GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન Important Questions and Answers.

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
વારસો એ દેશની …………………… છે.
A. સમૃદ્ધિ
B. ઓળખ
C. સંસ્કૃતિ
ઉત્તરઃ
B. ઓળખ

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 2.
ઈ. સ. 1952માં ભારત સરકારે ભારતીય ……………………… માટે બોર્ડની
રચના કરી.
A. વન્ય જીવો
B. પુરાતત્ત્વીય સ્થળો
C. પ્રાચીન સ્મારકો
ઉત્તરઃ
A. વન્ય જીવો

પ્રશ્ન 3.
ઈ. સ. ……………………. માં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે.
A. 1982
B. 1962
C. 1972
ઉત્તરઃ
C. 1972

પ્રશ્ન 4.
ઈ. સ. 1883માં સ્થપાયેલી …………………. પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ સૌથી જૂની સંસ્થા છે.
A. મુંબઈ
B. દિલ્લી
C. અમદાવાદ
ઉત્તરઃ
A. મુંબઈ

પ્રશ્ન 5.
પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઈ. સ. 1958માં ‘પ્રાચીન ……………….. , પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો છે.
A. કલાકૃતિઓ
B. સ્થાનકો
C. સ્મારકો
ઉત્તરઃ
C. સ્મારકો

પ્રશ્ન 6.
કેન્દ્ર સરકારે મહત્ત્વનાં ૫ સ્થળોને ………………….. રાષ્ટ્રીય સ્મારકો. તરીકે જાહેર કર્યા છે.
A. ઐતિહાસિક
B. ધાર્મિક
C. પુરાતત્ત્વીય
ઉત્તરઃ
A. ઐતિહાસિક

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 7.
…………………. રિફાઇનરીને પરિણામે આગરાના તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી ગયા હતા.
A. હલ્દિયા
B. મથુરા
C. કોયલી
ઉત્તરઃ
B. મથુરા

પ્રશ્ન 8.
રાષ્ટ્રીય સંગ્રહાલય …………………….. માં આવેલું છે.
A. નવી દિલ્લી
B. ભોપાલ
C. કોલકાતા
ઉત્તરઃ
A. નવી દિલ્લી

પ્રશ્ન 9.
ભારતીય સંગ્રહાલય ………………….. માં આવેલું છે.
A. મુંબઈ
B. કોલકાતા
C. હૈદરાબાદ
ઉત્તરઃ
B. કોલકાતા

પ્રશ્ન 10.
સાલારગંજ સંગ્રહાલય …………………… માં આવેલું છે.
A. કોલકાતા
B. ભોપાલ
C. હૈદરાબાદ
ઉત્તરઃ
C. હૈદરાબાદ

પ્રશ્ન 11.
રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ………………….. ખાતે આવેલું છે.
A. ભોપાલ
B. હૈદરાબાદ
C. નવી દિલ્લી
ઉત્તરઃ
A. ભોપાલ

પ્રશ્ન 12.
લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય …………………….. ખાતે આવેલું છે.
A. પાટણ
B. વડોદરા
C. અમદાવાદ
ઉત્તરઃ
C. અમદાવાદ

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 13.
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ……………………. ખાતે આવેલું છે.
A. ગાંધીનગર
B. પાટણ
C. અમદાવાદ
ઉત્તરઃ
A. ગાંધીનગર

પ્રશ્ન 14.
શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય …………………. ખાતે આવેલું છે.
A. રાજકોટ
B. વડોદરા
C. પાટણ
ઉત્તરઃ
C. પાટણ

પ્રશ્ન 15.
ભારતે એ ‘……………………’ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
A. વસુધૈવ મનુષ્યકમ્
B. વસુધેવ સંસ્કૃતિકમ્
C. વસુધેવ કુટુંબકમ્
ઉત્તરઃ
C. વસુધેવ કુટુંબકમ્

પ્રશ્ન 16.
‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’ આ સંદેશ ……………………….. આપ્યો છે.
A. ઋગ્વદે
B. રામાયણે
C. શ્રીમદ્ભગવદ્ગીતાએ
ઉત્તરઃ
A. ઋગ્વદે

પ્રશ્ન 17.
ભારતે વિશ્વમાં ………………. સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે.
A. સાંસ્કૃતિક
B. આધ્યાત્મિક
C. ધાર્મિક
ઉત્તરઃ
C. ધાર્મિક

પ્રશ્ન 18.
સ્વામી ……………………… અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી.
A. રામદાસે
B. રાજા રામમોહનરાયે
C. વિવેકાનંદ
ઉત્તરઃ
C. વિવેકાનંદ

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 19.
ભારત એક …………………. દેશ છે.
A. બિનસાંપ્રદાયિક
B. સાંપ્રદાયિક
C. સાંસ્કૃતિક
ઉત્તરઃ
A. બિનસાંપ્રદાયિક

પ્રશ્ન 20.
પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ‘………………….’ એવું વિશાળ નામ આપ્યું હતું.
A. આર્યાવર્ત
B. ભારતવર્ષ
C. ભરતખંડ
ઉત્તરઃ
B. ભારતવર્ષ

પ્રશ્ન 21.
દેશની પવિત્ર ગણાતી …………………… નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે.
A. બાર
B. નવ
C. સાત
ઉત્તરઃ
C. સાત

પ્રશ્ન 22.
‘…………………’ માં એક્તા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે.
A. વારસા
B. વિવિધતા
C. વિશાળતા
ઉત્તરઃ
B. વિવિધતા

પ્રશ્ન 23.
ભારતના વિવિધ લોકો …………………. ની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.
A. સમન્વય
B. વિશ્વબંધુત્વ
C. સહઅસ્તિત્વ
ઉત્તરઃ
C. સહઅસ્તિત્વ

પ્રશ્ન 24.
ઈ. સ. ………………….. માં ભારત સરકારે ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના કરી.
A. 1883
B. 1972
C. 1952
ઉત્તરઃ
C. 1952

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 25.
આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે?
A. ભારતની સંસદ
B. આપણો વારસો
C. ભારતના ઉત્સવો
D. આપણા મેળાઓ
ઉત્તર:
B. આપણો વારસો

પ્રશ્ન 26.
વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે?
A. યુનેસ્કો
B. યુનિસેફ
C. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા
D. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ
ઉત્તર:
A. યુનેસ્કો

પ્રશ્ન 27.
ઈ. સ. 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી?.
A. પશુ-પક્ષી અને પ્રાણીઓના સંરક્ષણની સમિતિની
B. મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિની
C. સંગ્રહાલય સંરક્ષણ અને વિકાસ સમિતિની
D. વનવિકાસ અને પર્યાવરણ જતન સમિતિની
ઉત્તર:
B. મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિની

પ્રશ્ન 28.
ભારત સરકારે ‘રાષ્ટ્રીય સ્મારકો’ની જાળવણીનું કામ કોને સોંપ્યું છે?
A. પ્રવાસ અને પર્યટન ખાતાને ,
B. પર્યાવરણ ખાતાને
C. પુરાતત્ત્વ ખાતાને
D. શિક્ષણ ખાતાને
ઉત્તર:
C. પુરાતત્ત્વ ખાતાને

પ્રશ્ન 29.
કઈ રિફાઈનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહાલ ઝાંખો પડ્યો હતો?
A. આગરાની
B. કાનપુરની
C. અલીગઢની
D. મથુરાની
ઉત્તર:
D. મથુરાન

પ્રશ્ન 30.
સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબમાં જાય તેમ હતાં, તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે?
A. આલમપુર
B. કાઝીકોટા
C. આઝાદપુર
D. હૈદરાબાદ
ઉત્તર:
A. આલમપુર

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 31.
ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો?
A. ઈ. સ. 1880માં
B. ઈ. સ. 1888માં
C. ઈ. સ. 1876માં
D. ઈ. સ. 1952માં
ઉત્તર:
C. ઈ. સ. 1876માં

પ્રશ્ન 32.
સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો?
A. ઈ. સ. 1968માં
B. ઈ. સ. 1972માં
C. ઈ. સ. 1978માં
D. ઈ. સ. 1962માં
ઉત્તર:
B. ઈ. સ. 1972માં

પ્રશ્ન 33.
સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે?
A. સંગ્રહાલયોમાં
B. સરકારી સંસ્થાઓમાં
C. પુસ્તકાલયોમાં
D. બિનસરકારી સંસ્થાઓમાં
ઉત્તર:
A. સંગ્રહાલયોમાં

પ્રશ્ન 34.
હૈદરાબાદમાં ક્યું સંગ્રહાલય આવેલું છે?
A. સુલતાનગંજ સંગ્રહાલય
B. સાલારગંજ સંગ્રહાલય
C. આબાદગંજ સંગ્રહાલય
D. નિઝામ સંગ્રહાલય
ઉત્તર:
B. સાલારગંજ સંગ્રહાલય

પ્રશ્ન 35.
શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં કોણે વક્તવ્ય આપ્યું હતું?
A. સ્વામી રામકૃષ્ણ પરમહંસે
B. સ્વામી દયાનંદ સરસ્વતીએ
C. રાજા રામમોહનરાયે
D. સ્વામી વિવેકાનંદ
ઉત્તર:
D. સ્વામી વિવેકાનંદ

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 36.
સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે?
A. સંસ્કૃતિ અને સભ્યતાના
B. સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના
C. સહિષ્ણુતા અને સાંપ્રદાયિકતાના
D. એકતા અને વિષમતાના
ઉત્તર:
B. સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના

પ્રશ્ન 37.
સ્વામી વિવેકાનંદે જે વિશ્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ…
A. ન્યૂ યૉર્કમાં ભરાઈ હતી.
B. શિકાગોમાં ભરાઈ હતી.
C. દિલ્લીમાં ભરાઈ હતી.
D. વૉશિંગ્ટનમાં ભરાઈ હતી.
ઉત્તર:
B. શિકાગોમાં ભરાઈ હતી.

પ્રશ્ન 38.
પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશને કયું નામ આપ્યું હતું?
A. આર્યાવર્ત
B. રામરાજ્ય
C. ભરતખંડ
D. ભારતવર્ષ
ઉત્તર:
D. ભારતવર્ષ

પ્રશ્ન 39.
ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો?
A. સંતોએ
B. ઋષિ-મુનિઓએ
C. જ્યોતિર્ધરોએ
D. શાસકોએ
ઉત્તર:
C. જ્યોતિર્ધરોએ

પ્રશ્ન 40.
“અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.” આ સંદેશ ક્યો ગ્રંથ આપે છે?
A. અથર્વવેદ
B. રામાયણ
C. ઋગ્વદ
D. મહાભારત
ઉત્તર:
C. ઋગ્વદ

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 41.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.
A. ભારતીય સંગ્રહાલય – નવી દિલ્લી
B. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ – મુંબઈ
C. સાલારગંજ સંગ્રહાલય – હૈદરાબાદ
D. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય – ભોપાલ
ઉત્તર:
A. ભારતીય સંગ્રહાલય – નવી દિલ્લી

પ્રશ્ન 42.
નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો.
A. સહસ્ત્રલિંગ તળાવ- પાટણ
B. મલાવ તળાવ – ધોળકા
C. રાણીની વાવ – અડાલજ
D. નવઘણ કૂવો – જૂનાગઢ
ઉત્તર:
C. રાણીની વાવ – અડાલજ

પ્રશ્ન 43.
મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ની સ્થાપના ક્યારે કરવામાં
આવી?
A. ઈ. સ. 1883માં
B. ઈ. સ. 1882માં
C. ઈ. સ. 1983માં
D. ઈ. સ. 1915માં
ઉત્તર:
A. ઈ. સ. 1883માં

પ્રશ્ન 44.
“મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.” આ વિધાન કોનું છે?
A. ગાંધીજીનું
B. સ્વામી વિવેકાનંદનું
C. રામકૃષ્ણ પરમહંસનું
D. જવાહરલાલ નેહરુનું
ઉત્તર:
B. સ્વામી વિવેકાનંદનું

પ્રશ્ન 45.
ઈ. સ. 1958માં કયો કાયદો પસાર થયો?
A. જળસ્રોતોના સંરક્ષણને લગતો કાયદો
B. પર્યાવરણના જતનના સંદર્ભનો કાયદો
C. પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો , કાયદો
D. વન્યસૃષ્ટિ અને જળસૃષ્ટિના સંરક્ષણનો કાયદો
ઉત્તર:
C. પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો , કાયદો

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 46.
નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો.
GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન 1
A. રાષ્ટ્રીય સ્મારક
B. વિવિધતામાં એકતા
C. વન્ય જીવો અને પર્યાવરણ સંરક્ષણ
D, પર્યટન ઉદ્યોગ
ઉત્તર:
C. વન્ય જીવો અને પર્યાવરણ સંરક્ષણ

પ્રશ્ન 47.
નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો.
GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન 2
A. ભારતના ઇતિહાસનો વારસો
B. ભારતની સંસ્કૃતિની ઓળખ
C. ધાર્મિક સહિષ્ણુતા
D. વિવિધતામાં એકતા
ઉત્તર:
D. વિવિધતામાં એકતા

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

(1) વારસો એ દેશની ઓળખ છે.
ઉત્તરઃ
ખરું

(2) ભારતમાં પર્યટન માર્ગદર્શક(ટુરિઝમ ગાઇડ)નો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે.
ઉત્તરઃ
ખરું

(3) ઈ. સ. 1962માં ભારત સરકારે વન્ય જીવો માટે બોર્ડની રચના કરી હતી.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

(4) ઈ. સ. 1980માં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે.
ઉત્તરઃ
ખોટું

(5) ઈ. સ. 1883માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ સૌથી જૂની સંસ્થા છે.
ઉત્તરઃ
ખરું

(6) ઈ. સ. 1958માં સંસદે ‘પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો’ પસાર કર્યો છે.
ઉત્તરઃ
ખરું

(7) કેન્દ્ર સરકારે મહત્ત્વનાં ઐતિહાસિક સ્થળોને ‘આંતરરાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કર્યા છે.
ઉત્તરઃ
ખોટું

(8) ‘રાષ્ટ્રીય સ્મારકો’ની જાળવણીની જવાબદારી પુરાતત્ત્વ ખાતાને સોંપવામાં આવી છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

(9) નોઇડાની રિફાઈનરી અને ઉદ્યોગોના ધુમાડાને કારણે આગરાના તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા.
ઉત્તરઃ
ખોટું

(10) રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્લીમાં આવેલું છે.
ઉત્તરઃ
ખરું

(11) ભારતીય સંગ્રહાલય પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં આવેલું છે.
ઉત્તર:
ખોટું

(12) છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ) મુંબઈ ખાતે આવેલું છે.
ઉત્તર:
ખોટું

(13) સાલારગંજ સંગ્રહાલય કર્ણાટકના બેંગલૂરુ શહેરમાં આવેલું છે.
ઉત્તર:
ખોટું

(14) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં આવેલું છે.
ઉત્તર:
ખોટું

(15) લાલભાઈ દલપતરામ સંગ્રહાલય (એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી) અમદાવાદમાં આવેલું છે. (August 20)
ઉત્તર:
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

(16) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા – ગાંધીનગર ખાતે આવેલું છે.
ઉત્તર:
ખરું

(17) શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ખાતે આવેલું છે.
ઉત્તર:
ખરું

(18) ભારતે ‘વસુધૈવ કુટુંબકમ્ની’ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
ઉત્તર:
ખરું

(19) ભારત સાંપ્રદાયિક દેશ છે.
ઉત્તર:
ખોટું

(20) સ્વામી વિવેકાનંદે ન્યૂ યૉર્ક(અમેરિકા)માં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં હાજરી આપી હતી.
ઉત્તર:
ખોટું

(21) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ‘ભારતવર્ષ’ એવું વિશાળ નામ આપ્યું હતું.
ઉત્તર:
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

(22) દેશની પવિત્ર ગણાતી નવ નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે.
ઉત્તર:
ખોટું

(23) એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે.
ઉત્તર:
ખોટું

(24) “અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.” આ સંદેશ ‘ઉપનિષદ’ આપે છે. (March 20)
ઉત્તર:
ખોટું

(25) મને કહેતાં ગર્વ થાય છે કે, જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે હું ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે. – સ્વામી વિવેકાનંદ
ઉત્તરઃ
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:

(1) દેશની ઓળખ કઈ છે? – વારસો
(2) કયો ઉદ્યોગ જે-તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે? -પર્યટન ઉદ્યોગ
(3) પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં કયો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે? – પર્યટન માર્ગદર્શકનો
(4) રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીની જવાબદારી કોને સોંપવામાં આવી છે? – પુરાતત્ત્વ ખાતાને
(5) કયા પ્રદૂષણને કારણે આગરાનો તાજમહાલ ઝાંખો અને પીળો પડી રહ્યો હતો? – વાયુ-પ્રદૂષણ
(6) પ્રાચીન ક્લાકૃતિઓ અને અતિમૂલ્યવાન વસ્તુઓને ક્યાં સાચવવામાં આવે છે? – સંગ્રહાલયોમાં
(7) આંધ્ર પ્રદેશના હૈદરાબાદ શહેરમાં કર્યું સંગ્રહાલય આવેલું છે? – સાલારગંજ
(8) કોલકાતા શહેરમાં કર્યું સંગ્રહાલય આવેલું છે? – ભારતીય સંગ્રહાલય
(9) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? – ભોપાલમાં
(10) પાટણ શહેરમાં કર્યું સંગ્રહાલય આવેલું છે? – શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

(11) ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? – ‘વસુધૈવ કુટુંબકમ્ની
(12) “અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.” આ સંદેશ ક્યા વેદનો છે? – ઝર્વેદનો
(13) ધર્મની દષ્ટિએ ભારત કેવો દેશ છે? – બિનસાંપ્રદાયિક
(14) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને કયું નામ આપ્યું હતું? – ભારતવર્ષ
(15) ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા કઈ છે? – વિવિધતામાં એકતા
(16) વિદેશી પર્યટકો આવવાથી ભારતને શું પ્રાપ્ત થાય છે? – વિદેશી હૂંડિયામણ

યોગ્ય જોડકાં જોડોઃ

1.

‘અ’ ‘બ’
1. રાષ્ટ્રીય સંગ્રહાલય a. કોલકાતા
2. ભારતીય સંગ્રહાલય b. હૈદરાબાદ
3. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ c. ભોપાલ
4. સાલારગંજ સંગ્રહાલય d. નવી દિલ્લી
e. મુંબઈ

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. રાષ્ટ્રીય સંગ્રહાલય d. નવી દિલ્લી
2. ભારતીય સંગ્રહાલય a. કોલકાતા
3. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ e. મુંબઈ
4. સાલારગંજ સંગ્રહાલય b. હૈદરાબાદ

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

2.

‘અ’ ‘બ’
1. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય a. ગાંધીનગર
2. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય b. પાટણ
3. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર c. ભોપાલ
4. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય d. વડોદરા
e. અમદાવાદ

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય c. ભોપાલ
2. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય e. અમદાવાદ
3. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર a. ગાંધીનગર
4. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય b. પાટણ

3.

‘અ’ ‘બ’
1. ધોળકા a. ભમરીયો કૂવો
2. પાટણ b. મલાવ તળાવ
3. મહેમદાવાદ c. નવઘણ કૂવો
4. જૂનાગઢ d. કીર્તિતોરણ
e. રાણીની વાવ

ઉત્તર:

‘અ’ ‘બ’
1. ધોળકા b. મલાવ તળાવ
2. પાટણ e. રાણીની વાવ
3. મહેમદાવાદ a. ભમરીયો કૂવો
4. જૂનાગઢ c. નવઘણ કૂવો

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઈ. સ. 1883માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ કાર્ય કરે છે?
ઉત્તર:
ઈ. સ. 1883માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ દેશના પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષણનું કાર્ય કરે છે.

પ્રશ્ન 2.
આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે કઈ જોગવાઈ કરી છે?
ઉત્તર:
આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે.

પ્રશ્ન 3.
આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ક્યારે, કયો કાયદો બનાવ્યો છે?
ઉત્તરઃ
આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ઈ. સ. 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવ્યો છે.

પ્રશ્ન 4.
રાષ્ટ્રીય સ્મારકોની સારસંભાળ અને સંરક્ષણનું કાર્ય આપણા દેશમાં કોને સોપાયું છે?
ઉત્તર :
ભારત સરકારે દેશનાં મહત્ત્વનાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ જાહેર કરીને તેમની સારસંભાળ અને સંરક્ષણનું કાર્ય આપણા દેશના પુરાતત્ત્વ ખાતા(ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી)ને સોંપ્યું છે.

પ્રશ્ન 5.
ઐતિહાસિક સ્મારકના સમારકામ વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?
ઉત્તરઃ
ઐતિહાસિક સ્મારકના સમારકામ વખતે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે યથાવત્ જળવાઈ રહેવાં જોઈએ.

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 6.
નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતાં છે મંદિરોને કોણે, કયા સ્થળે સ્થાનાંતરિત કર્યા?
ઉત્તરઃ
નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતાં કે મંદિરોને ભારતીય પુરાતત્ત્વ ખાતાએ આંધ્ર પ્રદેશના મહેબૂબનગર | જિલ્લામાં આલમપુર નામના સુરક્ષિત સ્થળે સ્થાનાંતરિત કર્યા.

પ્રશ્ન 7.
આંધ્ર પ્રદેશમાં પાપનાશમ્ મંદિર સમૂહને કયા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે?
ઉત્તરઃ
આંધ્ર પ્રદેશમાં પાપનાશમ્ મંદિરસમૂહને મહેબૂબનગર જિલ્લાના આલમપુર નામના સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે.

પ્રશ્ન 8.
તાજમહાલના આરસ કયા કારણે ઝાંખા પડી ગયા હતા?
ઉત્તરઃ
તાજમહાલના આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઈનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતા વાયુ-પ્રદૂષણને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા અને પીળા પડી ગયા હતા.

પ્રશ્ન 9.
તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા પુરાતત્ત્વ ખાતાએ શું કર્યું?
ઉત્તર:
તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા પુરાતત્ત્વ ખાતાએ તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ-પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી.

પ્રશ્ન 10.
ઋગ્વદનો કયો સંદેશ ભારતની સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે?
ઉત્તરઃ
“અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ” એ સર્વેદનો સંદેશ ભારતની સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 11.
ભારતે ‘વસુધૈવ કુટુમ્બ’ની ભાવના કેવી રીતે સાકાર કરી છે?
ઉત્તર:
ભારતે અનેક સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મો અને સંપ્રદાયો તેમજ અનેક જાતિઓના સમાજને પોતાની સંસ્કૃતિમાં સમાવીને ‘વસુધૈવ કુટુમ્બવ’ની ભાવના સાકાર કરી છે.

પ્રશ્ન 12.
સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ ‘વિશ્વધર્મ પરિષદ’માં ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ કઈ રીતે કરી હતી?
ઉત્તર:
સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ ‘વિશ્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ કરતાં આ પ્રમાણે કહ્યું હતું: “મને કહેતાં ગર્વ થાય છે કે, જે ધર્મનો હું પ્રતિનિધિ છું; તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.”

પ્રશ્ન 13.
પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને કયું નામ આપ્યું હતું? શા માટે?
ઉત્તર :
પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ‘ભારતવર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું, કારણ કે તેઓ ભારતની સાંસ્કૃતિક એક્તા પર ભાર મૂકવા માગતા હતા.

પ્રશ્ન 14.
પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ રચેલી પ્રાર્થનાઓમાં દેશની પવિત્ર મનાતી સાત નદીઓનો સમાવેશ શા માટે કર્યો હતો?
ઉત્તરઃ
પ્રાચીન ભારતના જ્યોતિર્ધરો સમગ્ર ભારતને સંસ્કૃતિ અને સંસ્કારોની દષ્ટિએ એક અને અખંડ માનતા હતા, તેથી તેમણે રચેલી 3 પ્રાર્થનાઓમાં દેશની પવિત્ર મનાતી સાત નદીઓનો સમાવેશ કર્યો હતો.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
આપણા વારસાનું સંરક્ષણ શાથી આવશ્યક બન્યું છે?
ઉત્તર:
ભૂકંપ, નદીઓનાં ઘોડાપૂર, વાવાઝોડાં વગેરે ભૌગોલિક પરિબળો આપણા વારસાને નુકસાન પહોંચાડી રહ્યાં છે.

  • નાગરિકો આપણા વારસાના મહત્ત્વ અને મૂલ્યને જાણવામાં ઓછી જાગૃતિ અને સભાનતા ધરાવે છે.
  • મોટા ભાગના પર્યટકો આપણા વારસાની જાળવણી પરત્વે બેદરકાર છે.
  • આથી આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
  • આથી આપણા વારસાનું સંરક્ષણ આવશ્યક બન્યું છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 2.
આપણા વારસાના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?
ઉત્તરઃ
આપણા વારસાના સંરક્ષણ માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ:

  • આપણા પ્રાકૃતિક વારસાનાં અને સાંસ્કૃતિક વારસાનાં તમામ સ્થળોના રક્ષણ પરત્વે તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે વિનાશ પરત્વે દેશના બધા નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા આવવી જોઈએ.
  • આપણા વારસાનાં તમામ સ્થળોને સુવ્યવસ્થિત રાખવાં જોઈએ, જેથી તેમનું સાતત્ય જળવાઈ રહે.
  • આપણા દેશનાં સ્થાપત્યો, શિલ્પો, કલાકૃતિઓ વગેરેને કોઈ પણ વ્યક્તિ કે પ્રવાસી નુકસાન પહોંચાડતો હોય, તો તેને અટકાવવો જોઈએ.

પ્રશ્ન 3.
આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે આપણી સંસદે અને ભારત સરકારે શું કર્યું છે?
ઉત્તરઃ
આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે આપણી 3 સંસદે ઈ. સ. 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો છે.

  • તેમાં પ્રાચીન મૂર્તિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, ઉત્નનન કરેલાં ભારતીય સંસ્કૃતિને લગતાં સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો, સિક્કાઓ તેમજ અન્ય અવશેષોની જાળવણી કરવાનું સૂચવ્યું હતું.
  • ઈ. સ. 1958માં સંસદે પસાર કરેલા કાયદા અનુસાર ભારત સરકારે કેટલાંક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયમાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કર્યા છે.
  • તેમની સારસંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા – દેશના પુરાતત્ત્વીય ખાતા(ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી)ને સોંપ્યું છે.
  • આ ઉપરાંત, પુરાતત્ત્વીય વારસાના સંરક્ષણ માટે ભારત સરકારે કેટલાક પેટાકાયદા પણ બનાવ્યા છે.

પ્રશ્ન 4.
‘પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતા 1958’ના કાયદામાં કઈ કઈ ચીજવસ્તુઓની જાળવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે?
ઉત્તર:
‘પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતા 1958’ના કાયદામાં પ્રાચીન મૂર્તિઓ, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્મારકો, ઉત્પનન કરેલાં ભારતનાં સાંસ્કૃતિક સ્થળો, શિલાલેખો. સ્તંભલેખો, તામ્રપત્રો તેમજ પ્રાચીન સિક્કાઓ અને અવશેષો વગેરેની – જાળવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પ્રશ્ન 5.
આપણા વારસાનાં કેટલાંક સ્થળો હજુ પણ અકબંધ શાથી સચવાઈ રહ્યાં છે?
ઉત્તરઃ
ઈ. સ. 1958ના પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોની જાળવણીના કાયદા અનુસાર કોઈ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્પનન કરી શકતી નથી. પરિણામે ખાનગી કે છૂપી રીતે થતાં ખોદકામો અટક્યાં છે. તેથી આપણા વારસાનાં કેટલાંક સ્થળો હજુ પણ અકબંધ સચવાઈ રહ્યાં છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પ્રશ્ન 6.
ભારતીય નિધિ વ્યાપાર કાનૂન – 1876માં કયો નિયમ બનાવવામાં આવ્યો છે?
ઉત્તર :
ભારતીય નિધિ વ્યાપાર કાનૂન – 1876માં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિકને ઘર માટે જમીન ખોદતાં, ખેતર ખેડતાં તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતાં અચાનક કોઈ પૌરાણિક કે પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્ત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી.

પ્રશ્ન 7.
પ્રાચીન અતિ મૂલ્યવાન સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવા માટે ક્યાં કયાં સંગ્રહાલયો કામ કરે છે?
અથવા
ભારત સરકાર કયાં કયાં સંગ્રહાલયોની જાળવણી કરે છે?
ઉત્તર:
પ્રાચીન અતિ મૂલ્યવાન સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવા માટે ભારત સરકાર નીચેનાં સંગ્રહાલયોની જાળવણી કરે છે:

ક્રમ સંગ્રહાલયનું નામ શહેરા
1. રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્લી
2. ભારતીય સંગ્રહાલય કોલકાતા
3. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ

સંગ્રહાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ)

મુંબઈ
4. સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ
5. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ
6. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય

(એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી)

અમદાવાદ
7. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર
8. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ.
9. વડોદરા મ્યુઝિયમ અને પિક્યર ગેલેરી વડોદરા

પ્રશ્ન 8.
“ભારતે વિશ્વમાં “વસુધૈવ કુટુમ્બની ભાવનાને સાકાર કરી છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર:
પ્રાચીન સમયમાં ગ્રીક, શક, પલ્લવ, કુષાણ, હૂણ, યુએચી વગેરે પ્રજાને, મધ્યયુગ દરમિયાન તુર્કી, અફઘાનો, મુઘલો વગેરે પ્રજાને તથા અર્વાચીન સમયમાં ડચ, વલંદા, અંગ્રેજો વગેરેની અનેક સંસ્કૃતિઓ, ભાષાઓ, જાતિઓ, જ્ઞાતિ, ધર્મો અને સંપ્રદાયોને પોતાનામાં સમાવ્યાં છે. આમ, અનેક સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મસંપ્રદાયો અને સમાજને પોતાનામાં સમાવીને ભારતે “વસુધૈવ કુટુમ્બવ’ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 7 આપણા વારસાનું જતન

પરિશિષ્ટ
ભારતનાં સંગ્રહાલયો

ક્રમ સ્થળ સંગ્રહાલયનું નામ
1. અમદાવાદ લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય

(એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી)

2. કોબા, ગાંધીનગર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર
3. પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય
4. નવી દિલ્લી રાષ્ટ્રીય સંગ્રહાલય
5. કોલકાતા ભારતીય સંગ્રહાલય
6. મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય

(પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ)

7. હૈદરાબાદ સાલારજંગ સંગ્રહાલય
8. ભોપાલ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય
9. વડોદરા વડોદરા મ્યુઝિયમ અને પિશ્ચર ગેલેરી

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *