GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

   

Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ Important Questions and Answers.

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે?
A. ગણિત
B. રાજનીતિશાસ્ત્ર
C. ઇતિહાસ
D. ભૂગોળ
ઉત્તર:
C. ઇતિહાસ

પ્રશ્ન 2.
ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?
A. હસ્તપ્રતો
B. તાડપત્રો
C. ભોજપત્રો
D. તમાલપત્રો
ઉત્તર:
D. તમાલપત્રો

પ્રશ્ન 3.
હિમાલયમાં થતાં કયાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી?
A. ચીડ
B. ભૂર્જ
C. દેવદાર
D. કેળ
ઉત્તર:
B. ભૂર્જ

પ્રશ્ન 4.
પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે?
A. સરકારી દફતરમાં
B. મંદિરો અને મઠોમાં
C. સચિવાલયમાં
D. સરકારી તિજોરી(ટ્રેઝરી)માં
ઉત્તર:
B. મંદિરો અને મઠોમાં

પ્રશ્ન 5.
શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે?
A. અભિલેખો
B. ભોજપત્ર
C. તાડપત્ર
D. દસ્તાવેજ
ઉત્તર:
A. અભિલેખો

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 6.
કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?
A. અકબરના
B. સિદ્ધરાજ જયસિંહના
C. મિહિર ભોજના
D. અશોકના
ઉત્તર:
D. અશોકના

પ્રશ્ન 7.
પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા?
A. શિકારીઓ
B. રાજાઓ
C. માછીમારો
D. પશુપાલકો
ઉત્તર:
B. રાજાઓ

પ્રશ્ન 8.
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય?
A. ભોજપત્ર
B. તાડપત્ર
C. ખતપત્ર
D. તામ્રપત્ર
ઉત્તર:
D. તામ્રપત્ર

પ્રશ્ન 9.
ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે?
A. ઈ. સ. પૂર્વે 5મી સદીના
B. ઈ. સ.ની 2જી સદીના
C. ઈ. સ.ની 5મી સદીના
D. ઈ. સ.ની 7મી સદીના
ઉત્તર:
A. ઈ. સ. પૂર્વે 5મી સદીના

પ્રશ્ન 10.
ઐતિહાસિક સ્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે?
A. ભૂસ્તરશાસ્ત્રી
B. ખગોળશાસ્ત્રી
C. આંકડાશાસ્ત્રી
D. પુરાતત્ત્વશાસ્ત્રી
ઉત્તર:
D. પુરાતત્ત્વશાસ્ત્રી

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 11.
નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી?
A. સર થૉમસ રોનો
B. મેગેસ્થનીસનો
C. ફાહિયાનનો
D. યુઅન ગ્વાંગનો
ઉત્તર:
A. સર થૉમસ રોનો

પ્રશ્ન 12.
ઇતિહાસકારોનાં સંશોધનોથી આપણને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાનાં દર્શન થાય છે?
A. ગંગાના
B. યમુનાના
C. સરસ્વતીના
D. સિંધુના
ઉત્તર:
D. સિંધુના

પ્રશ્ન 13.
ભારતમાં કેટલાં વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યાં હતાં?
A. 10,000 વર્ષ પહેલાં
B. 4500 વર્ષ પહેલાં
C. 8000 વર્ષ પહેલાં
D. 2000 વર્ષ પહેલાં
ઉત્તર:
B. 4500 વર્ષ પહેલાં

પ્રશ્ન 14.
ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા?
A. ગંગેય
B. ઈન્ડસ
C. હિન્ડોસ
D. ઇન્ડિયા
ઉત્તર:
C. હિન્ડોસ

પ્રશ્ન 15.
ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા?
A. ગંગેય
B. ઇન્ડસ
C. હિન્ડોસ
D. ઇન્ડિયા
ઉત્તર:
B. ઇન્ડસ

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 16.
કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે?
A. સટ્વેદમાંથી
B. સામવેદમાંથી
C. અથર્વવેદમાંથી
D. યજુર્વેદમાંથી
ઉત્તર:
A. સટ્વેદમાંથી

પ્રશ્ન 17.
ઈસવી સનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષથી કરવામાં આવેલ છે?
A. જૈનધર્મના
B. બૌદ્ધધર્મના
C. ખ્રિસ્તી ધર્મના
D. ઇસ્લામ ધર્મના
ઉત્તર:
C. ખ્રિસ્તી ધર્મના

પ્રશ્ન 18.
ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા?
A. ઈસુ ખ્રિસ્ત
B. અષો જરથુષ્ટ્ર
C. હજરત મહંમદ પયગંબર
D. ગૌતમ બુદ્ધ
ઉત્તર:
A. ઈસુ ખ્રિસ્ત

પ્રશ્ન 19.
ઈ. સ. 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં કેટલાં વર્ષ?
A. 20 વર્ષ
B. 2020 વર્ષ
C. 220 વર્ષ
D. 2000 વર્ષ
ઉત્તર:
B. 2020 વર્ષ

પ્રશ્ન 20.
કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે?
A. ગૌતમ બુદ્ધના
B. મહાવીર સ્વામીના
C. ઈસુ ખ્રિસ્તના
D. હજરત મહંમદ પયગંબરના
ઉત્તર:
C. ઈસુ ખ્રિસ્તના

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 21.
ઘણી વાર સાલવારીને ADને બદલે કઈ રીતે લખવામાં આવે છે?
A. C.E.
B. B.C.
C. B.C.E.
D. ઈ. સ. પૂર્વે
ઉત્તર:
A. C.E.

પ્રશ્ન 22.
ઘણી વાર સાલવારીને BCને બદલે કઈ રીતે લખવામાં આવે છે?
A. C.E.
B. B.C.
C. B.C.E.
D. ઈસવી સન
ઉત્તર:
C. B.C.E.

પ્રશ્ન 23.
સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય?
A. C.E.
B. B.C.
C. B.C.E.
D. B.P.
ઉત્તર:
A. C.E.

પ્રશ્ન 24.
રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરતા?
A. તાડપત્ર
B. ભોજપત્ર
C. અભિલેખો
D. ડાયરી
ઉત્તર:
C. અભિલેખો

પ્રશ્ન 25.
‘ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે.’ તમે આ કેવી રીતે જાણી શક્યા?
A. ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે
B. લોકકથા અને દંતકથાના આધારે
C. નવા શહેરની બાંધણીના આધારે
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 26.
તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી?
A. ભોજપત્રને
B. તાડપત્રને
C. તામ્રપત્રને
D. A અને
B બંનેને
ઉત્તર:
C. તામ્રપત્રને

યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ઇતિહાસ માનવસમાજના …………………….. ની માહિતી આપે છે.
ઉત્તર:
ભૂતકાળ

2. સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન ……………………… નો પરિચય કરાવે છે.
ઉત્તર:
સમાજજીવન

૩. પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ………………………… ને આપણી સમક્ષ જીવંત કરે છે.
ઉત્તર:
ભૂતકાળ

4. આપણે આપણા દેશને આ બે નામોથી ઓળખીએ છીએ: ……………………… અને ………………………… .
ઉત્તર:
ઇન્ડિયા, ભારત

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

5. પ્રાચીન સમયમાં લોકો તાડના પર્ણ પર ………………………. લખતા.
ઉત્તર:
હસ્તપ્રત

6. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, ગાંધીનગર જિલ્લામાં …………………….. ખાતે આવેલ છે.
ઉત્તર:
કોબા

7. ઘણી વાર BP એટલે કે ………………………. શબ્દનો પણ ઉપયોગ થાય છે.
ઉત્તર:
Before Present

8. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના ………………………….. છે.
ઉત્તર:
વિદ્વાનો

9. ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી ……………………….. અને …………………………. પર લખેલી હસ્તપ્રતોમાંથી મળે છે.
ઉત્તર:
તાડપત્ર, ભોજપત્ર

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

1. ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલાં પરિવર્તનોથી માહિતગાર કરે છે.
ઉત્તર:
ખરું

2. ઇતિહાસ આપણને વર્તમાનકાળના જુદા જ જીવનની સફર કરાવે છે.
ઉત્તર:
ખોટું

3. તાડપત્ર એટલે તાડ વૃક્ષની છાલ પર લખાયેલી હસ્તપ્રત.
ઉત્તર:
ખોટું

4. અશોકનાં ભોજપત્રો ખૂબ જ જાણીતાં છે.
ઉત્તર:
ખોટું

5. પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત, સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે.
ઉત્તર:
ખરું

6. સિક્કા પણ ઇતિહાસ જાણવાનાં અગત્યનાં સાધનો છે.
ઉત્તર:
ખરું

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

7. પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે.
ઉત્તર:
ખરું

8. તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતોમાંથી ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે.
ઉત્તર:
ખોટું

9. ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઊતરી આવેલો છે.
ઉત્તર:
ખોટું

10. ભરત નામનો માનવસમૂહ દક્ષિણ ભારતમાં આવીને વસ્યો હતો.
ઉત્તર:
ખોટું

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

બંધબેસતાં જોડકાં જોડોઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) પુરાતત્ત્વશાસ્ત્રીઓ (1) Anno Domini
(2) ઈસવી સન (2) મંદિરો અને મઠો
(3) ઇન્ડસ (3) Archaeologist
(4) તામ્રપત્રોનું એક સંગ્રહસ્થાન (4) સિંધુ
(5) હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન (5) ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, નવરંગપુરા

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) પુરાતત્ત્વશાસ્ત્રીઓ (3) Archaeologist
(2) ઈસવી સન (1) Anno Domini
(3) ઇન્ડસ (4) સિંધુ
(4) તામ્રપત્રોનું એક સંગ્રહસ્થાન (5) ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, નવરંગપુરા
(5) હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન (2) મંદિરો અને મઠો

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે?
ઉત્તર:
સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજનીતિશાસ્ત્ર, વર્તમાન સમાજજીવન વગેરે બાબતોની જાણકારી આપે છે.

પ્રશ્ન 2.
સામાજિક વિજ્ઞાનમાં ક્યો વિષય આપણને માનવસમાજના ભૂતકાળની માહિતી આપે છે?
ઉત્તર:
સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ આપણને માનવસમાજના ભૂતકાળની માહિતી આપે છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 3.
પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો?
ઉત્તર:
પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો.

પ્રશ્ન 4.
હસ્તપ્રતોમાંથી આપણને કઈ કઈ બાબતોની જાણકારી મળે છે?
ઉત્તર:
હસ્તપ્રતોમાંથી આપણને પ્રાચીન સમયમાં ભાષા, ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વગેરે બાબતોની જાણકારી મળે છે.

પ્રશ્ન 5.
હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે?
ઉત્તર:
હસ્તપ્રતોમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે.

પ્રશ્ન 6.
કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલાં લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યાં છે?
ઉત્તર:
શિલાલેખો અને અભિલેખો જેવા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલાં લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યાં છે.

પ્રશ્ન 7.
તામ્રપત્ર કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 8.
રાજાઓ તામ્રપત્રોનો ઉપયોગ કેવી રીતે કરતા હતા?
ઉત્તર:
રાજાઓ પોતાનાં વહીવટીતંત્ર અને દાનની માહિતી તાંબાના પતરા ઉપર કોતરાવીને તેનો ઉપયોગ કરતા હતા.

પ્રશ્ન 9.
સિક્કાના આધારે કઈ માહિતી મળે છે?
ઉત્તર:
સિક્કાના આધારે રાજાનું નામ, તેનાં ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની તેમજ જે-તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે.

પ્રશ્ન 10.
તમે જાણતા હોય તેવા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો જણાવો.
ઉત્તર:
તાંબા અને સોનાના સિક્કા, ટિકિટો, ઐતિહાસિક ગ્રંથો, ગેઝટીયર, શિલાલેખો, જૂની ઇમારતો, કિલ્લા, હથિયારો, જૂના પોશાકો, તામ્રપત્રો, ભોજપત્રો, તાડપત્રો, દૈનિક નોંધપોથી (ડાયરી), સામયિકો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે.

પ્રશ્ન 11.
પ્રાચીનકાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા?
ઉત્તરઃ
પ્રાચીનકાળમાં ભારતમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન ક્વાંગ વગેરે વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા.

પ્રશ્ન 12.
આપણા દેશને કયાં બે નામોથી ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
આપણા દેશને ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ એમ બે નામોથી ઓળખવામાં આવે છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 13.
પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા?
ઉત્તરઃ
પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા.

પ્રશ્ન 14.
ભરત નામના માનવસમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે?
ઉત્તર:
ભરત નામના માનવસમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ વેદમાં જોવા મળે છે.

પ્રશ્ન 15.
ભરત નામના માનવસમૂહે ભારતમાં કઈ જગ્યાએ વસવાટ કર્યો હતો?
ઉત્તર:
ભરત નામના માનવસમૂહે ભારતમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં વસવાટ કર્યો હતો.

પ્રશ્ન 16.
ઈ. સ. 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં કેટલાં વર્ષ?
ઉત્તર:
ઈ. સ. 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં 2020 વર્ષ.

પ્રશ્ન 17.
દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે?
ઉત્તરઃ
દુનિયાનો સમય ઈસવી સનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 18.
આપણા દેશમાં ઈસવી સન સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
ઉત્તર:
ખ્રિસ્તી ધર્મ વિશ્વનાં મોટા ભાગનાં રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. તેથી અનેક રાષ્ટ્રોની જેમ આપણા દેશમાં ઈસવી સનની સાલવારીનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન 19.
ગંગા નદીનાં આસપાસનાં ક્ષેત્રોમાં આજથી કેટલાં વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો?
ઉત્તરઃ
ગંગા નદીનાં આસપાસનાં ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો.

પ્રશ્ન 20.
ગ્રીસના લોકો સિંધુ નદીના પરિચયમાં કેટલાં વર્ષ પહેલાં આવ્યા હતા?
ઉત્તર:
ગ્રીસના લોકો આજથી લગભગ 2500 વર્ષ પહેલાં સિંધુ નદીના પરિચયમાં આવ્યા હતા.

પ્રશ્ન 21.
આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે?
ઉત્તર:
આપણી સમક્ષ ભૂતકાળને પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જીવંત કરે છે.

પ્રશ્ન 22.
ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારાને India – ઇન્ડિયાથી ઓળખતા હતા?
ઉત્તર:
ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને India – ઇન્ડિયાથી ઓળખતા હતા.

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપોઃ

પ્રશ્ન 1.
તાડપત્રો
ઉત્તર:
તાડપત્રો એટલે તાડવૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો.

પ્રશ્ન 2.
ભોજપત્રો
ઉત્તર:
ભોજપત્રો એટલે હિમાલયમાં થતાં ભૂર્જ નામનાં વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો.

પ્રશ્ન 3.
અભિલેખો
ઉત્તર:
શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખ અભિલેખ કહેવાય છે.

પ્રશ્ન 4.
તામ્રપત્રો
ઉત્તર:
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે.

પ્રશ્ન 5.
પંચમાર્ક સિક્કા
ઉત્તર:
ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવવા તેમને બીબામાં મૂકી, દબાણ આપી બનાવાતા સિક્કા ‘પંચમાર્ક’ સિક્કા તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 6.
શિલાલેખ
ઉત્તર:
શિલાલેખ એટલે પથ્થર પર કોતરીને લખાયેલા લેખ.

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 7.
B.C. (Before Christ)
ઉત્તર:
B.C.ને અંગ્રેજીમાં Before Christ કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ઉદાહરણ તરીકે, 2000 ઈ. સ. પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનાં 2000 વર્ષ.

પ્રશ્ન 8.
A.D. (Anno Domini)
ઉત્તર:
A.D.ને અંગ્રેજીમાં Anno Domini કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય. ઉદાહરણ તરીકે, ઈ. સ. 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં 2000 વર્ષ.

નીચેના વિધાનોનાં ઐતિહાસિક કારણો આપોઃ

પ્રશ્ન 1.
પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા.
ઉત્તર:
પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. તેઓ તેમનાં વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા. વળી, શિલાલેખો કે અભિલેખો પર લખાયેલાં લખાણો લાંબા સમય સુધી ટકી રહેતાં હતાં. આથી પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા.

પ્રશ્ન 2.
સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે.
ઉત્તર:
સિક્કા પર જે-તે સમયના રાજાનું નામ, તેનાં ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની માહિતી જાણવા મળે છે. સિક્કાઓના આધારે જે-તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે. ગ્રીક, મૌર્યકાળ અને ગુપ્તયુગના સમયની ઘણી બધી માહિતી મેળવવામાં સિક્કાઓ ઉપયોગી બન્યા છે. આમ, સિક્કા એ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે.

પ્રશ્ન 3.
ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે.
ઉત્તરઃ
ઇતિહાસકાર માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે. તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરીને તે એનું યોગ્ય રીતે આલેખન કરે છે. આ ઉપરાંત, ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે. તેઓ ઐતિહાસિક સ્રોતનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે. આમ, ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:

પ્રશ્ન 1.
આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ?
ઉત્તર:
ઇતિહાસ માનવસમાજના ભૂતકાળની માહિતી આપે છે. આપણા પૂર્વજો કેવા હતા? તે ક્યાં રહેતા હતા? તેઓ શું ખાતા હતા? વગેરેની માહિતી ઈતિહાસના અધ્યયનથી મળે છે. તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોના આધારે માનવીના જીવનમાં આવેલાં પરિવર્તનોની માહિતી આપણને ઇતિહાસના અધ્યયનથી જાણવા મળે છે. ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવજીવનનાં રીતરિવાજો, માન્યતાઓ તેમજ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. આથી આપણે માનવસમાજના ભૂતકાળને જાણવા માટે ઈતિહાસનું અધ્યયન કરવું જોઈએ.

પ્રશ્ન 2.
તામ્રપત્રો એટલે શું? ગુજરાતમાં તે કયાં કયાં સ્થળોએ સચવાયેલાં જોવા મળે છે?
ઉત્તરઃ
તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ. રાજાઓ પોતાની વહીવટી વિગતો અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવતા. ગુજરાતમાં આવાં તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યાં છે. તેમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (ઉત્તર ગુજરાત – પાટણ), અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન (નવરંગપુરા – અમદાવાદ), શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા – ગાંધીનગર) વગેરે સ્થળોએ સચવાયેલાં જોવા મળે છે.

પ્રશ્ન 3.
ઇતિહાસકારો અને પુરાતત્ત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે?
ઉત્તર:
ઈતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્ત્વશાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્પનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓનાં હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતોને શોધીને તેનો અભ્યાસ કરે છે. તેઓ એ સમયની સંસ્કૃતિથી આપણને માહિતગાર કરે છે. ઈતિહાસકારો તેમને મળી આવેલા ઐતિહાસિક સ્રોતોનું વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. આ રીતે પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે.

પ્રશ્ન 4.
આપણા દેશનું નામ ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ કેવી રીતે પડ્યું?
ઉત્તરઃ
આપણા દેશને બે નામથી ઓળખવામાં આવે છે: ‘ઇન્ડિયા’ અને ‘ભારત’. ઇન્ડિયા શબ્દ ‘ઇન્ડસ’ પરથી ઊતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને India- ઇન્ડિયાથી ઓળખતા. આથી લાંબા સમયે આપણો દેશ ‘ઇન્ડિયા’ નામથી ઓળખાયો; જ્યારે ભારત નામ ઋગ્વદમાંથી જાણવા મળે છે. ભરત નામનો માનવસમૂહ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો. તેમના નામ પરથી આપણો દેશ ભારત’ તરીકે ઓળખાય છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
તાડપત્રો અને ભોજપત્રો
ઉત્તરઃ
તાડપત્રો એટલે તાડવૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રો કે ભોજપત્રોનો ઉપયોગ કરતો. તે હસ્તપ્રતો કહેવાય છે. ભોજપત્ર એટલે હિમાલયમાં થતાં ભૂર્જ નામનાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. તાડપત્રો અને ભોજપત્રો જેવી હસ્તપ્રતોમાંથી આપણને પ્રાચીન સમયની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. તેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે માહિતી મળે છે. હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલાં મળી આવ્યાં છે.

પ્રશ્ન 2.
અભિલેખો
ઉત્તર:
શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. કેટલાક અભિલેખો ધાતુ પર પણ મળી આવ્યા છે. પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમનાં રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર કોતરાવતા હતા. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. સમ્રાટ અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે.

પ્રશ્ન 3.
સાલવારી
ઉત્તર:
ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઈતિહાસની ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. સમયને તારીખ, માસ અને વર્ષ સાથે જોડીને સમજીએ છીએ. જેમ કે, 5 નવેમ્બર, 1968ને ગુરુવાર. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે, જેને આપણે આજે ઈસવી સન કહીએ છીએ. અંગ્રેજીમાં A.D. – Anno Domini એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય. દા. ત., ઈ. સ. 1947 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં 1947 વર્ષ. એ જ રીતે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયગાળાને ઈસવી સન પૂર્વે કહેવામાં આવે છે. દા. ત., ઈ. સ. પૂર્વેની ત્રીજી સદીનો સમયગાળો એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનાં 2300 વર્ષ. ઘણી વાર સાલવારીને A.D.ને બદલે C.E. (સામાન્ય કે સાધારણ યુગ) અને B.C.ને બદલે B.C.E. (સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે) તરીકે પણ લખવામાં આવે છે.
સાલવારીને સમજાવતું નીચેનું ચિત્ર જુઓ:
GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ 1

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રવૃત્તિઓ
1. ભારતના નકશામાં સિંધુ અને તેની સહાયક નદીઓ, ગંગા અને તેની સહાયક નદીઓ તથા નર્મદા નદી શોધીને બતાવો.
2. સ્થાનિક ઈતિહાસ જાણવા માટે પ્રશ્નાવલી તૈયાર કરો.
૩. તમારા ગામ કે શહેરનો ઇતિહાસ જાણવા માટે તમે કયા કયા ઐતિહાસિક સ્ત્રોત એકત્ર કરશો? તેની યાદી બનાવો.
4. તમારી શાળામાં સહેલાઈથી મળી શકે તેવા ઇતિહાસ જાણવાના સ્રોતોનું પ્રદર્શન ગોઠવો અને તેની નોંધ તૈયાર કરો.

સૂચનાઓઃ (1) નકશાપૂર્તિ કરવા ભારતનો કોરો રેખાંતિ નકશાનો ઉપયોગ કરવો.
(2) શૈક્ષણિક પ્રદર્શન ગોઠવવા માટે મળી શકે તેવા સ્ત્રોત એકત્ર કરવા. જેવા કે, ટિકિટો, સિક્કા, ચિત્રો, ડાયરી, જૂનાં વાસણો, પોશાક, ઘરેણાં, હથિયાર, સંદર્ભગ્રંથો વગેરે.

પ્રોજેકટ કાર્ય
* તમારા ગામ કે શહેરનો ઇતિહાસ જાણવા પ્રોજેક્ટ કાર્ય કરી અહેવાલનોંધ તૈયાર કરો.
પ્રોજેક્ટ કાર્ય માટેનાં પગથિયાં નીચે મુજબ છે:
(1) પ્રોજેક્ટનું નામ
(2) પ્રોજેક્ટ કાર્ય અંતર્ગત કાર્યની રૂપરેખા તૈયાર કરવી.
(3) કાર્ય માટે વિદ્યાર્થીઓનાં જૂથો બનાવવાં.
(4) જૂથવાર કાર્યવહેંચણી કરવી.
(5) મુલાકાત, અવલોકન, ચર્ચા દ્વારા માહિતી એકત્ર કરવી.
(6) મેળવેલ માહિતીના આધારે અહેવાલનોંધ તૈયાર કરવી.

HOTs પ્રણોત્તર
નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના માં લખો:

પ્રશ્ન 1.
માનવીના જીવનમાં આવેલાં પરિવર્તનો અને ભૂતકાળની વિગતોથી આપણને કોણ માહિતગાર કરે છે?
A. ઇતિહાસકાર
B. ગણિતશાસ્ત્રી
C. તર્કશાસ્ત્રી
D. આંકડાશાસ્ત્રી
ઉત્તરઃ
A. ઇતિહાસકાર

પ્રશ્ન 2.
એવો કયો ઇતિહાસનો સ્ત્રોત છે કે જેનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે?
A. તાડપત્રો
B. ભોજપત્રો
C. શિલાલેખો
D. આપેલ A, B અને C ત્રણેય
ઉત્તરઃ
C. શિલાલેખો

પ્રશ્ન ૩.
ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ કરી શકાય નહિ?
A. પુરાતત્ત્વશાસ્ત્રીઓ
B. જ્યોતિષો
C. ઈતિહાસકારો
D. પ્રવાસીઓ
ઉત્તરઃ
B. જ્યોતિષો

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 4.
ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો હતો.’ એટલે ઈસવી સન મુજબ કેટલાં વર્ષ થયાં ગણાય?
A. 2000
B. 1947
C. 2047
D. 1847
ઉત્તરઃ
B. 1947

પ્રશ્ન 5.
ગૌતમ બુદ્ધનો જન્મ ઈ. સ. પૂર્વે 566માં થયો હતો. એટલે ઈ. સ. 2020માં કેટલાં વર્ષ થયાં ગણાય?
A. 566 વર્ષ
B. 2020 વર્ષ
C. 2586 વર્ષ
D. 2566 વર્ષ
ઉત્તરઃ
C. 2586 વર્ષ

પ્રશ્ન 6.
જ્યાં અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો.
A. બડોલી
B. દિલ્લી
C. ઇટાવા
D. કોહિમા
ઉત્તરઃ
B. દિલ્લી

પ્રશ્ન 7.
તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતાં નથી?
A. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ
B. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, નવરંગપુરા, – અમદાવાદ
C. ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
D. ગુજરાત વિદ્યાપીઠ લાયબ્રેરી, અમદાવાદ
ઉત્તરઃ
D. ગુજરાત વિદ્યાપીઠ લાયબ્રેરી, અમદાવાદ

પ્રશ્ન 8.
ઈ. સ. 2019માં ઈસુ ખ્રિસ્તના જન્મનાં કેટલાં વર્ષ થયાં હશે?
A. 2000
B. 2019
C. 2319
D. 1019
ઉત્તરઃ
B. 2019

GSEB Class 6 Social Science Important Questions Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

પ્રશ્ન 9.
નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો?
A. મૅગેનિસ
B. ફાહિયાન
C. યુઆન વાંગ
D. કોલંબસ
ઉત્તરઃ
D. કોલંબસ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *