GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

Gujarat Board GSEB Class 7 Social Science Important Question Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો Important Questions and Answers.

GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે?
A. બુધને
B. શુકને
C. ગુરુને
D. પૃથ્વીને
ઉત્તરઃ
D. પૃથ્વીને

પ્રશ્ન 2.
માનવજીવનના અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરકબળ કયું છે?
A. પર્યાવરણ
B. જલાવરણ
C. મૃદાવરણ
D. વાતાવરણ
ઉત્તરઃ
A. પર્યાવરણ

પ્રશ્ન ૩.
પૃથ્વીના સૌથી ઉપરના ઘન પોપડા(સ્તર)ને શું કહે છે?
A. જીવાવરણ
B. મૃદાવરણ
C. પર્યાવરણ
D. જલાવરણ
ઉત્તરઃ
B. મૃદાવરણ

પ્રશ્ન 4.
પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તરઃ
C. ચાર

GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

પ્રશ્ન 5.
પર્યાવરણનો ક્યો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે?
A. જીવાવરણ
B. મૃદાવરણ
C. જલાવરણ
D. વાતાવરણ
ઉત્તરઃ
D. વાતાવરણ

પ્રશ્ન 6.
કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ?
A. જલાવરણના
B. વાતાવરણના
C. મૃદાવરણના
D. જીવાવરણના
ઉત્તરઃ
B. વાતાવરણના

પ્રશ્ન 7.
પ્રાણીસૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો પર્યાવરણના કયા ઘટકમાંથી પ્રાપ્ત કરે છે?
A. જીવાવરણના
B. વાતાવરણના
C. જલાવરણના
D. મૃદાવરણના
ઉત્તરઃ
C. જલાવરણના

પ્રશ્ન 8.
પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે?
A. પાંચ
B. ચાર
C. ત્રણ
D. બે
ઉત્તરઃ
D. બે

પ્રશ્ન 9.
માનવનિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ છે ઓળખવામાં આવે છે?
A. બૌદ્ધિક
B. ઔદ્યોગિક
C. સાંસ્કૃતિક
D. પ્રાકૃતિક
ઉત્તરઃ
C. સાંસ્કૃતિક

પ્રશ્ન 10.
જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?
A. 71 %
B. 97 %
C. 68 %
D. 78 %
ઉત્તરઃ
A. 71 % .

પ્રશ્ન 11.
પૅસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીણો છે?
A. 14થી 15
B. 10થી 11
C. 8થી 9
D. 5થી 6
ઉત્તરઃ
B. 10થી 11

પ્રશ્ન 12.
પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે?
A. 78 %
B. 71.7 %
C. 80.4 %
D. 97.3%
ઉત્તરઃ
D. 97.3%

પ્રશ્ન 13.
સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી-ઓટ આવે છે?
A. ચાર વખત
B. બે વખત
C. ત્રણ વખત
D. પાંચ વખત
ઉત્તરઃ
B. બે વખત

પ્રશ્ન 14.
બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે?
A. 12 કલાક અને 25 મિનિટ
B. 10 કલાક અને 30 મિનિટ
C. 8 કલાક અને 15 મિનિટ
D. 11 કલાક અને 40 મિનિટ
ઉત્તરઃ
A. 12 કલાક અને 25 મિનિટ

પ્રશ્ન 15.
સમુદ્રના પ્રવાહોના ઉદ્ભવનાં કારણોમાં એક કારણ સાચું નથી, તે શોધીને લખો.
A. સૂર્યશક્તિ
B. પવનો
C. પૃથ્વીનું પરિભ્રમણ
D. ધરતીકંપ
ઉત્તરઃ
D. ધરતીકંપ

GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

પ્રશ્ન 16.
પર્યાવરણના તમામ ઘટકોમાં કોણ કેન્દ્રસ્થાને છે?
A. પ્રકૃતિ
B. માનવી
C. સમુદ્ર પ્રવાહો
D. પૃથ્વી
ઉત્તરઃ
B. માનવી

પ્રશ્ન 17.
વાહન માટે કયું બળતણ પ્રદૂષણમુક્ત છે?
A. કેરોસીન
B. CNG
C. ડીઝલ
D. પેટ્રોલ
ઉત્તરઃ
B. CNG

પ્રશ્ન 18.
કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે?
A. હવા
B. જળ
C. ભૂમિ
D. ધ્વનિ
ઉત્તરઃ
D. ધ્વનિ

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ……………………………………. થી જ પૃથ્વીવાસીઓનું જીવન ધબકતું રહે છે.
ઉત્તર:
પર્યાવરણ

