GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ Important Questions and Answers.

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

વિશેષ પ્રસ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે?
A. ચાવવું
B. ચૂસવું
C. વાગોળવું
D. પકડીને ગળી જવું
ઉત્તરઃ
D. પકડીને ગળી જવું

પ્રશ્ન 2.
મુખગુહામાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે?
A. સ્ટાર્ચ
B. ચરબી
C. વિટામિન
D. પ્રોટીન
ઉત્તરઃ
A. સ્ટાર્ચ

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 3.
જીભનું ટેરવું કયો સ્વાદ જલદી પારખે છે?
A. ખાટો
B. ખારો
C. કડવો
D. ગળ્યો
ઉત્તરઃ
D. ગળ્યો

પ્રશ્ન 4.
જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે?
A. સ્ટાર્ચ
B. ચરબી
C. પ્રોટીન
D. સેલ્યુલોઝ
ઉત્તરઃ
C. પ્રોટીન

પ્રશ્ન 5.
નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે?
A. ડ્યુકોઝ
B. સ્ટાર્ચ
C. પાણી
D. એમિનો ઍસિડ
ઉત્તરઃ
B. સ્ટાર્ચ

પ્રશ્ન 6.
કયા અવયવમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે?
A. મોટું આંતરડું
B. અન્નનળી
C. જઠર
D. નાનું આંતરડું
ઉત્તરઃ
D. નાનું આંતરડું

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 7.
પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે?
A. લૂકોઝ
B. સેલ્યુલોઝ
C. ફેટિ ઍસિડ
D. એમિનો ઍસિડ
ઉત્તરઃ
D. એમિનો ઍસિડ

પ્રશ્ન 8.
રસાંકુરો (શોષણકેન્દ્રો) ક્યાં આવેલાં છે?
A. જઠરમાં
B. નાના આંતરડામાં
C. મોટા આંતરડામાં
D. અન્નનળીમાં
ઉત્તરઃ
B. નાના આંતરડામાં

પ્રશ્ન 9.
કયા અવયવમાં પાચકરસો ઉત્પન્ન થતા નથી?
A. લાળગ્રંથિમાં
B. જઠરમાં
C. નાના આંતરડામાં
D. મોટા આંતરડામાં
ઉત્તરઃ
D. મોટા આંતરડામાં

પ્રશ્ન 10.
નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે?
A. મનુષ્ય
B. કૂતરો
C. ગાય
D. બિલાડી
ઉત્તરઃ
C. ગાય

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 11.
કર્યું પ્રાણી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને ખાય છે?
A. તારામાછલી
B. અમીબા
C. હમિંગબર્ડ
D. સાપ
ઉત્તરઃ
તારામાછલી

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
પુખ્તવયની વ્યક્તિમાં કુલ ………………. દાંત હોય છે.
ઉત્તરઃ
32

પ્રશ્ન 2.
મુખમાં લાળરસ સ્ટાર્ચનું …………………….. માં રૂપાંતર કરે છે. .
ઉત્તરઃ
શર્કરા

પ્રશ્ન 3.
કડવો સ્વાદ જીભના …………………. ભાગ પર પરખાય છે.
ઉત્તરઃ
પાછળના

પ્રશ્ન 4.
પુખ્તવયની વ્યક્તિમાં સામાન્ય રીતે મોટી દાઢની સંખ્યા ………………….. હોય છે.
ઉત્તરઃ
12

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 5.
પિત્તરસનો સંગ્રહ ………………… માં થાય છે.
ઉત્તરઃ
પિત્તાશય

પ્રશ્ન 6.
નાના આંતરડાની અંદરની દીવાલ ………………….. પાચકરસનો સ્ત્રાવ કરે છે.
ઉત્તરઃ
આંત્રરસ

પ્રશ્ન 7.
કાર્બોદિતનું પાચન થઈ તેનું સરળ પદાર્થ ……………………….. માં રૂપાંતર થાય છે.
ઉત્તરઃ
લૂકોઝ

પ્રશ્ન 8.
……………………… નું પાચન થઈ તેનું એમિનો ઍસિડમાં રૂપાંતર થાય છે.
ઉત્તરઃ
પ્રોટીન

પ્રશ્ન 9.
પિત્તરસ ……………………….. ના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે.
ઉત્તરઃ
ચરબી

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 10.
વાગોળનાર પ્રાણીઓ ઘાસ ખૂબ ઝડપથી ખાઈ ગળી જાય છે તે ખોરાક ………………….. માં સંગ્રહ પામે છે.
ઉત્તરઃ
આમાશય

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે?
ઉત્તરઃ
મુખગુહા

પ્રશ્ન 2.
ખોરાકને વલોવવાનું કાર્ય કયા અંગમાં થાય છે?
ઉત્તરઃ
જઠર

પ્રશ્ન 3.
અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ ધરાવતો અવયવ ક્યો છે?
ઉત્તરઃ
જઠર

પ્રશ્ન 4.
યતમાં કયો પાચકરસ ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
પિત્તરસ

પ્રશ્ન 5.
સ્વાદુપિંડમાં કયો પાચકરસ ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
સ્વાદુરસ

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 6.
નાના આંતરડાની દીવાલમાં ક્યો પાચકરસ ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
આંત્રરસ

પ્રશ્ન 7.
નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે?
ઉત્તરઃ
7.5 મીટર

પ્રશ્ન 8.
કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે?
ઉત્તરઃ
નાના આંતરડામાં

પ્રશ્ન 9.
મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલી છે?
ઉત્તરઃ
1.5 મીટર

પ્રશ્ન 10.
જડબાના આગળના દાંતને શું કહે છે?
ઉત્તરઃ
કાપવાના (ફરસી) દાંત

પ્રશ્ન 11.
કયો પાચકરસ કાબોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન કરી શકે છે?
ઉત્તરઃ
સ્વાદુરસ

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 12.
જઠરની નીચે આવેલી સાવી ગ્રંથિ કઈ છે?
ઉત્તરઃ
સ્વાદુપિંડ

પ્રશ્ન 13.
અમીબા શાના વડે ખોરાક ગ્રહણ કરે છે?
ઉત્તરઃ
ખોટા પગ

પ્રશ્ન 14.
અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવધે બહાર કાઢે છે, તેને શું કહે છે?
ઉત્તરઃ
ખોટા પગ

પ્રશ્ન 15.
અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ શામાં થાય છે?
ઉત્તરઃ
અન્નધાની

પ્રશ્ન 16.
કર્યું પ્રાણી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢી શકે છે?
ઉત્તરઃ
તારામાછલી

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 17.
વાગોળનાર પ્રાણીઓનાં બે નામ આપો.
ઉત્તરઃ
ગાય, ઘોડો

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
શરીરમાં ખોરાક લેવાની પ્રક્રિયાને પાચન કહે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
જીભના પાછળના ભાગે ગળ્યો સ્વાદ પરખાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
જઠરમાં પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય કહે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
પિત્તાશય પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 6.
નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈમાં નાનું છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 8.
ઘાસ ખાનાર પ્રાણીઓ ઘાસને ઝડપથી ગળી જાય છે અને નિરાંતના સમયે ફરી પાછું મોંમાં લાવી બરાબર ચાવે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
અમીબા એકકોષી સજીવ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
અમીબામાં પાચકરસોનો સ્ત્રાવ કરતી અન્નધાની હોય છે.
ઉત્તરઃ
ખરું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
દાંતના કાર્ય પ્રમાણે પ્રકાર જણાવો.
ઉત્તરઃ
દાંતના કાર્ય પ્રમાણે પ્રકારઃ

  1. કાપવાના દાંત (ફરસી દાંત)
  2. ચીરવાના દાંત (રાક્ષી દાંત)
  3. ચાવવાના કે દળવાના દાંત (નાની દાઢ અને મોટી દાઢ).

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 2.
મનુષ્યમાં દૂધિયા દાંત અને કાયમી દાંતની સંખ્યા જણાવો.
ઉત્તરઃ
મનુષ્યમાં બાલ્યાવસ્થામાં દૂધિયા દાંત 20 હોય છે અને પુખ્ત વ્યક્તિમાં કાયમી દાંત 32 હોય છે.

પ્રશ્ન ૩.
રાંધેલા ભાત પર આયોડિનના દ્રાવણનાં બે-ત્રણ ટીપાં નાખતાં શું થાય છે?
ઉત્તરઃ
રાંધેલા ભાત પર આયોડિનના દ્રાવણનાં બે-ત્રણ ટીપાં નાખતાં તે ભૂરા-કાળા રંગના બને છે.

પ્રશ્ન 4.
નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે?
ઉત્તરઃ
નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય કહે છે.

પ્રશ્ન 5.
નાના આંતરડામાં કયા કયા પાચકરસો ખોરાકમાં ભળે છે?
ઉત્તરઃ
નાના આંતરડામાં પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ એમ ત્રણ પાચકરસો ભળે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 6.
નાના આંતરડામાં ખોરાકના કયા ઘટકોનું પાચન થાય છે?
ઉત્તરઃ
નાના આંતરડામાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીન ઘટકોનું પાચન થાય છે.

પ્રશ્ન 7.
પાચનતંત્રનાં સહાયક પાચન અંગો કયાં કયાં છે?
ઉત્તરઃ
પાચનતંત્રનાં સહાયક પાચન અંગો તરીકે સ્રાવી ગ્રંથિઓ જેવી કે લાળગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ છે.

પ્રશ્ન 8.
જઠરની અંદરની દીવાલ શાના સ્ત્રાવ કરે છે? છે
ઉત્તર:
જઠરની અંદરની દીવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક ઍસિડ અને પાચકરસ(જઠરરસ)ના સ્ત્રાવ કરે છે.

પ્રશ્ન 9.
જઠરમાં રહેલા શ્લેષ્મનું કાર્ય શું છે?
ઉત્તરઃ
જઠરમાં રહેલા શ્લેષ્મ જઠરની અંદરની દીવાલને મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડની અસર સામે રક્ષણ આપે છે.

પ્રશ્ન 10.
જઠરમાં આવતા હાઈડ્રોક્લોરિક ઍસિડનું કાર્ય શું છે?
ઉત્તરઃ
જઠરમાં સવતો હાઇડ્રોક્લોરિક ઍસિડ ખોરાક સાથે આવેલાં બૅક્ટરિયાનો નાશ કરે છે, જઠરમાં ઍસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચકરસોને સક્રિય બનાવે છે.

પ્રશ્ન 11.
પિત્તરસનું કાર્ય શું છે?
ઉત્તર:
પિત્તરસ નાના આંતરડામાં આલ્કીય માધ્યમ પૂરું પાડે છે તથા ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 12.
મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાંથી શાનું શોષણ થાય છે?
ઉત્તરઃ
મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાં રહેલા પાણી અને ઉપયોગી ક્ષારોનું શોષણ થાય છે.

પ્રશ્ન 13.
યકૃતનું સ્થાન જણાવો.
ઉત્તરઃ
યત એ જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે.

પ્રશ્ન 14.
સેલ્યુલોઝ શું છે?
ઉત્તરઃ
સેલ્યુલોઝ એ કાર્બોદિતનો એક પ્રકાર છે.

પ્રશ્ન 15.
અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે?
ઉત્તરઃ
અમીબામાં ખોટા પગ પ્રચલનમાં અને ખોરાક પકડવામાં મદદ કરે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ

  1. ખોરાક
  2. પાચન
  3. પોષણ

ઉત્તરઃ

  1. ખોરાક : શરીરને પોષક તત્ત્વો પૂરા પાડતા પદાર્થોને ખોરાક કહે છે.
  2. પાચનઃ શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રકિયાને પાચન કહે છે.
  3. પોષણઃ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ખોરાકના પોષકદ્રવ્યોને શરીરમાં ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે.

(B) ટૂંકજવાબી પ્રોઃ

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
મનુષ્યનાં પાચન અંગો જણાવો.
ઉત્તરઃ
મનુષ્યનાં પાચન અંગો

  1. મુખગુહા (દાંત, જીભ, લાળગ્રંથિ)
  2. અન્નનળી
  3. જઠર
  4. નાનું આંતરડું
  5. મોટું આંતરડું
  6. મળાશય અને મળદ્વાર.

(લાળગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ જેવી સ્ત્રાવી ગ્રંથિઓ સહાયક પાચન અંગો છે.)

પ્રશ્ન 2.
જીભનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ
જીભનાં કાર્યો

  1. તે સ્વાદ પારખવાનું કાર્ય કરે છે.
  2. તે બોલવામાં ઉપયોગી બને છે.
  3. તે ખોરાકમાં લાળરસ ભેળવવામાં અને કોળિયાને ગળવામાં મદદ કરે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 3.
જીભની આકૃતિ દોરી જુદા જુદા સ્વાદ કયા ભાગમાં પરખાય છે અને કેવી રીતે પરખાય છે તે જણાવો.
ઉત્તર:
ખોરાકનો સ્વાદ પારખવા માટે જીભની સપાટી પર જુદી જુદી સ્વાદકલિકાઓ (રસાંકુરો) હોય છે. આ દરેક સ્વાદકલિકામાં વિશિષ્ટ પ્રકારના સ્વાદગ્રાહી કોષો હોય છે. જીભ પરની જે જગ્યાએ તેનું પ્રમાણ વધારે હોય, તે ભાગમાં તેને લગતો સ્વાદ જલદી પરખાય છે. જીભનું ટેરવું ગળ્યો, કિનારી બાજુ ખારો, તેનાથી પાછળની બાજુ ખાટો અને પાછળના ભાગમાં કડવો સ્વાદ પરખાય છે.
GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ 1

પ્રશ્ન 4.
મુખ અને મુખગુહા વિશે ટૂંકમાં સમજ આપો.
ઉત્તર:
ખોરાકનું અંતઃગ્રહણ મુખ દ્વારા થાય છે. મોંના અંદરના. પોલાણને મુખગુહા કહે છે. મુખગુહામાં દાંત, જીભ અને લાળગ્રંથિઓ આવેલી છે.

દાંત : મનુષ્યમાં 32 દાંત આવેલા છે. દરેક દાંત પેઢાના ખાડામાં સ્વતંત્ર રીતે ગોઠવાયેલા છે. દાંતની મદદથી ખોરાક ચાવીને નાના નાના ટુકડા કરી શકાય છે.

જીભ : તે મુખડુહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે. તે આગળના છેડે મુક્ત છે અને બધી બાજુ ફરી શકે છે. તે સ્વાદ પારખે છે. વળી જીભ લાળને ખોરાકમાં ભેળવે છે. આથી ખોરાક પોચો અને સહેલાઈથી ગળી શકાય તેવો બને છે.

લાળગ્રંથિઃ તે લાળરસનો સ્ત્રાવ કરે છે. લાળરસ ખોરાકમાંના સ્ટાર્ચનું પાચન કરી શર્કરામાં ફેરવે છે. મનુષ્યમાં મુખગુહાથી ખોરાકનું પાચન શરૂ થાય છે. .

પ્રશ્ન 5.
જઠરની રચના સમજાવો.
ઉત્તર:
જઠર જાડી દીવાલવાળી સ્નાયુની કોથળી છે. તેનો આકાર પહોળા ‘J’ જેવો છે. તે ઉપરથી અન્નનળી સાથે અને નીચેથી નાના આંતરડા સાથે જોડાયેલું છે. તે અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ છે. તેની અંદર આડા, ઊભા અને ત્રાંસા સ્નાયુઓ આવેલાં છે. ખોરાક જ્યારે જઠરમાં હોય ત્યારે આ સ્નાયુઓના હલનચલનને લીધે ખોરાક વલોવાય છે. જઠરની અંદરની દીવાલ શ્લેખ, હાઇડ્રોક્લોરિક ઍસિડ અને પાચકરસ(જઠરરસ)નો સાવ કરે છે.
GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ 2

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 6.
નાના આંતરડામાં પોષકદ્રવ્યોનું શોષણ સમજાવો.
ઉત્તરઃ
નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે પછી તેનું શોષણ થવું જરૂરી છે. આ માટે નાના આંતરડાની દીવાલમાં અસંખ્ય આંગળીઓ જેવા નાના પ્રવધુ આવેલાં છે, જેને રસાંકુરો (શોષણકેન્દ્રો) કહે છે. રસાંકુરો પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુર પાસે તેની નજીક પાતળી અને નાની રુધિરકેશિકાઓનું જાળું જોવા મળે છે. પાચિત ખોરાકના પોષકદ્રવ્યોનું રસાંકુરોની સપાટી દ્વારા શોષણ થાય છે. શોષાયેલ પોષકદ્રવ્યો રુધિરવાહિનીઓ દ્વારા શરીરનાં વિવિધ અંગો સુધી પહોંચે છે.

પ્રશ્ન 7.
મોટા આંતરડાની રચના અને કાર્ય સમજાવો.
ઉત્તરઃ
રચનાઃ મોટું આંતરડું નાના આંતરડા સાથે જોડાયેલું છે. તે નાના આંતરડાં કરતાં પહોળું અને ટૂંકું છે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબું છે. તેના અંત ભાગે મળાશય અને મળદ્વાર આવેલાં છે.

કાર્યઃ મોટા આંતરડામાં ખોરાકના પાચનની કે શોષણની ક્રિયા થતી નથી. તેમાં અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ થાય છે. બાકી – ૧ રહેલ કચરો મળાશયમાં જાય છે અને ત્યાં અર્ધઘટ્ટ સ્વરૂપે મળનો સંગ્રહ થાય છે. મળદ્વાર દ્વારા આ મળ સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહે છે.

પ્રશ્ન 8.
યકૃત અને સ્વાદુપિંડ વિશે નોંધ લખો.
ઉત્તરઃ
યકૃત તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે લાલાશ પડતા બદામી રંગની છે. તે પિત્તરસનો સાવ કરે છે, જે પિત્તાશય નામની યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે. પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે.

સ્વાદુપિંડઃ તે જઠરની નીચે આવેલી છે. તે પર્ણ આકારની આછા બદામી રંગની ગ્રંથિ છે. તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસ નાના આંતરડામાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના પાચનમાં ઉપયોગી પાચકરસ છે.

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 9.
ઘાસ ખાનાર પ્રાણીઓમાં થતી વાગોળવાની ક્રિયા સમજાવો.
ઉત્તરઃ
ગાય, ભેંસ કે બીજાં ઘાસ ખાનાર પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે. આ ખોરાક જઠરના એક ભાગ જેને આમાશય કહે છે તેમાં જાય છે. આમાશયમાં હાજર રહેલા બૅક્ટરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. તેમાં ખોરાક અર્ધપાચિત હોય છે જેને વાગોળ (cud) કહે છે. જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ (કડ) નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે. પ્રાણી તેને બરાબર ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવાં પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે.

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ.
ઉત્તરઃ

  1. ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે.
  2. તેથી ખોરાક નરમ અને લીસો બને છે.
  3. લાળમાં રહેલો (ટાઇલિન) ઉત્સુચક ખોરાકમાંના સ્ટાર્ચનું સાકર(શર્કરા)માં રૂપાંતર કરે છે.
  4. વળી, ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલદી પચે છે. આમ, ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ.

પ્રશ્ન 2.
રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે.
ઉત્તરઃ

  1. રોટલામાં સ્ટાર્ચ (કાર્બોદિત) ઘટક છે.
  2. રોટલો વધુ ચાવવાથી તેમાં લાળ યોગ્ય પ્રમાણમાં ભળે છે.
  3. લાળમાં ટાઇલિન નામનો ઉલ્લેચક હોય છે, જે સ્ટાર્ચનું સાદી શર્કરામાં રૂપાંતર કરે છે.
  4. શર્કરા (સાકર) સ્વાદે મીઠી છે. તેથી રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે.

પ્રશ્ન 3.
તફાવતના બે મુદ્દા આપોઃ નાનું આંતરડું અને મોટું આંતરડું
ઉત્તર:

નાનું આંતરડું મોટું આંતરડું
1. તે મોટા આંતરડા કરતાં વધારે લાંબું અને ગૂંચળામય છે. તેની લંબાઈ 7.5 મીટર છે. 1. તે નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું છે. તેની લંબાઈ 1.5 મીટર છે.
2. તેમાં ખોરાકનું પાચન અને શોષણ થાય છે. 2. તેમાં ખોરાકનું પાચન કે શોષણ થતું નથી. ફક્ત પાણી અને ક્ષારનું શોષણ થાય છે.
3. તેમાં આંત્રરસ (પાચકરસ) ઉત્પન્ન થાય છે. 3. તેના દ્વારા મળનિર્માણ અને મળત્યાગ થાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 4.
જોડકાં જોડો:

વિભાગ ‘A’ વિભાગ ‘B’
(1) લાળરસ (a) જઠર
(2) પિત્તરસ (b) મુખગુહા
(3) હાઇડ્રોક્લોરિક ઍસિડ (c) નાનું આંતરડું
(4) આંત્રરસ (d) મોટું આંતરડું
(e) યકૃત

ઉત્તરઃ
(1) → (b), (2) → (e), (3) → (a), (4) → (c).

(C) વિસ્તૃત પ્રશ્નોઃ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
જઠરમાં થતી પાચનક્રિયા સમજાવો.
ઉત્તરઃ

  1. જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દીવાલમાંથી સવતા શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક ઍસિડ અને પાચકરસ ભળે છે.
  2. તેમાં શ્લેષ્મ જઠરની દીવાલને હાઇડ્રોક્લોરિક ઍસિડની અસરથી રક્ષણ આપે છે.
  3. હાઇડ્રોક્લોરિક ઍસિડ ખોરાકમાં આવેલા બૅક્ટરિયાનો નાશ કરે છે. તે ઍસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચકરસોને કાર્યરત કરે છે.
  4. જઠરમાં ખોરાક બરાબર વલોવાય છે અને અર્ધપ્રવાહી બને છે. (5) પાચકરસ (પેપ્સિન) પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે.
    જઠરમાં અર્ધપ્રવાહી ખોરાકની અમુક ખટાશને લીધે જઠરનું નીચલું દ્વાર ખૂલે છે અને ખોરાક નાના આંતરડામાં જાય છે.

પ્રશ્ન 2.
નાના આંતરડાની રચના સમજાવો.
ઉત્તરઃ
નાનું આંતરડું ઉપરના છેડે જઠર સાથે અને નીચેના છેડે મોટા આંતરડા પાપખવાન’ સાથે જોડાયેલું છે. તેની લંબાઈ 7.5 મીટર છે. તે પેટના પોલાણમાં ગૂંચળું વળીને ગોસ્વાયેલું છે. તેની શરૂઆતનો ભાગ ‘C’ આકારનો છે, જેને પક્વાશય કહે છે. નાના આંતરડાની અંદરની દીવાલમાં આંગળી જેવા આકારના નાના પ્રવર્ધા છે, જેને રસાંકુરો (શોષણ કેન્દ્રો – villi) કહે છે.
GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ 3
નાના આંતરડાના શરૂઆતના ભાગમાં યકૃતમાંથી સવતો પિત્તરસ અને સ્વાદુપિંડ દ્વારા સવતો સ્વાદુરસ આવે છે. આ ઉપરાંત નાના આંતરડાની અંદરની દીવાલમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે.

પ્રશ્ન 3.
નાના આંતરડામાં થતી પાચનક્રિયા સમજાવો.
ઉત્તરઃ

  1. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે. અહીં પક્વાશયમાં ખોરાક સાથે યકૃતના અને સ્વાદુપિંડના સાવો અનુક્રમે પિત્તરસ અને સ્વાદુરસ ભળે છે.
  2. પિત્તરસ ચરબીના પાચનમાં મદદ કરે છે.
  3. સ્વાદુરસ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન કરી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે.
  4. નાના આંતરડાની અંદરની દીવાલમાંથી સવતો આંત્રરસ પણ ખોરાકમાં ભળે છે અને અર્ધપાચિત ઘટકોનું પાચન પૂર્ણ કરે છે.
  5. નાના આંતરડામાં ખોરાક લાંબો સમય રહી ત્રણેય પાચકરસોની અસરથી ખોરાકનું પાચન સંપૂર્ણ થાય છે.
  6. પાચનના અંતે કાર્બોદિતનું લૂકોઝમાં, ચરબીનું ફેટિ ઍસિડ અને ગ્લિસરોલમાં અને પ્રોટીનનું એમિનો ઍસિડમાં રૂપાંતર થાય છે.
  7. પચેલા ખોરાકના પોષકદ્રવ્યો નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવધે-રસાંકુરોમાં શોષાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખોઃ
અમીબામાં ખોરાકગ્રહણ અને પાચન
ઉત્તરઃ
અમીબા સૂમ એકકોષી પ્રાણી છે. તે કેટલાક સૂક્ષ્મ જીવોને ખોરાક તરીકે આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય ત્યારે તે આંગળી જેવા પ્રવધ (ખોટા પગ) બહાર કાઢે છે. તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને અન્નધાનીમાં સમાવે છે. અન્નધાનીમાં પાચકરસો તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ રીતે તે ખોરાકનું પાચન કરે છે.
GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ 4
ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. અપાચિત વધેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ત્યજવામાં આવે છે.

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ 5 માં લખો

પ્રશ્ન 1.
બાળકોના દૂધિયા દાંતમાં કયા પ્રકારના દાંતનો સમાવેશ થતો નથી?
A. છેદક દાંત
B. રાશી દાંત
C. અગ્ર દાઢ
D. મોટી દાઢ
ઉત્તરઃ
D. મોટી દાઢ

પ્રશ્ન 2.
આપણા શરીરમાં થતી પાચનક્રિયામાં સ્ટાર્ચનું કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે?
A. લૂકોઝ
B. સેલ્યુલોઝ
C. એમિનો ઍસિડ
D. ફેટિ ઍસિડ
ઉત્તરઃ
A. લૂકોઝ

GSEB Class 7 Science Important Questions Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 3.
આપણે કયા કાબોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી?
A. સ્ટાર્ચ
B. સેલ્યુલોઝ
C. શર્કરા
D. માલ્ટોઝ
ઉત્તરઃ
B. સેલ્યુલોઝ

પ્રશ્ન 4.
અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે?
A. દાંત
B. અન્નધાની
C. ખોટા પગ
D. કોષકેન્દ્ર
ઉત્તરઃ
C. ખોટા પગ

પ્રશ્ન 5.
શરીરનો એકમાત્ર કયો પાચકરસ છે જે સ્વતંત્ર અંગમાં હંગામી (થોડા સમય માટે) સંગ્રહ પામે છે?
A. પિત્તરસ
B. લાળરસ
C. આંત્રરસ
D. જઠરરસ
ઉત્તરઃ
A. પિત્તરસ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *