GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

Gujarat Board GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન Important Questions and Answers.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 1.
લિંગી પ્રજનનનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:

  1. પુષ્પની સુંદરતા જોઈને આપણે ખુશી અનુભવીએ છીએ.
  2. માદક સુગંધ, મોહક રંગ આપણને આકર્ષે છે.
  3. બધી જસપુષ્પી વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે છે.
  4. પુષ્પવિન્યાસ, પુષ્પ અને પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા એ લિંગી પ્રજનનની અંતિમ નિપજો ફળ અને બીજના સર્જન માટેની અનુકૂળતાઓ નિશ્ચિત કરે છે.

પ્રશ્ન 2.
પુષ્પના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય જણાવો.
ઉત્તર:

  1. અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પો સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે.
  2. પુષ્પો સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે.
  3. તે હંમેશાં માનવીની મહત્ત્વની લાગણીઓ જેવી કે પ્રેમ, વહાલ (હેત) ખુશી, વ્યથા, શોક કે દુઃખ વગેરે વ્યક્ત કરવાના પ્રતીક સ્વરૂપે ઉપયોગી છે.

પ્રશ્ન 3.
પુષ્પ એ સંકુચિત પ્રરોહ છે. સમજાવો.
ઉત્તર:

  1. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે.
  2. પુષ્પ એ સંકુચિત પ્રરોહ છે. જેમાં વજ, દલપુંજ, પુંકેસરો અને સ્ત્રીકેસરો એ તેનાક્રમશઃ પાર્ષીય અંગોછે.
  3. આ બધા જપાર્ષીય અંગો પર્ણના સમમૂલક (સમાન ગુણધર્મો ધરાવતા) અંગો છે.
  4. પુષ્પનું પુષ્પાસન રચનાની દષ્ટિએ વાનસ્પતિક ટોચ સાથે સામ્યતા ધરાવે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 4.
લાક્ષણિક પુષ્પનાં ઉપાંગો/ ભાગોવર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 1

  1. લાક્ષણિક પુષ્પ ચાર જૂથનાં ઉપાંગો ધરાવે છે. જેમાં બહારનાં બે જૂથ વંધ્ય અને અંદરના બે જૂથ ફળદ્રુપ ઉપાંગો ધરાવે છે.
  2. વંધ્ય ઉપાંગોઃ વંધ્ય ઉપાંગોમાં વજપત્રો ભેગાં મળી દલપુંજ બનાવે છે.
  3. ફળદ્રુપ ઉપાંગો : બે પ્રકારના ફળદ્રુપ ઉપાંગોમાં પુંકેસરો (લઘુબીજાણુ પણ) ભેગા મળી પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસરો (મહાબીજાણુ પર્ણો) ભેગા મળી સ્ત્રીકેસરચક બનાવે છે.
  4. પુંકેસર : પુંકેસર એ પાતળું અંગ છે અને ત્રણ સ્પષ્ટ ભાગો જેવા કે નિકટનો વંધ્ય ભાગ જેને તંતુ કહે છે અને દૂરસ્થ ફળદ્રુપ ભાગ જેને પરાગાશય કહે છે. પરાગાશય અને તંતુને જોડતી રચનાને યોજી કહે છે.
  5. સ્ત્રીકેસર: સ્ત્રીકેસરનો સામાન્ય રીતે નિકટનો અંડક ધરાવતો ભાગ બીજાશય કે અંડાશય કહેવાય છે અને પરાગરજ ગ્રહણ કરતા દૂરસ્થ ભાગને પરાગાસન તથા બીજાશય અને પરાગાસન વચ્ચે આવેલા વંધ્ય પ્રદેશને પરાગવાહિની કહે છે.

પ્રશ્ન 5.
પુષ્પમાં કોણ વિભેદન અને વિકાસ પામે છે ?
ઉત્તર:

  1. પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ વિશે માહિતી આપો. પુષ્પીય પ્રવર્ધામાં વિભેદન અને ત્યારબાદ તેનો વિકાસ પુષ્પમાં થવા માટે ઘણા અંતઃસ્ત્રાવીય અને રચનાકીય ફેરફારો થાય છે. પુષ્પમાં પુંકેસરચક (નર પ્રજનન અંગ તરીકે) અને સ્ત્રીકેસરચક્ર (માદા પ્રજનન અંગ તરીકે) વિભેદન અને વિકાસ પામે છે.
  2. સૌપ્રથમ પુષ્પકલિકાઓ ધરાવતો પુષ્પવિન્યાસ સર્જાય છે અને તે પછીથી તેના પર પુષ્પો સર્જાય છે.
  3. પુષ્પમાં નર અને માદા પ્રજનનાંગો-પુંકેસર અને સ્ત્રીકેસર વિભેદન અને વિકાસ પામે છે.
  4. પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર નરપ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્ત્રીકેસર માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે.
  5. જુદી જુદી જાતિઓમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા હોય છે.

પ્રશ્ન 6.
લાક્ષણિકjકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિકચનવર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 2

  • લાક્ષણિકપુંકેસરના બે ભાગો દર્શાવેલ છે. લાંબા અને પાતળા દંડને તંતુ કહે છે અને અગ્રીય ભાગ સામાન્યતઃ દ્વિખંડીય હોય છે જેને પરાગાશય કહેવાય છે. તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કેદલપત્ર સાથે જોડાયેલ હોય છે. જુદી-જુદી જાતિઓનાં પુષ્પોમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા હોય છે.
  • દસ પુષ્પોના પુંકેસરને એકત્રિત કરતા તેનું કદ વિશાળ જોવા મળે છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે પુંકેસરનું અવલોકન કરતા વિવિધ પુષ્પોમાં આકાર અને પરાગાશયના જોડાણ બાબતે સ્પષ્ટતા મળે છે.
  • લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય દ્વિખંડી હોય છે. દરેક ખંડ બે કોટરો (theca) ધરાવે છે. એટલે કે દ્ધિકોટરીય છે અને પરાગાશયચતુ કોટરીય (tetrathecous) છે.
  • દરેક ખંડમાં તેની લંબાઈ પ્રમાણે આયામ ધરીએ ખાંચ હોવાથી ખંડો એકબીજાથી છૂટા પડે છે. જેના ચારે ખૂણે લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે.
  • લઘુબીજાણુધાની વિકાસ પામી પરાગકોથળીમાં પરિણમે છે.
  • પરાગકોથળી પરાગરજોથી ભરેલી હોય છે.

પ્રશ્ન 7.
લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 3

  1. લાક્ષણિક પરાગાશય (લઘુબીજાણુધાની)ની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે.
  2. તે સામાન્યતઃ ચાર દીવાલીયસ્તરોથી આવરિત છે.
  3. અધિસ્તર, તંતુમયસ્તર (સ્ફોટીસ્ત endothecium), મધ્યસ્તરો અને પોષકસ્તર (tapetum).
  4. બહારના ત્રણ સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે.
  5. સૌથી અંદરનું દીવાલસ્તર પોષકસ્તર (tapetum) છે. તે વિકાસ પામી પરાગરજને પોષણ પૂરું પાડે છે.
  6. પોષકસ્તરના કોષો ઘટ્ટ કોષરસ અને સામાન્યતઃ એક કરતાં વધારે કોષકેન્દ્રો ધરાવે છે અથવા અંતઃપ્લોઇડી પાળે છે. (રંગસૂત્ર ગુણન પામે છે.)
  7. પોષકસ્તર ઉસેચક અને અંત:સ્ત્રાવબંનેનાસ્રાવતથા વિશિષ્ટ પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. તે પરાગરજનીસંગતતા નક્કી કરે છે.
  8. અધિસ્તરના કોષો ફેલાયેલા કે ખેંચાયેલા અને ચપટા હોય છે.
  9. એન્ડોથેસિયમ એ તંતુમયસ્તર છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 8.
લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 4

  • જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોના સમૂહ લઘુબીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે. જેને બીજાણુજનક (sporogenoustissue) કહે છે.
  • લઘુબીજાણુજનન (microsperogenesis): પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક (microspore tetrads/pollen tetrads) સર્જે છે.
  • બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુબીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગકેલઘુબીજાણુ માતૃકોષ છે. પરાગ માતૃકોષ (pollen mother cell – PMC)માંથી અર્ધીકરણ દ્વારા લઘુબીજાણુ સર્જાવાની પ્રક્રિયાને લઘુબીજાણુજનન (microsperogenesis) કહે છે.
  • લઘુબીજાણુ સર્જાય ત્યારે ચાર કોષોના સમૂહ સ્વરૂપે હોય છે. જેને લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહે છે.
  • પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુબીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે.
  • દરેકલઘુબીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ થાય છે. જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે.

પ્રશ્ન 9.
પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાંનરજન્યુજનકનો વિકાસ સમજાવો.
અથવા
પરાગરજની રચના સમજાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 5

  • પરાગરજ એ નરજન્યનજક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જે લઘુબીજાણુધાનીમાં આવેલ હોય છે.
  • જાસુદના કે અન્ય કોઈ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરતાં આંગળીઓ ઉપર પરાગરજનો પાઉડર જોવા મળે છે. તેને કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું લઈ સૂક્ષ્મદર્શક યંત્ર નીચે અવલોકન કરતાં વિવિધ જાતિની પરાગરજ, તેના કદ, આકાર, રંગ અને રચના વગેરેમાં ભિન્ન હોય છે.
  • પરાગરજની રચનાઃ પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે. જે 25-50 μm (માઈક્રોમીટર) વ્યાસ ધરાવે છે.
  • પરાગરજ દ્વિસ્તરીય દીવાલ ધરાવે છે. બહારનું આવરણ સખત હોય છે તેને બાહ્યાવરણ (Exine) કહેવાય છે. તે સ્પોરોપોલેનિનનું બનેલું છે. તે ખૂબ જપ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે.
  • તે ઊંચા તાપમાન અને જલદ ઍસિડ અને બેઇઝ સામે પણ ટકી શકે છે. ઉન્સેચકો પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી.
  • પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે જેને જનનછિદ્રો (germpores) કહે છે.
  • સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે.
  • પરાગરજના અંદરના આવરણને અંત આવરણ (intine) કહે છે. તે સેલ્યુલોઝનું બનેલું સળંગ આવરણ છે.
  • પરાગરજમાં નરજન્યુજનકનો વિકાસ પરાગરજનો કોષરસ રસસ્તરથી ઘેરાયેલો હોય છે.
  • જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે બે કોષો વાનસ્પતિક કોષ (vegetative cell) અને જનનકોષ (germinative cell) ધરાવે છે.
  • વાનસ્પતિક કોષ (નાયકોષ) મોટો, વિપુલ ખોરાકસંગ્રહીત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.
  • જનનકોષ નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ હોય છે.
  • 60 થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ ક્રિકોષીય (2 celled) અવસ્થાએ મુક્ત થાય છે.
  • બાકીની જાતિઓમાં પરાગરજ મુક્ત થાય તે પહેલાં ત્રિકોષીય (3 celled) અવસ્થા ધરાવે છે.
  • જનનકોષ સમભાજન પામી બે નરજન્ય પુંજન્યુઓ સર્જે છે અને ઘણી જાતિઓની પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર ઍલર્જી અને શ્વાસવાહિકાની યાતના (Bronchial effliction) પ્રેરે છે, જેને અનુસરીને શ્વસનમાર્ગ સંબંધિત રોગો અસ્થમા, બ્રોન્કાઇટીસ વગેરે થાય છે. (નોંધ : આયાત કરેલા ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ (Parthenium કે carrot grass) ભારતમાં પ્રવેશેલ છે. જે સર્વવ્યાપી છે અને પરાગરજની ઍલર્જી પ્રેરે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 6

પ્રશ્ન 10.
પરાગરજનીનીપજો અને તેમના ઉપયોગો જણાવો.
ઉત્તર:
પરાગરજ પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે. હાલનાં વર્ષોમાં પરાગરજની ગોળીઓ ટેબ્લેટ્સ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે. પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને રેસ (દોડ)માં ભાગ લેનાર ઘોડાઓના (racehorses)દેખાવ (Performance)માં વધારો કરે છે.
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 7

પ્રશ્ન 11.
પરાગરજનીજીવિતતા વિશે જણાવો.
ઉત્તર:
પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં તેમનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. પરાગરજની જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે અને તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત છે. કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે અને રોઝેસી, લેંગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા મહિનાઓ સુધી હોય છે.

મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને પ્રવાહી નાઇટ્રોજન (- 196°C)માં સંગ્રહિત કરી શકાય છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ (pollenbank)તરીકે થાય છે. જે પાકસંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગીબીજનિધિ જેવું જ છે.

પ્રશ્ન 12.
જાયાંગ(સ્ત્રીકેસર) વિશે વર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 8

  1. જાયાંગ (સ્ત્રીકેસરચક્ર)એ પુષ્પનું માદા પ્રજનનઅંગછે.
  2. સ્ત્રીકેસરચક્ર એક જ સ્ત્રીકેસર (એકસ્ત્રીકેસરી) અથવા ઘણા સ્ત્રીકેસર પરાગાસન (બહુસ્ત્રીકેસરી) (multicarpallary) ધરાવે છે.
  3. સ્ત્રીકેસરીય સ્ત્રીકેસર એક જ સ્ત્રીકેસર ધરાવતું હોય. (ઉદા. વટાણાનું પુષ્પ) ત્યારે તેને એકસ્ત્રીકેસરી (monocarpellary) કહે છે.
  4. જે સ્ત્રીકેસર એક કરતાં વધુ હોય ત્યારે તેઓને બહુસ્ત્રીકેસરી અને જોડાયેલાં હોય તો યુક્તસ્ત્રીકેસરી કહે છે અથવા સ્ત્રીકેસરો મુક્ત હોય તો મુક્ત સ્ત્રીકેસરી કહે છે.
  5. સ્ત્રીકેસરની રચના: પ્રત્યેક સ્ત્રીકેસર ત્રણ ભાગો પરાગાસન, પરાગવાહિની અને બીજાશય (અંડાશય) ધરાવે છે.
  6. પરાગાસનઃ એ પરાગરજ માટેનું ગ્રાહીસ્થાન છે.
  7. પરાગવાહિની: પરાગવાહિનીપરાગાસનની નીચે આવેલ લંબાયેલો પાતળો ભાગ છે.
  8. અંડાશય : સ્ત્રીકેસરના તલસ્થ ફૂલેલા ભાગને બીજાશય કે અંડાશય કહે છે. બીજાશયની અંદર બીજાશય પોલાણ (કોટર) આવેલું છે.
  9. જરાયુ: બીજાશયના પોલાણમાં આવેલું છે. જરાયુ પરથી મહાબીજાણુધાની (Megasporangium) ઉદ્દભવે છે. જેને સામાન્યતઃ અંડકો (ovules) કહે છે. બીજાશયમાં અંડકોની સંખ્યા એક (ડાંગર, ઘઉં, કેરી)થી ઘણી (પપૈયું, તડબૂચ, ઑર્કિસ) હોય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 13.
મહાબીજાણુધાની(અંડક) (Megasporengium)ની રચના આકૃતિસહ વર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 9

  • અંડકએ નાની રચના છે. જે દંડવડે જરાય સાથે જોડાયેલ હોય છે. જેને અંડનાલ અથવા અંડકદંડ(funicle) કહે છે.
  • અંડકનો દેહ જે ભાગ વડે અંડવાલ સાથે જોડાયેલો હોય તેને બીજકેન્દ્ર (hilum) કહે છે. આમ, બીજકેન્દ્ર એ અંડક અને અંડકનાલ વચ્ચેનું સંગમસ્થાન છે.
  • દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે, જેને અંડકાવરણો (integuments) કહે છે.
  • આ અંડકાવરણો સમગ્ર પ્રદેહ (nucellus)ને આવરિત કરે છે. સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર કે બીજાંડછિદ્ર (micropyle)ને આવરતું નથી.
  • અંડકછિદ્રના સામેના છેડે અંડકતલ (chalaza) આવેલ છે. જે અંડકનો તલ ભાગ છે.
  • અંડકાવરણોથી ઘેરાયેલા કોષસમૂહને પ્રદેહ (nucellus) કહે છે. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે.
  • પ્રદેહની અંદર ભૂણપુટ અથવા માદા જન્યુજનક (female gametophyte) હોય છે. એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભૂણપુટ આવેલો હોય છે.
  • મહાબીજાણુજનન : મહાબીજાણુ માતૃકોષ (megaspore mother cell-MMC)માંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુજનન (Megasporogenesis) કહે છે.
  • અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષ (MMC)નું વિભેદન થાય છે તે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટકોષકેન્દ્રધરાવતો મોટો કોષ છે.
  • મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે. પરિણામે ચાર મહાબીજાણુઓ (megaspores) સર્જાય છે.
  • માદા જન્યુજનકનો વિકાસ (Female gametophyte) : મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકીના ત્રણ મહાબીજાણુઓ નાશ પામે છે અને એક મહાબીજાણુ સક્રિય રહે છે. આ સક્રિય મહાબીજાણુમાંથી માદા જન્યુજનક (ભૂણપુટ)નો વિકાસ થાય છે.
  • આમ એક મહાબીજાણુમાંથી ભૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એકબીજાણુક વિકાસ (monosporic) કહે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 10

પ્રશ્ન 14.
ભૂણપુટ વિશે સમજાવો.
ઉત્તર:

  • સક્રિય મહાબીજાણુનું કોષકેન્દ્ર સમભાજન પામી, બે કોષકેન્દ્રો સર્જે છે. જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આમ દ્વિકોષકેન્દ્રીય ભૂણપુટનું નિર્માણ થાય છે.
  • તેને અનુસરીને બે ક્રમિક સમવિભાજન થવાથી ક્રમશઃ ચાર કોષકેન્દ્રીય અને પછી આઠ કોષકેન્દ્રીય ભૂણપુટનું નિર્માણ થાય છે. આ પ્રકારનું વિભાજન ચુસ્તપણે મુક્ત કોષકેન્દ્રીય પ્રકારનું હોય છે, એટલે કે કોષકેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષદીવાલનું નિર્માણ થતું નથી.
  • આઠ કોષકેન્દ્રીય અવસ્થા બાદ, કોષદીવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદા જન્યુજનક કે ધૂણપુટસર્જાય છે.
  • પાક આઠ કોષકેન્દ્રો પૈકીનાં છ કોષકેન્દ્રો કોષદીવાલ વડે આવરિત થાય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે બાકીના બે કોષકેન્દ્રો જેને ધ્રુવીય કોષકેન્દ્રો (polarnuclei) કહે છે. તેઓ અંડપ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષ (centralcell)માં ગોઠવાય છે.
  • ભૂણપુટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે.

પેટપ્રશ્ન: ભૂણપુરમાં કોષોની લાક્ષણિકગોઠવણી જણાવો.
અથવા
ભૂણપુટની આંતરિક રચનાનું વર્ણન કરો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 11

  1. અંડકછિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળી અંડપ્રસાધન (egg apparatus)ની રચના કરે છે. અંડપ્રસાધનમાં બે સહાયક કોષો (Synergid cells) અને એક અંડકોષ (egg cell)નો સમાવેશ થાય છે.
  2. સહાયક કોષો, અંડછિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે જેને તંતુમય પ્રસાધન (filiform apparatus) કહે છે. જે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે.
  3. ત્રણ કોષો અંડકતલતરફ ગોઠવાય છે. જેને પ્રતિધ્રુવીય કોષો (Antipodal cells) કહે છે.
  4. મધ્યસ્થ મોટો કોષ દ્વિધ્રુવીય કોષકેન્દ્રો ધરાવે છે.
  5. આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભૂણપુટ (typical embryosac) પુખ્તતાએ 8 કોષકેન્દ્રીય પરંતુ સાત 7 કોષીય રચના ધરાવે છે.
  6. પંચાનન મહેશ્વરીએ 1950 માં કેટલી સંખ્યામાં મહાબીજાણુ કોષકેન્દ્રો બૂણપુટના વિકાસમાં ભાગ લે છે તેને આધારે માદા જન્યુજનકને મોનોસ્પોરિક બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક ભૂણપુટમાં વર્ગીકૃત કર્યા છે.

પ્રશ્ન 15.
પરાગનયન એટલે શું? તેના પ્રકારો વર્ણવો.
ઉત્તર:
સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભૂણપુટમાં સર્જાય છે.

અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત છે. તેથી ફલન માટે તેમને સાથે લાવવા જરૂરી છે.

પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર કરવાની ક્રિયાને પરાગનયન કહેછે.

પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓમાં અદ્ભુત અનુકૂલનો કેળવાયેલાં હોય છે.

પરાગનયનના પ્રકારો Kinds of Pollination): પરાગરજના સ્રોતના આધારે પરાગનયનને ત્રણ પ્રકારોમાં વહેંચી શકાય : (a)સ્વફલન (b)ગેઇટોનોગેમી (c) પરવશ.

(a) સ્વફલન (Autogamy) : આ પ્રકારમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્પના પુષ્પાસન પર સ્થળાંતર થાય છે. સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો જરૂરી છે અને પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જોઈએ. જેથી સ્વપરાગનયન થઈ શકે. કુદરતી રીતે સ્વફલન દ્વિલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે.
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 12
સ્વફલનવાળાં પુષ્પોમાં પુષ્પના પરાગાસન પરાગાશય એક જ સમયે પરિપક્વ થવાથી વપરાગનયન શક્ય બને છે. ઉદાહરણ એપીએસી, લેમીએસી અને કેકટસી કુળના ઘણા સભ્યોમાં સ્વપરાગનયન થાય છે. પરાગવાહિનીનું હલનચલન થવાથી પરાગાસન એ સ્વ-પરાગનયનીય પુષ્પો પરાગાશયની નજીક આવે છે.

હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો: કેટલીક વનસ્પતિઓ જેવી કે વાયોલા (common pansy), અબુટી (oxalis) અને કોમેલિનામાં બે પ્રકારનાં પુષ્પો ઉત્પન્ન થાય છે.
(i) હવાઈ પુષ્પો (Chasmogamous): આ પુષ્પો અન્ય જાતિઓમાં જોવા મળતાં પુષ્પો જેવાં જ હોય છે. તેમનાં પરાગાશય અને પુષ્પાસન ખુલ્લાં હોય છે. ઉદાહરણ : કોમેલીના

(ii) સંવૃત પુષ્પો (Cleistogamous): આ પુષ્પો ક્યારેય ખીલતાં નથી. આવાં પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય છે. જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ, સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે. કારણ કે પરપરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી. સંવૃત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજસર્જન થાય છે.
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 13

(b) ગેઇટોનોગેમી (Geitonogamy): પુષ્પની પરાગરજ એ જવનસ્પતિના અન્ય પુષ્પ ઉપર પરાગિત થવાની ઘટનાને ગેઇટોનોગેમી કહે છે. જોકે ગેઇટોનોગેમી એ કાર્યાત્મક રીતે પરપરાગનયન છે. કારણ કે તેમાં પરાગવાહકો ભાગ લે છે. જનીનિકદષ્ટિએ તે સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે. કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવે છે.

(c) પરવશ (Xenogamy) : પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપનની પ્રક્રિયા છે. આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે.

પરપરાગનયન જે જાતિઓમાં થાય છે તેને પરવશ (Xenogamy) કહે છે.

આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. આથી ઉત્પન્ન થતી સંતતિઓ સંકર (hybrid) બને છે. પરંપરાગનયન માત્ર એકલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે. પરંપરાગનયનને લીધે પરફલન થતું હોવાથી જનીનિક પુનઃસંયોજનનો ફાયદો મળે છે.
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 14

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 16.
પરાગનયન માટેનાવાહકો(Agents ofPollination) વિશે જણાવીપવન દ્વારાપરાગનયન સમજાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 15
વનસ્પતિઓ, બે પ્રકારના અજૈવિક (પવન અને પાણી) અને જૈવિક (પ્રાણીઓ) ઘટકોનો વાહક તરીકે ઉપયોગ કરી પરાગનયન કરે છે. મોટા ભાગની વનસ્પતિઓ પરાગનયન માટે જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે.

ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ અજૈવિક વાહકોને ઉપયોગમાં લે છે. પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની આકસ્મિક ઘટના છે. આવી અચોક્કસતા (અનિશ્ચિતતા)ની પૂર્તતા માટે અંડકની સંખ્યાની સાપેક્ષે પરાગનયન માટે પુષ્પો ખૂબ મોટી સંખ્યામાં પરાગરજ સર્જે છે, દરેક પ્રકારની વનસ્પતિ પોતાના પરાગવાહક અનુસાર કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે.

પવન દ્વારા પરાગનયન : અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયન ઘણું સામાન્ય છે.

વાતપરાગનયન માટે પરાગરજ નાની, સૂકી, લીસી અને હલકી તથા ચીકાશરહિત હોવી જરૂરી છે. જેથી પવનના પ્રવાહ સાથે તે સરળતાથી સ્થળાંતરિત થઈ શકે.

તેમના પુંકેસર ખૂબ સારી રીતે ખુલ્લાં કે મુક્ત અને મોટાં, પીંછાયુક્ત પરાગાસન હોવાથી વાત પ્રવાહિત પરાગરજને તે સરળતાથી જકડી શકે છે.

વાતપરાગિત પુષ્પો સામાન્યતઃ એક અંડકયુક્ત બીજાશય ધરાવતાં અનેક પુષ્પો ધરાવતો પુષ્પવિન્યાસ ધરાવે છે. ઉદાહરણ : મકાઈનો ડોડો (tassels). આપણે જોઈએ છીએ તે પરાગાસન અને પરાગવાહિની છે. જ પવનમાં લહેરાય છે, તે પરાગરજને જકડે છે. ઘાસમાં પરાગનયન ખૂબ

પ્રશ્ન 17.
પાણી દ્વારા પરાગનયન પામતી વનસ્પતિઓનાં લક્ષણો વિશેનોંધ લખો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 16

  • પાણી દ્વારા પરાગનયન ખૂબ જ ઓછી માત્રામાં લગભગ 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં જોવા મળે છે. જેમાંની મોટા ભાગની જલીય એકદળી છે.
  • નીચલી કક્ષાની વનસ્પતિઓ જેવી કે લીલ, દ્ધિઅંગી અને ત્રિઅંગીઓમાં પાણી એ નરજજુના સ્થળાંતર માટેનું નિયમિત વાહક માધ્યમ છે.
  • નરજજુના વહન અને ફલન માટે તેમને પાણીની જરૂરિયાત રહેતી હોવાથી દ્ધિઅંગી અને ત્રિઅંગીઓનું વિતરણ સીમિત હોય છે.
  • જલપરાગિત વનસ્પતિઓના કેટલાક ઉદાહરણોમાં વેલેસ્લેરિયા, હાઇડ્રીલા, મીઠા પાણીની વનસ્પતિઓ છે. જ્યારે દરિયાઈ ઘાસ જેવાકે ઝોસ્ટેરાનો સમાવેશ થાય છે.
  • મોટા ભાગની જલીય વનસ્પતિઓ જેવી કે જળકુંભી (water hyacinth) અને જલીય લીલી (waterlily)માં પુષ્પો જલસપાટીની ઉપર તરફ રહે છે. આથી સ્થળજવનસ્પતિઓની જેમ કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે.
  • વેલેસ્લેરિયામાં, માદા પુષ્પો પોતાના લાંબા વૃન્ત વડે પાણીની સપાટી પર આવે છે અને નરપુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર મુક્ત થાય છે. તેઓ નિષ્ક્રિય (પરોક્ષ) રીતે (passively) જલપ્રવાહ દ્વારા વહન પામે છે. તેમાંના કેટલાંક માદા પુષ્પોના પરાગાસન સુધી પહોંચે છે.
  • જલપરાગિત વનસ્પતિના અન્ય સમૂહ જેવા કે, દરિયાઈ ઘાસ (sea grasses)માં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે અને પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે. આવી જાતિઓમાં પરાગરજ લાંબી, પટ્ટીમય (ribbon like) હોય છે અને પાણીમાં નિષ્ક્રિય રીતે (પરોક્ષ) (passively) વહન પામે છે. તેમાંની કેટલીક પરાગાસન સુધી પહોંચે છે. મોટા ભાગની જલપરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરિત (mucilaginous covering) હોય છે.
  • વાત અને જલ બંને પરાગિત વનસ્પતિઓમાં પુષ્પો રંગબેરંગી હોતાં નથી.

પ્રશ્ન 18.
પ્રાણી દ્વારાપરાગનયનવિશે ઉદાહરણો સહિત સવિસ્તર સમજાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 17
કેટલાંક પ્રાણીઓ પણ પરાગનયન માટે જવાબદાર છે. આ ઘટનાને ઝૂંફીલી કહે છે.

મધમાખી, પતંગિયા, ભંગ કીટકો, (beetles), ભમરીઓ (wasps) કીડી, ફૂદાં (moths), પક્ષીઓ (સનબર્ડ = દેવચકલી અને હમિંગબર્ડ = ગુંજન પક્ષી) તથા ચામાચીડિયું વગેરે સામાન્યપરાગવાહકો છે.

‘પ્રાણીઓ પૈકી કીટકો ખાસ કરીને મધમાખીઓ એ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. આ ઉપરાંત મોટાં પ્રાણીઓ જેવા કે કેટલાંક પ્રાઇમેટ (લેમૂર), વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતાં (કર્તનશીલ) પ્રાણીઓ (arboreal rodents) અથવા સરિસૃપો (ગેકો ગરોળી અને કાચિંડો) (Gecko lizard and garden lizard) વગેરે કેટલીક જાતિઓમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે.

પ્રાણી દ્વારા પરાગિતવનસ્પતિઓનાં પુષ્પો મોટેભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારનાં અનુકૂલનો વિકસાવે છે.

મોટા ભાગનાં કીટપરાગિત પુષ્પો મોટે ભાગે મોટાં, રંગબેરંગી, સુગંધ અને મધુરસથી સમૃદ્ધ હોય છે.

જ્યારે પુષ્પો નાનાં હોય ત્યારે ઘણાં પુષ્પો એકઠાં થઈ પુષ્પવિન્યાસ બનાવે છે. જેથી તે ધ્યાનાકર્ષક બને અને પ્રાણીઓ પુષ્પોના રંગ અને/અથવા સુગંધથી આકર્ષાય છે.

માખીઓ અને ભંગ કીટકો (beetles)થી પરાગિત પુષ્પો અને પ્રાણીઓને આકર્ષવા ગંદીદુર્ગધ સર્જે છે.

પ્રાણીઓની મુલાકાત નિશ્ચિત કરવા પુષ્પો આ પ્રાણીઓને પુરસ્કાર (reward) આપે છે. મધુદ્રવ્ય (nectar) અને પરાગરજ એ આ પુષ્પો દ્વારા પ્રાણીઓને મળતા સામાન્ય પુરસ્કાર છે. આ પુરસ્કારની પ્રાપ્તિ માટે આ મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે, પ્રાણીઓનો દેહ પરાગરજનું આવરણ મેળવે છે.

પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ ચીકાશયુક્ત હોય છે, જ્યારે આ પ્રાણીઓ પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાસનના સંપર્કમાં આવે છે ત્યારે પરાગનયન થાય છે.

કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડાં મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે છે. ઉદાહરણ : સૂરણ (Amorphophallus)નું ઊંચું પુષ્પ (તે પુષ્પ જ પોતે 6 ફૂટની ઊંચાઈ ધરાવે છે.).

આવો જ આંતરસંબંધ ફૂદાંની જાતિ અને યુક્કા વનસ્પતિ વચ્ચે જોવા મળે છે. જ્યાં બંને જાતિઓ ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતાં નથી. ફૂદાં પોતાનાં ઈંડાં બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્પ તેના બદલામાં ફૂદાં દ્વારા પરાગિત થાય છે. જ્યારે બીજનો વિકાસ થાય છે ત્યારે જ ફૂદાંની ઈયળ કે ડિમ્ભ (Larvae) ઈંડાંમાંથી બહાર આવે છે. (નોંધઃ તમારી આસપાસની વનસ્પતિઓના પુષ્પોનું અવલોકન કરો અને તેમની મુલાકાત લેતાં પ્રાણીઓનું અવલોકન કરો અને તે પરાગવાહકો છે કે નહીં તેનો અભ્યાસ ધ્યાનપૂર્વક કરો.)

ઘણા કીટકો પરાગનયન પ્રેર્યા વગર પરાગરજ અને મધુરસનો ઉપયોગ કરે છે. આ પુષ્પ મુલાકાતીઓને પરાગરજ / મધુરસના લૂંટારુઓ કહેવાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 19.
બાહ્યસંવર્ધનપ્રયુક્તિઓ એટલે શું? તેનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર:
મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ ક્રિલિંગી પુષ્પો સર્જે છે અને તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. સતત સ્વપરાગનયન થવાને લીધે અંતઃસંવર્ધનદબાણ (InbreedingDepression) થાય છે.

સપુષ્પી વનસ્પતિઓ સ્વ-પરાગનયનમાં અવરોધ ઊભો કરવા અને પર-પરાગનયનના ઉત્તેજન માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે.

(i) પૃથકતાઃ કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો સમય એક જ હોતો નથી તેને પૃથક્તા કહે છે. પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે. દા.ત., પામ્સ (Palms).

(ii) પરાગાશય અને પરાગાસનનાં જુદાં જુદાં સ્થાન કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદાં-જુદાં સ્થાનોએ આવેલાં હોય છે. આથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. દા.ત., પ્રિયુલા. આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને અવરોધે છે.

વિશેષ જાણકારી (More Information):
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 18
(iii) સ્વઅસંગતતા જે પ્રયુક્તિ અંતઃસંવર્ધનને અટકાવે છે તેને સ્વઅસંગતતા કહે છે. દા.ત., માલ્યા. આ એક જનીનિક ક્રિયાવિધિ છે. તે સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.

(iv) એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા સ્વપરાગનયન અટકાવવા માટે તે માત્ર એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. એકસદની વનસ્પતિઓ (દા.ત., દિવેલા, મકાઈ)માં સ્વફલન અટકાવી શકાય છે. પરંતુ ગેઇટોનોગેમી અટકાવી શકાતું નથી. જ્યારે કિંસદની વનસ્પતિઓ (દા.ત., પપૈયાં)માં સ્વફલન અને ગેઇટોનોગેમી એમ બંને અટકાવી શકાય છે.

પ્રશ્ન 20.
પરાગરજ-ત્રીકેસર આંતરસંબંધોવર્ણવો. અથવા સંગત અને અસંગતપરાગરજ વિશે માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 19

  • કુદરતમાં પરાગનયનથી પરાગરજ એ જ જાતિના સ્ત્રીકેસર ઉપર જ સ્થળાંતરિત થાય તેની કોઈ ખાતરી હોતી નથી. સંગત પરાગરજ હોતી નથી.
  • ઘણીવાર, પરાગરજ કાંતો બીજી જાતિઓની હોય અથવા એ જ વનસ્પતિની હોય તો પણ તે પરાગાસન ઉપર સ્થાપિત થતી નથી. સ્વ-અસંગત પરાગરજ કરે છે.
  • સ્ત્રીકેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવી (સંગત પરાગરજ) કે અસ્વીકાર કરવો (અસંગત પરાગરજ) તેને ઓળખવાની ક્ષમતા હોય છે.
  • જો પરાગરજ અસંગત હોય તો, સ્ત્રીકેસર પરાગરજને સ્વીકારે છે અને પશ્ચ પરાગનયનની ઘટનાઓને પ્રોત્સાહિત કરે છે. જેને કારણે ફલન થાયછે.
  • જો પરાગરજસ્વયં અસંગત હોયતો, સ્ત્રીકેસર પરાગરજને અસ્વીકૃત કરે છે. જેથી પરાગરજનું અંકુરણ પરાગાસન પર થતું નથી.
  • સ્ત્રીકેસરની પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની ક્ષમતાનો આધાર પરાગરજમાં આવેલાં રાસાયણિક ઘટકો પરાગરજની દીવાલ અને તેમાં આવેલાં પ્રોટીન ઘટકો અને મુક્ત થતાં વિવિધ જલવિઘટિત ઉત્સચકો ઉપર છે.
  • તાજેતરના વર્ષોમાં વનસ્પતિશાસ્ત્રીઓ, કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરનાં રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે.
  • સંગત પરાગનયનમાં પરાગરજપરાગાસન ઉપર જનનછિદ્રો દ્વારા પરાગનલિકા ઉત્પન્ન કરે છે.
  • પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામે છે.
  • પરાગનલિકાપરાગાસન અને પરાગવાહિનીની પેશીમાં થઈને વિકાસ પામે છે અને બીજાશયમાં પહોંચે છે.
  • કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ (વાનસ્પતિ કોષ અને જનનકોષ) કિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
  • જયારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનનકોષ વિભાજન પામે છે અને બે નર જન્યુઓ સર્જે છે. એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
  • પરાગનલિકા શરૂઆતમાં બે નરજન્યુઓનું વહન કરે છે. જે અંડછિદ્રીય છેડેથી બીજાશયના અંડકમાં પહોંચે છે અને ત્યાંથી તંતુમય ઘટકો (Filliform apparatus) દ્વારા એક સહાયક કોષમાં દાખલ થાય છે.
  • તંતુમ ઘટકો પરાગનલિકાને સહાયક કોષામાં પહોંચવાના માર્ગ અંગે માર્ગદર્શન આપે છે.
  • આ બધી જ ઘટનાઓ – પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશને સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કરે છે.
  • પરાગરજ – સ્ત્રીકેસર આંતરક્રિયા એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે. જેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને તેની ઓળખ (સંગતતા)નો સમાવેશ થાય છે.
  • આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરીને વનસ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ, ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે છે અને ઇચ્છિત સંકર જાતો મેળવે છે.
  • પ્રયોગ: પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાનો ઉદ્ભવ વટાણા (pea), ચણા (chickpea), ક્રોટોલારીયા (crotolaria) ગુલમહેદી (balsam) અને બારમાસી (vinca) જેવી વનસ્પતિઓની પરાગરજને લગભગ 10 % શર્કરાનું દ્રાવણ ધરાવતી સ્લાઇડ ઉપર આસ્થાપન કરી15-30 મિનિટ બાદ સૂક્ષ્મદર્શક યંત્રમાં લો-પાવરમાં અવલોકન કરતાં પરાગરજમાંથી બહાર આવતી પરાગનલિકા જોઈ શકાય છે.

પ્રશ્ન 21.
કૃત્રિમ સંવર્ધન કરવાની પદ્ધતિવર્ણવો.
ઉત્તર:

  • કૃત્રિમ સંકરણમાં ઇચ્છિત પરાગરજોનો ઉપયોગ પરાગનયનમાં કરવામાં આવે છે. આ ક્રિયા ઇમેક્યુલેશન (વંધ્યીકરણ) અને બેગિંગ (કોથળી ચઢાવવી) પદ્ધતિથી કરી શકાય છે.
  • જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય, તો ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને વંધ્યીકરણ (emasculatoin) કહે છે.
  • ઇમેસ્કયુલેશન (વંધ્યીકરણ) કરેલ પુષ્પોને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકવામાં આવે છે. જે સામાન્ય રીતે મીણિયાના કાગળ (butter paper)ની બનેલ હોય છે. તે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે છે. આ ક્રિયાને કોથળી ચઢાવવી (bagging) કહે છે.
  • કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પોના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે અને ફરીથી આ પુષ્પને કોથળી ચઢાવવામાં આવે છે અને તેમાંથી ફળનો વિકાસ થવા દેવામાં આવે છે.
  • જો માતૃ (માદા) વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે તો વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી. પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચઢાવવામાં આવે છે. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને, ત્યારે પરાગનયનની ક્રિયા ઇચ્છિત પરાગરજનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને પુષ્પને પુનઃકોથળીચઢાવવામાં આવે છે.
  • આ પદ્ધતિનું પાક સુધારણા કાર્યક્રમમાં વિશેષ મહત્ત્વ છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 22.
આવૃત બીજધારીઓમાં બેવડું ફલન સમજાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 20

  • પરાગનયનને અંતે પરાગરજ માદા સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય છે. પરાગનયનને અનુસરીને ફલનની ક્રિયા થાય છે.
  • પરાગાસન પર પ્રસ્થાપિત પરાગરજનો વિકાસ થતાં પરાગનલિકા વિકસે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં વિકસતી જાય છે અને બીજાશયમાં પ્રવેશી અંડક પાસે પહોંચે છે. આ સમયે પરાગનલિકાના પોલાણમાં બે નરજન્યુઓ સમાવિષ્ટ હોય છે.
  • બે પૈકી એકસહાયક કોષમાં પ્રવેશ બાદ, પરાગનલિકાબેનરજન્યુઓને સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે છે.
  • બે પૈકીનો એક નરજન્ય અંડકોષ તરફ વહન પામી અને તેના કોષકેન્દ્રો સાથે જોડાય છે. આમ સંયુગ્મન (syngamy) પૂર્ણ થાય છે. જેના પરિણામે દ્વિકીય કોષ, યુગ્મનજ (2n) સર્જાય છે.
  • અન્ય નરજન્યુ ભૂણપુટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષકેન્દ્ર તરફ આગળ વધી તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર (Primary endosperm nucleus – PEN)નું નિર્માણ કરે છે.
  • આમ ત્રણ એકકીય કોષકેન્દ્રના જોડાણને ત્રિકીય જોડાણ (triple fusion) કહે છે. આમ, સંયુમ્ન અને ત્રિકીય જોડાણ બે પ્રકારના જોડાણ ભૂણપુટમાં થાય છે. તેથી આ ઘટનાને બેવડું ફલન (double fertilization) કહે છે. જે સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના છે.
  • મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ધૂણપોષ કોષ (PEC)માં પરિણમે છે અને ભૃણપોષ (endosperm) તરીકે વિકાસ પામે છે. જ્યારે યુગ્મનમાંથી ભૂણનો વિકાસ થાય છે.

પ્રશ્ન 23.
લૂણપોષ (Endosperm) એટલે શું? ભૃણપોષના પ્રકારોવર્ણવો.
ઉત્તર:

  • ત્રિકીય (3n) પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્રમાંથી ભૂણપોષનો વિકાસ થાય છે. જે વારંવાર સમવિભાજનથી વિભાજન પામી ત્રિકીય ભૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. તેનો વિકાસ ભૂણના વિકાસ પહેલાં જ થાય છે. તેના ત્રણ પ્રકારો છેઃ કોષકેન્દ્રીય, કોષીય અને હેલોબીયલ.
  • આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને વિકસતા ભૂણને પોષણ પૂરું પાડે છે.
  • (a) મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષઃ આ સૌથી સામાન્ય પ્રકારનો ભૂણપોષ છે. PEN વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્રો સર્જે છે. ભૂણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ કહે છે.
  • (b) બહુકોષી ભૂણપોષઃ કોષકેન્દ્રો પરિધ વિસ્તારમાં ગોઠવાય છે અને ભૂણપુટના વચ્ચેના વિસ્તારમાં મોટી રસધાની બને છે. ત્યારબાદ કોષરસના વિભાજનની શરૂઆત થાય છે. આ પ્રક્રિયા પણ પરિઘથી શરૂ થઈ કેન્દ્ર વિસ્તાર તરફ આગળ વધે છે. અંતે બહુકોષી ભૂણપોષ અસ્તિત્વમાં આવે છે.
  • અપરિપક્વ (કાચા) નાળિયેરમાં રહેલું પાણી બીજું કશું નથી પરંતુ મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ (હજારો કોષકેન્દ્રોથી બનેલો) છે. કાચા (અપરિપકવ) તેમજ તેની ફરતે આવેલ સફેદ ગરકે માવો (kernel)એ કોષીય ભૂણપોષ છે.
  • નારિયેળમાં રહેલું પાણી એ શું છે? ue વિકસિત ભૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય. (દા.ત., વાલ, વટાણા, નાળિયેર) અથવા તે પરિપક્વબીજમાં ચિરલગ્ન રહે (દા.ત. દિવેલા, નાળિયેર) અને બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે.

પ્રશ્ન 24.
લૂણ (Embryo) એટલે શું? દ્વિદળી અને એકદળીણની રચના સમજાવો.
ઉત્તર:
ભૂણનો વિકાસ અંડકછિદ્ર નજીક રહેલા દ્વિકીયયુગ્મનજમાંથી થાય છે.

મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદયુગ્મનજનું વિભાજન થાય છે. વિકસતા ભૂણને પોષણ પૂરું પાડવા માટેનું આ એક અનુકૂલન છે.

બીજમાં વિવિધતા જોવા મળે છે. છતાં, એકદળી અને દ્વિદળી બંનેમાં ભૂણવિકાસની પ્રારંભિક અવસ્થાઓ (ભૂણજનન embryogeny) સમાન હોય છે. દ્વિદળી ભૂણમાં ભૂણજનનની અવસ્થાઓ દર્શાવે છે.

યુગ્મન પૂર્વભૂણ (pro-embryo)માં વિકસે છે અને ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભૂણમાં વિકાસ પામે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 20

લાક્ષણિક હિંદળી ભૂણ લાક્ષણિક દ્વિદળી ભૂણ એ ભૂણધરી (embryonal axis) અને બે બીજપત્રો (cotyledons) ધરાવે છે. લાક્ષણિક દ્વિદળી બીજપત્રો ઉપરનો ભૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ (epicoty) જે ભૂણાગ્ર કે આદિસ્કંધ (plumule) અથવા પ્રકાંડાગ્ર (stem tip)માં ભૂણ પરિણમે છે. બીજપત્રો નીચેનો નળાકાર વિસ્તાર અધરાક્ષ (hypocotyle) છે જે નીચેના છેડે ભૃણમૂળ કે આદિમૂળ (radicle)
અથવા મૂલાગ્ર (roottp)માં પરિણમે છે.મૂળનો ટોચનો ભાગમૂળટોપથી આવરિત હોય છે.

એકદળીનું ભૂણ: એકદળીનું ભૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. ઘાસના કુળમાં આવેલ બીજપત્રને વરુથિકા (scutellum) એકદળીનું લૂણ કહે છે. જે ભૃણધરીની એક બાજુ (પાર્શ્વ બાજુ) ગોઠવાયેલ હોય છે. ભૂણધરી તેના નીચેના છેડે ભૃણમૂળ ધરાવે છે અને મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે. જેને ભૃણમૂળ ચોલ (coleorrhiza) કહે છે. ભૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ ઉપરાક્ષ છે.

ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય (leaf premordia) ધરાવે છે. જે પોલા પર્ણ જેવી રચનાઓ (foliar)થી આવરિત
હોય છે. જેને ભૂણાઝચોલ (coleoptile) કહે છે.

(નોંધ: કેટલાંક બીજ (ઘઉં, મકાઈ, વટાણા, ચણા, મગફળી)ને આખી રાત પાણીમાં પલાળો પછી બીજને ફોલીને બીજ અને ભૂણના વિવિધ ભાગોનું અવલોકન કરો.)
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 21

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 25.
બીજ (seed) વિશે સમજાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 22

  • આવૃત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નીપજ છે. તેને ઘણીવાર ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે છે. બીજ ફળની અંદર નિર્માણ પામે છે.
  • લાક્ષણિકબીજ બીજાવરણ બીજાવરણો, બીજપત્ર બીજપત્રો અને ભૂણધરી ધરાવે છે.
  • ભૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે. સામાન્ય રીતે તે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી (શિમ્બીકુળમાં) જાડું અને ફૂલેલું હોય છે.
  • પાર પુખ્તબીજ આક્યુમિન વગરના (non-albuminous) અથવા આક્યુમિનમુક્ત (ex-albuminous) કે અભૂણપોષી હોય છે.
  • અલૂણપોષી બીજમાં સ્થાયી ભૂણપોષ હોતો નથી. કારણ કે ભૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે (દા.ત., વટાણા, મગફળી).
  • આબ્યુમિનયુક્ત કે ભૂણપોષી બીજમાં ભૂણપોષ જળવાઈ રહે છે. કારણ કે તે ભૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી (દા.ત., ઘઉં, મકાઈ, જવ, દિવેલા).
  • ક્યારેક કેટલાંક બીજમાં (ઉદાહરણ : કાળા મરી અને બીટમાં) પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવાસ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ (perisperm) કહે છે.
  • બીજાવરણો અંડકાવરણો સખત રક્ષણ આપનારાં બીજાવરણોમાં ફેરવાયછે.
  • અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે. તે બીજાંકુરણ દરમિયાન ઑક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. > બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલ પાણીનું પ્રમાણ ઘટે છે અને બીજ વધુ શુષ્ક (તેના જથ્થાના 10-15 % ભેજ) બને છે.
  • ભૂણની સામાન્ય ચયાપચયિક ક્રિયાઓ ધીમી પડે છે. ભૂણ નિષ્ક્રિયતબક્કામાં પ્રવેશે છે જેને સુષુપ્તતા (dormancy) કહે છે અથવા અનુકૂળ પરિસ્થિતિ (પૂરતો ભેજ, 02 અને સાનુકૂળ તાપમાન) પ્રાપ્ત થતાં તે અંકુરિત થાય છે.

પ્રશ્ન 26.
ફળની રચના સમજાવી તેના પ્રકારો વિશે માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન 23

  • ફલાવરણ (pericarp): અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે સાથે થાય છે. બીજાશયની દીવાલ ફળની દીવાલમાં વિકાસ પામે છે. જેને ફલાવરણ (pericarp) કહે છે.
  • ફળ (Fruit)ના પ્રકારો : ફળ માંસલ (ઉદાહરણ: જામફળ, નારંગી, કેરી વગેરે) અથવા શુષ્ક (ઉદાહરણ મગફળી અને રાઈ વગેરે) હોય છે. ઘણાં ફળો બીજ વિકિરણની ક્રિયાવિધિસાથે સંકળાયેલ હોય છે.
  • કુટફળઃ મોટા ભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે. ત્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામીને ખરી પડે છે. પરંતુ કેટલીક જાતિઓ જેવી કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરે પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. આવાં ફળોને કુટફળ (false fruit) કહે છે.
  • સત્યફળઃ મોટા ભાગનાં ફળો માત્ર બીજાશયમાંથીજ વિકાસ પામે છે તેમને સત્યફળ (true fruit) કહે છે.
  • અફલિત ફળો (parthenocarpic fruits) : મોટા ભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે. છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે. આવાં ફળોને અફલિત ફળો (parthenocarpic fruits) કહે છે. ઉદા. કેળુ. અફલિત ફળવિકાસ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય છે અને આવાં ફળબીજવિહીન હોય છે.

પ્રશ્ન 27.
બીજની અગત્યતા જણાવો.
ઉત્તર:
બીજ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેટલાક લાભ પ્રેરે છે.

પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રાજનનિક ક્રિયાઓ જે પાણી પર આધારિત નથી. જ્યારે બીજનિર્માણ એ પાણી પર વધુ આધારિત છે.

બીજ, નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે અને જાતિને પોતાનાપણું જાળવવામાં મદદ કરે છે.

સખત જરૂરિયાત મુજબનો સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભૂણ જ્યાં સુધી પ્રકાશસંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે.

બીજનું સખત આવરણ (બીજાવરણ) પુખ્ત ભૂણનું રક્ષણ કરે છે. તે લિંગી પ્રજનનની પેદાશ હોવાથી, તે નવા જનીનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે.

બીજ એ આપણી કૃષિનો પાયો છે. પુખ્ત બીજનું જલરહિત થવું (dehydration) અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટે અગત્યની બાબત છે. જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકાય અને આગામી વર્ષોમાં પાક મેળવવા માટે તેને ઉગાડી શકાય છે. > બીજની જીવિતતા બીજના વિકિરણ પછી બીજ થોડાક મહિનામાં પોતાની જીવિતતા (viability) ગુમાવે છે. મોટા ભાગની જાતિઓનાં બીજ વર્ષો સુધી જીવંત રહે છે. કેટલાંક બીજ 100 (સો) વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી જીવંત રહે છે. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યાં હોય તેવા પુરાવા (Record) પણ છે.

સૌથી જૂનું બીજ લ્યુપાઇન (lupine)નું છે. યુપાઇનસ આર્કટિક્સ (lupinus arcticus)ના આટિક ટુંડ્રમાં લગભગ 10,000
(દસ હજાર વર્ષ) વર્ષોની સુષુપ્તતા પછી બીજ અંકુરિત થવાના અને તેણે પુષ્પો ઉત્પન્ન કર્યા છે તેવા અપેક્ષિત પુરાવા છે. તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરનાં જીવંત બીજના પુરાવા મળ્યા છે.

પુરાતત્ત્વીય ઉત્પનન દરમિયાન મૃત દરિયા (dead sea) નજીક રાજન હેરોર્ડના મહેલમાં ખજૂરી (phoenix dactylifera) મળી આવી હતી.

કેટલીક વનસ્પતિઓની વિશિષ્ટતાઓ ઑર્કિડનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાનાં બીજધરાવે છે.

પરોપજીવી રોબેન્કી (orobanche) અને સ્ટ્રાઇગા (striga)માં પણ જોવા મળે છે.

વડ (Ficus)ના ટેટાના નાના બીજમાંથી મહાકાય વડનું વૃક્ષ પેદા થઈ શકે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 28.
અસંયોગીજનન એટલે શું? તેનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
સામાન્યતઃ બીજ એ ફલનની અંતિમ નીપજ છે. છતાં એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે. જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે. જેને અનિર્ભળતા અસંયોગીજનન (Apomixis/ parthenogenesis) કહે છે. ફલન વગર ફળનિર્માણને અફલિત ફળ વિકાસ (parthenocarpic) કહે છે.

આમ અસંયોગીજનન એ અલિંગી સ્વરૂપે થાય છે. જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે.

અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિતીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભૂણમાં વિકાસ પામે છે.

લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભૂણપુટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભૂણપુટમાં ઊપસી આવે છે અને ભૃણમાં પરિણમે છે. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભૂણ ધરાવે છે. એક બીજમાં એક કરતાં વધુ ભૃણની હાજરીને બહુભૂણતા કહે છે.

એકકીય અસંયોગીજનનમાં ભૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે. આ રીતે સર્જાતો ભૂણ કુદરતી રીતે એકકીય હોય છે.

નારંગીના બીજને દબાવતાં (squeeze) દરેકબીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ઘણા ભૂણ જોવા મળે છે.

અસંયોગીજનનનું મહત્ત્વ આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત (hybrid variety) વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. સંકર બીજ દર વર્ષે નવાં ઉત્પન્ન કરવા પડે છે. સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતાં નથી. સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે. આથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ પડે છે. જો આવા હાઇબ્રિડ જાતને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે, તો સંકર સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. જેથી ખેડૂત વર્ષોના વર્ષો સુધી સંકર પાક (hybrid crop)મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજખરીદવાની જરૂર રહેતી નથી.

સંકરબીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગીજનનના મહત્ત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળાઓમાં થઈ રહ્યા છે. અસંયોગી જનનની જનીનિકતા સમજવા અને અસંયોગી જનીનનું સંકર જાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યાં છે.

(તફાવત આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
સહાયક ચક્રો અને આવશ્યકચક્રો
ઉત્તર:

સહાયક ચક્રો આવશ્યક ચક્રો
(1) પુષ્પના જે ચક્રો લિંગી પ્રજનન સાથે સંકળાયેલાન હોય પરંતુ તે ક્રિયામાં સહાય કરે તેને સહાયક ચક્રો કહે છે. (1) પુષ્પના જે ચક્રોલિંગી પ્રજનન સાથે સંકળાયેલ ન હોય તેમને આવશ્યક ચક્રો કહે છે.
(2) વજચક્ર અને દલચક્ર સહાયકચક્રો છે. (2) પુંકેસરચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવશ્યકચક્રો છે.
(3) તે પરાગનયન માટે યોગ્ય રચના ધરાવે છે. (3) તેલિંગી પ્રજનનને પ્રેરે છે.
(4) તે વંધ્યચક્રો છે. (4) તે ફળદ્રુપચક્રો છે.

પ્રશ્ન 2.
પુંકેસર અને સ્ત્રીકેસર
ઉત્તર:

પુંકેસર સ્ત્રીકેસર
(1) તે નરપ્રજનન અંગ છે. (1) તેમાદા પ્રજનન અંગ છે.
(2) તે પુંકેસરચક્રનો એકમ ઘટક છે. (2) તે સ્ત્રીકેસરચક્રનો એકમ ઘટક છે.
(3) તે લઘુબીજાણુ પર્ણતરીકે ઓળખાય છે. (3) તે મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખાય છે.
(4) તેની રચનામાં પુંકેસરતંતુ, પરાગાશય અને યોજી જેવા ભાગો ધરાવે છે. (4) તે અંડાશય બીજાશય, પરાગવાહિની અને પરાગાશય જેવા ભાગો ધરાવે છે.
(5) તે લઘુબીજાણુઓ (પરાગરજ) ઉત્પન્ન કરે છે. (5) તે મહાબીજાણુ ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 3.
પરાગાશય અને અંડાશય
ઉત્તર:

પરાગાશય અંડાશય
(1) તે પુંકેસરનો ટોચનો ભાગ છે. (1) તે સ્ત્રીકેસરનો તલભાગછે.
(2) તેમાં પરાગરજ (લઘુબીજાણુ) ઉત્પન્ન થાય છે. (2) તેમાં મહાબીજાણુ (અંડક) ઉત્પન્ન થાય છે.
(3) તેનરજન્ય ઉત્પન્ન કરે છે. (3) તે માદાજન્યુ ઉત્પન્ન કરે છે.
(4) પરાગાશયનું સ્ફોટન થઈ પરાગરજમુક્ત કરે છે. (4) અંડાશયનું સ્ફોટન થતું નથી.
(5) તેમાંથી ફળ કે બીજનું નિર્માણ થતું નથી. (5) તેમાંથી ફળ કે બીજનું નિર્માણ થાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 4.
લઘુબીજાણુધાની અને મહાબીજાણુધાની
ઉત્તર:

લઘુબીજાણુધાની મહાબીજાણુધાની
(1) લઘુબીજાણુધાનીપરાગાશયમાં આવેલી કોથળી જેવી રચના છે. (1) મહાબીજાણુધાની અંડાકાર બહુસ્તરીય રચના છે.
(2) લઘુબીજાણુધાની પરાગાશયમાં આવેલ કોટર જેવી રચનાઓ છે. (2) મહાબીજાણુધાની બીજાશયમાં આવેલ રચના છે.
(3) લઘુબીજાણુધાનીનું સૌથી અંદરનું પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે. (3) એક મહાબીજાણુધાનીમાંથી એકજ બીજ ઉત્પન્ન થાય છે અને ફલન બાદ તેમાંથી બીજ ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 5.
લઘુબીજાણુજનન અનેમહાબીજાણુજનન
ઉત્તર:

લઘુબીજાણુજનન મહાબીજાણુજનના
(1) આ ઘટના પરાગાશયમાં જોવા મળે છે. (1) આ ઘટના અંડાશયમાં જોવા મળે છે.
(2) પરાગમાતૃકોષનું વિભાજન અર્ધીકરણ દ્વારા થતાં પરાગચતુષ્કનું નિર્માણ થાય છે. (2) મહાબીજાણુ માતૃકોષનું વિભાજન અર્ધીકરણ દ્વારા થતાં રેખીય ચતુષ્કનું નિર્માણ થાયછે.
(3) પરાગચતુષ્કમાંથી પરાગરજનું નિર્માણ થાય છે. (3) રેખીય ચતુષ્કમાંથી એક મહાબીજાણુ કે અંડક સર્જાય છે.
(4) પરાગરજને લઘુબીજાણુ તરીકે ઓળખાય છે. (4) મહાબીજાણુને અંડક પણ કહે છે.

પ્રશ્ન 6.
નરજન્યુજનક અવસ્થા-માદાજન્યુજનક અવસ્થા
ઉત્તર:

નરજન્યુજનક અવસ્થા માદાજન્યુજનક અવસ્થા
(1) પરાગરજકે લઘુબીજાણુનું સમભાજન થતાં નરજન્યુજનક અવસ્થા સર્જાય છે. (1) મહાબીજાણુંનું સમભાજન થતાં માદાજન્યુજનક અવસ્થા સર્જાય છે.
(2) પરાગનલિકાની ઘટના જોવા મળે છે. (2) અંડકનું નિર્માણ સર્જાય છે.
(3) પરાગકોષકેન્દ્રમાંથી વાનસ્પતિક કોષ અને જનનકોષનું નિર્માણ થાય છે. (3) મહાબીજાણુ કોષકેન્દ્રનું વિભાજન થતા આઠ કોષકેન્દ્રો અને સાત કોષીયરચના ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 7.
ફૂટફળ અને સત્યફળ
ઉત્તર:

ફૂટકળ સત્યફળ
(1) બીજ સિવાયના અન્ય ભાગો પણ ફળ વિકાસમાં ભાગ લે છે. (1) બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે.
(2) સફરજન, સ્ટ્રોબેરી, કાજુમાં પુષ્પાસન ફળ વિકાસમાં ભાગ લે છે. (2) કેરી, ટામેટાં વગેરેમાં બીજાશયનો વિકાસ ફળમાં થાયછે.

વિજ્ઞાનિક કારણો આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
પુષ્પ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવે છે.
ઉત્તર:
અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પો સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. પુષ્પો એ સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. તેઓ હંમેશાં માનવીની મહત્ત્વની લાગણીઓ જેવી પ્રેમ, છાલ, ખુશી, વ્યથા, શોક કે દુઃખ વગેરે વ્યક્ત કરવાના પ્રતીકસ્વરૂપે ઉપયોગી છે.

પ્રશ્ન 2.
બાહ્યસંવર્ધનપ્રયુક્તિઓ ફળદ્રુપતામાં વધારો કરે છે.
ઉત્તર:
મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ ક્રિલિંગી પુષ્પો સર્જે છે અને પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. સતત સ્વ-પરાગનયન અંતઃસંવર્ધન દબાણ (inbreeding depression)માં પરિણમે છે. સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા અને પર-પરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે. જેથી સંકર જાતો મળે છે. જે વધારે ફળદ્રુપ હોઈ શકે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન

પ્રશ્ન 3.
કૃત્રિમ સંવર્ધન પાક-સુધારણા કાર્યક્રમ માટેની પદ્ધતિમાંનો એક મુખ્યપ્રસ્તાવ છે.
ઉત્તર:
ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી, વ્યાપારિક ધોરણે ઉચ્ચજાત (superior variety) મેળવવા માટે કૃત્રિમ સંવર્ધન પ્રકારના સંવર્ધિત પ્રયોગો અગત્યના છે. આ માટે માત્ર ઇચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પરાગાસનને અસંગત પરાગરજ (બિનઈચ્છિત પરાગરજ)થી રક્ષિત કરવામાં આવે છે. જે વંધ્યીકરણ (emasculation) અને કોથળીચઢાવવા (bagging)જેવી પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે.

પ્રશ્ન 4.
ભૂણપુટમાં સંયુમ્ન અને બિકીય જોડાણ એમ બે પ્રકારના જોડાણ થાય છે.
ઉત્તર:
ફલન દરમિયાન પરાગનલિકાના બે નરજન્યુ પૈકીનો એક નરજ અંડકોષ તરફ વહન પામી તેનાં કોષકેન્દ્રો સાથે જોડાય છે. આમ સુયશ્મન પૂર્ણ થાય છે. જેના પરિણામે કિકીય કોષ યુગ્મનજ (21) સર્જાય છે. અન્ય નરજન્યુ ભૂણપુટના મધ્યમાં આવેલા દ્વિકીય કોષકેન્દ્ર તરફ પ્રયાણ કરી તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર (primary endosperm nucleus PEN)નું નિર્માણ કરે છે. આમ ત્રણ એકકીય કોષકેન્દ્રના જોડાણને ત્રિકીય (triple fusion) કહે છે. આમ ભૂણપુટમાં સંયુશ્મન અને ત્રિકીય જોડાણ એમ બે પ્રકારનાં થવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે. જેસપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના છે.

પ્રશ્ન 5.
હાઇબ્રિડ જાતોને અસંયોગી જાતોમાં રૂપાંતર કરવામાં આવે તો ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.
ઉત્તર:
ખોરાક અને શાકભાજીની કેટલીક સંકરજાત (hybrid variety) વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકરજાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. પરંતુ સંકર જાતના બીજ દર વર્ષે ઉત્પન્ન કરવાં પડે છે. કારણ કે સંકરજાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં તેના લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતાં નથી. સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે અને તેથી ખેડૂતો માટે સંકરબીજની કિંમત વધુ પડે છે. જો આવા બીજને (હાઇબ્રિડ) અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. આથી ખેડૂતો વર્ષોનાં વર્ષો સુધી સંકર પાક (hybrid crop) મેળવી શકે છે અને સંકરબીજ ખરીદવાની જરૂર રહેતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *