Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 8 કુદરતી સંસાધનો Important Questions and Answers.
GSEB Class 10 Social Science Important Questions Chapter 8 કુદરતી સંસાધનો
દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો હું વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ ……………………….. માંથી જ પૂરી થાય છે.
A. જંગલ-પેદાશો
B. સંસાધનો
C. ધાન્યો
ઉત્તર:
B. સંસાધનો
પ્રશ્ન 2.
જમીન, મકાન વગેરે ……………………… સંસાધન છે.
A. વ્યક્તિગત
B. રાષ્ટ્રીય
C. સામૂહિક
ઉત્તર:
A. વ્યક્તિગત
પ્રશ્ન 3.
લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે ……………………….. સંસાધન છે.
A. વૈશ્વિક
B. રાષ્ટ્રીય
C. વ્યક્તિગત
ઉત્તર:
B. રાષ્ટ્રીય
પ્રશ્ન 4.
વાતાવરણમાં રહેલા ઑક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ ……………………….. સંસાધન છે.
A. સર્વસુલભ
B. વિરલ
C. એકલ
ઉત્તર:
C. એકલ
પ્રશ્ન 5.
જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં ખનીજો ……………………….. સંસાધન છે.
A. એકલ
B. વિરલ
C. સામાન્ય સુલભ
ઉત્તર:
B. વિરલ
પ્રશ્ન 6.
દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતું ખનીજ …………………… સંસાધન છે.
A. વિરલ
B. સુલભ
C. એકલ
ઉત્તર:
C. એકલ
પ્રશ્ન 7.
સૂર્યપ્રકાશ, પશુ-પક્ષીઓ વગેરે …………………… સંસાધનો કહેવાય છે.
A. નવીનીકરણીય
B. અનવીનીકરણીય
C. પુનઃનિર્માણ
ઉત્તર:
A. નવીનીકરણીય
પ્રશ્ન 8.
જે સંસાધનો અખૂટ હોય છે તેને ……………………….. સંસાધનો કહે છે.
A. સંરક્ષિત
B. અનવીનીકરણીય
C. નવીનીકરણીય
ઉત્તર:
C. નવીનીકરણીય
પ્રશ્ન 9.
ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે ………………………. સંસાધનો છે.
A. નવીનીકરણીય
B. અનવીનીકરણીય
C. વૈજ્ઞાનિક
ઉત્તર:
B. અનવીનીકરણીય
પ્રશ્ન 10.
જે સંસાધનો એક વાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતાં નથી તેને …………………. સંસાધનો કહે છે.
A. અનવીનીકરણીય
B. નવીનીકરણીય
C. મર્યાદિત
ઉત્તર:
A. અનવીનીકરણીય
પ્રશ્ન 11.
કુદરતી સંસાધનો ……………………… છે.
A. અમર્યાદિત
B. મર્યાદિત
C. અખૂટ
ઉત્તર:
B. મર્યાદિત
પ્રશ્ન 12.
સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની ……………………….. સાથે જોડાયેલો છે.
A. અછત
B. મર્યાદા
C. માત્રા
ઉત્તર:
A. અછત
પ્રશ્ન 13.
જમીનનું નિર્માણ મૂળ ખડકોના ……………………. થી મળતા પદાર્થોથી થાય છે.
A. અનુક્રમ અને વિક્રમ
B. સ્થળાંતર અને સ્થગિતતા
C. ખવાણ અને ધોવાણ
ઉત્તર:
C. ખવાણ અને ધોવાણ
પ્રશ્ન 14.
જમીન એટલે ………………………… પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ.
A. અસેન્દ્રિય
B. સેન્દ્રિય
C. જૈવિક
ઉત્તર:
B. સેન્દ્રિય
પ્રશ્ન 15.
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને ……………………. પ્રકારમાં વહેંચવામાં આવી છે.
A. 6
B. 8
C. 9
ઉત્તર:
B. 8
પ્રશ્ન 16.
…………………… જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
A. કાંપની
B. રણપ્રકારની
C. રાતી અથવા લાલ
ઉત્તર:
A. કાંપની
પ્રશ્ન 17.
કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ………………………. % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
A. 15
B. 19
C. 43
ઉત્તર:
C. 43
પ્રશ્ન 18.
………………… જમીનમાં પોટાશ, ફૉસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે.
A. લાલ અથવા રાતી
B. કાળી
C. કાંપની
ઉત્તર:
C. કાંપની
પ્રશ્ન 19.
…………………… જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
A. કાળી
B. કાંપની
C. રાતી અથવા લાલ
ઉત્તર:
C. રાતી અથવા લાલ
પ્રશ્ન 20.
રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ………………………. % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
A. 19
B. 15
C. 43
ઉત્તર:
A. 19
પ્રશ્ન 21.
………………… જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
A. કાળી
B. કાંપની
C. રાતી અથવા લાલ
ઉત્તર:
A. કાળી
પ્રશ્ન 22.
કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ……………………… ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
A. 43
B. 19
C. 15
ઉત્તર:
C. 15
પ્રશ્ન 23.
……………………. જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે.
A. કાળી
B. રાતી અથવા લાલ
C. કાંપની
ઉત્તર:
A. કાળી
પ્રશ્ન 24.
કાળી જમીન …………………. જમીન તરીકે પણ ઓળખાય છે.
A. ડાંગરની
B. ઘઉંની
C. કપાસની
ઉત્તર:
C. કપાસની
પ્રશ્ન 25.
……………………… જમીનનો લાલ રંગ લોહ ઑક્સાઇડને કારણે હોય છે.
A. લેટેરાઇટ કે પડખાઉ
B. કાળી
C. રાતી અથવા લાલ
ઉત્તર:
A. લેટેરાઇટ કે પડખાઉ
પ્રશ્ન 26.
………………………. જમીનને પડખાઉ જમીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
A. કાળી
B. લેટેરાઈટ
C. પર્વતીય
ઉત્તર:
B. લેટેરાઈટ
પ્રશ્ન 27.
…………………….. જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે.
A. લેટેરાઇટ
B. કાળી
C. રણપ્રકારની
ઉત્તર:
C. રણપ્રકારની
પ્રશ્ન 28.
………………………. જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
A. પર્વતીય
B. જંગલપ્રકારની
C. દલદલ પ્રકારની
ઉત્તર:
A. પર્વતીય
પ્રશ્ન 29.
………………………. જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.
A. જંગલપ્રકારની
B. કાંપની
C. દલદલ પ્રકારની
ઉત્તર:
C. દલદલ પ્રકારની
પ્રશ્ન 30.
દલદલ પ્રકારની જમીનનું બીજું નામ ……………………… પ્રકારની જમીન છે.
A. પીટ
B. લેટેરાઇટ
C. પડખાઉ
ઉત્તર:
A. પીટ
પ્રશ્ન 31.
કુદરતી સંસાધનમાં ક્યા બે ગુણધર્મો હોવા જોઈએ?
A. જરૂરિયાત અને કાર્ય કરવાની યોગ્યતા
B. ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા
C. ઉપયોગિતા અને અછત
D. ઊર્જાનો ઉપયોગ અને સંરક્ષણ
ઉત્તર:
B. ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા
પ્રશ્ન 32.
કયું સંસાધન નવીનીકરણીય છે?
A. ખનીજ તેલ
B. સૂર્યપ્રકાશ
C. ખનીજ કોલસો
D. કુદરતી વાયુ
ઉત્તર:
B. સૂર્યપ્રકાશ
પ્રશ્ન 33.
કયાં સંસાધનો અનવીનીકરણીય છે?
A. પ્રાણીઓ
B. જંગલો
C. ખનીજો
D. સરોવરો
ઉત્તર:
C. ખનીજો
પ્રશ્ન 34.
કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે?
A. ફેરિક ઑક્સાઈડને
B. સિલિકામય પદાર્થોને
C. લાવાયિક ખડકોને
D. નદીઓના નિક્ષેપિત કાંપને
ઉત્તર:
D. નદીઓના નિક્ષેપિત કાંપને
પ્રશ્ન 35.
કઈ જમીનમાં ચૂનો, મૅગ્નેશિયમ, ફૉસ્ફટ, નાઈટ્રોજન અને પોટાશની ઊણપ જોવા મળે છે?
A. કાળી
B. રાતી અથવા લાલ
C. લેટેરાઇટ
D. કાંપની
ઉત્તર:
B. રાતી અથવા લાલ
પ્રશ્ન 36.
કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે?
A. રેગુર
B ખદર
C. પડખાઉ
D. બાંગર
ઉત્તર:
A. રેગુર
પ્રશ્ન 37.
કયા પ્રકારની જમીન ‘રેગુર’ નામે ઓળખાય છે?
A. કાળી
B. રાતી
C. પડખાઉ
D. રણપ્રકારની
ઉત્તર:
A. કાળી
પ્રશ્ન 38.
કઈ જમીનને કપાસની જમીન પણ કહે છે?
A. પડખાઉ
B. કાળી
C. રાતી અથવા લાલ
D. પર્વતીય
ઉત્તર:
B. કાળી
પ્રશ્ન 39.
જમીનના ધોવાણ માટે નીચે પૈકી ક્યું પરિબળ જવાબદાર ન ગણી શકાય?
A. વન્ય પ્રાણીજીવન
B. વહેતું જળ
C. પવન
D. પશુઓ થકી થતું અતિ ચરાણ.
ઉત્તર:
A. વન્ય પ્રાણીજીવન
પ્રશ્ન 40.
નીચેનામાંથી સંસાધનનો એક ઉપયોગ ખરો નથી, તે શોધીને ઉત્તર લખો:
A. સંસાધન – ખોરાક તરીકે
B. સંસાધન – વાહનવ્યવહાર તરીકે
C. સંસાધન – કાચા માલના સ્ત્રોત તરીકે
D. સંસાધન – શક્તિ સંસાધન તરીકે
ઉત્તર:
B. સંસાધન – વાહનવ્યવહાર તરીકે
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
(1) માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી ? થાય છે.
ઉત્તરઃ
ખરું
(2) લશ્કર એ આંતરરાષ્ટ્રીય સંસાધન છે.
ઉત્તરઃ
ખોટું
(3) આંતરરાષ્ટ્રીય વેપાર એ વૈશ્વિક સંસાધન છે.
ઉત્તરઃ
ખોટું
(4) ઑક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ સર્વસુલભ સંસાધન છે.
ઉત્તરઃ
ખરું
(5) ભૂમિ, જળ, ગોચર વગેરે વિરલ સંસાધન છે.
ઉત્તરઃ
ખોટું
(6) ક્રાયોલાઈટ ખનીજ એલ સંસાધન છે.
ઉત્તરઃ
ખરું
(7) કોલસો, પેટ્રોલિયમ, તાંબું, સોનું, યુરેનિયમ વગેરે ખનીજો – સામાન્ય સુલભ સંસાધન છે.
ઉત્તરઃ
ખોટું
(8) જંગલો, સૂર્યપ્રકાશ, પશુ-પક્ષીઓ વગેરે અનવીનીકરણીય સંસાધનો છે.
ઉત્તરઃ
ખોટું
(9) ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે નવીનીકરણીય સંસાધનો છે.
ઉત્તરઃ
ખોટું
(10) માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે.
ઉત્તરઃ
ખરું
(11) જમીન એટલે સેંદ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો કઠણ ખડક પદાર્થ.
ઉત્તરઃ
ખોટું
(12) ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે.
ઉત્તરઃ
ખરું
(13) કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 51 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
ઉત્તરઃ
ખોટું
(14) કાંપની જમીનમાં પોટાશ, ફૉસ્ફોરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે.
ઉત્તરઃ
ખરું
(15) રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ – 19 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
ઉત્તરઃ
ખરું
(16) રાતી અથવા લાલ જમીનમાં મૅગ્નેશિયમ, ફોસ્ફટ, નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ વધુ હોય છે.
ઉત્તરઃ
ખોટું
(17) કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 21 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
ઉત્તરઃ
ખોટું
(18) કાળી જમીનનો ઉદ્દભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે.
ઉત્તરઃ
ખરું
(19) કાળી જમીનમાં લોહ, ચૂનો, પોટાશ, ઍલ્યુમિનિયમ અને આ મૅગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે. આ
ઉત્તરઃ
ખરું
(20) કાળી જમીન ફળદ્રુપ હોય છે.
ઉત્તરઃ
ખરું
(21) કાળી જમીનમાં ભેજ સંગ્રહણશક્તિ ઘણી વધારે હોય છે.
ઉત્તરઃ
ખરું
(22) લેટેરાઇટ કે પડખાઉ જમીનો લાલ રંગ લાલ માટીને કારણે હોય છે.
ઉત્તરઃ
ખોટું
(23) લેટેરાઇટ કે પડખાઉ જમીનમાં મુખ્યત્વે લોહતત્ત્વ, પોટાશ અને ઍલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે.
ઉત્તરઃ
ખરું
(24) રણપ્રકારની જમીન દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ ઓછું હોય છે.
ઉત્તરઃ
ખોટું
(25) પર્વતીય જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
ઉત્તરઃ
ખરું
(26) દલદલ કે પીટપ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં લાવાયિક પદાર્થોના સંચયથી વિકસે છે.
ઉત્તરઃ
ખોટું
(27) એકલ સંસાધન દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન છે.
ઉત્તરઃ
ખરું
(28) જમીનનું નિર્માણ મૂળ ખડકોના ઊર્ધ્વ અને શીર્ષથી મળવાવાળા પદાર્થોથી થાય છે.
ઉત્તરઃ
ખોટું
(29) પડખાઉ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે.
ઉત્તરઃ
ખરું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:
(1) માનવીની ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી થાય છે? – વિવિધ સંસાધનોમાંથી
(2) કયાં સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે? (અથવા કયાં સંસાધનો અખૂટ હોય છે? – નવીનીકરણીય સંસાધનો
(3) કયાં સંસાધનો એક વાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતાં નથી અથવા તેમને ફરીથી બનાવી શકાતાં નથી? – અનવીનીકરણીય સંસાધનો
(4) કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે? – કાંપની જમીનમાં
(5) ક્યા પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43 % 3 ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? – કાંપની જમીન
(6) ક્યા પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાય છે? – કાંપની જમીનમાં
(7) ક્યા પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? – રાતી અથવા લાલ જમીન
(8) રાતી અથવા લાલ જમીનમાં શું ભળેલું હોય છે? – ફેરિક ઑક્સાઇડ
(9) કઈ જમીનમાં મૅગ્નેશિયમ, ફોસ્ફટ, નાઈટ્રોજન અને પોટાશની ઊણપ જોવા મળે છે? – રાતી અથવા લાલ જમીનમાં
(10) કઈ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? – કાળી અથવા રેગુર જમીન
(11) કાળી જમીનના નિર્માણમાં કોની ભૂમિકા મુખ્ય છે? – લાવાયિક ખડકો અને આબોહવાની
(12) કઈ જમીનની ભેજ સંગ્રહણશક્તિ ઘણી વધારે છે? – કાળી જમીનની
(13) કઈ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે? – કાળી જમીન
(14) કઈ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખાય છે? – લેટેરાઈટ જમીનને
(15) લેટેરાઇટ જમીનનો લાલ રંગ શાને કારણે હોય છે? – લોહ ઑક્સાઈડને કારણે
(16) કઈ જમીન ભીની થાય માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે? – લેટેરાઇટ જમીન
(17) કઈ જમીનમાં લોહતત્ત્વ, પોટાશ અને ઍલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે? – લેટેરાઈટ જમીનમાં
(18) કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે? – રણપ્રકારની જમીનમાં
(19) કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? – પર્વતીય જમીનનું
(20) કઈ જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે? – દલદલ કે પીઅારની જમીન
(21) કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જરૂરી છે? – ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા
(22) માનવીની જરૂરિયાતો કેવી છે? – અમર્યાદિત
(23) કુદરતી સંસાધનો કેવાં છે? – મર્યાદિત
(24) સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ કોની સાથે જોડાયેલો છે? – સંસાધનોની અછત સાથે
(25) કઈ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે? – કાંપની જમીનમાં
(26) કઈ જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે? – રાતી અથવા લાલ જમીન
(27) ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન કયા પ્રકારની છે? – કાળી જમીન
(28) લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના કયા શબ્દ પરથી પડ્યું છે?
(29) કઈ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે? – રણપ્રકારની જમીન
(30) કઈ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે? – રણપ્રકારની જમીન
(31) વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી કઈ જમીનની ભૂસપાટી ઢંકાયેલી હોય છે? – જંગલપ્રકારની જમીનની
(32) કઈ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતાં તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે? – દલદલ કે પીટપ્રકારની જમીન
યોગ્ય જોડકાં જોડોઃ
1.
‘અ’ | ‘બ’ |
1. ઑક્સિજન, નાઇટ્રોજન | a. વિરલ સંસાધન |
2. ભૂમિ, જળ, ગોચર | b. એકલ સંસાધન |
3. કોલસો, પેટ્રોલિયમ, તાંબું | c. અપ્રાપ્ય સંસાધન |
4. ક્રાયોલાઈટ ખનીજ | d. સામાન્ય સુલભ સંસાધન |
e. સર્વસુલભ સંસાધન |
ઉત્તરઃ
‘અ’ | ‘બ’ |
1. ઑક્સિજન, નાઇટ્રોજન | e. સર્વસુલભ સંસાધન |
2. ભૂમિ, જળ, ગોચર | d. સામાન્ય સુલભ સંસાધન |
3. કોલસો, પેટ્રોલિયમ, તાંબું | a. વિરલ સંસાધન |
4. ક્રાયોલાઈટ ખનીજ | b. એકલ સંસાધન |
2.
‘અ’ | ‘બ’ |
1. કાંપની જમીન | a. દક્ષિણનો દ્વીપકલ્પ |
2. રાતી અથવા લાલ જમીન | b. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશોના ઊંચાણવાળા ભાગો |
3. કાળી જમીન | c. હિમાલયનાં તરાઈનાં ક્ષેત્રો |
4. લેટેરાઇટ જમીન | d. ઉત્તર ભારતનું મેદાન |
e. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્ય પ્રદેશ |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. કાંપની જમીન | d. ઉત્તર ભારતનું મેદાન |
2. રાતી અથવા લાલ જમીન | a. દક્ષિણનો દ્વીપકલ્પ |
3. કાળી જમીન | e. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્ય પ્રદેશ |
4. લેટેરાઇટ જમીન | b. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશોના ઊંચાણવાળા ભાગો |
3.
‘અ’ | ‘બ’ |
1. રણપ્રકારની જમીન | a. ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના નિારાના ભાગો |
2. પર્વતીય જમીન | b. ઉત્તર ભારતનું મેદાન |
3. જંગલપ્રકારની જમીન | c. રાજસ્થાન, હરિયાણા, કચ્છ |
4. દલદલ કે પીટપ્રકારની જમીન | d. હિમાલય, સહ્યાદ્રિ, પૂર્વવાટ |
e. હિમાલયની ખીણો અને ઢોળાવોનાં ક્ષેત્રો |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. રણપ્રકારની જમીન | c. રાજસ્થાન, હરિયાણા, કચ્છ |
2. પર્વતીય જમીન | e. હિમાલયની ખીણો અને ઢોળાવોનાં ક્ષેત્રો |
3. જંગલપ્રકારની જમીન | d. હિમાલય, સહ્યાદ્રિ, પૂર્વવાટ |
4. દલદલ કે પીટપ્રકારની જમીન | a. ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના નિારાના ભાગો |
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
સંસાધનોના વિતરણને આધારે તેના ક્યા કયા પ્રકાર બને છે?
ઉત્તરઃ
સંસાધનોના વિતરણને આધારે તેના ચાર પ્રકાર બને છેઃ
- સર્વસુલભ સંસાધન,
- સામાન્ય સુલભ સંસાધન,
- વિરલ સંસાધન અને
- એકલ સંસાધન.
પ્રશ્ન 2.
નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય?
ઉત્તરઃ
જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત્ અખૂટ હોય છે, તેને નવીનીકરણીય અથવા ‘પુનઃપ્રાપ્ય’ (Renewable) સંસાધનો કહેવાય. દા. ત., સૂર્યપ્રકાશ
પ્રશ્ન 3.
અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય?
ઉત્તર:
જે કુદરતી સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતાં નથી કે ઉત્પન્ન કરી શકાતાં નથી, તે ‘અનવીનીકરણીય’ અથવા ‘પુનઃઅપ્રાપ્ય’ (Nonrenewable) સંસાધનો કહેવાય. 3. દા. ત., ખનીજો
પ્રશ્ન 4.
સંસાધનનું સંરક્ષણ એટલે શું?
ઉત્તરઃ
કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે.
પ્રશ્ન 5.
સંસાધનના સંરક્ષણથી શો લાભ થાય છે?
ઉત્તર:
સંસાધનના સંરક્ષણથી વર્તમાન પેઢીને સંસાધનોનો લાંબા સમય સુધી એકધારો લાભ મળે છે અને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષાય છે.
પ્રશ્ન 6.
જમીન કોને કહે છે?
ઉત્તરઃ
પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કાણોથી બનેલું હોય છે અને જેમાં ખનીજો, ભેજ, હ્યુમસ, હવા વગેરે તત્ત્વો ભળેલાં હોય છે, તેને ‘જમીન’ કહે છે.
પ્રશ્ન 7.
ભારતમાં કાંપની જમીન ક્યાં આવેલી છે?
ઉત્તર:
ભારતમાં પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતના મેદાનમાં દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણપ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં – કાંપની જમીન આવેલી છે.
પ્રશ્ન 8.
ભારતમાં રાતી અથવા લાલ જમીન ક્યાં સુધી વિસ્તરેલી છે?
ઉત્તર:
ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહલની ટેકરીઓ સુધી તથા પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત, તે રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે.
પ્રશ્ન 9.
ભારતમાં કાળી જમીન ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં કાળી જમીન દખ્ખણના ઉચ્ચપ્રદેશોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે.
પ્રશ્ન 10.
લેટેરાઈટ કે પડખાઉ જમીનનું નિર્માણ કેવી રીતે થયેલું છે?
ઉત્તરઃ
લેટેરાઇટ કે પડખાઉ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે.
પ્રશ્ન 11.
લેટેરાઇટ કે પડખાઉ જમીનમાં કયા કયા પાક લેવાય છે?
ઉત્તર:
લેટેરાઇટ કે પડખાઉ જમીન ઓછી ફળદ્રુપ હોવાથી તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લેવાય છે.
પ્રશ્ન 12.
ભારતમાં રણપ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં રણપ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં તેમજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
પ્રશ્ન 13.
ભારતમાં જંગલપ્રકારની જમીન ક્યાં ક્યાં આવેલી છે?
ઉત્તર:
ભારતમાં જંગલપ્રકારની જમીન હિમાલયનાં શકુદ્રમ જંગલોમાં 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં તેમજ સહ્યાદ્રિ, પૂર્વવાટ અને મધ્યહિમાલયનાં તરાઈક્ષેત્રોમાં આવેલી છે.
પ્રશ્ન 14.
ભારતમાં દલદલ કે પીટપ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં દલદલ કે પીટપ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયાકિનારાના વિસ્તારો, ઉત્તર બિહારના મધ્યભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે.
પ્રશ્ન 15.
જમીન-ધોવાણ એટલે શું?
ઉત્તર:
જમીન-ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવાં કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું.
નીચેના પારિભાષિક શબ્દોના અર્થ આપો:
પ્રશ્ન 1.
સંસાધન (March 20)
ઉત્તર:
સંસાધન – ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે.
વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓનાં દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતાં માછલાં અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
પ્રશ્ન 2.
સંસાધનોનું સંરક્ષણ
ઉત્તર:
કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે.
પ્રશ્ન 3.
નવીનીકરણીય સંસાધનો
ઉત્તર:
જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત્ અખૂટ હોય છે, તેને નવીનીકરણીય અથવા ‘પુનઃપ્રાપ્ય’ (Renewable) સંસાધનો કહેવાય. દા. ત., સૂર્યપ્રકાશ
પ્રશ્ન 4.
અનવીનીકરણીય સંસાધનો
ઉત્તર:
જે કુદરતી સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતાં નથી કે ઉત્પન્ન કરી શકાતાં નથી, તે ‘અનવીનીકરણીય’ અથવા ‘પુનઃઅપ્રાપ્ય’ (Nonrenewable) સંસાધનો કહેવાય. 3. દા. ત., ખનીજો
પ્રશ્ન 5.
જમીન
ઉત્તર:
પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કાણોથી બનેલું હોય છે અને જેમાં ખનીજો, ભેજ, હ્યુમસ, હવા વગેરે તત્ત્વો ભળેલાં હોય છે, તેને ‘જમીન’ કહે છે.
પ્રશ્ન 6.
જમીન-ધોવાણ (March 20)
ઉત્તર:
જમીન-ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવાં કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું.
પ્રશ્ન 7.
ભૂમિ-સંરક્ષણ
ઉત્તરઃ
ભૂમિ-સંરક્ષણ એટલે શું? ભૂમિ-સંરક્ષણના ઉપાયો જણાવો.
અથવા નીચે દર્શાવેલ આકૃતિના આધારે ભૂમિ-સંરક્ષણના ઉપાયો જણાવો. (August 20)
ઉત્તર:
ભૂમિ-સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે.
પ્રશ્નમાં દર્શાવેલ આકૃતિના આધારે ભૂમિ-સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે:
- પડતર જમીનો પર જંગલો ઉગાડવાં જોઈએ, કારણ કે વૃક્ષોનાં મૂળ જમીનકણોને જકડી રાખે છે.
- પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ-ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય.
- નદી-ખીણોમાં થતું કોતર-ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદીકાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય.
- રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટાં વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક-મેખલા બનાવી શકાય.
- નદીઓનાં પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય.
- અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિ ચરાણને નિયંત્રિત કરીને ભૂમિ-ધોવાણ અટકાવી શકાય.
- ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય.
- ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ.
પ્રશ્ન 8.
વિરલ સંસાધનો
ઉત્તર:
જે સંસાધનોનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય, તે સંસાધનો ‘વિરલ સંસાધનો’ કહેવાય છે. દા. ત., કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનીજો.
પ્રશ્ન 9.
એકલ સંસાધનો (March 20)
ઉત્તર:
વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતાં ખનીજો ‘એકલ સંસાધનો કહેવાય છે. દા. ત., ક્રાયોલાઈટ ખનીજ, જે માત્ર ગ્રીનલૅન્ડમાંથી જ મળી આવે છે.
પ્રશ્ન 10.
રાષ્ટ્રીય સંસાધન
ઉત્તર:
કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ ‘રાષ્ટ્રીય સંસાધન’ કહેવાય છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
જમીન એટલે શું?
અથવા
સંકલ્પના સમજાવોઃ જમીન
ઉત્તરઃ
ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને ‘જમીન’ કહે છે. ઘસારા અને ધોવાણનાં પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. આમ, સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન.
પ્રશ્ન 2.
ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે?
ઉત્તરઃ
ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારોમાં વહેંચી છેઃ
- કાંપની જમીન,
- રાતી અથવા લાલ જમીન,
- કાળી જમીન,
- લેટેરાઇટ જમીન,
- રણપ્રકારની જમીન,
- પર્વતીય જમીન,
- જંગલપ્રકારની જમીન અને
- દલદલ કે પીટપ્રકારની જમીન.
પ્રશ્ન 3.
કાળી જમીનને કપાસની જમીન’ પણ કહે છે. સમજાવો.
અથવા
કારણ આપો : કાળી જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે.
ઉત્તર:
કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે.
- તે ફળદ્રુપ અને ચીકણી હોય છે.
- તે ભેજને ગ્રહણ કરીને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે.
- તેના આ ગુણો કપાસના પાકને ખૂબ અનુકૂળ હોવાથી તેમાં કપાસનો પાક ખૂબ સારો થાય છે.
- આથી કાળી જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે.
પ્રશ્ન 4.
જંગલપ્રકારની જમીન વિશે માહિતી આપો.
ઉત્તર:
જંગલપ્રકારની જમીન હિમાલયનાં શંકુદુમ જંગલોના વિસ્તારમાં આશરે 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં તેમજ મધ્યહિમાલયનાં તરાઈક્ષેત્રોમાં અને સહ્યાદ્રિ, પૂર્વઘાટ વગેરે પ્રદેશમાં આવેલી છે.
- જંગલોનાં વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. પાંદડાં સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતાં જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે.
- જમીન-તળમાં નીચેની તરફ જતાં આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે.
- તે અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે.
- જંગલપ્રકારની જમીનમાં ચા, કૉફી, તેજાના ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ, જવ વગેરે પાક લેવાય છે.
પ્રશ્ન 5.
દલદલ કે પીટપ્રકારની જમીન વિશે માહિતી આપો.
ઉત્તરઃ
દલદલ કે પીટપ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં વિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે.
- આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોરફેટ અને પોટાશની ઓછપ (ઊણપ) જોવા મળે છે.
- વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. પાણી ઓસરતાં જમીન ખુલ્લી થતાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે.
- આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયાકિનારાના ભાગોમાં, ઉત્તર બિહારના મધ્યભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે.
- તે અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે?
ઉત્તરઃ
કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને ‘સંરક્ષણ’ કહે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે.
- છેલ્લાં સો વર્ષમાં માનવીએ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે. પરંતુ અસાધારણ વસ્તી-વિસ્ફોટને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે.
- આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેનાં ખૂબ માઠાં પરિણામો ભોગવવા પડશે. આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે.
- સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે.
- વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સંસાધનોનો આ અવિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવનધોરણ જાળવી રાખવું દુષ્કર બની જશે.
- આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.
પ્રશ્ન 2.
ભારતમાં રાતી અથવા લાલ જમીન ક્યાં ક્યાં આવેલી છે? તેનાં લક્ષણો જણાવો.
અથવા
ભારતની રાતી અથવા લાલ જમીન વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19 % ક્ષેત્રફળમાં આવેલી છે.
- ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે.
- આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે.
લક્ષણો:
- આ જમીનમાં ફેરિક ઑક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. તેમાં નીચે જતાં તે પીળા રંગની બની જાય છે.
- તેમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી.
- તેમાં મૅગ્નેશિયમ, ફૉસ્ફટ, નાઇટ્રોજન અને પોટાશની ઊણપ હોય છે.
- તેમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે.
પ્રશ્ન 3.
ભારતમાં લેટેરાઇટ જમીન ક્યાં જોવા મળે છે? તેનાં લક્ષણો જણાવો.
અથવા
લેટેરાઇટ જમીન વિશે નોંધ લખો.
ઉત્તર:
લેટેરાઇટ જમીનનું નામ લૅટિન ભાષાના શબ્દ “Later એટલે કે ઈંટ પરથી પડ્યું છે.
- ભારતમાં આ જમીન દખ્ખણ ભારતના ઉચ્ચપ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે.
લક્ષણો:
- તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન (લોહ) ઑક્સાઇડને આભારી છે.
- આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે.
- તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે.
- તેમાં મુખ્યત્વે લોહતત્ત્વ, પોટાશ અને ઍલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે.
- તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે.
- તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે.
- લેટેરાઇટ જમીનને ‘પડખાઉ જમીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
સંસાધનોના પ્રકાર જણાવો.
ઉત્તરઃ
સંસાધનોને નીચે મુજબ ત્રણ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે:
(1) માલિકીના આધારે
(2) વિતરણક્ષેત્રને આધારે અને
(3) પુનઃપ્રાપ્યતાને આધારે.
(1) માલિકીના આધારે સંસાધનોના પ્રકારો નીચે મુજબ છેઃ
ક્રમ | માલિકીના આધારે | વિગત | ઉદાહરણ |
1. | વ્યક્તિગત સંસાધન | કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી | જમીન, મકાન વગેરે |
2. | રાષ્ટ્રીય સંસાધન | કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ | લશ્કર, આંતર રાષ્ટ્રીય વેપાર વગેરે |
3. | વૈશ્વિક સંસાધન | સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય | વિશ્વનાં બધાં રાષ્ટ્રોની સહિયારી માલિકીનાં સંસાધનો |
(2) વિતરણક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકારો નીચે પ્રમાણે છે:
ક્રમ | વિતરણક્ષેત્રને આધારે | વિગત | ઉદાહરણ |
1. | સર્વસુલભ સંસાધન | વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ | ઑક્સિજન, નાઇટ્રોજન વગેરે |
2. | સામાન્ય સુલભ સંસાધન | સામાન્ય રીતે મળે તેવાં સંસાધનો | ભૂમિ, જળ, ગોચર વગેરે |
3. | વિરલ સંસાધન | જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં સંસાધનો | કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, તાંબું, સોનું, યુરેનિયમ વગેરે ખનીજો |
4. | એકલ સંસાધન | વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતાં ખનીજો | ક્રાયોલાઇટ ખનીજ, જે માત્ર ગ્રીનલૅન્ડમાંથી જ મળી આવે છે. |
(3) પુનઃપ્રાપ્યતાને આધારે નવીનીકરણીય (પુનઃપ્રાપ્ય) અને અનવીનીકરણીય (પુનઃઅપ્રાપ્ય) સંસાધનો જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત્ અખૂટ હોય છે તેને ‘નવીનીકરણીય’ અથવા પુનઃપ્રાપ્ય’ (Renewable) સંસાધનો કહેવાય. ઝાડપાન, પશુ-પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણીય સંસાધનો છે.
જે કુદરતી સંસાધનો એક વાર વપરાયા પછી પુનઃઉપયોગમાં લઈ શકાતાં નથી અર્થાત્ તેને ફરીથી બનાવી શકાતાં નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ કરી શકાતું નથી, તે ‘અનવીનીકરણીય’ (Nonrenewable) અથવા ‘પુનઃઅપ્રાપ્ય’ સંસાધનો કહેવાય છે. કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે અનવીનીકરણીય સંસાધનો છે.
પ્રશ્ન 2.
કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ?
ઉત્તરઃ
કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે નીચેની બાબતો વિચારવી જોઈએ:
- કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલાં કે વપરાયા વિનાનાં સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધમ વિશે જાણકારી મેળવવી.
- જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા જે અનવીનીકરણીય સંસાધનો છે તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચારવિમર્શ કરવો. અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવાં.
- જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવાં સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસો કરવા.
- જે સંસાધનો હાલમાં સસ્તાં કે સુલભ હોય તેમને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેમને સાચવવાં.
- જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેમને જાળવી રાખવાં. ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા. સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે.
- સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદા કે નિયમો બનાવી તેનો સખતાઈથી અમલ કરવો.
- સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા જનજાગૃતિ કેળવવી.