GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર Important Questions and Answers.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
આદિમાનવો એટલે …
A. ભટતું જીવન જીવતા માનવીઓ.
B. શિકાર કરીને જીવન જીવતા માનવીઓ.
C. ખૂબ જ જૂના સમયના માનવીઓ.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 2.
માનવીને કઈ અવસ્થાને Hunter and Gatherers (શિકાર કરવો અને એકઠું કરવું) કહેવામાં આવે છે?
A. આદિમાનવની અવસ્થાને
B. સ્થાયી માનવીની અવસ્થાને
C. સિંધુખીણના માનવીની અવસ્થાને
D. વૈદિકયુગના માનવીની અવસ્થાને
ઉત્તર:
A. આદિમાનવની અવસ્થાને

પ્રશ્ન 3.
આદિમાનવોના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી?
A. પ્રાણી અને પક્ષીઓનાં માંસ
B. કંદમૂળ
C. ફળો
D. અનાજ
ઉત્તર:
D. અનાજ

પ્રશ્ન 4.
આદિમાનવો કયાં પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા?
A. વાઘ અને સિંહ
B. હાથી અને ગેંડા
C. હરણ અને ઘેટાં-બકરાં
D. ડાયનાસોર અને ગેંડા
ઉત્તર:
C. હરણ અને ઘેટાં-બકરાં

પ્રશ્ન 5.
ભારતમાં આદિમાનવોનાં વસવાટનાં સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય?
A. અમલદારો
B. પુરાતત્ત્વશાસ્ત્રીઓ
C. નૃવંશશાસ્ત્રીઓ
D. ઇતિહાસકારો
ઉત્તર:
A. અમલદારો

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 6.
શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે?
A. લોહયુગ
B. પાષાણ યુગ
C. તામ્રયુગ
D. આદિયુગ
ઉત્તર:
B. પાષાણ યુગ

પ્રશ્ન 7.
આદિમાનવ કઈ ટેકનોલૉજી સાથે સંકળાયેલો હતો?
A. ઇલેક્ટ્રિક
B. યાંત્રિક
C. લોખંડની
D. પથ્થરની
ઉત્તર:
D. પથ્થરની

પ્રશ્ન 8.
મધ્ય પ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે?
A. ઇનામગામ
B. ભીમબેટકા
C. બુર્જહોમ
D. લાંઘણજ
ઉત્તર:
B. ભીમબેટકા

પ્રશ્ન 9.
‘આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો.’ તેમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી?
A. વનસ્પતિ કાપવા માટે
B. પ્રાણીઓને ચીરીને ચામડી કાઢવા માટે
C. પ્રાણીઓનાં ચામડાનો શરીરને ઢાંકવા માટે
D. ઘરના સુશોભન માટે
ઉત્તર:
D. ઘરના સુશોભન માટે

પ્રશ્ન 10.
વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો?
A. પ્રાકૃતિક ગુફામાં
B. બહુમાળી મકાનમાં
C. સિમેન્ટના મકાનમાં
D. માટીનાં છાપરામાં
ઉત્તર:
A. પ્રાકૃતિક ગુફામાં

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 11.
આદિમાનવો અગ્નિથી પરિચિત હશે! એવું કયા અવશેષોના આધારે કહી શકાય?
A. અગ્નિનાં ચિત્રોના આધારે
B. રાખના અવશેષોના આધારે
C. હાડકાંના અવશેષોના આધારે
D. પથ્થરનાં હથિયારોના અવશેષોના આધારે
ઉત્તર:
B. રાખના અવશેષોના આધારે

પ્રશ્ન 12.
દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે?
A. કર્નલ
B. બુર્જહોમ
C. હલુર
D. ભીમબેટકા
ઉત્તર:
A. કર્નલ

પ્રશ્ન 13.
કેટલાં વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો?
A. 10,000 વર્ષ
B. 11,000 વર્ષ
C. 12,000 વર્ષ
D. 15,000 વર્ષ
ઉત્તર:
B. 11,000 વર્ષ

પ્રશ્ન 14.
આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી?
A. ચક્ર(પૈડું)ની
B. દૂરબીનની
C. સ્ટીમરની
D. ખેતીની
ઉત્તર:
A. ચક્ર(પૈડું)ની

પ્રશ્ન 15.
માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવાં રહેઠાણોમાં રહેતો હતો?
A. પથ્થરની ગુફામાં
B. ધાબાવાળા મકાનમાં
C. તંબૂમાં
D. ગારા-માટી અને ઘાસનાં મકાનમાં
ઉત્તર:
D. ગારા-માટી અને ઘાસનાં મકાનમાં

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 16.
માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો?
A. બળદ
B. હાથી
C. કૂતરો
D. ગાય
ઉત્તર:
C. કૂતરો

પ્રશ્ન 17.
શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયો?
A. માટીકામ
B. વણાટકામ
C. પશુપાલન
D. ગૂંથણકામ
ઉત્તર:
C. પશુપાલન

પ્રશ્ન 18.
કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા?
A. ખેતી અને પશુપાલન
B. શિકારી અને ચોકીદારી
C. વળાવીયા અને રખેવાળી
D. સવારી અને ખલાસી
ઉત્તર:
A. ખેતી અને પશુપાલન

પ્રશ્ન 19.
સ્થાયી થયેલા આદિમાનવમાં આવેલાં વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતનો સમાવેશ ન કરી શકાય?
A. ખોરાક
B. પોશાક
C. રહેઠાણ
D. શિક્ષણ
ઉત્તર:
D. શિક્ષણ

પ્રશ્ન 20.
પથ્થરમાંથી બનાવેલાં ખેતીનાં ઓજારોમાં કયા ઓજારનો સમાવેશ થતો નથી?
A. ખૂરપી
B. હળ
C. છીણી
D. દાતરડું
ઉત્તર:
B. હળ

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 21.
મેહરગઢ હાલ ક્યાં આવેલું છે?
A. ભારતમાં
B. પાકિસ્તાનમાં
C. અફઘાનિસ્તાનમાં
D. નેપાલમાં
ઉત્તર:
B. પાકિસ્તાનમાં

પ્રશ્ન 22.
મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?
A. માનવવસાહત અને ગેંડાના
B. ભેંસ, બળદ અને ઓજારોના
C. ઘઉં, જવ, ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારોના
D. ચોખા અને પ્રાણીઓનાં હાડકાંના
ઉત્તર:
C. ઘઉં, જવ, ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારોના

પ્રશ્ન 23.
બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે?
A. ચિરાંદથી
B. બુર્જહોમથી
C. કોલ્ડિહવાથી
D. મહાગઢથી
ઉત્તર:
A. ચિરાંદથી

પ્રશ્ન 24.
પુરાતત્ત્વશાસ્ત્રીએ શોધેલા પાષાણ યુગનાં પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી?
A. બુર્જહોમ
B. ધોળાવીરા
C. મેહરગઢ
D. લાંઘણજ
ઉત્તર:
B. ધોળાવીરા

પ્રશ્ન 25.
પુરાતન સ્થળેથી મળી આવેલા પથ્થરનાં તીક્ષ્ણ ઓજારો કયા કાર્યમાં વપરાતાં હશે?
A. ગૃહશોભામાં
B. પૂજા માટે
C. કૃષિકાર્ય માટે
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. કૃષિકાર્ય માટે

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 26.
ઇનામગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
A. ગુજરાતમાં
B. મહારાષ્ટ્રમાં
C. બિહારમાં
D. રાજસ્થાનમાં
ઉત્તર:
B. મહારાષ્ટ્રમાં

પ્રશ્ન 27.
ઇનામગામમાં કેવા આકારનાં ઘર મળી આવ્યાં છે?
A. ત્રિકોણ
B. ચોરસ
C. લંબચોરસ
D. ગોળ
ઉત્તર:
D. ગોળ

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. આદિમાનવો ………………………….. , હાડકાં અને લાકડાંનાં હથિયારોનો ઓજારો તરીકે ઉપયોગ કરતા.
ઉત્તર:
પથ્થર

2. આદિમાનવો ……………………… અને પ્રાણીઓનાં ચામડાંનો પોતાનું શરીર ઢાંકવા ઉપયોગ કરતા.
ઉત્તર:
વૃક્ષની છાલ

3. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ………………………. ગુફામાં રહેતો હતો.
ઉત્તર:
પ્રાકૃતિક

4. મધ્ય ભારતમાં ………………………… પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવી છે.
ઉત્તર:
વિધ્ય

5. ભીમબેટકાની ગુફાઓમાંથી આદિમાનવે દોરેલાં લગભગ ………………………… જેટલાં ચિત્રો મળી આવ્યાં છે.
ઉત્તર:
500
GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

6. લગભગ ……………………….. વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું હતું.
ઉત્તર:
12,000

7. આદિમાનવો ઝાડનાં થડ અને તેના જાડા લાકડામાંથી ……………………. બનાવતાં શીખ્યા હતા.
ઉત્તર:
ચક્ર (પૈડું)

8. આદિમાનવો ધાન્ય ઉગાડવા ………………………… નો ઉપયોગ કરતા હતા.
ઉત્તર:
પથ્થર

9. આદિમાનવો ……………………… ની આસપાસ ધાન્ય ઉગાડતા હતા.
ઉત્તર:
નદીકિનારા

10. અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીનાં ………………………….. બનાવવાની શરૂઆત કરી હતી.
ઉત્તરઃ
માટલાં અને ઘડા

11. શરૂઆતમાં આદિમાનવ ખેતીનાં ઓજારો ……………………… માંથી બનાવતો હતો.
ઉત્તર:
પથ્થરો

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

12. ઘઉં, જવ અને ઘેટાં-બકરાંનાં હાડકાંના અવશેષો હાલના પાકિસ્તાનમાં આવેલા ………………….. માંથી મળી આવેલા છે.
ઉત્તર:
મેહરગઢ

13. કોલ્ડિહવા પુરાતન સ્થળ ………………………… રાજ્યમાં આવેલું છે.
ઉત્તર:
ઉત્તર પ્રદેશ

14. ઉત્તર પ્રદેશના ……………………. માંથી ચોખા, ઘેટાં-બકરાં અને પથ્થરનાં ઓજારોના અવશેષો મળી આવ્યા છે.
ઉત્તર:
મહાગઢ

15. ગુજરાતના …………………….. માંથી માનવવસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે.
ઉત્તર:
લાંઘણજ

16. બુર્જહોમ અને ગુફકાલ પુરાતન સ્થળો ……………………….. રાજ્યમાં આવેલાં છે.
ઉત્તર:
કશ્મીર

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

17. ………………….. ને પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય.
ઉત્તર:
મેહરગઢ

18. આદિમાનવોએ ……………………….. ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના કોઠાર બનાવ્યા હતા.
ઉત્તર:
લંબચોરસ

19. મહારાષ્ટ્રના ……………………….. માંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવેલ છે.
ઉત્તર:
ઇનામગામ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

1. આદિમાનવો પ્રાચીન સમયમાં સ્થાયી જીવન જીવતા હતા.
ઉત્તર:
ખોટું

2. ભટકતા જીવન જીવતા આદિમાનવીને શિકારી કહેવામાં આવતો હતો.
ઉત્તર:
ખરું

૩. શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને ‘લોહયુગ’ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

4. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા.
ઉત્તર:
ખરું

5. ઇજનેરોએ આદિમાનવના વસવાટનાં સ્થળો બનાવ્યાં હતાં.
ઉત્તર:
ખોટું

6. આદિમાનવો લોખંડનાં ઓજારોનો ઉપયોગ કરતા હતા.
ઉત્તર:
ખોટું

7. આદિમાનવ શરીરને ઢાંકવા કાપડનો ઉપયોગ કરતા હતા.
ઉત્તર:
ખોટું

8. આદિમાનવોએ ગુફાઓની ભીંતો પર ચિત્રો દોર્યા હતાં.
ઉત્તર:
ખરું

9. શરૂઆતમાં આદિમાનવો માટીનાં મકાનોમાં રહેતા હતા.
ઉત્તર:
ખોટું

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

10. અગ્નિની શોધ એ માનવજીવનની ક્રાંતિકારી શોધ છે.
ઉત્તરઃ
ખરું

11. ઉત્તર ભારતમાં કુર્નલમાં આદિમાનવોની ગુફાઓ મળી આવી છે.
ઉત્તર:
ખોટું

12. 5000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરતો હતો.
ઉત્તર:
ખોટું

13. આદિમાનવ લોખંડમાંથી ચક્ર (પડું) બનાવતો હતો.
ઉત્તર:
ખોટું

14. ઘાસનાં ક્ષેત્રો ઊભાં થવાથી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી.
ઉત્તર:
ખરું

15. તૃણાહારી પ્રાણીઓની રીતભાતોના અભ્યાસ કરવાથી આદિમાનવનો માનસિક વિકાસ થયો.
ઉત્તર:
ખરું

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

16. આદિમાનવો ઊંચા પર્વતો ઉપર ધાન્ય ઉગાડતા હતા.
ઉત્તર:
ખોટું

17. ખેતીની શરૂઆત થતાં આદિમાનવ ક્રમશઃ સ્થાયી જીવન જીવવા લાગ્યો.
ઉત્તર:
ખરું

18. આદિમાનવો દૂધ માટે પશુઓ પાળતા હતા.
ઉત્તર:
ખરું

19. આદિમાનવો ખેતીનાં ઓજારો પથ્થરોમાંથી બનાવતા.
ઉત્તર:
ખરું

20. આદિમાનવો ધાતુનાં વાસણોમાં રસોઈ બનાવતા.
ઉત્તર:
ખોટું

21. મેહરગઢના લોકો ગોળાકાર ઘરોમાં રહેતા હતા.
ઉત્તર:
ખોટું

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

22. ઇનામગામના લોકો બાજરી અને જવ પકવતા હતા.
ઉત્તર:
ખરું

બંધબેસતાં જોડકાં જોડો:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) ઘઉં, જવ, ઘેટાં-બકરાં અને પથ્થરનાં ઓજારો (1) લાંઘણજ (ગુજરાત)
(2) ચોખા અને પ્રાણીઓના હાડકાં (2) ચિરાંદ (બિહાર)
(3) માનવવસાહતો અને ગેંડો (૩) કોલ્ડિહવા (ઉત્તર પ્રદેશ)
(4) ઘઉં, મસૂર, કૂતરાં અને ખાડાવાળાં મકાન (4) મેહરગઢ (હાલ પાકિસ્તાન)
(5) ભેંસ, બળદ અને ઓજારો (5) બુર્જહોમ અને ગુફઝાલ (કશ્મીર)

 ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) ઘઉં, જવ, ઘેટાં-બકરાં અને પથ્થરનાં ઓજારો (4) મેહરગઢ (હાલ પાકિસ્તાન)
(2) ચોખા અને પ્રાણીઓના હાડકાં (૩) કોલ્ડિહવા (ઉત્તર પ્રદેશ)
(3) માનવવસાહતો અને ગેંડો (1) લાંઘણજ (ગુજરાત)
(4) ઘઉં, મસૂર, કૂતરાં અને ખાડાવાળાં મકાન (5) બુર્જહોમ અને ગુફઝાલ (કશ્મીર)
(5) ભેંસ, બળદ અને ઓજારો (2) ચિરાંદ (બિહાર)

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
આદિમાનવો એટલે કોણ?
ઉત્તર:
આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો.

પ્રશ્ન 2.
આશરે વીસ લાખ વર્ષો પહેલાંના આદિમાનવો કેવી રીતે પોતાનો સમય પસાર કરતા?
ઉત્તર:
આશરે વીસ લાખ વર્ષો પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવીને અને શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 3.
આદિમાનવની શરૂઆતની અવસ્થાને શું કહેવામાં આવે છે?
ઉત્તર:
આદિમાનવની શરૂઆતની અવસ્થાને ‘Hunter and Gatherers’ (શિકાર કરવો અને એકઠું કરવું) કહેવામાં આવે છે.

પ્રશ્ન 4.
આદિમાનવો ખોરાક કેવી રીતે મેળવતા?
ઉત્તર:
આદિમાનવો હરણ જેવાં જંગલી પ્રાણીઓ તથા માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરીને, તેમજ કંદમૂળ અને ફળોને એકઠાં કરીને ખોરાક મેળવતા.

પ્રશ્ન 5.
આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે ભટકતો રહેતો હતો?
ઉત્તર:
આદિમાનવ ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો હતો.

પ્રશ્ન 6.
ભારતમાં આદિમાનવનાં વસવાટનાં સ્થળો કોણે શોધી કાઢ્યાં હતાં?
ઉત્તર:
ભારતમાં આદિમાનવનાં વસવાટનાં સ્થળો પુરાતત્ત્વશાસ્ત્રી, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ શોધી કાઢયાં હતાં.

પ્રશ્ન 7.
ભટકતા જીવન દરમિયાન આદિમાનવ ફળો અને કંદમૂળ વિશે જાણકારી મેળવતો શાથી થયો હતો?
ઉત્તર:
ઘણી ઝેરી વનસ્પતિઓ ખાવાથી મનુષ્યોનાં મૃત્યુ થતાં હતાં. આ પરથી ભટકતા જીવન દરમિયાન આદિમાનવ ફળો અને કંદમૂળ વિશે જાણકારી મેળવતો થયો હતો.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 8.
આદિમાનવો કેવાં હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા?
ઉત્તર:
આદિમાનવો પથ્થરનાં, લાકડાનાં અને હાડકાંનાં હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા.

પ્રશ્ન 9.
આદિમાનવોના શરૂઆતના સમયને પાષાણ યુગ શા માટે કહે છે?
ઉત્તર:
આદિમાનવો પથ્થરની ટેક્નોલૉજી સાથે સંકળાયેલા હોવાથી તેમના શરૂઆતના સમયને ‘પાષાણ યુગ’ કહે છે.

પ્રશ્ન 10.
પાષાણયુગીન હથિયારોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો?
ઉત્તર:
પાષાણયુગીન હથિયારોનો ઉપયોગ વનસ્પતિને કાપવા તેમજ પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવામાં કરવામાં આવતો.

પ્રશ્ન 11.
આદિમાનવો કેવાં સ્થળોએ રહેવાનું પસંદ કરતા?
ઉત્તર:
જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડાં અને પાણી મળી રહે તેવાં સ્થળોએ આદિમાનવો રહેવાનું પસંદ કરતા.

પ્રશ્ન 12.
ભીમબેટકાની ગુફાઓમાં કેવાં અને કેટલાં ચિત્રો મળી આવ્યાં છે?
ઉત્તર:
ભીમબેટકાની ગુફાઓમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવીનાં લગભગ 500 ચિત્રો મળી આવ્યાં છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 13.
વિંધ્ય પર્વતમાળામાં કઈ નદીની આસપાસના પ્રદેશોમાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે?
ઉત્તર:
વિંધ્ય પર્વતમાળામાં નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે.

પ્રશ્ન 14.
આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કઈ રીતે કહી શકાય?
ઉત્તર:
દક્ષિણ ભારતમાં આવેલા કુર્નલમાંથી રાખના અવશેષો મળ્યા છે. એ પરથી કહી શકાય કે આદિમાનવો અગ્નિથી પરિચિત હશે.

પ્રશ્ન 15.
આદિમાનવના જીવનમાં કઈ બે શોધોએ મહત્ત્વનું પરિવર્તન કર્યું?
ઉત્તર:
આદિમાનવના જીવનમાં આ બે શોધોએ મહત્ત્વનું પરિવર્તન કર્યું:

  1. અગ્નિ અને
  2. ચક્ર (પડું).

પ્રશ્ન 16.
આદિમાનવ અગ્નિનો કયો કયો ઉપયોગ કરતા હતા?
ઉત્તર:
આદિમાનવ અગ્નિનો આ પ્રમાણે ઉપયોગ કરતા હતા:

  1. શિકાર કરીને લાવેલાં પ્રાણીઓને માંસને શેકવામાં (પકવવામાં),
  2. પોતાની ગુફામાં અજવાળું કરવા માટે અને
  3. ગુફા આગળ તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે

પ્રશ્ન 17.
આદિમાનવ સૌપ્રથમ ચક્ર (પૈડું) બનાવતાં કેવી રીતે શીખ્યો હતો?
ઉત્તર:
વૃક્ષના થડ અને તેના જાડા લાકડામાંથી આદિમાનવ સૌપ્રથમ ચક્ર (પૈડું) બનાવતાં શીખ્યો હતો.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 18.
વાતાવરણમાં પરિવર્તન આવતાં કયાં પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી?
ઉત્તર:
વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતાં હરણ, ઘેટાંબકરાં જેવાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી.

પ્રશ્ન 19.
વિશ્વમાં વૃક્ષો, વનસ્પતિ અને ઘાસનાં ક્ષેત્રો કેવી રીતે ઊભાં થયાં?
ઉત્તર:
આજથી આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. પરિણામે દુનિયાનાં અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતાં વનસ્પતિ અને ઘાસનાં ક્ષેત્રો ઊભાં થયાં.

પ્રશ્ન 20.
આદિમાનવ ધાન્ય ઉગાડવા શેનો ઉપયોગ કરતો હતો?
ઉત્તર:
આદિમાનવ ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરતો હતો.

પ્રશ્ન 21.
ગુફાવાસી જીવન પછી આદિમાનવ કેવાં મકાનોમાં રહેતો હતો?
ઉત્તર:
ગુફાવાસી જીવન પછી આદિમાનવ ધાન્ય ઊગતું હોય તેની આસપાસ ગારા-માટી અને ઘાસથી બનાવેલાં મકાનોમાં રહેતો હતો.

પ્રશ્ન 22.
આદિમાનવ કેવાં પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો?
ઉત્તર:
આદિમાનવ કૂતરાં, ઘેટાં-બકરાં, ગાય અને ભેંસ, ભૂંડ વગેરે પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો.

પ્રશ્ન 23.
કઈ પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો?
ઉત્તર:
કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 24.
ભટક્તા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં શામાં પરિવર્તન આવ્યા?
ઉત્તર:
ભટકતા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યાં.

પ્રશ્ન 25.
આદિમાનવ પથ્થરમાંથી ખેતીનાં કયાં ઓજારો બનાવતો હતો?
ઉત્તર:
આદિમાનવ પથ્થરમાંથી ખૂરપી, છીણી, દાતરડાં જેવાં ખેતીનાં ઓજારો બનાવતો હતો.

પ્રશ્ન 26.
સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાક શો હતો?
ઉત્તર:
જે સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાકમાં ઘઉં, જવ અને પશુઓના માંસ તથા માછલી તેમજ કંદમૂળ અને ફળો વગેરે હતાં.

પ્રશ્ન 27.
પુરાતત્ત્વશાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોનાં કયાં કયાં સ્થળો શોધ્યાં હતાં?
ઉત્તર:
પુરાતત્ત્વશાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોનાં બુર્જહોમ, ગુફઝાલ, હુરંગી, મેહરગઢ, લાંઘણજ, ભીમબેટકા વગેરે સ્થળો શોધ્યાં હતાં.

પ્રશ્ન 28.
કયાં પુરાતન સ્થળોના અવશેષોના આધારે આદિમાનવની ખેતીની માહિતી જાણવા મળે છે?
ઉત્તર:
મેહરગઢ અને ઇનામગામ જેવાં પુરાતન સ્થળોએથી મળેલા અવશેષોના આધારે આદિમાનવની ખેતીની માહિતી જાણવા મળે છે.

પ્રશ્ન 29.
મેહરગઢ હાલ ક્યાં આવેલું છે?
ઉત્તર:
મેહરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 30.
બાળકોના મૃતદેહોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે?
ઉત્તર:
બાળકોના મૃતદેહોના અવશેષો મહારાષ્ટ્રના ઇનામગામ નામના પુરાતન સ્થળેથી મળી આવ્યા છે.

પ્રશ્ન 31.
મેહરગઢમાં મળી આવેલાં ઘરો કેવાં હતાં? તે ઘરોમાંથી શું મળી આવ્યું છે?
ઉત્તર:
મેહરગઢમાં મળી આવેલાં ઘરો લંબચોરસ હતાં. તે ઘરોમાંથી અનાજનો સંગ્રહ કરવાના નાના કોઠારો મળી આવ્યા છે.

પ્રશ્ન 32.
આદિકાળમાં મનુષ્યના શબની સાથે બકરીને દફનાવવાનો પુરાવો કઈ માન્યતા સૂચવે છે?
ઉત્તર:
મેહરગઢમાં મનુષ્યના શબની સાથે બકરીને દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત મનુષ્યના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે.

પ્રશ્ન 33.
ઇનામગામના અવશેષોના આધારે ત્યાંના લોકોના જીવન વિશે શું કહી શકાય?
ઉત્તર:
મહારાષ્ટ્રના ઇનામગામમાં મળી આવેલા અવશેષોના આધારે કહી શકાય કે, આ સમયના લોકો ગોળ ઘરોમાં રહેતા હતા, પશુપાલન કરતા હતા તથા બાજરી અને જવ જેવાં અનાજ પકવતા હતા.

પ્રશ્ન 34.
ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે?
ઉત્તર:
ભીમબેટકાની ગુફા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલી છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપોઃ

પ્રશ્ન 1.
પાષાણ યુગ
ઉત્તર :
પથ્થરની ટેકનોલૉજી સાથે સંકળાયેલા માનવીનો સમયકાળ એટલે પાષાણ યુગ.

પ્રશ્ન 2.
આદિમાનવ
ઉત્તરઃ
આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો.

પ્રશ્ન 3.
પુરાતત્ત્વશાસ્ત્રીઓ
ઉત્તર:
ભૂતકાળની માહિતીનું સંશોધન કરનારાઓને પુરાતત્ત્વશાસ્ત્રીઓ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેઓ Archaeologist કહેવાય છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
આદિમાનવ શા માટે ભટકતું જીવન જીવતો હતો?
ઉત્તરઃ
આદિમાનવ હરણ, ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠાં કરીને ખોરાક મેળવતો. ખોરાક મેળવવામાં જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો કરવો પડતો. વળી, કેટલાંક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતાં નહિ એટલે એમની પાછળ દોડવું પડતું. હરણ, ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓ સરળતાથી મારી શકાતાં હોવાથી તેમને શોધવા આદિમાનવ ભટકતા રહેતા. આ ઉપરાંત, પાણીની જરૂરિયાત માટે પાણી મળી રહે તેવી જગ્યાઓ શોધવાની હતી. આમ, ખોરાક, પાણી અને રહેઠાણની શોધમાં આદિમાનવ ભટક્ત જીવન જીવતો હતો.

પ્રશ્ન 2.
આદિમાનવ કયાં કયાં ઓજારો બનાવતો હતો? એ ઓજારોનો તે ક્યાં ક્યાં ઉપયોગ કરતો હતો?
ઉત્તરઃ
આદિમાનવ પથ્થર, લાકડાં અને ક્યારેક હાડકાંનાં ઓજારો બનાવતો હતો. આદિમાનવ પથ્થરનાં ઓજારોનો ઉપયોગ વનસ્પતિને કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવામાં કરતો. એ ચામડીમાંથી તે પોતાના શરીરને ઢાંકવા માટે પોશાક બનાવતો. પથ્થરમાંથી તે પૂરપી, છીણી, દાંતરડાં જેવાં ખેતીનાં ઓજારો પણ બનાવતો હતો.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 3.
ટૂંક નોંધ લખોઃ બદલાતું પર્યાવરણ
અથવા
વાતાવરણમાં પરિવર્તન આવવાથી આદિમાનવોના જીવન પર શી અસરો થઈ?
ઉત્તર:
આશરે 12,000 વર્ષો પહેલાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવવાથી વિશ્વનાં અનેક ક્ષેત્રોમાં તાપમાનમાં વધારો થયો. પરિણામે પૃથ્વી પર ઘણો ફેરફાર થયો, જે આ મુજબ છે:

  1. વિશ્વમાં ઘણી જગ્યાએ ઘાસનાં ક્ષેત્રો ઊભાં થયાં. પરિણામે હરણ, ઘેટાં અને બકરાં જેવાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી.
  2. તૃણાહારી પ્રાણીઓ આદિમાનવોને અનેક રીતે ઉપયોગી હતાં. આથી તેઓ આવાં પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા.
  3. વાતાવરણના ફેરફારના કારણે ઘાસ, વૃક્ષ અને વનસ્પતિની સાથે ઘઉં, જવ જેવાં ધાન્યો ઊગવા લાગ્યાં.
  4. આવા પાકો ઉપયોગી જણાતાં આદિમાનવો કુતૂહલવૃત્તિથી અનાજના દાણા એકઠા કરીને વાવવા લાગ્યા. એટલે કે ભારતમાં ખેતીની શરૂઆત થઈ.
  5. ખેતીની શરૂઆત થતાં ખેતરોની આસપાસ આદિમાનવો માટી-ઘાસનાં કાચાં મકાનો બનાવી રહેવા લાગ્યા.
  6. સ્થાયી થયેલા આદિમાનવોનો પ્રથમ સાથીદાર કૂતરો હતો. આ સિવાય ગાય, ભેંસ અને બળદ જેવાં પાલતુ પ્રાણીઓ સાથે તેઓ રહેવા લાગ્યા અને તેમનું હિંસક પ્રાણીઓથી રક્ષણ કરવા લાગ્યા.

પ્રશ્ન 4.
સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિઓ જણાવો.
ઉત્તર:
સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે:

  1. પાણી મળી રહે તેવી જગ્યાએ અનાજનો પાક તૈયાર કરવો.
  2. એકઠા કરેલા અનાજના સંગ્રહ કરવા કોઠાર અને માટીના ઘડા બનાવવા.
  3. ખોરાક માટે અનાજ, ફળ, માંસ અને માછલાં એકઠાં કરવાં.
  4. ખૂરપી, છીણી અને દાતરડાં જેવાં ખેતઓજારો બનાવવાં.

પ્રશ્ન 5.
એક પુરાતન સ્થળ તરીકે ભીમબેટકાનો પરિચય આપો.
ઉત્તરઃ
મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના ખીણ પ્રદેશમાં ભીમબેટકા નામની ગુફા મળી આવી છે. તે આદિમાનવના વસવાટનું એક પુરાતન ઉત્તમ સ્થળ છે. ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવે દોરેલાં પક્ષીઓ, હરણ, લાકડાંના ભાલા, વૃક્ષો તેમજ માનવોનાં લગભગ 500 જેટલાં ચિત્રો મળી આવ્યાં છે. આ તમામ ચિત્રો પ્રાકૃતિક રંગો વડે દોરેલાં છે.

પ્રશ્ન 6.
આદિમાનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો?
ઉત્તરઃ

  1. આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતો હતો ત્યારે હરણ અને ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓનો શિકાર કરીને તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરતો.
  2. તેમનાં ચામડાંનો ઉપયોગ તે શરીરને ઢાંકવા માટે કરતો.
  3. તેણે પ્રાણીઓને મિત્રો બનાવ્યાં. કૂતરો આદિમાનવનો પ્રથમ સાથીદાર બન્યો હતો.
  4. આદિમાનવે કેટલાંક પ્રાણીઓને પાલતુ બનાવ્યાં. પરિણામે પશુપાલનની પ્રવૃત્તિ શરૂ થઈ.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 7.
એક પુરાતન સ્થળ તરીકે મેહરગઢનો પરિચય આપો.
ઉત્તરઃ
મેહરગઢ પ્રાચીન ભારતનું સૌથી પુરાતન ગામ છે. તે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે. અહીંથી લોકોએ ઘઉં અને જવની રે ખેતીની શરૂઆત કરી હતી. અહીંના લોકો ઘેટાં-બકરાં પાળતા, ખેતી કરતા અને અનાજનો સંગ્રહ કરતા. અહીંથી પ્રાણીઓનાં હાડકાં પણ છે મળી આવ્યાં છે. મેહરગઢના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા હતા. એ ઘરોમાંથી અનાજસંગ્રહ કરવાના નાના કોઠારો પણ મળી આવ્યા છે.

મેહરગઢના લોકો શબને માન-સમ્માનથી દફનાવતા હતા. એક સ્થળે મનુષ્યના શબની સાથે બકરીને પણ દફનાવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા દર્શાવે છે.

નીચેના વિધાનોનાં ઐતિહાસિક કારણો આપોઃ

પ્રશ્ન 1.
આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો.
ઉત્તર:
આદિમાનવ હરણ, ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠાં કરીને ખોરાક મેળવતો. ખોરાક મેળવવામાં જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો કરવો પડતો. વળી, કેટલાંક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતાં નહિ એટલે એમની પાછળ દોડવું પડતું. હરણ, ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓ સરળતાથી મારી શકાતાં હોવાથી તેમને શોધવા આદિમાનવ ભટકતા રહેતા. આ ઉપરાંત, પાણીની જરૂરિયાત માટે પાણી મળી રહે તેવી જગ્યાઓ શોધવાની હતી. આમ, ખોરાક, પાણી અને રહેઠાણની શોધમાં આદિમાનવ ભટક્ત જીવન જીવતો હતો.

પ્રશ્ન 2.
આદિમાનવો પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા.
ઉત્તર:
શરૂઆતના સમયમાં આદિમાનવો ભટકતું જીવન જીવતા હતા. તેઓ જ્યાં હરણ, ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓ અને પાણી મળી જાય તેવા સ્થળો શોધતા. આથી જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડાં અને પાણી મળી રહે તેવાં સ્થળોએ તેઓ રોકાતા. અહીં હિંસક પ્રાણીઓ અને વરસાદથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા.

પ્રશ્ન 3.
અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું.
ઉત્તર:
અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો:

  1. શિકાર કરીને લાવેલાં પ્રાણીઓનું માંસ પકવવા માટે.
  2. પોતાની ગુફામાં અજવાળું કરવા માટે.
  3. ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે.
  4. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે.

પ્રશ્ન 4.
ભારતમાં ખેતીની શરૂઆત આદિમાનવના સ્થાયી જીવન માટે કારણરૂપ બની.
ઉત્તર:
આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતાં વનસ્પતિ અને ઘાસનાં ક્ષેત્રો ઊભાં થયાં. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું નહોતું, કારણ કે પાકને ઊગતાં થોડો સમય લાગે છે. તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે. ઘઉં, જવ અને બાજરી જેવાં ધાન્યો આદિમાનવનાં ખોરાક માટે ઉપયોગી બન્યાં હતાં. પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું. આમ, ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન 5.
આદિમાનવના સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે.
ઉત્તર:
શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવનું જીવન પથ્થર સાથે જોડાયેલું હતું. તેનાં હથિયારો અને ઓજારો પથ્થરનાં હતાં. તેની ગુફાઓ પણ પથ્થરની હતી. આમ, આદિમાનવ પથ્થરની ટેક્નોલૉજી સાથે સંકળાયેલો હોવાથી તેના સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે.

વિચારો પ્રશ્નોત્તર

પ્રશ્ન. 1.
આજના આપણા જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલે છે? ચર્ચા કરો.
ઉત્તર:
આજના આપણા જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલતું નથી. અગ્નિ આપણા જીવનનો એક હિસ્સો છે. ખોરાક શેકવામાં, બાફવામાં, તળવામાં અગ્નિની જરૂર પડે છે. અગ્નિ વિના આપણો ખોરાક કાચો હોય. આમ, સ્વાદિષ્ટ ભોજન બનાવવા અગ્નિની જરૂર પડે છે. આ ઉપરાંત, ખેતીના ઘાસને બાળવા, લોખંડનાં ઓજારો બનાવવા, જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ બનાવવા, ઔદ્યોગિક એકમો ચલાવવા, ક્યાંક રેલગાડીનાં એન્જિન ચલાવવાં તેમજ ધાર્મિક અને સામાજિક વિધિઓ કરવા અગ્નિની જરૂર પડે છે. આમ, માનવીના જન્મથી મૃત્યુ સુધીની યાત્રા અગ્નિ સાથે જોડાયેલી છે.

પ્રશ્ન. 2.
પ્રારંભિક જીવનમાં ચક્રની શોધે કઈ કઈ ક્રાંતિ કરી – હશે? ચર્ચા કરો.
ઉત્તર:
પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ થતાં આદિમાનવે બળદગાડું, ઘોડાગાડી અને ઊંટગાડી બનાવી અને તેમને ચલાવવા માટે તે પશુઓનો ઉપયોગ કરવા માંડ્યો. એ વાહનોને લીધે આદિમાનવનું જીવન સરળ બન્યું; મુસાફરી અને માલસામાનની હેરફેર ઝડપી બની. પગપાળા મુસાફરી બંધ થતાં સમયની બચત થઈ. પરિણામે આદિમાનવ નવું નવું વિચારતો થયો. આમ, ચક્રની શોધને લીધે આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. ચક્રની શોધને માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે.

પ્રવૃત્તિઓ
1. પથ્થરનાં ઓજારો અને હથિયારોનો ઉપયોગ થતો હોય તેવાં કામોની યાદી બનાવો.
2. પ્રાચીન સમયનાં અને વર્તમાન સમયનાં મકાનો બનાવવામાં વપરાતી સામગ્રીની યાદી બનાવો અને તેનું નીચે મુજબ વર્ગીકરણ કરો:
(1) પ્રાચીન સમયનાં મકાનો બનાવવા માટે વપરાતી સામગ્રી
(2) વર્તમાન સમયનાં મકાનો બનાવવા માટે વપરાતી સામગ્રી
(3) બંને સમયમાં સામ્ય ધરાવતી સામગ્રી
3. તમારી કલ્પના મુજબ આદિમાનવનાં રહેઠાણોનાં ચિત્રો તૈયાર કરો.
4. વર્તમાન સમયમાં પથ્થરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેની યાદી બનાવો.
5. પાષાણ યુગના સમયમાં લોકો કઈ કઈ પ્રવૃત્તિઓ કરતા હતા? યાદી તૈયાર કરો.
6. તમારા વિષયશિક્ષકની મદદથી ઈન્ટરનેટ પરથી અથવા શાળાની લાઇબ્રેરીમાંથી પુસ્તકો મેળવીને પુરાતન સ્થળોના ફોટા અને માહિતી મેળવો.
7. તમારા ઘરનું ચિત્ર બનાવો.

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

HOTs પ્રણોત્તર
નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના માં લખો:

પ્રશ્ન. 1.
નીચે આપેલું ચિત્ર કયા પુરાતન સ્થળનું છે?
GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર 1
A. ભીમબેટકા(મધ્ય પ્રદેશ)નું
B. હુંક્શી(કર્ણાટક)નું
C. કુનૂલ(સીમ્રાંધા)નું
D. મેહરગઢ(પાકિસ્તાન)નું
ઉત્તર:
A. ભીમબેટકા(મધ્ય પ્રદેશ)નું

પ્રશ્ન. 2.
નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?
A. હિમાલયની પર્વતમાળામાંથી
B. સુલેમાન પર્વતમાળામાંથી
C. વિંધ્ય પર્વતમાળામાંથી
D. અરવલ્લી પર્વતમાળામાંથી
ઉત્તર:
C. વિંધ્ય પર્વતમાળામાંથી

પ્રશ્ન. 3.
નીચે આપેલ પુરાતન સ્થળ અને તેમાંથી મળી આવેલા અવશેષોનું કયું જોડકું ખોટું છે?
A. મેહરગઢ – ઘઉં-જવની ખેતી
B. ધોળાવીરા – રાખના અવશેષો
C. ઇનામગામ – બાળકોના મૃતદેહોના અવશેષો
D. લાંઘણજ – માનવવસાહત અને ગેંડો
ઉત્તર:
B. ધોળાવીરા – રાખના અવશેષો

પ્રશ્ન. 4.
પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી?
A. અનાજના દાણા
B પશુઓનાં હાડકાં
C. રમકડાં
D. ખેતીનાં ઓજારો
ઉત્તર:
C. રમકડાં

પ્રશ્ન. 5.
ઘાસનાં ક્ષેત્રો ઊભાં થવાથી કયાં પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો?
A. હિંસક પ્રાણીઓ
B. મહાકાય પ્રાણીઓ
C. તૃણાહારી પ્રાણીઓ
D. જળચર પ્રાણીઓ
ઉત્તર:
C. તૃણાહારી પ્રાણીઓ

GSEB Class 6 Social Science Important Questions Chapter 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

પ્રશ્ન. 6.
આદિમાનવના સ્થાયી જીવન માટે નીચેનામાંથી કઈ બાબત જવાબદાર નથી?
A. ખેતીની શરૂઆત થવાથી.
B. પશુઓ સાથે સમાયોજન શરૂ થવાથી.
C. ગારા-માટી અને ઘાસનાં રહેઠાણો ઊભાં થવાથી.
D. એક જગ્યાએ ગૃહઉદ્યોગો શરૂ કરવાથી.
ઉત્તર:
D. એક જગ્યાએ ગૃહઉદ્યોગો શરૂ કરવાથી.

પ્રશ્ન. 7.
નીચેના પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવવસાહતનું નથી?
A. ભીમબેટકા
B. ઉજ્જૈન,
C. ઈનામગામ
D. મહાગઢા
ઉત્તર:
B. ઉજ્જૈન,

પ્રશ્ન. 8.
ભારતમાંથી મળી આવેલ પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી?
A. ગુફાએ આદિમાનવના રહેઠાણ માટેનું સ્થળ હતું.
B. આદિમાનવોએ ગુફાઓમાં ભીંતચિત્રો દોર્યા હતાં.
C. આદિમાનવ ગુફાઓમાં રહી લોખંડનાં ઓજારો બનાવતો હતો.
D. કર્નલની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા હતા.
ઉત્તર:
C. આદિમાનવ ગુફાઓમાં રહી લોખંડનાં ઓજારો બનાવતો હતો.

પ્રશ્ન. 9.
નીચે આપેલ કઈ જોડ સાચી છે?
A. મહાગઢા – ચોખા
B બુર્જહોમ – મસૂરી
C. મેહરગઢ – ઘઉં
D. આપેલ ત્રણેય
ઉત્તર:
D. આપેલ ત્રણેય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *