Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના Important Questions and Answers.
GSEB Class 11 Biology Important Questions Chapter 6 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
વર્ધનશીલ પેશી કોને કહેવાય?
ઉત્તર:
વનસ્પતિઓમાં વૃદ્ધિ મોટે ભાગે ક્રિયાશીલ (સક્રિય) કોષવિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત છે. સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહે છે.
પ્રશ્ન 2.
વધુનશીલ પેશીના પ્રકાર જણાવો.
ઉત્તર:
પ્રશ્ન 3.
સ્થાન જણાવો : અગ્રીય વર્ધનશીલ પેશી
ઉત્તર:
સ્થાન : મૂળ તથા પ્રરોહના અગ્રસ્થ ભાગમાં રહેલી વર્ધનશીલ પેશી.
પ્રશ્ન 4.
પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલપેશીને શું કહે છે ?
ઉત્તર:
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી.
પ્રશ્ન 5.
પાર્ષીયવર્ધનશીલ પેશીના ઉદાહરણ જણાવો.
ઉત્તર:
ઉદાહરણ : પુલીય વાહિએધા, આંતરપુલીયએધા અને ત્વક્ષેધા.
પ્રશ્ન 6.
સ્થાયીકોષો કોને કહે છે ?
ઉત્તર:
પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલપેશી એમ બંનેના કોષો વિભાજનોને અનુસરી બનતા નવાકોષો રચના અને કાર્યની દૃષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. આવા કોષો સ્થાયી કે પરિપક્વ કોષો તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 7.
પેશી એટલે શું?
ઉત્તર:
સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યતઃ સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે.
પ્રશ્ન 8.
કોના આધારે પેશીઓના પ્રકાર પડે છે ? કયા-કયા?
ઉત્તર:
નવા રચાયેલા કોષો વિભાજનની ક્ષમતા ધરાવે છે કે નહીં, તેના આધારે પેશીઓના પ્રકારો પડે છે.
પ્રશ્ન 9.
સ્થાયી પેશીના પ્રકારો જણાવો.
ઉત્તર:
(a) સરળ સ્થાયી પેશી
(b) જટિલ સ્થાયી પેશી
પ્રશ્ન 10.
શબ્દ ભેદ જણાવો : સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી
ઉત્તર:
સરળ સ્થાયી પેશી | જટિલ સ્થાયી પેશી |
આ પેશી ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી છે. | આ પેશી ઘણા વિવિધ પ્રકારના કોષોની બનેલી છે. |
પ્રશ્ન 11.
વિવિધ સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશીના નામ જણાવો.
ઉત્તર:
સરળ સ્થાયી પેશી :
(a) મૃદુતક પેશી
(b) સ્થૂલકોણક પેશી
(c) દઢોતક પેશી જટિલ
સ્થાયી પેશી :
(a) જલવાહક પેશી
(b) અન્નવાહક પેશી
પ્રશ્ન 12.
સ્થાન અને કાર્ય જણાવો : આંતરર્વિષ્ટ વર્ધનશીલ પેશી
ઉત્તર:
સ્થાન : ઘાસમાં અને શાકાહારી ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગ્યાએ પુનઃનિર્માણ પામતાં ભાગોમાં રહેલી છે.
કાર્ય : આ પેશી અલ્પાયુ હોય છે અને થોડા સમય માટે વિભાજનશીલતા દાખવી આસપાસની સ્થાયી પેશીઓની વચ્ચે ગોઠવાય છે.
પ્રશ્ન 13.
મૃદુત્તકીય કોષોનો આકાર જણાવો.
ઉત્તર:
મૃદુતક પેશીના કોષો સામાન્ય રીતે સમવ્યાસી છે. તેઓ આકારમાં ગોળાકાર, અંડાકાર, વર્તુળાકાર અને બહુકોણીય હોય છે.
પ્રશ્ન 14.
મૃદુતક પેશીનું કાર્ય જણાવો.
ઉત્તર:
મૃદુતક પેશી એ પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્રાવ જેવા વિવિધ કાર્યો કરે છે.
પ્રશ્ન 15.
મોટે ભાગે વનસ્પતિના વિવિધ અંગોમાં જોવા મળતી પેશીનું નામ જણાવો.
ઉત્તર:
મૃદુતક પેશી.
પ્રશ્ન 16.
દ્વિદળી વનસ્પતિઓના પ્રકાંડમાં અધઃસ્તર (અધિસ્તરની નીચેનું સ્તર)માં જોવા મળતી પેશીનું નામ જણાવો.
ઉત્તર:
સ્થૂલકોણક પેશી
પ્રશ્ન 17.
કાર્ય જણાવો : સ્થૂલકોણ પેશી
ઉત્તર:
આ પેશી કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડ જેવા વનસ્પતિના વિકાસ પામતા ભાગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે.
પ્રશ્ન 18.
રચના, ઉત્પત્તિ અને વિકાસની વિવિધતાને આધારે દઢોતક પેશીના પ્રકાર જણાવો.
ઉત્તર:
દઢોતક પેશીના બે પ્રકાર :
(a) તંતુઓ (fibers)
(b) અશ્વિકોષો (કઠકો – Sclereids)
પ્રશ્ન 19.
અષ્ઠિકોષોનું સ્થાન જણાવો.
ઉત્તર:
અશ્વિકોષો સામાન્યતઃ કાચલ (કવચયુક્ત ફળ – nuts) ના ફલાવરણમાં, જામફળ, નાસપતિ અને ચીકુ જેવા ફળોના ગરપ્રદેશમાં, શિમ્બી વનસ્પતિઓના બીજાવરણમાં અને ચાના પર્ણોમાં જોવા મળે છે.
પ્રશ્ન 20.
જલવાહકપેશીનું કાર્ય જણાવો.
ઉત્તર:
આ પેશી વહનપેશી તરીકે પાણી અને ખનીજદ્રવ્યોનું વહન મૂળથી પ્રકાંડ અને પર્ણ તરફ કરે છે.
પ્રશ્ન 21.
જલવાહકપેશીના ઘટકોના નામ જણાવો.
ઉત્તર:
(a) જલવાહિનિકી
(b) જલવાહિની
(c) જલવાહકતંતુઓ
(d) જલવાહક મૃદુત્તક
પ્રશ્ન 22.
જલવાહકપેશીના એક જીવંતઘટકનું નામ જણાવો.
ઉત્તર:
જલવાહક મૃદુતક’
પ્રશ્ન 23.
જલવાહક મૃદુતકમાં કયા ઘટકોનો સંગ્રહ થાય છે ?
ઉત્તર:
જલવાહક મૃદુતક સ્ટાર્ચ કે ચરબી અને ટેનિન જેવા બીજા પદાર્થો સ્વરૂપે ખોરાક દ્રવ્યોનો સંગ્રહ કરે છે.
પ્રશ્ન 24.
શબ્દભેદ જણાવો : અંતરારંભી જલવાહક અને બહિરારંભી જલવાહક
ઉત્તર:
અંતરારંભી જલવાહક | બર્હિરારંભી જલવાહક |
પ્રકાંડમાં, આદિદારૂ કેન્દ્ર ત૨ફ(મજાકીય) અને અનુદારૂ પરિઘવર્તી દિશામાં સ્થિત છે. આ પ્રકારની પ્રાથમિક જલવાહકને અંતરારંભી કહે છે. | મૂળમાં, આદિદારૂ પરિઘવર્તી દિશામાં અને અનુદારૂ કેન્દ્ર તરફ (મજાકીય) સ્થિત છે. આ પ્રકારની પ્રાથમિક જલવાહકને બહિરારંભી કહે છે. |
પ્રશ્ન 25.
શબ્દ ભેદ જણાવો : આદિઅન્નવાહક અને આદિઅન્નવાહક (આદિરસવાહિની)
ઉત્તર:
આદિઅન્નવહક (આદિરસવાહિની) | અનુઅન્નવાહક (અનુરસવાહિની) |
પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક એ સાંકડી ચાલની નલિકાઓની બનેલી છે અને તે આદિઅન્નવાહક તરીકે ઓળખાય છે. | પછીથી નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક એ મોટી ચાલની નલિકાઓ ધરાવે છે અને તે અનુઅન્નવાહક તરીકે ઓળખાય છે. |
પ્રશ્ન 26.
કાર્ય જણાવો : અન્નવાહકપેશી
ઉત્તર:
અન્નવાહકપેશી ખોરાકનું વહન સામાન્ય રીતે પર્ણોથી વનસ્પતિના અન્ય ભાગો તરફ કરે છે.
પ્રશ્ન 27.
અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓનાં અન્નવાહકપેશીના ઘટકો વિશે જણાવો.
ઉત્તર:
અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ આલ્યુમિનયુક્ત કોષો અને ચાલનીકોષો ધરાવે છે. તેઓમાં ચાલનીનલિકાઓ અને સાથીકોષોનો અભાવ હોય છે.
પ્રશ્ન 28.
કાર્ય જણાવો : સાથી કોષો
ઉત્તર:
સાથીકોષોનું કોષકેન્દ્ર ચાલનીનલિકાના કાર્યોનું નિયંત્રણ કરે છે.
પ્રશ્ન 29.
અન્નવાહક મૃદુત્તકમાં કયા પદાર્થોનો સંગ્રહ થાય છે ?
ઉત્તર:
અન્નવાહક મૃદુત્તકમાં પોષકપદાર્થો તેમજ રાળ, ક્ષીર અને શ્લેષ્મ જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ થાય છે.
પ્રશ્ન 30.
કઈ વનસ્પતિના અન્નવાહકતંતુઓ વ્યવસાયિક રીતે ઉપયોગી છે ?
ઉત્તર:
શણ, અળસી અને ભાંગના અન્નવાહકતંતુઓ વ્યવસાયિક રીતે ઉપયોગી છે.
પ્રશ્ન 31.
અધિસ્તરીય પેશીતંત્રમાં વનસ્પતિદેહના કયા કયા ભાગોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
અધિસ્તરીય પેશીતંત્રમાં અધિસ્તરીય કોષો, વાયુધ્ધો અને પ્રકાંડરોમ તથા મૂળરોમ જેવા બહિરૂદ્ ભેદોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 32.
અધિસ્તરીય કોષોની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
અધિસ્તરીય કોષો એ ઓછા પ્રમાણમાં કોષરસ તથા તેની ફરતે કોષદીવાલનું અસ્તર અને મોટી રસધાનીયુક્ત મૃદુતકકોષો છે.
પ્રશ્ન 33.
સ્થાન અને કાર્ય જણાવો : ક્યુટિકલ
ઉત્તર:
સ્થાન : અધિસ્તરની બહારની બાજુ ઘણીવાર મીણયુક્ત જાડા સ્તરથી આવરિત હોય છે. જે ક્યુટિકલ તરીકે ઓળખાય.
કાર્ય : તે પાણીનો વ્યય અટકાવે છે.
પ્રશ્ન 34.
વનસ્પતિના કયા ભાગમાં ક્યુટિકલનો અભાવ હોય છે ?
ઉત્તર:
મૂળમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે.
પ્રશ્ન 35.
કાર્ય જણાવો : વાયુરંધ્ર
ઉત્તર:
તે બાષ્પોત્સર્જનની ક્રિયાનું નિયમન કરે છે અને વાયુઓની આપ-લે કરે છે.
પ્રશ્ન 36.
વાયુરંધ્રપ્રસાધન કોને કહેવાય ?
ઉત્તર:
વાયુપ્રછિદ્ર, રક્ષકકોષો અને તેમની આસપાસ સહાયકકોષો ભેગા મળીને બનતી રચનાને વાયુરંધ્રપ્રસાધન કહેવાય.
પ્રશ્ન 37.
સહાયકકોષો એટલે શું ?
ઉત્તર:
ક્યારેક વાયુઘ્ધની રચનામાં રક્ષકકોષોના સાનિધ્યમાં રહેલા કેટલાક અધિસ્તરીય કોષો તેમના આકાર અને કદમાં વિશિષ્ટ બને છે અને તેમને સહાયકકોષો તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 38.
દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિના રક્ષકકોષોનો આકાર જણાવો.
ઉત્તર:
દ્વિદળી વનસ્પતિના રક્ષકકોષો વાલ આકારના અને એકદળી વનસ્પતિના રક્ષકકોષો ડમ્બેલ આકારના હોય છે.
પ્રશ્ન 39.
મૂળરોમનું કાર્ય જણાવો.
ઉત્તર:
જમીનમાંથી પાણી અને ખનીજદ્રવ્યોના શોષણમાં મદદ કરે છે.
પ્રશ્ન 40.
પ્રકાંડરોમનું કાર્ય જણાવો.
ઉત્તર:
પ્રકાંડોમ બાષ્પોત્સર્જનના કારણે થતો પાણીનો વ્યય અટકાવવામાં મદદરૂપ છે.
પ્રશ્ન 41.
આધારક પેશીતંત્ર કઈ પેશીઓનું બનેલું હોય છે ?
ઉત્તર:
આધા૨ક પેશીતંત્ર મૃદુત્તક, સ્થૂલકોણક અને દઢોતક જેવી સરળ પેશીઓનું બનેલું હોય છે.
પ્રશ્ન 42.
મધ્યપર્ણ પેશી કોને કહે છે ?
ઉત્તર:
પર્ણોમાં આધારોતક પેશી પાતળી દીવાલયુક્ત કોષોની બનેલી છે અને કોષો રિતકણો ધરાવે છે જેને મધ્યપર્ણપેશી કહે છે.
પ્રશ્ન 43.
વાહિપુલ કોને કહેવાય ?
ઉત્તર:
જલવાહકપેશી અને અન્નવાહકપેશીના સમૂહને વાહિપુલ કહે છે.
પ્રશ્ન 44.
શબ્દ ભેદ આપો: વર્ધમાન વાહિપુલ અને અવર્ધમાન વાહિપુલ
ઉત્તર:
વર્ધમાન વાહિપુલ | અવર્ધમાન વાહિપુલ |
દ્વિદળી વનસ્પતિઓમાં પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહક પેશીઓની વચ્ચે એધા હાજર હોય છે. એધાની હાજરીને કારણે આવા વાહિપુલો એ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક પેશીઓનું નિર્માણ ક૨વાની ક્ષમતા ધરાવે છે અને આથી વર્ધમાન વાહિપુલ કહેવાય છે. | એકદળી વનસ્પતિઓમાં પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહક પેશીઓની વચ્ચે એધાની હાજરી ન હોવાને કારણે, તેઓ દ્વિતીયક પેશીઓનું નિર્માણ કરતી નથી અને આથી તેઓને અવર્ધમાન વાહિપુલ કહેવાય છે. |
પ્રશ્ન 45.
વ્યાખ્યા આપો : અરીય વાહિપુલ
ઉત્તર:
જયારે વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક જુદી-જુદી ત્રિજ્યા પર એકાંતરિક રીતે ગોઠવાયેલી હોય તેને અરીય વાહિપુલ કહે છે.
પ્રશ્ન 46.
અરીય વાહિપુલ વનસ્પતિના કયા ભાગમાં હોય છે ?
ઉત્તર:
અરીય વાહિપુલ મૂળમાં હોય છે.
પ્રશ્ન 47.
વ્યાખ્યા આપો : સહસ્થ વાહિપુલ
ઉત્તર:
જ્યારે વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલી હોય તેને સહસ્થ વાહિપુલ કહે છે.
પ્રશ્ન 48.
સહસ્થ વાહિપુલ વનસ્પતિના કયા ભાગમાં હોય છે?
ઉત્તર:
સહસ્થ વાહિપુલ, પ્રકાંડ અને પર્ણમાં હોય છે.
પ્રશ્ન 49.
કાસ્પેરિયન પટ્ટિકાનું સ્થાન અને કાર્ય જણાવો.
ઉત્તર:
સ્થાન : દ્વિદળી (સૂર્યમુખી) મૂળના અંતઃસ્તરના પીપ આકારના કોષોની અરીય દીવાલ
ઉપર : મીણ જેવા સુબેરીન તેમજ લિનિન પદાર્થોનું સ્થૂલન પટ્ટિકાઓ સ્વરૂપે.
કાર્ય : પાણી માટે અપ્રવેશશીલ છે.
પ્રશ્ન 50.
વાહિપુલ અને મધ્યરંભનો ભેદ આપો.
ઉત્તર:
વાહિપુલ | મધ્યરંભ |
જલવાહક પેશી અને અન્નવાહક પેશીના એકમો એકઠા થઈને વાહિપુલનું નિર્માણ કરે છે. | અંતઃસ્તરની અંદરની તરફ આવેલી બધી જ પેશીઓ જેવી કે પરિચક્ર, વાહિપુલો અને મજ્જા મધ્યરંભનું નિર્માણ કરે છે. |
પ્રશ્ન 51.
શબ્દ ભેદ આપો: ચતુઃસૂત્રી અને બહુસૂત્રી
ઉત્તર:
ચતુઃસૂત્રી | બહુસત્રી |
સૂર્યમુખી (દ્વિદળી) મૂળમાં જલવાહકપેશીના અને અન્નવાહકપેશીના ચાર–ચાર અરીય વાહિપુલો એકાંતરિક ત્રિજયાઓ પર ગોઠવાયેલા, જેને ચતુઃસૂત્રી કહેવાય છે. | મકાઈ (એકદળી) મૂળમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશીના અસંખ્ય વહિપુલો (સામાન્યતઃ છથી વધારે) અરીય અને એકાંતરિક ગોઠવાયેલા, જેને બહુસૂત્રી કહેવાય છે. |
પ્રશ્ન 52.
કાંજીસ્ટર કોને કહેવાય?
ઉત્તર:
અંતઃસ્તરના કોષો સ્ટાર્ચકણો સભર છે. આ સ્તરને કાંજીસ્ટર (Starch sheath) પણ કહે છે.
પ્રશ્ન 53.
અનુદારૂ અને આદિદારૂનો ભેદ આપો.
ઉત્તર:
અનુદારૂ | આદિદા३ |
જલવાહકપેશીના આદિદારૂના નિર્માણ બાદ ક્રમિક વિભેદન પામતા ઘટકો આદિદારૂ કહેવાય છે. | જલવાહક પેશીના પ્રથમ વિભેદન પામતા ઘટકો આદિદારૂ કહેવાય છે. |
પ્રશ્ન 54.
દ્વિદળી પ્રકાંડના વાહિપુલનો પ્રકાર જણાવો.
ઉત્તર:
સહસ્થ, એકપાસ્થ, વર્ધમાન વાહિપુલ – જલવાહક પેશી અંતરારંભી છે.
પ્રશ્ન 55.
દ્વિદળી પર્ણ શા માટે પૃષ્ઠનક્ષીય પર્ણ તરીકે ઓળખાય છે ?
ઉત્તર:
દ્વિદળી પર્ણમાં બે અધિસ્તર તરફ અલગ પ્રકારની મધ્યપર્ણ પેશી આવેલી છે. (ઉપરી અધિસ્તર તરફ લંબોતક પેશી અને અધઃઅધિસ્તર તરફ શિથિલોકક પેશી) તેથી દ્વિદળી પર્ણને પૃષ્ઠપક્ષીય (દ્ધિપાર્શ્વ પર્ણ) કહે છે.
પ્રશ્ન 56.
એકદળી પર્ણ શા માટે સમદ્ધિપાર્શ્વ પર્ણ તરીકે ઓળખાય છે?
ઉત્તર:
એકદળી પર્ણ શિથિલોતક પ્રકારની હરિતકણોતક પેશીથી બનેલું હોવાથી (મધ્યપર્ણ પેશી લંબોતક
અને શિથિલોતકમાં વિભાજિત નથી) પર્ણને સમદ્ધિપાર્શ્વ પર્ણ કહે છે.
પ્રશ્ન 57.
સ્થાન જણાવો : ભંગજાત વિવર (ભંગજાત કોટ૨)
ઉત્તર:
સ્થાન : એકદળી પ્રકાંડના વાહિપુલમાં ભંગજાતવિવર આવેલા.
પ્રશ્ન 58.
સ્થાન અને કાર્ય જણાવો : ભેજગ્રાહી કોષો
ઉત્તર:
સ્થાન : તૃણ વનસ્પતિઓના પર્ણના ઉપરી આધિસ્તરમાં નિયત અંતરે આવેલા છે.
કાર્ય :
- શુષ્ક વાતાવરણમાં તેઓ પાણી ગુમાવી, સંકોચાઈને પર્ણપત્રને અંદરની બાજુ વીંટળાવવામાં સહાયક બને છે. આમ, થતાં પર્ણનું ઉસ્વેદન ઘટે છે.
- ભેજયુક્ત વાતાવરણમાં તે પાણી શોષી, ફુલી પર્ણપત્રને ખુલ્લું કરે છે.
- આમ, હલનચલન પ્રેરતા હોવાથી તેમને યાંત્રિકકોષો પણ કહે છે.
પ્રશ્ન 59.
શબ્દ ભેદ આપો : પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીય વૃદ્ધિ
ઉત્તર:
પ્રાથમિક વૃદ્ધિ | દ્વિતીય વૃદ્ધિ |
અગ્રીય વર્ધનશીલ પેશીની મદદથી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ થાય છે. જેને પ્રાથમિક વૃદ્ધિ કહે છે. | પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિઓ ઘેરાવમાં વધારો દર્શાવે છે. ઘેરાવામાં થતા આ વધારાને દ્વિતીય વૃદ્ધિ કહે છે. |
પ્રશ્ન 60.
વ્યાખ્યા આપો : વાહિએધા
ઉત્તર:
વધુનશીલ સ્તર કે જે વાહકપેશીઓ – જલવાહક અને અન્નવાહકના નિર્માણ માટે જવાબદાર છે તેને વાહિએધા કહે છે.
પ્રશ્ન 61.
દ્વિતીય વૃદ્ધિમાં કયા બે પ્રકારની પાર્શ્વય વર્ધનશીલ પેશીઓ ભાગ લે છે ?
ઉત્તર:
(a) વાહિએધા
(b) ત્વમૈધા
પ્રશ્ન 62.
શબ્દ ભેદ આપો : અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા
ઉત્તર:
અંત:પુલીય એધા | આંતરપુલીય એધા |
દ્વિદળી પ્રકાંડમાં, પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે એધાના કોષો આવેલા હોય છે તેને અંતઃપુલીય એધા કહે છે. | મજ્જાંશું કે મજ્જાકિરણોના કોષો પુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપુલીય એધાનું નિર્માણ કરે છે. |
પ્રશ્ન 63.
એધાવલય કેવી રીતે બને છે?
ઉત્તર:
અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા જોડાઈને સળંગ એધાવલયનું નિર્માણ કરે છે.
પ્રશ્ન 64.
વસંત કાષ્ઠ પૂર્વકાષ્ઠ) કોને કહેવાય ?
ઉત્તર:
વસંત ઋતુમાં એધા ખૂબ જ ક્રિયાશીલ હોય છે અને વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. આ ઋતુ દરમિયાન બનતા કાષ્ઠને વસંત કાષ્ઠ કે પૂર્વકાષ્ઠ કહે છે.
પ્રશ્ન 65.
શરદ કાષ્ઠ (માજીકાષ્ઠ) કોને કહેવાય ?
ઉત્તર:
શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોય છે અને સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડાક પ્રમાણમાં જલવાહ કઘટકો ઉત્પન્ન કરે છે. આ ઋતુ દરમિયાન બનતા કાષ્ઠને શરદકાષ્ઠ કે માજીકાઇ કહે છે.
પ્રશ્ન 66.
વાર્ષિકવલયો કેવી રીતે બને છે ?
ઉત્તર:
વસંતકાષ્ઠ આછા રંગનું હોય છે તથા ઓછી ઘનતા ધરાવે છે જ્યારે શરદકાષ્ઠ ઘેરા રંગનું તથા વધુ ઘનતા ધરાવે છે. બે પ્રકારના કાઠો કે જે એકાંતરે કેન્દ્રાનુવર્તી વલયોમાં દેખાય છે. જે વાર્ષિકવલયો બનાવે છે.
પ્રશ્ન 67.
વૃક્ષની ઉંમરનો અંદાજ કોના દ્વારા મળે છે ?
ઉત્તર:
કાપેલા પ્રકાંડમાં જોવા મળતા વાર્ષિકવલયો વૃક્ષની ઉંમરનો અંદાજ આપે છે.
પ્રશ્ન 68.
ઘરડાં વૃક્ષમાં દ્વિતીય જલવાહકનો મોટો ભાગ શા માટે ઘેરા બદામી રંગનો દેખાય છે ?
ઉત્તર:
ઘરડાં વૃક્ષમાં, દ્વિતીય જલવાહકનો મોટો ભાગ એ પ્રકાંડના કેન્દ્રમાં કે અંદરના સ્તરોમાં ટેનિન, રાળ, તેલ, ગુંદર, સુગંધીદાર પદાર્થો અને આવશ્યક તેલ જેવા કાર્બનિક પદાર્થોની જમાવટને કારણે ઘેરા બદામી રંગનો દેખાય છે.
પ્રશ્ન 69.
શબ્દ ભેદ આપો : મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ
ઉત્તર:
મધ્યકાષ્ઠા | રસકાષ્ઠ |
દ્વિતીય જલવાહકનો મોટો ભાગ પ્રકાંડના કેન્દ્રમાં કે અંદરના સ્તરોમાં વિવિધ કાર્બનિક પદાર્થોની જમાવટને કારણે ઘેરા બદામી રંગનો રસકાષ્ઠ કહે છે. | દ્વિતીય જલવાહકનો પરિઘવર્તી ભાગ આછા રંગનો હોય છે. જેને દેખાય છે જેને મધ્યકાષ્ઠ કહે છે. |
પ્રશ્ન 70.
મધ્યકાષ્ઠનું કાર્ય જણાવો.
ઉત્તર:
વિવિધ કાર્બનિક પદાર્થોની જમાવટ મધ્યકાઇને વધુ સખત, ટકાઉ અને સૂક્ષ્મ જીવાણુ કે કીટકોના આક્રમણ સામે પ્રતિરોધક બનાવે છે. આ પ્રદેશ વધુ પ્રમાણમાં લિગ્નિયુક્ત દીવાલો સાથેના મૃત ઘટકો ધરાવે છે. પરિણામે, મધ્યકાઇ પાણીનું વહન કરતું નથી પરંતુ પ્રકાંડને યાંત્રિક આધાર આપે છે.
પ્રશ્ન 71.
રસકાષ્ઠનું કાર્ય જણાવો.
ઉત્તર:
રસકાષ્ઠ મૂળથી પર્ણ તરફ પાણી અને ખનીજદ્રવ્યોના વહનમાં ભાગ લે છે.
પ્રશ્ન 72.
ત્વક્ષેધા કોને કહે છે ?
ઉત્તર:
વાહિએધાની સક્રિયતાને કારણે પ્રકાંડનાં ઘેરાવમાં સતત વધારો થવાથી બાહ્ય બાહ્યકીય અને અધિસ્તરીય સ્તરો પણ દબાણ વધવાને પરિણામે તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પૂરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી વહેલા કે પછી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમમાં વર્ધનશીલ પેશી બને છે. જેને ત્વક્ષીય એધા કે ત્વક્ષેધા કહે છે.
પ્રશ્ન 73.
વ્યાખ્યા આપો : બાહ્યવલ્ક
ઉત્તર:
ત્વñધા, ત્વક્ષા અને ઉપત્વક્ષા એકત્રિત થઈને બનતી રચના બાહ્યવલ્ક તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 74.
શબ્દ ભેદ આપો : પૂર્વછાલ અને માજીછાલ
ઉત્તર:
પૂર્વ છાલ (નરમ છાલ) ; ઋતુની શરૂઆતમાં નિર્માણ પામતી છાલને પૂર્વછાલ કે નરમ છાલ કહે છે,
માજી છાલ (સખત છાલ) : ઋતુની અંતમાં નિર્માણ પામતી છાલને માજીછાલ કે સખત છોલ
પ્રશ્ન 75.
વ્યાખ્યા આપો : વાતછિદ્રો
ઉત્તર:
વસૈધા નિયત જગ્યાએ વિભાજન પામીને ત્વક્ષાના કોષોના બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુતકોષો ઉત્પન્ન કરે છે, આ મૃદુતકીય કોષો ત્વરિત રીતે ભંગાણ પામી બર્હિગોળ આકારની ખુલ્લી રચના બનાવે
છે, જેને વાતછિદ્રો કહે છે.
પ્રશ્ન 76.
સ્થાને અને કાર્ય જણાવો : વાતછિદ્ર
ઉત્તર:
સ્થાન : કાષ્ટીય વૃક્ષોમાં કાર્ય વાતક્તિો દ્વારા બહારના વાતાવરણ અને પ્રકાંડની આંતરિકપેશી વચ્ચે વાયુઓની આપ-લે થાય છે.
પ્રશ્ન 77.
કઈ વનસ્પતિમાં દ્વિતીયવૃદ્ધિ જોવા મળતી નથી ?
ઉત્તર:
એકદળી વનસ્પતિઓમાં દ્વિતીયવૃદ્ધિ જોવા મળતી નથી.
Higher Order Thinking Skills (HOTS)
પ્રશ્ન 1.
વધુનશીલપેશીના કોષોમાં ખોરાકના સંગ્રહનો અભાવ હોય છે, શા માટે ?
ઉત્તર:
સામાન્ય રીતે વર્ષનશીલ કોષોમાં રસધાની ગેરહાજર હોય છે. જો હાજર હોય તો તે કદમાં નાની હોય છે. તેમજ, વર્ધશનશીલપેશીના કોષો ચયાપચયની દૃષ્ટિએ વધારે સક્રિય હોય છે. તેથી આવા કોષોમાં ખોરાકના સંગ્રહનો અભાવ હોય છે.
પ્રશ્ન 2.
વધુનશીલપેશીને શા માટે સઘનપેશી કહે છે ?
ઉત્તર:
આ પેશીમાં આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. કોષો એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા હોય છે. તેથી તેને સઘનપેશી કહે છે.
પ્રશ્ન 3.
ઉદ્ભવ અને વિકાસને આધારે વધુનશીલ પેશીના પ્રકાર જણાવો.
ઉત્તર:
- પ્રવધુનશીલપેશી (ભૂણીય વર્ધનશીલ પેશી)
- પ્રાથમિકવર્ધનશીલ પેશી
- દ્વિતીયક વધુનશીલ પેશી
પ્રશ્ન 4.
કઈ વનસ્પતિમાં અગ્રીયવર્ધનશીલ પેશી એક કોષની બનેલી હોય છે?
ઉત્તર:
કથ્થઈ લીલ (ઉદા., ફ્લેક્સ, સરગાસમ), દ્ધિઅંગી અને નિમ્ન ત્રિઅંગી વનસ્પતિઓ (ઉદા.,
લાયકોપોડિયમ, સેલાજીનેલા)માં અગ્રીય વર્ધનશીલપેશી એક કોષની બનેલી હોય છે.
પ્રશ્ન 5.
અતિ આદિ પ્રકારની સ્થાયી વનસ્પતિ પેશી કઈ છે ?
ઉત્તર:
મૃદુતકપેશી સૌપ્રથમ ઉત્પન્ન થયેલી પેશી છે. તે અતિ આદિપ્રકારની પેશી તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 6.
હરિતકણોતક પેશી એટલે શું ?
ઉત્તર:
આ એક મૃદુતકપેશી જ છે કે જેમાં પુષ્કળ પ્રમાણમાં હરિતકણ આવેલા હોય છે. તે પણમાં જોવા મળે છે અને પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.
પ્રશ્ન 7.
જલવાહક પેશીમાં કયા પ્રકારના લિગ્નિનના સ્થૂલન જોવા મળે છે?
ઉત્તર:
વલયાકાર, કુંતલાકાર, સોપાનાકાર, જાલાકાર, સાદા ગર્તાકાર અને પરિવેશિત ગર્તાકાર જેવા લિગ્નિનના સ્થૂલન જલવાહકપેશીમાં જોવા મળે છે.
પ્રશ્ન 8.
મધ્યારંભ જલવાહક કોને કહેવાય ?
ઉત્તર:
પ્રાથમિક જલવાહકપેશીના વિકાસ દરમિયાન, અનુદારૂ એ આદિદારૂની બંને બાજુઓ પર ઉત્પન્ન થાય છે. જેને મધ્યારંભ જલવાહક કહેવાય છે.
ઉદા., ફર્નરાઈઝોમ
પ્રશ્ન 9.
સહસ્થ, ઉભયપાર્શ્વસ્થ અને વર્ધમાન વાહિપુલ શેમાં જોવા મળે છે ?
ઉત્તર:
કુકરબીટેસી કુળની વિવિધ વનસ્પતિઓના પ્રકાંડમાં.
પ્રશ્ન 10.
પર્ણાનુપથ કોને કહેવાય ?
ઉત્તર:
પ્રકાંડનું મધ્યરંભ એ પર્ણના મધ્યરંભ સાથે વાહકતંત્ર દ્વારા જોડાયેલું હોય છે, જેને પર્ણાનુપથ કહે છે.
પ્રશ્ન 11.
તંતુમય વાહિપુલ કોને કહે છે ?
ઉત્તર:
એકદળી પ્રકાંડના વાહિપુલ તંતુમય દૃઢોતકીય પૂલકંચુકથી આવિરત હોય છે. આથી આવા વાહિપુલને તંતુમય વાહિપુલ કહે છે.
પ્રશ્ન 12.
એકદળી પ્રકાંડમાં જલવાહકપેશી કેવા આકારે ગોઠવાયેલી હોય છે ?
ઉત્તર:
એકદળી પ્રકાંડમાં જલવાહક પેશી ‘V’ કે ‘Y’ આકારે ગોઠવાયેલી હોય છે.
પ્રશ્ન 13.
પથકોષો કોને કહેવાય ?
ઉત્તર:
મૂળની આંતરિક રચનામાં અંતઃસ્તરમાં જે કોષો અનુદારૂની સામે આવેલા હોય છે તેને પથકોષો કહે છે, જે કાર્પેરીયન સ્કૂલન ધરાવતા નથી. બાહ્યકથી પરિચક્રમાં પાણીના શોષણ માટે પથકોષો માર્ગ પૂરો પાડે છે.
પ્રશ્ન 14.
ઔદ્યોગિક વસા શેમાંથી મેળવવામાં આવે છે ?
ઉત્તર:
ક્લેકસ સુબેર (ઓક)માંથી ઔઘોગિક ત્વક્ષા મેળવવામાં આવે છે.
પ્રશ્ન 15.
કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ પતનતરના નિર્માણને ઉત્તેજે ?
ઉત્તર:
ABA (એબ્લિસિક એસિડ)
પ્રશ્ન 16.
કઈ વનસ્પતિમાં દરેક વર્ષે વાહિએધાનું નવું વલય રચાય છે કે જે પહેલાના વલયની બહારની બાજુએ નિર્માણ પામે છે ?
ઉત્તર:
બોગનવેલ, મિરાબિલીસ વગેરે’
પ્રશ્ન 17.
કયા વિસ્તારમાં ઊગતી વનસ્પતિઓમાં વાર્ષિકવલયો વધુ સ્પષ્ટ હોય છે ?
ઉત્તર:
જે વિસ્તારમાં આબોહવાકીય ફેરફાર ખૂબ જ તીવ્ર હોય તેવી વનસ્પતિઓમાં વાર્ષિકવલયો વધુ સ્પષ્ટ હોય છે.
Curiosity Questions
પ્રશ્ન 1.
કઈ અનાવૃત્તબીજધારી વનસ્પતિમાં જલવાહિની જોવા મળે છે?
ઉત્તર:
અનાવૃત બીજધારી વનસ્પતિ – એફેડ્રા અને નીટમમાં જલવાહિની જોવા મળે છે.
પ્રશ્ન 2.
અન્નવાહક મૃદુતક પેશી કઈ વનસ્પતિઓમાં જોવા મળતી નથી ?
ઉત્તર:
લગભગ બધી એકદળી વનસ્પતિઓના પ્રકાંડમાં અન્નવાહક મૃદુતકપેશી ગેરહાજર હોય છે. દ્વિદળી વનસ્પતિઓ જેવી કે રેનનક્યુલસી કુળની વનસ્પતિઓનાં પ્રકાંડમાં અન્નવાહક મૃદુતકપેશી ગેરહાજર હોય છે.
પ્રશ્ન 3.
તારા અબ્દિકોષો શેમાં જોવા મળે છે ?
ઉત્તર:
- આ અષ્ટિકોષો તારા આકારના હોય છે. તેને તારાકીય દઢોતક પેશી પણ કહે છે.
- તારાઅબ્દિકોષો જલોભિદના પ્લવમાન પર્ણમાં જોવા મળે છે. ઉદા., વિક્ટોરીયા
- તારા અબ્દિકોષો ચાના પર્ણમાં પણ જોવા મળે છે.
પ્રશ્ન 4.
મૂળટોપમાં વધુ માત્રામાં કઈ અંગિકા આવેલી છે ? તે શું કાર્ય કરે છે?
ઉત્તર:
મૂળટોપમાં વધારે પ્રમાણમાં ગોલ્ગીકાય આવેલી છે. તે ગ્લેખનો સ્રાવ કરે છે, જે મૂળને પાતળું બનાવે છે.
પ્રશ્ન 5.
પર્ણાવકાશ કોને કહેવાય ?
ઉત્તર:
એવું સ્થાન કે જ્યાંથી વાહકતંત્રના પ્રકાંડમાંથી પર્ણાનુપથ ઉદભવે છે, જેમાં મૃદુતક કોષો જોવા મળે છે જેને પર્યાવકાશ કહેવાય છે.
પ્રશ્ન 6.
અધોરંધ્રીય અને ઉભયરંધ્રીપર્ણ કોને કહેવાય ?
ઉત્તર:
પૃષ્ઠવક્ષીય પર્ણો (દ્વિદળી પર્ણો) મોટે ભાગે અધોધીય હોય છે, જ્યારે સમદ્ધિપાર્શ્વ પર્ણો (એકદળી પર્ણો) મોટે ભાગે ઉભયધ્રીય પ્રકારના હોય છે.
પ્રશ્ન 7.
કઈ વનસ્પતિના પર્ણોમાં પુલકેંચુક હરિતકણોત્તક હોય છે ?
ઉત્તર:
C4 વનસ્પતિનાં પર્ણોમાં પુલકંચુક હરિતકણોત્તક હોય છે.
પ્રશ્ન 8.
કઈ વનસ્પતિનાં પર્ણમાં ઉપરી અને અધઃઅધિસ્તર બહુસ્તરીય હોય છે ?
ઉત્તર:
નેરિયમના પર્ણમાં.
પ્રશ્ન 9.
કઈ વનસ્પતિના પર્ણમાં ઉપરી અધિસ્તર બહુસ્તરીય હોય છે ?
ઉત્તર:
ફાયકસ (Ficus)ના પર્ણમાં
પ્રશ્ન 10.
કઈ એકદળી વનસ્પતિના પ્રકાંડમાં વાહિપુલો વલયમાં ગોઠવાયેલા હોય છે ?
ઉત્તર:
સામાન્ય રીતે એકદળી પ્રકાંડમાં વાહિપુલ છૂટા છવાયા જોવા મળે છે પરંતુ ગ્રામિની કુળની વનસ્પતિઓ જેવી કે ટ્રીટ્રીકમ (ઘઉં), ઓરાઈઝા (ચોખા) વગેરેમાં વાહિપુલો વલયમાં ગોઠવાયેલા હોય છે.
પ્રશ્ન 11.
કઈ એકદળી વનસ્પતિઓમાં અનિયમિત દ્વિતીયક વૃદ્ધિ જોવા મળે છે ?
ઉત્તર:
એકદળીમાં ઐધાની ઊણપનાં લીધે દ્વિતીયક વૃદ્ધિ જોવા મળતી નથી. પરંતુ અપવાદરૂપે, કેટલીક એકદળી વનસ્પતિઓ જેવી કે તાડ, નાળિયેર, સ્માઈલેક્સ વગેરેમાં અનિયમિત દ્વિતીયક વૃદ્ધિ જોવા મળે છે.
પ્રશ્ન 12.
કઈ વનસ્પતિના પ્રકાંડમાં પરિચક્ર વિષમજન્ય પ્રકારનો હોય છે ?
ઉત્તર:
સૂર્યમુખી પ્રકાંડમાં પરિચક્ર વિષયજન્ય પ્રકારનો હોય છે. પરિચ એ એકાંતરે દઢોતક અને મૃદુતક કોષોના પટ્ટાઓનું બનેલું હોય છે. (દઢોત્તીય પરિચક્ર એ કઠીન અધોવાહી તરીકે ઓળખાય છે.)
પ્રશ્ન 13.
કઈ વનસ્પતિમાં અગ્રીયકોષ મોટે ભાગે ચતુષ્કલકીય હોય છે ?
ઉત્તર:
વાહક અપુષ્પી વનસ્પતિમાં અગ્રીયકોષ (અગ્નીયવર્ધનશીલ પેશી) મોટે ભાગે ચતુલકીય હોય છે.
પ્રશ્ન 14.
ભ્રૂણીય વર્ધમાન પેશી કોને કહેવાય ?
ઉત્તર:
ભ્રૂણીય અવસ્થા દરમિયાન શરૂઆતમાં નિર્માણ પામતી વર્ષનશીલ પેશી કે જેને ભ્રૂણીય વર્ષમાન પેશી કે પ્રવર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. આ પેશી પ્રાથમિક વર્તનશીલપેશીનો વિકાસ કરે છે.