This GSEB Class 6 Social Science Notes Chapter 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.
ગુપ્તયુગ અને અન્ય શાસકો Class 6 GSEB Notes
→ ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સ્થાપના થઈ હતી. ગુપ્તવંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપીને પ્રજાને અપૂર્વ સમૃદ્ધિ આપી હતી. તેથી ગુપ્તયુગને ભારતનો ‘સુવર્ણયુગ’ કહેવામાં આવે છે.
→ શ્રીગુપ્ત મગધમાં ગુપ્તવંશની સ્થાપના કરી હતી. ઘટોત્કચના અનુગામી તરીકે ઈ. સ. 319માં ચંદ્રગુપ્ત પ્રથમ પાટલિપુત્રની ગાદીએ આવ્યો.
→ ચંદ્રગુપ્ત પહેલાનાં લગ્ન વૈશાલી ગણરાજ્યની લિચ્છવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે થયાં હતાં. લિચ્છવીઓની મદદથી ચંદ્રગુપ્ત પ્રથમ પ્રયાગરાજ (અલાહાબાદ) અને સાકેત (અયોધ્યા) પર વિજય મેળવીને મગધનો વિસ્તાર વધાર્યો. તેથી મગધ રાજ્ય મટીને મહારાજ્ય બન્યું અને ચંદ્રગુપ્ત પ્રથમ “મહારાજાધિરાજ’નું બિરુદ ધારણ કર્યું.
→ ચંદ્રગુપ્ત પ્રથમ “ગુપ્તસંવત’નો પ્રવર્તક હતો. સોનાના સુંદર અને કલાત્મક સિક્કાઓ સૌપ્રથમ તેણે બનાવડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્તસંવત શરૂ કરાવ્યો હતો. સૌરાષ્ટ્રના વલભી રાજ્યનાં શાસકોએ પણ ગુપ્તસંવતનો સ્વીકાર કર્યો હતો.
→ ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત મગધની ગાદીએ બેઠો. સમુદ્રગુપ્તના સમયની માહિતી અલાહાબાદના પ્રસિદ્ધ સ્તંભલેખ (પ્રયાગ-પ્રશસ્તિ) પરથી તેમજ તેના સિક્કાઓમાંથી મળે છે. તેણે ઝડપી વિજય મેળવીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનાં રાજ્યો ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. તે મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. અનેક કાવ્યો રચીને તેણે કવિરાજ’નું બિરુદ મેળવ્યું હતું. તેના સિક્કાઓમાં તેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તે તેનો સંગીતપ્રેમ દર્શાવે છે.
→ સમુદ્રગુપ્તની પ્રશસ્તિ રાજકવિ હરિષણે રચી હતી. તેમાં સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે.
→ સમ્રાટ સમુદ્રગુપ્ત અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. તે વિદ્યાપ્રેમી હતો. તેણે હિંદુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેના શાસન દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયાં હતાં. તે ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક હતો. તેના સમયથી ગુપ્ત સિક્કાની શરૂઆત થઈ હતી.
→ સમુદ્રગુપ્તના સમયમાં રાજ્યોનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી.
→ સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો મગધની ગાદી ઉપર આવ્યો. તે ગુપ્તવંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો.
→ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શક – ક્ષત્રપ વંશના રાજાને હરાવી શકારિ”નું બિરુદ ધારણ કર્યું હતું. તે “વિક્રમાદિત્ય’ના નામે ઓળખાયો. તેણે વિક્રમસંવત’ શરૂ ર્યો હતો.
→ ચંદ્રગુપ્ત બીજાએ શક્તિશાળી રાજ્યો સાથે લગ્નસંબંધો બાંધી પોતાનું સૈન્યબળ વધાર્યું હતું.
→ ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુકચ્છ (ભરૂચ) અને થંભતીર્થ(ખંભાત)નાં બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યાં હતાં. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો હતો. તેથી ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા.
→ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન ભારત આવ્યો હતો.
→ ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હતો, છતાં તે અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ રાખતો હતો. તેણે રાજધાની પાટલિપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા.
→ ચંદ્રગુપ્ત બીજાએ મેળવેલી સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ” બન્યો હતો. તેણે વિદ્વાનો અને કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ, રાજવેદ્ય ધન્વતરિ, અમરસિંહ વગેરે નવ રત્નોથી તેનો દરબાર શોભતો હતો. તેણે ઉજ્જૈન નગરીને મગધ સામ્રાજ્યની બીજી રાજધાની બનાવી હતી.
→ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલામંડપો તેના સમયમાં બન્યા હતા. દિલ્લી પાસેનો મેહરોલી લોહસ્તંભ તેના સમયમાં સ્થપાયો હતો. તાપ અને વરસાદમાં રહેવા છતાં આ લોહસ્તંભને હજુ સુધી કાટ લાગ્યો નથી.
→ ઈ. સ. 414ના અરસામાં ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થયું.
→ પિતાના અવસાન પછી કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો હતો. તેના શાસનકાળમાં નાલંદાની બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તૈયાર થઈ હતી.
→ કુમારગુપ્ત પહેલા પછી તેનો પુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો હતો. સ્કંદગુપ્ત પછીના શાસકો હૂણોના આક્રમણને ખાળી શક્યા નહિ. તેથી ઈ. સ. 550માં ગુપ્ત સામ્રાજ્યનો અંત આવ્યો.
→ ગુપ્તયુગની રાજકીય ક્ષેત્રે સિદ્ધિઓઃ રાજ્યના વહીવટી તંત્રમાં સમ્રાટ કેન્દ્રસ્થાને હતા. તેઓ મહાધિરાજ અને પરમ ભાગવત – જેવાં બિરુદો ધરાવતા હતા.
→ ગુપ્તયુગની આર્થિક ક્ષેત્રે સિદ્ધિઓઃ આ સમય દરમિયાન ધંધા-ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા; ગાંધારમાં શેરડી; કશ્મીરમાં દ્રાક્ષ, કેસર અને સફરજન; ગુજરાત અને સિંધમાં કપાસ અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું.
→ રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. →બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી.
→ ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપિ વગેરે આંતરરાષ્ટ્રીય બંદરોથી મરી-મસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ઈમારતી લાકડાં વગેરેની નિકાસ થતી; જ્યારે સોનું અને ચાંદીની આયાત થતી.
→ ધાર્મિક જીવનઃ ગુપ્ત સમ્રાટો વેષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. દક્ષિણ ભારતમાં શૈવ સંતો “નાયનાર” કહેવાતા; જ્યારે વૈષ્ણવ સંતો “આલ્વાર’ કહેવાતા. મહિષાસુર મર્દિની(દુર્ગા)ની પૂજા થતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્તયુગમાં બૌદ્ધધર્મ અને જૈનધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધધર્મનો સંરક્ષક હતો. આ સમયે બૌદ્ધધર્મમાં મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા.
→ ગુપ્તયુગની સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિઓઃ ગુપ્તયુગ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ હતો. આ સમયમાં સંસ્કૃતમાં પ્રશસ્તિઓ, શિલાલેખો અને તામ્રપત્રો લખાયાં હતાં. ગુપ્ત સમ્રાટો વિદ્વાન અને સાહિત્યપ્રેમી હતા. કાલિદાસને ભારતના શૈક્સપિયર કહેવામાં આવે છે. તેમણે “અભિજ્ઞાનશાંતલમ્’ “રઘુવંશમ્ અને “મેઘદૂતમ્ જેવાં મહાકાવ્યોની રચના કરી હતી.
→ ગુપ્તયુગ મંદિર સ્થાપત્યોનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતનાં સૌપ્રથા ઈંટરી મંદિરો છે.
→ ગુપ્તયુગની વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિઓઃ આ સમયમાં મહાન વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા. પ્રખર ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી. મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે “બૃહત્સંહિતા’ નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો. વાભટ્ટ આયુર્વેદમાં ઘણાં સંશોધનો કર્યા. તેમણે “અષ્ટાંગહૃદયસંહિતા’ નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. રસાયણશાસ્ત્રનો પણ વિકાસ થયો હતો. દિલ્લી પાસેનો મહરોલીનો લોહસ્તંભ આ યુગની ધાતુવિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે. 1600 વર્ષ થયાં હોવા છતાં તેને કાટ લાગ્યો નથી.
→ગુપ્તયુગ પછી પ્રાચીન ભારતનાં રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય મહત્ત્વનું ગણાય છે. હર્ષવર્ધન થાણેશ્વરના વર્ધનવંશના રાજવી હતા.
→ હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકરવર્ધન અને બહેનનું નામ રાજ્યશ્રી હતું. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી.
→ ઈ. સ. 606માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી હતી. તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા.
→ હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે થયેલા યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થયો હતો.
→ હર્ષવર્ધન શેવભક્ત હતા. પછીથી તેઓ બોદ્ધધર્મના અનુયાયી બન્યા હતા.
→ હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી યુઅન વાંગ ભારત આવ્યો હતો. હર્ષવર્ધને યુઅન વાંગના અધ્યક્ષપદે કનોજમાં એક ધર્મપરિષદનું આયોજન કર્યું હતું.
→ હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા. તેમણે હર્ષચરિતમ્’ અને “કાદંબરી’ નામના સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા.
→ મયૂર ભટ્ટ અને કવિ જયસેન હર્ષના સમયના મહાન કવિઓ હતા.
→ હર્ષવર્ધન પોતે પણ ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા’ અને “રત્નાવલી’ નામનાં બે નાટકોની રચના કરી હતી. તેમણે નાગાનંદ’ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા 100 ગામ ભેટમાં આપ્યાં હતાં.
→ પુલકેશી બીજો દક્ષિણ ભારતનો શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા હતો. તેણે દક્ષિણ ભારતના કબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મનને હરાવી “દક્ષિણપથના સ્વામીનું બિરુદ ધારણ કર્યું હતું. તેણે તેના મિત્ર ઈરાનના શહેનશાહ ખુશરો બીજાને ત્યાં પોતાનો રાજદૂત મોકલ્યો હતો.