This GSEB Class 10 Science Notes Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો covers all the important topics and concepts as mentioned in the chapter.
કાર્બન અને તેનાં સંયોજનો Class 10 GSEB Notes
→ તમામ સજીવ સંરચનાઓ (પ્રાણીઓ અને વનસ્પતિઓ) કાર્બન પર આધારિત છે.
→ પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે કાર્બન 0.02 % છે.
→ તત્ત્વોની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્ય કોશ એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે.
→ સહસંયોજક બંધ (covalent Bond) : બે કે તેથી વધુ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રૉનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે.
→ કાર્બનનાં ત્રણ અપરરૂપો છે :
- હીરો,
- ગ્રેફાઈટ અને
- ફુલેરિન.
→ કેટેનેશન (Catenation) : કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી વધુ સંખ્યામાં અણુઓ (સંયોજનો) બને છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે.
→ જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલબંધથી જોડાયેલા હોય તેવાં સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો (Saturated carbon compound) કહે છે. જ્યારે જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ તિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવાં સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો (Unsaturated carbon compound) કહે છે.
→ અસંતૃપ્ત કાર્બન સંયોજનો સંતૃપ્ત કાર્બન સંયોજનો કરતાં વધુ | ક્રિયાશીલ છે. 9. બંધારણીય સમઘટકો (Structural isomers) સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણો ધરાવતાં સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે.
→ હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કન કહે છે. અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન કે જે એક અથવા વધુ દ્વિબંધ ધરાવે છે, તેને આલ્કીન તથા એક અથવા વધુ ત્રિબંધ ધરાવે છે, તેને આલ્ફાઈન કહે છે.
→ ક્રિયાશીલ સમૂહો (Functional groups) : વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે, જે કાર્બન-શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી, તેમને ક્રિયાશીલ સમૂહો કહે છે.
→ સમાનધર્મી શ્રેણી (Homologous series) કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઈડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય, તેને સમાનધર્મી શ્રેણી કહે છે.
→ ઑક્સિડેશનકર્તા (Oxidising agent) કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઑક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે, જેને ઑક્સિડેશનકર્તા કહે છે. દા. ત., આલ્કલાઈન પોટૅશિયમ પરમેંગેનેટ, ઍસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ.
→ યોગશીલ પ્રક્રિયા (Addition reaction): જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનોમાં બીજો અણુ ઉમેરાવાથી નવું કાર્બનિક સંયોજન બને, તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે.
→ વિસ્થાપન પ્રક્રિયા (Substitution reaction) જે પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનોના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુઓના સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુઓના સમૂહ વડે વિસ્થાપન થાય, તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
→ એસ્ટરીકરણ (Esterification) : ખનીજ ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક ઍસિડ અને પરિશુદ્ધ આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે.
→ સાબુનીકરણ (Sapotification) એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાબૉક્સિલિક ઍસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયાને સાબુનીકરણ કહે છે.
→ સાબુ અને પ્રક્ષાલકની પ્રક્રિયા અણુમાં રહેલા જલાનુરાગી અને જલવિતરાગી સમૂહોની હાજરી પર આધારિત છે. તેની મદદથી તૈલી મેલનું પાયસ રચાય છે અને તે દૂર થાય છે.