબરનું સામ્રાજ્ય ઉત્તરે કાબુલ, કંદહાર અને કશ્મીર સુધી; દક્ષિણે ગુજરાત, વરાડ, ખાનદેશ અને અહમદનગર સુધી; પશ્ચિમ બલૂચિસ્તાન સુધી અને પૂર્વમાં બંગાળ સુધી ફેલાયેલું હતું. ઈ. સ. 1576માં અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ છે થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. અકબરે ફતેહપુર હૈ સિક્રીને પોતાની રાજધાની બનાવીને ત્યાં જાણીતાં બાંધકામોનું નિર્માણ કરાવ્યું હતું. એ બાંધકામોમાં ગુજરાત પરના વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા તેમજ સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ, પંચમહલ વગેરેનો સમાવેશ થાય છે.
અકબરે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી હતી. તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધો બાંધ્યા હતા. તેણે રાજપૂતોને સૈન્યનાં ઊંચાં પદો પર નીમ્યા હતા. અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો. તેણે બધા ધર્મોનાં ઉત્તમ તત્ત્વોને સમાવિષ્ટ કરીને ‘દીન-એ-ઇલાહી’ નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાનનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. અકબર સમાજસુધારક હતો. તેણે બાળલગ્નો અને સતીપ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈ. સ. 1605માં અકબરનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં આવી ગયું હતું.
(4) જહાંગીર: અકબરના અવસાન બાદ ઈ. સ. 1605માં જહાંગીર દિલ્હીની ગાદી પર બેઠો. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. તેણે અકબરની નીતિઓ ચાલુ રાખી હતી. તેણે હિંદુઓ સાથે સારા સંબંધો જાળવી રાખ્યા હતા. જહાંગીરે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોન્ડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં સ્વરૂપવાન, ચતુર, પ્રતિભાશાળી તેમજ સાહિત્ય અને કલાની શોખીન હતી. નૂરજહાંએ પંદર વર્ષ સુધી જહાંગીરને નામે શાસન કર્યું. જહાંગીર તેના ‘જહાંગીરી ન્યાય’ માટે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. જહાંગીર એક મહાન ચિત્રકાર હતો. તેણે અનેક કલાઓને ઉત્તેજન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો. સામાન્યતઃ જહાંગીરના શાસનકાળ દરમિયાન સામ્રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થપાયેલાં હતાં. ઈ. સ. 1627માં જહાંગીરનું અવસાન થયું હતું.
(5) શાહજહાં: જહાંગીરના અવસાન પછી શાહજહાં ઈ. સ. 1627માં દિલ્હીની ગાદી ઉપર બેઠો. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. શાહજહાંએ દક્ષિણ ભારતમાં દોલતાબાદ, અહમદનગર, ગોલકોન્ડા અને બીજાપુર વિજય મેળવ્યા હતા. શાહજહાં કલા-સ્થાપત્યોનો પ્રેમી હતો. શાહજહાંનો સમય મુઘલ 3 સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. શાહજહાં તેનાં સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં મહેલોનો બાંધનાર તરીકે જાણીતો છે. તેણે આગરામાં યમુના નદીના કિનારે તેની પત્ની મુમતાજમહલની યાદમાં વિશ્વપ્રસિદ્ધ રમણીય અને બેનમૂન તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું. તે આજે પણ દેશપરદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. તે દુનિયાની અજાયબી ગણાય છે.
આ ઉપરાંત, તેણે આગરામાં મોતી મસ્જિદ અને જૂની દિલ્લી પાસે સુપ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. આ કિલ્લાની અંદર કે પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ’ નામનું નગર વસાવ્યું હતું.
(6) ઔરંગઝેબ શાહજહાંને ચાર પુત્રો હતા: દારાશિકોહ, સુજા, મુરાદ અને ઔરંગઝેબ. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ચારેય ભાઈઓ વચ્ચે ઉગ્ર આંતરવિગ્રહ શરૂ થયો. તેમાં ઔરંગઝેબના મોટા પુત્ર દારાશિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઓરંગઝેબે દારાશિકોહની હત્યા કરી હતી. તેણે મુરાદને જેલમાં પૂર્યો હતો અને સુજાને હરાવીને દેશનિકાલ કર્યો હતો. આમ, પોતાના ત્રણેય ભાઈઓને સત્તા-સંઘર્ષમાંથી દૂર કરી ઔરંગઝેબે ઈ. સ. 1658માં દિલ્લીની ગાદી પર પોતાની સત્તા સ્થાપી હતી. ઓરંગઝેબે પચાસેક વર્ષ સુધી શાસન કર્યું. ઔરંગઝેબના રાજ્યમાં ઉત્તરે કશ્મીરથી દક્ષિણે જિજી સુધી અને પૂર્વે ચટ્ટગાંવથી પશ્ચિમે હિંદુકુશ પર્વતમાળા સુધીના વિસ્તારો સમાવિષ્ટ હતા. ઔરંગઝેબે તેની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ્-દૌરાન નામનો તાજમહાલ જેવો કલાત્મક મકબરો બનાવડાવ્યો હતો.
ઔરંગઝેબ ધર્માધ હતો. તે ચુસ્ત સુન્ની મુસ્લિમ હતો. તેણે અકબરની ધાર્મિકનીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તેણે હિંદુઓ પર યાત્રાવેરો અને જજિયાવેરો નાખ્યો હતો. ઔરંગઝેબ અત્યંત સાદું જીવન જીવતો હતો. તે સંગીતકલાનો, મૂર્તિપૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયમાં અનેક વિદ્રોહો થયા હતા. તે એક શક્તિશાળી શાસક હતો. તેણે ખૂબ લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. ઈ. સ. 1707માં ઓરંગઝેબનું અવસાન થયું. ઔરંગઝેબના અવસાન પછી નિર્બળ શાસકો ગાદી પર આવતાં મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
મહારાણા પ્રતાપ
ઉત્તરઃ
મહારાણા પ્રતાપ મેવાડના પ્રતિભાશાળી રાજા હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતાં હલ્દીઘાટીના મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈ. સ. 1576માં યુદ્ધ થયું. એ યુદ્ધમાં છે રાણા પ્રતાપની હાર થઈ, છતાં રાણા પ્રતાપ નિરાશ ન થયા. તે હિંમત હાર્યા નહિ. તેમણે મેવાડનો પ્રદેશ ગુમાવ્યો પણ ટેક છોડી નહિ. તેમણે ઉદેપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. તેમણે અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો. બંને વચ્ચે સમજૂતીના ઘણા પ્રયત્નો થયા, પરંતુ રાણા પ્રતાપ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે અરવલ્લીની પહાડીઓમાં છુપાઈને મોગલો સામે છાપામાર યુદ્ધ (ગેરીલા યુદ્ધપદ્ધતિ) ચાલુ રાખ્યું. અકબર સામે પરાજિત થયા પછી રાણા પ્રતાપ પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા અને મોગલો સામે લડતા રહ્યા. છેલ્લે રાણા પ્રતાપ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા હતા. 51 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. એક ટેકીલા વીરપુરુષ તરીકે રાણા પ્રતાપ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.
પ્રશ્ન 2.
છત્રપતિ શિવાજી
ઉત્તર:
છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શિવાજીનો જન્મ ઈ. સ. 1627માં શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો ગાઢ પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. તેમાં તોરણ, ચાકણ, સિંહગઢ, પુરંદર વગેરે મુખ્ય હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સામે અનેક લડાઈઓ કરી શિવાજીએ વિજય પ્રાપ્ત કર્યા હતા.
ઈ. સ. 1665માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને શિવાજી . વચ્ચે થયેલા યુદ્ધમાં શિવાજીનો પરાજય થતાં તેમણે ઓરંગઝેબ સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે શિવાજીને જેલમાં પૂર્યા. પરંતુ ચાલાકીપૂર્વક જેલમાંથી છટકી જઈને ફરીથી શિવાજીએ મોઘલો સામે મોરચો માંડી વિજય મેળવ્યા હતા. ઈ. સ. 1674માં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો. શિવાજી ઇતિહાસમાં ‘હિંદુ સમ્રાટ’ તરીકે ખ્યાતિ પામ્યા હતા.
શિવાજી એક આદર્શ રાજવી અને મહાન વિજેતા હતા. તેઓ કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા. તેમણે મરાઠા રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે આઠ પ્રધાનોના મંડળ – અષ્ટ પ્રધાનમંડળની રચના કરી હતી. ઈ. સ. 1680માં શિવાજીનું અવસાન થયું હતું.
પ્રશ્ન 3.
મુઘલ સામ્રાજ્યની મહેસૂલી વ્યવસ્થા
ઉત્તર:
ભારતમાં અકબર બાદશાહે એક નવી જ મહેસૂલી વ્યવસ્થા ઊભી કરી હતી, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવી હતી. એ વ્યવસ્થાના સ્થાપક ટોડરમલ હતો. એ વ્યવસ્થામાં સૌપ્રથમ જમીનની માપણી કરવામાં આવતી. એ પછી જમીનની જાત નક્કી કરી તેના પ્રકારો પાડવામાં આવતા. પ્રકાર પ્રમાણે મહેસૂલ નક્કી કરવામાં આવતું. મહેસૂલનો દર વાર્ષિક ઊપજના \(\frac {1}{3}\) ભાગ જેટલો હતો. મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર. મનસબદાર જાગીરનો વડો અમલદાર ગણાતો. તે જાગીરમાંથી ૬ મહેસૂલ ઉઘરાવતો તેમજ એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા સાચવતો. આ માટે જાગીરના વિસ્તાર મુજબ મનસબદારને લશ્કર આપવામાં આવતું. મનસબદાર તેની જાગીરના વડા ન્યાયાધીશની ફરજ બજાવતો. તેની ચોક્કસ સમયે બદલી કરવામાં આવતી.
મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી. તે વિશ્વમાં સૌથી વધુ વેતન ધરાવતી હતી.
પ્રશ્ન 4.
મુઘલકાલીન ચિત્રકલા, સાહિત્ય અને સંગીત
ઉત્તર:
મુઘલકાલીન ચિત્રકલા : મોઘલ બાદશાહો ચિત્રકલાના ભારે શોખીન હતા. હુમાયુ ઈરાનથી મીર સૈયદઅલી અને ખ્વાજા અબ્દુલ રામદ નામના ચિત્રકારોને દિલ્લી લાવ્યો હતો. અકબરના દરબારમાં જશવંત અને બસાવન જેવા મોટા ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના ગ્રંથો, અકબરનામા વગેરેમાં પુષ્કળ ચિત્રો દોર્યા હતાં. જહાંગીર પોતે સારો ચિત્રકાર હતો. તેના દરબારમાં મનસૂર અને અબૂલ હસન નામના જગવિખ્યાત ચિત્રકારો હતા. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ તેમજ દક્ષિણનાં રાજ્યોમાં પણ ચિત્રકલા વિકસી હતી.
મુઘલકાલીન સાહિત્ય: મુઘલ બાદશાહો સાહિત્યપ્રેમી હતા. તેઓ સારા લેખકો પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિંદી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓમાં પુષ્કળ સાહિત્યનું સર્જન થયું હતું.
અબુલફઝલે ‘અકબરનામા’ ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે ‘આમને-અકબરી’ નામનો ઐતિહાસિક ગ્રંથ પણ લખ્યો હતો. તેણે મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. આ સમયમાં ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત પુષ્કળ સાહિત્ય રચાયું હતું. મુઘલયુગમાં મરાઠી ભાષામાં સંત એકનાથે, સંત જ્ઞાનેશ્વરે, સંત નામદેવે અને સ્વામી રામદાસ; બંગાળી ભાષામાં સંત ચૈતન્ય અને ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ ભક્તિસાહિત્યની રચના કરી હતી.
મુઘલકાલીન સંગીતઃ ઔરંગઝેબને બાદ કરતાં બધા જ મુઘલ બાદશાહો સંગીતના શોખીન હતા. અકબર સંગીતનો જાણકાર હતો. તેના દરબારનાં નવ રત્નો પૈકી તાનસેન શાસ્ત્રીય સંગીતનો મહાન ગાયક હતો. તાનસેને અનેક રાગો પર રચના કરી હતી. અકબરના દરબારમાં બૈજુ બાવરા નામનો સંગીતકાર પણ હતો.
પ્રવૃત્તિઓ
1. શાળા પુસ્તકાલયની મદદથી મુઘલયુગ દરમિયાન બનાવવામાં આવેલ સ્થાપત્યોની સચિત્ર માહિતી મેળવી હસ્તલિખિત અંક તૈયાર કરો.
2. તમારી શાળાના પુસ્તકાલયમાંથી રાણા પ્રતાપ અને શિવાજીનાં પુસ્તકો મેળવી તેના વિશે વધુ માહિતી મેળવો.
3. વર્તમાન સમયમાં દેશમાં મહેસૂલ પદ્ધતિની શી વ્યવસ્થા છે, તે જાણો. આ માટે ગ્રામપંચાયત, મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીની મુલાકાત લો અને દરેકનાં કાર્યો વિશે નોંધપોથીમાં નોંધ કરો.
4. શેરશાહના સમયમાં રાજમાર્ગ બનાવવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં દેશમાં કેવા કેવા રસ્તાઓ બનાવવામાં આવે છે? તેના વિશે માહિતી મેળવી તેની નોંધ તમારી નોંધપોથીમાં કરો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?
A. બાબરનો
B. શેરશાહનો
C. શાહજહાંનો
D. જહાંગીરનો
ઉત્તર:
B. શેરશાહનો
પ્રશ્ન 2.
કયા મુઘલ શાસકે બધા ધર્મોનાં તત્ત્વોને એકઠાં કરીને ‘દીન-એ-ઇલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી?
A. અકબરે
B. બાબરે
C. જહાંગીરે
D. શાહજહાંએ
ઉત્તર:
A. અકબરે
પ્રશ્ન 3.
શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?
A. શિવનેરીમાં
B. સંગમનેરમાં
C. રાજગઢમાં
D. માનગઢમાં
ઉત્તર:
C. રાજગઢમાં
પ્રશ્ન 4.
મુઘલ વહીવટીતંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો?
A. દીવાન-એ-વઝીર-કુલને
B. બાદશાહને
C. મીરબલને
D. કાઝીને
ઉત્તર:
B. બાદશાહને
પ્રશ્ન 5.
મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો?
A. અમીર ખુશરોએ
B. રસખાને
C. અબુલ ફઝલે
D. રહિમખાન ખાનાએ
ઉત્તર:
C. અબુલ ફઝલે
પ્રશ્ન 6.
ફતેહપુર સિક્રીમાં બનાવેલાં સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?
A. બુલંદ દરવાજાનો
B. સલીમ ચિશ્તીની દરગાહનો
C. પંચમહલનો
D. મોતી મસ્જિદનો
ઉત્તર:
D. મોતી મસ્જિદનો
પ્રશ્ન 7.
મુઘલ શાસકોનો શાસનકાળ મુજબ સાચો ક્રમ કયો છે?
A. બાબર, અકબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ
B. હુમાયુ, બાબર, અકબર, શાહજહાં, જહાંગીર, ઔરંગઝેબ
C. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ
D. બાબર, હુમાયુ, અકબર, શાહજહાં, જહાંગીર, ઔરંગઝેબ
ઉત્તર:
C. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