Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 8 ભારતવર્ષની ભવ્યતા Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 8 ભારતવર્ષની ભવ્યતા
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું?
A. મહાત્મા ગાંધીજીએ
B. જવાહરલાલ નેહરુએ
C. રવીન્દ્રનાથ ટાગોરે
D. સ્વામી વિવેકાનંદ
ઉત્તર:
B. જવાહરલાલ નેહરુએ
પ્રશ્ન 2.
પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું?
A. સમૃદ્ધ ગામડાંઓ
B. સમૃદ્ધ નગરશેઠ
C. ચોકીપહેરો
D. સંગીન ગટરયોજના
ઉત્તર:
A. સમૃદ્ધ ગામડાંઓ
પ્રશ્ન ૩.
ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો?
A. ગ્રામસેવક
B. ગ્રામભોજક
C. મુખી
D. સરપંચ
ઉત્તર:
B. ગ્રામભોજક
પ્રશ્ન 4.
નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય?
A. ચિત્રકલાનો
B. સ્થાપત્યકલાનો
C. નૃત્યકલાનો
D. સંગીતકલાનો
ઉત્તર:
C. નૃત્યકલાનો
પ્રશ્ન 5.
બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી?
A. વેદોને સમજાવવા માટે
B. આર્થિક ઉપાર્જન માટે
C. યજ્ઞો કરવા માટે
D. શિક્ષણ મેળવવા માટે
ઉત્તર:
A. વેદોને સમજાવવા માટે
પ્રશ્ન 6.
ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે?
A. બ્રાહ્મણગ્રંથોનો
B. સ્મૃતિઓનો
C. વેદોનો
D. આરણ્યકોનો
ઉત્તર:
C. વેદોનો
પ્રશ્ન 7.
વેદવ્યાસ રચિત ‘મહાભારત’ પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું?
A. વૈદિક મહાભારત
B. કુરુસંહિતા
C. વ્યાસસંહિતા
D. જય સંહિતા
ઉત્તર:
D. જય સંહિતા
પ્રશ્ન 8.
ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે?
A. વેદોને
B. ઉપનિષદોને
C. બ્રાહ્મણગ્રંથોને
D. જૈનગ્રંથોને
ઉત્તર:
B. ઉપનિષદોને
પ્રશ્ન 9.
નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ બૌદ્ધગ્રંથોમાં થતો નથી?
A. ‘દયાશ્રય’
B. ‘વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર’
C. ‘અંગુત્તરનિકાય’
D. ‘વાસુદેવહિડી’
ઉત્તર:
B. ‘વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર ‘
પ્રશ્ન 10.
બૌદ્ધધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે?
A. આગમગ્રંથો
B. કાયદાગ્રંથો
C. ત્રિપિટ્ટક
D. ઈસપની કથાઓ
ઉત્તર:
C. ત્રિપિટ્ટક
પ્રશ્ન 11.
‘મિલિન્દ પાન્ડો’ નામના બૌદ્ધગ્રંથની રચના કોણે કરી હતી?
A. બાણભટ્ટ
B. અશ્વઘોષે
C. નાગસેને
D. વામ્ભટ્ટ
ઉત્તર:
C. નાગસેને
પ્રશ્ન 12.
જૈનગ્રંથો કયા નામે ઓળખાય છે?
A. જાતકકથાઓના
B. આગમગ્રંથોના
C. સંગમ સાહિત્યના
D. બોધકથાઓના
ઉત્તર:
B. આગમગ્રંથોના
પ્રશ્ન 13.
નીચેનામાંથી કયા મહાકાવ્યનો ‘સંગમ સાહિત્ય’માં સમાવેશ થાય છે?
A. ‘કિરાતાર્જુનીયમ’નો
B. ‘સ્વપ્નવાસવદત્ત’નો
C. ‘મૃચ્છકટિક’નો
D. ‘મણિમેખલાઈ’નો
ઉત્તર:
D. ‘મણિમેખલાઈ’નો
પ્રશ્ન 14.
ઉદયગિરિની ચંદ્રગુપ્ત બીજાની પ્રશસ્તિના કવિ કોણ હતા?
A. કવિ હરિષણ
B. કવિ ભાલણ
C. કવિ વીરસેન સાબા
D. કવિ કાલિદાસ
ઉત્તર:
C. કવિ વીરસેન સાબા
પ્રશ્ન 15.
ચીનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામથી ઓળખાતો?
A. પાલઘાટ
B. રેશમ માર્ગ
C. નાથુલા માર્ગ
D. પશ્ચિમ માર્ગ
ઉત્તર:
B. રેશમ માર્ગ
પ્રશ્ન 16.
કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે?
A. પદ્મપાણિના
B. નટરાજના
C. બુદ્ધની સાધનાના
D. રાસલીલાના
ઉત્તર:
A. પદ્મપાણિના
પ્રશ્ન 17.
કયું શિવમંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે?
A. પદ્મનાભનું
B. કેલાસનું
C. ઈલોરાનું
D. સોમનાથનું
ઉત્તર:
C. ઈલોરાનું
પ્રશ્ન 18.
ગ્રીક અને ભારતીય કલાશૈલીના સંગમથી ભારતમાં કઈ કલાશેલી વિકાસ પામી હતી?
A. મથુરાકલા
B. ગાંધારકલો
C. માગધીકલા
D. ગ્રીકલ્લા
ઉત્તર:
B. ગાંધારકલો
પ્રશ્ન 19.
સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠનિર્માણ કરવાનું કામ કયા રાજાઓએ કર્યું હતું?
A. ગુપ્તવંશના રાજાઓએ
B. મૌર્યવંશના રાજાઓએ
C. શૃંગવંશના રાજાઓએ
D. વર્ધનવંશના રાજાઓએ
ઉત્તર:
C. શૃંગવંશના રાજાઓએ
પ્રશ્ન 20.
કનિષ્ક બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે?
A. ‘બૌદ્ધસૂપ’
B. ‘કનિષ્કસ્તૂપ’
C. ‘શાહજી કી ડેરી’
D. ‘બુદ્ધ કી ડેરી’
ઉત્તર:
C. ‘શાહજી કી ડેરી’
પ્રશ્ન 21.
વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે?
A. શ્રવણ બેલગોડામાં
B. પાવાપુરીમાં
C. પાલિતાણામાં
D. રાણકપુરમાં
ઉત્તર:
A. શ્રવણ બેલગોડામાં
પ્રશ્ન 22.
ગાંધારક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું?
A. નાલંદા
B. વલભી
C. વિક્રમશિલા
D. તક્ષશિલા
ઉત્તર:
D. તક્ષશિલા
પ્રશ્ન 23.
પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી?
A. આચાર્ય નાગાર્જુને
B. વરાહમિહિરે
C. પાણિનિએ
D. વામ્ભટ્ટ
ઉત્તર:
A. આચાર્ય નાગાર્જુને
પ્રશ્ન 24.
કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી?
A. નાલંદા વિદ્યાપીઠમાં
B. વલભી વિદ્યાપીઠમાં
C. તક્ષશિલા વિદ્યાપીઠમાં
D. વિક્રમશિલા વિદ્યાપીઠમાં
ઉત્તર:
B. વલભી વિદ્યાપીઠમાં
પ્રશ્ન 25.
બંગાળામાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી?
A. નાલંદા
B. તક્ષશિલા
C. વલભી
D. વિક્રમશિલા
ઉત્તર:
D. વિક્રમશિલા
પ્રશ્ન 26.
પંચમાર્ક કૉઈન’ કયા સમયના સિક્કા છે?
A. ઈ. સ. પૂર્વે ત્રીજી સદીના
B. ઈ. સ. પૂર્વે ચોથી સદીના
C. ઈ. સ. પૂર્વે પાંચમી સદીના
D. ઈ. સ. પાંચમી સદીના
ઉત્તર:
C. ઈ. સ. પૂર્વે પાંચમી સદીના
પ્રશ્ન 27.
સૌથી શ્રેષ્ઠ સિક્કા ક્યા સમયના જોવા મળે છે?
A. કુષાણ
B. મૌર્ય
C. નંદ
D. ગુપ્ત
ઉત્તર:
D. ગુપ્ત
પ્રશ્ન 28.
ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે?
A. સામાજિક
B. સાંસ્કૃતિક
C. પ્રાકૃતિક
D. વૈચારિક કે
ઉત્તર:
B. સાંસ્કૃતિક
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. આશરે 2500 વર્ષ પહેલાં મોટા ભાગનાં શહેરો મહાજનપદોની ……………………………. નાં શહેરો હતાં.
ઉત્તર:
રાજધાની
2. મહાજનપદ સમયમાં કૂવા તરીકે ઓળખાતા ‘…………………………’ મળી આવ્યા છે.
ઉત્તર:
વલયકૂપ
૩. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણગ્રંથો અને …………………………… ની રચના કરવામાં આવી હતી.
ઉત્તર:
આરણ્યકો
4. ……………………. અને ……………………… આ બે મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે.
ઉત્તર:
રામાયણ, મહાભારત
5. રામાયણની રચના …………………………….. એ કરેલ છે.
ઉત્તર:
વાલ્મીકિ
6. ઉપનિષદોની સંખ્યા ………… છે.
ઉત્તર:
108
7. પુરાણોની સંખ્યા ………………………. છે.
ઉત્તર:
18
8. જૈન ધર્મના આગમગ્રંથોની સંખ્યા …………………………… છે.
ઉત્તર:
12
9. દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને …………………………… સાહિત્ય કહેવામાં આવે છે.
ઉત્તર:
સંગમ
10. પાણિનિરચિત …………………………. સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે.
ઉત્તર:
અષ્ટાધ્યાયી
11. વીરસેન સાબાએ …………………………… ની પ્રશસ્તિ લખી હતી.
ઉત્તર:
ચંદ્રગુપ્ત દ્વિતીય
12. ગ્રીક નાવિક ………………………… એ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી ભારતનાં બંદરો વિશે માહિતી મળે છે.
ઉત્તર:
ટોલેમી
13. ભારતમાં …………………………… નાં મળી આવેલા ચિત્રોને સૌથી જૂનાં ચિત્રો ગણવામાં આવે છે.
ઉત્તર:
પાષાણયુગ
14. બુદ્ધની જાતકકથાઓ અને સાધનાને ………………………………… ની ગુફાઓનાં ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવેલ છે.
ઉત્તર:
અજંતા-ઈલોરા
15. પ્રાચીન ભારતની ………………………… કલાશેલીમાં હિન્દ દેવીદેવતાઓની મૂર્તિઓ બનેલી હતી.
ઉત્તર:
મથુરા
16. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે ………………………. નું નિર્માણ શરૂ થયું હતું.
ઉત્તર:
સ્તૂપો
17. ગુજરાતમાં છઠ્ઠી-સાતમી સદીમાં ……………………………. માં મહાન વિદ્યાપીઠ આવેલી હતી.
ઉત્તર:
વલભી
18. ………………………. વિદ્યાપીઠ બિહારમાં આવેલી હતી.
ઉત્તર:
નાલંદા
19. સૌથી શ્રેષ્ઠ સિક્કા …………………………… સમયના જોવા મળે છે.
ઉત્તર:
ગુપ્ત
20. ગુપ્ત સમયના સિક્કાઓ મુખ્યત્વે ……………………………. ની ધાતુમાંથી બનાવેલા હતા.
ઉત્તર:
સોના
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. પ્રાચીન સમયમાં ગામનો સૌથી વૃદ્ધ માણસ ગામનો વડો બનતો હતો.
ઉત્તર:
ખોટું
2. મહાભારત અને રામાયણને ઉપનિષદો કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
3. વિષ્ણુપુરાણ, ગરુડપુરાણ અને મત્સ્યપુરાણ આપણાં મહાકાવ્યો છે.
ઉત્તર:
ખોટું
4. તિબ્બત ભાષામાં બૌદ્ધધર્મની બે સંહિતા પ્રસિદ્ધ છે.
ઉત્તર:
ખરું
5. નારદસ્કૃતિનો સમાવેશ કાયદાગ્રંથમાં થાય છે.
ઉત્તર:
ખરું
6. ઉત્તર ભારતના એક વિશિષ્ટ સાહિત્યને ‘સંગમ સાહિત્ય’ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
7. મહાકવિ ભાસે સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો.
ઉત્તર:
ખોટું
8. લોથલના લોકો માટીકામનાં વિવિધ ઘાટનાં વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા હતા.
ઉત્તર:
ખરું
9. પ્રાચીન સમયમાં ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી.
ઉત્તર:
ખરું
10. પ્રાચીન સમયમાં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેનો રસ્તો રેશમ માર્ગ તરીકે ઓળખાતો હતો.
ઉત્તર:
ખોટું
11. સૂપ એટલે બૌદ્ધધર્મનાં મંદિરોનું પ્રવેશદ્વાર.
ઉત્તર:
ખોટું
12. પ્રાચીન સમયમાં ફાહિયાને ગુજરાતની મુલાકાત લીધી હતી.
ઉત્તર:
ખોટું
13. ગાંધારકલા સંપૂર્ણપણે ભારતીય લાગેલી છે.
ઉત્તર:
ખોટું
14. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વતો કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી.
ઉત્તર:
ખરું
15. નાગાર્જુન વિક્રમશીલા વિદ્યાપીઠના મહાન આચાર્ય હતા.
ઉત્તર:
ખોટું
16. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) તક્ષશિલા | (1) ગુજરાત |
(2) નાલંદા | (2) ગાંધારક્ષેત્ર |
(3) વિક્રમશિલા | (3) બિહાર |
(4) વલભી | (4) બંગાળા |
(5) કાશમીર |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) તક્ષશિલા | (2) ગાંધારક્ષેત્ર |
(2) નાલંદા | (3) બિહાર |
(3) વિક્રમશિલા | (4) બંગાળા |
(4) વલભી | (1) ગુજરાત |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મહાભારત | (1) વ્યાકરણ ગ્રંથ |
(2) ત્રિપિટ્ટક | (2) જય સંહિતા |
(3) અષ્ટાધ્યાયી | (3) બૌદ્ધગ્રંથ |
(4) મણિમેખલાઈ | (4) આગમગ્રંથ |
(5) સંગમ સાહિત્ય |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મહાભારત | (2) જય સંહિતા |
(2) ત્રિપિટ્ટક | (3) બૌદ્ધગ્રંથ |
(3) અષ્ટાધ્યાયી | (1) વ્યાકરણ ગ્રંથ |
(4) મણિમેખલાઈ | (5) સંગમ સાહિત્ય |
૩.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૅગેનિસ | (1) તક્ષશિલાની મુલાકાત લેનાર |
(2) ફાહિયાન | (2) ગ્રીક એલચી |
(3) યુએન વાંગ | (3) ગ્રીક નાવિક |
(4) ટોલેમી | (4) ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવનાર |
(5) વલભીની મુલાકાત લેનાર |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૅગેનિસ | (2) ગ્રીક એલચી |
(2) ફાહિયાન | (4) ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવનાર |
(3) યુએન વાંગ | (5) વલભીની મુલાકાત લેનાર |
(4) ટોલેમી | (3) ગ્રીક નાવિક |
વર્ગીકરણ કરો:
પ્રશ્ન 1.
નીચે આપેલા ગ્રંથોને જૈન, બૌદ્ધ અને સંગમ સાહિત્યમાં વર્ગીકરણ કરો:
(1) ત્રિપિટ્ટક
(2) દિઘનિકાય
(3) આચારસંગ
(4) આગમ
(5) મિલિન્દ પાહો
(6) વૈતાલિક દશાવતાલિક સૂત્ર
(7) શિલપ્પદિકારમ્
(8) અંગુત્તરનિકાય
(9) મણિમેખલાઈ
ઉત્તર:
બૌદ્ધગ્રંથો | જૈનગ્રંથો | સંગમ સાહિત્ય |
(1) ત્રિપિટ્ટક | (1) આચારસંગ | (1) શિલપ્પદિકાર |
(2) દિઘનિકાય | (2) આગમો | (2) મણિમેખલાઈ |
(3) મિલિન્દ પાહો | (3) વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર | |
(4) અંગુત્તર-નિકાય |
પ્રશ્ન 2.
નીચે આપેલા ગ્રંથોને પુરાણો, ઉપનિષદો અને સ્મૃતિઓમાં વર્ગીકરણ કરો:
(1) વાયુપુરાણ
(2) માંડુક્ય
(3) ઈશાવાસ્યમ્
(4) મત્સ્યપુરાણ
(5) મનુસ્મૃતિ
(6) યાજ્ઞવક્યસ્મૃતિ
(7) કઠ
(8) મુંડક
(9) વિષ્ણુપુરાણ
(10) નારદસ્મૃતિ
સૂત્ર
ઉત્તર:
પુરાણો | ઉપનિષદો | સ્મૃતિઓ |
(1) વાયુપુરાણ | (1) માંડુક્ય | (1) મનુસ્મૃતિ |
(2) મત્સ્યપુરાણ | (2) ઈશાવાસ્યમ્ | (2) યાજ્ઞવાક્યસ્મૃતિ |
(3) વિષ્ણુપુરાણ | (3) કઠ | (3) નારદસ્મૃતિ |
(4) મુંડક |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
જવાહરલાલ નેહરુએ ભારતીય સંસ્કૃતિના વિવિધતાના. સંગમને શું કહ્યું હતું?
ઉત્તર:
જવાહરલાલ નેહરુએ ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને ‘વિવિધતામાં એકતા’ કહ્યું હતું.
પ્રશ્ન 2.
પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી?
ઉત્તર:
પ્રાચીન સમયમાં ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરે પાકોની ખેતી થતી હતી.
પ્રશ્ન 3.
પ્રાચીન સમયમાં લોકો લોખંડનાં કયાં કયાં સાધનોનો ઉપયોગ કરતાં હતાં?
ઉત્તર:
પ્રાચીન સમયમાં લોકો લોખંડની કુહાડીઓ, દાતરડું અને હળનાં ફણાં જેવાં સાધનોનો ઉપયોગ કરતાં હતાં.
પ્રશ્ન 4.
પ્રાચીન સમયમાં સિંચાઈની વ્યવસ્થા કેવી હતી?
ઉત્તર:
પ્રાચીન સમયમાં સિંચાઈની નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો જેવી વ્યવસ્થા હતી.
પ્રશ્ન 5.
પ્રાચીન સમયમાં ગ્રામભોજક(ગામનો વડો)ની પસંદગી કેવી રીતે થતી હતી?
ઉત્તર:
પ્રાચીન સમયમાં ભારતના ઉત્તર ભાગમાં ગ્રામભોજક(ગામનો વડો)ની પસંદગી મોટા ભાગે ગામના સૌથી મોટા જમીનદારની કરવામાં આવતી હતી.
પ્રશ્ન 6.
પ્રાચીન ભારતના લોકોનો ખોરાક શો હતો?
ઉત્તર:
પ્રાચીન ભારતના લોકોનો ખોરાક મુખ્યત્વે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદિ, માંસ-માછલી વગેરે હતો.
પ્રશ્ન 7.
પ્રાચીન સમયમાં સ્ત્રી-પુરુષોનો પોશાક કેવો હતો?
ઉત્તર:
પ્રાચીન સમયમાં સ્ત્રી-પુરુષો બે વસ્ત્રો પહેરતાં હતાં. શરીરના ઉપરના ભાગના વસ્ત્રને ‘વાસ’ અને નીચેના ભાગના વસ્ત્રને ‘નિવિ’ કહેવામાં આવતું. ક્યારેક શરીર ઉપર દુપટ્ટા જેવું વસ્ત્ર ‘અધિવાસ’ પણ લપેટતા હતા.
પ્રશ્ન 8.
પ્રાચીન ભારતમાં કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવી હતી? કયા ક્યા?
ઉત્તર:
પ્રાચીન ભારતમાં કલાને બે ભાગમાં વહેંચવામાં આવી હતીઃ
- લલિતકલા અને
- નિદર્શનકલા.
પ્રશ્ન 9.
લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે?
ઉત્તર:
લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 10.
ભારતીય સાહિત્યને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? કયા કયા?
ઉત્તર:
ભારતીય સાહિત્યને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છેઃ
- ધાર્મિક,
- ધર્મેતર અને
- યાત્રીઓનાં વર્ણનો.
પ્રશ્ન 11.
વેદોને સમજાવવા માટે કયા ગ્રંથોની રચના કરવામાં આવી હતી?
ઉત્તર:
વેદોને સમજાવવા માટે બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી.
પ્રશ્ન 12.
કયાં બે મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ, સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે?
ઉત્તરઃ
રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ, સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે.
પ્રશ્ન 13.
ઉપનિષદોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? કોઈ પણ ત્રણ ઉપનિષદોનાં નામ જણાવો.
ઉત્તરઃ
ઉપનિષદોને ભારતના તત્ત્વજ્ઞાનના ચિંતનના મહાન ગ્રંથો કહેવામાં આવે છે. ત્રણ ઉપનિષદોનાં નામ આ પ્રમાણે છે: કઠ, કેન અને પ્રશ્ન.
પ્રશ્ન 14.
ક્યા કયા ગ્રંથોનો ભારતનાં પુરાણોમાં સમાવેશ થાય છે?
ઉત્તરઃ
વિષ્ણુપુરાણ, ગરુડપુરાણ, વાયુપુરાણ અને મત્સ્યપુરાણનો ભારતનાં પુરાણોમાં સમાવેશ થાય છે.
પ્રશ્ન 15.
તિબ્બત ભાષામાં બૌદ્ધધર્મની કેટલી અને કઈ કઈ સંહિતા મળેલ છે?
ઉત્તર:
તિબ્બત ભાષામાં બૌદ્ધધર્મની ‘કઝાર’ અને ‘તંઝર’ નામની બે સંહિતા મળેલ છે.
પ્રશ્ન 16.
બૌદ્ધધર્મના મૂળ ગ્રંથો શું કહેવાય છે? તેના પ્રકારો * કયા કયા છે?
ઉત્તર:
બૌદ્ધધર્મના મૂળ ગ્રંથો ‘ત્રિપિટ્ટક’ કહેવાય છે. તેના ત્રણ પ્રકારો આ છેઃ
- સૂર(સૂત્ર)પિટ્ટક,
- વિનયપિટ્ટક અને
- અભિધમપિટ્ટક.
પ્રશ્ન 17.
જૈનધર્મના મુખ્ય ગ્રંથો કયા કયા છે?
ઉત્તર:
જૈનધર્મના મુખ્ય ગ્રંથો આ છે:
- આગમો,
- આચાર-અંગ અને
- વૈતાલિક દશાવતાલિક સૂત્ર છે.
પ્રશ્ન 18.
સ્મૃતિગ્રંથોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? ઉદાહરણ સહિત જણાવો.
ઉત્તર:
સ્મૃતિગ્રંથો એ ધર્મેતર સાહિત્ય છે, જેને ભારતના કાયદાગ્રંથો કહેવામાં આવે છે. મનુસ્મૃતિ, યાજ્ઞવક્યસ્મૃતિ અને નારદસ્મૃતિ તેનાં ઉદાહરણો છે.
પ્રશ્ન 19.
પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં મહાકવિ કાલિદાસ, મહાકવિ ભાસ, શૂદ્રક, ભારવિ વગેરેનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 20.
જૈનધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલાં પર્વ અને અંગમાં વહેંચાયેલું છે?
ઉત્તર:
જૈનધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે.
પ્રશ્ન 21.
સંસ્કૃત સાહિત્યનાં જાણીતાં મહાકાવ્યો અને નાટકોનાં નામ જણાવો.
ઉત્તર:
સંસ્કૃત સાહિત્યનાં જાણીતાં મહાકાવ્યો અને નાટકો રઘુવંશમ્, અભિજ્ઞાનશાકુંતલમ્, મેઘદૂતમ્, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ, મૃચ્છકટિકમ્ વગેરે છે.
પ્રશ્ન 22.
સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે? શા માટે?
ઉત્તર:
દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને ‘સંગમ સાહિત્ય’ કહેવામાં આવે છે. તેની રચના ઈ. સ.ની પ્રથમ ત્રણ સદીઓમાં મદુરાઈમાં 1600 જેટલા લોકકવિઓએ કરી હોવાથી તેને સંગમ કે સાહિત્ય કહેવામાં આવે છે.
પ્રશ્ન 23.
પ્રાચીન સમયમાં ભારતીય બંદરોની માહિતી ક્યાંથી મળે છે?
ઉત્તર:
પ્રાચીન સમયમાં ભારતીય બંદરોની માહિતી ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી મળે છે.
પ્રશ્ન 24.
હડપ્પા સભ્યતામાં કેવા મણકાઓનો વેપાર થતો હતો?
ઉત્તરઃ
હડપ્પા સભ્યતામાં સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો હતો.
પ્રશ્ન 25.
પ્રાચીન સમયમાં ભારતમાં કઈ કઈ વસ્તુઓની આયાતનિકાસ થતી હતી?
ઉત્તર:
પ્રાચીન સમયમાં ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાં વગેરેની નિકાસ થતી હતી; જ્યારે સોનું, ચાંદી અને અન્ય વસ્તુઓની આયાત થતી હતી.
પ્રશ્ન 26.
પ્રાચીન સમયમાં કયો માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો? શા માટે?
ઉત્તર:
પ્રાચીન સમયમાં ચીનના લોકો ભારત સાથે વેપાર કરવા પગપાળા કે ઘોડા પર જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ’ (Silk route) તરીકે જાણીતો બન્યો હતો, કારણ કે તેઓ તેમની સાથે રેશમી કાપડ પણ લઈ જતા હતા.
પ્રશ્ન 27.
પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતનાં બંદરો કઈ વસ્તુઓની ૬ નિકાસનાં મુખ્ય કેન્દ્રો હતાં?
ઉત્તર:
પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતનાં બંદરો કાળાં મરી છે અને અન્ય તેજાનાની નિકાસનાં મુખ્ય કેન્દ્રો હતાં.
પ્રશ્ન 28.
પ્રાચીન સમયમાં ગુફાચિત્રો કઈ કઈ જગ્યાએથી મળી છે આવ્યાં છે?
ઉત્તર:
પ્રાચીન સમયમાં ગુફાચિત્રો મધ્ય પ્રદેશમાં ભીમબેટકાની, મહારાષ્ટ્રમાં અજંતા-ઈલોરાની, અમરાવતીની અને બાઘની ગુફાઓમાંથી મળી આવ્યાં છે.
પ્રશ્ન 29.
હડપ્પા સભ્યતાના નગરઆયોજનની વિશિષ્ટતાઓ કઈ કઈ હતી?
ઉત્તરઃ
આયોજનબદ્ધ નગરરચના અને મકાનવ્યવસ્થા, સ્નાનાગાર, અનાજના કોઠાર, જાહેર રસ્તાઓ, ગટર-વ્યવસ્થા અને વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વગેરે હડપ્પા સભ્યતાના નગરઆયોજનની વિશિષ્ટતાઓ હતી.
પ્રશ્ન 30.
ગુફા સ્થાપત્યોમાં કયાં કયાં સ્થાપત્યોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકનાં ગુફા-શિલ્પો, અજંતા-ઈલોરા અને અમરાવતીનાં ગુફા-શિલ્પો વગેરેનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 31.
પ્રાચીન ભારતની મૂર્તિકલાની શૈલીઓ કેટલી અને કઈ કઈ હતી?
ઉત્તર:
પ્રાચીન ભારતની મૂર્તિકલાની બે શેલીઓ હતી:
- ગાંધાર કલાશેલી અને
- મથુરા કલાશૈલી.
પ્રશ્ન 32.
બૌદ્ધધર્મના જાણીતા સ્તૂપો કયા કયા છે?
ઉત્તરઃ
બૌદ્ધધર્મના જાણીતા સ્તૂપો:
- સાંચીનો સ્તૂપ,
- લુમ્બિનીનો સ્તૂપ અને
- સારનાથનો સ્તૂપ.
પ્રશ્ન 33.
પ્રાચીન સમયમાં ભારતમાં શિક્ષણ આપતી વિદ્યાપીઠોનાં નામ જણાવો.
ઉત્તર:
પ્રાચીન સમયમાં ભારતમાં શિક્ષણ આપતી આ પાંચ વિદ્યાપીઠો હતી:
- તક્ષશિલા,
- નાલંદા,
- વલભી,
- વિક્રમશિલા અને
- ઓદત્તપુરી.
પ્રશ્ન 34.
તક્ષશિલા વિદ્યાપીઠના મહાન દાર્શનિકો અને શાસકોનાં નામ જણાવો.
ઉત્તર:
તક્ષશિલા વિદ્યાપીઠના મહાન દાર્શનિકો અને શાસકોનાં નામ પાણિનિ, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક વગેરે છે.
પ્રશ્ન 35.
નાગાર્જુન કોણ હતા? તેમણે કઈ ભલામણ કરી હતી?
ઉત્તરઃ
નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના આચાર્ય અને પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.
નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
પ્રાચીન ભારતની કલા વિશે જણાવો.
ઉત્તરઃ
પ્રાચીન ભારતની કલાને ઇતિહાસકારો બે ભાગમાં વહેચે છેઃ
- લલિતકલા અને
- નિદર્શનકલા. લલિતકલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે; જ્યારે નિદર્શનકલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ – થાય છે.
પ્રશ્ન 2.
બૌદ્ધધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથો જણાવો.
ઉત્તર:
બૌદ્ધધર્મના મૂળ ગ્રંથોને ‘ત્રિપિટ્ટક’ કહેવામાં આવે છે. જૈનધર્મના ગ્રંથોને ‘આગમગ્રંથો’ કહેવામાં આવે છે.
બૌદ્ધધર્મના ગ્રંથોઃ ‘સૂર(સૂત્ર)પિટ્ટક’, ‘વિનયપિટ્ટક’, ‘અભિધમ્મ-પિટ્ટક’, ‘દિનિકાય’, ‘અંગુત્તરનિકાય’, ‘મસ્જિમનિકાય’, ‘જાતકકથાઓ’, ‘મિલિન્દ પાન્ડો’ વગેરે.
જૈનધર્મના ગ્રંથોઃ જૈનધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. આ ધર્મના મુખ્ય ગ્રંથોમાં ‘આગમો’, ‘આચારસંગ’ અને ‘વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર’નો સમાવેશ થાય છે.
પ્રશ્ન 3.
પ્રાચીન સમયના વેપાર અને નવા માર્ગો વિશે જણાવો.
ઉત્તર:
પ્રાચીન સમયમાં ભારત વિદેશો સાથે વેપાર-વાણિજ્યમાં મોખરે હતું. એ સમયમાં દેશ-વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. મરીમસાલા, મણકા, કીમતી પથ્થરો, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેજાના અને ઇમારતી લાકડાની ભારતમાંથી નિકાસ થતી હતી; જ્યારે સોના અને ચાંદીની દેશમાં આયાત થતી હતી.
પ્રાચીન ભારતનો વેપાર સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી થતો હતો. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવાં આંતરરાષ્ટ્રીય બંદરોથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં દરિયાઈ માર્ગે વેપાર થતો હતો. ચીનના કેટલાક લોકો જે માર્ગે રેશમી કાપડ સાથે લઈને પગપાળા કે પશુઓ સાથે વેપાર કરતા તે માર્ગ રેશમ માર્ગ (Silk route) તરીકે જાણીતો બન્યો હતો.
પ્રશ્ન 4.
પ્રાચીન ભારતની ચિત્રકલા વિશે જણાવો.
ઉત્તર:
ભારતમાં સૌથી જૂનાં 500 કરતાં વધારે આદિમાનવનાં ચિત્રો મધ્ય પ્રદેશના ભીમબેટકામાંથી મળી આવ્યાં છે. આ સિવાય, આ અજંતા-ઈલોરાની, અમરાવતીની અને બાઘની ગુફાઓમાંથી મોટી સંખ્યામાં ચિત્રો મળી આવ્યાં છે. અજંતા-ઈલોરાનાં જગવિખ્યાત ચિત્રોમાં બુદ્ધની જાતકકથાઓને અને બુદ્ધની સાધનાને વ્યક્ત કરવામાં આવી છે. પદ્મપાણિનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પ્રાચીન સમયના ધાર્મિક સાહિત્યનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખોઃ પ્રાચીન ધાર્મિક સાહિત્ય
ઉત્તર
ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. વેદો ચાર છેઃ
(1) ઋગ્વદ,
(2) યજુર્વેદ,
(3) સામવેદ અને
(4) અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ-ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં હું શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક ગ્રંથ મુખ્ય છે. આ સમયે કેટલાંક મહાકાવ્યો, 108 જેટલાં ઉપનિષદો, 18 પુરાણો અને બૌદ્ધધર્મ તથા જૈનધર્મના અનેક ગ્રંથોની રચના થઈ હતી.
ઉપનિષદો: કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ્ અને છાંદોગ્ય વગેરે ઉપનિષદો મુખ્ય છે. ઉપનિષદો ભારતીય તત્ત્વજ્ઞાનના ચિંતનના મહાન ગ્રંથો છે.
પુરાણોઃ વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, ગરુડપુરાણ, મત્સ્યપુરાણ, ભાગવતપુરાણ વગેરે વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત થયા છે.
પ્રાચીન સમયમાં જૈનધર્મમાં ‘આગમગ્રંથો’ અને બૌદ્ધધર્મમાં ‘ત્રિપિટ્ટક’ જેવા ગ્રંથોની રચના થઈ હતી.
પ્રશ્ન 2.
ગુજરાતના શિક્ષણધામ વલભીનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખોઃ વલભી વિદ્યાપીઠ
ઉત્તરઃ
ઈ. સ.ની છઠ્ઠી-સાતમી સદીમાં ગુજરાતમાં મૈત્રકવંશનું શાસન હતું. આ સમયે ગુજરાતમાં શિક્ષણના ધામ તરીકે વલભી વિદ્યાપીઠનો વિકાસ થયો હતો. વલભી વિદ્યાપીઠ ભાવનગર પાસેના વલભીપુર પાસે આવેલી હોવાનું મનાય છે. આ સમયે આવેલ ચીન પ્રવાસી યુએન શ્વાંગે વલભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. તેણે વલભી વિદ્યાપીઠની ખૂબ પ્રશંસા કરી હતી.
પ્રાચીન સમયમાં વલભી વિદ્યાપીઠ એક આધુનિક વિદ્યાપીઠ તરીકે પ્રસિદ્ધ બની હતી. વલભીમાં આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ અમલમાં હતી. અહીં વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા પ્રવેશિકા’ નામની લેખિત પરીક્ષા આપવી પડતી હતી. લેખિત પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીને આચાર્યો સાથે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતો. ત્યાર પછી જ યોગ્યતાના ધોરણે તેને વિદ્યાપીઠમાં પ્રવેશ આપવામાં આવતો. વલભી વિદ્યાપીઠમાં હિંદુ, બૌદ્ધ અને જેને એમ ત્રણેય ધર્મોનાં ચિંતન તેમજ જ્યોતિષ અને ખગોળનું શિક્ષણ આપવામાં આવતું હતું.
વલભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. તે ખરેખર, આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.
પ્રવૃત્તિઓ
1. તમારા ધર્મના મુખ્ય ગ્રંથમાં દર્શાવેલી માહિતી તથા મુખ્ય બાબતો વિશે નોંધ લખી, તમારા શિક્ષકને જણાવો.
2. આધુનિક શિક્ષણવ્યવસ્થા – વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) અને પ્રાચીન વિદ્યાપીઠ વચ્ચેની સામ્યતા અને તફાવત વિશેની માહિતી તમારા શિક્ષકની મદદથી તૈયાર કરો.
3. પ્રાચીન ભારતની પાંચ વિદ્યાપીઠો વિશેની માહિતી ઈન્ટરનેટ અથવા શાળા પુસ્તકાલયના માધ્યમથી મેળવો.
4. વર્તમાનપત્રોમાંથી વિવિધ ધર્મના ઉત્સવોનાં ચિત્રો અને માહિતી એકઠી કરો.
5. સર્વધર્મને સમાવતી એક પ્રાર્થનાપોથી બનાવો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
નીચેનામાંથી કયો ગ્રંથ આરણ્યક ગ્રંથ છે?
A. વાયુપુરાણ
B. બૃહદારણ્યક
C. દ્વયાશ્રય
D. જય સંહિતા
ઉત્તર:
B. બૃહદારણ્યક
પ્રશ્ન 2.
‘આર્યમંજીષી શ્રીમૂળકલ્પ’ કયા ધર્મનો મૂળ ગ્રંથ છે?
A. બૌદ્ધધર્મનો
B. જૈનધર્મનો
C. હિંદુધર્મનો
D. પારસીધર્મનો
ઉત્તર:
A. બૌદ્ધધર્મનો
પ્રશ્ન 3.
‘મૃચ્છકટિકમ્’ નાટકના રચયિતા કોણ છે?
A. કાલિદાસ
B. શૂદ્રક
C. ભાસ
D. ભારવિ
ઉત્તર:
B. શૂદ્રક
પ્રશ્ન 4.
પાકિસ્તાનનું પેશાવર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું?
A. પેશવાનગર
B. પેશાપુર
C. પુરુષપુર
D. પેશવગઢ
ઉત્તર:
C. પુરુષપુર
પ્રશ્ન 5.
કાંસું બનાવવાના જાણકાર હોવાના કારણે કઈ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી?
A. મિસરની સભ્યતા
B. હડપ્પા સભ્યતા
C. ઇજિપ્તની સભ્યતા
D. ચીનની સભ્યતા
ઉત્તર:
B. હડપ્પા સભ્યતા
પ્રશ્ન 6.
હિંદુધર્મનો સૌપ્રથમ કાયદાગ્રંથ કોને ગણવામાં આવે છે?
A. મનુસ્મૃતિને
B. અર્થશાસ્ત્રને
C. ભારતના બંધારણને
D. શ્રીમદ્ભગવદ્ગીતાને
ઉત્તર:
A. મનુસ્મૃતિને
પ્રશ્ન 7.
પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?
A. નિદર્શનકલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે.
B. લલિતકલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલાનો સમાવેશ થાય છે.
C. ઇતિહાસવિદો કલાને ત્રણ ભાગમાં વહેચે છે.
D. કલાના બે ભાગ છે – લલિતકલા અને નિદર્શનકલા.
ઉત્તર:
C. ઇતિહાસવિદો કલાને ત્રણ ભાગમાં વહેચે છે.
પ્રશ્ન 8.
પ્રાચીન ભારતીય સાહિત્યના વારસાની નીચેનામાંથી બંધબેસતી જોડ બનાવો:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વેદોની સંખ્યા | (1) 4 |
(2) પુરાણોની સંખ્યા | (2) 18 |
(3) મહાભારત | (3) ત્રિપિટ્ટક |
(4) બૌદ્ધ ધર્મગ્રંથ | (4) જય સંહિતા |
(1) વેદોની સંખ્યા – 4
(2) પુરાણોની સંખ્યા – 18
(૩) મહાભારત – જય સંહિતા
(4) બૌદ્ધ ધર્મગ્રંથ – ત્રિપિટ્ટક
ઉત્તર:
પ્રશ્ન નીચે ઉત્તર આપ્યો છે.
પ્રશ્ન 9.
સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડ શોધો.
A. રામાયણ – વાલ્મીકિ
B. મહાભારત – વેદવ્યાસ
C. મિલિન્દ પાન્ડો – નાગસેન
D. અર્થશાસ્ત્ર – ચંદ્રગુપ્ત મૌર્ય
ઉત્તર:
D. અર્થશાસ્ત્ર – ચંદ્રગુપ્ત મૌર્ય
પ્રશ્ન 10.
દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે?
A. તેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે.
B. તેની રચના ઈ.સ.ની પ્રથમ ત્રણ સદીઓમાં થઈ હતી.
C. મદુરાઈમાં ત્રણ સંગમ(સભા)માં 1600 વીરકાવ્યોની રચના થઈ.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 11.
પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે કઈ જોડ સાચી નથી?
A. નાલંદા – બિહાર
B. તક્ષશિલા – કર્ણાટક
C. વલભી – ગુજરાત
D. વિક્રમશિલા – બંગાળ
ઉત્તર:
B. તક્ષશિલા – કર્ણાટક
પ્રશ્ન 12.
પ્રાચીન ભારતીય સિક્કાની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ઉચિત નથી?
A. ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક કૉઇન તરીકે ઓળખાય છે.
B. ઇન્ડોગ્રીક રાજાઓએ સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા.
C. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના છે.
D. ચંદ્રગુપ્તના વીણાવાદન કરતા સિક્કા મળ્યા છે.
ઉત્તર:
D. ચંદ્રગુપ્તના વીણાવાદન કરતા સિક્કા મળ્યા છે.