Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત Important Questions and Answers.
GSEB Class 7 Science Important Questions Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
ઑક્ટોબર 1999માં બે વખત આવેલ વાવાઝોડાએ કયા રાજ્યમાં અસર કરી હતી?
A. બિહાર
B. ઓડિશા
C. પશ્ચિમ બંગાળ
D. તમિલનાડુ
ઉત્તરઃ
ઓડિશા
પ્રશ્ન 2.
નીચેના પૈકી શામાં હવાનો ઉપયોગ થતો નથી?
A. ફગ્ગો ફલાવવામાં
B. વાહનોનાં ટાયર-ટ્યુબમાં
C. સિસોટી વગાડવામાં
D. દડો ગબડાવવામાં
ઉત્તરઃ
દડો ગબડાવવામાં
પ્રશ્ન 3.
પવનનો વેગ વધવાથી હવાનું દબાણ કેવું થાય છે?
A. વધે છે
B. ઘટે છે
C. તે જ રહે છે
D. ચોક્કસ કહી શકાય નહિ
ઉત્તરઃ
ઘટે છે
પ્રશ્ન 4.
ઠંડી હવા ગરમ હવા કરતાં ………. હોય છે.
A. ભારે
B. હલકી
C. ધીમી
D. ભેજવાળી
ઉત્તરઃ
ભારે
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
A. હવા દબાણ કરે છે.
B. ભારે દબાણવાળા સ્થળની હવા હલકા દબાણવાળા સ્થળ તરફ જાય છે.
C. હવાને ગરમ કરતાં તેનું પ્રસરણ થાય છે.
D. વિષુવવૃત્તની નજીકના પ્રદેશોમાં ઠંડી વધુ પડે છે.
ઉત્તરઃ
વિષુવવૃત્તની નજીકના પ્રદેશોમાં ઠંડી વધુ પડે છે.
પ્રશ્ન 6.
ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલાં કરવામાં આવે છે?
A. 6 કલાક
B. 12 કલાક
C. 24 કલાક
D. 72 કલાક
ઉત્તરઃ
24 કલાક ને
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
ચક્રવાતને અમેરિકામાં ……… કહે છે.
ઉત્તરઃ
હરિકેન
પ્રશ્ન 2.
ચક્રવાતને ……. અને …….. દેશમાં ટાયકૂન તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
જાપાન, ફિલિપીન્ઝ
પ્રશ્ન 3.
……… પવનો પાણીની વરાળને ઘસડી જાય છે અને વરસાદ લાવે છે.
ઉત્તરઃ
મોસમી
પ્રશ્ન 4.
ચક્રવાતના મધ્ય ભાગને ……. કહે છે.
ઉત્તરઃ
આંખ
પ્રશ્ન 5.
ગરમ હવા ઠંડી હવા કરતાં ……… હોય છે.
ઉત્તરઃ
હલકી
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
બંધ પાત્રમાં ભરેલી હવા પાત્ર પર શું અસર કરે છે?
ઉત્તરઃ
દબાણ
પ્રશ્ન 2.
ઝડપી ગતિવાળી હવાને શું કહે છે?
ઉત્તરઃ
પવન
પ્રશ્ન 3.
પવનનો વેગ માપવા માટે કર્યું સાધન વપરાય છે?
ઉત્તરઃ
ઍનિમોમિટર
પ્રશ્ન 4.
પવનની દિશા જાણવા માટે કહ્યું સાધન વપરાય છે?
ઉત્તરઃ
વિન્ડવૅન કે – વિન્ડકૉક
પ્રશ્ન 5.
હાલના સમયમાં ચક્રવાત આવવાની જાણકારી શાના દ્વારા 48 કલાક પહેલેથી મેળવી શકાય છે?
ઉત્તરઃ
કૃત્રિમ ઉપગ્રહ અને રડાર દ્વારા
પ્રશ્ન 4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
પવન ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ પૃથ્વીનું પરિભ્રમણ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
હવા હંમેશાં હલકા દબાણવાળા સ્થાનેથી ભારે દબાણવાળા સ્થાન તરફ ગતિ કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
હવા ઠંડી થતા સંકોચન પામે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
ભારતમાં વંટોળ બહુ જ ઓછો જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
ચક્રવાતની આંખ આગળ ઓછું દબાણ હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે, જેને કારણે વરસાદ આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પવન એટલે શું?
ઉત્તરઃ
ગતિશીલ હવાને પવન કહે છે.
પ્રશ્ન 2.
પવન ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું છે?
ઉત્તર:
જે સ્થાને હવાનું દબાણ વધુ હોય ત્યાંથી હવા ઓછા દબાણવાળા સ્થળે ગતિ કરે છે, તે પવન ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે.
પ્રશ્ન 3.
મોસમી પવનો કોને કહે છે?
ઉત્તરઃ
જે પવનો સમુદ્ર તરફથી જમીન તરફ વાય છે અને વરસાદ લાવે છે તે પવનોને મોસમી પવનો કહે છે.
પ્રશ્ન 4.
કેવા સ્થળે વારંવાર ગાજવીજ ઉદ્ભવે છે?
ઉત્તર:
ભારત જેવા ગરમ, ભેજવાળા, ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વારંવાર ગાજવીજ ઉદ્ભવે છે.
પ્રશ્ન 5.
ગાજવીજ સાથેનું વાવાઝોડું કોને કહે છે?
ઉત્તરઃ
વરસાદ સમયે નીચે પડતાં પાણીનાં ટીપાં અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે, જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે.
પ્રશ્ન 6.
ચક્રવાત એટલે શું?
ઉત્તરઃ
ઝંઝાવાતના કેન્દ્રમાં વધુ હવા ધસી જવાની શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે. જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ઘૂમવા લાગે છે, આવી પરિસ્થિતિને ચક્રવાત કહે છે.
પ્રશ્ન 7.
ચક્રવાત પેદા થવામાં કયાં પરિબળોનો મુખ્ય ફાળો છે?
ઉત્તરઃ
ચક્રવાત પેદા થવામાં પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન અને ભેજનું પ્રમાણ જેવાં પરિબળોનો મુખ્ય ફાળો છે.
પ્રશ્ન 8.
વંટોળ (Tornado) એટલે શું?
ઉત્તર:
ગળણી આકારનું કાળું વાદળ જે ચક્રાકારે આકાશથી પૃથ્વીની સપાટી તરફ આવે છે, તેને વંટોળ (Tornado) કહે છે.
પ્રશ્ન 9.
ચક્રવાતની આંખ કોને કહે છે?
ઉત્તરઃ
ચક્રવાતના મધ્ય ભાગના શાંત વિસ્તારને ચક્રવાતની આંખ કહે છે.
પ્રશ્ન 10.
ચક્રવાત ક્યારે પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે?
ઉત્તર:
ચક્રવાત સમુદ્રકિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન 11.
પૃથ્વીના કયા ભાગ પર સૂર્યની ગરમી સૌથી વધુ હોય છે?
ઉત્તરઃ
પૃથ્વીના વિષુવવૃત્તના ભાગ પર સૂર્યની ગરમી સૌથી વધુ હોય છે.
પ્રશ્ન 12.
ઍનિમોમિટરનો ઉપયોગ શો છે?
ઉત્તરઃ
ઍનિમોમિટર(Anemometer)નો ઉપયોગ પવનની ઝડપ માપવા માટે થાય છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ભારતમાં આવેલા વિનાશક ચક્રવાતની માહિતી આપો.
ઉત્તર:
ભારતમાં ઓડિશાના’ સમુદ્રકિનારાના વિસ્તારમાં 1999ની 18મી ઑક્ટોબરે 200 km/hની ઝડપે અને તે જ વર્ષની 29મી ઑક્ટોબરે 260 km/hની ઝડપે ચક્રવાત ત્રાટક્યો હતો. તેમાં 45,000 ઘરોને તબાહ કરીને 7,00,000 લોકોને બેઘર કરી નાખ્યા હતા. તેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કરોડો રૂપિયાની માલ-મિલકત નાશ પામી હતી.
પ્રશ્ન 2.
પૃથ્વીના વિષુવવૃત્ત અને 0°થી 30° અક્ષાંશના પ્રદેશો વચ્ચે અસમાન ગરમીને લીધે ઉત્પન્ન થતા પવનો વિશે સમજાવો.
ઉત્તરઃ
વિષુવવૃત્ત પાસેના પ્રદેશો પર સૂર્યનાં સીધાં કિરણો પડવાને લીધે મહત્તમ ગરમ થાય છે. તે વિસ્તારોની હવા પણ ગરમ થાય છે. ગરમ હવા ઊંચે ચડે છે અને 0°થી 30° અક્ષાંશ ઉત્તરે અને તેથી 30° અક્ષાંશ દક્ષિણે આવેલા પ્રદેશોના પટ્ટામાં ઠંડી હવા વિષુવવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે. આ પવન ફૂંકાવાની દિશા ઉત્તર અને દક્ષિણ દિશાથી વિષુવવૃત્ત તરફની હોય છે. (જુઓ આકૃતિ 8.1)
પ્રશ્ન ૩.
ધ્રુવ પ્રદેશો અને 60°
ઉત્તર:
ધ્રુવ અક્ષાંશવાળા પ્રદેશો વચ્ચે ઉત્પન્ન થતા પવનો વિશે સમજાવો. ઉત્તર ધ્રુવ પ્રદેશો પાસેની હવા લગભગ 60° અક્ષાંશવાળા પ્રદેશ કરતાં ઠંડી હોય છે. આથી 60° અક્ષાંશવાળા પ્રદેશની ગરમ હૂંફાળી હવા ઊંચે ચડે છે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ધસી આવે છે. આ રીતે ધ્રુવોથી 60° અક્ષાંશના ગરમ પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ રચાય છે. (જુઓ આકૃતિ 8.1)
પ્રશ્ન 4.
જમીન અને પાણીનું અસમાન ગરમ થવાને લીધે વાતા પવનો વિશે જણાવો.
ઉત્તરઃ
ઉનાળામાં વિષુવવૃત્તની નજીક જમીન વધુ ગરમ થાય છે અને મોટા ભાગના સમયે સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન વધુ હોય છે. જમીન પરથી હવા ગરમ થઈને ઊંચે ચડે છે, જેને કારણે પવનનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય છે. આને મોસમી પવનો કહે છે.
શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઊલટાય છે. તેથી જમીનથી સમુદ્ર તરફ હોય છે.
પ્રશ્ન 5.
ગાજવીજ સાથેનું વાવાઝોડું ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વારંવાર ગાજવીજ ઉદ્ભવે છે. જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો પવન પ્રબળ (અતિઝડપી) બની જાય છે. તે પોતાની સાથે પાણીનાં ટીપાં ઉપર લઈ જાય છે, જ્યાં તે ઠરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે. નીચે પડતાં પાણીનાં ટીપાં અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ (ગાજવીજ) ઉત્પન્ન કરે છે, જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
ખૂબ ઝડપથી વાતા પવનોને લીધે ઘરનાં છાપરાં ઊડી જાય છે.
ઉત્તર:
- ખૂબ ઝડપથી વાતા પવનો ઘરનાં છાપરાં પરથી પસાર થાય છે ત્યારે પવનની ઝડપ વધારે હોવાથી ઘરનાં છાપરાના ઉપરના ભાગમાં હવાના દબાણમાં ઘટાડો થાય છે.
- પરિણામે છાપરાં ઉપરના હવાના ઓછા દબાણ તરફ જવા પ્રયત્ન કરે છે.
- જો છાપરું મકાનની દીવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય તો તે ઊંચું થઈને ઊડી જાય છે. આમ, ખૂબ ઝડપથી વાતા પવનોને લીધે ઘરનાં છાપરાં ઊડી જાય છે.
પ્રશ્ન 2.
ઉનાળામાં સાઈકલની ટ્યૂબ ક્યારેક ફાટી જાય છે.
ઉત્તરઃ
- સાઈકલની ટ્યૂબને ફૂલાવેલી ચુસ્ત રાખવા તેમાં હવા ભરવી પડે છે.
- ટ્યૂબમાં જરૂરી દબાણવાળી હવા ભરવાથી સાઈકલ સરળતાથી ચાલે છે.
- ઉનાળામાં ગરમીને લીધે સાઈકલની ટ્યૂબમાંની હવાનું પ્રસરણ થાય છે. આથી ટ્યૂબમાં હવાનું દબાણ જે હતું તેનાથી વધારે થાય છે.
- મર્યાદા કરતાં ટ્યૂબનું દબાણ વધી જતાં હવાના સંગ્રહની ક્ષમતા ઘટતાં ટ્યૂબ ફાટી જવાની શક્યતા રહે છે. આથી ઉનાળામાં સાઈકલની ટ્યૂબ ક્યારેક ફાટી જાય છે.
(C) વિસ્તૃત પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ચક્રવાત કેવી રીતે ઉદ્ભવે છે તે સમજાવો.
ઉત્તર:
પાણીની વરાળ બનવા માટે ઉષ્માની જરૂર પડે છે અને વરાળનું પાણીમાં રૂપાંતર થાય ત્યારે ઉષ્મા વાતાવરણને પાછી આપે છે. વાદળની રચના થતાં પહેલાં વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર થાય છે. જ્યારે પાણીની વરાળ ફરી પાછી પાણીમાં રૂપાંતર પામે ત્યારે વરસાદનાં ટીપાં બને છે, જે વાતાવરણને ઉષ્મા પાછી આપે છે. વાતાવરણમાં છોડાતી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે. આ હવા ઉપર જાય છે, જેને કારણે દબાણ ઘટે છે. આમ થતાં ઝંઝાવાતના કેન્દ્રમાં વધુ હવા ધસી જાય છે. આ ચક્રનું પુનરાવર્તન થાય છે. આવી શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે, જેની આસપાસ ખૂબ જ
[આકૃતિ 8.2 ચક્રવાતનું નિર્માણ]
ઝડપથી પવનો ઘૂમવા લાગે છે. આ હવામાનની એવી પરિસ્થિતિ છે જેને ચક્રવાત કહે છે. ચક્રવાતના નિર્માણમાં, પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે. ચક્રવાત મોટું અને બહુ શક્તિશાળી વાવાઝોડું છે.
પ્રશ્ન 2.
ચક્રવાતની વિનાશક અસરો જણાવો.
ઉત્તરઃ
ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે. તેનો આધાર પવનની ઝડપ અને તેના સ્થળ પર છે. ચક્રવાત સમુદ્રકિનારાથી દૂર હોય, તોપણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે. આ ચક્રવાતના આગમનનો સંકેત છે. પવન વડે બનતા પાણીનાં મોજાં પણ એટલાં પ્રબળ હોય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહિ.
ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ, તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે. ઊછળતા પાણીની ઊંચાઈ 3થી 12 મીટર હોઈ શકે છે. તેને જોતાં એવું લાગે છે કે, પાણીની દીવાલ કિનારા તરફ ધસી રહી છે. આને લીધે સમુદ્રનું પાણી કિનારા પરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશીને ઘરોને, માલ-મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે. વળી જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે.
ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ સર્જે છે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર, વૃક્ષો, સંદેશાવ્યવહારનાં સાધનો વગેરેને ઉખેડી ફેકે છે. આથી માનવજીવન અને માલ-મિલકતની મોટી હોનારત સર્જે છે.
પ્રશ્ન ૩.
ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ?
ઉત્તર:
ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે નીચેની સાવચેતી રાખવી જોઈએ:
- એકલાઅટુલા વૃક્ષની નીચે ઊભા ન રહેવું.
- ધાતુના હાથાવાળી છત્રીનો ઉપયોગ ન કરવો.
- બારીની નજીક બેસવું નહિ. ખુલ્લા ગેરેજ, ગોડાઉનના શેડ, ધાતુનાં છાપરાં આશ્રયસ્થાન માટે યોગ્ય નથી.
- બંધબારણાવાળી કાર તથા બસ આશ્રયસ્થાન માટે યોગ્ય છે. જે
- જો તમે જંગલમાં હોવ, તો નાના વૃક્ષ નીચે આશ્રય લો. જમીન પર સૂઈ જવું નહિ.
- જો તમે પાણીમાં હોવ, તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતાં રહેવું.
પ્રશ્ન 4.
વંટોળ (Tornado) વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
વંટોળ એ હવામાનનું તોફાની સ્વરૂપ છે. તે એકાએક ત્રાટકે છે અને મોટી હોનારત સર્જે છે. આપણા દેશમાં વંટોળ બહુ ઓછો જોવા મળે છે. વંટોળ એટલે ગળણી આકારનું કાળું વાદળ જે આકાશથી સતત ફરતું રહી જમીનની સપાટી
સુધી પહોંચે છે. પૃથ્વીની સપાટીથી ગરમ હવા ઉપર ચડે છે અને તેની આસપાસ ગોળ ફરે છે. તેને લીધે ખૂબ ઝડપી પવનો ઉત્પન્ન થાય છે. મોટા ભાગનાં વંટોળ નબળાં હોય છે. પરંતુ વિનાશકારક વંટોળની ગતિ લગભગ 300 km/h જેટલી હોઈ શકે છે. વંટોળનો વ્યાસ મીટરથી શરૂ કરીને કિલોમીટર સુધીનો કે તેનાથી વધુ હોય છે. વંટોળની ગળણી જમીન પરની ધૂળ, ઘર, ભંગાર, છાપરા, કાર તથા ઝાડને ઓછા દબાણને લીધે શોષી લે છે અને તે બધાને ઉપર તરફ ઉડાડે છે. આમ, વિનાશક વંટોળ મોટું નુકસાન પહોંચાડે છે.
વંટોળથી બચવા માટેનો ઓરડો જમીનમાં ઊંડે હોય છે, જેને બારી હોતી નથી. વંટોળ વખતે ત્યાં જતાં રહેવું અથવા ઓરડાની બારીઓ બંધ કરીને ટેબલ નીચે જતા રહેવું સલાહભર્યું છે.
પ્રશ્ન 5.
ચક્રવાત સામે કયાં રક્ષણાત્મક પગલાં લેવામાં આવે છે?
ઉત્તરઃ
આધુનિક ટેકનોલૉજી જેવી કે ઉપગ્રહો અને રડારને લીધે ચક્રવાત આવવાના 48 કલાક પહેલાં ચક્રવાતની સૂચના મળી જાય છે. ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલાં ટીવી અને રેડિયોની મદદથી પ્રસારિત કરી દેવામાં આવે છે.
- સરકારી સંસ્થાઓ અને દરિયાકિનારાના વિસ્તારમાં દરિયામાં જતાં માછીમારો, વહાણખેડુઓ, બંદરો અને હવાઈમથકોને ચેતવણી આપતો ત્વરિત સંદેશો પહોંચાડી દેવામાં આવે છે.
- ચક્રવાતનાં સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાનાં આશ્રયસ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા કરવામાં આવે છે.
- બચાવદળ, પોલીસદળ, ફાયરબ્રિગેડ તથા મેડિકલ સેન્ટરને તૈયાર રાખવામાં આવે છે.
- ચક્રવાત દરિયાકિનારાની નજીક હોય ત્યારે દર કલાકે અથવા દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટેના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે.
- રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાત સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે.
- લોકોને ટીવી અને રેડિયો માધ્યમથી જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે. જરૂર પડે આગોતરુ આયોજન કરવા વિશે જણાવવામાં આવે છે. ટીવી અને રેડિયોની જાહેરાત જોતા રહેવા જણાવવામાં આવે છે.
પ્રશ્ન 2.
નીચેનો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો.
* હવા દબાણ કરે છે તે સમજાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો.
ઉત્તરઃ
સાધન-સામગ્રીઃ ઢાંકણા સાથેનો ટિનનો (પતરાનો) ડબો, બન્સન બર્નર, ત્રિપાઈ, તારની જાળી, પાણી.
આકૃતિ:
પદ્ધતિઃ
- ઢાંકણા સાથેનો ટિનનો (પતરાનો) ડબો લો.
ઢાંકણું ખોલી દો. હવે તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો. - આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડબાને બન્સન બર્નર વડે ગરમ કરો.
- ડબામાંથી પાણીની વરાળ બહાર નીકળે ત્યારે ડબાને નીચે ઉતારી તરત જ કાળજીપૂર્વક ડબાનું ઢાંકણું ચુસ્ત રીતે બંધ કરી દો.
- ડબાને ધાતુના પહોળા છીછરા પાત્રમાં મૂકો.
- ડબા પર ઠંડું પાણી રેડો. ડબાના આકારમાં શો ફેરફાર થાય છે તેનું અવલોકન કરો.
અવલોકનઃ ડબો કચડાઈ જાય છે અને તેનો આકાર વિકૃત બને છે.
આમ થવાનું કારણઃ ડબા પર ઠંડું પાણી રેડતાં ડબાની અંદર રહેલી પાણીની વરાળ ઠંડી પડી પાણીમાં રૂપાંતર પામે છે. પાણીની વરાળ કરતાં બનેલું પાણી ઓછી જગ્યા રોકે છે. આથી ડબાની અંદરની હવાનું દબાણ ઘટી જાય છે. ડબાની બહારના ભાગનું હવાનું દબાણ વધારે હોવાથી ડબાના કચડાઈ જવાનું કારણ બને છે.
નિર્ણયઃ હવા દબાણ કરે છે.
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
પાતળા પતરાના ડબામાં અડધે સુધી પાણી ભરી તેને હવાચુસ્ત બૂચ વડે બંધ કરો. આ ડબાને ગેસ પર ગરમ કરો. આથી શું થશે?
A. ડબો ચીમળાઈ જશે.
B. ડબો ફાટી જશે.
C. ડબો ફુગ્ગાની જેમ ઊંચે ચડશે.
D. ડબા પર કંઈ અસર થશે નહિ.
ઉત્તર:
B. ડબો ફાટી જશે.
પ્રશ્ન 2.
નરમ પ્લાસ્ટિકની બૉટલમાં ખૂબ ગરમ પાણી ભરો. તેને ખાલી કરી તરત હવાચુસ્ત ઢાંકણ વડે બંધ કરો. હવે તેના પર ઠંડું પાણી રેડતાં શું થશે?
A. બૉટલ ફૂલશે.
B. બૉટલ દબાઈ વાંકીચૂકી થઈ જશે.
C. બૉટલ ફાટી જશે.
D. ઢાંકણ તોડી બૉટલમાંથી વરાળ બહાર નીકળશે.
ઉત્તર:
B. બૉટલ દબાઈ વાંકીચૂકી થઈ જશે.
પ્રશ્ન 3.
પૃથ્વીનો વિષુવવૃત્ત એટલે શું?
A. 0° અક્ષાંશ
B. 60° રેખાંશ
C. 0° રેખાંશ
D. 30° અક્ષાંશ
ઉત્તર:
A. 0° અક્ષાંશ
પ્રશ્ન 4.
નીચેના પૈકી સૌથી વધુ વિનાશક કોણ?
A. મોસમી પવનો
B. વંટોળ
C. ગાજવીજ સાથેનો વરસાદ
D. ચક્રવાત
ઉત્તર:
D. ચક્રવાત
પ્રશ્ન 5.
બાજુનું ચિત્ર શાનું છે?
A. ચક્રવાત
B. વાદળ
C. વંટોળ
D. ગાજવીજ સાથેનું વાવાઝોડું
ઉત્તર:
C. વંટોળ