2. માનવજીવનના અસ્તિત્વ અને વિકાસનું પ્રેરકબળ ………………………………… છે.
ઉત્તર:
પર્યાવરણ

3. ………………………. એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ.
ઉત્તર:
પર્યાવરણ

4. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને …………………………….. કહે છે.
ઉત્તર:
મૃદાવરણ

5. પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ …………………………… તરીકે ઓળખાય છે.
ઉત્તર:
જલાવરણ

6. પાણી ………………………. માટે અનિવાર્ય છે.
ઉત્તર:
સજીવ સૃષ્ટિ

7. પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને ……………………………….. કહે છે.
ઉત્તર:
વાતાવરણ

8. ……………………………………….. ના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ.
ઉત્તર:
વાતાવરણ

9. રેડિયો, ટેલિવિઝન અને મોબાઇલના સંદેશાવ્યવહાર / પ્રસારણ ……………………………………. ને આભારી છે.
ઉત્તર:
વાતાવરણ

10. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને …………………………….. કહે છે.
ઉત્તર:
જીવાવરણ

11. માનવી આસપાસના પર્યાવરણ સાથે ……………………………… કરે છે.
ઉત્તર:
આંતરક્રિયા

12. માનવનિર્મિત પર્યાવરણને ……………………………. પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
સાંસ્કૃતિક

13. પૃથ્વી સપાટી પર …………………………. કરતાં પાણીનો પ્રદેશ વધારે છે.
ઉત્તર:
ભૂમિવિસ્તાર

14. પાણીનો વિસ્તાર પૃથ્વી સપાટીનો આશરે ……………………………… % ભાગ રોકે છે.
ઉત્તર:
71

GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

15. પૃથ્વી પર ……………………………… મહાસાગરો આવેલા છે.
ઉત્તર:
ચાર

16. પૅસિફિક મહાસાગરમાં આશરે ……….. કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે.
ઉત્તર:
10થી 11

17. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ……………………………….. છે.
ઉત્તર:
ખારું

18. સમુદ્રમાં દિવસ દરમિયાન બે વાર ……………………………….. આવે છે.
ઉત્તર:
ભરતીઓટ

19. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે ……………………………. કલાક અને ……………………………… મિનિટ જેટલો હોય છે.
ઉત્તર:
12, 25

20. સૂર્ય અને ચંદ્રના …………………….. ના કારણે સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે.
ઉત્તર:
ગુરુત્વાકર્ષણ બળ

21. પૂનમ અને અમાસના દિવસે સમુદ્રમાં …………………………….. ભરતી આવે છે.
ઉત્તર:
મોટી

22. સમુદ્રના ……………………………………. પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય છે.
ઉત્તર:
ગરમ

23. સમુદ્રના ………………………………. પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જાય છે.
ઉત્તર:
ઠંડા

24. પર્યાવરણના તમામ ઘટકોમાં ……………………………… કેન્દ્રસ્થાને છે.
ઉત્તર:
માનવી

25. બિનજરૂરી અને વધુ પડતો અસહ્ય અવાજ એટલે ‘……………………………..’.
ઉત્તર:
ઘોંઘાટ

26. ખેતીનો ઘન કચરો ………………………….. થી પણ હવાનું પ્રદૂષણ વધે છે.
ઉત્તર:
સળગાવવા

27. જાહેર પરિવહનમાં ………………………….. માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ.
ઉત્તર:
મુસાફરી

28. વધારે પડતા …………………………………. થી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે.
ઉત્તર:
ઘોંઘાટ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
મૃદાવરણ ખડક, ખનીજો અને વનસ્પતિનું બનેલું છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન ૩.
સમગ્ર પ્રાણીસૃષ્ટિ ખોરાક અને અન્ય જરૂરિયાતો જલાવરણમાંથી પ્રાપ્ત કરે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
પાષાણયુગમાં આદિમાનવ નદીકિનારે સ્થાયી જીવન જીવતો હતો.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
પૃથ્વી સપાટી પર પાણીના વિસ્તાર કરતાં જમીનનો વિસ્તાર વધારે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
સમુદ્રમાં ભરતી સમયે પાણીનો જુવાળ કિનારા પાસે , આવે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 8.
સૂર્ય અને પૃથ્વીના આકર્ષણ બળને કારણે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 9.
અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
મહાસાગરના ગરમ પ્રવાહો ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ વહે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 11.
પર્યાવરણના ઘટકો કેટલાંક રાસાયણિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 12.
પર્યાવરણને દૂષિત કરતા ઘટકને પ્રદૂષણ કહેવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 13.
ભૂમિ-પ્રદૂષણ અટકાવવા માટે ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 14.
ખેતીનો ઘન કચરો સળગાવવાથી હવા શુદ્ધ બને છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

પ્રશ્ન 15.
ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે.
ઉત્તરઃ
ખરું

બંધબેસતાં જોડકાં જોડોઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) રાસાયણિક ખાતરો અને (1) પાણીનું પ્રદૂષણ જંતુનાશક દવાઓ
(2) ધ્વનિનું પ્રદૂષણ (2) વાહનોનો ધુમાડો
(3) હવાનું પ્રદૂષણ (3) ગટરનું પાણી
(4) અવકાશી પ્રદૂષણ (4) વાહનોનો કર્કશ અવાજ
(5) ભૂમિનું પ્રદૂષણ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) રાસાયણિક ખાતરો અને (5) ભૂમિનું પ્રદૂષણ
(2) ધ્વનિનું પ્રદૂષણ (3) ગટરનું પાણી
(3) હવાનું પ્રદૂષણ (1) પાણીનું પ્રદૂષણ જંતુનાશક દવાઓ
(4) અવકાશી પ્રદૂષણ (2) વાહનોનો ધુમાડો

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
પર્યાવરણ એટલે શું?
ઉત્તર:
પર્યાવરણ શબ્દ ‘પરિ’ અને ‘આવરણ’ એ બે શબ્દોનો બનેલો છે. ‘પરિ’ એટલે ચારે તરફનું અને ‘આવરણ’ એટલે આચ્છાદન અથવા પડ. આમ, પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ.

પ્રશ્ન 2.
પર્યાવરણ કયાં કયાં આવરણોનું બનેલું એક સંયુક્ત આવરણ છે?
ઉત્તર:
પર્યાવરણ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને ? જીવાવરણનું બનેલું એક સંયુક્ત આવરણ છે.

પ્રશ્ન 3.
મૃદાવરણ એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વીની સપાટી પરના ઘન પોપડાને ‘મૃદાવરણ’ કહે છે.

પ્રશ્ન 4.
મૃદાવરણ શાનું બનેલું છે?
ઉત્તર:
મૃદાવરણ ખનીજો, ખડકો અને માટીનું બનેલું છે.

પ્રશ્ન 5.
મૃદાવરણમાં કયાં કયાં ભૂમિસ્વરૂપો જોવા મળે છે?
ઉત્તર:
મૃદાવરણમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો,. કોતરો વગેરે અનેક ભૂમિસ્વરૂપો જોવા મળે છે.

પ્રશ્ન 6.
મૃદાવરણ કઈ કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર:
મૃદાવરણ માનવીને રહેઠાણ માટે જમીન; વનસ્પતિ અને ખેતી માટે જમીન; પશુઓ માટે ઘાસચારાનાં મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનીજોના સ્ત્રોત પૂરા પાડે છે. આ રીતે મૃદાવરણ ઉપયોગી છે.

પ્રશ્ન 7.
જલાવરણ એટલે શું?
ઉત્તર:
પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને ‘જલાવરણ’ કહે છે. પૃથ્વીની સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ જલાવરણ’ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 8.
જલાવરણમાં ક્યાં ક્યાં જળાશયોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
જલાવરણમાં મહાસાગરો, સરોવરો, ઉપસાગરો, અખાતો, ખાડીઓ, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 9.
વાતાવરણ એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ’ કહે છે.

પ્રશ્ન 10.
વાતાવરણમાં શું શું હોય છે?
ઉત્તર:
વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે હોય છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

પ્રશ્ન 11.
જીવાવરણ એટલે શું?
ઉત્તર:
મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને ‘જીવાવરણ’ કહે છે.

પ્રશ્ન 12.
જીવાવરણમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 13.
વાતાવરણનો ઓઝોન વાયુ શું કાર્ય કરે છે?
ઉત્તર:
વાતાવરણનો ઓઝોન વાયુ સૂર્યનાં અત્યંત જલદ પારજાંબલી (અસ્ટ્રાવાયોલેટ) કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે.

પ્રશ્ન 14.
રેડિયો, ટેલિવિઝન અને મોબાઇલનાં પ્રસારણો શાથી શક્ય બને છે?
ઉત્તર:
અવાજ અને પ્રકાશનાં મોજાં વાતાવરણમાં પરિવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછાં ફરે છે. આથી, રેડિયો, ટેલિવિઝન અને મોબાઇલનાં પ્રસારણો શક્ય બને છે.

પ્રશ્ન 15.
પર્યાવરણના મુખ્ય પ્રકારો કેટલા છે? કયા કયા?
ઉત્તર:
પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છેઃ કુદરતી પર્યાવરણ 3 અને માનવસર્જિત પર્યાવરણ.

પ્રશ્ન 16.
કુદરતી પર્યાવરણના કયા કયા વિભાગો છે? તેમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
કુદરતી પર્યાવરણના મુખ્ય બે વિભાગો છે: જૈવિક અને અજૈવિક. જૈવિક વિભાગમાં માનવીઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. અજૈવિક વિભાગમાં ભૂમિ, જળ અને હવાનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 17.
માનવનિર્મિત પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
માનવે પોતાના બુદ્ધિકૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં ઘણાં પરિવર્તનો કર્યા છે. તેના પરિણામસ્વરૂપે રચાયેલી તમામ બાબતોનો સમાવેશ માનવનિર્મિત પર્યાવરણમાં થાય છે.

પ્રશ્ન 18.
પૃથ્વી પર કયા કયા મહાસાગરો આવેલા છે?
ઉત્તરઃ
પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છેઃ

  • પૅસિફિક,
  • ઍટલૅટિક,
  • હિંદ અને
  • આટિક.

પ્રશ્ન 19.
સમુદ્રનાં મોજાં કયાં પરિબળોથી ઉદ્ભવે છે?
ઉત્તર:
સમુદ્રનાં મોજાં મુખ્યત્વે પવનો, વંટોળ કે વાવાઝોડાથી ઉદ્ભવે છે.

પ્રશ્ન 20.
ભરતી-ઓટ કોને કહે છે?
ઉત્તર:
સમુદ્રોનાં પાણી દિવસમાં બે વખત ઊંચે ચઢે છે અને નીચે ઊતરે છે. સમુદ્રોનાં પાણી ઊંચે ચઢે તેને ‘ભરતી’ અને નીચે ઊતરે તેને ‘ઓટ’ કહે છે.

પ્રશ્ન 21.
ભરતી-ઓટ શાથી થાય છે?
ઉત્તર:
સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી ભરતીઓટ થાય છે.

પ્રશ્ન 22.
મોટી અને નાની ભરતી ક્યારે આવે છે?
ઉત્તરઃ
અમાસ અને પૂનમના દિવસોએ મોટી ભરતી આવે છે છે અને સુદ તથા વદના મધ્યના દિવસોએ (સાતમ-આઠમના દિવસોએ) નાની ભરતી આવે છે.

પ્રશ્ન 23.
સમુદ્રના પ્રવાહો શાથી ઉદ્ભવે છે?
ઉત્તર:
સૂર્યની સૂર્યશક્તિ (ગરમી), પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ આ ચાર પરિબળોને કારણે સમુદ્રના પ્રવાહો ઉદ્ભવે છે.

પ્રશ્ન 24.
સમુદ્રી પ્રવાહ એટલે શું?
ઉત્તર:
મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત દિશામાં નદીઓની જેમ વહેતા હોય તેને સમુદ્રી પ્રવાહ’ કહે છે.

પ્રશ્ન 25.
સામાન્ય રીતે મહાસાગરમાં ગરમ પ્રવાહો ક્યાં ઉત્પન થાય છે અને કઈ તરફ વહે છે?
ઉત્તર:
સામાન્ય રીતે મહાસાગરમાં ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પાસે ઉત્પન્ન થાય છે અને ધ્રુવો તરફ વહે છે.

પ્રશ્ન 26.
સામાન્ય રીતે મહાસાગરમાં ઠંડા પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે અને કઈ તરફ વહે છે?
ઉત્તર:
સામાન્ય રીતે મહાસાગરમાં ઠંડા પ્રવાહો ધ્રુવો પર ઉત્પન્ન થાય છે અને મહાસાગરોની સપાટી નીચે વિષુવવૃત્ત તરફ વહે છે.

પ્રશ્ન 27.
પ્રદૂષણ એટલે શું?
ઉત્તર:
પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નીપજતાં હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા.

પ્રશ્ન 28.
પ્રદૂષક કોને કહે છે?
ઉત્તરઃ
પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને ‘પ્રદૂષક’ કહે છે.

પ્રશ્ન 29.
પર્યાવરણને પ્રદૂષિત કરવામાં કયાં પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે?
ઉત્તર:
માનવવિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણ આ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે.

પ્રશ્ન 30.
જળ-પ્રદૂષણ કોને કહે છે?
ઉત્તર:
બાહ્ય અશુદ્ધિઓ ભળવાથી નિર્ધારિત ઉપયોગ માટે 3 અયોગ્ય દૂષિત પાણીને ‘જળ-પ્રદૂષણ’ કહે છે.

પ્રશ્ન 31.
જળ-પ્રદૂષણ માટે કઈ કઈ બાબતો જવાબદાર છે?
ઉત્તર:
જળ-પ્રદૂષણ માટે ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનીજ તેલવાહક જહાજોમાંથી થતું ગળતર (રિસાવ), ખેતીમાં વપરાતાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે બાબતો જવાબદાર છે.

પ્રશ્ન 32.
હવા-પ્રદૂષણ કોને કહે છે?
ઉત્તર:
ઉદ્યોગો, મિલો, કારખાનાં, તાપવિદ્યુતમથકો વગેરે દ્વારા છોડવામાં આવતો ગૅસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે ત્યારે તેને ‘હવા-પ્રદૂષણ’ કહે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

પ્રશ્ન 33.
હવાનાં મુખ્ય પ્રદૂષકો કયાં કયાં છે?
ઉત્તર:
હવામાં ઊડતા બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાના કાર્બનયુક્ત રજકણો તેમજ નાઇટ્રસ ઑક્સાઇડ, કાર્બન મોનૉક્સાઇડ, બેન્ઝોપાયરિન અને કાર્બન ડાયૉક્સાઈડ જેવા વાયુઓ હવાનાં મુખ્ય પ્રદૂષકો છે.

પ્રશ્ન 34.
બહેરાશ આવવી એ કયા પ્રદૂષણની માનવીના સ્વાથ્ય પરની અસર છે?
ઉત્તર:
બહેરાશ આવવી એ ધ્વનિ-પ્રદૂષણની માનવીના સ્વાથ્ય પરની અસર છે.

પ્રશ્ન 35.
કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થવો એ કયા પ્રદૂષણની માનવીના સ્વાથ્ય પરની અસર છે?
ઉત્તર:
કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થવો એ ધ્વનિ-પ્રદૂષણની માનવીના સ્વાથ્ય પરની અસર છે.

6. પર્યાવરણના ઘટકોની સમજૂતી આપો.
ઉત્તર : પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે :
(1) મૃદાવરણ,
(2) જલાવરણ,
(3) વાતાવરણ અને
(4) જીવાવરણ.
GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો 1
(1) મૃદાવરણ પૃથ્વીસપાટી પરના ઘન આવરણને ‘મૃદાવરણ’ કહે છે. તે ખડકો, ખનીજો અને માટીનું બનેલું છે. તેમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો, કોતરો વગેરે ભૂમિસ્વરૂપો જોવા મળે છે. મૃદાવરણ માનવીને રહેઠાણ માટે જમીન; વનસ્પતિ અને ખેતી માટે જમીન; પશુઓ માટે ઘાસચારાનાં મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનીજોના સ્રોત પૂરા પાડે છે.
(2) જલાવરણ: પૃથ્વી સપાટી પરના પાણીના આવરણને જલાવરણ’ કહે છે. પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ જલાવરણ તરીકે ઓળખાય છે. તેમાં મહાસાગરો, ઉપસાગરો, સરોવરો, અખાતો, ખાડીઓ, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. મહાસાગરો સંસાધનોના ભંડાર ગણાય છે.
(3) વાતાવરણ : પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ’ કહે છે. તેમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે હોય છે. વાતાવરણનો ઓઝોન વાયુ સૂર્યનાં અત્યંત જલદ પારજાંબલી (અસ્ટ્રાવાયોલેટ) કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. વાતાવરણને લીધે રેડિયો, ટેલિવિઝન અને મોબાઇલનાં પ્રસારણો શક્ય બને છે.
(4) જીવાવરણ : મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને “જીવાવરણ’ કહે છે. તેમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પ્રાણીસૃષ્ટિ પોતાનો ખોરાક અને અન્ય જરૂરિયાતો જીવાવરણમાંથી મેળવે છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ભૂમિ-પ્રદૂષણ શાથી થાય છે?
ઉત્તર:
ભૂમિ-પ્રદૂષણ થવાનાં કારણો નીચે પ્રમાણે છે :

  • શહેરી વિસ્તારોમાં ઘરવપરાશનો ઘન કચરો ગટરોનું પાણી જમીન પર છોડી દેવાતાં ભૂમિ દૂષિત થાય છે.
  • ફળદ્રુપ અને ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી ભૂમિ દૂષિત થાય છે.
  • ઉદ્યોગોનો ઘન કચરો અને દૂષિત પાણી જમીન પર છોડી દેવાથી ભૂમિ દૂષિત થાય છે.
  • ઉત્પનનની અને બાંધકામની પ્રવૃત્તિઓથી ભૂમિ દૂષિત થાય છે.
  • ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ જમીન બગાડે છે.
  • જમીન પર ફેંકાતી પોલિથીલીન(પ્લાસ્ટિક)ની કોથળીઓ જમીનને ઉપજાઉ બનાવતા સૂક્ષ્મ જીવાણુઓ માટે અત્યંત જોખમકારક બને છે.
  • દૂષિત પાણી અને ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે હાનિકારક છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતાં જમીનની ફળદ્રુપતા ઘટે છે. સમય જતાં જમીન બિનઉપજાઉ બને છે. 3

પ્રશ્ન 2.
જળ-પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકો કયા કયા છે?
GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો 2
GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો 3
ઉત્તર:
જળ-પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકો આ પ્રમાણે છે :

  • માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘરવપરાશનું ગટરનું 5 ગંદું પાણી ખુલ્લામાં છોડવું.
  • ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલ ગંદું પાણી.
  • રંગ-રસાયણ ઉદ્યોગોમાં વપરાયેલ કેમિકલયુક્ત દૂષિત પાણી.
  • ઉદ્યોગોનો ધુમાડો અને વાયુઓ વરસાદ સાથે ભળતાં ૨ વરસતી તેજાબી વર્ષા.
  • ખનીજતેલના કૂવાઓ તેમજ ખનીજ તેલવાહક જહાજોમાં થતા અકસ્માતો કે ગળતર.
  • ખેતીમાં વપરાતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ.

પ્રશ્ન 3.
જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો.
ઉત્તર:
જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે:

  • ઘરવપરાશની ગટરોના પાણીને તેમાં રહેલા પ્રદૂષકોને સુએજ શુદ્ધીકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ.
  • ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ.
  • સરકારે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક ? નિયંત્રણો મૂકવાં જોઈએ.
  • પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ.
  • પાણીનું પ્રદૂષણ ઓછું કરવા કે અટકાવવા અંગેની નવી ટેક્નોલૉજી વિકસાવીને જરૂરી ઉપચારો કરવા જોઈએ.

પ્રશ્ન 4.
હવા-પ્રદૂષણ ફેલાવતા મુખ્ય પ્રદૂષકો કયા કયા છે?
GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો 4
ઉત્તર:
હવા-પ્રદૂષણ ફેલાવતા મુખ્ય પ્રદૂષકો નીચે પ્રમાણે છે :

  • બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો.
  • કારખાનાં અને મિલોમાંથી નીકળતા ધુમાડાના કાર્બનયુક્ત રજકણો.
  • પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોના ધુમાડામાં રહેલા નાઇટ્રસ ઑક્સાઇડ, કાર્બન મોનૉક્સાઇડ, બેન્ઝોપાયરિન અને કાર્બન ડાયૉક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ.
  • ખનન અને બાંધકામની પ્રવૃત્તિઓને લીધે ઊડતા રજકણો. (5) દહન કરવામાં આવતો ખેતીનો ઘન કચરો.
  • પ્રાણીઓનાં મળમૂત્ર અને મૃતદેહો, સડેલાં શાકભાજી અને ફળો, વાસી ખોરાક વગેરેના કોહવાટથી ઉત્પન્ન થતા અમોનિયા 3 અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા ઝેરી વાયુઓ.
  • તાંબુ, સીસું, જસત વગેરે ધાતુઓની રિફાઇનરીઓ 3 પણ સલ્ફર ડાયૉક્સાઈડ વાયુ ફેલાવે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

પ્રશ્ન 5.
ધ્વનિ-પ્રદૂષણ મુખ્યત્વે શાને લીધે થાય છે?
GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો 5
ઉત્તર:

  • કારખાનાંમાં ચાલતાં કર્કશ અને તીવ્ર અવાજ કરતાં યંત્રો દ્વારા;
  • વાહનોના ઘરઘરાટ તથા તેમનાં હૉર્નના અવાજો દ્વારા;
  • સિનેમાઘર, રેડિયો, ટેલિવિઝન અને લાઉડસ્પીકરોના – ઊંચા અવાજો દ્વારા;
  • જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોની ગર્જના દ્વારા;
  • અગ્નિશામક બંબાની સાઈરનની તીણી ચીસો દ્વારા;
  • સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ વાગતાં લાઉડસ્પીકરો, બૅન્ડવાજ, ઢોલ-નગારાં, ડી.જે.ના અવાજો દ્વારા;
  • ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગોએ કરવામાં આવતી આતશબાજી દ્વારા;
  • જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતો વગેરે પ્રસંગોએ મોટા અવાજે વાગતાં લાઉડસ્પીકરો દ્વારા;
  • કારખાનાંમાં થતા ભાંગફોડના, ટીપવાના અને ઘસવાના અવાજો દ્વારા ધ્વનિ-પ્રદૂષણ ફેલાય છે.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
મહાસાગર કોને કહે છે? મહાસાગરો કેટલા છે? કયા ? કયા?
ઉત્તર:
પૃથ્વી સપાટી પર આવેલા વિપુલ જળરાશિ, વિશાળ ક્ષેત્રફળ અને ખૂબ ઊંડાણ ધરાવતા વિસ્તારોને ‘મહાસાગર’ કહે છે.
પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે :

  1. પૅસિફિક,
  2. ઍટલૅટિક,
  3. હિંદ અને
  4. આટિક.

ચારેય મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. તે ખૂબ વિશાળ અને ઊંડા છે. પૅસિફિક મહાસાગરમાં આશરે 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે.

પ્રશ્ન 2.
ધ્વનિ-પ્રદૂષણની અસરો જણાવો.
ઉત્તર:
ધ્વનિ-પ્રદૂષણની અસરો :

  • લાંબા સમય સુધી એકધારો ચાલુ રહેતો અવાજ માનવીમાં બહેરાશ લાવી શકે છે.
  • ધ્વનિ-પ્રદૂષણથી માનવીના માનસિક સ્વાથ્ય પર માઠી અસર કરે છે. માનવી માનસિક તાણ અનુભવી શકે છે.
  • વધુ પડતા ઘોંઘાટથી માનવીના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે.
  • ધ્વનિ-પ્રદૂષણથી કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.
  • વધારે પડતા ઘોંઘાટથી કીટકો અને જીવાણુઓ નાશ પામે છે.
  • ટેપરેકૉર્ડર, રેડિયો, ટેલિવિઝન વગેરે સાધનોના વધુ પડતા અવાજથી પણ શ્રવણશક્તિને નુકસાન પહોંચે છે.

પ્રશ્ન 3.
પર્યાવરણને પ્રદૂષિત કરતી અન્ય પ્રવૃત્તિઓ જણાવો.
ઉત્તર:
પર્યાવરણને પ્રદૂષિત કરતી અન્ય પ્રવૃત્તિઓ :

  • અવકાશમાં છોડેલા ઉપગ્રહોનો ભંગાર, અવકાશયાનનાં ખાલી ખોખાં, ધાતુના નકામા ટુકડાઓ, અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો કચરો વગેરેને કારણે અવકાશમાં પ્રદૂષણ ફેલાય છે.
  • કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલાં વિવિધ રસાયણો તેમજ પરમાણુશક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ પર્યાવરણને પ્રદૂષિત કરે છે.
  • જ્વાળામુખી વિસ્ફોટ, ભૂકંપ, નદીઓનાં પૂર વગેરે કુદરતી આપત્તિઓ પર્યાવરણને પ્રદૂષિત કરે છે.

ટૂંક નોંધ લખો :

પ્રશ્ન 1.
સમુદ્રમોજાં
ઉત્તર:
સમુદ્રનાં જળબિંદુઓની ઊંચી-નીચી તેમજ આગળપાછળ જવાની ક્રિયાને ‘સમુદ્રમોજાં’ કહે છે. સામાન્ય મોજાં સમુદ્રની સપાટી પર વાતા પવનોથી ઉદ્ભવે છે. તોફાની વંટોળો કે વાવાઝોડાથી મોટા કદનાં મોજાં ઉત્પન્ન થાય છે. તે ઊંચાં અને લાંબાં હોય છે. સમુદ્રમોજાં સમુદ્રકિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે.

પ્રશ્ન 2.
ભરતી-ઓટ
ઉત્તર:
સમુદ્રોનાં પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે અને નીચે ઊતરે છે. સમુદ્રોનાં પાણી ઊંચે ચડે તેને ‘ભરતી અને નીચે ઊતરે તેને ‘ઓટ’ કહેવામાં આવે છે. ભરતી વખતે સમુદ્રના પાણીથી સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે. ઓટ વખતે સમુદ્રના પાણીની સપાટી નીચી ઊતરીને કિનારાથી દૂર જાય છે. ભરતી-ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધાં સ્થળોએ અને બધા દિવસોએ એકસરખી ભરતી-ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી-ઓટ આવે છે. સાતમ-આઠમના દિવસોએ નાની ભરતી-ઓટ આવે છે.

પ્રશ્ન 3.
સમુદ્રી પ્રવાહો
ઉત્તર:
મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત માર્ગમાં નદીઓની જેમ વહેતા હોય છે. તે ‘સમુદ્રી પ્રવાહ’ તરીકે ઓળખાય છે. તાપમાન પ્રમાણે સમુદ્રી પ્રવાહોના બે પ્રકાર પડે છે : (1) ગરમ પ્રવાહો અને (2) ઠંડા પ્રવાહો. સમુદ્રી પ્રવાહો ઉત્પન્ન થવાનાં મુખ્ય કારણો સૂર્યની ગરમી, પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ છે. સામાન્ય રીતે ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પાસે ઉત્પન્ન થાય છે અને ધ્રુવો તરફ વહે છે; જ્યારે ઠંડા પ્રવાહો ધ્રુવો પર ઉત્પન્ન થાય ડે છે અને મહાસાગરોની સપાટી નીચે વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

પ્રશ્ન 4.
પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો
GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો 6
ઉત્તર:
પર્યાવરણના બધા ઘટકોમાં માનવી કેન્દ્રસ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાંક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. માનવી ખનીજો મેળવવા માટે મૃદાવરણમાં ઉત્પન્ન કરે છે. મૃદાવરણમાં બનેલા ખાડાઓમાં પાણી ભરાતાં તે જલાવરણનો ભાગ બને છે. વાતાવરણમાં તાપમાન વધતાં જલાવરણમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળી જાય છે. વાતાવરણમાં રહેલા ભેજનું ઘનીભવન થતાં વાદળાં બંધાય છે અને વરસાદ પડે છે. વરસાદના પાણીના વહનથી મૃદાવરણનું ધોવાણ થાય છે. પરિણામે વિવિધ ભૂમિસ્વરૂપો રચાય છે.
આ ઉપરાંત, માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી એકબીજાથી જોડાયેલ છે.

પ્રવૃત્તિઓ

1. તમારા ધ્યાનમાં હોય તેવાં પ્રદૂષણ ફેલાવતાં સ્થળોનું નિદર્શન કરી અહેવાલ તૈયાર કરો.
2. શાળામાં જળ-જાળવણી માટે શું શું કરવું જોઈએ તેનાં સૂચનો
૩. હવામાં પ્રદૂષણ કેવી રીતે થઈ રહ્યું છે તેની જૂથ ચર્ચા કરો.
4. જમીનની જાળવણી માટે શું શું કરશો તે વિશે વક્નત્વસ્પર્ધા યોજો.
5. તમારા ગામ કે શહેરમાં કઈ રીતે પ્રદૂષણ થાય છે તે નોંધો. આપો.
6. પ્રોજેક્ટઃ તમારી આજુબાજુમાં પ્રદૂષણ ફેલાવતી બાબતો નોંધો. તેની અસરોનો અભ્યાસ કરો. એ બાબતોના સંભવિત ઉપાયો શોધો.

HOTS પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:

પ્રશ્ન 1.
પર્યાવરણમાં ક્યા આવરણનો સમાવેશ કરી શકાય નહિ?
A. મૃદાવરણ
B. જલાવરણ
C. વાતાવરણ
D. ભાવાવરણ
ઉત્તર:
D. ભાવાવરણ

પ્રશ્ન 2.
વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે?
A. મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરે
B. ખડક, ખનીજ, મેદાનો, ખીણો વગેરે
C. વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો
D. વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવો
ઉત્તર:
C. વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો

પ્રશ્ન ૩.
પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીના વિતરણની કઈ વિગત અયોગ્ય છે?
A. મહાસાગર – 97.3 ટકા
B. હિમશિખરો / હિમશીલાઓ – 2.0 ટકા
C. ભૂમિગત પાણી – 0.68 ટકા
D. મીઠા પાણીનાં સરોવર – 90.00 ટકા
ઉત્તર:
D. મીઠા પાણીનાં સરોવર – 90.00 ટકા

પ્રશ્ન 4.
જળ-પ્રદૂષણ માટે કઈ એક બાબત જવાબદાર નથી?
A. રાસાયણિક ખાતરો
B. જંતુનાશકો
C. ગટરનું પાણી
D. હવામાં ઊડતા રજકણો
ઉત્તર:
D. હવામાં ઊડતા રજકણો

GSEB Class 7 Social Science Important Questions Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

પ્રશ્ન 5.
વૃક્ષો ઓછાં થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે?
A. ઑક્સિજન
B. નાઇટ્રોજન
C. નાઇટ્રસ ઑક્સાઇડ
D. કાર્બન ડાયૉક્સાઈડ
ઉત્તર:
D. કાર્બન ડાયૉક્સાઈડ

પ્રશ્ન 6.
માનવનિર્મિત સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે
A. હવાનું
B. પાણીનું
C. ઘોંઘાટનું
D. ભૂમિનું
ઉત્તર:
B. પાણીનું

પ્રશ્ન 7.
નીચેના પૈકી કયા પ્રદૂષણને સહેલાઈથી જોઈ શકાતું નથી?
A. જળ-પ્રદૂષણને
B. ધ્વનિ-પ્રદૂષણને
C. ભૂમિ-પ્રદૂષણને
D. હવા-પ્રદૂષણને
ઉત્તર:
C. ભૂમિ-પ્રદૂષણને

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *