Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 17 શ્વાસોચ્છવાસ અને વાયુઓનું વિનિમય Important Questions and Answers.
GSEB Class 11 Biology Important Questions Chapter 17 શ્વાસોચ્છવાસ અને વાયુઓનું વિનિમય
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
શ્વસનક્રિયા એટલે શું ?
ઉત્તર:
શ્વસનક્રિયા ઑક્સિડેશન પ્રક્રિયા છે જેમાં ખોરાકના ઘટકોનાં મંદ દહન દ્વારા CO2 ની હાજરીમાં શક્તિ છૂટી પડે છે. પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થતા CO2 નો નિકાલ થાય છે.
પ્રશ્ન 2.
રેતીકીડાનાં શ્વાસનાંગો કયાં છે ?
ઉત્તર:
ચરણપાદો (Parapodia)
પ્રશ્ન 3.
બે પ્રાણીઓનાં નામ આપો જેમાં ત્વચીય શ્વસન જોવા મળે છે.
ઉત્તર:
અળસિયું, દેડકો
પ્રશ્ન 4.
વંદા અને મત્સ્યમાં શ્વસનાંગો કયા છે ?
ઉત્તર:
શ્વાસવાહિની અને ઝાલર (Gills).
પ્રશ્ન 5.
અજારક શ્વસન દર્શાવતા બે પ્રાણીઓનાં નામ આપો.
ઉત્તર:
પટ્ટીકીડો, કરમિયું
પ્રશ્ન 6.
નીચેનામાં કયા શ્વસનાંગો જોવા મળે છે ?
ઉત્તર:
જળો – દૈહિક સપાટી
કરચલો – ઝાલર
કીટકો – શ્વાસવાહિની
પ્રશ્ન 7.
હાઇડ્રામાં વાયુઓની આપ-લે ક્યાં થાય છે ?
ઉત્તર:
દૈહિક સપાટી
પ્રશ્ન 8.
શ્વસન ચય કે અપચય પ્રકારની પ્રક્રિયા છે ?
ઉત્તર:
અપચય પ્રક્રિયા
પ્રશ્ન 9.
બે બહુકોષીય પ્રાણીઓનાં નામ આપો જ્યાં અનારક શ્વસન જોવા મળે છે ?
ઉત્તર:
યકૃતકૃમિ અને પટ્ટીકીડો
પ્રશ્ન 10.
મનુષ્યની પેશી જેમાં અજારક શ્વસન જોવા મળે છે તેનું નામ જણાવો.
ઉત્તર:
કંકાલ સ્નાયુપેશી
પ્રશ્ન 11.
સુષુપ્ત અવસ્થામાં દેડકો કઈ રીતે શ્વસન કરે છે ?
ઉત્તર:
ત્વચીય શ્વસન
પ્રશ્ન 12.
ફેફસાંની રચના કેવી છે ?
ઉત્તર:
ફેફસાં કોથળી જેવી, વાયુકોષ્ઠો અને શ્વાસવાહિકાઓથી બનતી રચના છે. જ્યાં વાયુઓનું આદાનપ્રદાન થાય છે.
પ્રશ્ન 13.
શ્વસન માર્ગમાં ખોરાકનો પ્રવેશ કઈ રીતે અટકાવાય છે ?
ઉત્તર:
ખોરાક ગળતી વખતે કંઠનળી કાસ્થિના બનેલ ચપટી ઘાંટી ઢાંકણ જેવી રચનાથી ઢંકાઈ જાય છે જે ખોરાકને અન્નનળીમાં પ્રવેશતો અટકાવે છે.
પ્રશ્ન 14.
‘શ્વસનતંત્રના કયા ભાગને સ્વરપેટી કહે છે ?
ઉત્તર:
સ્વરયંત્ર (Larynx)
પ્રશ્ન 15.
શ્વસન તંત્રના કયા ભાગમાં વાતાવિનિમય જોવા મળતું નથી ?
ઉત્તર:
શ્વસન માર્ગ જેવાં કે નાક, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી જે વ્યસન વાયુઓનું વહન કરે છે. વાતવિનિમય જોવા મળતું નથી.
પ્રશ્ન 16.
શ્વસન માર્ગના કયા ભાગ દ્વારા વાતવિનિમય થાય છે ?
ઉત્તર:
વાયુકોષ્ઠ
પ્રશ્ન 17.
નાસિકા કોટર કેટલા ભાગમાં વહેંચાય છે ?
ઉત્તર:
નાસિકા કોટર ત્રણ ભાગમાં વહેંચાય છે :
- પ્રાણ પ્રદેશ
- શ્વસન પ્રદેશ
- પ્રાણ પ્રદેશ
પ્રશ્ન 18.
કંઠનળીના કેટલા ભાગ જોવા મળે છે ?
ઉત્તર:
કંઠનળીના ત્રણ ભાગ છે :
- મુખ કંઠનળી
- સ્વર કંઠનળી
- નાસિકા કંઠનળી
પ્રશ્ન 19.
સ્વર કંઠનળી કોની સાથે જોડાણ દર્શાવે છે ?
ઉત્તર:
સ્વર કંઠનળી પશ્વ બાજુ અન્નનળી અને અગ્ર બાજુ સ્વરપેટીમાં ખૂલે છે.
પ્રશ્ન 20.
ઘાંટી ઢાંકણની રચના કેવી છે ?
ઉત્તર:
સ્વર પેટીની ઉપરની બાજુ પર્ણ આકારના કાસ્થિના ટુકડા જેવી રચના ધરાવે છે.
પ્રશ્ન 21.
કંઠનળીની લંબાઈ અને પહોળાઈ કેટલી છે ?
ઉત્તર:
કંઠનળી 12.5 cm લાંબી અને 25 સેમી. પહોળાઈ ધરાવે છે.
પ્રશ્ન 22.
અવાજ કઈ રીતે ઉત્પન્ન થાય છે ?
ઉત્તર:
સ્વર પેટીનું ગ્લેષ્મ સ્તર સ્વરદંડ ધરાવે છે તે કંપનક્ષમતા ધરાવે છે. તેને કારણે અવાજ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 23.
શ્વાસનળીમાં “C’ આકારની કાસ્થિમય કડીઓ શા માટે જોવા મળે
ઉત્તર:
શ્વસન માર્ગને ખૂલ્લો રાખે છે અને શ્વાસનળીને રૂપાંતા અટકાવે છે.
પ્રશ્ન 24.
ફેફસાંમાં કયા આવરણ જોવા મળે છે ?
ઉત્તર:
ફેફસામાં બાહ્ય પટલ પેરાઈટલ પટલ અને અંતઃપટલ કોષ્ઠાવરણ, જોવા મળે છે.
પ્રશ્ન 25.
ફેફસાંના કેટલા ભાગ પડે છે ?
ઉત્તર:
ફેફસાં બે ભાગમાં વહેંચાય છે.
- ડાબું ફેફસું
- જમનું ફેફસું.
પ્રશ્ન 26.
કીટકોમાં અન્ય અપૃષ્ઠવંશીઓ કરતાં શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ હોય છે.
ઉત્તર:
કીટકોમાં શ્વસનતંત્ર શ્વસનછિદ્ર અને શ્વાસવાહિકાઓનું જાલિમય તંત્ર ધરાવે છે. જે પેશી સુધી સીધો જ O2 અને CO2 નું વહન કરે છે. આમ, અન્ય અપૃષ્ઠવંશીની સરખામણીમાં શ્વસનતંત્ર કાર્યક્ષમ હોય છે.
પ્રશ્ન 27.
ફેફસામાંથી પેશી સુધી વહન પામતાં રૂધિર દ્વારા કેટલા પ્રમાણમાં O2 મુક્ત થશે?
ઉત્તર:
પ્રત્યેક 100 ml રૂધિર કે જે પેશી સુધી વહન પામે છે. તે 5 ml O2 મુક્ત કરે છે.
પ્રશ્ન 28.
વાતિવિનિમય માટેનું મુખ્ય સ્થાન ક્યું છે ?
ઉત્તર:
વાયુકોષ્ઠો (Alveoli)
પ્રશ્ન 29.
પ્રસરણ દરને અસરકર્તા પરિબળો કયા છે ?
ઉત્તર:
વાયુઓની કાવ્યતા તેમજ પ્રસરણ પટલની જાડાઈ.
પ્રશ્ન 30.
PO2 એટલે શું ?
ઉત્તર:
વાયુઓનાં મિશ્રણમાં વ્યક્તિગત વાયુ દ્વારા ઉત્પન્ન થતું દબાણા આંશિક દબાણ કહેવાય છે. તે ઑક્સિજન માટે PO2 થી દર્શાવાય છે.
પ્રશ્ન 31.
શુષક હવામાં CO2 વાયુનું પ્રમાણ કેટલું હોય છે ?
ઉત્તર:
CO2 નું પ્રમાણ 0.04 હોય. છે.
પ્રશ્ન 32.
ऑક્સિજન वિયોજન વક્ક કેવા આકારનો છે ?
ઉત્તર:
S – સિગ્મોઈડ
પ્રશ્ન 33.
હિમોગ્લોબીનનો એક અણુ O2 ના કેટલા અણુ ગ્રહણ કરે છે ?
ઉત્તર:
હિમોગ્લોબીનનો એક અણુ O2 ના 4 અણુ ગ્રહણ કરે છે.
પ્રશ્ન 34.
O2 અને CO2 નું વહન માધ્યમ શું છે ?
ઉત્તર:
O2 અને CO2 નું વહન માધ્યમ રૂધિર છે.
પ્રશ્ન 35.
વાયુઓની આપ-લે વાયુકોષ્ઠમાં કઈ પ્રક્રિયા દ્વારા થાય છે ?
ઉત્તર:
સરથ પ્રસરણ
પ્રશ્ન 36.
O2 અने CO2 नुં વહન માધ્યમ શું છે ?
ઉત્તર:
O2 અने CO2 નું વહન માધ્યમ રૂધિર છે.
પ્રશ્ન 37.
રક્તક્કા દ્વારા કેટલો O2 वહન પામે છે ?
ઉત્તર:
97 % O2 रક્તિझા દ્વારા વહન પામે છે.
પ્રશ્ન 38.
રક્તકણ દ્વારા કેટલો O2 વહન પામે છે ?
ઉત્તર:
97% O2 રક્તકણ દ્વારા વહન પામે છે.
પ્રશ્ન 39.
રૂધિરરસમાં દ્રાવ્ય સ્વરૂપે કેટલો O2 વહન પામે છે ?
ઉત્તર:
3% O2 રૂધિરરસમાં દ્રાવ્ય સ્વરૂપે વહન પામે છે.
પ્રશ્ન 40.
રક્તકણ દ્વારા કેટલા પ્રમાણમાં CO2 નું વહન થાય છે ?
ઉત્તર:
લગભગ 20-25% CO2 રક્તકણ દ્વારા વહન પામે છે.
પ્રશ્ન 41.
બાયકાર્બોનેટ સ્વરૂપે કેટલા CO2 નું વહન થાય છે ?
ઉત્તર:
70% CO2 નું બાયકાર્બોનેટ સ્વરૂપે વહન થાય છે.
પ્રશ્ન 42.
રૂધિરરસ દ્વારા દ્રાવ્ય સ્વરૂપે કેટલો CO2 વહન પામે છે ?
ઉત્તર:
7% જેટલો CO2 દ્રાવ્ય સ્વરૂપે રૂધિરરસ દ્વારા વહન પામે છે.
પ્રશ્ન 43.
હિમોગ્લોબીન સિવાયનું શ્વસનરંજક દ્રવ્ય જે અપૃષ્ઠવંશી પ્રાણીમાં જોવા મળે છે, તેનું નામ આપો.
ઉત્તર:
હિમોસાનીન
પ્રશ્ન 44.
શ્વસન ક્રિયાઓનું નિયમન શેના દ્વારા થાય છે ?
ઉત્તર:
શ્વસન ક્રિયાઓનું નિયમન ચેતાતંત્ર દ્વારા થાય છે.
પ્રશ્ન 45.
શ્વસન નિયમન કેન્દ્ર કોને કહે છે ?
ઉત્તર:
લંબમજ્જામાં આવેલ વિશિષ્ઠ કેન્દ્રને શ્વસન નિયમન કેન્દ્ર કહે છે.
પ્રશ્ન 46.
ન્યુમોટેક્સિક કેન્દ્ર ક્યાં આવેલું છે ?
ઉત્તર:
મગજના પોન્સ વિસ્તારમાં.
પ્રશ્ન 47.
ન્યુમોટેક્સિક કેન્દ્ર શું કાર્ય કરે છે ?
ઉત્તર:
શ્વાસનો ગાળો ઘટાડે છે અને તે દ્વારા શ્વસનદરને અસર કરે છે.
ટૂંક. જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
ઉરસીય ગુહાની રચના વર્ણવો.
ઉત્તર:
ઉરસીય ગુહા હવાચુસ્ત કોટર છે. તે પૃષ્ઠ બાજુ કરોડસ્તંભ, વશ બાજુ ઉરોચિ, પાર્શ્વ બાજુએ પાંસળીઓ અને નીચેના ભાગથી ધુમ્મટ આકારના ઉરોદર પટલથી બનતી રચના છે.
પ્રશ્ન 2.
બાહ્ય શ્વસન અને અંતઃશ્વસન એટલે શું ?
ઉત્તર:
શ્વસન સપાટી દ્વારા થતાં O2 અને CO2 ની આપ-લે ને બાહ્ય શ્વસન કહે છે. કોષમાં O2 ની હાજરીમાં ઓક્સિડેશન ક્રિયાથી ખોરાકના
મંદ દહનની ક્રિયાથી શક્તિ મુક્ત થવાની ક્રિયાને અંત:શ્વસન કહે છે.
પ્રશ્ન 3.
કાર્યક્ષમ શ્વસનતંત્રનાં લક્ષણો કેવા હોવા જોઈએ ?
ઉત્તર:
શ્વસન સપાટી પાતળી, ભીની, રદિર કેશિકા યુક્ત, શ્વસનાંગો વાતાવરણના સીધાં સંપર્કમાં હોવા જોઈએ.
પ્રશ્ન 4.
શ્વસન તંત્રના ભાગનાં નામ જણાવો.
ઉત્તર:
નાક, કંઠનणી, સ્વરપેટી, શ્વાસનળી, ફે ફસા
પ્રશ્ન 5.
भનુષ્યમાં સ્વરયંત્ર ક્યાં આवેલું છે ?
ઉત્તર:
સ્વરપેટી કંઠનની અને અન્નનળીને જોંે છે. સ્વરપેટીનું શ્લેષ્મ સ્તર સ્વરદં’ ધરાવે છે જે કંપન ક્ષમતા ધરાવે છે, અવાજ ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન 6.
ઉરોદરપટલની અગત્યતા શી છે ?
ઉત્તર:
ઉરોદરપટલના સ્નાયુના સંકોચનથી ઉરસીય ગુહાનું કદ વધે છે. જ્યારે તે વિકોચન પામી ઉપરની તરફ ધકેલાય ત્યારે ઉરસીય. ગુહાનું કદ ઘટે છે. આ ક્રિયા દ્વારા શ્વાસ અને ઉસ્દ્વાસ પ્રક્રિયા થાય છે.
પ્રશ્ન 7.
પાંસળીઓમાં આवેલા સ્નાયુ ક્યા છે જે શ્વાસોસ્છુવાસમાં ઉપયોગી છે ?
ઉત્તર:
આંતરપાંસળી સ્નાયુ (Inter Coastal Muscles)
પ્રશ્ન 8.
શ્વાસવાહિનીના કયા ભાગમાં કાસ્થિયુક્ત કડી જોવા મળતી નથી ?
ઉત્તર:
તૃતીયક અને અંત્ય શ્વાસવાહિકાઓમાં કાસ્થિયુક્ત કડીઓ જોવી મળતી નથી.
પ્રશ્ન 9.
ફફસામાં हૃ ખાંચ ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ડાબા ફેફસામાં હદખાંચ આવેલી છે તે ભાગમાં હદય ગોઠવાય छे.
પ્રશ્ન 10.
જમણ| ફેફસાની રચના કેવી છે ?
ઉત્તર:
જમણું ફફસં ડાબા ફફસા કરતાં મોટું હોય હોય છે, આયામ અને ત્રાંસી ખાંચ દ્વારા ત્રણા ભાગમાં વહેંચાય છે.
પ્રશ્ન 11.
CO2 રૂધિરમાંથી ફેફસામાં કઈ રીતે પ્રવેશે છે ?
ઉત્તર:
CO2 ફેફસાનાં વાયુકોષ્ઠમાં રૂધિરના ઊંચા PCO2 અને ફેફસાના ની PCO2 આંશિક દબાણને કારણે સરળ પ્રસરણ પદ્ધતિથી પ્રવેશ કરે છે.
પ્રશ્ન 12.
ફેફસામાંથી O2 રૂધિરમાં કઈ રીતે પ્રસરે છે ?
ઉત્તર:
ફેફસાના વાયુકોષ્ઠના ઊંચા PO2 માંથી રૂધિરનાં ખૂબ નીચાં PO2ના કારણે પ્રસરણ દ્વારા રૂધિરમાં વહન પામે છે.
પ્રશ્ન 13.
પ્રસરણ પટલ કયા સ્તરોનું બનેલું છે ?
ઉત્તર:
- વાયુકોઝનું પાતળું લાદિસમ અધિચ્છદ
- વાયુકોષ્ઠ વાહિનીઓનું અંતઃચ્છેદ
- તેમની વચ્ચેનું આધાર દ્રવ્ય
પ્રશ્ન 14.
PCO2 ઓક્સિજનના PO2 કરતાં વધુ હોય છે. કેમ ?
ઉત્તર:
CO2 ની સાંદ્રતા O2 કરતાં 20-25 ગણી વધુ હોય છે. તેથી પ્રસરણ પટલ દ્વારા પ્રસરણ પામતાં નો પર એકમ આંશિક દબાણનો તફાવત 02 કરતાં ઘણો વધુ હોય છે.
પ્રશ્ન 15.
ઓક્સિજન – વિયોજન વક્ર કોને કહે છે ?
ઉત્તર:
સિગ્નોઇડ વક્ર જ્યારે હિમોગ્લોબિનની O2 સાથેની ટકાવારીમાં છે) સાથેની સંતૃપ્તા, PO2 સામે પ્લોટિંગ કરતાં મળે છે. આ વક્રને વિયોજન વક્ર કહે છે.
પ્રશ્ન 16.
ઑક્સિજન વિયોજન વક્રનો ઉપયોગ શાના માટે થાય છે ?
ઉત્તર:
ઑક્સિજન-વિયોજન વક્રનો ઉપયોગ PCO2, H+ ની સાંદ્રતા, O2 નું હિમોગ્લોબીન સાથે જોડાણ માટે થાય છે.
પ્રશ્ન 17.
ઑક્સિ હિમોગ્લોબીનના નિર્માણ માટે ક્યા પરિબળો અનુકૂળ છે ?
ઉત્તર:
વાયુકોષ્ઠમાં જયારે PO2 ઊંચું, PCO2 નીચું, H+ કની ઓછી સાંદ્રતા અને નીચું તાપમાન ઑક્સિહિમોગ્લોબીનના નિર્માણ માટે જરૂરી પરિબળો છે.
પ્રશ્ન 18.
ઓક્સિહિમોગ્લોબીનમાંથી 02નું વિયોજન ક્યાં પરિબળો અસર કરે છે ?
ઉત્તર:
પેશીઓમાં નીચો PO2, ઊંચો PCO2, H+ આયનની ઊંચી સાંદ્રતા, ઑક્સિ હિમોગ્લોબીનમાંથી O2 ને વિયોજનને પ્રેરે છે.
પ્રશ્ન 19.
પેશી સુધી પહોંચતું O2 નું પ્રમાણ કેટલું હોય છે ?
ઉત્તર:
પ્રત્યેક 100 ml ઑક્સિજીનેટેડ રૂધિર લગભગ 5 ml O2 પેશી સુધી સામાન્ય દેહધાર્મિક સ્થિતિમાં વહન પામે છે.
પ્રશ્ન 20.
હિમોગ્લોબીન દ્વારા કેટલો CO2, કયા સ્વરૂપે વહન પામે છે ?
ઉત્તર:
20-25% જેટલો CO2 કાબમિનો-હિમોગ્લોબીન સ્વરૂપે વહન પામે છે.
પ્રશ્ન 21.
CO2નું હિમોગ્લોબીન સાથેનું જોડાણ કયા પરિબળ આધારિત છે ?
ઉત્તર:
જ્યારે PCO2 વધુ અને PO2 નું ઓછું પ્રમાણ પેશીઓમાં હોય છે ત્યારે CO2 વધુ માત્રામાં જોડાણ પામે છે.
પ્રશ્ન 22.
રક્તકણમાં કયો ઉત્સુચક જોવા મળે છે ?
ઉત્તર:
રક્તકણમાં કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સુચક જોવા મળે છે.
પ્રશ્ન 23.
વાયુકોષ્ઠમાં કેટલા પ્રમાણમાં CO2 મુક્ત થાય છે ?
ઉત્તર:
પ્રત્યેક 100 ml ડિઑક્સિજીનેટેડ રૂધિર લગભગ 4 ml CO2 વાયુકોષ્ઠમાં મુક્ત કરે છે.
પ્રશ્ન 24.
વાયુકોષ્ઠમાં CO2 માટે કઈ પ્રક્રિયા થાય છે ?
ઉત્તર:
વાયુકોષ્ઠના સ્થાને PCO2 નીચું છે. H2CO3 માંથી CO2 + H2O નું નિર્માણ થાય છે.
પ્રશ્ન 25.
શ્વસન ક્રિયાનું નિયમનકેન્દ્ર ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજનાં લંબમજ્જા કેન્દ્રમાં શ્વસન નિયમન કેન્દ્ર આવેલા છે.
પ્રશ્ન 26.
રસાયણ સંવેદી કેન્દ્ર ક્યાં આવેલું છે ?
ઉત્તર:
ન્યુમોટેક્સિક કેન્દ્રની પાસે રસાયણ સંવેદી કેન્દ્ર જોવા મળે છે.
પ્રશ્ન 27.
રસાયણ સંવેદી કેન્દ્ર કોના પ્રત્યે સંવેદી છે?
ઉત્તર:
આ કેન્દ્ર CO2 અને H+ ની સાંદ્રતા પ્રત્યે સંવેદી છે. આ દ્રવ્યોના વધારાથી રસાયણ સંવેદી કેન્દ્ર સક્રિય બને છે.
પ્રશ્ન 28.
ગ્રાહી કેન્દ્રો બીજા કયા અન્ય ભાગ પર આવેલા છે ?
ઉત્તર:
શિરાકોટર અને હૃદ ધમની.
પ્રશ્ન 29.
ગ્રાહી કેન્દ્રો શું કાર્ય કરે છે ?
ઉત્તર:
આ કેન્દ્રો CO2 અને H+ ના ફેરફારોને ઓળખે છે અને જરૂરી સંદેશ લાયકેન્દ્રને મોકલે છે.
પ્રશ્ન 30.
વ્યવસાય પ્રેરિત શ્વસન રોગો કયા હોય છે?
ઉત્તર:
કેટલાંક ઉદ્યોગોમાં કારીગરો, હાનિકારક રજકણોને શ્વાસમાં ગ્રહણ કરે છે. દા.ત. કપચી બનાવતા પ્લાન્ટમાં કારીગરોનાં શ્વાસમાં સિલિકા જાય છે. જ્યારે આ પરિસ્થિતિ લાંબો સમય રહે તો ફેફસામાં સોજો આવે છે. જેને કારણે ફાઇબ્રોસિસ અને છેવટે ફેફસામાં ગંભીર નુકસાન થાય છે.
પ્રશ્ન 31.
સિગારેટ પીવાથી ટોટલ લંગ કેપિસિટી પર શું અસર જોવા મળે છે ?
ઉત્તર:
સિગારેટ પીનારા મોટા ભાગે એમ્ફિસેના પિડાય છે. તેઓની ટોટલ લંગ કેપિસિટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાય છે.
પ્રશ્ન 32.
અસ્થમાના હુમલામાં કયા લક્ષણો જોવા મળે છે ?
ઉત્તર:
અસ્થમાના હુમલા દરમ્યાન એકાએક ખેંચ આવવી, શ્વાસવાહિની સંકોચન પામવી વગેરે જોવા – મળે છે. તેને કારણે શ્વસન ક્ષમતા ઘટે છે. વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
પ્રશ્ન 33.
બ્રોન્કાઈટિસનાં લક્ષણો કયા છે ?
ઉત્તર:
શ્વાસનલિકાઓમાં સોજો આવે છે. શ્લેષ્મ સ્ત્રાવનું પ્રમાણ વધે છે. કફ પડે છે. આ ચેપ, સિગારેટ પીવાથી કે હવાના પ્રદૂષકોના સંપર્કથી થાય છે.
Higher Order Thinking Skills (HOTS)
પ્રશ્ન 1.
ઉરસીય ગુહાની રચના શ્વાસોસ્છવાસમાં અગત્યનો ભાગ ભજવે છે – સમજાવો.
ઉત્તર:
ઉરસીય ગુહા હવાચુસ્ત છે. કરોડસ્તંભ, ઉરોસ્થિ, પાંસળીઓ અને ઉરોદર પટલ દ્વારા આ બને છે. પેશીકીય રીતે ઉરસગુહામાં ફેફસાની ગોઠવાી એ પ્રકારની છે કे ઉરસીય ગુહાના કદમાં થતો ફેરફર, કુત્સુફીય ગુહાને અસર કરે છે. આ પ્રકારની ગોઠવણી શ્વાસોસ્દ્વ્વાસ માટે જરરી છે. કારણા કે આપણે જાતે ફુપકુસીય કદમાં ફેરફાર કરી શક્તાં નથી.
પ્રશ્ન 2.
શ્વાસવાહિની અને શ્વાસવાહિકાઓની રચનામાં શું તફાવત છે ?
ઉત્તર:
શ્વાસવાહિની સ્થિતિસ્થાપક નળી છે. તેમાં ‘C’ આકારની કાસ્થિયુક્ત કડીઓ જોવા મળે છે. શ્વાસવાહિકાઓમાં આ કડી જોવા મળતી નથી. જેમ જેમ શ્વાસવાહિનીઓ સૂક્ષ્મ થતી જાય છે, કાસ્થિયુક્ત ભાગ ઘટતો જાય છે.
પ્રશ્ન 3.
કીટકોમાં અन्य અપૃષ્ઠવંશીઓ કરતાં શ્વસનતંત્ર વધु કાર્યક્ષમ હોય છે.
ઉત્તર:
કીટકોમાં શ્વસનતંત્ર શ્વસનછિદ્ર અને શ્વાસવાહિકાઓનું જાલિમય તંત્ર ધરાવે છે. જે પેશી સુધી સીધો જ O2 અને CO2 નું વહન કરે છે. આમ, અન્ય અપૃષ્ઠવંશીની સરખામણીમાં શ્વસનતંત્ર કાર્યક્ષમ હોય છે.
પ્રશ્ન 4.
ફેફસામાંથી પેશી સુધી વહન પામતાં રૂિિર દ્વારા કેટલાં પ્રમાણમાં O2 મુક્ત થશે ?
ઉત્તર:
પ્રત્યેક 100 ml રધિર કे જે પેશી સુધી વહન પામે છે. તે 5 ml O2 મુક્ત કરે છે.
પ્રશ્ન 5.
શ્વસનના તબક્કાઓ સમજાવો.
ઉત્તર:
- શ્વાસોચ્છવાસ અથવા તો ફુડુસીય વાતવિનિમય જેમાં વાતાવરણની હવા અંદર દાખલ થાય છે અને વાયુકોષ્ઠમાંથી CO2 યુક્ત હવા બહાર મુક્ત થાય છે.
- વાયુકોઇના પ્રસરણ પટલ દ્વારા O2 અને CO2 પ્રસરણ પામે છે.
- રૂધિર દ્વારા વાયુઓનું વહન થાય છે.
- રૂધિર અને પેશી વચ્ચે O2 અને CO2 પ્રસરે છે.
- O2 કોષો દ્વારા અપચય ક્રિયાઓમાં વપરાય છે અને CO2 મુક્ત થાય છે.
પ્રશ્ન 6.
શ્વસન દરમ્યાન થતી વાયુઓની આપ-લે ટૂંકમાં વર્ણવો.
ઉત્તર:
વાયુકોષ્ઠ વાયુઓની આપ-લે માટેનું મુખ્ય સ્થાન છે. વાયુઓની આપ-લે રૂધિર અને પેશી વચ્ચે પણ જોવા મળે છે. O2 અને CO2 આ સ્થાને સરળ પ્રસરણ મુખ્યત્વે આંશિક દબાણના આધારે પ્રસરે છે. વાયુઓની દ્રાવકતા તેમજ પ્રસરણ પટલની જાડાઈ પણ પ્રસરણ દરને અસર કરે છે. વ્યક્તિગત વાયુ દ્વારા વાયુઓના મિશ્રણમાં ઉભા કરાતાં દબાણને આંશિક દબાણ કહે છે. અને તે ઑક્સિજન માટે PO2 અને CO2 માટે PCO2 હોય છે.
પ્રશ્ન 7.
શ્વસન ક્રિયામાં જોવા મળતું ચેતાકીય નિયમન સમજાવો.
ઉત્તર:
- શ્વસન લય કેન્દ્ર મુખ્યત્વે શ્વસનક્રિયાના નિયમન માટે જવાબદાર છે. આ કેન્દ્ર લંબમજ્જામાં આવેલું છે.
- ન્યુમોટેક્સિક કેન્દ્ર પોન્સ વિસ્તારમાં જે શ્વસન ક્રિયાનું સંકલન કરે છે.
- આ સિવાય શિરાકોટર અને ધમનીમોટર સાથે સંકળાયેલા ગ્રાહી પ્રદેશો જોવા મળે છે. તે CO2 અને H+ ની સાંદ્રતાને ઓળખી યોગ્ય કાર્યવાહી માટે લય કેન્દ્રને સંદેશ મોકલે છે.
Curiosity Questions
પ્રશ્ન 1.
આદિ પ્રાણીઓમાં દૈહિક સપાટીથી શ્વસન ક્રિયા માટે વાયુઓની આપ-લે થતી જટિલ પ્રાણીઓ જેવા કે સસ્તન/પૃષ્ઠવંશી જટિલ શ્વસનતંત્રની જરૂર જોવા મળે છે. કારણ ?
ઉત્તર:
જટિલ પ્રાણીઓમાં દેહરચનામાં જટિલ અંગતંત્રોનો વિકાસ થાય છે. વાતાવરણમાંથી સીધુ વાયુઓનું પ્રસારણ શરીરના પ્રત્યેક અંગમાં થાય તેવી શક્યતા હોતી નથી. તેથી શ્વસન વાયુઓના વહન અને તેને સમગ્ર શરીરના પેશી / કોષો / અંગો સુધી પહોંચાડવા જટિલ શ્વસનતંત્રની હાજરી જરૂરી બને છે.
પ્રશ્ન 2.
ફુખુસીય પ્રવાહીની અગત્યતા શું છે ?
ઉત્તર:
શ્વાસોચ્છવાસની ક્રિયા દરમ્યાન ઉરસીય ગુહાનાં કદમાં થતાં વધારા કે ઘટાડાને કારણે ફેફસા પર દબાણ આવે છે. બંને આવરણ વચ્ચે રહેલ પ્રવાહી ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરી ફેફસાંને આંચકા/ઘર્ષણ સામે રક્ષણ આપે છે.