GSEB Class 6 Social Science Notes Chapter 8 ભારતવર્ષની ભવ્યતા

This GSEB Class 6 Social Science Notes Chapter 8 ભારતવર્ષની ભવ્યતા Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતવર્ષની ભવ્યતા Class 6 GSEB Notes

→ પ્રાચીન કાળથી અનેક જાતિઓ, પ્રજાતિઓ, સમૂહો ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ ભારતમાં આવતાં રહ્યાં છે. પરિણામે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ થયો છે. જવાહરલાલ નેહરુ તેને વિવિધતામાં એકતા’ કહે છે.

→ પ્રાચીન ભારતમાં ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. એ સમયે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી.

→ હડપ્પા સંસ્કૃતિમાં હળ આકારનું રમકડું મળ્યું છે. આથી એવું કહી શકાય કે તે સમયે ખેતીમાં હળનો ઉપયોગ થતો હશે.

→ આજથી 2500 વર્ષો પહેલાં કુહાડી, હળનાં ફણાં, દાતરડું વગેરે લોખંડનાં સાધનોનો ખેતીમાં ઉપયોગ થતો હતો.

→ પ્રાચીન સમયમાં સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યાં હતાં.

→ ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. ગ્રામભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીનદાર હતો. આ પદ વંશપરંપરાગત રહેતું. રાજા કરવેરા ઉઘરાવવાનું કામ ગ્રામભોજકને સોંપતા.

GSEB Class 6 Social Science Notes Chapter 8 ભારતવર્ષની ભવ્યતા

→ દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો હતા :

  • મોટા જમીનદારો
  • નાના ખેડૂતો અને
  • જમીનવિહોણા મજૂર (દાસ).

→ પ્રાચીન સમયમાં રાજધાનીને સુરક્ષિત રાખવા તેને ફરતે કિલ્લો બનાવવામાં આવતો. ઘણાં શહેરોમાંથી વલયકૂપ મળ્યા છે, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયફૂપ શૌચાલયની નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા.

→ પ્રાચીન સમયમાં લોકો સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર “નિવિ” અને ઉપરના ભાગનું વસ્ત્ર “વાસ” કહેવાતું. દુપટ્ટા જેવા વસ્ત્રને “અધિવાસ’ કહેવામાં આવતું.

→ ઇતિહાસકારો પ્રાચીન સમયની કલાને બે ભાગમાં વહેંચે છે :

  • લલિતકલા અને
  • નિદર્શનકલા.

→ લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા ) વગેરેનો સમાવેશ થાય છે; જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે.

→ ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી યાત્રીઓનાં વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.

→ વેદો ભારતનું સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય છે. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી.

→ બૃહદારણ્યક ગ્રંથ આરણ્યકોનો સૌથી અગત્યનો ગ્રંથ છે. શતપથ બ્રાહ્મણ અને ગોપથ બ્રાહ્મણ પણ અગત્યના ગ્રંથો છે.

→ રામાયણ અને મહાભારત નામનાં મહાકાવ્યોમાં પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત – મહાભારત” શરૂઆતમાં “જય સંહિતા’ના નામે ઓળખાતું હતું. વાલ્મીકિરચિત રામાયણમાં ભગવાન રામની કથા સાથે આદર્શ સમાજજીવન અને નૈતિક ધોરણોનું વર્ણન કરવામાં આવેલ છે.

→ ઉપનિષદોની સંખ્યા 108 છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ્ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતીય તત્ત્વજ્ઞાનના ચિંતનના મહાન ગ્રંથો છે.

→ પ્રખ્યાત પુરાણોની સંખ્યા 18ની છે. વિષ્ણુપુરાણ, ગરુડપુરાણ, નારદપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, મત્સ્યપુરાણ વગેરે મુખ્ય પુરાણો છે. ભાગવત એ આપણા વિશિષ્ટ ગ્રંથ તરીકેની ઓળખ ધરાવે છે.

→ બૌદ્ધધર્મના મૂળ ગ્રંથો ત્રિપિટ્ટક’ કહેવાય છે. તેમાં “સૂરસૂત્ર)-. પિટ્ટક’, “વિનયપિટ્ટક” અને “અભિધમ્મપિટ્ટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાતકકથાઓ, દિનિકાય’, “અંગુત્તરનિકાય’ અને “મસ્જિમનિકાય’ તેમજ મિલિન્દ પાન્ડો (પ્રશ્નો) અને શ્રીમૂળલ્પ બૌદ્ધધર્મના અગત્યના ગ્રંથો છે. આ ઉપરાંત, “બૃહદકથા’, હરિવંશપુરાણ’, “વાસુદેવહિડી’, “સિદ્ધહેમશબ્દાનુશાસન’, ‘દયાશ્રય’, ‘કીર્તિકૌમુદી’ વગેરે મુખ્ય ગ્રંથો છે.

→ તિબ્બત ભાષામાં બૌદ્ધગ્રંથની “ઝાર’ અને ‘તંઝર’ આ બે સંહિતાઓ પ્રસિદ્ધ છે.

→ જૈનગ્રંથોને આગમગ્રંથો કહેવામાં આવે છે. તેની સંખ્યા 12 છે. જૈનધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. જૈનધર્મના મુખ્ય ગ્રંથોમાં “આગમો’, “આચારસંગ અને “વૈતાલિક દશાવતાલિક સૂત્ર’નો સમાવેશ થાય છે.

→ જે સાહિત્યનું વિષયવસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવાય છે. તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે.

→ સ્મૃતિઓ ભારતના કાયદાગ્રંથો છે. તેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવક્ય સ્કૃતિ અને નારદસ્કૃતિનો સમાવેશ થાય છે. ચાણક્ય(કૌટિલ્ય)નું અર્થશાસ્ત્ર એક પ્રખ્યાત કાયદાગ્રંથ છે.

GSEB Class 6 Social Science Notes Chapter 8 ભારતવર્ષની ભવ્યતા

→ મહાકવિ કાલિદાસ, ભાસ, શુક, ભારવિ વગેરે સંસ્કૃત સાહિત્યના મહાન સાહિત્યકારો હતા.

→ “અભિજ્ઞાનશાકુંતલમ્, “રઘુવંશમ્’, “મેઘદૂતમ્, કિરાતાર્જુનીયમ’, સ્વપ્નવાસવદત્ત” અને “મૃચ્છકટિકમ્ પ્રખ્યાત મહાકાવ્યો અને નાટકો છે.

→ દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્ય તરીકે ઓળખાતા “સંગમ સાહિત્યની રચના ઈ. સ.ની પ્રથમ ત્રણ સદીઓમાં થઈ હતી. સંગમ સાહિત્યમાં શિલપ્પદિકારમ્’ અને ‘મણિમેખલાઈ જેવાં વીરકાવ્યોનો સમાવેશ થાય છે.

→ પાણિનિનું “અષ્ટાધ્યાયી’ સંસ્કૃત ભાષાનો સૌથી શ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે. તેની રચના ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં થઈ હોવાનું મનાય છે.

→ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મૅગેનિસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં યુઅન ગ્વાંગ વગેરે વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા.

→ હડપ્પા સભ્યતાના બંદર લોથલમાંથી ગોદી-ડૉક્યા-વહાણના – ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે.

→ ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરીમસાલા અને તેજાનાની નિકાસ થતી હતી; જ્યારે સોના-ચાંદીની આયાત થતી હતી.

→ ચીનના વેપારીઓ ભારતનું રેશમી કાપડ લઈને મુસાફરી કરતા તે માર્ગને “રેશમ માર્ગ” કહેવામાં આવતો.

→ અજંતા-ઈલોરા, બાઘ અને અમરાવતીની ગુફાઓમાંથી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલાં ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવેલ છે. તેમાં અજંતા-ઈલોરાનાં ચિત્રો વિશ્વવિખ્યાત છે. ‘પાપાણિ’નું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. ઈલોરાનું શિવમંદિર (કૈલાશ મંદિર) એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે.

→ ભારતની શિલ્પકલાને બે ભાગમાં વહેંચવામાં આવેલ છેઃ

  • ગાંધારકલા અને
  • મથુરાકલા. ગાંધારકલામાં ગ્રીક અને ભારતીય કલાનો સંગમ હતો; જ્યારે મથુરા કલા સંપૂર્ણપણે ભારતીય હતી.

→ બૌદ્ધધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું (અંડાકાર) સ્થાપત્ય. સાંચીનો સ્તૂપ, લુમ્બિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ મુખ્ય તૂપો છે.

→ કનિષ્ક પુરુષપુર(પેશાવર)માં ‘શાહજી કી ડેરી’ નામનો વિશાળ સૂપ બનાવડાવ્યો હતો.

→ જૈન અને બૌદ્ધ સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી. આવાં સ્થળોને “વિહાર’ તરીકે ઓળખવામાં આવતાં.

→ શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે.

→ પ્રાચીન ભારતમાં શિક્ષણક્ષેત્રે આ પાંચ વિદ્યાપીઠો આવેલી હતીઃ ગાંધારક્ષેત્રમાં તક્ષશિલા, બિહારમાં નાલંદા, ગુજરાતમાં વલભી, બંગાળામાં વિક્રમશિલા અને ઓદન્તપુરી.

→ તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિંદુધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું.

→ પાણિનિ, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાનુભાવોએ તક્ષશિલા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.

→ નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને તેને ઓષધિ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.

GSEB Class 6 Social Science Notes Chapter 8 ભારતવર્ષની ભવ્યતા

→ વલભી વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા પ્રવેશિકા’ નામની પરીક્ષા આપવી પડતી હતી. આ વિદ્યાપીઠની મુલાકાત ચીની – મુસાફર યુએન વાગે લીધી હતી.

→ ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ક કૉઈન’ તરીકે ઓળખાય છે. એ પછી ઈન્ડોગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સોનાના સિક્કાઓ શરૂ કર્યા હતા. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે.

→ ભારતના મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *