This GSEB Class 6 Social Science Notes Chapter 11 ભૂમિસ્વરૂપો Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.
ભૂમિસ્વરૂપો Class 6 GSEB Notes
→ સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા, વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ‘ભૂમિસ્વરૂપ’ કહેવામાં આવે છે. મક ભૂમિસ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી જેવાં
→ ભૂગર્ભનાં પરિબળો તેમજ નદી, પવન, હિમનદી, સમુદ્રનાં મોજાં જેવાં બાહ્ય પરિબળો ફાળો આપે છે.
→ ભૂમિસ્વરૂપોને ઓળખવા માટેનાં ત્રણ મુખ્ય લક્ષણો છે:
- ચોક્કસ ઊંચાઈ,
- ઢોળાવ અને
- વિશિષ્ટ આકાર.
→ ભૂમિસ્વરૂપના ત્રણ મુખ્ય પ્રકારો છે :
- પર્વતો
- ઉચ્ચપ્રદેશો અને
- મેદાનો.
→ સમુદ્રનાં મોજાં જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ગેડ પર્વત’ કહે છે. દા. ત., ભારતનો હિમાલય, યુરોપનો આપ્સ, ઉત્તર અમેરિકાનો રૉકી અને દક્ષિણ અમેરિકાનો ઍન્ડીઝ વગેરે.
→ ભૂગર્ભિક બળોને લીધે બે ભૂસ્તરો વચ્ચેનો ભૂભાગ નીચે બેસી જાય છે અથવા આજુબાજુનો ભાગ નીચે ઊતરી જાય છે અને મધ્યનો ભૂમિભાગ પર્વતરૂપે યથાવત્ સ્થિર રહે છે. આ રીતે રચાયેલા પર્વતને ખંડ પર્વત’ કહે છે. દા. ત., ભારતમાં આવેલા સાતપુડા, નીલગિરિ, વિધ્ય વગેરે.
→ જ્વાળામુખીનો પ્રસ્ફોટ થાય ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી, રાખ, પથ્થર, ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ ભૂરસ (લાવારસ) બહાર ફેંકાય છે. એ બધા પદાર્થોથી શંકુ આકારના પર્વતની રચના થાય છે. તેને “જ્વાળામુખી પર્વત’ કહે છે. દા. ત., ઈટલીનો વિસુવિયસ, જાપાનનો ફ્યુજિયામાં, ઇક્વેડોરનો કટોપક્સી વગેરે.
→ હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે અને નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને “અવશિષ્ટ પર્વત કહે છે.
→ પર્વતો દેશ કે પ્રદેશ માટે કુદરતી દીવાલની ગરજ સારે છે. તે ઠંડા પવનોથી રક્ષણ કરે છે, તેમજ ભેજવાળા પવનોને રોકીને વરસાદ આપે છે. પર્વતો નદીઓનું ઉદ્ગમસ્થાન છે. તે જંગલસંપત્તિ, ખનીજસંપત્તિ અને પ્રાણીસંપત્તિના ભંડાર છે.
→ સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા સપાટ ભૂમિભાગને “ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે.
→ ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને “આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ” કહે છે. દા. ત., તિબેટનો અને મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ.
→ કોઈ પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફ સીધો ઢાળ ધરાવતા પ્રદેશને “પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ’ કહે છે. દા. ત., દક્ષિણ અમેરિકાનો પૅટોગોનિયા (પેન્ટાગોનિયા), ભારતનો માળવાનો ઉચ્ચપ્રદેશ.
→ ભૂગર્ભીય હિલચાલને કારણે એકાએક ઊંચા ઊપસી આવેલા ભૂમિભાગને ખંડીય ઉચ્ચપ્રદેશ” કહે છે. કેટલીક વાર પૃથ્વીસપાટી પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈએ જઈને ઠરવાથી પણ ખંડીય ઉચ્ચપ્રદેશ બને છે. દા. ત., અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ.
→ લાવાની કાળી ફળદ્રુપ જમીન ધરાવતા ઉચ્ચપ્રદેશો કપાસની ખેતી માટે અનુકૂળ છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે ખનીજો મળે છે. ઉચ્ચપ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ઉપયોગી છે.
→ પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય છે ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન’ (કિનારાનાં મેદાન) કહે છે. દા. ત., મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ મેદાન.
→ પર્વતો અને ઉચ્ચપ્રદેશો નદી, પવન, હિમનદી જેવાં પરિબળો દ્વારા ઘસાઈને બનતા મેદાનને “ઘસારણનું મેદાન’ કહે છે. આવું મેદાન સંપૂર્ણપણે સપાટ બનતું નથી. દા. ત., પશ્ચિમ સાઇબીરિયાનું મેદાન.
→ નદી, હિમનદી અને પવન જે સામગ્રી ઢસડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે છે તે અનુકૂળતા મળતાં સરોવર કે સમુદ્ર જેવા નીચા ભાગોમાં પથરાય છે. આ પ્રમાણે નિક્ષેપક્રિયાથી રચાયેલા મેદાનને “નિક્ષેપણનું મેદાન’ કહે છે. આવા મેદાનને નદીકૃત” કે “કાંપનું મેદાન’ પણ કહે છે. દા. ત., ભારતમાં ગંગા-યમુનાનું મેદાન.
→ મેદાનો માનવવસવાટ માટે અનુકૂળ હોવાથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ-ધંધા જેવી પ્રવૃત્તિઓ વિકસે છે. મેદાનોમાં સડકમાર્ગો અને રેલમાર્ગોનો વિકાસ થાય છે. ગીચ વસ્તી ધરાવતાં શહેરો મેદાનોમાં વિકસ્યાં છે. મેદાનોની ફળદ્રુપ જમીન ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે.
→ “ઉપસાગર’ એટલે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ. તે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ દષ્ટાંત છે.
→ ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળવિસ્તારને “અખાત” કહે છે. દા. ત., ખંભાતનો અખાત અને કચ્છનો અખાત.
→ “ભૂશિર” એટલે જળભાગમાં ફેલાયેલ ભૂમિનો લંબાત્મક છેડો. દા. ત., ભારતની કન્યાકુમારીની ભૂશિર અને આફ્રિકાની કેપ ઑફ ગુડ હોપની ભૂશિર.
→ ચારે બાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ ભૂમિભાગને “ટાપુ કહે છે. દા. ત., લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર ટાપુઓ.
→ “ખીણ’ એટલે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ અને ખંડ પર્વતોની રચના વખતે તેમજ નદી તથા હિમનદીની ઘસારણક્રિયાને પરિણામે ખીણોની રચના થાય છે. દા. ત., ભારતમાં કશ્મીરની ખીણ.
→ બે વિશાળ જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને “સામુદ્રધુની” કહે છે. દા. ત., ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુની. આ સામુદ્રધુની પૂર્વમાં બંગાળની ખાડીને પશ્ચિમે અરબ સાગરને જોડે છે.
→ બે વિશાળ જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને “સંયોગભૂમિ’ કહે છે. દા. ત., પનામા. તે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે.
→ જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીનવિસ્તારથી જોડાયેલ હોય તેને “દ્વિીપકલ્પ’ કહે છે. દા. ત., દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર વગેરે.