Gujarat Board GSEB Class 10 Science Important Questions Chapter 5 તત્ત્વોનું આવર્તી વર્ગીકરણ Important Questions and Answers.
GSEB Class 10 Science Important Questions Chapter 5 તત્ત્વોનું આવર્તી વર્ગીકરણ
વિશેષ પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
પ્રશ્ન 1.
નીચેનાં તત્ત્વોના આધારે
(a) ઈલેક્ટ્રૉનથી સંપૂર્ણ ભરાયેલી બે કક્ષાઓ ધરાવતું તત્ત્વ,
(b) એક જ સમૂહનાં બે તત્ત્વો કયાં કયાં છે, તે જણાવો?
20Ca, ૩Li, 11Na, 10Ne
ઉત્તર:
(a) 10Ne (2, 8)
(b) એક જ સમૂહનાં બે તત્ત્વો ૩Li (2, 1)
11Na (2, 8, 1)
પ્રશ્ન 2.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો [(Z = 17) માટે]
(a) પરમાણ્વીય ક્રમાંક 17 ધરાવતું તત્ત્વ જણાવો.
(b) તે તત્ત્વ કયા આવર્તનું છે?
(c) તે તત્ત્વ કયા સમૂહનું છે?
(d) આ તત્ત્વની ઇલેક્ટ્રૉન-રચના જણાવો.
ઉત્તરઃ
(a) ક્લોરિન
(b) આવર્ત 3
(c) સમૂહ 17
(d) ઇલેક્ટ્રૉન-રચના : 2, 8, 7
પ્રશ્ન 3.
તત્ત્વ x (પરમાણ્વીય ક્રમાંક 17) અને તત્ત્વ નું છે (પરમાણ્વીય ક્રમાંક 20) સંયોજાઈ ડાયહેલાઈડ સંયોજન બનાવે છે, ? તો
(a) તત્ત્વ X અને Yનું આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો.
(b) તત્ત્વ Y કયા પ્રકારનો ઑક્સાઈડ બનાવે છે? આ ઑક્સાઇડ કયા પ્રકારનો બંધ ધરાવે છે?
ઉત્તર:
તત્ત્વ X અધાતુ તત્ત્વ છે, જ્યારે તત્ત્વ Y ધાતુ તત્ત્વ છે. ડાયહેલાઇડનું આવીય સૂત્રઃ YX2
(a)
(b) બેઝિક ઑક્સાઇડ : YO
બંધની પ્રકૃતિ આયનીય
પ્રશ્ન 4.
આધુનિક આવર્ત કોષ્ટકના એક જ આવર્તનાં બે તત્ત્વો M અને N એ અનુક્રમે સમૂહ I અને IIનાં તત્ત્વો છે, તો તત્ત્વ M અને એના નીચેના ગુણધર્મો વિશે માહિતી આપોઃ
(a) પરમાણ્વીય કદ
(b) ધાત્વીય ગુણધર્મ
(c) ઑક્સાઈડમાં સંયોજકતા
(d) તેમના ક્લોરાઈડનાં આવીય સૂત્રો
ઉત્તર:
(a) તત્ત્વ M N N કરતાં વધુ પરમાણ્વીય કદ ધરાવે છે.
(b) તત્ત્વ M N N કરતાં વધુ ધાત્વીય ગુણ ધરાવે છે.
(c) સમૂહ 1 : સંયોજકતા 1
સમૂહ 2 : સંયોજક્તા 2
(d) MCl, MCl2
પ્રશ્ન 5.
આધુનિક આવર્ત કોષ્ટકનો થોડો ભાગ નીચે મુજબ છે. તેમાં ગોઠવાયેલાં તત્ત્વોના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
(a) નિષ્ક્રિય વાયુ તત્ત્વ કર્યું છે? શા માટે?
ઉત્તરઃ
તત્ત્વ ઉ એ નિષ્ક્રિય વાયુ છે, કારણ કે તેની સંયોજક્તા શૂન્ય છે.
(b) સૌથી વધુ વિદ્યુતઋણમય તત્ત્વ કયું છે? શા માટે?
ઉત્તરઃ
તત્ત્વ ની વિદ્યુતઋણતા વધુ હોવાથી તે વધુ વિદ્યુતઋણમય છે.
(c) તત્ત્વ B અને Eની ઇલેક્ટ્રોન-રચના જણાવો.
ઉત્તરઃ
તત્ત્વ Bની ઇલેક્ટ્રૉન-રચના : 2, 8, 1 તત્ત્વ Eની ઈલેક્ટ્રૉન-રચના : 2, 7.
પ્રશ્ન 6.
નીચે કેટલાંક તત્ત્વો A, B, C, D, E, F, G અને H દર્શાવેલાં છે. તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
(a) સૌથી મોટું અને સૌથી નાનું તત્ત્વ કયું છે?
ઉત્તર:
સૌથી મોટું તત્ત્વ : A
સૌથી નાનું તત્ત્વ: G
(b) કયાં કયાં તત્ત્વની સંયોજકતા અનુક્રમે ૩ અને 0 છે?
ઉત્તર:
સંયોજક્તા 3: તત્ત્વ C
સંયોજકતા છે: તત્ત્વ H
પ્રશ્ન 7.
ઉપરોક્ત કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
સૌથી સક્રિય ધાતુ તત્ત્વ જણાવો.
ઉત્તર:
d.
પ્રશ્ન 2.
તત્ત્વ તે કેટલી સંયોજકતા કક્ષા ધરાવે છે?
ઉત્તર:
4
પ્રશ્ન 3.
જે તત્ત્વની સંયોજકતા 2 હોય તે તત્ત્વ જણાવો.
ઉત્તર:
e અને હું
પ્રશ્ન 4.
તત્ત્વ jની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન છે?
ઉત્તર:
2
પ્રશ્ન 5.
h અને 1 પૈકી કયું તત્ત્વ વધુ અધાત્વીય ગુણ ધરાવે છે?
ઉત્તર:
h
પ્રશ્ન 6.
e અને ૧ પૈકી કયું તત્ત્વ વધુ પરમાણ્વીય કદ ધરાવે છે?
ઉત્તર:
e
પ્રશ્ન 8.
ઉપરોક્ત કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
માત્ર સહસંયોજક બંધ જ બનાવવાની વૃત્તિ કર્યું તત્ત્વ ધરાવે છે?
ઉત્તર:
E
પ્રશ્ન 2.
કયા ધાતુ તત્ત્વની સંયોજકતા ત્રણ છે?
ઉત્તર:
D
પ્રશ્ન 3.
સંયોજકતા ત્રણ હોય તેવું અધાતુ તત્ત્વ જણાવો.
ઉત્તર:
B
પ્રશ્ન 4.
તત્ત્વ D અને E પૈકી કોનું પરમાણ્વીય કદ વધુ છે?
ઉત્તર:
D
પ્રશ્ન 5.
તત્ત્વ C અને E ધરાવતા સમૂહનું સામાન્ય નામ જણાવો.
નિષ્ક્રિય વાયુ તત્ત્વો (ઉમદા વાયુ તત્ત્વો)
પ્રશ્ન 2.
તફાવત આપો :
પ્રશ્ન 1.
સમૂહનાં તત્ત્વો અને આવનાં તત્ત્વો
ઉત્તર:
પ્રશ્ન 2.
મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક
ઉત્તરઃ
જુઓ “સ્વાધ્યાયના પ્રશ્નોત્તર’ના પ્રશ્ન 10નો ઉત્તર.
પ્રશ્ન ૩.
ધાતુ તત્ત્વો અને અધાતુ તત્ત્વો
ઉત્તર :
પ્રશ્ન 3.
નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપોઃ
પ્રશ્ન 1.
ડોબરેનરની ત્રિપુટી દ્વારા બધાં તત્ત્વોનું વર્ગીકરણ થઈ શક્યું નહિ.
ઉત્તર:
ડોબરેનરની ત્રિપુટીમાં ત્રણ તત્ત્વોને તેમનાં પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતાં, મધ્યમાં રહેલા તત્ત્વનું પરમાણ્વીય દળ એ બાકીનાં બે તત્ત્વોનાં સરેરાશ પરમાણ્વીય દળ જેટલું થાય છે. આ નિયમ મુજબ તત્ત્વોનું વર્ગીકરણ કરવામાં આવતું હતું.
- ડોબરેનર જેટલાં તત્ત્વોને ત્રિપુટીમાં ગોઠવ્યાં એ માત્ર એક સંજોગ જ હતો.
આથી બધાં તત્ત્વોને આ પ્રમાણે ત્રિપુટીમાં ગોઠવવા શક્ય બન્યા નહિ.
પ્રશ્ન 2.
ન્યુર્લેન્ડના અષ્ટકના સિદ્ધાંત દ્વારા તે સમયમાં શોધાયેલાં – બધાં જ તત્ત્વો વર્ગીકૃત થઈ શક્યા નહિ.
ઉત્તર:
ન્યુલૅન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર કૅલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. ત્યારપછીના પ્રત્યેક આઠમા તત્ત્વના ગુણધર્મ પ્રથમ તત્ત્વને મળતા આવતા ન હતા.
- જુલૅન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્ત્વો જ હાજર છે.
- ન્યુલૅન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકાં તત્ત્વોને લાગુ પડ્યો.
આથી બધાં જ તત્ત્વો જુલૅન્ડના અષ્ટકના સિદ્ધાંતથી વર્ગીકૃત ન થઈ શક્યા નહિ.
પ્રશ્ન ૩.
આવર્ત કોષ્ટકમાં હાઈડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાયું
નહિ.
ઉત્તર:
હાઈડ્રોજનની ઇલેક્ટ્રૉન-રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે.
- આલ્કલી ધાતુઓની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઑક્સિજન અને સલ્ફર સાથે એકસમાન સૂત્ર ધરાવતાં સંયોજનો બનાવે છે.
- હાઇડ્રોજન હેલોજનની જેમ દ્રિપરમાણ્વીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
- હાઇડ્રોજન હેલોજન તત્ત્વોની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે સંયોજાઈને અનુક્રમે આયનીય અને સહસંયોજક બંધ બનાવે છે.
આથી હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં નિશ્ચિત સ્થાન આપી શકાયું નહિ.
પ્રશ્ન 4.
આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં પરમાણ્વીય કદ ઘટે છે.
ઉત્તર:
એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં પરમાણ્વીય ક્રમાંક ક્રમશઃ વધે છે.
- પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કેન્દ્રીય વીજભાર વધે છે. પરિણામે ઇલેક્ટ્રૉનનું કેન્દ્ર તરફ આકર્ષાવાનું વલણ વધે છે.
આથી આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં પરમાણ્વીય કદ ઘટે છે.
પ્રશ્ન 5.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા વધે છે.
ઉત્તર:
એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય ક્રમાંક વધે છે.
- પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કેન્દ્રીય વીજભાર વધે છે તેમજ નવી કક્ષાઓ ઉમેરાય છે.
- નવી કક્ષાઓ ઉમેરાતા કેન્દ્ર અને સૌથી બહારની કક્ષા વચ્ચે અંતર વધે છે. તેથી કેન્દ્રીય વીજભાર વધવા છતાં ઇલેક્ટ્રૉનનું કેન્દ્ર તરફ આકર્ષણનું વલણ ઘટે છે.
આથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા વધે છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
ખૂબ જ મોટી (વધુ) સંખ્યામાં તત્ત્વોનો અભ્યાસ કેવી રીતે સરળ બન્યો?
ઉત્તર:
આપણી આસપાસ જુદી જુદી વસ્તુઓ તત્ત્વો, સંયોજનો અથવા મિશ્રણરૂપે અસ્તિત્વ ધરાવે છે.
- તત્ત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે.
- આધુનિક સમયમાં લગભગ 118 તત્ત્વો જાણીતાં છે, તે પૈકી 94 તત્ત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે.
- બધાં જ તત્ત્વો જુદા જુદા ગુણધર્મો ધરાવે છે.
- જેમ જેમ જુદાં જુદાં તત્ત્વોની શોધ થતી ગઈ તેમ તેમ વેજ્ઞાનિકો પાસે તત્ત્વોના ગુણધર્મોની વધુ ને વધુ માહિતી એકઠી થતી ગઈ.
- વૈજ્ઞાનિકો માટે આ માહિતીઓની વ્યવસ્થિત ગોઠવણી જરૂરી બની. તેથી તેઓએ તેમના ગુણધમોંમાં કોઈ પ્રકાર (ભાત) શોધવાનું શરૂ કર્યું.
- આ ગુણધર્મોની કોઈ ચોક્કસ પ્રકારની ભાત (Pattern) પરથી આટલી મોટી સંખ્યામાં તત્ત્વોનો અભ્યાસ સરળ બન્યો.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિકોએ જુદાં જુદાં તત્ત્વોનું વર્ગીકરણ શાના આધારે અને સૌપ્રથમ કયા પ્રકારે કર્યું હતું?
ઉત્તર:
વૈજ્ઞાનિકોએ જુદાં જુદાં તત્ત્વોનું વર્ગીકરણ તત્ત્વોના ગુણધર્મોને આધારે કર્યું હતું અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી.
- વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ જાણીતાં તત્ત્વોનું ધાતુઓ અને અધાતુઓમાં એમ બે પ્રકારે વર્ગીકરણ કર્યું.
- ત્યારબાદ જેમ જેમ આધુનિક સંશોધનો થતાં ગયાં તેમ તેમ તત્ત્વો અને તેના ગુણધર્મો વિશે જ્ઞાન વધતું ગયું, સાથે સાથે વર્ગીકરણ માટેના વધુ પ્રયત્નો થતા ગયા.
પ્રશ્ન 3.
ડોબરેનરની ત્રિપુટી એટલે શું? સમજાવો.
ઉત્તર:
જર્મન વૈજ્ઞાનિક જ્હૉન વુલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતાં તત્ત્વોને એક જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો.
- તેમણે ત્રણ તત્ત્વો ધરાવતા કેટલાક જૂથોને ઓળખી બતાવ્યા. આ ત્રણ તત્ત્વો ધરાવતા જૂથોને ‘ત્રિપુટી’ કહે છે.
ત્રિપુટીનો નિયમઃ ત્રિપુટીનાં ત્રણ તત્ત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતાં મધ્યમાં રહેલા તત્ત્વનું પરમાણ્વીય દળ અન્ય બે તત્ત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું હોય છે.
- ઉદાહરણ તરીકે લિથિયમ (Li), સોડિયમ (Na) અને પોટેશિયમ (K) ત્રિપુટી છે. તેમના પરમાણ્વીય દળ અનુક્રમે 6.9 u, 23.0 u અને 39.0 u છે. તેમાં Naનું પરમાણ્વીય દળ એ અન્ય બે તત્ત્વો Li અને Kના સરેરાશ પરમાણ્વીય દળ જેટલું છે.
Li અને kનું સરેરાશ પરમાણ્વીય દળ = \(\frac{6.9+39}{2}\)
= 22.95
≅ 23.0 u - ડોબરેનરની અન્ય ત્રિપુટીઓ નીચે મુજબ છે:
કોષ્ટક 1 ડોબરેનરની ત્રિપુટીઓ
પ્રશ્ન 4.
નીચે કેટલાક સમૂહ આપ્યા છે. તે પૈકી કયા સમૂહની ત્રિપુટી એ ડોબરેનરની ત્રિપુટી નથી, તે જણાવો.
ઉત્તર:
સમૂહ A માટે :
- N અને Asનું સરેરાશ પરમાવીય દળ = \(\frac{14+74.9}{2}\)
= 44.45 u - આ સરેરાશ મૂલ્ય મધ્યમાં રહેલા તત્ત્વ Pના પરમાણ્વીય દળ જેટલું નથી. માટે આ સમૂહનાં તત્ત્વો એ ડોબરેનરની ત્રિપુટી નથી.
સમૂહ B માટે: - Ca અને Baનું સરેરાશ પરમાણ્વીય દળ = \(\frac{40.1+137.3}{2}\)
= 88.7 u - આ સરેરાશ મૂલ્ય મધ્યમાં રહેલા તત્ત્વ Srના લગભગ પરમાણ્વીય દળ જેટલું છે. માટે આ સમૂહનાં તત્ત્વો એ ડોબરેનરની ત્રિપુટી છે.
સમૂહ C માટે: - CI અને Iનું સરેરાશ પરમાણ્વીય દળ = \(\frac{35.5+126.9}{2}\)
= 81.2 u - આ સરેરાશ મૂલ્ય મધ્યમાં રહેલા તત્ત્વ Brના લગભગ પરમાણ્વીય દળ જેટલું છે. માટે આ સમૂહનાં તત્ત્વો એ ડોબરેનરની ત્રિપુટી છે.
પ્રશ્ન 5.
ચુલૅન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો.
ઉત્તર:
ડોબરેનરના પ્રયત્નોએ બીજા રસાયણશાસ્ત્રીઓને તત્ત્વોના ગુણધર્મો અને તેમના પરમાણ્વીય દળ વચ્ચે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા.
- ઈ. સ. 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક હૉન ન્યુલૅન્કે જાણીતાં તત્ત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યાં.
- તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્ત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56માં તત્ત્વ થોરિયમ પર કાર્ય પૂર્ણ કર્યું.
- ન્યૂલેન્ડે નોંધ્યું કે આ ગોઠવણીમાં પ્રત્યેક આઠમા તત્ત્વના ગુણધર્મ એ પ્રથમ તત્ત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે.
- ન્યુલૅન્ડે આ તુલના સંગીતના સૂરો સાથે કરી અષ્ટકનો નિયમ રજૂ કર્યો, જે નીચે મુજબ છે :
અષ્ટકનો નિયમઃ તત્ત્વોને જ્યારે તેમનાં પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્ત્વથી આઠમા ક્રમે આવતું તત્ત્વ સમાન ગુણધર્મો ધરાવે છે. - જુલૅન્ડના અષ્ટકનો એક ભાગ નીચે કોષ્ટક 2માં આપેલ છેઃ
- ન્યુલૅન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન છે. લિથિયમ પછી આઠમા ક્રમે આવતું તત્ત્વ સોડિયમ છે. આ જ પ્રમાણે બેરિલિયમ અને મૅગ્નેશિયમના ગુણધર્મો સમાન છે.
પ્રશ્ન 6.
મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો.
અથવા
તત્ત્વોના વર્ગીકરણમાં મેન્ડેલીફનું યોગદાન સમજાવો.
ઉત્તરઃ
જુલૅન્ડના અષ્ટકના સિદ્ધાંતનો અસ્વીકાર થયા બાદ અનેક વૈજ્ઞાનિકોએ તત્ત્વોના વર્ગીકરણ માટે સંશોધનો ચાલુ રાખ્યાં. પરિણામે તત્ત્વોના ગુણધર્મો અને તેમના પરમાણ્વીય દળ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાયો.
- તત્ત્વોના વર્ગીકરણનો મુખ્ય ધ્યેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલીફને જાય છે.
- મેન્ડેલીફે તત્ત્વોની તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતાને આધારે ગોઠવણી કરી હતી.
- જ્યારે મેન્ડેલીફે તત્ત્વોના વર્ગીકરણના કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર 63 તત્ત્વો જ જાણીતાં હતાં.
- મેન્ડેલીફે તત્ત્વોના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા.
- ઑક્સિજન અને હાઇડ્રોજન અતિ સક્રિય તત્ત્વો હોવાથી મેન્ડેલીફે આ તત્ત્વોમાંથી બનતાં સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તથા મોટા ભાગનાં તત્ત્વો આ બને તત્ત્વો સાથે સંયોજાઈ શકે છે.
- મેન્ડેલીફે અન્ય તત્ત્વો દ્વારા બનતા હાઈડ્રાઈડ અને ઑક્સાઈડનાં સૂત્રોને તત્ત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક તરીકે ગણાવ્યા હતા.
- ત્યારબાદ મેન્ડેલીફે તે સમયમાં જાણીતાં તત્ત્વો માટે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર કોઈ એક તત્ત્વના ગુણધર્મો નોંધ્યા. તેમણે સમાન ગુણધર્મો ધરાવતાં તત્ત્વોને (કાર્ડને) અલગ કરી તે કાર્ડ્સને ટાંકણી દ્વારા દીવાલ પર એકસાથે લગાવ્યા.
- મેન્ડેલીફે નોંધ્યું કે, મોટા ભાગનાં તત્ત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું તેમજ આ તત્ત્વો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવણી પામ્યાં હતાં.
- આ વર્ગીકરણમાં એવું અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતાં જુદાં જુદાં તત્ત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી પુનરાવર્તન પામે છે. આ અવલોકનના આધારે મેન્ડેલીફે આવર્ત નિયમ રજૂ કર્યો.
મેન્ડેલીફનો આવર્ત નિયમ: “તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે.” - મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં તત્ત્વોની આડી હરોળને આવર્ત અને ઊભી હરોળને સમૂહ (સ્તંભ) કહે છે.
પ્રશ્ન 7.
મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતાઓ જણાવો.
ઉત્તરઃ
મેન્ડેલીફે રજૂ કરેલા આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતાઓ નીચે મુજબ છેઃ
- આવર્ત કોષ્ટકમાં તત્ત્વોની ગોઠવણી દરમિયાન કેટલાંક તત્ત્વોના સ્થાન અંગે વિસંગતતા જોવા મળી. જેમાં અંશતઃ વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્ત્વને અંશતઃ ઓછું પરમાણ્વીય દળ ધરાવતા તત્ત્વ કરતાં પ્રથમ મૂકવું પડ્યું, અર્થાત્ અહીં ક્રમ બદલવો પડ્યો, જેથી સમાન ગુણધર્મો ધરાવતાં તત્ત્વો એકસાથે ગોઠવી શકાય.
દા. ત.,- કોબાલ્ટ (Co) (પરમાણ્વીય દળ 58.9 u)ને આવર્ત કોષ્ટકમાં નિકલ (NI) (પરમાણ્વીય દળ 58.7 u) કરતાં પહેલાં મૂકવું પડ્યું.
- ટેલ્યુરિયમ અને આયોડિન માટે પણ
આમ જ બન્યું હતું.
- મેન્ડેલીફે જ્યારે તત્ત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલાંક સ્થાન ખાલી રાખવા પડ્યાં હતાં, કારણ કે તે સમયમાં આ તત્ત્વો શોધાયાં ન હતાં.
- મેન્ડેલીફે આ ખાલી સ્થાનોની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય નિર્ભયતાથી એવાં તત્ત્વોના અસ્તિત્વની આગાહી કરી, જે તે સમયે શોધાયાં ન હતાં.
- મેન્ડેલીફે આ તત્ત્વોનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલા આવતા તત્ત્વનાં નામમાં સંસ્કૃત શબ્દ “એકા’ (એક) પૂર્વગ લગાવીને કર્યું હતું. દા. ત.,
- મેન્ડેલીફ દ્વારા આગાહી કરાયેલ એકા-ઍલ્યુમિનિયમ તથા બાદમાં શોધાયેલ ગેલિયમના ગુણધર્મો કોષ્ટક 4માં દર્શાવેલા છે.
પ્રશ્ન 8.
મેન્ડેલીફના આવર્ત કોષ્ટકના ફાયદા જણાવો.
ઉત્તર:
મેન્ડેલીફે જ્યારે તત્ત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાંક તત્ત્વો શોધાયાં ન હતાં. આવાં તત્ત્વોના સંશોધન-કાર્યને વેગ મળ્યો.
- કેટલાંક તત્ત્વોનાં પરમાણ્વીય દળની ફરી ચકાસણી કરી શકાઈ.
- નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ (He), નિયોન (Ne) અને આર્ગોન(Ar)નો પહેલાં પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ તેમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાને કારણે ખૂબ મોડી થઈ હતી. પરંતુ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ જોવા મળી કે આ વાયુઓની શોધ થયા પછી આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર સરળતાથી તેમને અલગ સમૂહમાં ગોઠવી શકાયા.
પ્રશ્ન 9.
મેન્ડેલીફના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો.
ઉત્તર:
મેન્ડેલીફના વર્ગીકરણની મર્યાદાઓ નીચે મુજબ છે:
(1) હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન હાઇડ્રોજનની ઇલેક્ટ્રૉન-રચના આલ્કલી ધાતુ તત્ત્વોને મળતી આવે છે.
- આલ્કલી ધાતુ તત્ત્વોની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઑક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતાં સંયોજનો બનાવે છે.
- દા. ત.,
- આમ, હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુ તત્ત્વો સાથે છે સમાનતા ધરાવતા હોવાથી તેને આલ્કલી સમૂહCIA)માં મૂકવું જોઈએ.
- પરંતુ હાઇડ્રોજન હેલોજન તત્ત્વો(CI), Bry, 2)ની જેમ ઢિપરમાવીય અણુ (Ha) સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
- હાઇડ્રોજન હેલોજન તત્ત્વોની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે હું સંયોજાઈને અનુક્રમે આયોનિક તેમજ સહસંયોજક બંધ બનાવે છે.
- આમ, હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો હેલોજન તત્ત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય.
- ટૂંકમાં, આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ (વિવાદાસ્પદ) છે.
(2) સમસ્થાનિકોનું સ્થાનઃ મેન્ડેલીફે તત્ત્વોનું વર્ગીકરણ કર્યું તે પછી લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયાં.
- સમસ્થાનિકો : એક જ તત્ત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન, પરંતુ પરમાણ્વીય દળ અસમાન હોય, તેવાં તત્ત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે.
- કોઈ પણ તત્ત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેઓનાં પરમાણ્વીય દળ જુદાં જુદાં હોય છે.
- આમ, બધાં તત્ત્વોના જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલીફે સૂચવેલા આવર્ત નિયમનું ઉલ્લંઘન કરે છે. આથી સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું લગભગ અશક્ય બન્યું.
(3) તત્ત્વોના પરમાણ્વીય દળની અનિયમિતતાઃ એક તત્ત્વથી બીજા તત્ત્વ તરફ આગળ વધતાં પરમાણ્વીય દળમાં વધારો અનિયમિત હતો. આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે કોઈ પણ બે તત્ત્વોની વચ્ચે બીજાં કેટલાં તત્ત્વો શોધી શકાય.
પ્રશ્ન 10.
આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપો.
ઉત્તર:
ઈ. સ. 1913માં હેન્રી મોસેલે દર્શાવ્યું કે તત્ત્વના પરમાણ્વીય દળની સરખામણીએ તેનો પરમાણ્વીય ક્રમાંક (Z) વધુ આધારભૂત ગુણધર્મ છે.
- આથી મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો. પરમાણ્વીય ક્રમાંકને આધાર સ્વરૂપે લઈ આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી.
- આધુનિક આવર્ત નિયમ તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
- કોઈ પણ તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક એ તેના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્ત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. જેથી આ તત્ત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકી.
- આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે.
પ્રશ્ન 11.
આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો.
ઉત્તર:
આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્ત્વોની ગોઠવણી પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં કરવામાં આવે છે.
- કોઈ પણ તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે અને પરમાણુમાં જેટલી સંખ્યામાં પ્રોટીન હોય તેટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રૉન હોય છે.
- આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્ત્વોના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રૉન-રચના સમાન જોવા મળી, તેમને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવ્યા; જે સમૂહ અથવા કુટુંબ તરીકે ઓળખાવા લાગ્યા.
- આવર્ત કોષ્ટકમાં તત્ત્વોના ઊભા સ્તંભને સમૂહ કહે છે.
- આવર્ત કોષ્ટકમાં તત્ત્વોની આડી હરોળને આવર્ત કહે છે.
- આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત અને 18 સમૂહ છે.
આવર્તમાં તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચનાઃ આવર્ત ક્રમ એ બાહ્યતમ કક્ષા અથવા સંયોજતા કક્ષા માટે nનું મૂલ્ય સૂચવે છે, જે કેન્દ્રથી છેલ્લી કક્ષાનો ક્રમ પણ ગણી શકાય.
- કોઈ પણ કક્ષા(આવર્ત)માં મહત્તમ ઇલેક્ટ્રૉનની સંખ્યા 2n2 હોય છે.
સમૂહમાંનાં તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચનાઃ એક જ સમૂહમાં રહેલાં તત્ત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રૉન-રચના સમાન હોય છે. તેમની બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રૉનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન હોય છે. - સમૂહ 1(આલ્કલી ધાતુ)નાં તત્ત્વોની સંયોજકતા કક્ષા(કોશ)ની ઇલેક્ટ્રૉનીય રચના 1 છે, જે નીચે દર્શાવેલ છેઃ
પ્રશ્ન 1.
આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને તેમાં રહેલાં તત્ત્વોનાં નામ આપો.
ઉત્તર:
સમૂહ 1માં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ તત્ત્વો છે.
પ્રશ્ન 2.
સમૂહ 1નાં પ્રથમ ત્રણ તત્ત્વોની ઇલેક્ટ્રૉન-રચના લખો.
ઉત્તર:
સમૂહ ના પ્રથમ ત્રણ તત્ત્વોની ઇલેક્ટ્રૉન-રચના નીચે મુજબ છે:
પ્રશ્ન 3.
સમૂહ 1નાં તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચનામાં શું સમાનતા જોવા મળે છે?
ઉત્તર:
આ તત્ત્વોની બાહ્યતમ કક્ષામાં સમાન સંખ્યામાં ઇલેક્ટ્રૉન ગોઠવાયેલા છે.
પ્રશ્ન 4.
સમૂહ 1નાં તત્ત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રૉન હાજર છે?
ઉત્તર:
સમૂહ 1નાં તત્ત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા 1 છે.
પ્રશ્ન 12.
આવર્તનીય ગુણધર્મો એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તર:
તત્ત્વોના જે ગુણધર્મો ઇલેક્ટ્રૉન-રચનાના આધારે નક્કી કરવામાં આવે અથવા તત્ત્વોના જે ગુણધમાં ઇલેક્ટ્રૉન-રચના પર આધાર રાખતા હોય તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહે છે.
ઉદાહરણ : સંયોજકતા, પરમાણ્વીય ત્રિજ્યા (પરમાણ્વીય કદ), ધાત્વીય ગુણધર્મ, વિદ્યુતઋણતા વગેરે.
પ્રશ્ન 13.
સંયોજકતા એટલે શું? આવર્ત અને સમૂહનાં તત્ત્વોમાં સંયોજકતા સમજાવો.
ઉત્તર:
સંયોજકતા કોઈ એક તત્ત્વની અન્ય તત્ત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે.
- સંયોજકતાનો આધાર બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા પર છે.
- સંયોજકતાનું મૂલ્ય બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રૉનની સંખ્યા જેટલું અથવા આ મૂલ્યને 8માંથી બાદ કરતાં મળતાં મૂલ્ય જેટલું હોઈ શકે છે.
આવર્તનાં તત્ત્વોમાં સંયોજકતા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં સંયોજકતા શરૂઆતમાં વધે છે, ત્યારબાદ ઘટે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં સંયોજકતા પહેલાં 1થી 4 અને પછી 4થી 0 થાય છે.
દા. ત., ત્રીજા આવર્તનાં તત્ત્વોની સંયોજકતા નીચે મુજબ છે :
સમૂહનાં તત્ત્વોમાં સંયોજકતા: આધુનિક આવર્ત કોષ્ટકના એક સમૂહમાં રહેલાં બધાં જ તત્ત્વોની ઇલેક્ટ્રૉન-રચના સમાન છે. આમ, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રૉનની સંખ્યા સમાન હોવાથી દરેક તત્ત્વની સંયોજકતા સમાન જ હોય છે.
દા. ત.,
પ્રશ્ન 14.
પરમાણ્વીય કદ એટલે શું? આવર્ત અને સમૂહનાં તત્ત્વોનું પરમાણ્વીય કદ સમજાવો.
ઉત્તર:
જો પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે, તો પરમાણ્વીય કદ શબ્દ પરમાણુની ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે.
પરમાવીય ત્રિજ્યાઃ એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે.
- પરમાણ્વીય ત્રિજ્યાનું માપન એંગસ્ટ્રોમ (Å) અથવા પીકોમીટર (pm) એકમમાં કરવામાં આવે છે.
1 Å = 10-8 cm = 10-10m 1 pm = 10-12m - હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા 37 pm છે.
આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા (પરમાણ્વીય કદ) : કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં કેન્દ્રીય વીજભાર વધતાં ઇલેક્ટ્રૉન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે. પરિણામે અંતર ઘટે છે. જેને કારણે પરમાણ્વીય કદ ઘટે છે. - આમ, કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે.
સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા (પરમાણ્વીય કદ) : કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય કદ (ત્રિજ્યા) વધવાનું વલણ હોય છે.
- કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં નવી કક્ષાઓ ઉમેરાય છે. તેના લીધે કેન્દ્ર તથા બહારની કક્ષાઓ વચ્ચેનું અંતર વધે છે. તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણ્વીય કદ વધે છે.
- સમૂહમાં કેન્દ્રીય વીજભાર વધવા છતાં ઇલેક્ટ્રૉનનું કેન્દ્રથી અંતર વધતાં ઇલેક્ટ્રૉન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે છે. પરિણામે અંતર વધે છે.
- આમ, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા વધે છે.
પ્રશ્ન 15.
આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્ત્વોનાં સ્થાન જણાવો.
ઉત્તર:
આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્ત્વો ડાબી બાજુએ, અધાતુ તત્ત્વો જમણી બાજુએ, જ્યારે મધ્યમાં અર્ધધાતુ અથવા મેટેલોઇડ તત્ત્વો આવેલાં છે.
પ્રશ્ન 16.
સમૂહ અને આવર્તનાં તત્ત્વોમાં ધાત્વીય ગુણધર્મનું વલણ સમજાવો.
ઉત્તર:
સામાન્ય રીતે, જે તત્ત્વો વિદ્યુતીય ધન હોય તેવાં તત્ત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે.
- ધાતુ તત્ત્વો બંધ-નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રૉન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુત ધનમય છે.
સમૂહમાં ધાત્વીય વલણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં સંયોજક્તા ઇલેક્ટ્રૉન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રૉન કેન્દ્રથી દૂર હોય છે. તેથી તે સરળતાથી દૂર થઈ શકે છે. તેથી સમૂહમાં ધાત્વીય ગુણધર્મ ઉપરથી નીચે તરફ જતાં વધે છે.
- ધાતુ તત્ત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રૉન હોય છે.
આવર્તમાં ધાત્વીય વલણ : કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં સંયોજકતા ઇલેક્ટ્રૉન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. - આથી ઇલેક્ટ્રૉન ગુમાવવાની વૃત્તિ ઘટે છે.
- તેથી આવર્તમાં ધાત્વીય ગુણધર્મ ડાબીથી જમણી તરફ જતાં ઘટે છે.
- બીજા આવર્તનાં તત્ત્વો :
પ્રશ્ન 17.
સમૂહ અને આવર્તનાં તત્ત્વોમાં અધાત્વીય ગુણધર્મનું વલણ સમજાવો.
ઉત્તર:
સામાન્ય રીતે, જે તત્ત્વો વિદ્યુતીય ત્રણ હોય તેવાં તત્ત્વો અધાત્વીય ગુણધર્મ ધરાવે છે.
- અધાતુ તત્ત્વો બંધ-નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રૉન મેળવવાની અથવા ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે.
સમૂહમાં અધાત્વીય ગુણધર્મઃ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં અધાત્વીય ગુણધર્મ ઘટે છે.
આવર્તમાં અધાત્વીય ગુણધર્મ કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં સંયોજકતા ઇલેક્ટ્રૉન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. - આથી ઇલેક્ટ્રૉન આકર્ષવાની વૃત્તિ વધે છે.
- તેથી અધાત્વીય ગુણધર્મ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં વધે છે.
પ્રશ્ન 18.
અર્ધધાતુ તત્ત્વો એટલે શું? કયાં કયાં તત્ત્વો અર્ધધાતુ તત્ત્વો છે?
ઉત્તર:
જે તત્ત્વો ધાતુ અને અધાતુ તત્ત્વો એમ બંનેના ગુણધર્મો ધરાવતા હોય, તેવાં તત્ત્વોને અર્ધધાતુ તત્ત્વો અથવા મેટેલોઇડ કહે છે.
- આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકીચૂકી રેખા ધાતુ અને અધાતુને અલગ કરે છે. આ રેખાની કિનારી પર આવેલાં તત્ત્વો બોરોન (B), સિલિકોન (Si), જર્મેનિયમ (Ge), આર્સેનિક (As), ઍન્ટિમની (Sb), ટેલ્યુરિયમ (Te) અને પોલોનિયમ (Po) તત્ત્વો અર્ધધાતુ તત્ત્વો છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
એક શબ્દમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
હાલમાં કેટલાં તત્ત્વો જાણીતાં છે?
ઉત્તર:
118
પ્રશ્ન 2.
હાલમાં જાણીતાં તત્ત્વો પૈકી કેટલાં તત્ત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે?
ઉત્તર:
94
પ્રશ્ન 3.
શરૂઆતમાં તત્ત્વોનું વર્ગીકરણ કયા બે પ્રકારે કરવામાં આવ્યું હતું?
ઉત્તર:
ધાતુ અને અધાતુ
પ્રશ્ન 4.
ડોબરેનરે રજૂ કરેલો નિયમ શેના તરીકે જાણીતો છે?
ઉત્તર:
ત્રિપુટીનો નિયમ
પ્રશ્ન 5.
ડોબરેનરના ત્રિપુટીના નિયમ મુજબ કેટલાં તત્ત્વોનું વર્ગીકરણ થઈ શક્યું?
ઉત્તર:
9
પ્રશ્ન 6.
જો ડોબરેનરની એક ત્રિપુટીમાં Cl, X, I તત્ત્વ છે, તો તત્ત્વ X કયું હોઈ શકે?
ઉત્તર:
Br
પ્રશ્ન 7.
ન્યૂલેન્ડે કયા તત્ત્વથી વર્ગીકરણ શરૂ કર્યું અને અંતે કયા તત્ત્વ સુધી વર્ગીકરણ કર્યું?
ઉત્તર:
Hથી Th (થોરિયમ)
પ્રશ્ન 8.
અષ્ટકના સિદ્ધાંતની તુલના કોની સાથે કરી હતી?
ઉત્તર:
ભારતીય સંગીતની સુરાવલી
પ્રશ્ન 9.
જુલૅન્ડના અષ્ટકમાં લિથિયમ સાથે કયું તત્ત્વ સમાન ગુણધર્મો ધરાવે છે?
ઉત્તર:
સોડિયમ
પ્રશ્ન 10.
જુલૅન્ડના અષ્ટકમાં બોરોન સાથે કયું તત્ત્વ સમાન ગુણધર્મો ધરાવે છે?
ઉત્તર:
ઍલ્યુમિનિયમ
પ્રશ્ન 11.
જુલૅન્ડના અષ્ટકમાં ક્યાં બે તત્ત્વો એક જ સ્થાન પર મૂકવામાં આવ્યાં હતાં?
ઉત્તર:
કોબાલ્ટ અને નિકલ
પ્રશ્ન 12.
મેન્ડેલીફે તત્ત્વોનું વર્ગીકરણ શરૂ કર્યું ત્યારે કેટલાં તત્ત્વો જાણીતાં હતાં?
ઉત્તર:
63
પ્રશ્ન 13.
મેન્ડેલીફે જ્યાં બે તત્ત્વો સાથે બનતા સંયોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું?
ઉત્તર:
હાઈડ્રોજન અને ઑક્સિજન
પ્રશ્ન 14.
મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ અને આડી હરોળને અનુક્રમે શું કહે છે?
ઉત્તર:
સમૂહ અને આનર્ત
પ્રશ્ન 15.
મેન્ડેલીફે તત્ત્વોના નામકરણ માટે કયા સંસ્કૃત શબ્દનો પૂર્વગ તરીકે ઉપયોગ કર્યો હતો?
ઉત્તર:
એકા
પ્રશ્ન 16.
મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કયા તત્ત્વનું સ્થાન યોગ્ય રીતે આપી શકાયું નહિ?
ઉત્તર:
હાઇડ્રોજન
પ્રશ્ન 17.
આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો?
ઉત્તર:
હેન્રી મોસલે
પ્રશ્ન 18.
આવર્ત કોષ્ટકના પ્રથમ, ત્રીજા, ચોથા આવર્તમાં તત્ત્વોની સંખ્યા જણાવો.
ઉત્તર:
2, 8, 18
પ્રશ્ન 19.
આધુનિક આવર્ત કોષ્ટકમાં છઠ્ઠા આવર્તમાં તત્ત્વોની સંખ્યા જણાવો.
ઉત્તર:
32
પ્રશ્ન 20.
આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્ત્વનું વર્ગીકરણ કેટલા સમૂહમાં કરવામાં આવ્યું છે?
ઉત્તર:
18
પ્રશ્ન 21.
આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલાં તત્ત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે?
ઉત્તર:
11
પ્રશ્ન 22.
આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ નાં તત્ત્વોને ક્યાં તત્ત્વો કહે છે?
ઉત્તર:
આલ્કલી ધાતુ તત્ત્વો
પ્રશ્ન 23.
આધુનિક આવર્ત કોષ્ટકનાં તત્ત્વોની કોઈ કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રૉનની સંખ્યા કયા સૂત્ર દ્વારા નક્કી થાય છે?
ઉત્તર:
2n2
પ્રશ્ન 24.
પરમાણ્વીય ક્રમાંક 13 ધરાવતા તત્ત્વની સંયોજકતા કેટલી છે?
ઉત્તર:
3
પ્રશ્ન 25.
આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછી અને સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતાં તત્ત્વો જણાવો.
ઉત્તર:
He અને Pr
પ્રશ્ન 26.
હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા જણાવો.
ઉત્તર:
39 pm
પ્રશ્ન 2.
વ્યાખ્યા આપો:
પ્રશ્ન 1.
સમસ્થાનિક
ઉત્તર:
એક જ તત્ત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન, પરંતુ પરમાણ્વીય દળ અસમાન હોય તેવાં તત્ત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે.
પ્રશ્ન 2.
આવર્તનીય ગુણધર્મો
ઉત્તરઃ
તત્ત્વોના જે ગુણધર્મો તત્ત્વની ઇલેક્ટ્રૉનીય રચના પર છે આધાર રાખે છે, તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધમ કહે છે.
પ્રશ્ન ૩.
સંયોજકતા
ઉત્તર:
કોઈ પણ તત્ત્વની અન્ય તત્ત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજક્તા કહે છે.
પ્રશ્ન 4.
પરમાણ્વીય ત્રિજ્યા (પરમાણ્વીય કદ)
ઉત્તર:
એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા (પરમાણ્વીય કદ) કહે છે.
પ્રશ્ન 5.
મેટેલોઈડ (અર્ધધાતુ)
ઉત્તર:
જે તત્ત્વો ધાતુ અને અધાતુ તત્ત્વો એમ બંનેના ગુણધર્મો ધરાવતા હોય, તેવાં તત્ત્વોને ભેટેલોઈડ (અર્ધધાતુ) કહે છે.
પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
ડોબરેનરની ત્રિપુટીના સભ્યો લિથિયમ, સોડિયમ અને ……. છે.
ઉત્તર:
પોટૅશિયમ
પ્રશ્ન 2.
જુલૅન્ડનો અષ્ટકનો સિદ્ધાંત – તત્ત્વો માટે જાણીતો છે.
ઉત્તર:
હલકાં
પ્રશ્ન 3.
જુલૅન્ડની કલ્પના મુજબ ……… તત્ત્વો જ કુદરતમાં પ્રાપ્ય છે.
ઉત્તર:
56
પ્રશ્ન 4.
મેન્ડેલીફે સ્ટેડિયમ તત્ત્વ માટે ” …….. નામ આપ્યું હતું.
ઉત્તર:
એકા-બોરોન
પ્રશ્ન 5.
એકા-સિલિકોન તત્ત્વ તરીકે ઓળખાતું તત્ત્વ …….. છે.
ઉત્તર:
જર્મેનિયમ
પ્રશ્ન 6.
મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કોબાલ્ટનું સ્થાન …….. તત્ત્વ પહેલાં મૂકવામાં આવ્યું હતું.
ઉત્તર:
નિકલ
પ્રશ્ન 7.
કોઈ એક તત્ત્વની સંયોજકતા 2 હોય, તો તે ……… સમૂહનું તત્ત્વ છે.
ઉત્તર:
બીજા
પ્રશ્ન 8.
એક તત્ત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રૉન-રચના 2, 8, 3 છે, તો તે …….. આવર્તનું તત્ત્વ છે.
ઉત્તર:
ત્રીજા
પ્રશ્ન 9.
આધુનિક આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુ તત્ત્વોને ………… સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે.
ઉત્તર:
અઢારમા
પ્રશ્ન 10.
આધુનિક આવર્ત કોષ્ટકમાં ……….. આવર્ત અને ………. સમૂહ છે.
ઉત્તર:
7, 18
પ્રશ્ન 11.
આવર્ત કોષ્ટકમાં …… નું સ્થાન ચર્ચાસ્પદ છે.
ઉત્તર:
હાઇડ્રોજન
પ્રશ્ન 12.
નિષ્ક્રિય વાયુ તત્ત્વોની સંયોજકતા છે.
ઉત્તર:
શૂન્ય
પ્રશ્ન 13.
કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ધાત્વીય ગુણધર્મ ……. છે.
ઉત્તર:
વધે
પ્રશ્ન 14.
અધાતુ તત્ત્વોના ઑક્સાઇડ સ્વભાવે …….. હોય છે.
ઉત્તર:
ઍસિડિક
પ્રશ્ન 15.
……….. તત્ત્વોના ઑક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે.
ઉત્તર:
ધાતુ
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
કુદરતી રીતે પ્રાપ્ત થતાં તત્ત્વોની સંખ્યા 98 છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
ડોબરેનરની એક ત્રિપુટીના સભ્યોનો પરમાણ્વીય ક્રમાંક 14, 31 અને 74.9 છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
ડોબરેનરની એક ત્રિપુટીના સભ્યો કેલ્શિયમ, સ્ટ્રૉન્શિયમ અને બેરિયમ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
જુલૅન્ડના અષ્ટકના નિયમ મુજબ કોઈ એક તત્ત્વથી અઢારમા ક્રમે આવેલું તત્ત્વ ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
સોડિયમ એ લિથિયમ પછીનું આઠમું તત્ત્વ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
ઑક્સિજન એ સલ્ફર પછીનું આઠમું તત્ત્વ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
ફૉસ્ફરસ એ નાઇટ્રોજન પછીનું આઠમું તત્ત્વ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
ડોબરેનરની ત્રિપુટી જુલૅન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
મેન્ડેલીફનો આવર્ત નિયમ પરમાણ્વીય ક્રમાંક પર આધારિત હતો.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
બેરિયમના ઑક્સાઇડનું આણ્વીય સૂત્ર BaO છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 11.
મેન્ડેલીફે ગેલિયમનું નામ એકા-સિલિકોન આપ્યું હતું.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 12.
પરમાણ્વીય ક્રમાંક 3.5 ધરાવતું તત્ત્વ એ Be અને Bની વચ્ચે રાખી શકાય.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 13.
સમૂહ 1નાં તત્ત્વોમાં ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રૉન હાજર છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 14.
ત્રીજા આવર્તનાં તત્ત્વોમાં ઇલેક્ટ્રૉન K, L અને આ કક્ષાઓમાં ભરાયેલા છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 15.
દરેક આવર્ત નવી ભરાયેલ ઈલેક્ટ્રૉન કક્ષા બનાવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
જોડકાં જોડો :
પ્રશ્ન 1.
ઉત્તરઃ
(1 – d),
(2 – a),
(3 – b),
(4 – c)
પ્રશ્ન 2.
ઉત્તરઃ
(1 – d),
(2 – c),
(3 – a),
(4 – b)
પ્રશ્ન 6.
નીચેના આલેખ દોરો :
પ્રશ્ન 1.
બીજા આવર્તનાં તત્ત્વો માટે પરમાણ્વીય ત્રિજ્યા → પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોરો.
ઉત્તર:
પ્રશ્ન 2.
આલ્કલી ધાતુ તત્ત્વો માટે પરમાણ્વીય ત્રિજ્યા → પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોરો. ઉત્તરઃ
ઉત્તર:
પ્રશ્ન 7.
નીચેના પૈકી કઈ આકૃતિ પરમાણ્વીય ત્રિજ્યાનું સાચું નિર્દેશન કરે છે?
ઉત્તરઃ
(ii) અને (ii)
પ્રશ્ન 8.
(I) નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
મેન્ડેલીફે રજૂ કરેલા આવર્ત કોષ્ટકમાં કયા તત્ત્વ માટે ખાલી સ્થાન રખાયું ન હતું?
A. ગેલિયમ
B. બેરિલિયમ
C. જર્મેનિયમ
D. સ્કેન્ડિયમ
ઉત્તર:
બેરિલિયમ
પ્રશ્ન 2.
ન્યુલૅન્ડનો અષ્ટકનો સિદ્ધાંત ક્યા તત્ત્વને લાગુ પડે છે?
A. નિકલ
B. કોબાલ્ટ
C. ફૉસ્ફરસ
D. કૅલ્શિયમ
ઉત્તર:
કૅલ્શિયમ
પ્રશ્ન 3.
મેન્ડેલીફના આવર્ત નિયમ મુજબ, આવર્ત કોષ્ટકમાં તત્ત્વોની ગોઠવણી કયા ક્રમના આધારે થયેલી છે?
A. પરમાણ્વીય ક્રમાંકના વધારાના આધારે
B. પરમાણ્વીય ક્રમાંકના ઘટાડાના આધારે
C. પરમાણ્વીય દળના વધારાના આધારે
D. પરમાણ્વીય દળના ઘટાડાના આધારે
ઉત્તર:
પરમાણ્વીય દળના વધારાના આધારે
પ્રશ્ન 4.
si, B અને Ge કયા પ્રકારનાં તત્ત્વો છે?
A. બધાં જ ધાતુ તત્ત્વો છે.
B. બધાં જ અધાતુ તત્ત્વો છે.
C. બધાં જ અર્ધધાતુ તત્ત્વો છે.
D. Si– ધાતુ, B- અધાતુ, Ge – અર્ધધાતુ છે.
ઉત્તર:
બધાં જ અર્ધધાતુ તત્ત્વો છે.
પ્રશ્ન 5.
મેન્ડેલીફે તત્ત્વોનું વર્ગીકરણ કર્યું તે પછી કેટલાંક તત્ત્વો શોધાયાં હોવાથી મેન્ડેલીફે આવાં તત્ત્વો માટે ખાલી જગ્યા રાખી હતી. તે પૈકી કયું તત્ત્વ નીચેનામાંથી હશે?
A. Be
B. Ge
C. Si
D. Se
ઉત્તર:
Ge
પ્રશ્ન 6.
X, Y અને 2 એ કાલ્પનિક તત્ત્વો છે, જે ડોબરેનરની ત્રિપુટી ; દર્શાવે છે. જો તત્ત્વ Xનું પરમાણ્વીય દળ 14 u અને તત્ત્વ જતું ? પરમાણ્વીય દળ 46 u હોય, તો તત્ત્વ Zનું પરમાણ્વીય દળ કેટલું હશે?
A. 28
B. 60
C. 78
D. 72
Hint: ડોબરેનરની ત્રિપુટીના નિયમ મુજબ, Yનું પરમાણ્વીય દળ
ઉત્તર:
78
પ્રશ્ન 7.
P, Q, R અને S તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 6, 8, 14 અને 16 છે, તો આ પૈકી કયું તત્ત્વ અર્ધધાતુ તત્ત્વ છે?
Hint: જે તત્ત્વની ઇલેક્ટ્રૉન-રચનામાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રૉન હોય તે તત્ત્વો અર્ધધાતુ તત્ત્વો છે.
ઉત્તર:
R
પ્રશ્ન 8.
તત્ત્વોના વર્ગીકરણ માટે કયું વિધાન સાચું છે?
A. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્ત્વો તેના પરમાણ્વીય દળના વધતા ક્રમમાં ગોઠવાયેલાં છે.
B. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્ત્વો તેના પરમાણ્વીય ક્રમાંકના ઘટતા ક્રમમાં ગોઠવાયેલાં છે.
C. નિકલનું પરમાણ્વીય દળ, કોબાલ્ટના પરમાણ્વીય દળ કરતાં ઓછું હોવા છતાં કોબાલ્ટ બાદ નિકલનું સ્થાન રાખવામાં આવ્યું હતું.
D. ક્લોરિનના સમસ્થાનિકો કે જે જુદાં જુદાં પરમાણ્વીય દળ ધરાવે છે, છતાં તેને એક જ સમૂહમાં એક જ સ્થાન પર ગોઠવ્યા છે.
ઉત્તર:
ક્લોરિનના સમસ્થાનિકો કે જે જુદાં જુદાં પરમાણ્વીય દળ ધરાવે છે, છતાં તેને એક જ સમૂહમાં એક જ સ્થાન પર ગોઠવ્યા છે.
પ્રશ્ન 9.
આધુનિક આવર્ત કોષ્ટક માટે કયું વિધાન સાચું છે?
A. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 આડી હરોળમાં તત્ત્વોની ગોઠવણી થયેલી છે.
B. આધુનિક આવર્ત કોષ્ટકમાં 8 ઊભાં ખાનાં આવર્ત તરીકે ઓળખાય છે.
C. તેમાં 18 ઊભાં ખાનાં સમૂહ તરીકે ઓળખાય છે.
D. તેમાં 7 આડી હરોળ સમૂહ તરીકે ઓળખાય છે.
ઉત્તર:
તેમાં 18 ઊભાં ખાનાં સમૂહ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 10.
કોઈ એક તત્ત્વ X એ x209 ઑક્સાઈડ બનાવે છે, તો આ તત્ત્વ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં ગોઠવણી પામ્યું હશે?
A. સમૂહ 3
B. સમૂહ 2
C. સમૂહ 5
D. સમૂહ 8
ઉત્તર:
સમૂહ 3
પ્રશ્ન 11.
આધુનિક આવર્ત કોષ્ટક માટેનો આધુનિક આવર્ત નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો?
A. ડોબરેનર
B. ન્યૂલેન્ડ
C. હેન્રી મોસલે
D. મેન્ડેલીફ
ઉત્તર:
હેન્રી મોસલે
પ્રશ્ન 12.
પરમાણુમાંનો કયો મૂળભૂત કણ કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્ત્વોની ગોઠવણી માટે આધારભૂત ગણવામાં આવ્યો?
A. પ્રોટોન
B. ઇલેક્ટ્રૉન
C. ન્યૂટ્રોન
D. ન્યુક્લિઓન
ઉત્તર:
પ્રોટોન
પ્રશ્ન 13.
નીચેના પૈકી કયું વલણ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં યોગ્ય નથી?
A. તત્ત્વો વધુ અધાત્વીય ગુણ ધરાવે છે.
B. તત્ત્વોની સંયોજક્તા ઇલેક્ટ્રૉનની સંખ્યા વધે છે.
C. તત્ત્વોના પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રૉન ગુમાવે છે.
D. તત્ત્વોના ઑક્સાઈડની ઍસિડિકતા વધે છે.
ઉત્તર:
તત્ત્વોના પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રૉન ગુમાવે છે.
પ્રશ્ન 14.
આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્ત્વ Xની ઇલેક્ટ્રૉન-રચના 2, 8, 4 છે, તો તે કયા સમૂહનું તત્ત્વ છે?
A. સમૂહ 2
B. સમૂહ 14
C. સમૂહ 4
D. સમૂહ 8
ઉત્તર:
સમૂહ 14
પ્રશ્ન 15.
આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક 20 ધરાવતું તત્ત્વ ક્યા આવર્તનું છે?
A. 2
B. 3
C. 1
D. 4
ઉત્તર:
4
પ્રશ્ન 16.
તત્ત્વો A, B, C, D અને Eના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 2, 3, 7, 10 અને 18 છે, તો આ તત્ત્વો પૈકી કયાં ક્યાં એક જ આવર્તનાં તત્ત્વો છે?
A. A, B, C
B. B, C, D
C. A, D, E
D. B, D, E
ઉત્તર:
B, C, D.
પ્રશ્ન 17.
A, B, C, D અને E તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 9, 11, 17, 12 અને 13 છે, તો આ તત્ત્વો પૈકી કયાં કયાં એક જ સમૂહનાં તત્ત્વો છે?
A. A, B
B. B, D
C. D, E
D. A, C
ઉત્તર:
A, C
પ્રશ્ન 18.
નીચેના પૈકી કયું તત્ત્વ સરળતાથી ઇલેક્ટ્રૉન ગુમાવે છે?
A. Mg
B. Na
C. K
D. Ca
ઉત્તર:
K
પ્રશ્ન 19.
નીચેના પૈકી કયું તત્ત્વ સરળતાથી ઇલેક્ટ્રૉન મેળવે છે?
A. Na
B. F
C. Mg
D. Al
ઉત્તર:
F
પ્રશ્ન 20.
આધુનિક આવર્ત કોષ્ટકમાં એક તત્ત્વની ઇલેક્ટ્રૉન-રચના 2, 8 છે, તો આ તત્ત્વ કયા સમૂહમાં ગોઠવાવું જોઈએ?
A. 8
B. 2
C. 18
D. 10
ઉત્તર:
18
પ્રશ્ન 21.
બધાં જ કાર્બનિક સંયોજનોનો મહત્ત્વનો ઘટક તત્ત્વ) કયા સમૂહમાં ગોઠવાયેલ છે?
A. સમૂહ 4
B. સમૂહ 10
C. સમૂહ 16
D. સમૂહ 14
ઉત્તર:
સમૂહ 14
પ્રશ્ન 22.
આધુનિક આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તનાં તત્ત્વો માટેની સંયોજક્તા કક્ષા જણાવો.
A. M-કક્ષા
B. K-કક્ષા
C. N-કક્ષા
D. L-કક્ષા
ઉત્તર:
L-કક્ષા
પ્રશ્ન 23.
નીચેના પૈકી કયું તત્ત્વ મહત્તમ સંયોજકતા ઇલેક્ટ્રૉન ધરાવે છે?
A. 15P
B. 11Na
C. 14Si
D. 13Al
ઉત્તર:
15P
પ્રશ્ન 24.
ઑક્સિજન, ફ્લોરિન અને નાઈટ્રોજનની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ચડતો ક્રમ જણાવો.
A. O, F, N
B. N, F, O
C. O, N, F
D. F, O, N
ઉત્તર:
F, O, N.
પ્રશ્ન 25.
આવર્ત કોષ્ટકમાંના કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કયા ગુણધર્મમાં વધારો થતો નથી?
A. પરમાણ્વીય ત્રિજ્યા
B. ધાત્વીય ગુણ
C. સંયોજકતા ઇલેક્ટ્રૉન
D. ઑક્સાઈડની બેઝિક્તા
ઉત્તર:
સંયોજકતા ઇલેક્ટ્રૉન
(II) એક કરતાં વધારે ઉત્તરવાળા પ્રશ્નો (MCQs) :
પ્રશ્ન 1.
મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની ત્રુટિઓ જણાવો.
A. હાઇડ્રોજનનું સ્થાન
B. સમસ્થાનિકોનું સ્થાન
C. નિષ્ક્રિય વાયુ તત્ત્વોની ગોઠવણી
D. એક જ સ્થાન પર એક કરતાં વધુ તત્ત્વોની ગોઠવણી
ઉત્તર:
A, B, C, D
પ્રશ્ન 2.
સમૂહ 17નાં તત્ત્વોમાં ઉપરથી નીચે તરફ જતાં કઈ વૃત્તિ છે વધે છે?
A. પરમાણ્વીય ત્રિજ્યા
B. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રૉનની સંખ્યા
C. ધાત્વીય ગુણ
D. તત્ત્વોના ઑક્સાઈડની ઍસિડિકતા
ઉત્તર:
A, C
પ્રશ્ન 3.
આધુનિક આવર્ત કોષ્ટકના સંદર્ભમાં સાચાં વિધાનો જણાવો.
A. નવાં તત્ત્વોને સરળતાથી ગોઠવી શકાય છે.
B. તત્ત્વોના ગુણધર્મોની આગાહી સરળતાથી કરી શકાય છે.
C. આવર્ત કોષ્ટકમાંની વાંકીચૂંકી રેખા એ ધાતુ અને અધાતુને અલગ કરે છે.
D. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય કદમાં ઘટાડો થાય છે.
ઉત્તર:
A, B, C
પ્રશ્ન 4.
એક તત્ત્વના પરમાણુની ઇલેક્ટ્રૉન-રચના 2, 8, 7 છે, તો આ સંદર્ભમાં કયાં વિધાનો સાચાં છે?
A. આ તત્ત્વ સમૂહ 17નું તત્ત્વ છે.
B. આ તત્ત્વ એક ઇલેક્ટ્રૉન મેળવવાની વૃત્તિ ધરાવે છે.
C. આ તત્ત્વ ચોથા આવર્તનું તત્ત્વ છે.
D. આ તત્ત્વની પહેલાં(ઉપર)નું તત્ત્વ ફ્લોરિન છે.
ઉત્તર:
A, B, D
(III) નીચેના દરેક પ્રશ્નોમાં એક વિધાન A અને બીજું કારણ R છે. દરેક વિધાન અને કારણનો કાળજીપૂર્વક અભ્યાસ કરી, નીચેનામાંથી – યોગ્ય વિકલ્પ પસંદ કરો :
A. વિધાન A અને કારણ R બંને સાચાં છે તથા કારણ R એ વિધાન Aની સમજૂતી આપે છે.
B. વિધાન A અને કારણ R બંને સાચાં છે, પરંતુ કારણ R એ વિધાન Aની સમજૂતી આપતું નથી.
C. વિધાન A સાચું છે, પરંતુ કારણ R ખોટું છે.
D. વિધાન A ખોટું છે, જયારે કારણ R સાચું છે.
પ્રશ્ન 1.
વિધાન A: આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ છે.
કારણ R: હાઈડ્રોજનના ગુણધર્મો આલ્કલી ધાતુ તત્ત્વો અને હેલોજન તત્ત્વો જેવા છે.
ઉત્તર:
A
પ્રશ્ન 2.
વિધાન A : આધુનિક આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતાં ધાત્વીય ગુણ વધે છે.
કારણ R: આધુનિક આવર્ત કોષ્ટક એ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવાયું છે.
ઉત્તર:
C
પ્રશ્ન 3.
વિધાન A: ન્યૂલેન્ડે તેના સમયમાં શોધાયેલાં બધાં જ તત્ત્વોને સંગીતની સુરાવલી પ્રમાણે ગોઠવ્યાં હતાં.
કારણ R: ન્યૂલેન્ડે તત્ત્વોની ગોઠવણી માટે પ્રોટોનને જવાબદાર ગણ્યો હતો.
ઉત્તર:
C
પ્રશ્ન 4.
વિધાન A: સમૂહ 18નાં તત્ત્વોની રાસાયણિક ક્રિયાશીલતા ઘણી જ ઓછી હોય છે.
કારણ R: તેઓની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે.
ઉત્તર:
A
મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)
પ્રશ્ન 1.
આવર્ત કોષ્ટકનાં છ તત્ત્વો A, B, C, D, E અને Fના – પરમાણ્વીય ક્રમાંક 2, 12, 20, 18, 4 અને 10 છે. (અહીં, A, B, C, D, E અને F એ તત્ત્વની સંજ્ઞા સૂચવતા નથી.) આ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) એક જ સમૂહનાં તત્ત્વો કયાં છે? શા માટે?
(b) એક જ આવર્તનાં તત્ત્વો કયાં છે? શા માટે?
(c) આપેલાં તત્ત્વો પૈકી કયાં તત્ત્વો ધાતુ અને કયાં તત્ત્વો અધાતુ છે?
(d) આપેલાં તત્ત્વો પૈકી કયાં તત્ત્વો સક્રિય અને કયાં તત્ત્વો નિષ્ક્રિય છે?
(e) આ તત્ત્વોની માહિતી દ્વારા વિદ્યાર્થીમાં કયા કયા ગુણોનો છે વિકાસ થાય છે?
ઉત્તર:
સૌપ્રથમ આપેલાં તત્ત્વોની ઇલેક્ટ્રૉન-રચના દર્શાવીએ :
(a)
- તત્ત્વ B, C અને Eની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રૉન (સમાન સંખ્યામાં) હોવાથી આ તત્ત્વો એક જ સમૂહનાં તત્ત્વો છે. આ બધાં સમૂહ 2નાં તત્ત્વો છે.
- તત્ત્વ A, D અને F પણ એક જ સમૂહનાં તત્ત્વો છે. આ બધાં સમૂહ 18નાં તત્ત્વો છે.
(b)
- તત્ત્વ B (2, 8, 2) અને તત્ત્વ D (2, 8, 8) એ બંને ત્રીજા આવર્તનાં તત્ત્વો છે, કારણ કે બંને તત્ત્વોમાં K, L, M એ ત્રણ કક્ષાઓમાં ઇલેક્ટ્રૉન ભરાયેલા છે.
- તત્ત્વ દ (2, 2) અને તત્ત્વ F (2, 8) એ બંને બીજા આવર્તનાં તત્ત્વો છે, કારણ કે બંને તત્ત્વોમાં K, L એ બે કક્ષાઓમાં ઇલેક્ટ્રૉન ભરાયેલા છે.
(c)
- ધાતુ તત્ત્વો B, C, D (સમૂહ 2નાં તત્ત્વો)
- અધાતુ તત્ત્વો A, D, F (સમૂહ 18નાં તત્ત્વો)
(d)
- સક્રિય તત્ત્વો B, C, E
- નિષ્ક્રિય તત્ત્વો : A, D, F
(e ) આ પ્રશ્નોના ઉત્તરથી વિદ્યાર્થી આવર્ત કોષ્ટકના પાયાના સિદ્ધાંતની જાણકારી મેળવે, આ જાણકારીના આધારે તેનો ઉપયોગ કરતાં શીખે તેવા ગુણોનો વિકાસ થાય છે.
પ્રશ્ન 2.
જ્યારે મેન્ડેલીફે તત્ત્વોના વર્ગીકરણની શરૂઆત કરી ત્યારે 63 તત્ત્વો જાણીતાં હતાં. આ તત્ત્વોને તેમણે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં આડી હરોળમાં ગોઠવ્યાં હતાં તથા જે તત્ત્વો સમાન ગુણધર્મો ધરાવે છે, તેવાં તત્ત્વોને એક ઊભા સમૂહમાં ગોઠવ્યાં હતાં. આ વર્ગીકરણમાં જાણીતાં તત્ત્વોને મેન્ડેલીફે બે પરિબળોને ધ્યાનમાં લઈ વર્ગીકૃત કર્યા હતાં. આ પ્રમાણે વર્ગીકરણ કરતાં જે તત્ત્વોના ગુણધર્મો સમાન હોવા છતાં તે સમયે અસ્તિત્વ ધરાવતા ના હોવાથી મેન્ડેલીફે તેઓનાં સ્થાન ખાલી રાખ્યાં હતાં. આ ખાલી સ્થાન મેન્ડેલીફે કરેલા વર્ગીકરણની મુખ્ય ક્ષતિ છે. પરંતુ મેન્ડેલીફ તેમના નિર્ણયમાં અડગ હતા. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) આડી હરોળનાં તત્ત્વોને શેના તરીકે ઓળખવામાં આવે છે? મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કેટલી આડી હરોળ છે?
ઉત્તર:
મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની આડી હરોળને આવર્ત કહે છે. તેમાં આવર્તની સંખ્યા 7 છે.
(b) ઊભા સ્તંભનાં તત્ત્વોને શેના તરીકે ઓળખવામાં આવે છે? મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કેટલા ઊભા સ્તંભ છે?
ઉત્તર:
મેન્ડેલીફના આવર્ત કોષ્ટકના ઊભા સમૂહને સમૂહ કહે છે. તેમાં સમૂહની સંખ્યા 8 છે.
(c) મેન્ડેલીફે ક્યા ગુણધર્મના આધારે તત્ત્વોને ઊભા સ્તંભમાં ગોઠવ્યાં હતાં?
ઉત્તર:
સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતાં તત્ત્વોને મેન્ડેલીફે ઊભા સમૂહમાં ગોઠવ્યાં હતાં. ઉપરાંત, આ તત્ત્વોના ઑક્સાઇડ અને હાઇડ્રાઇડનાં સૂત્રો પણ સમાન હતાં.
(d) મેન્ડેલીફે કયાં બે પરિબળોના આધારે તત્ત્વોનું તેના સમયમાં વર્ગીકરણ કર્યું હતું?
ઉત્તર:
- પરમાણ્વીય દળ
- સમાન રાસાયણિક ગુણધર્મ એ બે પરિબળોના આધારે મેન્ડેલીફે તત્ત્વોનું વર્ગીકરણ કર્યું હતું.
(e) મેન્ડેલીફે આવર્ત કોષ્ટકમાં કેટલાંક સ્થાન શા માટે ખાલી રાખ્યાં હતાં? આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલાં સ્થાન ખાલી રાખવામાં આવ્યાં છે?
ઉત્તર:
મેન્ડેલીફે જ્યારે તત્ત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાંક તત્ત્વો શોધાયાં ન હતાં. આથી મેન્ડેલીફે તે સમયમાં કેટલાંક સ્થાન ખાલી રાખ્યાં હતાં. આધુનિક આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન રાખવામાં આવ્યાં નથી.
(f) મેન્ડેલીફના આ વર્ગીકરણથી તેમના કયા કયા ગુણો જોવા મળ્યા?
ઉત્તર:
આ વર્ગીકરણના પ્રયાસથી મેન્ડેલીફમાં
- આત્મવિશ્વાસ, હું
- હિંમત,
- દીર્ધદષ્ટિ,
- આગાહી કરવાની ક્ષમતા જેવા ગુણો જોવા મળ્યા.
પ્રશ્ન 3.
ત્રણ તત્ત્વો X, Y અને Z ના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 6, 16 અને 19 છે. આ માહિતીના આધારે નીતને નીચે મુજબના કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાનું કહેવામાં આવે છે :
(a) તત્ત્વ X, Y અને Zને કયા સમૂહમાં ગોઠવી શકાય?
(b) કયાં બે તત્ત્વો આયનીય બંધથી જોડાશે? શા માટે?
(c) ઉત્પન્ન થયેલાં આયનીય સંયોજનનાં આવીય સૂત્ર લખો.
(d) ક્યાં બે તત્ત્વો સહસંયોજક બંધથી જોડાય છે? શા માટે?
(e) ઉત્પન્ન થયેલાં સહસંયોજક સંયોજનનાં આણ્વીય સૂત્ર લખો.
ઉત્તર:
ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર માટે નીત સૌપ્રથમ તત્ત્વના પરમાણ્વીય ક્રમાંકના આધારે તત્ત્વની ઇલેક્ટ્રૉન-રચના નીચે મુજબ લખે છે :
(a) તત્ત્વ X (2, 4) : સમૂહ 14 (4 + 10)
તત્ત્વ Y (2, 8, 6) : સમૂહ 16 (6 + 10)
તત્ત્વ Z (2, 8, 8, 1) : સમૂહ 1
(b) આયનીય બંધ ધાતુ અને અધાતુ તત્ત્વો વચ્ચે રચાય છે. અહીં તત્ત્વ Z અને Y આયનીય બંધથી જોડાશે.
(c) તત્ત્વ Zની બાહ્યતમ કક્ષામાંનો 1 ઇલેક્ટ્રૉન મુક્ત થશે. આથી z+ આયન બનશે. તત્ત્વ Yની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રૉનની જરૂર છે. આથી આ બે ઇલેક્ટ્રૉન મેળવશે. આથી તે Y2- આયન બનાવશે. આમ, આયનીય સંયોજનનું આવીય સૂત્ર : 2(Z+) (Y2-) = Z2Y થશે.
(d) બે અધાતુ તત્ત્વો વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. તત્ત્વ X એ સમૂહ 14 નું અધાતુ તત્ત્વ છે, જ્યારે તત્ત્વ Y એ સમૂહ 16 નું અધાતુ તત્ત્વ છે. આથી તત્ત્વ X અને Y એ સહસંયોજક બંધથી જોડાશે.
(e) તત્ત્વ Xની સંયોજકતા કોશમાં 4 ઇલેક્ટ્રૉન છે. આથી તેની સંયોજકતા 4 છે. તત્ત્વ Y ની સંયોજકતા કોશમાં 6 ઇલેક્ટ્રૉન છે. આથી તેની સંયોજકતા 2 છે. અર્થાત્ તત્ત્વ Xનો એક પરમાણુ તત્ત્વ Yના બે પરમાણુ સાથે ભાગીદારી દ્વારા જોડાઈ સહસંયોજક બંધ રચશે. આથી બનતા સંયોજનનું આણ્વીય સૂત્ર : XY2 છે.
પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers)
પ્રશ્ન 1.
નીચેનું કોષ્ટક આડી ચાવી અને ઊભી ચાવીથી પૂર્ણ કરો :
આડી ચાવી :
(1) પરમાણ્વીય ક્રમાંક 12 ધરાવતું તત્ત્વ.
(3) સમૂહ 14નું ધાતુ તત્ત્વ કે જે કેન બનાવવા વપરાય છે.
(4) ચળકતી સપાટી ધરાવતું તેમજ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રૉન ધરાવતું તત્ત્વ.
ઊભી ચાવી :
(2) અતિ સક્રિય ધાતુ કે જેને કેરોસીનમાં રાખવામાં આવે છે. બર્નર પર ગરમ કરતાં પીળી જ્યોત આપે છે.
(5) બીજા આવર્તનું પ્રથમ તત્ત્વ.
(6) સમૂહ 18નું બીજા ક્રમનું તત્ત્વ કે જે ફ્લોરેસન્ટ બલ્બ . બનાવવા વપરાય છે.
(7) હેલોજન સમૂહનું અંતિમ તત્ત્વ કે જે રેડિયો-સક્રિય છે.
(8) ધાતુ કે જે સ્ટીલની બનાવટમાં વપરાય છે, જે ભેજવાળી હવામાં ક્ષારણ પામે છે.
(9) આધુનિક આવર્ત કોષ્ટકનું પ્રથમ અર્ધધાતુ તત્ત્વ જે બુલેટપ્રૂફ સાધનોમાં વપરાય છે.
ઉત્તર:
પ્રશ્ન 2.
નીચે તત્ત્વોની ગોઠવણી નિસરણી દ્વારા દર્શાવેલ છે, તો
(a) આ તત્ત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવો.
ઉત્તર:
H, He, Li, Be, B, C, N, O, F, Ne, Na, Mg, Al, Si, P S, Cl, Ar, K, Ca.
(b) આ તત્ત્વોને સમૂહના આધારે વર્ગીકૃત કરો.
ઉત્તર: