GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન Important Questions and Answers.

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે?
A. પરંપરાવાદી માનસ
B. આરામપ્રિયતા
C. રિવાજોને મહત્ત્વ
D. સાક્ષરતાનો નીચો દર
ઉત્તર:
D. સાક્ષરતાનો નીચો દર

પ્રશ્ન 2.
અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?
A. અધિકારીઓનું
B. રાજકારણનું
C. ચૂંટણીઓનું
D. નાગરિકતાનું
ઉત્તર:
નાગરિકતાનું

પ્રશ્ન 3.
આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે?
A. “ચાર્ટર ઑફ મૅનકાઇન્ડમાંથી
B. “ચાર્ટર ઑફ ઍટલૅન્ટિક’માંથી
C. “ચાર્ટર ઑફ રાઈટ્સમાંથી
D. “ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી
ઉત્તર:
‘ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી

પ્રશ્ન 4.
ક્યો મૂળભૂત હક “બંધારણનો આત્મા’ કહેવાય છે?
A. બંધારણીય ઇલાજોનો અધિકાર
B. સ્વતંત્રતાનો અધિકાર
C. સમાનતાનો અધિકાર
D. શોષણવિરોધી અધિકાર
ઉત્તર:
બંધારણીય ઇલાજોનો અધિકાર

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 5.
નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે?
A. રાષ્ટ્રપ્રમુખની
B. વડા પ્રધાનની
C. કેન્દ્ર સરકારની
D. ન્યાયતંત્રની
ઉત્તર:
ન્યાયતંત્રની

પ્રશ્ન 6.
નાગરિકનું અનિવાર્ય લક્ષણ કર્યું છે?
A. સાંપ્રદાયિકતા
B. અધિકારો
C. અસમાનતા
D. ફરજ
ઉત્તર:
B. અધિકારો

પ્રશ્ન 7.
કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાળમજૂર કહેવાય?
A. 17 વર્ષ
B. 21 વર્ષ
C. 18 વર્ષ
D. 14 વર્ષ
ઉત્તર:
D. 14 વર્ષ

પ્રશ્ન 8.
વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?
A. ચીનમાં
B. ભારતમાં
c. રશિયામાં
D. બ્રાઝિલમાં
ઉત્તર:
B. ભારતમાં

પ્રશ્ન 9.
બાળમજૂરીએ કેવી સમસ્યા છે?
A. પ્રાદેશિક
B. વૈશ્વિક
C. રાષ્ટ્રીય
D. વ્યક્તિગત
ઉત્તર:
B. વૈશ્વિક

પ્રશ્ન 10.
શ્રમનું સૌથી સસ્તું ઉત્પાદનનું સાધન કયું છે?
A. વૃદ્ધ
B. બાળક શ્રમિક
C. સ્ત્રી
D. યુવાન
ઉત્તર:
B. બાળક શ્રમિક

પ્રશ્ન 11.
ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?
A. પશ્ચિમ બંગાળમાં
B કેરલમાં
C. અરુણાચલ પ્રદેશમાં
D. ઉત્તર પ્રદેશમાં
ઉત્તર:
B કેરલમાં

પ્રશ્ન 12.
“આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કોણે કરી હતી?
A. વિશ્વબૅન્ક
B. યુનેસ્કોએ
c. વિશ્વ આરોગ્ય સંસ્થાએ
D. સંયુક્ત રાષ્ટ્રોએ
ઉત્તર:
D. સંયુક્ત રાષ્ટ્રોએ

પ્રશ્ન 13.
સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે ઘોષિત કર્યું હતું?
A. ઈ. સ. 1999ને
B. ઈ. સ. 1992ને
C. ઈ. સ. 1980ને
D. ઈ. સ. 1978ને
ઉત્તર:
A. ઈ. સ. 1999ને

પ્રશ્ન 14.
ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે?
A. વિશ્વબૅન્ક
B. સંયુક્ત રાષ્ટ્રોએ
C. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ
D. એશિયન ડેવલપમેન્ટ બૅન્ક
ઉત્તર:
A. વિશ્વબૅન્ક

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 15.
ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?
A. પ્રાંતવિરોધી
B. સમાજવિરોધી
C. મહિલાવિરોધી
D. રાષ્ટ્રવિરોધી
ઉત્તર:
B. સમાજવિરોધી

પ્રશ્ન 16.
ગુજરાતમાં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરોની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે?
A. રાજમહેલ રોડ- વડોદરા
B. જિલ્લા પંચાયત – રાજકોટ
C. ઉદ્યોગ ભવન – ગાંધીનગર
D. શાહીબાગ – અમદાવાદ
ઉત્તર:
B. જિલ્લા પંચાયત – રાજકોટ

પ્રશ્ન 17.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (RTE) જ્યારે અમલમાં આવ્યો?
A. 5 જુલાઈ, 2013ના રોજ
B. 10 ઑગસ્ટ, 2015ના રોજ
C. 26 જાન્યુઆરી, 2010ના રોજ
D. 21 માર્ચ, 2012ના રોજ
ઉત્તર:
A. 5 જુલાઈ, 2013ના રોજ

પ્રશ્ન 18.
માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ-2005 (RTI-2005) કયા રાજ્યને લાગુ પડતો નથી?
A. સિક્કિમને
B. અરુણાચલ પ્રદેશને
C. કેરલને
D. જમ્મુ-કશ્મીરને
ઉત્તર:
D. જમ્મુ-કશ્મીરને

પ્રશ્ન 19.
ભારતના બંધારણે પ્રત્યેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે?
A. પાંચ
B. છ
C. સાત
D. આઠ
ઉત્તર:
B. છ

પ્રશ્ન 20.
આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ કયો છે?
A. સ્ત્રીઓ
B. વૃદ્ધો
C. બાળકો
D. યુવાનો
ઉત્તર:
C. બાળકો

પ્રશ્ન 21.
ઈ. સ. 2015માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલાં ? વર્ષનું થયું છે?
A. 67.5 વર્ષનું
B. 70.5 વર્ષનું
C. 72.4 વર્ષનું
D. 75 વર્ષનું
ઉત્તર:
A. 67.5 વર્ષનું

પ્રશ્ન 21.
ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે કેટલી છે?
A. 40 લાખથી વધુ
B. 42 લાખથી વધુ
C. 45 લાખથી વધુ
D. 35 લાખથી વધુ
ઉત્તર:
D. 35 લાખથી વધુ

પ્રશ્ન 22.
કેન્દ્ર સરકારે વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં મૂકી છે?
A. ઈ. સ. 1992માં
B. ઈ. સ. 1999માં
C. ઈ. સ. 1985માં
D. ઈ. સ. 1981માં
ઉત્તર:
B. ઈ. સ. 1999માં

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 23.
ભ્રષ્ટાચાર એ કેવું દૂષણ છે?
A. સરકારી
B. વ્યક્તિગત
C. રાષ્ટ્રીય
D. વૈશ્વિક
ઉત્તર:
D. વૈશ્વિક

પ્રશ્ન 24.
એક વર્ગખંડમાં શિક્ષક વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓનાં રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલાં પગલાંનાં મંતવ્યો આપે છે. તેમાં કોણ ખોટું છે તે જણાવો.
જેક: વૃદ્ધોને બૅન્ક કે પોસ્ટઑફિસમાં મૂકેલ ડિપોઝિટ પર વધુ વ્યાજ અપાય છે.
જીલ: દરેક જિલ્લામાં સુવિધાયુક્ત “ઘરડાંઘરો ખોલ્યાં છે.
ડેવિડ: ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ – 1899′ હેઠળ વૃદ્ધોને પેન્શન કે આર્થિક સહાય અપાય છે.
જોનઃ બસ, રેલવે, હવાઈ મુસાફરીમાં પુરુષો અને સ્ત્રીઓને ટિકિટના દરમાં 50 ટકા સુધીની રાહત અપાય છે.
A. જેક
B. ડેવિડ
C. જૉન
D. જીલ
ઉત્તર:
B. ડેવિડ

પ્રશ્ન 25.
દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી તેને મફત શિક્ષણ આપવામાં આવે છે?
A. 15 વર્ષની
B. 16 વર્ષની
C. 17 વર્ષની
D. 18 વર્ષની
ઉત્તર:
D. 18 વર્ષની

પ્રશ્ન 26.
ભારત સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ક્યારે પ્રસિદ્ધ કર્યો?
A. ઈ. સ. 2014માં
B. ઈ. સ. 2015માં
C. ઈ. સ. 2016માં
D. ઈ. સ. 2017માં
ઉત્તર:
C. ઈ. સ. 2016માં

પ્રશ્ન 27.
પ્રતિવર્ષે વિશ્વ-દિવ્યાંગજનદિન’ કયા દિવસે ઊજવવામાં આવે છે?
A. 3 ડિસેમ્બરના દિવસે
B. 3 જૂનના દિવસે
C. 10 જાન્યુઆરીના દિવસે
D. 20 ડિસેમ્બરના દિવસે
ઉત્તર:
A. 3 ડિસેમ્બરના દિવસે

પ્રશ્ન 28.
ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ ……………………. છે.
A. પશ્ચિમીકરણ
B. રૂઢિઓ
C. સાક્ષરતા
ઉત્તરઃ
A. પશ્ચિમીકરણ

પ્રશ્ન 29.
માનવ અધિકારો એ ………………………… નું અનિવાર્ય લક્ષણ છે.
A. નાગરિકતા
B. બંધારણ
C. સંસ્કૃતિ
ઉત્તરઃ
A. નાગરિકતા

પ્રશ્ન 30.
………………………. માનવહકોનું ઘોષણાપત્ર ઘોષિત કર્યું હતું.
A. વિશ્વબેન્કે
B. ગ્રેટ બ્રિટને
C. સંયુક્ત રાષ્ટ્રએ
ઉત્તરઃ
C. સંયુક્ત રાષ્ટ્રએ

પ્રશ્ન 31.
ભારતના બંધારણે દેશના દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વિના …………………….. મૂળભૂત અધિકારો આપ્યા છે.
A. પાંચ
B. છ
C. સાત
ઉત્તરઃ
B. છ

પ્રશ્ન 32.
……………………. ને બંધારણનો આત્મા કહે છે.
A. સ્વતંત્રતાના અધિકાર
B. સમાનતાના અધિકાર
C. બંધારણીય ઇલાજોના અધિકાર
ઉત્તરઃ
C. બંધારણીય ઇલાજોના અધિકાર

પ્રશ્ન 33.
આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ …………………………… નો છે.
A. બાળકો
B. સ્ત્રીઓ
C. વૃદ્ધો
ઉત્તરઃ
A. બાળકો

પ્રશ્ન 34.
સંયુક્ત રાષ્ટ્રોએ ઈ. સ. ………માં માનવહકોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.
A. 1980
B. 1985
C. 1992
ઉત્તરઃ
C. 1992

પ્રશ્ન 35.
બાળમજૂરી એ …………………. સમસ્યા છે.
A. વૈશ્વિક
B. રાષ્ટ્રીય
C. પ્રાદેશિક
ઉત્તરઃ
A. વૈશ્વિક

પ્રશ્ન 36.
………. વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કે બાળશ્રમિક કહેવાય છે.
A. 16
B. 14
C. 18
ઉત્તરઃ
B. 14

પ્રશ્ન 37.
યુનિસેફના અહેવાલ મુજબ, બાળમજૂરોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધારે …………………….. માં છે.
A. ભારત
B. ચીન
C. અમેરિકા
ઉત્તરઃ
A. ભારત

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 38.
બાળશ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તુ ……………………… નું સાધન છે.
A. ઉત્પાદન
B. વેપાર
C. ખેતી
ઉત્તર:
A. ઉત્પાદન

પ્રશ્ન 39.
રાજ્ય સરકારોએ ………ની વયજૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો – 2009 અમલમાં મૂક્યો છે.
A. 8થી 16
B. 5થી 12
C. 6થી 14
ઉત્તર:
C. 6થી 14

પ્રશ્ન 40.
વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓની સમસ્યાઓનો પ્રશ્ન ખે ……………………… છે.
A. રાષ્ટ્રવ્યાપી
B. વિશ્વવ્યાપી
C. પ્રાદેશિક
ઉત્તર:
B. વિશ્વવ્યાપી

પ્રશ્ન 41.
ભારતમાં આરોગ્યવિષયક સેવાઓને કારણે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં ……… વર્ષનો વધારો થયો છે.
A. 4.3
B. 7.5
C. 8.2
ઉત્તર:
A. 4.3

પ્રશ્ન 42.
ભારતમાં ઈ. સ. 2015માં પ્રજાનું સરેરાશ આયુષ્ય ……… વર્ષનું થયું છે.
A. 63.2
B. 67.5
C.72.8
ઉત્તર:
B. 67.5

પ્રશ્ન 43.
ભારતમાં ઈ. સ. 2001-11ના દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં ” …….. કરોડનો વધારો થયો છે.
A. 2.75
B. 6.5
C. 1.75
ઉત્તર:
A. 2.75

પ્રશ્ન 44.
ભારતમાં ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ મહિલાઓની સંખ્યા ……… કરોડ હતી.
A. 6.28
B. 5.11
C. 5.28
ઉત્તર:
C. 5.28

પ્રશ્ન 45.
ભારતમાં ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ પુરુષોની સંખ્યા ……… કરોડ હતી.
A. 5.28
B. 6.28
C. 5.11
ઉત્તર:
C. 5.11

પ્રશ્ન 46.
ભારતની વૃદ્ધોની સૌથી વધારે વસ્તી …………………….. માં છે.
A. કેરલ
B. મહારાષ્ટ્ર
C. અરુણાચલ પ્રદેશ
ઉત્તર:
A. કેરલ

પ્રશ્ન 47.
ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે ……… લાખથી વધારે છે.
A. 42
B. 35
C. 38
ઉત્તર:
B. 35

પ્રશ્ન 48.
સંયુક્ત રાષ્ટ્રો(UN)એ ઈ. સ. 1999ના વર્ષને ‘……………………….’ તરીકે ઘોષિત કર્યું હતું.
A. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
B. આંતરરાષ્ટ્રીય પુરુષ વર્ષ
C. આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ
ઉત્તરઃ
A. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 49.
આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે ……..ના દિવસને “વિશ્વ વૃદ્ધ દિન’ તરીકે ઊજવવામાં આવે છે.
A. 1 ઑક્ટોબર
B 12 માર્ચ
c. 10 ડિસેમ્બર
ઉત્તરઃ
A. 1 ઑક્ટોબર

પ્રશ્ન 50.
વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ’ ……… કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવી છે.
A. 2001
B. 1980
C. 1999
ઉત્તરઃ
C. 1999

પ્રશ્ન 51.
ભ્રષ્ટાચાર એ ……………………… દૂષણ છે.
A. પ્રાદેશિક
B. રાષ્ટ્રીય
C. વૈશ્વિક
ઉત્તરઃ
C. વૈશ્વિક

પ્રશ્ન 52.
ભારતમાં ઈ. સ. ……..માં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બૂરોની સ્થાપના કરી છે.
A. 1952
B. 1964
C. 1972
ઉત્તરઃ
B. 1964

પ્રશ્ન 53.
કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ ……………………, 2005ના રોજ બહાર પાડ્યો છે.
A. 15 જૂન
B. 5 માર્ચ
C. 2 ઑક્ટોબર
ઉત્તરઃ
A. 15 જૂન

પ્રશ્ન 54.
ગુજરાત સરકારે ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 2005′ ………., 2005ના રોજ બહાર પાડ્યા અને અમલીત કર્યા છે.
A. 5 ઑક્ટોબર
B. 15 જૂન
C. 20 માર્ચ
ઉત્તરઃ
A. 5 ઑક્ટોબર

પ્રશ્ન 55.
કેન્દ્ર સરકારે ઈ. સ. ………માં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે.
A. 2012
B. 2002
C. 2009
ઉત્તરઃ
C. 2009

પ્રશ્ન 56.
ગુજરાત સરકારે …….., 2012ના રોજ “બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012′ જાહેર કર્યા છે.
A. 21 નવેમ્બર
B. 18 ફેબ્રુઆરી
C. 10 જૂન
ઉત્તરઃ
B. 18 ફેબ્રુઆરી

પ્રશ્ન 57.
કેન્દ્ર સરકારે ……………………, 2013ના રોજ ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અમલમાં મૂક્યો છે.
A. 5 જુલાઈ
B. 10 જૂન
C. 1 ડિસેમ્બર
ઉત્તરઃ
A. 5 જુલાઈ

પ્રશ્ન 58.
જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદઢ બનાવવા માટે ……………………. નામની બાબત અમલમાં મૂકી છે.
A. એ.ટી.એમ. કાર્ડ
B. બાયોમૅટ્રિક ઓળખ
C. કુટુંબ રેશનકાર્ડ
ઉત્તરઃ
B. બાયોમૅટ્રિક ઓળખ

પ્રશ્ન 59.
દિવ્યાંગ બાળકો આપણા સમાજનું ……………………….. અંગ છે.
A. વૈચારિક
B. સામાજિક
C. અવિભાજ્ય
ઉત્તરઃ
C. અવિભાજ્ય

પ્રશ્ન 60.
દિવ્યાંગ બાળકોની ……………………. વિકસાવવા માટે ખાસ સામાજિક અને શૈક્ષણિક સેવાઓની જરૂર પડે છે.
A. ક્ષમતાઓ
B. સંવેદનાઓ
C. શારીરિક શક્તિ
ઉત્તરઃ
A. ક્ષમતાઓ

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 61.
દિવ્યાંગ વ્યક્તિઓ સમાજના દરેક ક્ષેત્રમાં ……………………. કરી શકે તેવો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.
A. સહયોગ
B. સહભાગીદારી
C. એકરૂપતા
ઉત્તરઃ
B. સહભાગીદારી

પ્રશ્ન 62.
દિવ્યાંગ વિદ્યાર્થીઓને જાહેર પરીક્ષાઓમાં ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં ……… મિનિટનો સમય વધુ આપવામાં આવે છે.
A. 10
B. 20
C. 30
ઉત્તરઃ
C. 30

પ્રશ્ન 63.
દિવ્યાંગજનોનો વિકાસ કરવો એ આપણા સૌની ………………………. ફરજ છે.
A. સામૂહિક
B. સામાજિક
C. આર્થિક
ઉત્તરઃ
B. સામાજિક

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ઊંચું હોવાથી લોકોને કાયદાનું સામાન્ય જ્ઞાન ઓછું જોવા મળે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
સાક્ષરતા એ ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
માનવ-અધિકારો એ માનવતાનું અનિવાર્ય લક્ષણ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
માનવહકોનું ઘોષણાપત્ર સંયુક્ત રાષ્ટ્ર(યુ.એન.)એ જાહેર કર્યું છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
ભારતના બંધારણે દરેક નાગરિકને પાંચ મૂળભૂત અધિકારો આપ્યા છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
બંધારણીય ઇલાજોના અધિકારને બંધારણને આત્મા કહે છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 7.
આપણા સમાજમાં સૌથી વધુ સુરક્ષિત વર્ગ બાળકોનો છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
સંયુક્ત રાષ્ટ્રોના “અધિકારોના ઘોષણાપત્ર’માં કેટલાક બાળ અધિકારો જાહેર કર્યા છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
બાળક ખૂબ જ સંવેદનશીલ હોય છે.
ઉત્તરઃ

પ્રશ્ન 10.
બાળમજૂરી એ જે-તે રાષ્ટ્રની સમસ્યા છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 11.
18 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કે બાળશ્રમિક કહેવાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 12.
બાળમજૂરોની વિશ્વમાં સૌથી વધુ સંખ્યા ભારતમાં છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 13.
બાળશ્રમિક એ શ્રમનું મોંઘામાં મોંઘું ઉત્પાદનનું સાધન છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 14.
વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓની સમસ્યાઓનો પ્રશ્ન વિશ્વવ્યાપી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 15.
વૃદ્ધાવસ્થા એ કુદરતી ક્રમ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 16.
ઈ. સ. 2015માં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય 72 વર્ષનું થયું છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 17.
ભારતમાં વૃદ્ધોની સૌથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશમાં છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 18.
ભારતમાં ઈ. સ. 2001 -2011ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડનો વધારો થયો છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 19.
ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે 35 લાખથી વધારે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 20.
સંયુક્ત રાષ્ટ્રોએ સન 1999ના વર્ષને “આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 21.
દર વર્ષે 1 ઑક્ટોબરના દિવસને “વિશ્વ વૃદ્ધદિન’ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊજવવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 22.
કેન્દ્ર સરકાર દ્વારા “વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ -2005 અમલમાં આવી છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 23.
સરકારે “માતા-પિતા અને સિનિયર સિટિઝન્સની સારસંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો-2007′ અમલમાં મૂક્યો છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 24.
ભ્રષ્ટાચાર એ વૈશ્ચિક દૂષણ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 25.
ભ્રષ્ટાચારની વ્યાખ્યા સંયુક્ત રાષ્ટ્રોએ આપી છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 26.
ભારતમાં સરકારે ઈ. સ. 1980માં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બૂરો”ની સ્થાપના કરી છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 27.
ભારત સરકારે ભ્રષ્ટાચારને અટકાવવા ભ્રષ્ટાચાર વિરોધી નિયમો- 1988 બનાવ્યા છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 28.
કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ 15 જૂન, 2008માં બહાર પાડ્યો છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 29.
ગુજરાત સરકારે 5 ઑક્ટોબર, 2005ના રોજ ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો બહાર પાડ્યા છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 30.
કેન્દ્ર સરકારે ઈ. સ. 2011માં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 31.
ભારતીય બંધારણના 90માં સુધારા મુજબ 6થી 14 વર્ષની વયજૂથનાં બધાં બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 32.
ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012નાં રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો બહાર પાડ્યા છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 33.
કેન્દ્ર સરકારે 5 જુલાઈ, 2013ના રોજ ભારતીય અન્ન સલામતી કાયદો બહાર પાડ્યો હતો.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 34.
“રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 અન્વયે ગુજરાત સરકારે ‘મા અન્નપૂર્ણા યોજના’ શરૂ કરી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 35.
રાષ્ટ્રની અખંડિતતા – સાર્વભૌમત્વની બાબતો વિશેની માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 36.
મફત શિક્ષણ મેળવવાના કાયદામાં જન્મના દાખલા વિના પ્રવેશ આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 37.
જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદઢ બનાવવા માટે “મા અન્નપૂર્ણા યોજના’ શરૂ કરવામાં આવી છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 38.
દિવ્યાંગ વ્યક્તિને પૂરતી તકો અને પ્રશિક્ષણ ન મળે તો તેની દિવ્યાંગતા તેને બાધક બને છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 39.
ભારત સરકારે દિવ્યાંગજન ફરજ અધિનિયમ-2016 અંતર્ગત દિવ્યાંગોના ઉત્કર્ષ માટે પગલાં ભર્યા છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 40.
કુષ્ઠરોગમાંથી સાજી થયેલી વ્યક્તિ સરકારશ્રીના અધિનિયમ અનુસાર દિવ્યાંગ ગણાય છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 41.
દિવ્યાંગ વિદ્યાર્થી 21 વર્ષની ઉંમરનો થાય ત્યાં સુધી તેને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 42.
દિવ્યાંગ વિદ્યાર્થીઓને જાહેર પરીક્ષાઓમાં 100 ગુણના પ્રશ્નપત્રમાં 25 ગુણથી ઉત્તીર્ણ જાહેર કરવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 43.
દર વર્ષે 3 ડિસેમ્બરના દિવસને “વિશ્વ-દિવ્યાંગજનદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની ઓછી જાણકારી હોવાનું કારણ કયું છે?
ઉત્તરઃ
સાક્ષરતાનો નીચો દર

પ્રશ્ન 2.
અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?
ઉત્તરઃ
નાગરિકતાનું

પ્રશ્ન 3.
આપણા અધિકારોનું રક્ષણ કરવા માટે બંધારણે ક્યો અધિકાર આપ્યો છે?
ઉત્તરઃ
બંધારણીય ઇલાજોનો અધિકાર

પ્રશ્ન 4.
વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કઈ અદાલતમાં – દાદ માગી શકે છે?
ઉત્તરઃ
વડી અદાલતમાં

પ્રશ્ન 5.
કયો મૂળભૂત હક બંધારણનો આત્મા’ કહેવાય છે?
ઉત્તરઃ
બંધારણીય ઇલાજોનો હક

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 6.
ભારતના બંધારણે કોની સ્થાપના માટે નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે?
ઉત્તરઃ
લોકતંત્રની

પ્રશ્ન 7.
નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે?
ઉત્તરઃ
ન્યાયતંત્રની

પ્રશ્ન 8.
બાળકોના જીવનવિકાસ અને કલ્યાણ સંબંધી ઘોષણા કોના તરફથી કરવામાં આવી છે?
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્ર તરફથી

પ્રશ્ન 9.
રાષ્ટ્રની સંપત્તિ કોણ ગણાય છે?
ઉત્તરઃ
બાળકો

પ્રશ્ન 10.
માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું?
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્રોએ

પ્રશ્ન 11.
નાગરિકનું અનિવાર્ય લક્ષણ કર્યું છે?
ઉત્તરઃ
અધિકારો

પ્રશ્ન 12.
આપણા સમાજમાં કયો વર્ગ સૌથી વધુ અસુરક્ષિત છે?
ઉત્તરઃ
બાળકો

પ્રશ્ન 13.
વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?
ઉત્તરઃ
ભારતમાં

પ્રશ્ન 14.
સામાજિક વિકાસની પૂર્વશરત કઈ છે?
ઉત્તરઃ
બાળવિકાસ

પ્રશ્ન 15.
વિશ્વમાં બાળ-અધિકારો કોણે જાહેર કર્યા છે?
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્રોએ

પ્રશ્ન 16.
બાળમજૂરી એ કેવી સમસ્યા છે?
ઉત્તરઃ
વૈશ્વિક

પ્રશ્ન 17.
શ્રમનું સૌથી સસ્તું સાધન કયું છે?
ઉત્તરઃ
બાળકો

પ્રશ્ન 18.
બાળમજૂરીનું મુખ્ય કારણ કયું છે?
ઉત્તરઃ
ગરીબી

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 19.
ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?
ઉત્તરઃ
કેરલ

પ્રશ્ન 20.
ભારતમાં સૌથી ઓછી વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?
ઉત્તરઃ
અરુણાચલ પ્રદેશમાં

પ્રશ્ન 21.
“આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કરી હતી.
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્રોએ

પ્રશ્ન 22.
ભારત સરકારે વૃદ્ધજનો માટે કઈ નીતિ જાહેર કરી છે?
ઉત્તરઃ
રાષ્ટ્રીય નીતિ

પ્રશ્ન 23.
વૃદ્ધોની સમસ્યા કેવી છે?
ઉત્તરઃ
વ્યક્તિગત છે.

પ્રશ્ન 24.
ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે?
ઉત્તરઃ
વિશ્વબૅન્ક

પ્રશ્ન 25.
ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?
ઉત્તરઃ
સમાજવિરોધી

પ્રશ્ન 26.
ભ્રષ્ટાચાર કોને હણી નાખી અન્યાય પેદા કરે છે?
ઉત્તરઃ
માનવ-અધિકારને

પ્રશ્ન 27.
વિભક્ત કુટુંબોને કારણે ઘણા વૃદ્ધોને ક્યાં રહેવાની ફરજ પડે છે?
ઉત્તરઃ
ઘરડાંઘરમાં

પ્રશ્ન 28.
દિવ્યાંગોને કયો અધિકાર આપવામાં આવ્યો છે?
ઉત્તરઃ
શૈક્ષણિક અધિકાર

પ્રશ્ન 29.
શારીરિક, માનસિક, સાંવેગિક કે સામાજિક લાક્ષણિકતાઓમાં અન્યથી જુદાં પડતાં હોય તેવાં બાળકોને કેવાં બાળકો કહેવામાં આવે છે?
ઉત્તરઃ
દિવ્યાંગ બાળકો

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 30.
ભારત સરકારે દિવ્યાંગજનો માટે ઈ. સ. 2016માં કયો અધિનિયમ પ્રસિદ્ધ કર્યો છે?
ઉત્તરઃ
દિવ્યાંગજન અધિકાર અધિનિયમ

પ્રશ્ન 31.
અંધત્વ કે સંપૂર્ણ દષ્ટિહીન દિવ્યાંગતાને અંગ્રેજીમાં શું કહેવાય?
ઉત્તરઃ
Blindness

પ્રશ્ન 32.
અલ્પ દષ્ટિની દિવ્યાંગતાને અંગ્રેજીમાં શું કહેવાય?
ઉત્તરઃ
Low Vision

પ્રશ્ન 33.
માનસિક બીમારીને અંગ્રેજીમાં શું કહેવાય?
ઉત્તરઃ
Mental iness

પ્રશ્ન 34.
દિવ્યાંગ વિદ્યાર્થીને જાહેર પરીક્ષામાં પ્રશ્નપત્રના ઉત્તરો લખવા માટે શાની સુવિધા પૂરી પાડવામાં આવે છે?
ઉત્તરઃ
લહિયાની સુવિધા

પ્રશ્ન 35.
પ્રતિવર્ષે 3 ડિસેમ્બરના દિવસને કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
ઉત્તરઃ
‘વિશ્વ-દિવ્યાંગજન દિવસ’

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ આપો.
ઉત્તરઃ
ભ્રષ્ટાચાર એ વિશ્વવ્યાપી અસામાજિક પ્રવૃત્તિ છે.

  • તે આમપ્રજાના બેઈમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે.
  • પદ અને સત્તાના કરાતા દુરુપયોગમાંથી ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉદ્ભવે છે.
  • વિશ્વબૅન્ક આપેલી વ્યાખ્યા મુજબ “સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર’.
  • ભ્રષ્ટાચારમાં ભેટસોગાદ, છેતરપિંડી, પક્ષપાતી વલણ વગેરેનો સમાવેશ થાય છે.
  • ભ્રષ્ટાચાર સાર્વત્રિક છે. તે જાણે શિષ્ટાચાર હોય એમ સમાજમાં દરેક ક્ષેત્રે અને સ્તરે જોવા મળે છે.
  • સાર્વજનિક જીવનમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક બન્યો હોવાથી તે એક જટિલ સમસ્યા બની છે.
  • ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે, જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે.
  • તે લોકશાહીના પાયાને નિર્બળ બનાવે છે.
  • તે સામાજિક અને નૈતિક મૂલ્યોનો હ્રાસ કરે છે.
  • ભ્રષ્ટાચારથી કાયદાની અને સત્તાની સર્વોચ્ચતા અને વિશ્વસનીયતા ઓછી થાય છે.
  • ભ્રષ્ટાચાર માનવ-અધિકારોનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય અને ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે.
  • તે એક રાષ્ટ્રવિરોધી કૃત્ય છે. ભ્રષ્ટાચારીને રાષ્ટ્રદ્રોહી ગણીને શિક્ષા થવી જોઈએ.

પ્રશ્ન  2.
ભારતમાં બાળશ્રમિકોની માંગ વધુ હોવાનાં કારણો જણાવી, તેને અટકાવવાના ઉપાયો જણાવો. (March 20)
ઉત્તર:
બાળશ્રમિકોની માંગનું પ્રમાણ વધુ હોવાનાં કારણો નીચે મુજબ છે:

  • બાળક એ શ્રમનું સૌથી સસ્તું સાધન છે. પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળશ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કામ કરાવી શકાય છે.
  • સંગઠનના અભાવે તેઓ પોતાને રોજગારીએ રાખનાર માલિકનો વિરોધ કરી શકતા નથી. તેથી બાળશ્રમિકોને સરળતાથી, તેમને ખબર ન પડે તે રીતે, વિવિધ સ્વરૂપે શોષણ કરી શકાય છે.
  • આ કઠિન કે જોખમી કામોમાં પણ ઓછા વેતને અને નક્કી કરેલા કલાકોથી વધુ સમય સુધી બાળશ્રમિકો પાસેથી ડરાવીને, ધમકાવીને અને લાલચ આપીને કામ કરાવી શકાય છે.
  • બાળશ્રમિકોની સંખ્યા વધારે હોવાથી તેઓ સરળતાથી મોટી સંખ્યામાં મળી રહે છે.
  • ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પૂરતી સગવડો હોતી નથી. તેથી માતાપિતા બાળકોને ભણવાની ઉંમરે કુટુંબની જરૂરિયાતોની પૂર્તિ કરવા તેમને મજૂરી કરવા ધકેલી દે છે.

બાળશ્રમિકોની માંગ અટકાવવાના બંધારણીય ઉપાયો નીચે મુજબ છેઃ

  • 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાનામાં કે કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહિ. આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે.
  • બંધારણનો અમલ શરૂ થયે 10 વર્ષની અંદર દરેક રાજ્ય સરકારે 14 વર્ષની ઉંમર સુધીનાં બધાં જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મત અને ફરજિયાત પૂરું પાડવું. આ જોગવાઈ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો-2009 અમલમાં મૂક્યો છે.
  • બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન શોષણથી બચાવવા માટે બાળકોને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુખસુવિધાઓથી વંચિત રાખવા નહિ.

પ્રશ્ન  3.
દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ વર્ણવો.
અથવા
દિવ્યાંગજન અધિકાર અધિનિયમ -2016 અંતર્ગત સરકારશ્રીએ શાળાઓને દિવ્યાંગ બાળકોને કઈ કઈ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ કરેલો છે?
ઉત્તર:
દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી નીચે મુજબની સુવિધાઓ મળે છે. અથવા દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-2016 અંતર્ગત સરકારશ્રીએ શાળાઓને દિવ્યાંગ બાળકોને નીચે પ્રમાણેની સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ કરેલો છે:

  • દિવ્યાંગ બાળકોને શાળાઓમાં પ્રવેશ, અભ્યાસ, અભ્યાસેતર રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં સમાન તક આપવામાં આવે. કોઈ પણ પ્રકારના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે બેસવા દેવા તેમજ વાણી, વર્તન અને વ્યવહારમાં દિવ્યાંગ સાથે ભેદભાવ રાખવા નહિ. આ અંગે વિશેષ કાળજી રાખવી.
  • દિવ્યાંગ બાળકો શાળાઓની ભૌતિક સુવિધાઓનો સરળતાથી ઉપયોગ કરી શકે, તે રીતે પૂરી પાડવી. દા. ત., ઢાળવાળો રૅમ્પ બનાવવો, અવર-જવર અંગેની અડચણો દૂર કરવી, બેસવાની ખુરશી અને બેન્ચની વ્યવસ્થા, સંડાસ, બાથરૂમ વગેરે સુવિધાઓ પૂરી પાડવી. દિવ્યાંગ બાળકોની શૈક્ષણિક કારકિર્દી સારી બને તેમજ તેમનો સામાજિક વિકાસ સતત અને સર્વગ્રાહી રીતે થાય તેવું વાતાવરણ તેમને પૂરું પાડવું.
  • દષ્ટિક્ષતિ, શ્રવણક્ષતિ અથવા બધિરાંધતા હોય તેવાં દિવ્યાંગ બાળકો યોગ્ય ભાષા અથવા સંજ્ઞાઓની લિપિ વગેરે દ્વારા તેઓ સમજી શકે તે રીતે યોગ્ય શિક્ષણ આપવું. – દિવ્યાંગ બાળકોમાં અભ્યાસને લગતી વિશિષ્ટ મર્યાદાઓ ઓળખી કાઢવી અને એ મર્યાદાઓ
  • ખામીઓ દૂર થઈ શકે તેવા અભ્યાસક્રમલક્ષી જરૂરી પગલાં ભરવાં.
  • દિવ્યાંગ બાળકોની સતત અને સર્વગ્રાહી પ્રગતિનું નિરીક્ષણ કરવું.
  • દિવ્યાંગ બાળકોને તેમની શારીરિક મર્યાદાઓ મુજબ વાહનની સગવડ પૂરી પાડવી અથવા તેમને મદદ કરનાર વ્યક્તિઓને વાહન આપવાની કાર્યવાહી કરવી.
  • દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળાએ જતાં બાળકોનું દર 5 વર્ષે સરવે કરી અનુકાર્ય કરવું.
  • દિવ્યાંગ બાળકોને તેમની શાળાકીય અભ્યાસ પ્રવૃત્તિઓમાં મદદરૂપ થાય તેવા સંસાધન કેન્દ્ર (Resource Centre) ઊભું કરવું.
  • વિશિષ્ટ દિવ્યાંગતાવાળા (Benchmark Disability) વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા અનુસાર શિષ્યવૃત્તિ આપવી.
  • દિવ્યાંગ બાળકોને અડચણ વિના સરળતાથી પરીક્ષા આપી શકે તેવી સુવિધા તેમને પૂરી પાડવી.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓને કોઈ અપશબ્દો ન બોલે, તેમનો તિરસ્કાર ન કરે કે માર ન મારે, તેમનું શોષણ કે રેગિંગ ન કરે તેવી વ્યવસ્થા કરવી. આ માટે શાળામાં ખાસ સમિતિ બનાવીને દિવ્યાંગ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બચાવ, મદદ, રક્ષણ, પુનઃસ્થાપન જેવી કામગીરી કરવી. આવા વિદ્યાર્થીઓ જો ચાલુ અભ્યાસ દરમિયાન શાળા છોડી જાય તો તેનાં કારણો તપાસી તેમને પુનઃસ્થાપનમાં મદદ કરવી.
  • દિવ્યાંગ બાળકો માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના બધા વગોંમાં જાગૃતિ અને સહાનુભૂતિની લાગણી પેદા કરવી.
  • વિશિષ્ટ દિવ્યાંગતાવાળાં (Benchmark Disability) બાળકોને તેમના રહેઠાણની નજીક તેમની પસંદગીની શાળામાં અથવા ખાસ શાળામાં પ્રવેશનો અધિકાર રહેશે. આ પ્રકારનું દરેક બાળક 18 વર્ષની વયનું થાય ત્યાં સુધી તેને યોગ્ય વાતાવરણમાં મફત શિક્ષણ અને વિનામૂલ્ય વિશિષ્ટ સાધનોનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન  4.
સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત દિવ્યાંગજનો માટે કઈ કઈ સુવિધાઓ ઊભી કરવાનું ઠરાવ્યું છે?
ઉત્તર:
દિવ્યાંગજનો સાર્વજનિક સ્થળોએ તેમજ સમાજમાં સામાન્ય માણસોની જેમ સરળતાનો અનુભવ કરે તેમજ તેમને સમાન તકો  મળે એ હેતુથી સુગમ્ય ભારત અંતર્ગત નીચે પ્રમાણે સુવિધાઓ ઊભી કરવાનું ઠરાવ્યું છે:

  • દિવ્યાંગજનોને સરકારી અને જાહેર સંસ્થાઓમાં રેમ્પ(ભોંયતળિયાને જોડનારો ઢાળિયો રસ્તો)ની, બ્રેઇલ લિપિમાં સાઈન બોર્ડ અને એસ્કેલેટરની સુવિધા પૂરી પાડવી.
  • દિવ્યાંગ બાળકોને ટેકનિકલ શિક્ષણ આપી તેમને કૌશલ્યવર્ધક બનાવવા પર ભાર મૂકવો.
  • દિવ્યાંગજનોને જીવનવીમો, સ્વાથ્યવર્ધક સંસાધનો, પેન્શન વગેરેની વ્યવસ્થા કરવી. આ ઉપરાંત, તેમને જરૂર હોય તેવાં વિશિષ્ટ સહાયક ઉપકરણો સાધનો પૂરાં પાડવાં.
  • દિવ્યાંગજનોને સોંપાયેલા કામને પૃથક્કરણ દ્વારા વિશ્લેષણ કરીને તે અંગેનું શિક્ષણ આપવું.
  • દિવ્યાંગજનોને જાહેર કે સાર્વજનિક સ્થળોએ અલગ ટોઇલેટ કે બાથરૂમની સગવડ પૂરી પાડવી.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓને મોબાઇલ ઍપથી તેમજ થીમબેઝ દ્વારા શિક્ષણ મળી રહે તેવી સુવિધા પૂરી પાડવી.
  • દિવ્યાંગો માટે સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 4 % નાકેરીઓ અનામત રાખવાની કાયદાકીય જોગવાઈ છે. આ જોગવાઈનો ચુસ્તપણે અમલ કરવો.
  • દિવ્યાંગોને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ તેમજ મુસાફરી માટે એસ.ટી. બસ-પાસ અને રેલવે-પાસમાં કન્સેશન વગેરેના લાભો સરકારશ્રી તરફથી આપવામાં આવે છે, તો તેનો ચુસ્તપણે અમલ કરવો.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓને સહાયક સાધનસામગ્રી તરીકે એબૅકસ, ગણિતપાટી, કેલિપર્સ, કચીસ, ઑડિયો સીડી, બ્રેઇલ ટેક્સ્ટ બુક, લાર્જ પ્રિન્ટેડ મટીરિયલ્સ, શ્રવણયંત્ર, સ્ટિક, વ્હીલચેર, કૃત્રિમ હાથપગ વગેરે પૂરાં પાડવાં.
  • દિવ્યાંગો ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી.
  • દિવ્યાંગજનો માટે સુગમ્ય પુસ્તકાલયોની સુવિધા ઊભી કરવી.
  • પ્રતિવર્ષે 3 ડિસેમ્બરના દિવસને વિશ્વ-દિવ્યાંગજનદિન’ તરીકે ઊજવવો.
  • ચૂંટણી સમયે દિવ્યાંગ નાગરિકો મતદાન કરી શકે તે માટે તેમના રહેઠાણની નજીકના વિસ્તારમાં હોય તે મતદાન મથકે મતદાન-કુટિર સુધી જવા માટે વાહનની વ્યવસ્થા કરવી તેમજ દષ્ટિહીન દિવ્યાંગ નાગરિકોને ચૂંટણી ઓળખપત્ર અને બેલેટ પેપર (મતપત્ર) બ્રેઇલ લિપિમાં પૂરા પાડવાં.

પ્રશ્ન  5.
સરકારશ્રીએ પ્રસિદ્ધ કરેલ દિવ્યાંગજન અધિકાર અધિનિયમ -2016′ અનુસાર કયા કયા પ્રકારની 21 દિવ્યાંગતાઓ નક્કી કરવામાં આવી છે?
ઉત્તરઃ
સરકારશ્રીએ પ્રસિદ્ધ કરેલ “દિવ્યાંગજન અધિકાર અધિનિયમ – 2016′ અનુસાર નક્કી કરવામાં આવેલ 21 પ્રકારની દિવ્યાંગતાઓ નીચેના કોઠામાં દર્શાવી છે:

1. અંધત્વ (સંપૂર્ણ દષ્ટિહીન) Blindness
2. સ્નાયુઓ વિકૃત થતાં થયેલો સ્નાયુક્ષય Muscular Dystrophy
૩. શ્રવણમંદતા અથવા બહેરાશ Hearing Impairment
4. ક્રોનિક ન્યુરોલૉજિકલ શરતો Chronic Neurological Conditions
5. રક્તસ્ત્રાવ Haemophilia
6. અલ્પ દષ્ટિ Low Vision
7. કંપન – (ધ્રુજારી – સ્નાયુબદ્ધ કઠોરતા) Parkinson’s Disease
8. બૌદ્ધિક દિવ્યાંગતા Intellectual Disability
9. થેલેસેમિયા (લોહીમાં હીમોગ્લોબિનની ખામી) Thalassemia
10. કુષ્ઠરોગમાંથી સાજી થયેલી વ્યક્તિ Leprosy Cured Person
11. દીર્ઘકાલીન પાંડુરોગ Sickle Cell Disease
12. ઍસિડના હુમલાનો ભોગ બનેલા Acid Attack Victims
13. શારીરિક હલનચલનની અશક્તતા Locomotor Disability
14. મગજનો લકવો Cerebral Palsy
15. વામનતા Dwarfism
16. માનસિક બીમારી Mental Illness
17.બહુવિધ ક્લેરોસિસ – શરીરની પેશીઓ કઠણ થવાથી આવેલી વિકતિ Multiple Sclerosis
18. ખાસ શીખવા સંબંધિત દિવ્યાંગતા specific Learning Disabilities
19. વાણી અને ભાષાની અશક્તતા Speech and Language Disability
20. વર્ણપટલની માનસિક વિકૃતિ Autism Spectrum Disorder
21. બહુ દિવ્યાંગતા સહ બધિરાંધતા Multiple Disabilities Including Deaf-Blindness

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
બાળ અત્યાચાર કોને કહે છે? અત્યાચારનો ભોગ બનેલ બાળકો પ્રત્યે આપણી ફરજો કઈ કઈ છે?
ઉત્તર:
બાળકને ઇરાદાપૂર્વક કે દુર્ઘટના સ્વરૂપે ઈજા પહોંચાડવી, તેને શારીરિક શિક્ષા કરવી કે ધમકીઓ આપવી, અસહ્ય હદે તેને મારપીટ કરવી, આકરા શબ્દો કે અપશબ્દો બોલીને તેને જાહેરમાં અપમાનિત કરવું વગેરે શારીરિક અને માનસિક ત્રાસ કે હિંસાને બાળ અત્યાચાર કહે છે.

  • જ્યારે આપણને પીડિત બાળકનાં વર્તન-વ્યવહાર કે શારીરિક ઈજાનાં ચિહ્નોની ખબર પડે કે તરત જ તેને દાક્તરી સારવાર કરાવવામાં મદદ કરવી.
  • શોષણ પીડિત બાળક મોટા ભાગે ભય, ધમકી કે શરમ-સંકોચને કારણે કે સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ભયને કારણે પોતાના પર થયેલા અત્યાચારની જાણ માતાપિતાને કરતાં સંકોચ કે ખચકાટ અનુભવીને માહિતી છુપાવે છે અને અત્યાચાર સહન કર્યા કરે છે. આ પરિસ્થિતિમાં આપણે બાળકને વિશ્વાસમાં લઈને સત્ય હકીકતોને આધારે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના જવાબદારોને સજા કરાવવા સત્વરે કાનૂની પગલાં ભરવાં જોઈએ.
  • કુટુંબીજનોએ કે મિત્રોએ અત્યાચારનો ભોગ બનેલ બાળક પ્રત્યે ઘણા કે તિરસ્કાર દાખવ્યા વિના તેના પ્રત્યે હૂંફ, પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવવાં જોઈએ.

પ્રશ્ન 2.
ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર કઈ અસરો થાય છે?
ઉત્તર:
ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર થતી અસરો નીચે પ્રમાણે છે :

  • ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે, જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે.
  • ભ્રષ્ટાચારથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે, જેનાથી બજારમાં ખરીદશક્તિનો વધારો થાય છે. પરિણામે ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે.
  • સામાજિક નીતિનિયમોનું ધોરણ કથળે છે અને નૈતિક મૂલ્યોનો હાસ થાય છે. રાષ્ટ્રીય ચારિત્ર્ય જોખમાય છે.
  • ભ્રષ્ટાચારથી કાયદાની, ન્યાયપ્રણાલીની, સત્તા અને વહીવટી તંત્રની સર્વોચ્ચતા તથા વિશ્વસનીયતા ઓછી થાય છે.
  • પ્રામાણિક વ્યક્તિઓ હતાશા અને નિરાશા અનુભવે છે.
  • ભ્રષ્ટાચાર માનવ-અધિકારોનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય અને ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે.
  • સમાજમાં આવકની અસમાનતા સર્જાય છે. સમય જતાં વર્ગવિગ્રહ પેદા થાય છે.

પ્રશ્ન 3.
માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ -2005 Right to Information-RTI) વિશે માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ-2005
ઉત્તર:
કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ 15 જૂન, 2005ના રોજ બહાર પાડ્યો હતો. તે જમ્મુકશ્મીર રાજ્ય સિવાય ભારતનાં બધાં રાજ્યોને લાગુ પડે છે.
GSEB Solutions Class 10 Social Science Chapter 21 સામાજિક પરિવર્તન 2

  • આ કાયદો દેશની ગુપ્તચર સંસ્થા; રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી, એકતા અને અખંડિતતા અંગે કામ કરતી સંસ્થાઓ તેમજ વિદેશી એલચીઓની કચેરીઓના અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે.
  • ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના અધિનિયમની જોગવાઈઓને આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો – 2005’ને 5 ઑક્ટોબર, 2005ના રોજ બહાર પાડ્યા હતા.
    [વિશેષઃ ગુજરાત સરકારે ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 22 માર્ચ, 2005ના જાહેરનામાથી રદ કરીને નવા નિયમો ગુજરાત માહિતી અધિકાર નિયમો – 2010′ પ્રસિદ્ધ કર્યા છે. તે એ જ તારીખથી અમલમાં મૂકવામાં આવ્યા છે.]
  • બધાં સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી આ અધિનિયમ અને નિયમો બનાવવામાં આવ્યા છે.

પ્રશ્ન 4.
ભારતમાં જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોના લોકો રહે છે. તેમની વચ્ચે સુમેળ અને સંપ જળવાઈ રહે તે માટે તમારાં સૂચનો 5 જણાવો.
ઉત્તર:
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ધર્મની દષ્ટિએ ભારત વિશ્વના મુખ્ય ધર્મોના સંમિશ્રણની ભૂમિ રહ્યું છે. તેથી આપણે દરેક ધર્મનું સમ્માને કરવું જોઈએ. શાળાના અભ્યાસક્રમમાં દરેક ધર્મનાં સારતત્ત્વો – સારી બાબતો દર્શાવવી જોઈએ.

  • દરેક ધર્મના ઉત્સવો લોકોએ એકબીજા સાથે હળીમળીને ઊજવવા જોઈએ.
  • ચૂંટણીમાં ધર્મપોષક પક્ષને પ્રજાએ જાકારો આપવો જોઈએ.
  • રેડિયો અને ટેલિવિઝનના માધ્યમથી પ્રજામાં કોમી એકતા જળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
  • બધા ધર્મોના લોકોએ સહઅસ્તિત્વની ભાવનાથી જીવન જીવવું – જોઈએ. ,

પ્રશ્ન 5.
દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો.
અથવા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને કઈ કઈ વિશિષ્ટ સવલતો આપવામાં આવે છે? જણાવો.
ઉત્તરઃ
પરીક્ષા-ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમજ વિષયપસંદગીમાં પણ છૂટછાટ આપવામાં આવે છે.

  • દષ્ટિહીન ઉમેદવારોને આકતિવાળા પ્રશ્નોમાંથી મુક્તિ આપવામાં આવે છે.
  • ભાષાકીય જોડણીમાં છૂટછાટ આપવામાં આવે છે.
  • ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં 30 મિનિટનો સમય વધારે આપવામાં આવે છે.
  • પરીક્ષામાં પ્રશ્નોના ઉત્તરો લખવા માટે લહિયાની સગવડ પૂરી પાડવામાં આવે છે.
  • પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટેના 100 ગુણમાંથી ઓછામાં ઓછા 20 ગુણે ઉત્તીર્ણ ગણવામાં આવે છે. (પાસિંગ ધોરણ 20 %).
  • પરીક્ષાકેન્દ્રમાં ભોંયતળિયે બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે.
  • દિવ્યાંગ પરીક્ષાર્થીને અનુરૂપ ફર્નિચર સુવિધા પૂરી પાડવામાં આવે છે તેમજ તેને વિશિષ્ટ સાધનસામગ્રીનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે.
  • દષ્ટિહીન પરીક્ષાર્થીઓને બ્રેઇલ લિપિમાં પ્રશ્નપત્રની સુવિધાઓ આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યશ્રી પાસેથી માર્ગદર્શન મેળવવું તેમજ www.disabilityaffairs.gov.in પરથી વિશેષ માહિતી મેળવી શકાશે.
  • દિવ્યાંગજનોના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે 5 % જગ્યાઓ અનામત રાખવી તેમજ પ્રવેશ માટેની વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવી.

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 6.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ –2016 પ્રસિદ્ધ કરેલ છે. શા માટે?
ઉત્તર:
દિવ્યાંગ બાળકો સમાજનું અવિભાજ્ય અંગ છે. તેઓને પૂરતી અને સમાન તકો, સવલતો અને પ્રશિક્ષણ મળે તો તેમની દિવ્યાંગતા તેમને અને સમાજને બાધક બનતી નથી.

  • દિવ્યાંગ વિદ્યાર્થીઓની ક્ષમતાઓ વિકસાવવા માટે ખાસ શૈક્ષણિક અને સામાજિક સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે.
  • તેઓ માત્ર દિવ્યાંગ હોવાથી પૂર્વગ્રહ પ્રેરિત અન્યાયનો ભોગ ન બને તેમજ તેઓ લઘુતાનો અનુભવ ન કરે તે માટે તેમને પ્રોત્સાહનભર્યું અને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવું અનિવાર્ય છે.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ શૈક્ષણિક અને સામાજિક એકરૂપતાનો અનુભવ કરે, તો તેમનો વિકાસ – પ્રગતિ થઈ શકે છે.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓને જન્મજાત ગૌરવ મળે, તેમના પ્રત્યે આદરભાવ દાખવામાં આવે તેમજ મૈત્રીભાવ સાથે તેમને સોની માફક એકસરખી તકો મળે, તો તેમનો નિઃશંક ઉત્કર્ષ થઈ શકે.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં ન આવે. એટલું જ નહિ, શૈક્ષણિક સંસ્થાઓ અને સાર્વજનિક સ્થળોએ તેમને માટે વિશિષ્ટ સવલતો પૂરી પાડવામાં આવે તો તેઓ સમાજમાં સમ્માનભર્યું જીવન જીવી શકે.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં નાગરિકો બને ત્યારે પોતાની વિકાસશીલ શક્તિઓ વડે સમાજના દરેક ક્ષેત્રમાં સહભાગીદારી દાખવી ગૌરવશીલ જીવન જીવી શકે છે.

આમ, દિવ્યાંગ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સરકારશ્રીએ દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-2016 પ્રસિદ્ધ કરેલ છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
બંધારણીય ઇલાજોના અધિકારનું શું મહત્ત્વ છે?
ઉત્તરઃ
પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકને બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે.

  • ડૉ. આંબેડકરના મતે આ અધિકાર ભારતના બંધારણના આત્મા સમાન છે.
  • કોઈ પણ મૂળભૂત અધિકારનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ અધિકારના રક્ષણ માટે બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ વડી અદાલત (હાઈકોટ) કે સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) પાસે દાદ માગી શકે છે.
  • નાગરિકના અધિકારોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજ છે. તેથી વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત નાગરિકની ફરિયાદ સાંભળીને તેના મૂળભૂત અધિકારનું રક્ષણ કરે છે.
    આમ, મૂળભૂત અધિકારોમાં બંધારણીય ઇલાજોના અધિકારનું અનન્ય મહત્ત્વ છે.

પ્રશ્ન 2.
બાળકોને મળતા ચાર અધિકારો જણાવો.
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્રોયુ.એન.)એ બાળકોને મળતા અધિકારોમાં નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છેઃ

  • જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે.
  • માતાપિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કરવું. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેનાં માતાપિતાથી અલગ કરી શકાય નહિ.
  • વ્યક્તિત્વના સર્વાગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.
  • દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે.
  • બાળકોને તેમના વયજૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ આનંદી જીવન જીવવાનો અધિકાર છે.

પ્રશ્ન 3.
બાળમજૂરીનાં વિવિધ સ્વરૂપો વર્ણવો.
ઉત્તર:
ભારતીય અર્થતંત્રનાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં બાળશ્રમિકો કામ કરતા જોવા મળે છે. જેવા કે, હોટલો, ફેક્ટરીઓ, બાંધકામનાં સ્થળો, ફટાકડા ફૅક્ટરીઓ, ઈંટોના ભઠ્ઠા, ખેતરો, પશુપાલન, મત્સ્ય પ્રવૃત્તિ વગેરેમાં બાળશ્રમિકો કામ કરે છે. તદુપરાંત, ઘરનોકર તરીકે, ચાની લારીઓ, હોટલો કે ઢાબામાં, ગેરેજોમાં, લારી ખેંચવી, અખબાર વેચાણમાં, પ્લાસ્ટિક કે ભંગાર વણવો, ભીખ માગવી, રસ્તા પર સાફસૂફી વગેરે કામોમાં બાળમજૂરો કામ કરતા જોવા મળે છે.

પ્રશ્ન 4.
ભારતમાં કયાં પરિબળોએ વૃદ્ધોની સામાજિક અને શારીરિક સમસ્યાઓ સર્જી છે?
ઉત્તર:
ભારતમાં આરોગ્ય સંબંધી સેવાઓ, અદ્યતન તબીબી સારવાર, ઔષધીય સગવડો, સ્વાથ્ય પ્રત્યેની સભાનતા વગેરે કારણોને લીધે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં સરેરાશ 4.3 વર્ષનો વધારો થયો છે.

  • ઈ. સ. 2001થી 2005ના સમયગાળામાં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય 63.2 વર્ષનું હતું, તે વધીને ઈ. સ. 2015માં 67.5 વર્ષનું થયું છે.
  • ભારતમાં ઈ. સ. 2001 – 2011ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડનો વધારો થયો છે.
  • ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ ભારતમાં વૃદ્ધ પુરુષોની સંખ્યા – 5.11 કરોડ હતી, જ્યારે વૃદ્ધ સ્ત્રીઓની સંખ્યા 5.28 કરોડ હતી.
  • દેશમાં વૃદ્ધોની વધેલી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો – આ બંને પરિબળોએ વૃદ્ધોની સામાજિક અને શારીરિક સમસ્યાઓ સર્જી છે.

પ્રશ્ન 5.
વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત શાથી ઊભી થઈ છે?
ઉત્તર:
ભારતમાં ઈ. સ. 2001 -2011ના દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડનો વધારો થયો છે.

  • ઈ. સ. 2015માં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય 67.5 વર્ષનું થયું છે.
  • આમ, ભારતમાં વૃદ્ધોની વધતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો – આ બે બાબતોએ વૃદ્ધોની શારીરિક અને સામાજિક સમસ્યાઓ જન્માવી છે.
  • પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરોએ અને વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાએ આજનાં સંતાનો વૃદ્ધ માતાપિતા પ્રત્યેની નૈતિક ફરજો અને માનવમૂલ્યો ભૂલી ગયાં છે.
  • વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંતાનોની સંવેદનાહીન અને લાગણીશૂન્ય વર્તનવ્યવહારથી મજબૂર બનીને તેમને “ઘરડાંઘરો (વૃદ્ધાશ્રમો)માં રહેવાની ફરજ પડે છે.
  • આ સંજોગોમાં વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

પ્રશ્ન 6.
વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાણUN)એ શું કર્યું?
ઉત્તરઃ
વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાખ્ય(UN)એ ઈ. સ. 1999ના વર્ષને “આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે 1 ઑક્ટોબરના દિવસને વિશ્વ વૃદ્ધદિન’ તરીકે ઊજવવાનું જાહેર કર્યું હતું.

પ્રશ્ન 7.
અસામાજિક પ્રવૃત્તિ કોને કહેવાય? અથવા અસામાજિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપો.
ઉત્તરઃ
સમાજમાં કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય તેવી વ્યક્તિ કે સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિ કે વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે.
ખૂન, ચોરી, અપહરણ, લૂંટફાટ, છેતરપિંડી, બળાત્કાર, સ્ત્રી – બાલિકાઓનો અનૈતિક વેપાર, સાઇબર ક્રાઇમ વગેરે અસામાજિક અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ બ્લ્યુ કૉલર ક્રાઈમ કહેવાય છે; જ્યારે લાંચરુશવત, ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, કાળાબજાર, દાણચોરી, બિનઅધિકૃત જમીન પર દબાણો વગેરે અસામાજિક પ્રવૃત્તિઓ વ્હાઈટ કૉલર ક્રાઈમ કહેવાય છે.

પ્રશ્ન 8.
ભ્રષ્ટાચાર શબ્દનો અર્થ સ્પષ્ટ કરો. અથવા ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપો.
અથવા
ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપી, તે કયા કયા સ્વરૂપે જોવા મળે છે તે જણાવો.
ઉત્તર:
વિશ્વબેંકે ભ્રષ્ટાચારની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે: ‘ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવો તે.” ભ્રષ્ટચારનું આચરણ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. જેમ કે, રોકડ લેવડદેવડ કરવી, ભેટ-સોગાદો લેવી, કિંમતી આભૂષણો કે ચીજવસ્તુઓ લેવી, વિદેશ પ્રવાસ કરવો, પક્ષપાતી વલણ દાખવવું, નિર્ણય લેવામાં લાગવગ, સગાવાદ કે હિતાર્થીઓની તરફેણ કરવી વગેરે.

પ્રશ્ન 9.
કોઈ પણ મૂળભૂત અધિકારનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો નાગરિક શું કરી શકે છે? .
ઉત્તર:
કોઈ પણ મૂળભૂત અધિકારનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ અધિકારના રક્ષણ માટે બંધારણીય ઈલાજોના અધિકાર અન્વયે વડી અદાલત (હાઈકોટ) કે સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ) પાસે ઇદ માગી શકે છે.

પ્રશ્ન 10.
નાગરિકોના અધિકારોની ઘોષણા કોણે કરી છે? તેણે શી અપેક્ષા રાખી છે?
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રી(UN)એ તેના માનવહકોના ઘોષણાપત્ર(Charter of Human Rights)Hi Listahl Ballestalo ઘોષણા કરી છે. વિશ્વનાં બધાં રાષ્ટ્રો પોતાના નાગરિકોને એ અધિકારો આપે એવી તેણે અપેક્ષા રાખી છે.

પ્રશ્ન 11.
બાળકોના અધિકારોની ઘોષણા કોણે, ક્યારે કરી છે? તેણે શી અપેક્ષા રાખી છે?
ઉત્તરઃ
સંયુક્ત રાત(UN)એ ઈ. સ. 1992માં તેના અધિકારોના ઘોષણાપત્ર(Charter of Human Rights)માં બાળકોના કલ્યાણ અને વિકાસ માટે કેટલાક બાળ-અધિકારોની ઘોષણા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)નાં બધાં સભ્યરાષ્ટ્રો એ અધિકારોને પોતાના બંધારણમાં સ્થાન આપે અને વ્યવહારમાં ચરિતાર્થ કરે એવી અપેક્ષા તેણે રાખી છે.

પ્રશ્ન 12.
ઈ. સ. 1964માં સ્થપાયેલ કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બૂરોનું મુખ્ય કાર્ય શું છે?
ઉત્તર:
ઈ. સ. 1964માં સ્થપાયેલ કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બૂરોનું મુખ્ય કાર્ય સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું અને એ આરોપો સાચા જણાય તો ગુનેગારોને અદાલતી શિક્ષા કરાવવાનું છે.

પ્રશ્ન 13.
ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ –1988નો મુખ્ય ઉદ્દેશ શો છે?
ઉત્તરઃ
ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ– 1988નો મુખ્ય ઉદ્દેશ ભારતના સાર્વજનિક જીવનને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનો છે. આ અધિનિયમ અનુસાર લાંચરુશવત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે અને દોષિત ગુનેગાર આ કાનૂન અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય છે.

પ્રશ્ન 14.
ભારત સરકારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ક્યારે, શા માટે પસાર કર્યો?
ઉત્તર:
ભારત સરકારે પ્રજાના પોષણક્ષમ આહારના સ્તરને અને જીવનધોરણને ઊંચું લાવવા તેમજ જનસુખાકારી અને લોકકલ્યાણમાં જ સુધારો કરવા 5 જુલાઈ, 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – 2013 (RTF -2013) પસાર કર્યો.

યોગ્ય જોડકાં જોડોઃ
પ્રશ્ન  1.

‘અ’ ‘બ’
1. નાગરિક્તાનું અનિવાર્ય લક્ષણ a. બાળકો
2. માનવહકોનું ઘોષણાપત્ર b. વૃદ્ધો
3. બંધારણીય ઇલાજોનો અધિકાર c. સંયુક્ત રાષ્ટ્રો
4. સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ d. માનવ-અધિકારો
e. બંધારણનો આત્મા

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. નાગરિક્તાનું અનિવાર્ય લક્ષણ d. માનવ-અધિકારો
2. માનવહકોનું ઘોષણાપત્ર c. સંયુક્ત રાષ્ટ્રો
3. બંધારણીય ઇલાજોનો અધિકાર e. બંધારણનો આત્મા
4. સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ a. બાળકો

GSEB Class 10 Social Science Important Questions Chapter 21 સામાજિક પરિવર્તન

પ્રશ્ન 2.

‘અ’ ‘બ’
1. ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી ધરાવતું રાજ્ય  a. કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરો
2. ઈ. સ. 1964 b. કેરલ
3. ઈ. સ. 1999 c. અરુણાચલ પ્રદેશ
4. 1 ઑક્ટોબર d. વિશ્વ વૃદ્ધદિન
e. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી ધરાવતું રાજ્ય b. કેરલ
2. ઈ. સ. 1964 a. કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરો
3. ઈ. સ. 1999 e. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
4. 1 ઑક્ટોબર d. વિશ્વ વૃદ્ધદિન

પ્રશ્ન 3.

‘અ’ ‘બ’
1. ઈ. સ. 1992 a. Right to Education
2. ઈ. સ. 2005 b. Right of Help
3. ઈ. સ. 2009 c. Charter of Rights
4. ઈ. સ. 2013 d. Right to Information
e. Right to Food

ઉત્તર :

‘અ’ ‘બ’
1. ઈ. સ. 1992 c. Charter of Rights
2. ઈ. સ. 2005 d. Right to Information
3. ઈ. સ. 2009 a. Right to Education
4. ઈ. સ. 2013 e. Right to Food

પ્રશ્ન 4.

‘અ’ ‘બ’
1. શ્રવણમંદતા કે બહેરાશ a. Parkinson’s Disease
2. રક્તસ્ત્રાવ b. Muscular Dystrophy
3. કંપન – ધ્રુજારી c. Cerebral Palsy
4. મગજનો લકવો d. Haemophilia
e. Hearing Impairment

ઉત્તર:

‘અ’ ‘બ’
1. શ્રવણમંદતા કે બહેરાશ e. Hearing Impairment
2. રક્તસ્ત્રાવ d. Haemophilia
3. કંપન – ધ્રુજારી a. Parkinson’s Disease
4. મગજનો લકવો c. Cerebral Palsy

પ્રશ્ન 5.

‘અ’ ‘બ’
1. બૌદ્ધિક દિવ્યાંગતા a. Dwarfism
2. કુષ્ઠરોગમાંથી સાજી થયેલી વ્યક્તિ b. Multiple sclerosis
3. દીર્ઘકાલીન પાંડુરોગ c. Intellectual Disability
4. વામનતા d. sickle Cell Disease
e. Leprosy Cured Person

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. બૌદ્ધિક દિવ્યાંગતા c. Intellectual Disability
2. કુષ્ઠરોગમાંથી સાજી થયેલી વ્યક્તિ e. Leprosy Cured Person
3. દીર્ઘકાલીન પાંડુરોગ d. sickle Cell Disease
4. વામનતા a. Dwarfism

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *