GSEB Class 11 Gujarati Vyakaran સંધિ

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Vyakaran Sandhi સંધિ Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Vyakaran Sandhi

Std 11 Gujarati Vyakaran Sandhi Questions and Answers

સંધિ સ્વાધ્યાય

પ્રશ્ન 1.
નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડોઃ
ઉત્તરઃ

  • મિષ્ટાન્ન = મિષ્ટ + અન્ન
  • વેદાન્ત = વેદ + અન્ત
  • વિદ્યાલય = વિદ્યા + આલય
  • ગિરીશ = ગિરિ + ઈશ
  • પ્રતીક્ષા = પ્રતિ + ઈક્ષા
  • હરીચ્છા = હરિ + ઈચ્છા
  • ગજેન્દ્ર = ગજ + ઇન્દ્ર
  • એકોક્તિ = એક + ઉક્તિ
  • રામાયણ = રામ + અયણ
  • મહોદધિ = મહા + ઉદધિ
  • કલ્પેશ = કલ્પ + ઈશ
  • સ્વૈચ્છિક = સ્વ + ઇચ્છિક
  • ક્ષુધાતુર = ક્ષુધા + આતુર
  • બ્રહ્મર્ષિ = બ્રહ્મ + ઋષિ
  • વનૌષધિ = વન + ઔષધિ
  • યોગીન્દ્ર = યોગી + ઈન્દ્ર

GSEB Class 11 Gujarati Vyakaran સંધિ

પ્રશ્ન 2.
નીચે આપેલા શબ્દોની સંધિ કરોઃ
ઉત્તરઃ

  • જ્યોતિ + ઈન્દ્ર = જ્યોતીન્દ્ર
  • શીત + ઉષ્ણ = શીતોષ્ણ
  • લક્ષ્મી + ઈશ = લક્ષ્મીશ
  • મહા + ઐશ્વર્ય = મહેશ્વ
  • પુસ્તક + આલય = પુસ્તકાલય
  • કાલ + ઈશ્વર = કાલેશ્વર
  • માલા + ઉપમા = માલોપમા
  • ભૂપ + ઇન્દ્ર = ભૂપેન્દ્ર
  • આર્ય + આવર્ત = આર્યાવર્ત
  • વાત + અનુકૂલ = વાતાનુકૂલ
  • ગંગા + ઉદક = ગંગોદક
  • પુરુષ + ઉત્તમ = પુરુષોત્તમ
  • મત્સ્ય + ઉદ્યોગ = મત્સ્યોદ્યોગ
  • પરમ + ઈશ્વર = પરમેશ્વર
  • ગંગા + ઓઘ = ગંગૌઘ
  • શાળા + ઉપયોગી = શાળાપયોગી
  • યથા + ઈષ્ટ = યથેષ્ટ

GSEB Class 11 Gujarati Vyakaran સંધિ

પ્રશ્ન 3.
નીચે આપેલા શબ્દોની સંધિ થતી હોય તો નિશાની (✓) કરો, ન થતી હોય તો (✗) કરો:
ઉત્તરઃ

  • ઘર + ઉપયોગ (✓)
  • લેવા + આપવા (✗)
  • બેસવા + ઉઠવા (✗)
  • સત્ + જન (✓)
  • બાળ + ઉછેર (✓)
  • હસ્ત + ઉદ્યોગ (✓)
  • કાપડ + ઉદ્યોગ (✓)
  • ગ્રામ + ઉદ્યોગ (✓)
  • સત્ય + આગ્રહ (✓)

પ્રશ્ન 4.
નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડોઃ
ઉત્તરઃ

  • વિદ્યાર્થી = વિદ્યા + અર્થી
  • લોકાપવાદ = લોક + અપવાદ
  • સર્વોદય = સર્વ + ઉદય
  • સ્વાગત = સુ + આગત
  • હેતાર્થ = હેત + અર્થ
  • ચન્દ્રોદય = ચન્દ્ર + ઉદય
  • વિદ્યોપાસના = વિદ્યા + ઉપાસના
  • સદેવ = સદા + એવ પ્રશ્ન

GSEB Class 11 Gujarati Vyakaran સંધિ

પ્રશ્ન 5.
રેખાંકિત શબ્દોની સંધિ કરી વાક્ય ફરી લખોઃ

(1) કુસુમ આયુધથી રહેવાયું નહિ.
ઉત્તરઃ
કુસુમાયુધથી રહેવાયું નહિ.

(2) મા કે બા જેવો શબ્દ ઉચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી.
ઉત્તરઃ
મા કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી.

(3) અતીત નિદ્ મુખ વાળિયા, સુણ સુંદરી રે…!
ઉત્તરઃ
અતીત નિર્મુખ વાળિયા, સુણ સુંદરી રે..!

(4) “મૂળશંકર સ્વ અર્થી છે માટે તું જુદું વહેંચી નાખ.
ઉત્તરઃ
મૂળશંકર સ્વાર્થી છે માટે તું જુદું વહેંચી નાખ.

GSEB Class 11 Gujarati Vyakaran સંધિ

પ્રશ્ન 6.
પાઠ્યપુસ્તકમાંથી સ્વરસંધિ થઈ હોય તેવા શબ્દો તારવી તેનો વિગ્રહ કરોઃ
ઉત્તરઃ
દરેક ગદ્ય-પદ્યના વ્યાકરણમાં “સંધિ છૂટી પાડો’ પ્રશ્ન આપવામાં આવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *