This GSEB Class 6 Maths Notes Chapter 8 દશાંશ સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter.
દશાંશ સંખ્યાઓ Class 6 GSEB Notes
→ \frac{1}{10} એટલે નો દસમો ભાગ. તેને દશાંશ-અપૂર્ણાંક સ્વરૂપમાં 0.1 લખાય. વંચાયઃ એક દશાંશ
→ જે શુદ્ધ અપૂર્ણાકનો છેદ 10 હોય, તેને દશાંશ સંખ્યામાં દર્શાવવા માટે છે અને અંશ લખી, તે બે વચ્ચે ટપકું મુકાય છે. આ ટપકાને દશાંશ- ચિહ્ન કહે છે. દા. ત., \frac{5}{10} = 0.5; \frac{7}{10} = 0.7
→ \frac{1}{100} એટલે નો 100મો ભાગ. તેને દશાંશ-અપૂર્ણાંક સ્વરૂપમાં 0.01 લખાય. વંચાયઃ એક શતાંશ
→ \frac{1}{1000} એટલે 1નો 1000મો ભાગ. તેને દશાંશ-અપૂર્ણાંક સ્વરૂપમાં 0.001 લખાય.
વંચાયઃ એક સહસ્રાંશ
→ સાદા અપૂર્ણાકના છેદમાં 100 હોય, તો દશકના અંકની આગળ દશાંશ ચિહ્ન મુકાય.
→ દશાંશ-અપૂર્ણાકને સંખ્યારેખા ઉપર પણ દર્શાવી શકાય છે.
→ દશાંશ-અપૂર્ણાંકમાં એકમના સ્થાનથી ડાબી બાજુએ દશકના સ્થાન તરફ જતાં અંકની સ્થાનકિંમત દસ ગણી થાય.
→ દશાંશ-અપૂર્ણાંકમાં સોના સ્થાનથી જમણી બાજુએ દશકના સ્થાન તરફ જઈએ, તો સ્થાનકિંમત દસમા ભાગની થતી જાય છે. દશાંશ-અપૂર્ણાંકમાં એકમના સ્થાનથી જમણી બાજુએ (એટલે કે દશાંશ-ચિહ્નની જમણી બાજુએ) જઈએ . તેમ સ્થાનકિંમત 16 ભાગની થતી જાય છે.
→ 142.356માં અંકોની સ્થાનકિંમત જાણો :
1ની 1 × 100; 4ની 4 × 10; 2ની 2 × 1; 3ની 3 × \frac{1}{10} છે. 5ની 5 × \frac{1}{100} અને 6ની 6 × \frac{1}{1000}
→ દશાંશ સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરતી વખતે આપેલી સંખ્યાઓને દશાંશ-ચિહ્નની નીચે દશાંશ-ચિહ્ન આવે તેમ ગોઠવવી. દશાંશ-ચિહ્નની જમણી બાજુ અંકો સરખા રાખવા જરૂરી છે ઉમેરવા. જેથી સરળતા રહે. દા. ત.
→ પૈસાના રૂપિયા કરવા પૈસાને \frac{1}{100} વડે ગુણો, સેમીના મીટર કરવા સેમીને \frac{1}{100} વડે ગુણો, મીટરના કિલોમીટર કરવા મીટરને \frac{1}{1000} વડે ગુણો અને ગ્રામના કિલોગ્રામ કરવા ગ્રામને 1000 વડે ગુણો.