GSEB Class 10 Science Notes Chapter 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

This GSEB Class 10 Science Notes Chapter 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો covers all the important topics and concepts as mentioned in the chapter.

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો Class 10 GSEB Notes

→ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જેમ કે, ઉનાળામાં દૂધનું જલદી બગડવું, લોખંડનું કટાવું, પ્રકાશસંશ્લેષણથી લૂકોઝ બનવો, શરીરમાં ખોરાકનું પાચન વગેરે.

→ સમતોલિત રાસાયણિક સમીકરણ(Balanced Chemical Equations)માં પ્રક્રિયકો અને નીપજો બંને તરફ બધા જ પ્રકારના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે.

→ સંયોગીકરણ પ્રક્રિયા(Combination reaction)માં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજ બને છે.

→ વિઘટન પ્રક્રિયા(Decomposition reaction)માં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નીપજો બને છે.

→ જે પ્રક્રિયામાં નપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા (Endothermic reaction) કહે છે.

→ જે પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા (Exothermic reaction) કહે છે.

→ વિસ્થાપન પ્રક્રિયા(Displacement reaction)માં વધુ ક્રિયાશીલ તત્ત્વ એ ઓછા ક્રિયાશીલ તત્ત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે.

→ દ્વિવિસ્થાપન પ્રક્રિયા(Double Displacement reaction)માં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય છે.

GSEB Class 10 Science Notes Chapter 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

→ અવક્ષેપન પ્રક્રિયામાં પ્રાપ્ત થતો ક્ષાર પાણીમાં અદ્રાવ્ય હોય છે.

→ ઑક્સિડેશન(Oxidation)માં પદાર્થ ઑક્સિજન મેળવે (ઉમેરાય) છે અથવા હાઇડ્રોજન ગુમાવે (દૂર થાય) છે.

→ રિડક્શન(Reduction)માં પદાર્થ હાઇડ્રોજન મેળવે (ઉમેરાય) છે અથવા ઑક્સિજન ગુમાવે (દૂર થાય) છે.

→ ઑક્સિડેશનકર્તા Oddising agent) ઑક્સિજન આપે અથવા હાઇડ્રોજન મેળવે.

→ રિડક્શનકર્તા Reducing agent) હાઇડ્રોજન આપે અથવા ઑક્સિજન મેળવે.

→ ઑક્સિડેશનકર્તા પદાર્થનું રિડક્શન થાય અને રિડક્શનકર્તા પદાર્થનું ઑક્સિડેશન થાય.

→ ધાતુક્ષારણ (Corrosion): ધાતુની સપાટી પર ઑક્સિજન, પાણી, ઍસિડ અને વાતાવરણમાંના વાયુઓની હાજરીમાં કાટ લાગે છે; જેને ધાતુક્ષારણ અથવા ક્ષારણ કહે છે.

→ ખોરાપણું Rancidity) તેલ અને ચરબીજન્ય ખાદ્ય પદાર્થો જ્યારે હવાના સંસર્ગમાં આવે છે ત્યારે થતી ઑક્સિડેશન પ્રક્રિયાને લીધે તેના સ્વાદ અને ગંધમાં ફેરફાર થાય છે, જેને ખોરાપણું કહે છે. ઑક્સિડેશનનો પ્રતિકાર કરવા તેમાં ઍન્ટિઑક્સિડન્ટ ઉમેરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *